Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 89
________________ CNC જ્ઞાનધારા C - • આનંદ રાહ બતાવે રામાયણ – મોરારિબાપુ - યોગેશ ચોલેરા, વન્ડરલૅન્ડ, રાજકોટ ૨૦૧૩. • મોતીની માળા - અનુ. સોનલ પરીખ- આર. આર. શેઠ કંપની મુંબઈ- વર્ષ ૨૦૧૨. • પ્રેરણા – યશવંત કડીકર - મહાદેવ બુક સપ્લાયર્સ, એ'વાદ વર્ષ - ૨૦૦૪. • સંસાર રામાણ - સ્વામિ સચ્ચિદાનંદ - ગુર્જર પ્રકાશન, એ'વાદ - ૨૦૦૫. • કૃષ્ણ શરણં ગચ્છામિ - ગુણવંત શાહ આર.આર. શેઠ કમ્પની, મું.- ૨૦૧૧. • સફળ જીવન જીવવાની કળા મુકુન્દ પી. શાહ - કુસુમ પ્રકાશનઅ'વાદ, વર્ષ-૨૦૧૨. A ૧૭૭ - સં - ડૉ. મનીષા મનીષ સાંપણકળાના પ્રવાહમાં સાંપ્રાણિક અને પરંપરાગત માન્યતાઓમાં થાનુસારી વિવેકપૂર્ણ પરિવર્તન અને વિશ્લેષણ ♦ ડૉ. રમણીકભાઈ પારેખ DM.Sc., Ph.D. (અમદાવાદ) ભારતીય પરંપરામાં જૈન ધર્મ અતિપ્રાચીન અમદાવાદસ્થિત ડૉ. રમણીકભાઈ સાયન્ટિસ્ટ છે. તેઓ ઇન્સ્ટિટયૂટ ઑફ કેમિસ્ટ (કોલકાતા)ના ફેલો છે અને Ph.Dના | ગાઈડ છે. જૈન ધર્મના અભ્યાસુ છે. છે. વિશ્વના લક પર તેમનું આગવું સ્થાન છે. તે સર્વોત્કૃષ્ટ છે, સર્વાધિક કલ્યાણકારી છે. જૈન સાહિત્યની સમૃદ્ધિ સમગ્ર વિશ્વમાં અજોડ છે, અદ્ભુત છે. આગમો - જૈન ધર્મગ્રંથો તીર્થંકરની સાધનાના સારરૂપ છે. આગમ એ કળિયુગનો અમૃતથાળ છે તેમ જ આત્મસુધારણાનો અમૂલ્ય દસ્તાવેજ છે. અનંતજ્ઞાની, અનંતદર્શી, રાગદ્વેષના વિજેતા મહાવીર પ્રભુએ આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં પરિગ્રહ, વાણીમાં સ્યાદ્વાદ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, દાન, શીલ, ભાવ, સત્ય, પ્રેમ, કરુણા જેવાં શાશ્વત મૂલ્યોની અમૂલ્ય ભેટ આપીને સમગ્ર જીવસૃષ્ટિ અર્થે મહાન ઉપકાર કરેલ છે. વિશ્વવાત્સલ્ય જ ધર્મનો આદર્શ છે. ધર્મો રક્ષતિ રક્ષતઃ (ધર્મનું રક્ષણ કરવાથી તે રક્ષક બને છે. If you Protect righteousness, righteousness will Protect you. ભગવાન મહાવીરે સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવના; માનવજાતિની સમાનતા, ઉચ્ચ-નીચ ભાવનાનો પ્રતિકાર, હિંસા સ્થાને અહિંસાની પ્રતિષ્ઠા, સ્ત્રી અને શુદ્રો પ્રત્યે સમાનતા, દુરાગ્રહને બદલે અનેકાંત દષ્ટિ, ભાષામોહને બદલે લોકભાષા પ્રત્યે આદરભાવ પ્રગટ કરી સમાનતાનો આદર્શ પ્રસ્થાપિત કરે છે. તેમની વાણીનો સીધોસાધો સુમધુર દિવ્ય સંદેશ એ જ છે કે વહેંચીને ખાઓ અને જીવો. સુખ, કરુણા, મૈત્રી, પ્રેમને વહેંચો, હૃદયના ફૂલ જેવા કોમળ બનો, ફૂલની જેમ સદાબહાર હસતા રહો. જીવો અને જીવવા દો. Live and let live. ૧૭૮

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137