________________
TOCTC જ્ઞાનધારા CC0 લેવાય તેમાં ધર્મની ગ્લાનિ છે, પરંતુ અજાણી આંખોમાં લાગણીનાં સ્પંદન થાય તેમાં જ ધર્મનો જયજયકાર છે. “ધર્મપ્રેમ' તો ખરો, પરંતુ એથીય વિશેષ ‘પ્રેમધર્મ’ મહત્ત્વના છે. આમેય જીવનમાં જીવી નાખનારા અને જીવી જનારા વચ્ચે બહુ તફાવત છે. શંકરાચાર્યે પણ યોગ્ય જ કહ્યું છે, અને વિર પરમારના અર્થાત્ પ્રસન્નચિત્ત જ પરત્માનું દર્શન છે. હસવું એ પણ એક સહજ ધર્મ છે. તિબેટિયને તો લાફિંગ બુદ્ધા પણ બનાવ્યા. એ બધું આપણા ઘરમાં રાખીએ છીએ, પરંતુ ઘરમાંથી હાસ્યને જાકારો આપી દીધેલ છે ! ક્યાં છે એ હાસ્યધર્મ ? મનની પ્રસન્નતા, જુતા, સાલસતા ! હસો જેથી સોહમ સુધી પહોંચી શકાય. (હસો-સોહમ ઉધાવર્ણ) આપણે હસી ત્યારે જ શકીએ જ્યારે આપણામાં રહેલાં મલિન તત્ત્વોને તિલાંજલિ આપી હોય અને સાત્ત્વિક ભાવોને હૃદયમાં આવકાર્યા હોય તો જ નિર્મળ હાસ્ય ફરી શકે અને મન મૂકીને આપણે વરસી શકીએ. માટે યુવાનોને ખાસ ધર્મ પ્રત્યે જાગૃતિ કેળવવા પણ ચિંતન શિબિરો થવી જરૂરી છે, કારણકે આપણે તો અખંડ સમાજ-અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. તો અપૂર્ણતાને ખંડિત કેવી રીતે કરી શકાય ? અખંડના સૂત્રથી જ આપણે યુવાનોને પરમખંડ સુધી લઈ જઈ શકીએ. મનુષ્યજીવન મળ્યું છે તો એને ખોવાનું નથી, પરંતુ એ મનુષ્ય જીવનને આપણે જીતવું જોઈએ. આજના યુવાનો મોબાઈલ-ઈ.નેટ - ટૅબ્લેટમાં ખોવાઈ ગયા છે એમને મેડિટેશન, સાધના, ધ્યાન, ઇત્યાદિ પ્રત્યે જાગરૂકતા કેળવવી જોઈએ, કારણકે આપણે બાહ્ય રીતે તો સમૃદ્ધ છીએ, પણ આંતરિક રીતે સમૃદ્ધ થવાની જરૂર છે. આમેય કહ્યું છે ને ગુરના પગે પડવું સહેલું છે, પણ ગુરુના પગલે ચાલવું અઘરું છે. આજના યુવાનનું વ્યક્તિત્વ લુપ્ત થયું છે. યુનિવર્સિટીનું લેબલ લગાડેલું વ્યક્તિત્વ તો મળે છે, પણ વિચારોનું ઊંડાણ કે જ્ઞાનની ઊંચાઈનો એનામાં સદંતર અભાવ છે. ક્યાં છે એ નચિકેતા ? ક્યાં છે વિમળતાથી દીપતા એકલવ્યો અને ક્યાં છે જ્ઞાનની તેજસ્વિતાને તપસ્વિતાથી ઝળહળતા યાજ્ઞવલ્કયો ? યુવાનરૂપી રત્નને સમાજનું ઘરેણું બનાવવાની જરૂર છે. ધર્મરૂપી બેંકમાં દાખલ થશે તો એનું વ્યાજ ડબલ થશે. દૂષણો-પ્રદૂષણોથી મુક્ત અને દેવગુરુના સંગથી યુક્ત બની જન્મ-જન્મના બંધનથી મુક્ત થશે.
XXXC şiI4&I I XXX
આજના યુવાનો 31ની ઉજવણી તો બહુ શાનપૂર્વક એન્જોય કરે છે, પણ શું આપણા ધર્મતહેવારોમાં આટલા ઉત્સાહથી રસ લઈએ છીએ ખરા ? જો ન લેતા હોઈએ તો તે માટે સભાન કરવા જોઈએ. જીવન એવું જીવો કે લોકો અંજાઈ ન જાય, પણ લાગણીથી ભીંજાઈ જાય. આપણે સૌ નવા વર્ષની-જન્મદિવસની ઉજવણી તો કરીએ છીએ, પરંતુ આપણું જીવન એટલું ભવ્ય બનાવીએ કે આપણો ક્ષણેક્ષણે નવા વિચારોથી પુલકિત થઈ જઈએ તો અને તો જ જીવનને દીપાવી શકીશું અને અન્યના જીવનને પણ દીપાવી શકીશું, માટે આજનો યુવાન 31" Dance - Drink & Merry થતો ગયો છે એ દુઃખની વાત છે, આપણને નિરાશ બનાવી નાખે છે, પરંતુ યુવાનોમાં Divine » Depth . Dedication અને આ ત્રણનો ત્રિવેણી સંગમ 3D હોવા ખૂબ જરૂરી છે જેથી ભારતીય સંસ્કૃતિને દીપાવી શકીએ અને ભારતીય સંસ્કૃતિનો ભવ્ય વારસો, પ્રબુદ્ધોની વાણીને આપણે જીવિત રાખી શકીશું. એવમ્ ક્ષમા, દયા, કરૂણા, પ્રેમ વગેરેથી આ જીવનવૃક્ષને સીંચીએ જેથી ભાવિ પણ ઉજ્જવળ બની રહે અને ન રહે શોક કે મોહ ! ફક્ત નિજાનંદ...નિજાનંદ. જે વ્યક્તિને વિજ્ઞાનતઃ બનાવી શકશે. જો વિજ્ઞાનતિ: બનીશું તો જ આપણે મહાવીરનાં બાળકો તથા એના વારસાને આપણે પચાવ્યો છે એવું કહી શકીશું, તો બનવું છે ને વારસદાર....?
તો પછી રાહ કોની જુઓ છો ? પામીએ ધર્મના મર્મને... ધર્મના અભિમુખ રહેવું છે ને ?
સંદર્ભ ગ્રંથો : • જગતના વિદ્યમાન ધર્મો - ડૉ. જયેન્દ્ર એ. યાજ્ઞિક યુનિ.
ગ્રં. બોર્ડ અનુવાદ- પ્રા. આ. ૧૯૮૪. • તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે ? - રોબિન શર્મા
- જયકો પબ્લિ ., મુંબઈ - ૨૦૧૩. • જિંદગી જીતવાની જડીબુટ્ટી-ડેલ કોર્નગી - આર. આર. શેઠ, કંપની,
મું. - ૨૦૧૩. • ધર્મ રાહ બતાવે રામયણ - મોરારિબાપુ - સં. યોગેશ ચોલેરા વન્ડરલૅન્ડ, રાજકોટ - ૨૦૧૩.
- ૧૭૬ ભs