________________
TOCTC જ્ઞાનધારા CC0 સમજાતું જશે, તેમ ધર્મ એ આપણો ગુણ બની જવો જોઈએ. જેમાં આવર્તન નહીં, પરંતુ સમાવર્તન હોવું જરૂરી છે. સર્વધર્મભાવ છે, માટે કોઈ ધર્મનો વિરોધ ન હોય, પરંતુ એમના અર્થને પામવો જોઈએ. કબીર જાતિએ મુસ્લિમ હતા, પરંતુ એમને હિન્દુએ આવકાર્યા. ગુગ્રંથસાહેબ ગ્રંથમાં પણ ‘રામ' શબ્દનો અનેક વાર પ્રયોગ થયો છે. આખરે તો સૌ ધર્મનો ઉદ્દેશ એ શુદ્ધિકરણ'નો છે. ''કારને ઊંધું કરીએ તો ઉ૬માં અલ્લાહ શબ્દ બને છે. આમ સર્વધર્મ સમભાવની દષ્ટિ કેળવવી જોઈએ.
ધર્મ એ ઉન્નતિનાં પગથિયાં સમાન છે. જીવનના શિખર પર પહોંચવા એ પગથિયાંમાંથી પસાર થવું જ પડશે. દા.ત. અગ્નિ તો એક જ છે, પણ ભાવક એમાં ક્રિયા અનેક રીતે કરે છે. (૧) ટાઢ સામે રક્ષણ (૨) રસોઈ બનાવવા (૩) જો એ અગ્નિમાં શ્રદ્ધા ઉમેરો તો યજ્ઞ બની જાય તેમ આપણે પણ દષ્ટિ કેળવવાની જરૂર છે. દાન આપો તો હૃદય ખુલ્લું કરી દાન આપો (૪) જાપ-તપ ઇત્યાદિ તો છે જ પણ વાણીનું મૌનવ્રત પણ જરૂરી છે. આપણે જિનવાણી તો સાંભળીએ છીએ, પણ નિજવાણીને નથી સમજ્યા માટે જાગૃત થાઓ.
આપણે આજના યુગમાં ચંદ્ર પર તો પહોંચ્યા, પણ આપણે શું આજુબાજુ જરૂરિયાતની જરૂરિયાતમંદ વ્યક્તિના હૃદયમાં પહોંચ્યા છીએ ખરા ? તો આ જ ખરેખર માનવધર્મ છે. જો આવા ગુણો આપણા હૃદયમાં લાવીએ તો ખરેખર સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવી શકીએ અને અન્યને અનુભૂતિ પણ કરાવી શકીએ.
જીવનમાં કેવી રીતે મરવું છે ? એ જો શીખી લેવાય તો જીવતા તો આપમેળે આવડી જશે. આ જ મનુષ્યધર્મની મહાનતાને સાબિત કરે છે. કેવી રીતે જીવવું એ પાયાની વાત છે. જેવી રીતે ધરતીનો ધર્મ ફરવું, વાયુનો ધર્મ વહેવું એ જ પ્રકારે ધર્મનો સ્વભાવ સત્ય છે. સત્યતા આહાર-વિચાર-વ્યવહારઉચ્ચાર-આધાર પર રહેલો છે. એ તત્ત્વોનો અંગીકાર કરવો જોઈએ. ઉ.દા. સોલોમન એ એક બુદ્ધિમાન માનવી હતો. સોલોમનને એક સુંદર યુવતી ગમી ગઈ. એની પાસે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સ્ત્રીએ પરીક્ષા કરવાનું વિચાર્યું. બે હાથમાં ફૂલ લીધાં. એક સાચું અને એક કૃત્રિમ. એ બંનેમાંથી સાચા ફૂલનું પરીક્ષણ
૧૭૩ :
XXXC şiI4&I I XXX કરવાનું હતું, પરંતુ સોલોમન તો બુદ્ધિશાળી હતા. એમણે તો મહેલનાં બારીદરવાજા ખુલ્લાં કરવાનો આદેશ આપ્યો. એટલામાં દરવાજામાંથી મધમાખી ઉડતી ત્યાં આવીને સાચા ફૂલ પર બેઠી અને સાચા ફૂલનું મૂલ્યાંકન થઈ ગયું. જો આપણામાં આવી સાચી પરખ ધર્મ પ્રત્યેની આવી જશે તો આપણે પણ જીવનમાં અસત્યનો ટેકો નહીં લઈએ એ જ ખરેખરું ધર્મ છે અન્યથા નહીં.
યુવાનો માટે ખાસ આ નવ સૂત્રોથી જોડાયેલી ભક્તિ જરૂરી છે. ૧. સારો સંગ રાખવો. ૨. કથા પ્રસંગમાં રુચિ કેળવવી. ૩. સંતસંગ કરવો. ૪. પ્રભુના ગુણગાન કરવા જોઈએ. ૫. ભજન કરવું - ભાવના-સ્તુતિ કરવી. ૬. ઇન્દ્રિય પર સંયમ કેળવો. સમય પણ ક્યારે વ્યક્તિની
પરીક્ષા લે. દા.ત. પાંડુરાજા. ૭. જગતને સમાનભાવે જોવાની દષ્ટિ કેળવો. વસુધૈવ કુટુમૂ! ૮. લોભનો પરિત્યાગ કરી સંતોષ કેળવવો જરૂરી છે. ૯. જીવનમાં સરળ રહેવું. છળ-દંભ પરિત્યાગ કરવો. ફલની જેમ સૌરભ પાથરતા રહેવું જોઈએ. બધાને મદદ કરવી જોઈએ. આમ જીવનમાં માત્ર અનુશાસન નહીં, પરંતુ અનુશીલન પણ જરૂરી છે. ભોગ કરતાં યોગ મહત્ત્વનો છે. રતિમાંથી વિરક્તિ પામવી જરૂરી છે. ધર્મમાં ઉત્સવોને માણીએ છીએ, પણ ધર્મ તો ખરેખર ધ્યાનનો મહિમા ગાય છે. આપણે દર વર્ષે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ, પણ રાગદ્વેષ તો પાણીની સપાટીએ જ તરતા દેખાય છે. તાજિયા ઠંડા તો થાય છે, પણ ઝનૂન ઠંડું થતું નથી. ખરેખર મહાવીર જયંતી ઊજવીએ છીએ, પણ કોઈને ક્ષમા આપી શકતા નથી. ધર્મના મર્મને પામવાની જરૂર છે. જેમ યુદ્ધમાં વીર, સપૂતો, માનતલવારમાંથી મ્યાનમાં રહેનાર તલવારનો ઉપયોગ કરે છે, મ્યાનનો નહિ . તો પછી આપણે શરીરમાં રહેનાર આત્મા પ્રત્યે કેમ લક્ષ્ય સેવતા નથી ? આજના યુગમાં ઠેરઠેર ધર્મની ગ્લાનિ જોવા મળે છે. ઑફિસમાં રુશવત
- ૧૭૪ -