________________
OCTC જ્ઞાનધાર 016
તત્કાળ યુગમાં ચારેબાજુ ધર્મગુરુ વિરુદ્ધ દેખાય થાય, પણ ત્યાં આપણી તટસ્થ બુદ્ધિથી સૂક્ષ્મ અવલોકન કરી જડતાભર્યા વ્યવહારોને બદલે સુજુતાભર્યા વ્યવહારો અપનાવવા જોઈએ અને દરેક ધર્મને આદર આપવો, કારણકે દરેક ધર્મમાં એક પ્રભ-એક ઈશ્વર એક પયગમ્બર-એક ઈસુ થયા છે. આપણને જે ધર્મ પ્રત્યે અભિરૂચી હોય-આસ્થા હોય પણ એ પ્રભુના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરો. એમનાં જીવનચરિત્રોને, મૂલ્યોને હૃદયસ્થ કરો. જો પ્રભુને આપણા હૃદયમાં બિરાજમાન કર્યા હોય તો ત્યાં શરીરને પણ સ્વચ્છ રાખવું, જેમકે દેહમાં રહેલા મનના શત્રુ જેવા કે રાગદ્વેષ, મોહ, માયા, અસૂયા વગેરેનો પણ ત્યાગ કરવો જરૂરી છે. તો જ આપણે હૃદયકમળમાં પ્રભુને બિરાજમાન કરી શકીશું. આખરે તો આપણી જીવનયાત્રામાં મંજિલ તો એક જ છે વીર માં ... પાની સવ મૈં ઇવા
ધર્મનો ક્યારેય પ્રચાર-પ્રસાર હોય ખરો ? એ તો અનુભૂતિનો વિષય છે. તો પછી પ્રચાર-પ્રસારની શી જરૂર ? શું આપણે વોટ-બૅન્ક બનાવવી છે કે પ્રચાર-પ્રસારની જરૂર પડે ? આ માર્ગ તો સૌકોઈ માટે ખુલ્લો છે. ફક્ત જરૂર છે એના કોમળતમ્ ભાવોને હૃદયાવકાશમાં પ્રગટાવવાની જેથી આપણે માત્મ દ્વીપ મવા બની શકીએ અને અન્યને પણ અવગત કરાવી શકીએ.
આજના યુગમાં દિવસે ને દિવસે શસ્ત્રોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે યુવાન મિત્રોને અપીલ છે કે કંઈ ધર્મ ક્યારેય શસ્ત્ર નથી શીખવતો તો પછી આપણે ધર્મ માટે શસ્ત્રનો ઉપયોગ શા માટે કરીએ? આપણે તો શાસ્ત્રોના સથવારે સદબુદ્ધિ ઇત્યાદિ ભાવોને કંડારવાની જરૂર છે. શાસ્ત્રોના વચનનું પાલન કરી ધનંદ પ્રાપ્ત કરવાનો છે. એ ધર્માનંદ કોને પ્રાપ્ત થાય જેમણે આચરણમાં - આચાર હોય, જેણે કર્મના રસને ઘોળ્યો હશે તેને ધર્માનંદ મળશે, અન્યથા નહિ. તો પછી આપણે નકકી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે ?
ધર્મનાં સરળ સૂત્રો તો શુભ આચાર, શુભ વિચાર, શુભ ઉચ્ચાર, શુભ વ્યવહાર છે. આ ચતુઃસૂત્રીના સથવારે ધર્મને પામી શકાય. માટે વ્યક્તિ સમાજમાં રહીને ઘણુંબધું શીખતો હોય છે. સંગાથ-સહવાસ પણ જરૂરી છે. સારો સંગાથએક ગહન અસર જન્માવી જાય છે. માટે યોગ્ય સાથ હોવો જરૂરી છે. ક્યારેક
- ૧૬૯ :
DISCLC જ્ઞાનધારા OC0 સંત-સમાગમ, સંગાથથી આ જીવનનૈયાને પાર પાડી શકાય.
જેમ શ્રી ભગવત ગીતામાં કહ્યું છે, ને:
થવા યા દિ ધર્ષણ .... સુનાખ્યમ્ ! ... જ્યારે જ્યારે અધર્મ ફેલાય છે, ત્યારે પ્રભુ જુદાંજુદાં રૂપ ધારણ કરી સંત-સજજનોનું દુઃખ દૂર કરવા લંબાવક યુ યુરો આવે છે. તો આપણે આજના અધર્મને જોઈને કોઈ અવતારની રાહ નથી જોવાની. આપણે જ માનવઅવતારરૂપે અવતર્યા છીએ. તો શું આપણે અધર્મનાં તત્ત્વોને નાબૂદ ન કરી શકીએ ? આવું જો થાય તો ચોક્સ અવતારવાદને પણ આપણે વિરામ આપી શકીએ અને આપણામાં રહેલા નિજત્વને ઢંઢોળી ઉજાગર કરી શકીએ.
ધર્મ વ્યક્તિને અભય બનાવે છે. વ્યક્તિ પૂજા-પાઠ કરીને આવે છે, છતાં તે ઘરમાં એકલો રહેતા ડરતો હોય છે. તો ધર્મથી અભયતા કેળવવાની જરૂર છે. જો ધર્મ હોય તો ભય રહેવાનો કોઈ અવકાશ જ નથી.
જીવનની એક શોધ હોવી જરૂરી છે. શાંતિની, શક્તિ, ભક્તિ, મુક્તિની, પરંતુ એનો શોધક હોવો જરૂરી છે. મરજીવો પ્રયત્ન કરે તો મોતી મેળવે છે, પણ જે ડરીને કિનારે બેસી રહે છે એના હાથમાં કશુંય આવતું નથી. તો આપણે પણ કંઈક શોધન-ચિંતન-મનન-મંથન કરવું પડશે જેથી યોગ્ય રાહ કંડારી શકીએ, પરમવ્યોમ તરફ ગતિ કરી શકીએ.
ॐ पूर्णमदः पूर्णामदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णभादाय पूणमेवावशिष्यते ।। અર્થાત્ “બ્રહ્મ પરિપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ પૂર્ણ જ બાકી રહે છે.
આ તો ધર્મનું અનોખું ગણિત છે. ધર્મમાં ક્યારે પણ અપૂર્ણતા નથી. એક સીધું ઉદા. લઈએ. 11 = 0 પણ અહીં તો કંઈ જુદું જ ગણિત 1.1= 01 આવું સુંદર ગણિત આપીને ગયા છે. તેમ છતાં આપણે વરસોમાં જીવનના હિસાબોમાં ભૂલ કરીએ છીએ. માટે જીવનમાં પ્રેમ, કરૂણા, ક્ષમા, સમર્પણ કરીશું તો ખાલીપો નહિ, પરંતુ પૂર્ણતાને પામીશું. આવી ઉદાત્ત ભાવના આપણામાં હોવી જરૂરી છે. એ પણ ધર્મ છે અને એ ધર્મને જ જીવનની પરિકૃતિરૂપે સ્વીકારવું જોઈએ.