________________
TOCTC જ્ઞાનધારા CC0 શાજાપુર (મધ્યપ્રદેશ) ૦૭૩૬૪ ૨૨૨૨૧૮)ને આ વિષયમાં પ્રકાશ પાથરવા અમે વિનંતી કરી. તેઓશ્રીએ પણ વિશાળ શ્રોતાવર્ગને કહ્યું કે ક્ષમાપના જેનો ધર્મ છે અને અનેકાંતવાદ જે ધર્મનું તત્ત્વ છે એવા જૈનો સંવત્સરીની તિથિ માટે એકમત ન થાય એ ખરેખર શરમજનક છે. આ સંદર્ભે શાસ્ત્રોના અનુસંધાન પ્રગટ કરતાં તેઓશ્રીએ કહ્યું કે, આગમમાં અષાઢ પૂર્ણિમાને વર્ષાન્ત કહ્યું છે, એટલે આ સંવત્સરી. જૈન મુનિઓની સંખ્યા વધતી ગઈ (અત્યારે તપાગચ્છમાં લગભગ એકસોથી વધુ આચાર્યો હશે) એટલે નિશિથ સૂત્ર પ્રમાણે શ્રાવણ વદી પાંચમથી ભાદરવા સુદ પાંચમ પહેલાં સંવત્સરી હોવી જોઈએ. આ ઉત્સર્ગ માર્ગ છે. પછી ભાદરવા સુદ ચોથ પણ થઈ; આ અપવાદ માર્ગ છે. આ ઉત્સર્ગ માર્ગને છોડીને જૈનોના વિવિધ સંપ્રદાય અપવાદ માર્ગ સ્વીકારી પોતાના મત અને મતાગ્રહ પ્રમાણે અન્યથી જુદા દેખાડવા પોતાના સ્વમત મુજબ સંવત્સરીની તિથિ નક્કી કરી, આમાં દેશકાલ પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવાઈ, જેમ કે વર્તમાનમાં તો પરદેશમાં તારીખ અને કામની અનુકુળતા પ્રમાણે સંવત્સરી યોજાય છે. ઉપરાંત ભૌગોલિક કારણે પણ દિવસ અને સમયમાં ફેરફાર થાય છે. અહીં ભારતમાં જે દિવસે ભાદરવા ચોથ હોય, એ સમયે એ દિવસ ત્યાં ન હોય, તો કઈ સંવત્સરી સમજવી ? અને અધિક માસ તો આપણે હિંદુ પંચાંગ પ્રમાણે સ્વીકારી લીધો. સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ પ્રમાણે જૈનોમાં બે પોષ અને બે અષાઢ જ છે.
XXXC şiI4&I I XXX ઊજળા દિવસનું નિર્માણ કરે.
સર્વ જૈન સામયિકો અને દૈનિકપત્રના વિદ્વાન કટારલેખકોને પણ અમારી વિનંતી છે કે યોગ્ય લાગે તો આ વિચારને પોતાની કલમ દ્વારા વહેતો મૂકે.
આ માટે સર્વપ્રથમ કોઈ એક અગ્રણીએ કેન્દ્રબિન્દુ બનવું પડશે. આ લેખથી અમે સુશ્રાવક, સંઘપતિ, સર્વેના સન્માનનીય અને જે પરિવારે અકબરના સમયથી જૈન શાસનની સેવા કરી છે એવા પરિવારના મોભી શ્રી શ્રેણિકભાઈને અને શ્રી સંવેગભાઈને અમે વિનંતી કરીએ છીએ કે અન્ય જૈન સંપ્રદાયના સંઘપતિઓને એકત્રિત કરે, એક પ્રતિનિધિમંડળની રચના કરે, સર્વ સંપ્રદાયના ગચ્છાધિપતિઓનો આ પ્રતિનિધિમંડળ સંપર્ક કરે અને વિક્રમ સંવત-૨૦૬૯, વીર સંવત ૨૫૩૯ની એક સંવત્સરી ભવ્યાતિભવ્ય રીતે સમગ્ર જૈન શાસન ઊજવે અને આરાધના કરે એવા ભવ્ય દિવસનું નિર્માણ કરે.
આ મુશ્કેલ કાર્ય અશક્ય તો નથી જ.
જે વીરલા આત્મા આ વીરલ કાર્ય કરશે એ સર્વ મહાનુભાવોનાં નામ અને કામ ભવિષ્યના જૈન શાસનના ઇતિહાસમાં ઊજળા અક્ષરે અંક્તિ થશે એ નિર્વિવાદ છે. જૈન શાસનની આ અમૂલ્ય સેવા ગણાશે. ભવિષ્યનો જૈન ઉમંગથી આ ભવ્ય જીવોને કોટિકોટિ વંદન કરશે.
ભાવાવેશમાં શાસ્ત્ર આશાતના થઈ હોય કે કોઈ આત્માનું મનદુ:ખ થાય એવું લખાઈ ગયું હોય તો એ જીવો મને ક્ષમા કરે. મિચ્છા મિ દુક્કડમ.
એટલે જૈનોના બધા સંપ્રદાયો પોતાનો મતાગ્રહ ત્યાગી બધા સાથે બેસે તો શાસ્ત્રસિદ્ધાંતની અવગણના કર્યા વગર, ખુલ્લા હાથે ચર્ચા કરે તો એક જ દિવસની સંવત્સરી અશક્ય નથી, એમાં શાસ્ત્રોની કોઈ આશાતના થતી નથી. જો એમ જ હોત તો એક હજાર વર્ષ પહેલાં કાલિકસૂરિએ એ સમયે પાંચમની ચોથનો નિર્ણય પ્રસ્તુત કર્યો ન હોત અને અન્યોએ એ સ્વીકાર્યો પણ ન હોત.
એટલે અમારી સર્વ જૈન સંઘપતિઓને વિનંતી છે કે, વર્તમાન અને ભવિષ્યની પેઢીને જૈન ધર્મમાં શ્રદ્ધા વધે, મનમાંથી પોતે કયો જૈન છે એની શંકા દૂર થાય એ માટે એક મંચ પર એકત્રિત થઈ સ્વ મતાગ્રહનું વિગલન કરી ખુલ્લા હૃદયે, જૈન ધર્મના ઊજળા ભાવિ માટે ચર્ચા કરી સમગ્ર જૈન સંઘ માટે એક સંવત્સરીના
- ૧૦૭ :
-
૧૦૮ ૧૭