________________
OCTC જ્ઞાનધારા OSCO “જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જળપૂજા ફળ મુજ હજો, માગું એમ પ્રભુ પાસ.'
(હે સાધકો) આ જળપૂજા યુક્તિપૂર્વક કરો, જે કરવાથી અનાદિનો કર્મમળરાગદ્વેષરૂપ સહજ મેલ વિનાશ પામે. આ જળપૂજાનું - આત્મશુદ્ધિરૂપ ફળ થાઓ એવું પ્રભુ પાસે માગીએ છીએ.
ચંદન દ્વારા સંસારઅટવીમાં આત્મા માટે શીતળતા, પુષ્પ દ્વારા આત્મા માટે સુગંધીપણું, કોમળતા, કામવિજય, ધૂપ દ્વારા કર્મદહન અને મિથ્યાભાવથી મુક્તિ, દીપક દ્વારા જ્ઞાનરૂપ જ્યોતિ, અક્ષત દ્વારા આત્મગુણોની પૂર્ણતા અને અખંડિતતા, નૈવેદ્ય દ્વારા અણાહારીપણું અને ફળ દ્વારા મોક્ષફળની અભિલાષા વ્યક્ત કરવામાં આવે છે.
આ દ્રવ્યપૂજા બાદ સાધક પરમાત્માની ભાવપૂજામાં પ્રવૃત્ત થાય છે. આ ભાવપૂજામાં શાસ્ત્રોક્ત ‘નમુસ્કુર્ણ' આદિ સૂત્રો દ્વારા પરમાત્માની ગુણસ્તવના કર્યા પછી સાધક-આત્મા પરમાત્માની મધુર સ્વરે ગુણસ્તવના કરે છે. સંસ્કૃત-પ્રાકૃત આદિ સ્તોત્રોની સાથે જ આપણા કવિઓએ વિપુલ માત્રામાં ગુજરાતી ભાષામાં સ્તવનો રચ્યાં છે. આ સ્તવનોમાં પરમાત્મગુણોની સ્તવના કરતા, પરમાત્માના સ્વરૂપનું દર્શન કરતા આ ભક્તિકવિઓએ પરમાત્મસ્વરૂપ અને પોતાના સ્વરૂપના ઐક્યનું દર્શન કર્યું છે. સાધનામાર્ગમાં આગળ વધેલા સાધકો નિત્ય ઉપાસનામાં આવાં અર્થગંભીર સ્તવનોનું ગાન કરવાનું રાખે, તો એની સર્વ ક્રિયાઓ અત્યંત જીવંત અને અર્થપૂર્ણ બની રહે.
પરમભક્તિયોગી ઉપાધ્યાય યશોવિજયજીની સ્તવનરચનાઓ પ્રભુ સાથે ભક્તિનો રંગ લગાડવાનું ઉત્તમ માધ્યમ છે. પ્રભુ સાથે એક વાર ભાવભક્તિનો નાતો બંધાઈ જાય, પછી સાધકના આત્મામાં પ્રભુગુણોનો પ્રવેશ થાય. ગુણિયલ સંગે આત્મા પણ ગુણવાન બની જાય. આમ, આત્મગુણોના વિકાસની પ્રક્રિયાને શ્રી અનંતનાથ સ્તવનમાં કવિએ સુંદર રીતે આલેખી છે :
ઉત્તમ ગુણ અનુરાગથી, લહુએ ઉત્તમ કામ રે,
ઉદફબિંદુ સાયર ભળ્યો, જિમ હોય અખય અભંગ રે. પ્રભુ ગુણોના ભંડાર છે, એની સાથે મૈત્રી કેળવનાર પ્રભુ જેવા જ બની જાય
૧૫૯
TOCTC જ્ઞાનધારા CS1C0 છે. સાગરમાં ભળેલ બિંદુ પણ સાગર જ બની જાય છે. કવિ પ્રથમ પ્રભુના અંશને પોતામાં જુએ છે, પણ પછી પ્રભુ અને પોતાની વચ્ચે શુદ્ધ દષ્ટિએ નીરખતાં, સાધક કોઈ ભેદ જોતો નથી.
આ પ્રક્રિયાનો પ્રારંભ પ્રથમ તો પરમાત્માના ગુણસમરણ અને પોતાનાં દોષદર્શનથી થાય છે. આ પ્રક્રિયાને વિજયલક્ષ્મીસૂરિ સુમતિનાથ સ્તવનમાં સુંદર રીતે ગૂંથે છે :
સુમતિ જિણેસર ! પ્રભુ પરમાતમ,
તું પરમાતમા ! તું શુદ્ધાતમ, સાહેબા ! વિનંતી અવધારો, મોહના ! પ્રભુ પાર ઉતારો. ૧. તમે જ્ઞાનાદિક ગુણના દરિયા, અનંત અક્ષય નિજભાવમાં ભરિયા ૨, સહેબા તમે શબ્દાદિક ગુઢ્યો નિઃસંગી, અસ્તે સ્વપ્ન પિણ તેહના સંગી. ૩. સહેબાહ તમે ઉત્તમ ગુણઠાણે ચઢિયા, અસ્તે ક્રોધાદિ કષાયે નડિયા. ૪. સહેબા અમ મતિ ઇંદ્રિયવિષયે રાચી, તમે અનુભવરસમાં રહ્યા માચી. ૫. સહેબા, અમે મદમાતંગને વશ પડિયા, નવિ તુમે તો તલનાત્ર આભડિયા. ૬. સહેબા તમે જગશરણ વિનીત સુજાણ, તુમ જગ ગગનવિકાસન ભાણ. ૭. સહેબા તમે અકલંક અર્બીહ અકોહી, તમે જડસંગ ન રાગી ન મોહી. ૮. સહેબા અતિન્દ્રિય ચા વાદ વાગીશ, સહજાનત ગુણપજજવ ઈશ. ૯. સહે બાવ અલખ અગોચર જિન જગદિશ, અશરણ શરણ નાયક અનિશ. ૧૦. સહેબા તે માટે તુમ ચરણે વિલગ્યા, એક પલક નહિ રહિયું અલગ. ૧૧. સહેબાહ સૌભાગ્યસમીસૂરિ ગુણ વાધે, જિન સેવે તે જન સાધ્યતા સાથે. ૧૨. શહેબા
કાવ્યના પ્રારંભે પ્રભુની ‘પરમાત્મા’ કહીને સ્તુતિ કયાં બાદ તરત જ શુદ્ધાત્મરૂપે પરમાત્માને ઓળખાવે છે. જેનો આત્મા રાગદ્વેષથી અલિપ્ત થયો છે. એવા શુદ્ધાત્મસ્વરૂપ પરમાત્મા મારી વિનંતી સાંભળો, મને આ સંસારસમુદ્રથી પાર ઉતારો.
એવી પ્રાર્થના કર્યા બાદ, કવિ પરમાત્માના આંતરિક ગુણોની સ્તવના કરે છે. આ ગુણોને પ્રભાવે પરમાત્મા શુદ્ધાત્મ છે અને સાધક સંસારમાં ભટકનાર અશુદ્ધાત્મા છે.
• ૧૬૦