________________
TOCTC જ્ઞાનધારા CC0
પ્રથમ પરમાત્માના જ્ઞાનગુણને વર્ણવતાં કહે છે, તમે જ્ઞાનાદિક ગુણના ભંડાર છો. આ જ્ઞાનાદિક ગુણ અનંત, અક્ષય છે અને આ અઢળક સમૃદ્ધિ આપની પાસે હોવાથી સ્વસ્વભાવમાં સ્થિર થયા છો. બહારના કોઈ પૌલિક પદાર્થોની સ્પૃહા કે અપેક્ષા રહી નથી. અહીં જ્ઞાનદિક ગુણમાં આદિ શબ્દથી પ્રભુનાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ પરિપૂર્ણતા પામેલા ઉત્કૃષ્ટ ગુણોનું દર્શન કરવાનું છે.
આ જ્ઞાનાદિક ગુણમાં એટલે કે નિજભાવમાં રમણતા હોવાથી, પંચેન્દ્રિયના ઉષય એવા શબ્દ, રસ, ગંધ, દર્શન, સ્પર્શ આદિમાં કોઈ જોડાણ રહેતું નથી. આમ પૌૌલિક ઇન્દ્રિયજનિત્ સુખોની સ્પૃહાથી પરમાત્મા તદ્દન અળગા છે, ત્યારે સાધક તો સ્વપ્નમાં પણ ઇન્દ્રિયના અનુભવમાં જ ડૂબેલો છે. સાધકની કેવી સરળતા ! પોતાની જાતનો આવો નિખાલસ એકરાર જ સાધકને સાધનાની ઊંચાઈ પર લઈ જાય છે.
ચોથી કડીમાં કવિ કહે છે, તમે ઉત્તમ ગુણસ્થાનક પર જઈ વસ્યા છો અને અમે... અમારી સાધનામાં ઊંચે ચઢવા જઈએ ત્યાં કોધાદિક કષાયો અમને નડી રહ્યા છે. આથી ગુણસ્થાનકોમાં જે ઊર્ધ્વરોહણ થવું જોઈએ તે થતું જ નથી. અમારી મતિ આને લીધે ઇંદ્રિયોના વિષયોમાં જ સુખનો અનુભવ કરતી ડૂબેલી રહે છે, ત્યારે તમે પોતાના આત્મગુણોની ગહનતામાં ડૂબી શુદ્ધ સ્વરૂપના અનુભવમાં લયલીન બનો છો.
અમારી પૌલિક વસ્તુઓમાં જ આનંદ માણવાની વૃત્તિને લીધે વિવિધ પ્રકારના મદોમાં અમે ડૂબેલા રહીએ છીએ, ત્યારે હે પ્રભુ ! તમને આ મદનો સ્પર્શ પણ થતો નથી.
તમે વિષય, કષાય, મદ આદિ દુર્ગુણોથી દૂર થયેલા છો અને જીવને આ કષાયોથી દૂર થવાનો માર્ગ દેખાડવાનું સામર્થ્ય ધરાવો છો. માટે જ તમે જગતને માટે શરણરૂપ છો અને આ જગતરૂપી ગગનને પ્રકાશમાન કરનારા સૂર્યસમાન છો. તમે કર્મરૂપી કલંકથી મુક્ત હોવાથી અકલંક છો, કોઈથીય ભય ન પામનાર હોવાથી ‘અબીહ છો, વળી અકોલી છો, વળી આ જગતના જડ પદાર્થોમાં તમે રાગ અને મોહને ધારણ કરનારા નથી. તમે અનુભવમાં ડૂબેલા હોવાથી અતિન્દ્રિય છો અને સ્યાદ્વાર દર્શનની
૧૬૧ -
TOCTC જ્ઞાનધારા CSC 6 વાચાના સ્વામી હોવાથી વાગીશ' છો, વળી સહજ અને અનંત એવા અનેક ગુણપર્યાયના ગુણોની વિભિન્ન અવસ્થાઓના સ્વામી છો. અશરણના પરમશરણ અને નાયક છો, વમી ‘અનિશ' એટલે કે સૂર્ય જેવા તેજસ્વી છો. તમે અલખઅલક્ષ્ય એવી સિદ્ધિગતિને વરેલા છો અને સિદ્ધરૂપે અગોચર દશાને પામ્યા છો, પણ તમારા ઉત્તમ ગુણોથી આકર્ષાયેલા અમે તમારા ચરણ'ને એટલે કે તમારા માર્ગને સેવીએ છીએ. પ્રભુ ! અમે તમારાથી એક પળ પણ અળગા નહિ રહીએ. આવા પ્રભુની સેવા કરનારના સૌભાગ્ય અને લક્ષ્મીરૂપ ગુણ વધે છે (અથવા કર્તા સૌભાગ્યસુરિ શિષ્ય વિજયલક્ષ્મીરિ)ને પ્રભુ ઉપાસના કરવાથી ગુણની વૃદ્ધિ થઈ છે અને જિનની સેવા કરનારજન સાધ્યતાને એટલે કે આત્મવને સાધનાર બને છે.
અહીં તો, કેવળ એક દષ્ટાંતરૂપે એક સ્તવનની વાત કરી, પણ ભૂમિકા ભેદે ઉપાધ્યાય યશોવિજયજી, દેવચંદ્રજી, આનંદઘનજી આદિ અનેક કવિઓએ સાધકઆત્માને સાધનામાં જોડાણ થઈ આત્મસતત્ત્વના ધ્યાનમાં ડૂબી, આત્મદર્શનના પંથે વિચરે એ માટેની ભરપૂર સામગ્રી ઉપલબ્ધ કરી આપી છે.
અહીં, સાધકોને માર્ગદર્શન મળી રહે એ માટે કેટલાંક એવાં ઉત્તમ સ્તવનોની યાદી રજૂ કર્યું છે. સાધકો આ સ્તવનોનું વાચન કરી સાધનામાં આગળ વધે તેમ જ જૈન સંઘમાં આવાં ઉત્તમ સ્તવનોનું ચિંતન-મનન-નિદિધ્યાસનમાં વૃદ્ધિ થશે, તો ભક્તિના માર્ગે ઉત્થાન અનુભવતો આત્મા પરમાત્મા સાથે અભેદનો અનુભવ કરનાર બનશે. આત્માનું વિસ્મરણ નહિ થાય, સતત સ્મરણ રહેશે.
યશોવિજયજી કૃત ભાવપૂજા વર્ણવતું પાર્શ્વનાથ ભગવાનનું ૨૫ ગાથાનું સ્તવન પ્રારંભ - ચિદાનંતાન - પરમ નિરંજનજી (પાર્શ્વનાથ સ્તવન) આનંદઘનજી કૃત ૧૬, ૧૮, ૨૦મું સ્તવન ૧૬મું સ્તવન આત્માના શાંતરૂપને પ્રાપ્ત કરવાનો ઉપાય દર્શાવે છે. ૧૮મું સ્તવન આત્માના વિશુદ્ધ રૂપને દર્શાવે છે. ૨૦મું સ્તવન દાર્શનિક વિવાદ છોડી આત્મતત્ત્વ પર સ્થિરતા કરવાનું. માનવિજયજી કૃત ૬, ૭, ૮, ૯મું સ્તવન.
• ૧૬૨