________________
TOCTC જ્ઞાનધારા CC0 પ્રતિસાદ મળશે. આજે ઘણા એવા મુમુક્ષુઓ છે જે સાધુવ્રતનું પાલન કરવા અસમર્થ છે, પણ ધર્મપ્રચાર માટે ઉત્સુક છે તેમ જ કેટલાય પ્રભુતામાં પગલાં પાડવા નથી ઇચ્છતા અને આજીવન બ્રહ્મચર્ય સહિત ધર્મપાલન કરવા ઉત્સુક છે. આવા ધર્મિષ્ઠ, ધર્મવૃત્તિવાળા આમાં જોડાશે તો ઉત્તમ લાભ થશે તેમ જ ભાવદીક્ષિત મુમુક્ષુઓને દીક્ષા આપતા પૂર્વે પાંચથી સાત વર્ષ ફરજિયાત આ ક્ષેત્રમાં રાખવા કે જેથી ઉત્તમ કાર્ય થશે.
આમ ઉપર્યુક્ત નિયમો સાથે જો દરેક સંપ્રદાયોમાં વિવેકપૂર્વક આવા જૈન ધર્મપ્રવર્તકો કે જૈન ધર્મપ્રચારકોની શ્રેણી શરૂ કરવામાં આવે તો ભગવાન મહાવીરે બતાવેલી સાધુસમાચારીનું શુદ્ધ પાલન થાય તેમ જ જૈન ધર્મનો પ્રચાર પણ વધે. જૈન ધર્મથી વિમુખ થતી યુવા પેઢીને જૈન ધર્માભિમુખ કરી શકાય. આમ આત્મકલ્યાણ સાથેસાથે પરકલ્યાણ થાય એમાં બેમત નથી.
OCTOCTOOTo યુવાનોને ધર્માભિમુખ ઈ બીનાબહેને બી.કૉમ.
| વીથ કૉપ્યુટર, યોગ અને કરવાની સમ્યફ દિશા
નેચરોપથીનો ઉચ્ચ
છે બીના ગાંધી | અભ્યાસ કર્યો છે. નિર્મલા આજનો યુવાન શું કરી રહ્યો છે ? ક્યાં શાળામાં યોગ શિક્ષક છે.
કૉલેજ અને ક્વોડલા જઈ રહ્યો છે ? આ ઈન્ફોર્મેશન અને ટેકનોલોજીના તેમના વર્તમાનપત્રોઅને સમયમાં આધુનિક ઉપકરણો જેમ કે ટી.વી., | સામયિકોમાં મનનીય લેખો મોબાઈલ, કમ્યુટર, ટેબલેટ, આઈપેડ વગેરેમાં પ્રગટ થાય છે. ખોવાઈ ગયો છે. આ બધાં સાધનો દ્વારા સુખ-સગવડો વધતી ગઈ, એશ-આરામ વધતાં ગયાં પણ એમ છતાં સુખ-શાંતિ નથી; ઊલટું ટેન્શન, સ્ટ્રેસ વધી ગયાં છે. જીવન બોજારૂપ જણાય છે. આજકાલ ઘણા યુવાનો ધાર્મિક ક્રિયાકાંડો તરફ વળ્યા છે પણ એમાં ક્યાંય ધર્મ દેખાતો નથી. એમ છતાં પોતાનાં ધર્મ, જ્ઞાતિ, કોમ, સંપ્રદાયની આગવી ઓળખ જાળવી રાખવા, કુટુંબની પરંપરાને માન આપવા, પોતે પણ ધાર્મિક છે એવું બતાવવા કે પછી અભ્યાસ, કારકિર્દી, પ્રેમ કે લગ્નમાં ઈચ્છિત ફળ મેળવવા વધુ ને વધુ યુવાનો ક્રિયાકાંડો તરફ વળ્યા છે. બીજી સ્થિતિ એવી છે કે એને શાળા, કૉલેજ, ટ્યુશન કે કૉચિંગ ક્લાસમાંથી સમય જ નથી મળતો. જેમને સમય મળે છે એમને ધર્મમાં રસ કે રુચિ જ નથી.
આજની પેઢીમાં, આજના યુવાનમાં આ રસ કઈ રીતે જગાડી શકાય ? બે રીતે.
૧) આપણે પોતે જ એનાં જીવંત દટાંત બની શકીએ. આજનો યુવાન સારાનું અનુકરણ કરી શકે છે. એને ખાતરી થવી જોઈએ કે આ કરવા જેવું છે, તો એ આ રસ્તે વળશે. માટે શરૂઆત તો આપણે પોતાનાથી જ કરવી પડશે.
૨) આજનો યુવાન માત્ર જે નરી આંખે દેખાય, પ્રત્યક્ષ અનુભવાય અને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુરવાર થાય એને જ વાસ્તવિક્તા માને છે. એને નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોમાં વિશ્વાસ રહ્યો નથી. એવા યુવાનને, આ પેઢીને directly ધર્મનાં સધ્ધાંતોને ઉપદેશ આપવો નિરર્થક છે, શક્તિનો વ્યય છે, સમયનો વ્યય છે. તો શું કરવું ? આવા વખતે જૈન ધર્મનું શિક્ષણ ક્યાંક એવી રીતે આપવામાં આવે જ્યાં
- ૧૧