________________
OCC જ્ઞાનધારા CCOM કોઈનો ઉપકાર ન લેવો તે નકારાત્મક. પારકાનું લેતાં માણસને દુઃખ થવું જોઈએ. ઉપકાર કરો પણ તે લોકો માટે નહિ પણ તમારા આત્માનાં આનંદ ખાતર.
૨૫. લધલક્ષ:- અંતરનાં તિમિરનાં થર તોડવા માટે મહાતેજની જરૂર પડે છે. આ તેજની ઝાંખી કરવી એ જ માનવજીવનનો મુખ્ય હેતુ છે. આનું નામ લબ્ધલક્ષ. આજે માનવી સાધનોને જ સાધ્ય માની બેઠો છે, માણસ સવારથી સાંજ સુધી સંગ્રહની પાછળ પડયો છે. પણ એ ભૂલી જાય છે કે એ આપણું જીવનલક્ષ્ય નથી. લોકો બીજાના કામી વાતો સાંભળવા પાછળ જિંદગી વિતાવી નાંખે છે. માટે ભગવાન મહાવીરે કહ્યું છે કે બીજાને જાણવા પહેલાં તું તારા આત્માને ઓળખવા મથે, જો તું તને જાણીશ તો જ બીજાને જાણી શકીશ... જગતની સર્વ ચીજે પરિવર્તનશીલ છે. બહારનાં પડ જુદાં લાગે છે પણ એની અંદર રહેલો આત્મા એક જ છે. આપણે એનું દર્શન કરવું એ આપણું લક્ષ છે હય, જોય, ઉપાદેય એટલે કે જીવનમાં શું છોડવા લાયક છે, શું વિચારવા કે જાણવા લાય છે અને શું આચરવાલાયક છે એનું ધ્યેય સ્પષ્ટ થઈ જવું જોઈએ. આપણે શા માટે જમ્યા છીએ, શા માટે જીવવું છે એનો વિચાર કરવો જોઈએ. હું ક્યાં થી આવ્યો છું? શું સાથે લાવ્યો છું? ક્યાં જવાનો છું? આ પ્રશ્નો તમારા આત્માને પૂછો - ધીરે ધીરે તમારું ધ્યેય સ્પષ્ટ થશે. મોક્ષ એ આપણું લક્ષ છે. દર્શન, જ્ઞાન, ચારચિ એ આપણાં સાધન છે. આ સાધનો મેળવવા માટે આપણે લાયક બનવાનું છે.
આમ, ધર્મરત્ન દ્વારા એક પછી બીજો સદગુણ એનાં ક્રમ પ્રમાણે આવતો જાય છે. એક સદ્ગુણનું વાંચન, શ્રવણ, ને મનન બીજા સદગુણોને ખેંચી લાવે છે. આપણે દરેક આ રીતે ધર્મને જીવનમાં ઉતારવાનો છે. યુવાનો પણ આ દિશા તરફ જરૂર આવશે જો આપણે જ એનાં જીવંત દૃષ્ટાંત બની શકીએ તો આજનો યુવાન એ આવતી કાલની આશા છે. આજનું સર્જન છે, શક્તિઓનો સ્વામી છે. ઊર્જાનો ધારણહાર છે. એવો યુવાન જાગે, જાણે કે હું શું છું તો આ દુનિયા એક નંદનવન બની જાય, આ દુનિયા એક સ્વર્ગ બની જાય. પણ જો એ જાણે નહિ તો પછી એ કાં તો ધનમાં લપટાઈ જાય, કાં કીર્તિમાં , કાં ભોગમાં, કાં અંધ સાંપ્રદાયિકતામાં અટવાઈ જાય તો એની શક્તિ જે વિકાસ માર્ગે જવી જોઈએ એ વિનાશ માર્ગે જાય જે ઈચ્છવા યોગ્ય નથી જ. યુવાનનું બળ એવું છે કે જેનાં
* ૧૨૭ -
XXXC şiI4&I I XXX વડે તમે ધારો એ સાધ્ય કરી શકો છો કારણ યુવાન એ તો શક્તિનો સ્ત્રોત છે. એનું બળ અમુક સમય માટે જ હોય છે. એ સમયે એ બળ-શક્તિ લાપરી તો વાપરી નહિ તો ગઈ. યુવાની આવે છે, બળ-શક્તિ લઈને આવે છે પણ એનો ઊગવાનો-ખીલવાનો કાળ એ બહુ મર્યાદિત છે, એ રહે નહિ. ઘડપણ આવે એ જાય નહિ, એ આપણને લઈને જાય. એમાંથી જો કાઈ બચાવી શકે એમ હોય તો આ યુવાની છે, એ સમયમાં જો સમ્યફ દિશા, સાચું જ્ઞાન મળી જાય તો જીવન પલટાઈ જાય. આ યુવાની માણસોમાં જ નહિ પણ કુદરતમાં પણ જોવા મળે છે. ખેડૂત માટીમાં બીજ-પાણી-ખાતર નાંખીને વાવે છે. એને વિશ્વાસ છે કે આ બીજ ધરતી ફાડીને બહાર આવશે કારણ કે એ બીજ છે. પથરો કે હીરો વાવો તો એ બહાર નહિ આવે. જે નાનકડું બીજ છે, એમાં શક્તિ છે કે એ ધરતી પાડીને બહાર આવશે. બીજમાં ઊર્જા છે તો એ ધરતી ફાડી શકે છે. માણસમાં, યુવાનમાં ઊર્જા છે તો એ શું ન કરી શકે? અને માણસ બીજ કરતાં કોઈ રીતે ઓછો નથી પણ એ પોતાનામાં રહેલી શક્તિને જાણે નહિ તો એ બધી શક્તિ બહાર-દુનિયાની વસ્તુઓ માટે ખર્ચી નાંખે છે અને પોતાને માટે દેવાળિયો બની જાય છે. મોટા ભાગના માણસો બધું ભેગું કરી - અહીં જ મૂકીને જાય છે.
આપણો જૈનધર્મ બહુ સ્પષ્ટ વાત કરે છે, આત્મા સો પરમાત્મા. આ સ્વમાંથી પોતાનામાંથી એક ભગવત તત્વ ઊભું કરવાનું છે. આ આપણો ધર્મ છે. આપણને આ વારસો મળ્યો છે અને એ વારસો જે કોઈ સાચવી શકે એમ હોય તો યુવાનો સાચવી શકશે. આજની પેઢીને. એ અનુભવ કરાવવો પડશે કે પોતાની અંદર જ આ ઊર્જા, શક્તિ રહેલી છે એને જાણીને ઉપયોગમાં લેવાની છે.
-
૧૨૮ ૧૭