________________
OCC જ્ઞાનધારા OC0 ત્યારે શાંતિ જાળવો. લજજાનો ગુણ મનને કેળવે છે.
૧૫. દયાનું ઝરણું :- ધર્મી આત્માનું હૃદય દયાથી ભીનું હોવું જોઈએ. દુ:ખ જોઈ દ્રવી જાય. આપણાં વિચાર, વાણી અને વર્તનમાં અહિંસા હોવી જોઈએ. આ દયા સ્વ અને પર બંને પરત્વે રાખવાની છે. પોતે જ્યારે ક્રોધ, મન, માયા, લોભમાં સપડાઈને અવળે માર્ગે જતો હોય ત્યારે વિચારીને પોતાની ઉપર દયા લાવવી તે સ્વ -દયા. પહેલાં ક્રોધ કરો ત્યારે પોતાની દયા ખાઓ, મારા આત્માનું શું થશે ? પછી બીજાને માટેની સાચી દયા, પર-દયા જાગશે. બીજું છે ગરીબો પ્રત્યે દયા આણવી તે છે દ્રવ્ય-દયા. ધર્મ વગરના ધનિકો પ્રત્યે કરુણા લાવવી તે છે ભાવદયા. આ ભાવના કેળવીએ. વિશ્વ માટે એકાત્મભાવ એ પણ ભાવ કેળવવાનો મારા જેવો જ આત્મા સર્વત્ર છે. સૌને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય છે.
૧૬. માધ્યસ્થભાવ :- જેનાં મનનાં દ્વાર સદાય ખુલ્લાં હોય, જેને કોઈ પણ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ ન હોય, જેને દુરાગ્રહ ન હોય, નવા સત્યનો સ્વીકાર કરવા જે તૈયાર હોય તે માધ્યસ્થ ભાવ સાથે સૌમ્યતા હોય. અતિરાગ પણ નહિ અને તિરસ્કાર પણ નહિ. વિકાસ માટે બુધ્ધિમાં માધ્યસ્થ ભાવ અને દષ્ટિમાં સૌમ્યતા હશે તો સત્યનું દર્શન કરી શકશે.
૧૭, ગુણાનુરાગ :- મનને સુંદર, મુલાયમ રાખવા માટે બીજાનાં સારા ગુણો જુઓ. પોતાનાં કરતાં બીજામાં રહેલ વિશિષ્ટ તત્ત્વની પ્રશંસા કરવી. એના ગુણનાં રાગી બનવાનું છે. ગુણવંતોનું બહુમાન કરવું. ગુણના ઉપાસક બનવું. ગુણવાનનો સંસર્ગ રાખવો, એથી એવા ગુણો આપણામાં પણ જાગશે.
૧૮. સત્કથા:- તમે સારી જ વાત કરો. મોંમાંથી સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભોજનકથા ન આવે, પણ સારી કથા જ આવે, સારા વિચારો, સારા ભાવો ને સારા પ્રસંગો જે પોતાની વાણીમાંથી પ્રગટ કરવા જરૂરી છે. આવી વ્યક્તિ એકાંતમાંય સારી વાતો જ કરે.
૧૯. દીર્ધદર્શિતા :- જે કંઈ કામ કરો તેનાં પરિણામનો ય વિચાર કરી લ્યો. પ્રવૃત્તિ એવી કરો કે “બહુ લાભમ, અલ્પ ફ્લેશમ', કલેશમ, એટલે ઉદ્વેગ. પ્રવૃત્તિ માણસના મનને સ્વસ્થ કરવા માટે છે. જો મન તૂટી જતું હોય, આર્તધ્યાન થતું હોય તો શું કામનું ? પ્રવૃત્તિ કરો એ કલેશહીન અને પરિણામે સુંદર હોય તેવી કરો. આપણા જીવનનું પ્રત્યેક કામ ચિંતન માંગે છે.
- ૧૨૫
XXXC şiI4&I I XXX
૨૦. વિશેષજ્ઞ - વિશેષજ્ઞ માણસ પોતાની સામે જે વસ્તુ આવે એનાં ગુણ અને દોષ તારવી શકે. કોઈ પણ વાતને સાંભળ્યા પછી પ્રજ્ઞાથી વિચારો, આલોચના કરો. દરેક વાતનું શ્રવણ, મનન અને નિદિધ્યસન કરો. એવો માણસ દુનિયાનાં વિશિષ્ટ તત્વને ગમે ત્યાંથી શોધી કાઢશે.
૨૧. વૃધ્ધાનુગામી:- વૃધ્ધોનાં અનુગામી બનીએ. જેણે માર્ગ જોયો છે. તેની ઉપર ચાલે છે એ બીજાને માર્ગ બતાવી શકે. એમનું અનુકરણ કરો તો એમનું ઠરેલપણું. અનુભવ મળે અને માણસ ઠોકરમાંથી બચી શકે. વૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ અને ચારિત્ર્યવૃદ્ધ. જેની પાસે જ્ઞાનદૃષ્ટિ હોય, તપનું ધન હોય, ચારિત્રની સમૃધ્ધિ હોય તે વૃધ્ધ કહેવાય અને તેને અનુસરવાનું છે.
૨૨. વિનય :- જેમ બધા ધર્મોનું મૂળ દયા છે તેમ બધાં ગુણોનું મૂળ એ વિનય છે. વિનય હશે તો બીજું બધું આવશે. વિનય એટલે સીધું પાત્ર, અવિનય એટલે ઊંધું પાત્ર. સીધું પાત્ર હોય તો વસ્તુ એમાં રહી શકે; ઊંધ પાત્ર હોય તો વસ્તુ ઢોળાઈ જાય. જે વિનયશીલ હોય છે એનામાં કાંઈ પણ રેડો તેને તે ઝીલી લેશે. જે વિનય દાખવે છે તે આગળ વધી શકે છે. એમાંથી જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે.
૨૩. કૃતજ્ઞતા :- કોઈએ આપણા માટે નાનું પણ કાર્ય કર્યું હોય તો આપણે અનેકગણું કરીને પાછું વાળવું જોઈએ. આપણી ઉપર ગુરુ નો, માતા-પિતાનો, આપણને મદદ કરનારનો, સમાજની સહાય મેળવી આગળ આવ્યા હોય તેનો, અને પંચમહાભૂતોનો ઉપકાર રહેલો છે. આ ઋણ ચૂકવવા માટે તો રોજ એમનું સ્મરણ કરવું ઘટે, દિવ્ય આત્માની વિચારણા કરવી ઘટે. આ કૃતજ્ઞતા આપણને ચાર વાત શીખવે છે. કોઈએ આપણી પર ઉપકાર કર્યો હોય તો તે કદી ભૂલવો નહિ. કોઈનાં માટે તમે ઉપકાર કર્યો હોય તો એને કદી યાદ કરવો નહિ. કોઈએ આપણી પર અપકાર કર્યો હોય તો એને માફી આવી. આપણાથી કોઈ પર અપકાર થઈ ગયો હોય તો સામા માણસની માફી માંગવી.
૨૪. પરહિતનિરતઃ- પરોપકાર કરવામાં જ સ્વઉપકાર માનવો. પારકાનાં હિતમાં મગ્ન થવાની તમન્ના જાગવી જોઈએ. એ આસપાસનાં બધાનો વિચાર કરે, તેને સુધારે અને સમાજને આગળ લાવવામાં સહાયક થાય. પરહિતમાં હકારાત્મ અને નકારાત્મકક બેઉ ભાવો રહેલાં છે. સૌનું ભલું કરવું તે હકારાત્મક;
* ૧૨૬ -