________________
TOCTC જ્ઞાનધારા CC0 છે. આપણે આ સિદ્ધાંતો જીવનમાં ઉતારવા માટે અમુક સણો ખીલવીએ. જીવનમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની ઘણી આવશ્યક્તા છે. હવે આપણે વિજ્ઞાન એ ધર્મનો સેતુ જોઈએ. પ્રભુ મહાવીર જે ગુણોના ભંડાર છે, એમને આત્મિક ભાવથી નમન કરીએ. એમનાં ગુણરત્નો જાણવા અને પામવા જેવાં છે. ધર્મ એટલે સદ્ગુણોની મૂડી. જેમ દુનિયાની સામાન્ય વસ્તુની પ્રાપ્તિ માટે પણ ઈચ્છા અને સંકલ્પબળની જરૂર પડે છે, તેમ આ અમૂલ્ય ધર્મ-રત્ન પામવા માટે પણ ઈચ્છા અને સંકલ્પબળ વાપરવાની જરૂર પડે છે. આવો આ ધર્મ-રત્નનો, સગુણોને જાણીએ, જીવનમાં ઉતારીએ અને તે દ્વારા આત્માના ગુણોને ખીલવીએ. હવે શ્રેયનાં માર્ગે જવું કે પ્રેયનાં માર્ગે જવું એ વ્યક્તિની પોતાની વિવેકબુધ્ધિ પર નિર્ભર છે.
૧. રાગ-દ્વેષથી પર રહેવું :- જીવનમાં સુખ અને દુઃખ બેઉ આવવાના, બેઉને સત્કારો, આવકારો જીવનમાં સંયોગ અને વિયોગ બેઉ રહેવાના છે, માટે મનને એ બેઉ સમયે યોગ્ય દિશામાં રાખો. તમે તમારે સ્થાને ઊભા રહીને, તમારાથી નીચા છે તેમની તરફ કરણા અને પ્રેમ વહાવો અને તમારાથી ઊંચે છે તેમને માટે સન્માન અને ભક્તિ દાખવો. માનવજીવનનો આ એક સુંદર અધિકાર છે.
૨. ગંભીરતા :- જીવનમાં ગંભીરતાનો ગુણ કેળવવો. કોઈ પણ શબ્દ વિચાર્યા વગર ન બોલવો. બુધ્ધિમાં ઉતાવળિયાપણું હોય તે ધર્મનો પાલક નથી બની શકતો. માટે વિચારીને બોલવું. સત્યને પણ વિચાર અને વિવેકનાં ગળણાથી ગાળીને પછી જ બીજાને જણાવવું. આમ વાણી અને દષ્ટિની ગંભીરતા કેળવવી સાથે હૃદય સાગર જેવું વિશાળ રાખવું.
૩. તુચ્છતાનો ત્યાગ :- ક્ષુદ્રતાનો ત્યાગ કરવો. આજે માનવી ક્ષુદ્ર અને નાની વાતમાં હેરાન થઈ રહ્યો છે. નકામી વાતો મનમાં ભરી દુઃખી થઈ રહ્યો છે. માટે વિસરી જાઓ અને ક્ષમા આપો એ મંત્ર ખૂબ સહાયક બને છે.
૪. સંપૂર્ણ અંગોપાંગ | તંદુરસ્ત જીવન :- જેની પાંચેપાંચ ઈન્દ્રિયો સંપૂર્ણ હોય તેને ધર્મનું પાલન કરવું સરળ બને છે. પંચેન્દ્રિય સુંદર અને સ્વસ્થ રાખો. જીવનમાં સંયમ રાખો. શરીર સુંદર અને સારા બાંધાનું જોઈએ નહિ તો આરાધના બરાબર નહિ કરી શકે, તપ અને સેવા નહિ કરી શકે. એ જો તીર્થયાત્રા કરવા નીકળશે તોય એણે ડોલીવાળાને તકલીફ આપવી પડશે. શરીર અને મનનું
” ૧૨૧ :
XXXC şiI4&I I XXX સ્વાથ્ય એ જ જીવન છે; મન અને દેહ-સ્વાસ્યની નિર્બળતા એ મૃત્યુ છે. માટે આ શરીર પ્રત્યે આપણાથી બેકાળજી લેવી શકાય નહિ. જે આવી કાળજી નથી રાખતો તે પાછળથી પસ્તાય છે. બીજી વાત પણ ધર્મી માણસે યાદ રાખવી ઘટે કે આત્મા શરીરથી જુદો છે એ વાત તો સાચી પણ જ્યાં સુધી શરીરમાં વસે છે ત્યાં સુધી શરીર એની ગાડી છે, આત્મા એનો હાંકાનાર છે. આ શરીર તારક પણ બની શકે, મારક પણ બની શકે. વિવેકથી વર્તવાનું છે અને તેમ થાય તો સંપૂર્ણ અંગોપાંગ એ ગુણ છે.
૫. પ્રકૃતિ સૌખ્યત્વ :- સ્વભાવમાં કોમળતા રાખવી જરૂરી છે. એથી માણસ પોતાની ભાષા અને પ્રકૃતિ પર કાબૂ મેળવી શકે છે. પછી એનાં જીવનમાં સૌમ્યતા સ્વાભાવિક થઈ જાય છે. આ સૌમ્ય પ્રકૃતિ એટલે દરેક કામ શાંતિથી કરવું. ક્રોધને છોડી દેવો. માન-માયા-લોભથી દૂર જ રહેવું. પ્રકૃતિસૌમ્ય થવું અને નિઃસ્વાર્થી બનવું એ જ ખરી મહાનતા છે.
૬. સારું વાતાવરણ :- આપણે એવા વાતાવરણમાં જીવવું જોઈએ કે જેમાં સણો આવતા જાય અને દુર્ગુણો જતા જાય. સારાં પુસ્તકો, સારા મિત્રો અને સારું વાતાવરણ માણસના જીવનને ઘડે છે. માણસનું વાંચન એની જિંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે, મોટો ફાળો આપે છે. આપણું મગજ ખૂબ જ નાજૂક છે. તેની ઉપર ખરાબ વાતોના આઘાત ન પડવા જોઈએ. પ્રથમ તો મગજનો જૂનો દંશ, કચરો દૂર કરવાનો છે. પછી એમાં આદર્શોનાં આંદોલનો ઊભા કરીએ તો જ આપણે આત્માની સાથે એકાકાર થઈ શકશું. જેમ પુષ્પો સદાય સુગંધ આપે છે તેમ આપણા મનને પણ આપણે સદાય સુગંધિત રાખવાનું છે. આ માટે મન-વચન-કાય એ ત્રણેની યોગરૂપી સંવાદિતા જરૂરી છે.
૭. જીવનપરિવર્તન :- આપણી કાયા એ માટીનું પૂતળું છે, એમાં રહેલાં સગુણો તે જીવનનું સોનું છે. આ સદગુણો કેળવીએ તો માટીમાંથી સોનું બને. ધર્મનું આ જીવન એટલે આંતરિક સૂક્ષ્મ પરિવર્તન
૮. લોકપ્રિયતા :- કોઈની નિંદા ન કરવી. દોષ તો માણસમાં હોય છે પણ બીજાના દોષોની નિંદા કરવી એ પાપ છે. કોઈને ઉતારી પાડવા એ યોગ્ય નથી. જેને નથી આવડતું, એને સમજણ આપી સુધારો, એનો ઉપહાસ કરવો એ યોગ્ય નથી. બીજે જે વ્યક્તિને લોકો નિંદતા હોય તેવાની સોબત ન રાખવી.