________________
OCC જ્ઞાનધારા OC0 ગેરસમજણ ઊભી થાય છે. ‘સમણ’ એટલે પંચમહાવ્રતનું સંપૂર્ણપણે પાલન કરનાર, જ્યારે અહીં પંચમહાવ્રતોનું પાલન સંપૂર્ણપણે થતું નથી, કારણકે જૈન ધર્મનો પ્રચાર કરવા હેતુ વાહનવ્યવહાર આદિનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરવો પડે તેમ જ મોબાઈલ-કૉપ્યુટર આદિ વૈજ્ઞાનિક સાધનોનો પણ જરૂરિયાત પ્રમાણે મર્યાદાસહ ઉપયોગ કરવો જરૂરી હોય છે. માટે ‘સમણ’ શબ્દનું યોગ્ય અર્થઘટન થતું નથી.
(૨) વેશ : વેશ પણ એક મહત્ત્વનું ઓળખચિહન છે. વેશનો એક પ્રભાવ હોય છે એ સુવિદિત જ છે. માટે વેશ પણ સાધુ-સાધ્વીનો ભ્રમ ઊભો ન કરે એવો હોવો જોઈએ. મર્યાદાપૂર્ણ ડ્રેસ અથવા સાડી, આછા ભૂરા, ગુલાબી કે પીળા રંગના જેમાં બીજો કોઈ રંગ કે ચિત્રામણ (ડિઝાઈન) ન હોવાં જોઈએ. ડ્રેસ અથવા સાડી જે નક્કી થાય તે બધાં માટે એકસરખાં જ હોવાં જોઈએ. આભૂષણ એક પણ પહેરવા નહીં.
(૩) વ્રતધારણ : બાર વ્રતનું યથાશક્તિ જરૂરિયાત પ્રમાણે એક કોટિથી આઠ કોટિ સુધીનું પાલન કરે. કયું વ્રત કેટલી કોટિએ પાલન કરવું એનું વિશ્લેષણ કરવું, જેના માટે એક સમિતિ બનાવી ફોર્મેટ બનાવવું, બ્રહ્મચર્યનું પૂર્ણ પાલન, રાત્રિભોજનનો ત્યાગ, સ્ત્રીવર્ગ બેથી વધુની સંખ્યામાં સાથે રહે, એકલા ન રહે, મુંડન અથવા લોચ કરે, આહાર માટે ગોચરી કરે અથવા ક્ષેત્ર સમયાસાર, ખૂબ જ સંયમિત જીવન, ત્યાગ, સમર્પણ, સદાચાર, શીલ આદિ ગુણો પણ હોવા જોઈએ.
(૩) અભ્યાસ : ઓછામાં ઓછો સામાયિક, પ્રતિક્રમણ - ૧૬ શ્રેણીનો અભ્યાસ. જૈન દર્શનનું સામાન્ય જ્ઞાન વગેરે હોવા જોઈએ. વિશેષમાં અમુક સુત્રોનો (આગમોનો) અભ્યાસ. ન્યાયના વિષયોનો અભ્યાસ જેથી આજની પેઢીને તર્કહત-ન્યાય વગેરેથી ધર્મ સમજાવી શકે. અજૈન ગ્રંથોનો અભ્યાસ, વ્યાવહારિક શિક્ષણ ઓછામાં ઓછું રત્નાતક (ગ્રેજ્યુએટ) હોવું જરૂરી. વર્તમાન વિદ્યાર્થી જે રીતે વ્યાવહારિક શિક્ષણ લેતો હોય એ રીતે ધાર્મિક જ્ઞાન પીરસાય એ અત્યંત જરૂરી છે. માટે આધુનિક દરેક ટેક્નૉલૉજીથી પરિચિત હોવું જરૂરી છે.
વિશેષ: ઓછામાં ઓછો ત્રણ વર્ષ સુધીનો ટ્રેનિગ કોર્સ તૈયાર કરવો અને એમાંથી સાંગોપાંગ પાર ઊતરે એમનો સમાવેશ આ વર્ગમાં કરવો.
* ૧૧૫ :
TOCTC જ્ઞાનધારા CCC
(૪) ભાષા : ભાષા મનુષ્યને મળેલ અણમોલ વરદાન છે. વિચારોને વ્યક્ત કરવાનું એક ઉત્તમ સાધન છે. સામેની વ્યક્તિને એની ભાષામાં સમજાવીએ તો તે જલદી સમજી જાય છે. આ હેતુથી ઓછામાં ઓછી પાંચ ભાષા (અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, કોઈ પણ એક પ્રાદેશિક) પર તો કાબૂ હોવો જ જોઈએ.
(૫) વક્તા : ભાષાને વ્યક્ત કરવા માટે ઉત્તમ વક્તા હોવું જરૂરી છે. છટાદાર વક્તવ્ય કરી શકે એ માટેની તાલીમ આપવી. વખ્તત્વ માટે અભિવ્યક્તિ, રણકતો અવાજ, આત્મવિશ્વાસ, વાણીમાં સત્યનિષ્ઠા, મૃદુતા, સરળતા અને મીઠાશ હોવાં જરૂરી.
(૬) યોગક્ષેમ : ચાતુર્માસ, વિહાર, આદિની સમગ્ર જવાબદારી એક નેતૃત્વ હેઠળ હોય. એક સંપન્ન સંસ્થાની જ રહે છે જે એમની દરેક જરૂરિયાતો પૂર્ણ કરે.
(૭) આવાસ : તેરાપંથ સંપ્રદાયે જેવી રીતે લાડ– વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં સમણ-સમણીને રહેવા માટે, ટ્રેનિંગ માટે વ્યવસ્થા કરી છે, એવું સંકુલ હોવું જોઈએ કે જેથી ટ્રેનિંગ અને આવાસ કરી શકાય.
(૮) કાર્ય : ધર્મપ્રચાર કરવો. ધર્મથી ડગતાને સ્થિર કરવા. જે ક્ષેત્રમાં સાધુ-સાધ્વી ન પહોંચી શકે ત્યાં ચાતુર્માસ-પર્યુષણ આરાધન, ઓળી આરાધન વગેરે કરાવવા માટે જવું. પોતાના જીવનને શાસનના ચરણે સમર્પિત કરવાની ભાવનાવાળા હોય, પોતાના અંગત સ્વાર્થ કે નામના, યશ, કીર્તિ-પ્રતિષ્ઠા પામવાની કામનાથી રહિત રહી જૈનશાસનની પ્રભાવના કરે.
(૯) સંમેલન : છમાસિક કે વર્ષમાં એક વાર બધા જ ચતુર્વિધ સંઘનું સંમેલન ગોઠવવું કે જેથી અરસપરસ પોતપોતાના અભિપ્રાયો જાહેર કરી શકાય. નવાનવા વિચારો વિષેની આપ-લે થાય. ખામી-ખુબીનું વિશ્લેષણ કરી એના પર યોગ્ય વિચારણા કરવી. આમ નવકારના નવપદની જેમ આ નવ મુદ્દા રજૂ કર્યા છે જેના પર વિચારણા કરીને ચતુર્વિધ સંઘને જોડતી કડીરૂપ વર્ગ મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા કરીને સ્થપાય એ જરૂરી છે.
આજે સુધર્મ-પ્રચાર મંડળ પર્યુષણ આરાધના માટે યુવક-યુવતીઓને તૈયાર કરે છે. એવી જ રીતે આ વર્ગ માટેના વિચાર વહેતા મૂકીએ તો જરૂર એ માટે
* ૧૧૬