Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 57
________________ OCTC જ્ઞાનધાર 016 જેમ કે ૨૨૦૦ વર્ષ પહેલાં પૂરા વિશ્વમાં જૈન વસ્તી ૪૦ કરોડ હતી, જે આજે ઘટીને ૭૦ લાખ રહી ગઈ છે. સોળમી સદીનું જૈન રાજ્ય ગોવા આજે ફિરંગી બની ગયું છે. આ બધા જ કારણોને લીધે સાંપ્રત પરિસ્થિતિમાં જૈન ધર્મ ટકાવી રાખવા માટે જૈન ધર્મ પ્રચારક કે જૈન ધર્મ પ્રવર્તકની જરૂરિયાત ઊભી થઈ છે. જૈન ધર્મ પ્રચારક એટલે એવાં શ્રાવક-શ્રાવિકાઓ જે કે મહદંશે સાધુ-જીવન પાળતાં હોય. સમગ્ર વિશ્વમાં આજે અશાંતિનું સામ્રાજ્ય ફેલાયેલું છે. એક બાજુ પર્યાવરણનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. તો બીજી બાજુ ઉપભોગતાવાદ કૂદકે ને ભૂસકે આગળ વધતો જાય છે, ત્યારે જૈન દર્શનનું સંયમી જીવન પર્યાવરણના રક્ષક તરકિ ઢાલરૂપ છે, તો સામે પક્ષે ભૌતિકવાદી અસંયમી જીવન પર્યાવરણના ભક્ષક તરીકે કુદરતી નિસર્ગોનું નિકંદન કાઢી રહ્યું છે. ત્યારે બંનેનું સંતુલન કરવા માટે પણ જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરી શકે તેવા જૈન ધર્મ પ્રચારકોની એક શ્રેણીની આજે જરૂર છે. દિગંબર સંપ્રદાયમાં પણ આ જ કારણે ઘણાં વર્ષો પહેલાં એક ભટ્ટારક પરંપરા શરૂ થઈ. આ સંપ્રદાયમાં સાધુ-સાધ્વીજીની સંખ્યા બહુ મર્યાદિત છે. વળી ચારિત્રપાલનના કઠોર નિયમો તથા નગ્ન દિગંબર અવસ્થાના કારણે અમુક ક્ષેત્રથી બહાર જવું તેમને માટે અશક્ય છે. આ પરંપરાને માન્ય અત્યંત પ્રાચીન તીર્થ ક્ષેત્રો ભારતભરમાં છે. તેની જાળવણી કરવી તથા તીર્થયાત્રા માટે આવતા શ્રાવકોને યથાર્થ માર્ગદર્શન મળી રહે તથા ધાર્મિક મહોત્સવોનું નેતૃત્વ લઈ શાસન પ્રભાવના કરવી વગેરે કારણોસર દરેક તીર્થ ક્ષેત્રમાં બ્રહ્મચારી ભટ્ટારકની ગાદીની સ્થાપના કરવામાં આવી છે. તેઓ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી અણુવ્રતોને ધારણ કરી, પૂર્ણ બ્રહ્મચારી જીવન અપનાવી સુંદર રીતે તીર્થોનો વિકાસ તથા ધર્મનો પ્રચાર-પ્રસાર આજે પણ કરી રહ્યાં છે. તેમ જ જૈન શાસનની રક્ષા કરી રહ્યાં છે. નવા દિગંબર સમાજે તથા શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં અનેક પંડિતો તૈયાર કરવામાં આવ્યા છે, જેઓનું એકમાત્ર કાર્ય ધર્મપ્રચાર-પ્રસારનું રહ્યું છે. - ઉપરોક્ત કારણોને લક્ષમાં રાખી આવું જ સ્તુત્ય પગલું ભર્યું છે તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય વિદ્રતવર્ય શ્રી તુલસીગણિએ. ભગવાન મહાવીરે પ્રરૂપેલ ધર્મના પ્રચાર માટે દેશ-વિદેશમાં ધર્મપ્રર્વતક તરીકે કાર્ય કરી શકે તે માટે સાધુ અને શ્રાવક - ૧૧૩ ૧૪ 10) C જ્ઞાનધારા 10 વચ્ચે જોડતી કડીરૂપે સમણશ્રેણીની કલ્પના કરી. વિ. સં. ૨૦૩૭ના કારતક સુદ બીજ, ૯-૧૧-૧૯૮૦ના આચાર્ય તુલસીના જન્મદિને છ મુમુક્ષુ બહેનોએ દીક્ષા લઈ પ્રથમ સમણશ્રેણીની વિધિવત્ શરૂઆત કરી. આ સમણશ્રેણી કે જેઓ ભારતનાં નાનાં નાનાં ગામડામાં અવારનવાર જઈ ધર્મપ્રચાર કરે છે તથા ભાવિકોને દઢ શ્રદ્ધાવાન બનાવે છે, એટલું જ નહિ, દૂર વિદેશમાં વસતા સમસ્ત જૈનો સુધી પહોંચી ધર્મઆરાધના કરાવે છે. તાજેતરમાં સ્થાનકવાસી શ્રી જયમલજી સંપ્રદાયમાં પણ આ પ્રથા શરૂ થઈ છે. જેઓ ધર્મપ્રચારનું કાર્ય કરી રહ્યા છે. જો કે, ધર્મના દરેકેદરેક સંપ્રદાયમાં પોતાની રીતે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા વચ્ચે જોડતી કડીરૂપ એક શ્રેણીની પ્રથા દાખલ કરવા અંગે બુદ્ધિજીવીઓ માટે ગંભીરતાપૂર્વક વિચારવાનો સમય આવી ગયો છે. આજે જૈન સમાજનાં અનેક ભાઈ-બહેનો આખા વિશ્વમાં ફેલાઈ ગયાં છે. રોજરોજ આ સંખ્યામાં વધારો થતો જાય છે. આ ઉપરાંત ભારતમાં પણ કેટલાંક ગામો અંતરિયાળ પ્રદેશમાં છે કે જ્યાં સાધુ-સાધ્વી વિહારની કઠિનાઈના કારણે જઈ શક્તાં નથી. આવા ક્ષેત્ર કે જ્યાં સાધુ-સાધ્વીજીએ એ ક્ષેત્રની સ્પર્શના કરી ન હોય ત્યારે ત્યાં જ જન્મેલાં અને મોટાં થયેલાં ૧૮-૨૦ વર્ષનાં દીકરાદીકરીઓ જૈન ધર્મ શું છે ? કે વંદનવિધિ કોને કહેવાય એ પણ જાણતાં નથી હોતાં, કારણકે તેમને જેન ધર્મનું માર્ગદર્શન જ નથી મળતું. આવાં આવાં કારણોસર હવે સમય પાકી ગયો છે કે આપણે એક એવો પ્રબુદ્ધ અને વૈરાગ્યસભર સમુદાય ઊભો કરીએ કે જે આ ક્ષતિને પૂર્ણ કરવા પોતાનું યોગદાન આપી જૈન શાસનની સેવા સાથે ગૌરવ વધારે. આજનો યુગ એટલે જેટયુગ. જેટયુગ એટલે તેનો નિર્ણય પણ જેટની ઝડપે લેવો ઘટે.. જૈન ધર્મપ્રચારકની શ્રેણી માટે નીચે મુજબની માર્ગદર્શિકા બનાવી શકાય : ૧. નામકરણ : નામકરણ કોઈ પણ કાર્યની પ્રાથમિક જરૂરિયાત છે. એ અનુસાર વર્તમાનમાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા વચ્ચે જોડતી સાંકળરૂપે જે શ્રેણીની જરૂર છે તેનું નામ જૈન ધર્મ પ્રચારક-પ્રચારિકા, જૈન ધર્મઉપાશક - ઉપાશિકા અથવા તો જૈન ધર્મપ્રભાવક - પ્રભાવિકા વગેરે હોવું જોઈએ. તેમાં 'સમણ' શબ્દનો પ્રયોગ થવો જોઈએ નહિ, કારણકે ‘સમણ' શબ્દ આવવાથી - ૧૧૪ -

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137