________________
CNC જ્ઞાનધારા
વાંચણી શિબિર કરાવવી.
આપણા પૂર્વાચાર્યોનાં મહાન પરિશ્રમો, જીવચરિત્રો યાદ કરી વ્યાખ્યાન શિબિરોમાં રજૂ કરવા જેથી યુવાનો ધર્મની ગરિમા સમજી શકે.
યુવાનો સત્સંગ કરવા આવે ત્યારે આ ન કરવું તે ન કરવું અવાં નેગેટિવ વિધાનોની જગ્યાએ એમને શું કરવું જોઈએ એ પૉઝિટિવ વિધાનો કરવાં જેથી મુખ થઈ શકે.
મોબાઈલ સત્સંગ કોઈ ને કોઈના ઘરે રાખવો. આજુબાજુના યુવાનોને બોલાવીને એમને પણ ધર્માભિમુખ કરી શકાય.
સત્સંગનો મહિમા અનેરો છે. પાણીનું એક બુંદ ગટરમાં પડે તો ગંધાઈ ઊઠે, ફૂલમાં પડે તો સુગંધી થાય, પાન પર પડે તો મોતીનું સ્વરૂપ ધારણ કરે અને સ્વાતિ નક્ષત્રમાં છીપમાં પડે તો મોતી બની જાય. સત્સંગ પહેલાં ઇન્દ્રભૂતિ આ પૃથ્વી પરના અહંકાર હતા, પણ પ્રભુ મહાવીરના સત્સંગથી આ પૃથ્વી પરના મહાન અલંકાર થઈ ગયા.
સુપ્ત । સંસ્કારો નિમિત્ત મળે, જાગૃત થઈ જશે, પણ લુપ્ત સંસ્કારો નિમિત્તથી પણ જાગૃત નહિ થાય. સત્સંગને અભાવે સંસ્કારો સુપ્ત થઈ જાય છે, પણ જો કુસંગ મળે તો સંસ્કારો લુપ્ત થઈ જાય છે, માટે કુસંગથી બચવા સત્સંગ કરવો જોઈએ.
આમ આ બધાં પાસાંની વિચારણા કરી તે પ્રકારે વર્તન કરવાથી યુવાનો જરૂર ધર્માભિમુખ થશે. સાચા ધર્મને સમજીને જીવનનો ઉદ્ધાર પણ કરશે.
૧૦૩
ધર્મ એક સંવત્સરી એક
ડૉ. ધનવંત શાહ ગચ્છના ભેદ સહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતા ન લાજે,
‘પ્રબુદ્ધ જીવન’ના તંત્રી અને શ્રી જૈન યુવક સંઘના મંત્રી શ્રી ધનવંતભાઈએ કેટલાંક સુંદર નાટકો લખ્યાં છે અને તેમના ‘પ્રબુદ્ધ જીવન’માં
ઉદર ભરણાદિ નિજ-કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. - આનંદઘનજી |
લખાયેલા તંત્રીલેખોનાં બે પુસ્તકો પ્રગટ થયાં છે. તેઓ જૈન સાહિત્ય સમારોહના સફળ સંયોજક છે.
|
(૧)
ઈસ્લામમાં બે પંથ છે, શિયા અને સુન્ની, પણ એમાં છંદ એક જ છે. ખ્રિસ્તી ધર્મમાં પણબે પંથ, પરંતુ અહીં પણ ક્રિસ્મસ એક, એ જ રીતે વૈષ્ણ સંપ્રદાયમાં એકથી વધુ શાખા-પ્રશાખા છે, પણ જન્માષ્ટમી એક, ગુરુનાનક અને બુદ્ધજયંતી એક, એવી રીતે ભારતના અન્ય ધર્મોમાં, ગણેશચતુર્થી, શિવરાત્રિ, રામનવમી, દશેરા અને દિવાળી એક, પણ ભારતની એક અબજની વસ્તીમાં માત્ર એક ટકો, લગભગ દોઢ કરોડની જૈનોની વસ્તીમાં શ્વેતાંબર, દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર, એમ ચાર સંપ્રદાયમાં સંવત્સરી પાંચ ?!
અહિંસા, ક્ષમાપના અને સાપેક્ષવાદ- અનેકાંતવાદના પૂજારી જૈનો આ સંવત્સરી પ્રશ્ન એક થઈ શકતા નથી એ માત્ર આશ્ચર્ય જ નહિ પણ જૈન ધર્મને અને જૈનધર્મીને ક્ષોભનીય પરિસ્થિતિમાં મૂકે છે. અન્ય ધર્મી જ્યારે આ પ્રશ્નનો ઉત્તર માગે છે ત્યારે જાગૃત શ્રાવક-શ્રાવિકા કે શ્રમણ-શ્રમણીની આંખ ઢળી જાય છે.
આ સંદર્ભે 'દિવ્ય ભાસ્કર'માં ભાઈશ્રી સુપાર્શ્વ મહેતાએ કેટલાંક તથ્યો પ્રસ્તુત કર્યાં હતાં એમાંનાં કેટલાંક યથાતથ અહીં વિચારશીલ જૈન સમાજ માટે પ્રસ્તુત થયું છે.
ભારતભરના જૈન બૌદ્ધિકોમાં હમણાં એક એસએમએસ ફરી રહ્યો છે : ‘મેરા સવાલ જૈન ધર્મ કે સભી ધર્મ ગુરુઓં સે : સ્થાનકવાસી ૨૧ ઑગસ્ટ, દિગમ્બર ૨૯ સપ્ટેમ્બર, તેરાપંથી ૨૧ ઑગસ્ટ, મંદિરપંથી (તપાગચ્છ) ૧૯ સપ્ટેમ્બર, મંદિરપંથી (ખરતરગચ્છ) ૨૦ સપ્ટેમ્બર, કોઈ મુઝે બતાઓ કી મેરી સંવત્સરી
૧૦૪