________________
OCTC જ્ઞાનધારા CCC જીવનશૈલીમાં પણ આમૂલ પરિવર્તન આવી ગયું છે. ભૌતિવાદના આ યુગમાં યંત્રવાદનું આકર્ષણ જનતાની શારીરિક-માનસિક શક્તિને પંગુ બનાવી રહ્યું છે ત્યારે આધ્યાત્મિકતા જોજનો દૂર થઈ ગઈ છે. આજનો યુવાન રૉકેટયુગમાં રિમોટ અને રિસોર્ટની ચુંગાલમાં ફસાઈને ધર્મવિમુખ બની ગયો છે. ભૌતિકત્વની ભૂતાવળ પાછળ દોડતી યુવા પેઢીનું આંતરિક સૌન્દર્ય મૃતઃપ્રાય બની ગયું છે. ધર્મક્ષેત્રનું વાતાવરણ પણ ડહોળાયેલું છે. આજની પેઢી એકતા ઝંખે છે. તેને ગચ્છ-વાડા-સંપ્રદાયનાં ગંધાતાં ખાબોચિયાં પસંદ નથી. માટે એકતાના પ્રયત્નો કરવા. આવા વિષમ વાતાવરણમાંથી ઉગારવા
માટે ..
TOCTC જ્ઞાનધારા CC0
માતાએ બાળકને જૈન ધર્મ મેળવવાની પ્રેરાણી કરવી જોઈએ. કેટલાંક માવતર નજીવી આવકને કારણે બે છેડા માંડ ભેગાં કરી શકે છે એવાં માવતરનાં સંતાનો માટે જૈનશાળામાં અભ્યાસ કરનાર બાળકને વ્યાવહારિક શિક્ષણની ફી મળે એવી વ્યવસ્થા કરવી. અમુક કલાક ધર્મનું ભણશે તો અમુક કલાક ગણિતવિજ્ઞાન-ભૂગોળ વગેરે વિષયો ફ્રી ભણાવવામાં આવશે જેથી એમને આર્થિક બોજામાં રાહત મળતાં બાળકને ધર્માભિમુખ કરશે. સાંતાકઝમાં અમુક લોકોએ એવી વ્યવસ્થા કરી છે કે અમુક અમુક પાઠ સુધી જે કંઠસ્થ કરીને આપે તેની ફી ભરી આપે છે. આ એક સ્તુત્ય પગલું છે.
આ ઉપરાંત વડીલો ઉપાશ્રય જઈને આવે પછી ઘરે ધર્મચર્ચા કરે. ભલે ને પાંચ જ મિનિટ માટે કરે. ધર્મનો સાર સમજાવે, વાણી-વર્તન-વિચાર એકરૂપ રાખે જેથી યુવાનો આકર્ષાય અને મા-બાપનું કહ્યું માને.
• ઘણી વાર મા-બાપ બાળકોને ઉપાશ્રયમાં લઈ જાય પછી મહારાજસાહેબને કહે, મારા બાબાને પચ્ચકખાણ આપો. આમ કહીને પોતે જ ધર્મવિમુખ કરતા શીખવે છે.
• મા-બાપ રેગ્યુલર ધર્મસ્થાનકોમાં જાય અને બાળકોને મોકલવાનો આગ્રહ રાખે તો બાળક અચૂક જશે જ. જેમ કે દેરાવાસીમાં ભગવાનની મૂર્તિનાં દર્શન કર્યા વગર મોંમાં પાણી પણ ન મૂકવું એવો નિયમ હોય છે. માટે યુવાનો દેરાસર જતા શીખે છે તેમ જ વાગડ સાત ચોવીશી સમાજમાં નિયમ છે કે સ્થાનકમાં તો જવું જ જોઈએ. આખા દિવસ દરમિયાન સ્થાનકમાં ન જાય તો દિવસ વાંઝિયો ગણાય, અર્થાત્ વ્યર્થ ગયો ગણાય માટે ઘરના નાના-મોટા દરેક સભ્યો દર્શન કરવા તો જાય જ છે.
આમ માતા-પિતા ધ્યાન રાખે તો યુવાનો ધર્માભિમુખ જ રહે છે.
(૩) આધુનિક વાતાવરણ - આજે સંસારમાં ત્યાગનું સ્થાન ભોગે લીધું છે. અંતર્મુખી દષ્ટિકોણ બહિર્મુખી બન્યું છે. સાદગી, સરળતા પર વિલાસિતાએ આધિપત્ય જમાવ્યું છે, સદાચારની છબી દૂરાચારથી ખરડાઈ છે, શીલનું સ્થાન દુઃશીલે લીધું છે, નીતિ-ઈમાનદારી પર બેઈમાનીએ વિજય મેળવ્યો છે, સાત્ત્વિક વૃત્તિઓને તામસિક વૃત્તિઓથી પછડાટ મળી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર
• ૯
• વિવિધ પ્રકારે શિબિરોના આયોજન કરવા જોઈએ.
• આજનો યુવાન મોબાઈલ, વૉટ્સઅપ, ફેસબુક વગેરે ગેઝેટો અને ટેક્નૉલૉજીનો આદિ બની ગયો છે, ત્યારે એનાં ગેઝેટોમાં જ જૈન ધર્મોના સિદ્ધાન્તોનો પ્રસાર થાય એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. જેમ કે, જ્યારે આઠમ-પાણી આવે ત્યારે મૅસેજ આવે કે, Today Jainday, No Kandmul, No Vegetable day, samayik day, Pratikraman day, વગેરે આવા મેસેજો મોકલવાથી એને અહિંસા ધર્મનું, આત્મધર્મનું જ્ઞાન થશે.
• વળી માનવી ટોળાશાહી પ્રાણી છે, માટે જૈન યુવાનોની મંડળી હોવી જોઈએ. જૈન સોસાયટી, જૈન કલ્ચરમાં ઉછેર થવો જોઈએ. જૈન એન્વાયરમેન્ટ એને ધર્મવિમુખ થતો અટકાવશે.
યુવાનો જ યુવાનોને ખેંચી શકશે, માટે ટેલેન્ટલાળા યુવાનોનો એકએક બેચ બનાવી તેમને પ્રથમ ધર્મનું પાયાનું જ્ઞાન આપવું. પછી ધીમેધીમે ઊંડાણવાળું જ્ઞાન આપવું અને તે જ્ઞાન બીજાઓને આપે એમ એક આખી ચૅનલ બનાવવી જોઈએ, જેથી યુવાન ધર્માભિમુખ બનશે જ.
વ્યાવહારિક તહેવારો પણ જૈન ગ્રુપમાં જૈન સિદ્ધાન્ત પ્રમાણે ઉજવવાનો પ્રબંધ કરવો જોઈએ.
• આજનો યુવાન મોબાઈલ, સેલવાળી ઘડિયાળ વગેરેથી સજજ હોય છે. માટે ક્યારેક એને સમય મળે ને ધર્મસ્થાનમાં જઈને ધાર્મિક અનુષ્ઠાનો, સામાયિક
* ૧૦૦