________________
TOCTC જ્ઞાનધારા CC0 વગેરે હોય છે અને એનું મન દશ મિનિટથી વધારે સ્થિર રહેતું નથી, માટે એને રમતારમતા શીખવવું જોઈએ.
પ્લે ગ્રુપની જેમ શૈક્ષણિક રમકડાં-પઝલ વગેરે રાખવાં. ફર્નિચર પણ બાળકને આકર્ષે એવું રંગીન હોય અને પરિસર એકદમ સ્વચ્છ હોય તે ઇચ્છનીય છે.
પાંચથી સાત વર્ષના ગ્રુપવાળાને પોતાની વાત કહેવામાં રસ હોય છે. એને કોઈ સાંભળે-સમજે એવું ઇચ્છતા હોય છે માટે એમની વાતો ધીરજથી સાંભળવી જોઈએ. આ ગ્રુપની સ્થિરતા ૨૦-૨૫ મિનિટની હોય છે, માટે એ પ્રમાણે કથા-વાર્તા વગેરે વિષય બદલતા રહેવું.
• આઠથી બાર વર્ષના ગ્રુપવાળા સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખવાથી એ શિક્ષકને સમર્પિત રહેશે. એને વિવિધ દષ્ટાંતોથી જ્ઞાન આપવું. શિસ્ત શીખવવી. આ ઉપરાંત દરેકની સાથે સર્તક રહી, નજર મેળવીને, વ્યક્તિગત ધ્યાન આપીને પ્રેમપૂર્વક વ્યવહાર કરવો. એમના જન્મદિવસ યાદ રાખી ભેટ આપવી, વેરી ગુડ, સ્ટાર વગેરે આપવા. ગેરહાજર હોય તો એનું કારણ પૂછી વ્યક્તિગત ધ્યાન આપવું. પરીક્ષાઓ લેવી. સુંદર મજાનું સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવા જેથી તે સગાં-સ્નેહી-મિત્રોને બતાવીને સંતોષ પ્રાપ્ત કરશે. અંગ્રેજી ભાષામાં ભણાવવું - એ આજની મુખ્ય ભાગ છે. મોબાઈલ પાઠશાળા પણ ચલાવવી.
આંતરકૉલેજની જેમ આંતરજૈનશાળાની સ્પર્ધા-એવોર્ડ વગેરે યોજવા. નાટકસંવાદ વગેરે યોજવા.
• જૈન કથાનુયોગનાં કાર્ટૂન બનાવીને પ્રચાર-પ્રસાર કરવો.
• દર્શનયાત્રા ઍજ્યુકેશન ટ્રીપ યોજવી. તેનો હેતુ સમજાવવો. દા.ત. અનાથ આશ્રમમાં લઈ ગયા હોઈએ તો ત્યાંના વાતાવરણની એમને સમજ આપવી. પછી ક્યા કર્મને કારણે અનાથ બનાય છે એની સમજણ આપવી કે જે મા-બાપને ધિક્કારે-તિરસ્કારે એમને અનાથપણું મળે છે. માટે તમે મા-બાપને હેરાન ન કરતા. એમનો ઉપકાર માનજો, એમનું કહ્યું માનજો વગેરે વિનય-વિવેકના પાઠ ભણાવી શકાય.
• જૈનશાળાનાં શિક્ષક-શિક્ષિકાઓને વેતન પણ વ્યાવહારિક શિક્ષકો જેટલું
STOCTC જ્ઞાનધારા CCC આપવું.
યુવાનીમાં જૈન યુનિવર્સિટીઓ તરફ વળે એવું શિક્ષણ આપવું. બુદ્ધિને ધારદાર બનાવવાની બાંયધરી આપતી યુનિવર્સિટીઓ ગમે તેટલી વધતી જશે, પણ જ્યાં સુધી હૃદયને લાગણીશીલ, ભાવાત્મક બનાવતી યુનિવર્સિટીઓ નહિ ખૂલે ત્યાં સુધી આ દેશનો યુવાન ગુમરાહ (ધર્મવિમુખ) જ રહેશે. માટે વધુ ને વધુ એવી યુનિવર્સિટીઓ ખૂલે એવા પ્રયત્નો કરવા.
જૈન યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારને દરેક જૈનોએ પોતાના વ્યવસાયમાં પ્રથમ પસંદગી આપવી જોઈએ, ખૂબ સન્માન આપવું જોઈએ. વ્યાવહારિક શિક્ષણવાળાને જે પાગર મળે તેના કરતાં એમને વધારે પાવર આપવો જોઈએ તો જ યુવાનો ધર્માભિમુખ થશે અને બીજાને પણ ધર્માભિમુખ કરશે.
(૨) માતા-પિતાનું વલણ : આજનાં માતા-પિતા ભૌતિક સુખની જવાળામાં એવાં લપેટાયેલાં છે કે તેમના ઊગતા કોમળ છોડનું જતન કરવાનો તેમને સમય જ નથી. તેઓ તો બાળકને જાતજાતનાં આનંદ-પ્રમોદનાં સાધનો આપીને પોતાની ફરજ નિભાવવાનો સંતોષ અનુભવે છે. આજની મોંઘવારીના યુગમાં આર્થિક ઉપાર્જનમાં બંને જણ જોડાય તોપણ બે છેડા ભેગા થતા નથી તેથી તેઓ ધર્માભિમુખ થઇ શકતાં નથી, તો બાળક કેવી રીતે ધર્માભિમુખ થાય ? માટે માતા-પિતાએ પ્રથમ શિક્ષિત બનવું જરૂરી છે.
એક શિક્ષિત માતા સો શિક્ષક બરાબર ગણાય છે. માટે દરેક માતા-પિતાએ ધર્મનું જ્ઞાન મેળવવું જરૂરી છે. જૈનશાળાના જે મુદ્દાઓ છે તે દરેક મુદ્દા પ્રમાણે માતાએ પણ બાળકને ઘરે જ્ઞાન આપવું જોઈએ.
• બાળક ગર્ભમાં આવે ત્યારથી જ ગર્ભસંસ્કાર નાખવા જોઈએ. હવે ગર્ભસંસ્કારના વર્ગો ચાલે છે. તેનાથી બાળકોમાં ખૂબ સારા સંસ્કાર પડે છે અને યુવાવસ્થામાં પણ ધર્માભિમુખ જ રહે છે. મેં પોતે મારી સુપુત્રી અને દોહિત્રીના વર્તનથી અનુભવ્યું છે. બાળક ગર્ભમાં હોય ત્યારે જ તમે એને જે જે સજેશનો આપો એ પ્રમાણે એ ગ્રહણ કરે છે જેમ કે તું સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, મહાવીર પ્રભુ જેવો કરુણાસાગર છે, ગાંધીજી જેવો સત્યપ્રયિ છે વગેરે વગેરે. સદ્ગણોનાં - પાત્રસહિત સજેશનો આપવાં. અભિમન્યુનું દષ્ટાંત પ્રસિદ્ધ જ છે.