________________
TOCTC જ્ઞાનધારા CC0 જાય છે અને રવિવારે રાત્રે સાધનામાંથી ઊભા થાય છે. એ સાધક મને કહેતા હતા કે મારે હજી સાધના વધારવી છે. ધીરેધીરે આઠ દિવસ સુધી પહોંચવું છે ! આનો અર્થ એ થયો કે જે સાધક આવી સાધના કરે છે એ સાધક સાધનાના દિવસે સ્નાન કરતા નથી કે મુખશુદ્ધિ નથી કરતો તો એ યોગ્ય છે. જેની આવી સ્થિતિ નથી એમણે તો સ્નાન અને મુખશુદ્ધિ કરવાં જ જોઈએ. આપણે નિયમનું હાર્દ સમજ્યા નથી, પરિણામે માત્ર બાહ્ય આચરણને જ ધર્મક્રિયા માની બેઠા છીએ.
જેન પરંપરામાં છે અને અટ્ટમનું તપ શબ્દ વપરાય છે. છઠ્ઠ એટલે બે દિવસના ઉપવાસ અને અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ. આ શબ્દોનો મેળ કેવી રીતે બેસે એ આપણે વિચાર્યું છે ? આપણે ત્યાં પણ શબ્દ વપરાય છે કે “છ8ને પારણે અને અમને પારણે, અને અતરવાયણા'. અત્યારની માન્યતા મુજબ અતરવાયણા એટલે ઉપવાસ કરવાના આગલા દિવસે સાંજે બરાબર જમી લેવું. વાસ્તવિક રીતે છઠ્ઠને પારણે’ એટલે કે બે દિવસના ઉપવાસના ચાર ટંક, આગલા દિવસના સાંજના ઉપવાસનો એક ટંક એમ કુલ પાંચ ટંક ખાવાનું નહીં. ત્રીજે દિવસે સવારે એટલે છઠે ટકે પારણું કરવું એટલે ‘છઠ્ઠને પારણે’ શબ્દ વપરાય છે. એ જ રીતે ‘અઠ્ઠમને પારણે’ એટલે કે ત્રણ દિવસના ઉપવાસના ૬ ટંક અને આગલા દિવસના સાંજના ઉપવાસનો એક ટંક એમ કુલ ૭ ટંક ખાવાનું નહીં અને ચોથે દિવસે સવારે “અઠ્ઠમ ટકે' પારણું કરવું.
બે દિવસ કે ત્રણ દિવસ દેહભાન ભૂલી આત્મભાવની સ્થિતિમાં રહેવાને કારણે નિરાહાર, અસ્નાન અને અદંતધૌવન રહે, એ ખરું છઠનું કે અઠ્ઠમનું તપ છે. આવા તપથી ચિત્તશુદ્ધિ થાય છે. શ્રીમદ રાજચંદ્ર “અપૂર્વ અવસરમાં એટલે જ અસ્નાન અને અદંતધૌવનનો ઉલ્લેખ કર્યો છે. અસ્નાન અને અદંતધૌવન એ બાહ્યક્રિયા છે. એનું મહત્ત્વ નથી. આત્મભાવના સ્થિર થવાને કારણે એ ક્રિયા ઘટિત થાય છે એટલે આપણે સમજી લેવું જોઈએ.
વાહનનો ઉપયોગ કરવો નહીં આજથી સો વર્ષ પહેલાં યાંત્રિક વાહનોની શોધ થઈ ન હતી ત્યારે પશુચાલિત વાહનમાં બેસવા કરતાં પાદવિહાર કરવો સાધુઓ માટે ઇષ્ટ હતો. આજના જમાનામાં શું સ્થિતિ છે ? મુંબઈમાં ઘાટકોપરથી અંધેરી વિહાર કરવો હોય તો
- પ૩ :
STOCTC જ્ઞાનધારા OSC0 કેવી પરિસ્થિતિ છે ?
(૧) રસ્તા પર ગંદકી (૨) રસ્તા પર પ્રદૂષણ (૩) અકસ્માતનો ભય (૪) સમયનો નિરર્થક વ્યય
આજના સમયમાં ભારતના દરેક મહાનગરોમાં આવી જ પરિસ્થિતિ છે. આવા સમયમાં શું વાહનનો ઉપયોગ ન કરવો એ યોગ્ય છે ? સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં ઘણાં સ્થાનકવાસી જૈન કુટુંબોએ જૈન સાધુનો સંપર્ક નહીં હોવાને કારણે સ્વામીનારાયણ ધર્મ અપનાવી લીધો છે. માડાગાસ્કરની રાજધાની એન્તાનાનારાવોમાં ઘણાં જૈન કુટુંબોએ વૈષ્ણવ ધર્મ અપનાવી લીધો છે. એ શહેરમાં જૈન મંદિર નથી. જૈન સાધુઓના વાહન ન વાપરવાના નિયમને કારણે જૈન સાધુઓ વિદેશમાં જઈ શકતા નથી. પરિણામે જૈન સાધુઓ સાથે સંપર્ક રહ્યો નથી. અમેરિકા, આફ્રિકા અને બ્રિટનમાં લાખો જૈનો વસે છે. એમનાં બાળકોમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહે એ માટે પણ જૈન સાધુઓએ વાહન વાપરવા અંગે વિચારણા કરવી જોઈએ જેથી જૈન સાધુઓ વાહનનો ઉપયોગ કરી વિદેશમાં જૈન ધર્મને ટકાવી રાખવામાં ફાળો આપી શકે.
મલયેશિયામાં લગભગ ચારસો સ્થાનકવાસી જૈન કુટુંબો વસે છે. મલયેશિયાના ઈપો શહેરમાં બંધુત્રિપુટી મહારાજસાહેબની પ્રેરણાથી એમના હસ્તે જૈન દેરાસરની પ્રતિષ્ઠા ઈ.સ. ૨૦૦૧માં થઈ હતી. મલયેશિયાના જૈનો માટે એક શ્રદ્ધાના, આસ્થાના સ્થાનનું નિર્માણ થયું. મલયેશિયાસ્થિત જૈન કુટુંબોમાં જૈન ધર્મ ટકી ગયો છે. બંધત્રિપુટી મહારાજ સાહેબે વાહનનો ઉપયોગ કર્યો પરિણામે સાઉથઈસ્ટ એશિયામાં પહેલવહેલા શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ થઈ શક્યું.
જે સાધુઓ માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ વિચરણ કરે છે, અમુક ક્ષેત્રથી બહાર જતા પણ નથી અને થોડાક કિલોમીટરથી વધુ વિહાર કરવો પડતો પણ નથી અને જેઓ નગરોમાં આવવા માગતા જ નથી એવા સાધુઓ કદાચ વાહનનો ઉપયોગ ન કરે તો એ સમજી શકાય એવી વાત છે. અપવાદરૂપ વાત છે.
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા. એ જમાનામાં