________________
7CC/
CCTOCTOO અનુમોદના છે, પણ એ સાંજી નિમિત્તે રાત્રિભોજન, આઈસક્રીમ જેવી અભક્ષ્ય વસ્તુઓ એ બધું જોવા મળે છે ત્યારે તપની અનુમોદના કરતાં દેખાડો વધુ લાગે છે. ઘણી વખત તો તપ કરાવાવાળા પોતે જ ઇચ્છે કે મારી તપસ્યા નિમિત્તે સાંજ રખાય, શોભાયાત્રા નીકળે જેનાથી એ તપ દ્રવ્યક્રિયા બની જાય છે, પણ આ જ તપ કરવાવાળી વ્યક્તિ એ તપ પોતાના આત્મશુદ્ધિના ભાવથી કરે, તપશ્ચર્યા દરમિયાન પણ સ્વાધ્યાય, સત્સંગ, ધ્યાન, ચિંતન કરે તો એ કર્મનિર્જરાનું કારણ તો બને જ, પણ એ જ નિર્જરા Multiple થાય અને આત્મશુદ્ધિના માર્ગે આગળ વધી શકે.
આજકાલ પર્યુષણ વખતે કે અન્ય કોઈ પ્રસંગે ધાર્મિક પ્રવચનો, વ્યાખ્યાન કે અન્ય કોઈ ધાર્મિક અનુષ્ઠાનો થતાં હોય છે. એના માટે હૉલ ભાડે રખાતા હોય છે. એ હૉલ કે Auditoriumની સજાવટ સુંદર હોય, આધુનિક માઈક સિસ્ટમ હોય, હૉલ વાતાનુકુલિત હોય, સ્ટેજની સજાવટ સારી હોય, બેસવા માટે સારા પ્રકારની ખુરશીની સગવડ હોય જે વ્યાખ્યાન હૉલની ભવ્યતા થઈ. આ બધા પછી વક્તાની વાણીમાં માધુર્ય હોય, વક્તવ્યમાં આરોહ-અવરોહ હોય, આદર્શ વક્તાનું આખુંય ઉપનિષદ એમાં અભિપ્રત હોય અને શ્રોતાઓ ખૂબ જ રસથી આનંદપૂર્વક એ વક્તવ્યને માણતા હોય એ આ વ્યાખ્યાન, પ્રવચનની ભવ્યતા થઈ.
ત્યારે વક્તાની આ વાણી જો વક્તાના ચારિત્રમાંથી પરાવર્તિત થઈને આવતી હોય અને સુજ્ઞ શ્રોતા તેને ઝીલે અને એના આચરણમાં એ પરાવિર્તત થાય તો તે સ્વાધ્યાયની દિવ્યતા થઈ. વક્તા જિનવાણીનાં રહસ્યો સરળતાથી સમજાવે અને જિજ્ઞાસુ શ્રોતા એને આત્મસાત્ કરે એ દિવ્યતા જ સ્વ પરનું કલ્યાણ કરી શકે, પણ સાંપ્રતકાળમાં આપણે બધા ભવ્યતામાં જ અટવાઈ ગયા છીએ તો ભવ્યતાથી નીકળી દિવ્યતા તરફ પ્રયાણ કરી મોક્ષલક્ષી આરાધનાના માર્ગે આગળ વધીએ.
પર્યુષણમાં દરેક જિનમંદિરમાં રોજ પરમાત્માની પ્રતિમા પર આંગી થાય છે. આપણે તે આંગીનાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે એવી નયનરમ્ય સમાધિરસથી ભરેલી પરમાત્માની પ્રતિમાનાં દર્શન કરતા આપણા ભાવોલ્લાસની પણ વૃદ્ધિ થાય છે. ક્યારેક, કોઈ જગ્યાએ આ આંગી માટે ઘણા મોટા પ્રમાણમાં ફૂલોનો ઉપયોગ થાય છે અને ત્યાં પછી વિવેક સચવાતો નથી એવું મને લાગે છે. પરમાત્માની
- ૧૭ :
XXXC şiI4&I I XXX અષ્ટ પ્રકારની પૂજામાં મુખ્યપૂજાનું વિધાન છે જે આપણે ભાવથી, વિવેક વાપરીને પરમાત્માને પુષ્પ ચઢાવીને કરી શકીએ છીએ.
જિનમંદિરમાં પ્રભુની ભવ્ય પ્રતિમા હોય, રંગમંડપની અદ્ભુત સજાવટ હોય, જિનાલયનું સંપૂર્ણ સ્થાપત્ય સંગેમરમરનું કલાપૂર્ણ હોય, આ દેરાસરની ભવ્યતા થઈ. પ્રશમભાવયુક્ત પ્રભુજીની એ પ્રતિમાનાં દર્શન કરતાં એની સાથે આપણું આત્માનુસંધાન થાય, પરમાત્માના ગુણોનું આપણામાં અવતરણ થાય એવી ઝંખના જાગે તો એ દર્શનની દિવ્યતા છે. કારણ, કહ્યું છે, ‘જિન પ્રતિમા જિન સારખી’. દેરાસરમાં પ્રતિમા અને આ આંગીનાં જે ચક્ષુદર્શન કરીએ છીએ અને એમાં આપણે મોહિત થઈ જઈએ છીએ, તો પરમાત્માના કેવળ બાહ્ય ચક્ષુદર્શનમાં ન અટકતાં પરમાત્માનાં અંતરદર્શન કરી અર્થાત્ એમની વીતરાગતા, સર્વજ્ઞતા આદિ ગુણોને યાદ કરી આપણાં અંતરચક્ષુ ખૂલવા જોઈએ, અનાદિથી વિસારેલું પોતાનું સ્વરૂપ યાદ આવવું જોઈએ. દેવચંદ્રજી સુવિધિજિનેશ્વરના સ્તવનમાં પ્રથમ કડીમાં જ કહે છે -
દીઠો સવિધિ જિણંદ સમાધિરસે ભય હો લાલ / ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસય હો લાલ //. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ //
સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ // આવી રીતે આપણે જે કાંઈ ધર્મઅનુષ્ઠાનો કરીએ છીએ એમાં વિવેક વાપરીને, આત્માના લક્ષે કરીએ તો આપણે રત્નત્રયીની, અર્થાત્ સમ્યક્ દર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની આરાધના કરી શકશે, કારણ મોક્ષમાર્ગની સાધનાનો રત્નત્રયની આરાધના જ પ્રાણ છે. કોઈ પણ ક્રિયા સ્વરૂપના લક્ષે થવી જોઈએ. બધી ક્રિયા કરતાં આપણી જાગૃતિ રહેવી જોઈએ. ઉપયોગ એ ક્રિયામાં જોઈએ. આત્મસ્વરૂપનું ચિંતન, અનુપ્રેક્ષાઓનું ચિંતન થવું જોઈએ. તો જરૂરથી આપણે આપણી આત્મસાધનાના, આત્મવિકાસના માર્ગે આગળ વધી શકશું.