________________
TOCTC જ્ઞાનધારા CC0 ઉપયોગમાં સૂક્ષ્મ વિવેચન તથા વિવેક અભિપ્રેત છે. માઈક, ઈલેક્ટ્રિક લાઈટ આદિ વીજળીથી ચાલતાં ઉપકરણોના ઉપયોગની મર્યાદા સમજવાની આવશ્યકતા છે.
અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઈએ કે ઉચિત શોધ અને પ્રયોગોના આધારે વિજ્ઞાને સ્થાપેલ સિદ્ધાંતો માનવાજ જોઈએ એ જરૂરી નથી. સાથે સાથે વિજ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલાં તો આગમ અને અન્ય પ્રમાણના આધાર પર ચકાસીને જો સ્વીકારવા જેવા લાગે તો સ્વીકારવા પણ જોઈએ.
જૈન દર્શન એક જીવંત દર્શન છે અને જૈન ધર્મમાં જડતા કે રૂઢિને સ્થાન નથી. ગચ્છની કે સંપ્રદાયની પરંપરા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ પ્રમાણે બદલાવી પણ શકાય છે, પણ દરેક પરિવર્તન વિવેકપૂર્વક અને આગમમાન્ય હોવું આવશ્યક છે. કોઈ પણ તત્ત્વ-નિર્ણય કરતાં પહેલાં સુવિધા-અસુવિધા, સગવડ-અગવડ, પ્રચાર-પ્રસારમાં ઉપયોગિતા કે આધુનિકતાનો વ્યામોહ છોડી દેવો જોઈએ. એવી જ રીતે માત્ર પરંપરાનો આગ્રહ પણ ન રાખવો જોઈએ. આ બંને બાબતમાં સંતુલન જાળવવું જરૂરી છે. જે વિષયમાં આગમ ન તો સાધક છે કે ન તો બાધક છે એના સંબંધમાં વિવેક, બુદ્ધિ, તર્ક અને વિજ્ઞાનના માધ્યમથી યથાર્થ સ્વીકાર કરવામાં અચકાવું જોઈએ નહીં. તત્ત્વનો નિર્ણય થઈ જાય પછી પણ શું કરવું - શું ન કરવું એ વાત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની દષ્ટિએ વિવેક દષ્ટિથી વિચારવી જોઈએ, નવીનતા કે પ્રાચીનતાના આધારે નહીં.
જૈન દર્શનમાં પુદગલ :
જૈન દર્શનમાં પુદ્ગલ એ છ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે, અજીવ છે, અચિત્ત છે. એનામાં રહેલાં 'સ્પર્શ' ગુણના આઠ ભેદોમાંથી બે ભેદ છે - નિષ્પ (ચીકણો) અને રૂક્ષ (લૂખો). પ્રજ્ઞાપનાસૂત્રમાં આ બે સ્પર્શીને ઠંધ નિર્માણનાં કારણો માનવામાં આવ્યાં છે. (પન્નવણા સૂત્ર ૧૩/૨૧-૨૨) સ્નિગ્ધ અને રૂક્ષ પરમાણુઓ ભેગા થઈને સ્કંધ કેવી રીતે બનાવે છે, એના નિયમો પણ એ આગમમાં બતાવવામાં આવ્યા છે. તત્ત્વાર્થસૂત્ર (૫/૨૩) અને સર્વાથસિદ્ધિમાં (૫) ૨૪) પણ આની ચર્ચા છે. એમાં જણાવાયું છે કે “સ્નિગ્ધ રુક્ષત્વ ગુણનિમિત્તો વિધુત્' અર્થાત્ (વાદળાંઓની વચમાં ચમકવાળી) વિધુત્ લૂખા અને ચીકણા ગુણોના નિમિત્તથી થાય છે. વિજ્ઞાન અનુસાર આનું નિમિત્ત છે -
10) C જ્ઞાનધારા 10 વાદળોમાં રહેલો ઘન વિદ્યુત ભાર (Positive Electric Chrge) અને ઋણ વિદ્યુત PHIARL (Negative Electric Charge).
વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે કે પુદ્ગલ (Matter)નું ઊર્જામાં (Energy) અને ઊર્જાનું પુલમાં પરિવર્તન થઈ શકે છે. પુદ્ગલનો સ્કંધ-સમૂહ (Mass) અને ઊર્જાના સંબંધમાં આઈન્સ્ટાઈનનું પ્રસિદ્ધ સમીકરણ છે : Emcર આમાં 'E' એટલે ઊર્જા (Emergy) (જે ઉત્પન્ન થાય છે) 'm' એટલે પુલનું દ્રવ્યમાન (Mass) જેનો નાશ થાય છે અને 'C' એટલે શૂન્યાવકાશ (Vaccum)માં પ્રકાશની ગતિ (Velocity of Light). પુદ્ગલનાં બંને રૂપ - પદાર્થ અને ઊર્જા બંને પુદગલ જ છે. એનું પરસપર રૂપાંતરણ થઈ શકે છે. તેવી જ રીતે દસ પ્રકારની ઊર્જાઓને (વિદ્યુત, પ્રકાશ, ઉષ્મા આદિ) પણ પરસ્પરમાં રૂપાંતરણ થઈ શકે છે, પણ આ બધાં અચિત્ત છે, નિર્જીવ છે.
માણસના શરીરની ઊર્જા :
વિજ્ઞાને આજ સિદ્ધ કરી બતાવ્યું છે કે માણસની બધી ક્રિયાઓ એનામાં રહેલી વિદ્યુત ઊર્જા (Bio-electric Energy) દ્વારા થાય છે. જૈન દર્શન પણ માને છે કે ઔદારિક શરીરની પ્રત્યેક પ્રવૃત્તિમાં ‘તેજસ શરીર" અથવા "પ્રાણ'નો પ્રયોગ થાય છે. એ ‘તેજસ શરીર’ અને ‘પ્રાણશક્તિ' એ ઈલેક્ટિક ઊર્જા છે. (ડૉ. રાધાશરણ અગ્રવાલ- “જૈવ-વિદ્યુત અથવા પ્રાણ ઊર્જા'' - પૃષ્ઠ ૧-૪).
જૈન ધર્મની માન્યતા મુજબ તેજ સકાયની ઉત્પત્તિ :
તેજસકાય - તેઉકાય - અગ્નિકાયના જીવોનું શરીર શરીર છે, જે અગ્નિના સ્વરૂપમાં હોય છે. આચારાંગ (પ્રથમ અધ્યયન) દશવૈકાલિક સૂત્ર (ચતુર્થ અધ્યયન)* અને પ્રજ્ઞાપના સૂત્ર (૧/૨૪-૨૬)માં આનું વિસ્તારથી વર્ણન છે. સૂક્ષ્મ તેઉકાયના જીવો સૂપર્ણ લોકમાં વ્યાપ્ત છે, સૂક્ષ્મતાને કારણે અપ્રતિહત છે. બાદર તેઉકાયના દશવૈકાલિક (૪/૨૦)માં આઠ અને પ્રજ્ઞાપના (૧/૨૪-૨૬)માં બાર ભેદ જોવા મળે છે. મૂલાચાર (ગાથા ૨૨૧)માં એના છ ભેદો બતાવ્યા છે.
આ બધા પ્રકારો અગ્નિની ઉત્પત્તિ - તેઉકાયના જીવોની યોનિ બને છે. તેજસ્કાયની જીવ-યોનિ ઉત્પત્તિમાં પૌદ્ગલિક ઉપાદાન અનિવાર્યતયા ‘ઉષ્ણતા' છે. વળી ભગવતી સૂત્ર (શતક ૧૬ ઉદશક ૧, સૂત્ર ૫) મુજબ તેઉકાયના જીવોની
• ૭૮