________________
TOCTC જ્ઞાનધારા CC0 આધારિત બધાં સાધનો ગરમ થઈ જાય છે તો આમાં જીવહિંસા થાય કે નહીં ? એનો જવાબ એ કે ઈલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે એવું સ્પષ્ટ સિદ્ધ થયા પછી પણ આ બધાં સાધનોનું સાધુ સ્વયં સંચાલન કરી શકે છે, એમ માનવું ઠીક નથી. જે સાધનોના પ્રયોગમાં કોઈ પણ પ્રકારની હિંસા કરે, કરાવે, અનુમોદવાના રૂપમાં ન હોય તથા બીજાં મહાવ્રતો, સમિતિ, ગુપ્તિની વિરાધના ન હોય, એવાં સાધનોનો ઉપયોગ સાધુ પોતે કરે અથવા ન કરે એ વ્યવહારનો પ્રશ્ન છે. ઉદાહરણાર્થે સેલ દ્વારા સંચાલિત ઘડિયાળનો પ્રયોગ કરવામાં “આવું ક્યાંય નથી થતું', એટલે એ વર્ય નથી. માઈક અથવા લાઈટ ગૃહસ્થોના ઉપયોગ માટે ગૃહસ્થ ચાલુ કરે, એમાં સાધુને દોષ કેવી રીતે લાગે ? ફોન, ફેંક્સ, ટેલે પણ વ્યવહારનો વિષય છે. જે-જે વસ્તુઓ કલ્પનીય છે, એ બધું સાધુએ કરવું જરૂરી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાઓના આધાર પર એનો પ્રયોગ નિર્દિષ્ટ થઈ શકે છે.
એ પ્રમાણે માઈક વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સાંભળવાની સુવિધા માટે કરે છે. જેમ મંડપ, સ્ટેજ આદિ સભાની સુવિધા માટે નિર્મિત હોય છે, એમ જ માઈક, લાઉડસ્પીકર, એમ્પ્લિફાયર વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સુવિધા માટે કરે છે. જો મંડપ, સ્ટેજ આદિનો ઉપયોગ સાધુ કરે છે તો તેમને દોષ નથી લાગતો, તો માઈકમાં સાધુનો અવાજ ચાલ્યો જવાથી એનો દોષ સાધુને કેવી રીતે લાગશે ? ટેલિફોનની પ્રક્રિયામાં વિદ્યુત-ઊર્જાનું ધ્વનિના રૂપમાં પરિવર્તિત થવું પણ પૌલિક પરિણમન છે. જ્યાં સુધી તેઉકાયની વિરાધનાનો સંબંધ છે, ટેલિફોનમાં વાત કરવાથી આવું થવાની સંભાવના નથી.
આ બધાં સાધનોના ઉપયોગ વખતે સાધુએ બહુ વિવેકપૂર્વક તટસ્થ રહેવું જોઈએ.
ઉપસંહાર :
જૈન સાધુ એવી કોઈ ચીજનો પ્રયોગ નથી કરી શકતા જેમાં મહાઆરંભ તો શું , અલ્પઆરંભ પણ હોય. એટલે આહાર આદિ પણ સહજ-નિષ્પન્ન હોય તો જ સાધુ ગ્રહણ કરી શકે. આહારની જેમ જ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, સ્થાન, દવા વગેરે બધી ચીજો આરંભ વગર ક્યાંય પણ બનતી નથી. એના આરંભમાં પણ વીજળીનો પ્રયોગ અનંતર અથવા પરપર રૂપમાં થાય જ છે. જે વીજળીની ઉત્પત્તિમાં
- ૮૩ :
TOCTC જ્ઞાનધારા CS1C0 મહાઆરંભના આધાર પર એના ઉપયોગને સદોષ માનીએ તો પછી વીજળીની સહાયતાથી નિષ્પન્ન બધી ચીજોનો પણ ઉપયોગ સાધુ કેવી રીતે કરી શકે ? જે પ્રમાણે સહજતાથી નિષ્પન્ન ઉપયુક્ત ચીજોનો ઉપયોગ સાધુ માટે વિહિત છે, એ જ પ્રમાણે માઈક, લાઈટ આદિ ગૃહસ્થોની સુવિધા માટે ગૃહસ્થો દ્વારા પ્રયુક્ત હોય તો એનો દોષ સાધુને કેવી રીતે લાગે ?
જ્યાં સુધી ધર્મ-પ્રચારનો સંબંધ છે, હિંસાના માધ્યમથી ધર્મપ્રચાર કરવો પણ જ્યારે અધર્મ છે તો હિંસા દ્વારા ધર્મપ્રચાર કરવો કેવી રીતે યોગ્ય છે? પણ જેમ પુસ્તક-મુદ્રણ વગેરેમાં લાગેલી ક્રિયા સાધુને નથી લાગતી એ જ પ્રમાણે માઈક વગેરેની ક્રિયા પણ સાધુને કેવી રીતે લાગે ? જો ધર્મપ્રચાર માટે પુસ્તક આદિનું લખવું સાધુ કરી શકે છે તો પછી યતનાપૂર્વક ઉપદેશ આપવામાં સાધુ કેવી રીતે દોષી થશે ? માઈક આદિનો ઉપયોગ ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે. ન પુસ્તકના મુદ્રણમાં સાધુ કૃત, કારિત, અનુમોદિત રૂપમાં સંલગ્ન થાય છે, ન માઈક આદિના પ્રયોગમાં.
નિષ્કર્ષ એ છે કે સંયમ-ધર્મને વિશુદ્ધ રાખીને જ જૈન સાધુ ધર્મપ્રચાર કરે એ જ વાંછનીય છે.