Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 45
________________ TOCTC જ્ઞાનધારા CC0 જોડાયેલો છે. આપણે સૌ અરસપરસ - એકબીજા સાથે સૂક્ષ્મ સ્વરૂપે લાગણીબંધનથી જોડાયેલા છીએ. સમાજની તકલીફો, વ્યક્તિઓની તકલીફો, દેશ-દુનિયાની તકલીફો - સમસ્યા - હાડમારી જોઈને આદરણીય સંતો દુઃખ-પીડાનો અહેસાસ કરે છે. કોઈ વાર ચિંતાતુર-ચિંતાગ્રસ્ત પણ બને તે સ્વાભાવિક છે. વૈરાગ્યભાવ, દીક્ષાભાવ પ્રસંગે એકસાથે ઘરના કુટુંબીજનો, સગાંસંબંધીઓનો પરિત્યાગ કરતાં સંતોને પણ દિલમાંથી દરેક બંધનોનો ત્યાગ કરતાં થોડો સમય લાગે છે. સંતોનું કઠિન આધ્યાત્મિક જીવન, આહાર-વિહારની ચુસ્તતા, બદલાયેલી ભૌગોલિક પરિસ્થિતિથી સહજ માનસિક તનાવ ઉદ્ભવી શકે તેવું પણ બને. કોઈક વાર સંતોને અન્ય અણસમજુ વ્યક્તિ તરફથી કે સંચાલકો તરફથી સંઘર્ષ કે ઘર્ષણનો સામનો સમતાપૂર્વક કરવો પણ પડે ત્યારે પોતે ક્ષમાવંત હોવા છતાં અમુક અંશે તેમને માનસિક તનાવ રહેવાની શક્યતા રહે છે. માનસિક તાણ માટેનાં જવાબદાર પરિબળો : (૧) ઉપાશ્રયમાં અણસમજુ વ્યકિત સાથે ઘર્ષણ. (૨) સાથે રહેતા અન્ય સંતો સાથે વૈચારિક અસંગતતા. (૩) ખૂબ જ નજીકના કૌટુંબિક સંબંધીના શારીરિક, માનસિક પ્રશ્નો કે તકલીફો. (૪) શારીરિક રોગ. (૫) ઘોંઘાટયુક્ત જીવન. શારીરિક તથા માનસિક તકલીફોના ઉપાયો : (૧) સંતોના શરીરની નિયમિત તપાસ : આપણા સંતોની કરણી અને કથની સરખી હોય છે. તેઓ ક્ષમાશીલ તથા સહનશીલતા ધરાવે છે. ઉચ્ચ કોટીનું અધ્યાત્મજીવન હોય છે. કોઈને પોતાની નાની કે મોટી તકલીફ કહેતા નથી અને સહન કરી લેતા હોય છે જેથી રોગનું નિદાન થઈ શકતું નથી. જો અમુક સમયે બોડી ચેક કરાવે તો બીમારીનું અગાઉથી નિદાન તથા સારવાર શક્ય બને અને બીમારી અગાઉથી રોકી પણ શકાય. Prevention is better than cure. OCTC જ્ઞાનધારા CS1C0 (૨) સ્વાધ્યપ્રદ ખોરાક - પાણીની ઉપલબ્ધિ રાખવી: સંતો જ્યારે વિહાર કરતા હોય ત્યારે તેમને ગોચરી દરમિયાન ખોરાકમાં તકલીફ અનુભવાય છે. અંતરિયાળ વિસ્તારોમાં યોગ્ય ગુણવત્તા સહિત ખોરાક મળે તેવી વ્યવસ્થા કરવી તેવી સંઘે જવાબદારી ઉપાડવી જોઈએ. જે સંતોને કાયમી બીમારી (Chronic Disease) છે તેમને તેમની હેલ્થ-તંદુરસ્તીને અનુરૂપ ખોરાક મળવો જોઈએ. ડાયાબિટીસ, બ્લડપ્રેસર, કિડનીની, હૃદયની બીમારી - તકલીફો માટે ડૉક્ટરની સલાહ મુજબનો ખોરાક મળવો આવશ્યક છે તેમ જ જીવન પણ સ્વસ્થ રહે અને જિનવાણીનો લાભ મળ્યા કરે. (૩) સંતોના મેડિકલ રેકર્ડ ની યોગ્ય જાળવણી તથા વિહારની જગ્યાએ મેડિકલ સુવિધાની વ્યવસ્થા : વિહારની સ્થિતિમાં પાસ્ટ મેડિકલ હિસ્ટરી (પહેલાં લીધેલ દવા અને શું તકલીફ હતી તેની વિગતો) સાચવવી મુશ્કેલ હોય છે, જેથી નવા ડૉફટરને યોગ્ય સારવાર કરવામાં-નિર્ણય લેવામાં થોડોક સમય લાગે છે. આ ઉપરાંત સંતો માટે મેડિકલ સુવિધા હોવી જરૂરી છે તથા સંતોના વિહાર ઉતારાની જગ્યાની આજુબાજુ મેડિકલ તેમ જ ઇમર્જન્સી ટ્રીટમેન્ટ તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો કરવા જોઈએ. (૪) સાધુ-સંતોને સારવાર મળી રહે તે માટે જરૂરી રિઝર્વ ફંડની વ્યવસ્થા જરૂરી છે, જેથી મેડિકલ ટ્રીટમેન્ટમાં વિલંબ નિવારી શકાય. જોકે, વેયાવચ્ચ ફંડ દરેક સંસ્થામાં હોય છે. (૫) ઉપાશ્રયમાં બિરાજમાન કે વિહાર કરતા મુનિવર્યો - મહાસતીજીઓ પ્રત્યે અન્ય કર્મચારી કે સંચાલકો તરફથી સન્માનીય, આદરણીય ભાવ રહે તે આવકારદાયક છે. તેમને શાતા ઊપજે તેવું વર્તન હોવું જોઈએ. (૬) સંતોના ઉતારાની જગ્યા સાફસૂથરી, હવા-ઉજાસવાળી હોવી જોઈએ તેમ જ સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. (૭) આપણું આ નાશવંત શરીર ઇન્દ્રિયોની ગુલામીની જંજીરમાં છે અને મોહમાયામાં જ જીવનની ખુશી હોય તેવો ભ્રમ રાખે છે. વ્યક્તિ જેમજેમ જીવનની વાસ્તવિકતા સમજતો હોય છે તેમ આ નાશવંત શરીર છે અને આત્મા અમર - 6

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137