________________
TOCTC જ્ઞાનધારા CC0 છે તેમ વિચારતો થાય છે ત્યારે તેમનામાં આધ્યાત્મિક ભાવના વધતી જાય છે.
માનસિક શાંતિ માટે મનમાં પૉઝિટિવ લાગણીઓ હોવી જરૂરી છે. સમાજની દરેક વ્યક્તિ પ્રત્યે નિઃસ્વાર્થ ભાવના, સ્નેહ, અનુકંપા, દયા, કરુણા, સરળતા, સહજતા, નમ્રતા, જતા, મૈત્રી વગેરે લાગણીઓ મનને સ્થિર કરે છે તેમ જ મનને શાંતિ પ્રશાંતિ, ઉપશાંતિ આપે છે.
ઇર્ષા, અદેખાઈ, ક્રોધ, માન, માયા, લોભ, કપટ, ભય, વેર વગેરે નેગેટિવ લાગણીઓ છે જે મનને અશાંત, અસ્થિર કરે છે અને મનને દુ:ખ પહોંચાડે છે.
મનની નેગેટિવ લાગણીઓને ઓળખો અને ક્રમેકમે મંદ કરો અને પૉઝિટિવ લાગણીઓને ઓળખી વિકાસ તરફ આગળ વધારો જેથી પૉઝિટિવ લાગણી શાંત મનનું સર્જન કરે છે અને (બુદ્ધિ) પ્રજ્ઞા સ્થિર થાય છે.
જ્યારે વ્યક્તિનો આત્મા ઉચ્ચ કોટિનો હોય ત્યારે તેનામાં દયા, શાંતિ, કરણા, અનુકંપા, સમતા, ક્ષમા, સત્ય, પ્રેમ, મૈત્રી, ત્યાગ, વૈરાગ્ય વગેરે સણોથી વિશ્વશાંતિ જેવી ભાવનાઓ આપોઆપ જાગૃત થાય છે. આ આત્મા શરીરની ઇન્દ્રિયો પર વિજય મેળવીને શરીર અને આત્માને અલગ કરી કેવળ આત્મા સ્વરૂપે જીવન જીવે છે ત્યારે તે પોતાના અને અન્યના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે અને વિશ્વનો રાહ બતાવે છે.
અનંત ઉપકારી સંતોની સેવા-વૈયાવચ્ચ કરવી એ જૈન સમાજની દરેક વ્યક્તિની ઉમદા ફજ છે, કર્તવ્ય છે.
OCTOCTOCCC : યુવાનોને ધર્માભિમુખ કરતાં ડિૉ. પાર્વતીબહેને મનેવિદા nai
| શ્રાવક કવિ ઋષભદાસના.
| “જીવ વિચાર રાસ” પર જે ડૉ. પાર્વતીબહેન નેણસી ખીરાણી | Ph.D કર્યું છે. લિપિવાચન)
જહોન હંટર નામના મહાન સર્યન પોતે હસ્તપ્રતોના સંશોધન ક્રોનિક એન્જાઈનના દોષથી પીડાતા હતા. એમણે ?
કાર્યમાં રસ લે છે. કહ્યું કે, મારું જીવન એ બદમાશોના હાથમાં છે જે મને ગુસ્સો કરાવે છે. જ્યારે હું મરું ત્યારે મારું હૃદય તપાસજો. મારા હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ લાકડા જેવી સખત બની ગઈ હશે.
એક દિવસે એ એક ઇન્ટરવ્યુમાં હાજર હતા ત્યારે એમના મતને અવગણી લાગવગને લીધે લાયક નહીં એવી બીજી કોઈ વ્યક્તિને પસંદ કરવામાં આવી. પરિણામે એ ગુસ્સામાં ફાઈલ પછાડીને ઇન્ટરવ્યુ રૂમની બહાર નીકળ્યા અને બારણાની બહાર જ હંમેશને માટે ઢળી પડ્યા.
એમના મરણ પછી એમની ઇચ્છા મુજબ હૃદય તપાસવામાં આવ્યું તો સાચે જ એમના હૃદયની ધમનીઓ મુલાયમમાંથી સખત બની ગઈ હતી. એનું તારણ આજે પણ ‘રોયલ કૉલેજ ઑફ ફિઝિશિયન્સ’ - લંડન મ્યુઝિયમમાં છે. એમનું હૃદય ઉપરોક્ત વાત સાથે ત્યાં સાચવીને રાખવામાં આવ્યું છે.
જો જહોનને ગુસ્સાનું મારણ ક્ષમાપના છે એમ ખબર હોત તો ? એ ઉત્તમ એવા ક્ષમાપનાના ધર્મની સન્મુખ હોત તો મરણ થાત ? જવાબ છે ના. તેઓ બચી જાત અને પોતાના જ્ઞાનનો કેટલાયને લાભ આપ્યો હોત.
થોડા સમય પહેલાં અમેરિકાના સાનફ્રાન્સિકોમાં બે ડૉકટરોએ સંશોધન કરીને શોધ્યું કે ૨૧મી સદીમાં જો કોઈ મોટો પડકાર હોય તો એ કોધજન્ય બીમારીઓનો. ૮૦ ટકાથી વધારે બીમારીઓ ક્રોધમાંથી જન્મે છે. Anger is killer number one. ક્રોધમાંથી જ બ્લડપ્રેસર, જડતા, સ્ટ્રેસ, ફિટ, શિરોવેદના વગેરે રોગો જન્મે છે. ક્રોધને અગ્નિ સાથે સરખાવવામાં આવે છે. અગ્નિ તો એની પાસે જનારને બાળે છે જ્યારે ક્રોધ તો આખા કુટુંબને ભસ્મીભૂત કરી નાખે છે.