________________
સંતોની શારીરિક અને માનસિક િઅમદાવાદસ્થિત
ડૉ. રાજેશ પારેખ સ્વાથ્યની વિષમ પરિસ્થિતિનું
કન્સલ્ટિગ એનેસ્થેટિક છે. વિશ્લેષણ અને ઉપાયો : સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત
આરોગ્યલક્ષી પ્રવચનો ડૉ. રાજેશ પારેખ (M.D) | આપે છે. સંતોની જૈન ધર્મ વિશ્વમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. વૈયાવચ્ચમાં રસ લે છે અને જૈન સંતો, મહાસતીજીઓ (જૈન સાધુતા) એ |
સ્ટ્રેસ મૅનેજમેન્ટ પર એક
નાની પુસ્તિકા લખી છે.. જગતનું પરમ આશ્ચર્ય છે. માનવઆત્મશક્તિનું ' ભવ્ય ઊંચું શિખર છે. આ સંતો સમ્યમ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે મોક્ષની સાધના કરતા હોય છે. તમામ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખતા હોય છે, આત્મવત્ સર્વ ભૂતેષુ.
ભોગ-ઉપભોગનાં અનેકવિધ ઉપકરણો, સગવડો, આધુનિક રહેણીકરણી, ટીવી, મોબાઈલ, વીડિયો, ઇન્ટરનેટ, કૉપ્યુટર વગેરે આનંદપ્રમોદની ભવ્ય સવલતો હોવા છતાં દીક્ષા અને સંયમમાર્ગનું આકર્ષણ પણ ટકી રહ્યું છે. પરમશ્રદ્ધેય ગુજીની આજ્ઞા લઈને આજીવન તપત્યાગનાં વ્રતો, નિયમો પાળવાનો દઢ સંકલ્પ કરવો તેને દીક્ષા કહે છે.
રાત્રિભોજન ત્યાગ, કેશલેચ, પાદવિહાર, સાદગી, નિઃસ્પૃહા, કઠોર જીવનક્રમ અને પંચમહાવ્રતના પાલનથી ઉત્કૃષ્ટ પ્રકારની સાધના-આરાધનાને લીધે જૈન સંતોનું સ્થાન વિશ્વમાં અજોડ છે, અદ્ભુત છે. આ સંતો આકરી તપશ્ચર્યા, વૈરાગ્ય, ધર્મધ્યાન, જ્ઞાનસાધના, સમભાવ, ઉપશમ દ્વારા આત્મવિકાસ સાધતા હોય છે. તેઓ નિર્મળભાવે માત્ર શરીરને જાળવવા માટે જરૂરી હોય તેટલાં વસ્ત્રો, પાત્ર કે આહાર લે છે.
સરતા-ઋજુતા એ ધર્મનો-સાધુતાનો મુખ્ય આધાર છે. તેની સાધનાનું લક્ષ્ય ભૌતિક, ઐશ્વર્ય કે યપ્રાપ્તિ નથી, પરંતુ આ આત્મા કર્મકાળથી મુક્ત બને તે છે. તે મોક્ષમાર્ગમાં ગતિશીલ હોય છે અને સંપૂર્ણ શક્તિને સાધનામાં જોડી દે છે.
જૈન સંતો ખૂબ જ ચુસ્ત રીતે આહાર-વિચાર, આચાર-વિચાર-આચરણનો અમલ કરતા હોય છે, જે તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે અત્યંત
૫
103C જ્ઞાનધાર OTC આવશ્યક છે. નિયમિત જીવન પૌષ્ટિક, સાદો ખોરાક અને આધ્યાત્મિક જીવન, સ્વાધ્યાય વાંચન-ચિંતન-મનન, પરિશીલન પણ તંદુરસ્તીમાં અગત્યનો ભાગ ભજવે છે.
સંતો માટે આહાર-વિચારની ચુસ્તતા નક્કી કરવામાં આવી હતી ત્યારે એક અલગ યુગ હતો, જ્યારે આજના વર્તમાન આધુનિક-મૉડર્ન યુગમાં પરિસ્થિતિમાં ઘણા જ ફેરફાર જોવા મળે છે.
વર્તમાન યુગમાં આહાર-પરિવર્તન, ભેળસેળયુક્ત ખોરાક, પ્રદુષિત વાતાવરણ (Pollution), વાતાવરણમાં બદલાવ, આર્થિક-સામાજિક-રાજકીય પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર વગેરે પર નિરીક્ષણ કરીએ તો સમાજની દરેક વ્યક્તિને તેમ જ મુનિવર્ય - મહાસતીજીઓને અનેક શારીરિક તથા માનસિક સ્વાથ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આહાર અને શારીરિક સ્વાસ્થ : આપણાં આહાર અને સ્થાઓ સાથે સીધો સંબંધ છે, આહાર સાદો-સાત્વિકપૌષ્ટિક, શરીરને માત્ર પોષતો નથી, પરંતુ અમૃતની ગરજ સારે છે. શરીરને વિવિધ રીતે ફાયદો કરે છે, આહારમાં ફળ, શાકભાજી, ધાન્ય, દૂધ, દહીં, માખણ અને ઘીનો સમાવેશ થાય છે. આટલા ખાદ્યપદાર્થોમાંથી શરીર માટે જરૂરી બધાં જ તત્ત્વો અને ઘટકો મળી રહે છે. દા.ત. ફળો અને શાકભાજીમાંથી અમૂલ્ય પ્રજીવકો-વિટામિન્સ અને ખનીજ ક્ષારો-મિનરલ્સ મળી રહે છે. ધાન્યોમાંથી શરીરને મુખ્યત્વે કાર્બોહાઈટસ મળે છે. માખણ અને ઘીમાંથી શરીરને ચરબી મળે છે. આ ઘટક સાંધાઓને સ્નિગ્ધતા આપે છે. દૂધ, દહીં, છાશમાંથી શરીરને મુખ્યત્વે પ્રોટીન મળે છે. આ ઘટક શરીરના બંધારણ અને કોષોના નવસર્જન માટે જરૂરી છે. આ બધા ઘટકો જેમાં હોય તેને સંતુલિત આહાર (Balanced diet), કહેવાય છે.
સામાન્યતઃ સંતોનો ખોરાક સુપાચ્ય, સાત્વિક, પૌસ્ટિક હોય છે. સંતો ગોચરી કરી શ્રાવક પાસેથી વહોરાવીને કરે છે, પરંતુ વિહાર કરતા સમયે તેમને ગોચરીમાં સાદો ખોરાક ન મળે તેવું બનતું હોય છે. જુદીજુદી જગ્યાએ વિહારમાં જતા સતત બદલાતા ખોરાકનો ઉપયોગ કરવો પડતો હોય છે. સામાન્ય રીતે ખોરાકની ગુણવત્તા બદલાતી પણ રહે. કોઈક વાર ઓછા ખોરાકથી, કોઇક વાર
૮