________________
CN C જ્ઞાનધારા
C
CO ઉત્પત્તિ માટે ‘વાયુ’ની ઉપસ્થિતિ પણ અનિવાર્ય છે. આચારંગભાષ્યમાં (પા. ૫૪) એને પ્રાણવાયુ (Oxygen) બતાવ્યો છે.
વિજ્ઞાનના આધારે અગ્નિની પ્રક્રિયા :
‘બળવું' અથવા ‘દહન'ના રૂપમાં થનારી રાસાયણિક ક્રિયા (Combustion)થી અગ્નિ ઉપત્પન્ન થાય છે. વિજ્ઞાન મુજબ પદાર્થોના બે પ્રકાર છે - (૧) જ્વલનશીલ (Combustible) જેમ કે લાકડી, કોલસા, રસોઈમાં વપરાતો ગૅસ, ઘાસ, રૂ, કપડું, કાગળ વગેરે જલનશીલ પદાર્થો છે. એમાં પણ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે અતિજ્વલનશીલ છે. (૨) અજ્વલનશીલ (Incombustible) - જેમ કે ધૂળ, માટી, પથ્થર, પાણી, કાર્બનડાયોક્સાઈડ (co.), આદિ. જવલનશીલ પદાર્થોમાં મુખ્યપણે કાર્બન, હાઈડ્રોજન વગેરે ઘટક તત્ત્વો હોય છે જે બહુ જલદીથી કંબધનની ક્રિયા કરી શકે છ. આ ક્રિયા માટે ચાર શરતો આવશ્યક છે : (૧) જ્વલનશીલ તત્ત્વ (૨) એની સાથે પ્રાણવાયુ (Oxygen)નો સંપર્ક, (૩) નિર્ધારિત તાપમાન (જે અલગઅલગ પદાર્થો માટે અલગઅલગ છે) અને (૪) ઉષ્મા અને પ્રકાશનું વિકિરણ. આ ચારેય શરતો એકસાથે મળે તો જ અગ્નિ પ્રગટે છે.
વિદ્યુત : સચિત્ત કે અચિત્ત
વર્તમાનયુગ વીજળીનો યુગ છે. એ વિષયમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ૧. વીજળી અગ્નિ છે કે નહીં ?
૨. વીજળી ચિત્ત છે કે અચિત્ત ?
આ વિષય પર વિભાજ્યવાદી શૈલીથી વિચાર કરવો આવશ્યક છે. અગ્નિના મુખ્ય ધર્મ પાંચ છે - (૧) જવલનશીલતા (૨) દાહકતા (૩) તાપ (૪) પ્રકાશ (૫) પાકશક્તિ.
નરકમાં જે અગ્નિ છે તે જ્વલનશીલ પણ છે (સૂયગડો ૧/૫/૧૧), દાહક પણ છે (સૂયગડો ૧/૫/૧૨), એમાં તાપ અને પ્રકાશ પણ છે. (સૂયગડો ૧/૫/ ૧૪), પાક-શક્તિ પણ છે (સૂયગડો ૧/૫/૧૫) છતાં પણ એ નિર્જીવ છે, અચિત્ત છે.
સજીવ અગ્નિકાય ફક્ત મનુષ્ય ક્ષેત્રમાં હોય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર
૭૯
CC જ્ઞાનધારા
OCC
સજીવ અગ્નિ નથી હોતો. સૂત્રકૃતાંગમાં એને અકાષ્ઠ અગ્નિ-ઇંધણ વગર થનારો અગ્નિ કહ્યો છે. (સૂયગડો ૧/૫/૩૮).
“નરકમાં થનારો અગ્નિ, તોલેશ્યાના પ્રયોગ વખતે નીકળનારી જ્વાળાની જેમ અચિત્ત અને નિર્જીવ છે, એવી જ રીતે વિદ્યુત પણ અચિત્ત અને નિર્જીવ અગ્નિ છે આ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાસ્તવમાં અચિત્ત અગ્નિ તેજસ ઊર્જા છે, તેજસ વર્ગણાના પુદ્ગલ છે. છ જીવનિકાયમાં અવારનવાર સજીવ અગ્નિકાય નથી.''
“અગ્નિ નહીં, અગ્નિ જેવું દ્રવ્ય.''
અહીં એ પણ વિચાર કરવો યોગ્ય થશે કે ‘સચિત્ત અગ્નિ’ના તાપની માફક જ ‘પ્રકાશ-ઊર્જા’ અથવા બીજા ઊર્જા-સ્રોતોથી પણ ઉપરોક્ત કામ શું થઈ શકે ? જેમ સૂર્યના પ્રકાશથી તાપ પેદા થાય છે, એનાથી ખાવાનું શેકી અથવા બનાવી શકાય છે (સૌર ઉષ્મા), મશીનો ચાલે છે વગેરે. સૂર્યના પ્રકાશથી સીધી વિદ્યુત-ઊર્જા બનાવી શકાય છે (સૌર સેલ) - જેનાથી ઈલેકટ્રોનિક સેલ ઘડિયાળ અથવા કેલક્યુલેટર ચાલે છે. તો શું આ ‘સૂર્યનો પ્રકાશ’ સચિત્ત છે ? ઉપરના વિશ્લેષણના આધાર પર એનો જવાબ હશે ‘ના’. એ જ પ્રમાણે વીજળીના પ્રવાહથી ગરમી પેદા થઈ શકે છે, એટલે પદાર્થનો તાપક્રમ વધી શકે છે, તે પણ સૂર્યના પ્રકાશ-ઊર્જા માફક આ પણ અચિત્ત ઊર્જા હોઈ શકે છે.
ફક્ત આ કારણથી જ કે ‘અગ્નિ’માં ‘ગરમ’ કરવાની ક્ષમતા અથવા પ્રકાશ પેદા કરવાની ક્ષમતા છે, બીજા પ્રકારની ઊર્જા, જે બીજાને ગરમ કરી શકે છે, ‘સચિત્ત અગ્નિ’ની શ્રેણી (Category)માં હોવી જરૂરી નથી. સૂર્યના પ્રકાશથી પૃથ્વી, પાણી અને હવા ગરમ થઈ જાય છે, વરસાદ પડી શકે છે, વીજળી પેદા થઈ શકે છે. એ (સૂર્ય) વિકિરણમાં જો ણિો અહીં પહોંચે છે, એ પૃથ્વી, વાયુ અને પાણીને ગરમ કરે છે, પણ આ વિકિરણ એટલે સૂર્યનો પ્રકાશ અને અવરક્ત કિરણો સ્વયં સચિત્ત અગ્નિકાય નથી.’’
એ જ પ્રમાણે અગ્નિનો ‘મહાપુંજ' છે અને સાધારણ અગ્નિથી પણ મહાન કાર્ય કરી શકે એવી ઊર્જા હોવા છતાં પણ (તાપ-વીજળી ઘરોમાં તાપ-ઊર્જાનું ૬૦-૭૦ પ્રતિશત જ વીજળીની ઊર્જામાં પરિવર્તન થઈ શકે છે - એટલે વીજળી
૮૦