________________
‘સાંપ્રતકાળમાં આધુનિક અને વીજ [ પ્રેક્ષાધ્યાની અને જૈન
દર્શનના અભ્યાસ ઉપકરણોના યથાયોગ્ય ઉપયોગ
રશ્મિભાઈ ઝવેરી જૈન ધર્મ અંગે વિવેક અને મર્યાદા” (સંદર્ભ
પર દેશ-વિદેશમાં.
પ્રવચનો આપે છે. Ph.D. વિદ્યુત સચેત કે અચેત ?). કર્યું છે. આગમ
સૂત્રકૃતાંગના અનુવાદનું જે ડૉ. રમિભાઈ જે. ઝવેરી | કાર્ય કર્યું છે. ‘જીવદયાના
- શ્રીમતી અંજનાબહેન ઝવેરી (તંત્રી છે. જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે અને વિશેષતઃ જૈન સાધુસમાજ માટે ઉદ્દેશીને આ શોધનિબંધ લખવામાં આવ્યો છે.
જૈન ધર્મમાં વિશ્વધર્મ બનવાની ક્ષમતા છે. જૈન દર્શનના અનેકાંતવાદમાં વિશ્વના સર્વ ધર્મોને અનેકાંત-સાપેક્ષ દષ્ટિથી સમાવી શકાય છે, પણ આ મહાન દર્શનના વૈશ્વિક પ્રચાર-પ્રસારમાં જૈન સમાજમાં આજે સામયિક અને યોગ્ય માર્કેટિંગનો અભાવ વરતાય છે. આજે શ્રાવકસમાજની અપેક્ષાએ સાધુસમાજ પાસે જૈન ધર્મનું ઊંડું જ્ઞાન છે. શ્રાવકસમાજ તો જૈન ધર્મના માર્કેટિંગ માટે બધી જાતનાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકે છે અને કરે છે, પરંતુ પંચમહાવ્રતધારી જૈન મુનિ માટે આધુનિક સાધનો કે ઉપકરણોની વપરાશ માટે ઘણી મર્યાદાઓ હોય છે.
જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સાંપ્રતકાળમાં નીચે જણાવેલાં સાધનો અને ઉપકરણો ઉપલબ્ધ છે. ૧. પુસ્તકો, લેખો, સમાચારપત્રો, મૅગેઝિનો આદિ પ્રકાશનનાં સાધનો, (Print
Media). ૨. ટેલિવિઝન, વીડિયો, વીસીડી આદિ ઈલેક્ટ્રોનિક સાધનો. ૩. સેલ ફોન, સ્માર્ટ ફોન, ઈ-મેલ, વેબસાઈટ, ઇન્ટરનેટ આદિ ફોન તથા
કોમ્યુટર સાધનો. ૪. વ્યક્તિગત પ્રચાર માટે પ્રવચનો, વ્યાખ્યાનો, સભાઓ, વિશેષ કાર્યક્રમો,
સેમિનારો, શિબિરો આદિ માટે દેશ-વિદેશમાં પ્રયાસો અને પ્રવાસો.
STOCTC જ્ઞાનધારા CC0
ઉપર્યુક્ત બધાં સાધનો અને ઉપકરણોનો જો સુચારુ અને સંગઠિતરૂપે ઉપયોગ કરવામાં આવે તો જૈન ધર્મનો વ્યવસ્થિત અને બહોળો પ્રચાર થઈ શકે. શ્રાવકસમાજ તો આ બધાં જ સાધનો તથા ઉપકરણોનો છૂટથી ઉપયોગ કરી શકે છે, પણ શ્રાવાકસમાજની મર્યાદાઓ (Limitation) પણ છે - બહુ થોડા શ્રાવકો જૈન ધર્મનું તલસ્પર્શી જ્ઞાન ધરાવે છે તથા તેમને માટે બધાં જ ઉપકરણો કે સાધનો વાપરવાની પણ આર્થિક મર્યાદા છે. તે ઉપરાંત લેખનકળા, વતૃત્વકળા આદિ પણ બધા પાસે નથી હોતી. સૌથી મોટી મર્યાદા છે સમયની, કારણકે ગૃહસ્થો હોવાથી વ્યવસાય-ધંધાની, ઘર-સંસારની આદિ જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે.
જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે સાધુસમાજ ઘણો ઉપકાર કરી શકે એમ છે - એમનાં વ્રતોની મર્યાદામાં રહીને પણ.
અહિંસા, સંયમ અને તપમય ધર્મનો સ્વીકાર કરવા જૈન દીક્ષા અંગીકાર કરવામાં આવે છે. અવત આશ્રવ રોકવા માટે પાંચ મહાવ્રતનું પાલન અનિવાર્ય છે. સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તથા રાત્રિભોજન ત્યાગ પણ આવશ્યક છે. આમ કરે તો જ સ્વકલ્યાણનો પથ પ્રશસ્ત બને. સ્વકલ્યાણ પછી પરકલ્યાણ આવે છે. માટે સાધુજીવનમાં પાંચ મહાવ્રત આદિ અખંડ પાળીને જ
-પર કલ્યાણની ચર્ચા કરી શકાય. આ મૂળભૂત સિદ્ધાંતને ભૂલ્યા વગર જૈન ધર્મના પ્રચારનો વિચાર કરવો અભિપ્રેત છે.
“તમેવ સર્ચ નિસંકે જે જિર્ણહિં પવેઇય' - આચરાગ સૂત્ર (૫/૫ ૧૬૫)નું આ સૂત્ર સમગ્ર ચર્ચાનો મુખ્ય આધાર હોવો જોઈએ. આગમની સાથે વિરોધ ન થાય તેવી રીતે તત્ત્વની શોધ માટે સુવિચાર કરવો એને જ તર્ક કહેવાય. (મુનિ યશોવિજયજી કૃત “વિદ્યુત સજીવ કે નિર્જીવ" દ્વિતીય આવૃત્તિ, પૃ. ૧૫). ભાવાર્થ એ છે કે જેનાગોમાં ભાખેલ સત્યને સમ્યક પ્રકારે સમજવાની જરૂર છે. પ્રત્યેક આગમ વાક્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને કઈ અપેક્ષા દષ્ટિ / સંદર્ભમાં કહેવામાં આવ્યું છે, તે સંદર્ભ સમજવો પણ જરૂરી છે.
આ શોધલેખમાં વિદ્યુત સચિત્ત (સજીવ) છે કે નિર્જીવ એના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી છે, કારણકે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે વિદ્યુત ઉપકરણોના
* ૭૬