________________
TOCTC જ્ઞાનધારા CC0 આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વછંદાચારના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંશોધન બહુ જ મુશ્કેલ કાર્ય છે. જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ યુવાવર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચાર માધ્યમો દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહવાલો શ્રદ્ધાળુ વર્ગને ઠેસ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મશાસનની હિલના કે કુસેવા જ ગણાય.
શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. જ્ઞાનીઓએ સ્વછંદી સાધુને ઝાંઝવાના જળે બરબાદ થતાં કાગડા સાથે સરખાવ્યો છે. સ્વચ્છંદાચારીની વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જે મુનિત ડચકાં લેતું હોય તો શ્રાવકત્વની શી વલે થાય ? આવા સંજોગોમાં અમ્માપિયા જેવાં મહાજનો, ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુરભગવંતોના માર્ગદર્શન હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે.
શ્રાવક-શ્રાવિકાને ‘‘શ્રાવકાચાર' શું છે તેની પૂરી જાણકારી હોય એટલું જ નહિ, પરંતુ તે “શ્રાવકાચાર”નું પાલન કરે અને સાધુજીની સમાચારીની જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય.
દા.ત. એકાંતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીનાં દર્શન માટે ન જઈ શકે અને પુરુષ સાધ્વીજીનાં દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના નિયમોની જાણકારી શ્રાવકશ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં સાધુ-સતીજીઓ બિરાજતાં હોય તેવાં ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં બરમૂડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવાં ટૂંકું કે ચુસ્ત વસ્ત્રો પહેરવાં ન જોઈએ. ઉભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરનાં અંગઉપાંગો ઢાંકે તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં કહ્યું છે કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમ જ સંયમને માર્ગે ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. સંયમનો માર્ગ એટલે તપ્ત સહરાના રણમાં
- ૭૧
XXXC şiI4&I I XXX ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગ માર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દ્વીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે.
શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક શાસન પર આવતી વિપત્તિને ટાળી શકે. આને માટે આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવાં સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અલ્પ છે. જિન શાસનની આ અમૂલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે.
ઇતિહાસનાં પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને ઓક્ષેપ થયા છે.
સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે, મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજ ભાવે લબ્ધિ પ્રગટ થતી હોય છે.
જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુજીની સમાચારી પ્રમાણે સંતસતીજીઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વસુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી.
ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુ:ખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, લગ્ન, ડિપ્રેશન, તાણ, હતાશા, ધંધામાં મુશ્કેલી, સંતાનની આશા, વહેમ દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયાં અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાની હોય છે.
સંસારિક દુઃખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કારણોસર ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે ‘શ્રાવકાચાર'થી તદ્દન વિપરીત છે. - આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્ય લબ્ધિ પ્રગટેલી હોય છે. સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો
૭૨ :