Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 35
________________ OCCC CCC0 જિન શાસનની સાંપ્રત ( ગુણવંતભાઈ વર્ષોથી સમસ્યા પરત્વે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સર્ણચંતન સંકળાયેલા છે. કેટલાક ગુણવંત બરવાળિયા | ગ્રંથોનું સર્જન-સંપાદન જિન શાસનના સાંપ્રત પ્રવાહમાં કેટલીક | કર્યું છે. જ્ઞાનસત્રોના સમસ્યા ઉદ્ભવતી હોય છે અને સમયાનુસાર તેનું આયોજનમાં રસ લે છે. સમાધાન પણ થતું હોય છે. જુદાજુદા ધર્મ અને સંપ્રદાયોમાં દીક્ષાત્યાગ, મંદિરો, મઠ, દેરાસર, ઉપાશ્રયો, સંઘ કે ટ્રસ્ટના આધિપત્ય માટે ઝઘડા, મારામારી, કોર્ટ-કચેરી અને નાણાંના દુર્બયના ચિંતાપ્રેરક સમાચારો મળે છે. - દેશ-વિદેશના ખ્રિસ્તી પાદરીઓ, બૌદ્ધ સાધુઓ, ભારતના હિંદુ અને જૈનોના વિવિધ સંપ્રદાયના સાધુઓ, સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયના સાધુઓ વગેરેના શિથિલાચારના પ્રસંગો જાણવા મળે છે. દીક્ષા એટલે માન્યસત્ત્વપુજને ગ્રહણ કરવાના સ્વીકૃત અભિમત માટે સમર્પિત થવું. તપ-ત્યાગનાં વ્રત-નિયમો પાળવાનો સંકલ્પ ધરવો કે સંન્યાસ ગ્રહણ કરવો એટલે દીક્ષા પ્રાપ્તિ. ઉત્તમ પ્રકારનાં આચાર, સાધના અને આરાધનાને લીધે જ જૈન દીક્ષાર્થીનું વિશ્વમાં અજોડ સ્થાન છે. આજના વિષમયુગમાં જૈન સંત-સતીજીએ ભગવાન મહાવીરે દર્શાવેલ માર્ગે શાતાપૂર્વક વિચારી રહ્યાં છે તથા વિશ્વકલ્યાણ અને વિશ્વમાંગલ્યનો સંદેશ આપી રહ્યાં છે. દીક્ષા જીવનમાં સ્વ પર કલ્યાણનો ઉદ્દેશ અભિપ્રેત છે. આ પવિત્ર પરંપરાનાં મૂળ પરમતત્ત્વના અનુસંધાન સાથે જોડાયેલાં છે. દીક્ષા લેનાર દરેક સાચી ભાવનાથી ત્યાગ-વૈરાગ્યની સમજણથી પ્રેરાઈને સંયમમાર્ગે ચાલે છે માટે જ જૈન સાધુઓના ચલિત થવાના પ્રસંગો નહિવત્ જ બને છે. જિન શાસનમાં જ્યારે વિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક-શ્રાવિકા, મહાજન, સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકા વિશે સહચિંતન કરવું અનિવાર્ય બને છે. OCTC જ્ઞાનધારા CC6 ' તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સંઘનાં ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુમધું બન્નેનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ સૂત્રસિદ્ધાંતની રચના કરી આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે ‘સમાચારી' અને શ્રાવકોએ પાળવાના નિયમો તે ‘શ્રાવકાચાર', ‘સમાચાર' અને શ્રાવકાચાર' તે મારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. હંસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય. કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય. - સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સૂરસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણકે તે સર્વજ્ઞ ભગવંતો દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન ર્યા વિના ગીતાર્થ આચાર્યો શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે. સમય, સમય પ્રમાણેનું આચરણ એટલે સમાચારી છે જેમાં ક્ષેત્ર અને કાળ પ્રમાણે પરિવર્તનોને અવકાશ હોઈ શકે. જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિગ્રહો સહીને ઉપસર્ગો સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિત્રયાત્રામાં આગળ ધપે છે. પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છવસ્થ છીએ. ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે સ્વચ્છંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય, મૌન પણ ન સેવાય અને વગર વિચાર્યું જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના શિથિલાચાર કે સ્વચ્છંદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે તે ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરુભગવંતો જ નિભાવે છે. જો સંતાનો ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં લે છે અને ગુરભગવંત પ્રાયશ્ચિત્ત પણ આપે છે. ઇર્ષા, પૂર્વગ્રહ, તેજોદ્વેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ખોટા - ૭૦ %

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137