________________
YOUKO
એકતિક ક્રિયાકાંડ્યા તકની
વીતરાગ માર્ગની મૂળભૂત આત્મસાધનાના થતા વિસ્મરણને Ph.D. કરેલ છે. તેમનો
જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રશ્મિબહેને યોગ વિષય પર થિસિસ લખી
રોકવાના ઉપાયો
“અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની’' નામનો ગ્રંથ
|
પ્રગટ થયો છે. તેઓ જૈન જ્ઞાનસત્રોમાં ભાગ લે છે.
ડૉ. રશ્મિ ભેદા
વીતરાગમાર્ગની મૂળભૂત ‘આત્મસાધના’ શું
છે ? વીતરાગમાર્ગમાં સાધનાનું લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું છે, અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય છે. એના માટે ભવ્યજીવો માટે જરૂરી છે કે પ્રમાદ છોડી, પ્રમોદપૂર્વક જિનેશ્વર ભગવંતની એટલે કે જે વીતરાગ છે, સર્વજ્ઞ છે, હિતોપદેશક છે એમની આરાધના કરે, ભક્તિ કરે, જેનાથી અનાદિથી વિસારેલા પોતાના આત્મસ્વરૂપની ઓળખાણ થાય. આ આત્મસાધના માટે સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્રરૂપી રત્નત્રયીની સાધના જરૂરી છે. દિગંબર આચાર્ય સામંતભદ્ર ‘રત્નકદંડ શ્રાવકાચાર’માં આત્માનો સ્વભાવરૂપી જે ધર્મ છે તેને પ્રગટ કરવા માટે કહે છે -
सद्दष्टि ज्ञानवृत्तानि धर्मं धर्मेश्वराः विदुः ।
અર્થાત્ ‘ધર્મના ઈશ્વર ભગવાન તીર્થંકર સમ્યગ્ દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર એ ત્રણેને ધર્મ કહે છે.'
ધર્મની, આત્મસાધનાની ઉપરોક્ત વ્યાખ્યામાં માત્ર આચરણને જ નહિ, પરંતુ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રની નિર્મળ પરિણતીને ધર્મ કહેવામાં આવ્યો છે. જ્યારે આજના શ્રાવક યા તો શ્રાવકધર્મથી અપરિચિત છે કે પછી બાહ્ય ક્રિયાકાંડમાં જ રાચતા રહે છે. સમ્યગ્ જ્ઞાન, સમ્યગ્ દર્શન અને સમ્યગ્ ચારિત્રના સાધનરૂપે તપ, જિનેશ્વર પરમાત્માની ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ, શાસ્રશ્રવણ, યથાશક્તિ વ્રતનિયમોનું પાલન આદિ ધર્મઅનુષ્ઠાનો છે જેને આપણે ક્રિયાકાંડ કહી શકીએ. આ ધર્મઅનુષ્ઠાનો આદરપૂર્વક, વિધિપૂર્વક અને વિવેકપૂર્વક સતત અનુસરવાથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે. સાધકની આત્મસાધનામાં વિવેકપૂર્ણ
૬૫
PCC જ્ઞાનધારા
COC ક્રિયાઓનું મહત્ત્વ છે. જૈન ધર્મમાં ક્રિયાઓ માન્ય વસ્તુ છે, જીવનમાં હોવી જોઈએ, કારણ મોક્ષમાર્ગનું એ પ્રથમ પગથિયું છે એટલે એને અવગણી ન શકાય. જૈન ધર્મમાં અલગઅલગ પરંપરાઓ ચાલે છે અને દરેક પરંપરાના આચાર્યોએ અલગઅલગ અનુષ્ઠાન બતાવ્યા છે, જેમ કે તપસ્યા, સંયમ, તપ અને એના ઉત્સવો, પૂજા, અષ્ટાટ્કિા મહોત્સવ, દેરાસરના નિર્માણના ઉત્સવો જેમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે આવે. સાંપ્રતકાળે આ બધાં અનુષ્ઠાનોમાં કેટલીક જગ્યાએ, કેટલાક પ્રસંગોમાં અતિરેક થવાથી હિંસા ભળે છે તો એમાં મોક્ષમાર્ગનો લોપ થાય છે, તો આ ધર્મક્રિયાઓમાં વિવેક, મર્યાદા, સંયમ રાખવાં બહુ જરૂરી છે.
કોઈ પણ ક્રિયા હોય તો એ કેવળ દ્રવ્યક્રિયા ન રહેતાં ભાવક્રિયા થવી જોઈએ. પછી એ સામાયિક હોય કે પ્રતિક્રમણ, ચૈત્યવંદન હોય કે પૂજા. આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગવિંશિકા’માં કહે છે, ‘પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનારો છે.'
અહીં પ્રણિધાન આદિ શુદ્ધ આશયોથી જે યુક્ત હોય એ ધર્મવ્યાપારને પરિશુદ્ધ કહ્યો છે. જે ધર્મવ્યાપાર આવો પરિશુદ્ધ નથી તે દ્રવ્યક્રિયારૂપે હોવાથી તુચ્છ, ફ્ળ વિનાનો હોય છે. ભાવ વિનાની ક્રિયા એકડા વગરના મીંડાની જેમ છે, ભલે ૭ મીંડાં કરો, પણ એ બધાં મીંડાં જ છે, પણ આગળ એકડો લાગી જાય તો ૭ મીંડાં ૧ કરોડ બની જાય એટલે ક્રિયામાં ભાવ ભળે તો એ અનુષ્ઠાનનું મૂલ્ય ૧ કરોડ થાય, નહીં તો શૂન્ય જ રહે.
આપણે પ્રથમ તપશ્ચર્યાથી લઈએ. કર્મની નિર્જરા માટે જૈન ધર્મમાં તપનું ઘણું જ મહત્ત્વ છે. જૈન શાસ્ત્રમાં બાર પ્રકારનાં તપ વર્ણવ્યાં છે - છ અત્યંતર તપ અને છ બાહ્ય તપ. આજે આપણને બાહ્ય તપમાં લોકોનો ઘણો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને પર્યુષણ વખતે નાનાંનાનાં બાળકો પણ અઠ્ઠાઈ કરે છે, ઘણા સોળ ભત્તો, માસક્ષમણ, સિદ્ધિતપ જેવી મોટી તપસ્યા કરે છે જેની અનુમોદના કરવા જેવી છે, પણ એનો અતિરેક ત્યારે થાય છે જ્યારે એ તપશ્ચર્યા વખતે જો એ પૂર્ણ થતાં પહેલાં તિબયત બગડે તો Glucoseની Bottles ચડાવીને કે Hospatilised કરીને પણ એ તપશ્ચર્યા પૂર્ણ કરાવે છે.
એના પછી એ તપની પૂર્ણાહુતિ નિમિત્તે સાંજી રખાય છે, જે તપશ્ચર્યાની
55