________________
TOCTC જ્ઞાનધારા CCC " ભારતની બહાર પણ ચાલે છે. અંદાજિત 3,500 Trained Teachers છે અને લગભગ 75,000 બાળકો શિક્ષણ મેળવી ચૂક્યાં છે અને જોડાયેલાં છે. આવી આ પાઠશાળા જૈન સમાજે એક રોલ મૉડેલ તરીકે અપનાવવી જોઈએ. વિવિધ સ્તરે નિર્માણ થવું જોઈએ. જેના દ્વારા આપણને એક સાંત્વન રહે કે આપણું બાળક જૈન ધર્મના વારસાને તથા સંસ્કારેને આગળ સંભાળી શકશે. તેમનું પોતાનું તો ભવિષ્ય સુરક્ષિત બની જ જાય, પણ સાથે સાથે એક તંદુરસ્ત સમાજની રચના પણ થઈ શકે.
આવા સંતોની પ્રેરણાથી જ જૈન સમાજ અત્યારે ટકેલો છે. આજની વિપરીત પરિસ્થિતિઓમાં પણ સંતોની પ્રેરણા આપણા પર કરેલો અનન્ય ઉપકાર છે. તો હું આપ સૌને વિનંતી કરું છું કે સમાજના, સંઘના હોદ્દેદારો આ બધા પર વિચાર કરી આવા પ્રેરણાત્મક કાર્યમાં જોડાઈ જાય.
TOCTC જ્ઞાનધારા CC0 પરિસ્થિતિ જોઈ અને ચિંતન-મનન કરતાં સમજ પડી કે જૈન સમાજની ધરોહરને અને ભાવિ પેઢીને મજબૂત બનાવવા માટે આજનાં બાળકોને માનવતાનાં મૂલ્યો તથા ધર્મનું શિક્ષણ બંને આપવાં જરૂરી છે. પૂજ્ય ગુરુદેવના શબ્દોમાં કહું તો, “વ્યક્તિને પહેલાં માણસ બનવાની જરૂર છે. જૈન એની મેળે જ બની જશે.” આ તથ્યને ધ્યાનમાં રાખીને જ એમણે બાળકોને ગમે એવી, તેમને અનુકૂળ આવે એવી બાળકો માટેની આધુનિક પાઠશાળા બનાવી જેનું નામ છે “લૂક એન લર્ન જૈન જ્ઞાનધામ'. આ પાઠશાળામાં દરેક ઉમરનાં બાળકો માટે અલગઅલગ વર્ગ બનાવવામાં આવ્યા છે જેના નામ પણ નમન, વંદન, જૈનમ, સોહમ જેવાં રાખવામાં આવ્યાં છે. આ બધા Classesમાં લાઈટ, પંખા સાથે વાતાવરણને ખૂબ જ Friendly બનાવવામાં આવ્યું છે. ભણાવવા માટે દીદીઓને ગુરુદેવ પોતે તૈયાર કરી રહ્યા છે. બધી જ દીદીઓએ ગુરુદેવની પરીક્ષામાંથી પસાર થવાનું હોય છે. અઠવાડિયામાં ફક્ત એક જ દિવસ ચાલતી આ પાઠશાળામાં બાળકો હસતાં-રમતાં આવે છે અને ગમ્મત સાથે જ્ઞાન, સમજ પ્રાપ્ત કરે છે. આ જૈન જ્ઞાનધામમાં શરૂઆતમાં દરેક Topic માનવતા પર લેવામાં આવે છે અને તેને સમજાવવા માટે વિવિદ Charts, Posters, Drama તથા વાર્તાઓ અને બાળગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમજેમ બાળક આગળ વધતું જાય તેમતેમ ધર્મનાં સૂત્રો તથા પાઠ ભણાવવામાં આવે છે જે બાળકો ખૂબ જ સહજતાથી શીખી શકે. ક્યારેક ક્યારેક Quiz contest તથા woksheet દ્વારા બાળકોને કેટલું સમજાયું છે તેનું અવલોકન કરવામાં આવે છે. વર્ષમાં એકાદ વાર બાળકો દ્વારા જ જ્ઞાન પ્રદર્શનનું તથા Fun-fairનું આયોજન કરવામાં આવે છે. Parents Meeting દ્વારા તેમના મંતવ્યો પણ સાંભળવામાં આવે છે.
આ પાઠશાળા અનોખી એટલા માટે છે કે અહીં પરંપરાને કે રૂઢિચુસ્તતાને ધ્યાનમાં લઈને નહીં, પણ બાળકોની સાયકોલૉજીને ધ્યાનમાં રાખીને ચલાવવામાં આવે છે. પૂજ્ય ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબની પ્રેરણાથી સંચાલિત આ પાઠશાળા એક એવી પેઢીનું નિર્માણ કરી રહી છે કે જેના માટે Parentsને પણ અજબનો સંતોષ છે. સમાજમાં આજથી દસ વર્ષ પછી તેનાં સારાં પરિણામો જોવામાં આવહે. અત્યારે આ પાઠશાળાની 108 Branches આખા ભારતમાં તેમ જ
- ૬૩
:
• ૬૪
૭