________________
CNC જ્ઞાનધારા
જોઈએ.
♦ પરંપરાગત ગોખાવવાની પદ્ધતિ છોડીને અલગ નવી પદ્ધતિઓ દ્વારા સમજાવવાની રીતો અપનાવવી જોઈએ. જેમકે, નાનીનાની વાર્તાઓ દ્વારા બાળકોને સમજાવવું જોઈએ. વાર્તા કહેવાની Proper Method હોય તો બાળકને બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. બાળકોના જીવનમાં વાર્તાનું ઘણું મહત્ત્વ રહેલું છે. તેઓમાં ગજબની કલ્પનાશક્તિ રહેલી હોય છે જેથી વાર્તાઓ તેઓને ખૂબ જ પસંદ પડે છે. જીવનમાં આવનારી મુસીબતો અને મૂંઝવતા પ્રશ્નોને વાર્તાના માધ્યમથી ખૂબ સરળ રીતે રજૂ કરી શકાય છે. તદ્દન સરળતાથી સિદ્ધાંતોને વાર્તા દ્વારા સમજાવી શકાય છે.
- પ્રયોગો દ્વારા પણ બાળકોને પરમાત્માનું જ્ઞાન આપી શકાય છે. તેના માટે અનોખું પ્રયોજન કરવું જોઈએ. બાળકો માટે Education Tour, Picnic જેવું આયોજન કરવું જોઈએ જેમાં સાચા અર્થમાં જીવદયા, અહિંસા જેવા સિદ્ધાંતો શીખવાડી શકાય. આ અનુભવો બાળક જ્યારે પોતે લે છે ત્યારે તે ખૂબ જ સહજતાથી ગ્રહણ કરી શકે છે.
માનવીય મગજ હંમેશાં જોયેલું વધારે સારી રીતે ગ્રહણ કરતો હોય છે. માટે સૂત્રોને, પાઠને સરસ રીતે Charts, Posters દ્વારા વધારે સરસ સમજાવી શકાય છે. Colourful chartsનું મહત્ત્વ ખૂબ જ રહેલું હોય છે. બાળકોનું Attraction વધે તે માટે નવીનવી પદ્ધતિઓથી Charts બનાવવા જોઈએ. ઘણી વખત બાળકો Audio CD દ્વારા પણ સમજતો હોય છે. બાળકોને તેની શૈલીમાં બનાવેલી CD સંભળાવવામાં આવે છે ત્યારે તે પોતે જ તેને જલદીથી યાદ રાખી લેતા હોય છે.
* નવીનવી Technologyનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે Computersનો ઉપયોગ કરીને Powrspoint Presentation આપવું જોઈએ. જ્યારે બાળકની જોવાની અને સાંભળવાની ક્રિયાઓ સાથે થાય છે ત્યારે તે વધારે Effective બને છે. Reference Material પણ આપવું જોઈએ નાનીનાની Skits અને Drama દ્વારા સૂત્રોને તથા સિદ્ધાંતોને સમજાવવા જોઈએ જેથી સરળતાથી શીખી શકે.
૬૧
OOPCC જ્ઞાનધારા
> COYO
ગમ્મત સાથે જ્ઞાન આપવું જોઈએ. વિવિધ પ્રકારની રમતો દ્વારા પણ બાળકોમાં જિસાજ્ઞા જગાડી શકાય છે. રમતોથી બહુ જ સહજતાથી જ્ઞાન આપી શકાય છે.
Quiz Contest જેવી સ્પર્ધાનું પણ આયોજન કરવાથી બાળકો જાગૃત થઈ જાય છે.
બાળકોને આ બધાં જ્ઞાન સાથે યોગા તથા ધ્યાન પણ શિખડાવવું જોઈએ. Practically જ્યારે બાળકો ધ્યાન કરે છે ત્યારે તેઓને અલગ જ અનુભવ થાય છે. આખા દિવસની ભાગદોડમાં જ્યારે ધ્યાન કરાવવામાં આવે છે ત્યારે તેઓને શાંતિનો અનુભવ થાય છે જેના દ્વારા તેઓની જાગૃતિ તથા યાદશક્તિ વધારી શકાય છે.
બાળકોને જ્યારે સમજાવવામાં આવે છે કે ધ્યાન એ પણ એક પ્રકારનો કાઉસ્સગ જ છે ત્યારે તે ખૂબ જ સરસ રીતે કાઉસ્સગ કરતાં શીખે છે.
બાળકોને અંધશ્રદ્ધાની ગર્તમાં ધકેલ્યા વગર વૈજ્ઞાનિક દષ્ટિકોણ દ્વારા જ્યારે સમજાવવામાં આવે છે ત્યારે તે ખૂબ જ સારી રીતે સમજી શકે છે. બાળકોને જ્ઞાન સમજમાં આવે છે કે નહીં તે Colorful Worksheets દ્વારા ખબર પડી શકે છે. Colorful Worksheet જ્યારે બાળક ઘરે લઈ જાય છે ત્યારે તેના Parents પણ ભૃગત બને છે.
આ બધું જ બાળકોને આપવા માટે જે પણ Techers હોય તે ખૂબ જ પ્રેમાળ હોવા જોઈએ. બાળકો સાથે Eye to Eye Contact જાળવી રાખી શકે અને Comunication Skills develop કરી શકે એવા Trained Teachers જ હોવા જોઈએ.
Afterall બાળકોને આ કરવું અને તે ન કરવું તેના ચક્કરમાંથી બહાર કાઢીને કોઈ પણ જ્ઞાનને તેની Lifeમાં Prectical રીતે કઈ રીતે મૂકી શકાય એનું ધ્યાન આપવું જોઈએ. આચરણ જ બાળકમાં Changes લાવી શકે છે. માટે આચરણ પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ.
આવી જ રીતે એક શિક્ષણપદ્ધતિનું આઠેક વર્ષ પહેલાં નિર્માણ થયું છે. દીર્ઘદષ્ટા પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબે જ્યારે આપણાં બાળકોની
કર