________________
XOXOXC şiILAI OXXOXO
આરાધ્યાબામ મહાસતીજીએ ઑગસ્ટ, ૨૦૧૨માં સંથારાના પશ્ચકખાણ લીધાં હતાં. ઘાટકોપરના પારસધામમાં તેઓ સ્થિત હતાં. ચેન્નાઈમાં ચાતુર્માસ માટે બિરાજેલ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ સંથારા દરમિયાન દરરોજ એક કલાક સુધી વીડિયો અને ફોનના ઉપયોગ કરીને એમને પ્રવચન સંભળાવતા હતા. પરિણામે આરાધ્યાબાઈ મહાસતીજીની ભાવદશા ઘણી ઉચ્ચ કોટિની થઈ ગઈ હતી.
શું ઇલેક્ટ્રિસિટીના આ હકારાત્મક ઉપયોગનો આપણે વિરોધ કરશું ?
મારી દષ્ટિએ ધર્મના નામે ઇલેક્ટ્રિસિટીના વપરાશનો વિરોધ બંધ કરવો જોઈએ.
એકાશન વખતે પાટલ પર બ્રશ કરવું એકાશન એટલે એક + અશન. અશન એટલે રાંધેલો ખોરાક. એકાશન એટલે દિવસમાં એક વખત રાંધેલો ખોરાક લેવો. એકાશન પાછળ ભાવના એ છે કે એક વખત રાંધેલો ખોરાક અને એ પણ અલ્પ પ્રમાણમાં લેવાથી શરીરમાં સુસ્તી આવતી નથી. પરિણામે આત્મસાધનામાં કે સ્વાધ્યાયમાં સહેલાઈથી બેસી શકાય છે. આપણે એકાશન શબ્દનું અર્થઘટન કર્યું છે - એક + આસન એટલે કે એક આશન પર બેસીને ખાવું. મૂળ વાતમાં અશન શબ્દ છે, આસન શબ્દ છે જ નહીં. એકાશન શબ્દમાં ‘શ’ છે (મીંડાવાળો શે). આપણે ‘સ’ (સગડીનો સ) લખી એકાશનને એકાસન, એકાસણું આદિ બનાવી દીધું છે. અત્યારની આપણી પરંપરામાં એક પાટલા ઉપર બેસી બ્રશ કરે કે મુખશુદ્ધિ કરે અને પછી લગભગ એકાદ કલાક સુધી અતિપ્રમાણમાં ભોજન કરે. એકાશન વ્રત પાછળની મૂળ ભાવના કે અલ્પ પ્રમાણમાં એક વખત રાંધેલો ખોરાક ખાઈ બાકીનો સમય આત્મસાધના કે સ્વાધ્યાયમાં વિતાવવાની વાત વિસરાઈ ગઈ છે. પાટલા પર બેસી બ્રશ કરી પછી એ જ પાટલા પર બેસી ભોજન કરતી એકાશન વ્રતધારી વ્યક્તિને જોઈને અન્ય ધર્મીઓને કે વિચારકોને થાય છે કે આ પ્રકારનો અરુચિકર વ્યવહાર ધર્મના નામ કેવી રીતે થઈ શકે ?
આપણે દેશકાળ અનુસાર વિવેકપૂર્ણ રીતે પરિવર્તનોને સ્વીકારશું તો તે કલ્યાણનું કારણ બનશે.
XCXXXXXXX વર્તમાનકાળમાં બાળકો માટે મુંબઈ સ્થિત દર્શનાબહેન
નિમિષભાઈ દફતરી જૈન શિક્ષણની આદર્શ
નેચરોપથી સેંટર ચલાવે છે. પદ્ધતિની રૂપરેખા છેલ્લાં કેટલાંક વર્ષથી
Look N Learn 1188110111 જ ડૉ. દર્શના દફતરી | | ટીચર્સ પ્રિન્સિપાલ તરીકે . કોઈ પણ સમાજ એનાં સંસ્કારો તથા
| સેવા આપે છે. વાલીઓ માટે
પણ ધાર્મિક ક્લાસીસ સંસ્કૃતિ પર ટકેલો હોય છે. આખી મનુષ્યજાતિની | ચલાવી રહ્યાં છે. ધરોહર આ સંસ્કૃતિ જ હોય છે અને સંસ્કૃતિ જ ધર્મનું બીજું સ્વરૂપ હોય છે. સમાજમાં ઉત્પન્ન થતાં કુસંસ્કારો, દૂષણો તથા અન્યાય તે સમાજના અધ:પતનનું કારણ બનતાં હોય છે.
સુખ-સુવિધાઓથી ભરપૂર એવાં જીવનમાં મૂલ્યોનું અવમૂલ્યન થઈ રહ્યું છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે આજનું બાળક બુદ્ધિમતામાં ખૂબ જ આગળ છે, પણ નૈતિકતાની દૃષ્ટિએ પાછળ રહી જાય છે. આજનું બાળક માબાપથી નહીં, પણ ટીવીથી વધારે પ્રભાવિત હોય છે. ટીચરથી નહીં, પણ Internetના માધ્યમથી વધારે નજીક છે. મિત્રોતી નહીં, પણ facebookથી વધારે Attached છે. બાળકો વધારે ને વધારે virtual worldમાં જીવવા લાગ્યું છે. આવાં બાળકો પાસે મા-બાપ, ટીચર કે ધર્મગુરુઓ સાથે વાર્તાલાપ કરવાનો સમય નથી. તેઓ વધુમાં વધુ સમય Electronic Technology સાથે વિતાવતાં થઈ ગયાં છે. જેને કારણે જીવનમાં સારા-નરસાની ભેદરેખા ભૂંસાઈ જાય છે. તેને સમજાવવાવાળું પણ કોઈ નથી. આજની આવી વરવી પરિસ્થિતિઓનો સામનો આજનો જૈન સમાજ કરી રહ્યો છે. બાળકોમાં નાનપણમાં જે ધર્મના સંસ્કારો અપાવા જોઈએ તેનું સ્થાન આજકાલના નવાનવા ક્લાસીસોએ લઈ લીધું છે, જેમ કે Grammar Class, Dance Class વગેરે... જે પાઠશાળાઓ ધર્મનું શિક્ષણ આપતી હતી તે સૂની થવા લાગી છે. પાઠશાળામાં બાળકો પણ ઓછાં થવાં લાગ્યાં છે. વાલીઓ પણ બાળકોને મોકલતા નથી. બાળકોને મન થતું નથી. આ બધાં પાછળનું જ્યારે કારણ સમજવામાં આવે તો ફક્ત એક વસ્તુ સમજાય છે કે આજે જે ધાર્મિક
-
પ૭ ૧૪