________________
TOCTC જ્ઞાનધારા CC0 બૌદ્ધધર્મી સાધુઓ વહાણો દ્વારા સાઉથ-ઈસ્ટ એશિયામાં પહોંચી ગયા. ભાષાની તકલીફ હતી, મુસાફરીમાં તકલીફ હતી, છતાં બૌદ્ધધર્મી સાધુઓની નિષ્ઠાને કારણે લગભગ આખું સાઉથ-ઈસ્ટ એશિયા બૌદ્ધધર્મી બની ગયું. ચીન, જાપાન, શ્રીલંકા, થાઇલૅન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સ આદિ દેશો બૌદ્ધધર્મી બની ગયા.
શ્રી ક્ષિતિમોહન સેને એમના પુસ્તક “સાધનાયત્રયી'માં ઉલ્લેખ કર્યો છે કે જેમ બૌદ્ધ સાધુઓએ સાઉથ-ઇસ્ટ એશિયામાં જઈ બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો એમ જો જૈન સાધુઓએ નોર્થ-વેસ્ટ એટલે કે હાલના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આરબ દેશો આદિ દેશોમાં જઈ ભગવાન મહાવીરનો અહિંસાનો ઉપદેશ ફેલાવ્યો હોત તો કદાચ ભારત પર જે આક્રમણો થયાં એ ન પણ થયાં હોત. ભારત પર બધાં જ આક્રમણો નોર્થ-વેસ્ટ દિશમાંથી જ થયાં છે.
ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવો નથી ઇલેક્ટ્રિસિટીના વપરાશ વગર આપણે શહેરમાં જીવી શકીએ ખરા? જો ઇલેક્ટ્રિસિટી ન હોય તો મ્યુનિસિપાલિટીના પાણીનાં પમ્પિંગ સ્ટેશન કેમ ચાલશે ? બહમાળી મકાનમાં ઓવરહેડ ટૅન્કમાં પંપ વગર પાણી કેમ પહોંચશે ? ઇલેક્ટ્રિસિટીના વગર કારખાનાં નહીં ચાલે, પરિણામે પેટ્રોલ નહીં બને, પરિણામે વાહનો ચાલી નહીં શકે. વાહન વગર શહેરમાં દૂધ, અનાજ, શાકભાજી આદિ કેવી રીતે પહોંચશે ? વાહનો બંધ હો, પરિણામે ચાલીને જ બધે જવું પડશે. વિમાનો ઊડતાં બંધ થઈ જશે. ટેલિફોન, કૉપ્યુટર, સેલફોન બધું બંધ થઈ જશે. ઘરમાં રસોઈ કરવા માટે વપરાતો ગૅસ કેવી રીતે મળશે ? પુસ્તકો કેવી રીતે છપાશે ? કપડાંની મિલો બંધ થઈ જશે. ડૉક્ટરો પરેશન કેવી રીતે કરી શકશે ? સાધુઓ ગોચરી વહોરે છે, કપડાં પહેરે છે, પુસ્તકો છપાવે છે, એમાં ઇલેક્ટ્રિસિટીનું પ્રદાન કેટલું છે ? કોઈ સાધુ કહી શકે કે ઇલેક્ટ્રિસિટીની જેમાં વપરાશ હશે એવી કોઈ પણ વસ્તુ મને નહીં ખપે ? ધર્મને નામે ઇલેક્ટ્રિસિટીનો વિરોધ કરવો એ સમજદારીની વાત નથી. આવા ઇલેક્ટ્રિસિટીના વિરોધને કારણે પણ જૈન ધર્મની જીવનવિરોધીની છાપ ઊભી થઈ છે.
અમારાં એક પરિચિત સાધ્વીજી સવારે અમારા ઘરે વહોરવા પધાર્યા હતાં. અમે છઠે માળે રહીએ છીએ. આખો માળ વાપરીએ છીએ. એમણે સવારના ૭
TOCTC જ્ઞાનધારા CCC વાગે ઘરનું બારણું ખખડાવ્યું. ડ્રોઇંગરૂમમાં કોઈ હતું નહીં, પરિણામે અમે બારણાં ખખડાવવાનો અવાજ સાંભળ્યો નહીં. સાધ્વીજીએ બેલ મારી નહીં અને એમ ને એમ પાછાં ચાલ્યાં ગયાં. બીજે દિવસે હું એમનાં દર્શન માટે અપાસરામાં ગયો હતો ત્યારે એમણે મને આ વાત કરી. મેં એમને કહ્યું “તમે બેલ ન મારો તો અમને ખબર કેમ પડે કે કોઈ આવ્યું છે ?" સવારના ૭ વાગે ડ્રોઇંગરૂમમાં તો કોઈ હોય નહીં. એમની દષ્ટિએ બેલ મારવી એ ધર્મ વિરુદ્ધની વાત છે. છે આનો કોઈ જવાબ આપણી પાસે ?
એન્ટવર્ષમાં જૈન દેરાસર છે. એમાં હિટિંગની વ્યવસ્થા છે. એન્ટવર્ષમાં શિયાળામાં માઈનસ ૨૦ સેન્ટિગ્રેડ ઉષ્ણતામાન રહેતું હોય ત્યારે હિટિંગ વગર કેમ
જીવી શકાય ? મલયેશિયાના ઈપો શહેરમાં જૈન દેરાસર છે. એમાં ઍરકન્ડિશનર મૂક્યું છે. ઈપો શહેરમાં ઉનાળામાં સખત ગરમી પડે છે. ઍરકન્ડિશનર વગર રહેવું અતિમુશ્કેલ હોય છે. શું આ ઈલેટિસિટીની વપરાશનો આપણે કેવી રીતે વિરોધ કરી શકીએ ?
કેન્દ્ર સરકાર શાળામાં સેક્સ એજ્યુકેશન આપવા અંગે વિચારણા કરી રહી હતી. આ વિષયનો વિરોધ કરવા આચાર્ય રત્નસુંદર મહારાજ સાહેબ છ વર્ષ દિલ્હીમાં રહ્યા. માઈકનો ઉપયોગ કર્યો. લોકસભાના ચૂંટાયેલા સાંસદોને મળ્યા. સરકાર મૂકી ગઈ. શાળામાં સેક્સ એજ્યુકેશન આપવાની વાત પડતી મૂકવામાં આવી. આચાર્ય રત્નસુંદર મહારાજ સાહેબના મુંબઈના ઍરકન્ડિશન યોગી સભાગૃહનાં પ્રવચનોમાં ચારથી પાંચ હજાર વ્યક્તિઓની હાજરી રહેતી હતી એમાં મોટા ભાગના યુવાનો હતા. શું આ માઈકના ઉપયોગ વગર શક્ય છે ? મહારાજસાહેબ યુવાનો પાસે ત્રણ પ્રતિજ્ઞા લેવડાવતા અને યુવાનો રાજીખુશીએ ત્રણ પ્રતિજ્ઞાઓ લેતા હતા.
ત્રણ પ્રતિજ્ઞાઓ : (૧) મા-બાપને ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું અને એમની સાથે
વિનયથી વર્તીશ (૨) વ્યસનોથી દૂર રહીશ (૩) છૂટાછેડા નહીં આપું