________________
OOCNC જ્ઞાનધારા
exc શિક્ષણની પદ્ધતિ છે તે પદ્ધતિ મુજબ બાળક જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. પરંપરાથી પાઠશાળાઓ જે છે તે જ્ઞાનપ્રાપ્તિ માટે અપૂરતી જણાય છે.
વીતરાગ એવા પરમાત્માનું જ્ઞાન શું ફક્ત સૂત્રો ગોખાવવાથી આવી જાય ? તેના પ્રત્યેનો અહોભાવ ફક્ત સ્તુતિ, સ્તવન ગાવાથી આવી જાય ? દુનિયાનું ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન જે આપણી પાસે છે એવા આપણા સમાજની દયનીય હાલત છે. એ જ્ઞાનનો વારસો, ખજાનો આપણે આપણી નવી પેઢીને આપવામાં ઊણા ઊતરી રહ્યા છીએ. માટે જ સમાજની હાલત દયનીય થઈ ગઈ છે. પરંપરાગત પાઠશાળાઓ જ બાળકને જ્ઞાનથી વંચિત રાખે છે, કારણકે આજનું બાળક ગોખવામાં નહીં, પણ સમજવામાં રસ ધરાવે છે. ક્રિયાઓમાં નહીં, પણ કાર્યમાં રસ ધરાવે છે. બીજું, બાળકોને પાઠશાળા આવવું પસંદ નથી, કારણકે જે ક્લાસમાં કે રૂમમાં પાઠશાળા ચાલતી હોય ત્યાં લાઈટ, પંખા હોતાં નથી. આ વાતાવરણ બાળકને અનુકૂળ આવતું નથી, માટે જ જે જ્ઞાનપ્રાપ્તિનાં સ્થાનો હતાં તે સૂનાં થઈ ગયાં છે. તો પછી કરવું શું ? આજનો યુગ પરિવર્તનનો યુગ છે. સમાજમાં દરેક જગ્યાએ પરિવર્તન આવી રહ્યું છે. વિજ્ઞાનને કારણે માણસોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું છે. માણસોની રહેવાની પદ્ધતિમાં ફેરફાર થયા છે. બાળકોની શાળાઓ જ્યાં ગુજરાતી માધ્યમની હતી તેને સ્થાને આંતરરાષ્ટ્રીય સ્કૂલ આવી ગઈ છે. જ્યાં રહેવાનાં સારાં ઘરો હતાં ત્યાં Multitancy Buildings આવી ગયાં છે. પહેરવાનાં કપડાં પણ બદલાઈ ગયાં છે. ખાવા-પીવાની બાબતોમાં પણ ફરક પડયો છે. સાદાં મૂલ્યો સાથે જીવનારો માણસ આજે આન, બાન અને શાનની પાછળ દોડતો થઈ ગયો છે. કમ્યુનિકેશનની રીતો બદલાઈ ગઈ છે. તાર-ટપાલનું સ્થાન E-maleએ લઈ લીધું છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં માણસ પહોંચી શકે એવી સુવિધાઓ પ્રાપ્ત થવા માંડી છે. આવા આવેલા પરિવર્તનને આપણે જેટલી સહજતાથી સ્વીકારી લીધું છે તેટલી જ સહજતાથી ધાર્મિક શિક્ષણમાં પણ પરિવર્તનને અપનાવવું પડશે. વિજ્ઞાન તથા તંત્રજ્ઞાનથી દૂર ન જતાં તેને જ તકમાં ફેરવવાનો સમય આવી ગયો છે. Technologyને જ ain Instrument બનાવવાની જરૂર છે. નવી શિક્ષણપદ્ધતિ અપનાવવાનું જરૂરી બની ગયું છે. આજના સાંપ્રત સમાજનાં વરવાં
પદ
PCC જ્ઞાનધારા
COO
ચિત્રને રજૂ કરતી અનેક વાતો મા-બાપને અને સમાજને હચમચાવી જાય છે. બાળકો પોતાની આસપાસના બનાવોમાંથી તેમ જ ટીવમાંથી શીખીને ખરાબ રસ્તે જતાં હોય છે. ભૌતિક વસ્તુઓની કિંમત કરતાં આંતરિક ગુણોની કિંમત અનેક ગણી વધુ હોય છે એવું બાળકોને સમજાવવાની જરૂર છે. આંતરિક ગુણોનો અભાવ ભૌતિક સાહ્યબીમાં પણ આનંદ, સુખ કે સંતોષની અનુભૂતિ કરાવી શકતો નથી. કોઈને પણ દોષ આપ્યા ઉગર બાળકમાં ચારિત્ર્યનું ઘડતર થાય એવી શિક્ષણપદ્ધતિ અપનાવવાની જરૂર ઊભી થઈ છે.
કોઈ પણ ધાર્મિક શિક્ષણ તો સૌપ્રથમ બાળકોની માનસિકતાને ધ્યાનમાં રાખીને બનાવવાની જરૂરત છે. બાળકોમાં રહેલી Intelligenceને આપણી નવી દષ્ટિથી જોવાની જરૂર છે તેમ જ તેમને નવી દિષ્ટ આપવાની જરૂર છે. બાળકોમાં ગજબની જિજ્ઞાસા રહેલી હોય છે, પણ તેમને ધર્મ માટે, પરમાત્મા માટે જિજ્ઞાસા જાગે એવા પ્રયત્નો થવા જોઈએ. એવું વાતાવરણ ઊભું કરવામાં આવે કે તેને પૂ. મહાવીરને સમજવાનું કુતૂહલ થાય. જિજ્ઞાસા જ જ્ઞાનનો માર્ગ ખુલ્લો કરે છે. ગૌતમ ગણધરની જિજ્ઞાસાને કારણે જ આપણને ભગવતી સૂત્રની પ્રાપ્તિ થઈ છે. જિજ્ઞાસાવૃત્તિને બાળકમાં પેદા કરવી એ જ સાચા ટીચર તથા ગુરુની ઓળખાણ છે. બાળકોમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાનું કામ પણ ટીચરનું જ છે. ધાર્મિક ક્ષેત્રે ઘણી વાર જોવાયું છે કે ઘણા શિક્ષકો બાળકોના કુતૂહલભર્યા સવાલોના જવાબો આપી શકતા નથી. એટલે ધર્મજ્ઞાન માટેના શિક્ષકો પણ બરાબર Trained થયેલા જ હોવા જોઈએ.
નવી ધાર્મિક શિક્ષણપદ્ધતિ કેવી હોવી જોઈએ ? :
સૌપ્રથમ તો બાળકોને અનુરૂપ વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઉપાશ્રયોમાં લાઈટ-પંખાના અભાવને કારણે બાળક વધારે સમય સ્થિરતાથી બેસી શકતું નથી. માટે ભણાવવાની જગ્યા Proper લાઈટ-પંખાવાળી હોય અને બાળકને Comfortable લાગે એવી હોવી જોઈએ જેથી બાળક ૧થી ૨ કલાક ખૂબ જ ધ્યાનથી બેસી શકે.
* ધાર્મિક શિક્ષણપદ્ધતિ બાળકોની માનસિક અવસ્થાને અનુરૂપ જ હોવી જોઈએ. એટલે કે દરેક ઉંમરનાં બાળકોમાં અલગઅલગ ક્લાસરૂમની વ્યવસ્થા હોવી
૬૦