________________
CCC જ્ઞાનધારા OSCO પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે કટોકટી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્વી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર કરુણાબુદ્ધિથી આ પ્રયોગ કરે છે.
જો શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ થાય તો ગીતાર્થ ગુરભગવંત એને ચેતવે છે. “ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે. એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ રૂંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.”
ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય. પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુજીની સમાચારી પ્રત્યે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જાઈએ, ધર્મ શાસનની હિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાના પત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, તિથિ કે તીર્થની ચર્ચાનું સમ્યફ વિશ્લેષણ કરે.
પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalismથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના, તટસ્થબુદ્ધિથી Activist-એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય.
પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિક્ષુબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીરગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીનાં પ્રચંડ મોજાંને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યક પુરુષાર્થ કરી શ્રમણ સંસ્કૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે.
જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ, મેજિક ટચ કે લૂક ઍન્ડ લર્ન જેવાં સેંટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે, યુવાનોને સાત્વિક વિકલ્પ પૂરો પાડી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અહમ યુવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે, ઘરઘર અને જનજન સુધી
• ૭૩ ભs
STOCTC જ્ઞાનધારા CC0 ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો ‘આગમ' પહોંચાડવામાં આવે અને ગુરઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમણ-સમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી આવી સમસ્યાઓ નહિવત્ ઉદ્ભવશે.
અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય - ફિરકા કે છ દ્વારા ચતુર્વિધ સંઘનું “મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહનું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વિતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન, કેટલીક મહત્ત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે.
દોષો થયા હોય ત્યાં પ્રાયશ્ચિત્ત આપવામાં આવે અને ઉત્કૃષ્ટ સુંદર કાર્યો થયાં હોય તેની અનુમોદના કરી પારિતોષિક-ઇનામ પણ અપાય. આને કારણે ભૂલો કે દોષોનું પુનરાવર્તન ટળશે અને સુકૃતોને ઉત્તેજન મળશે. મર્યાદા મહોત્સવ એ આંતરનિરીક્ષણનો અવસર આપે છે.
જિન શાસનમાં ઊભા થયેલ કોઈ પણ વિષયની કટોકટી વખતે શ્રાવકશ્રાવિકા-મહાજન અને પત્રકારની ખૂબ જ જવાબદાર અને વિશિષ્ટ ભૂમિકા છે જે તેણે ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી જોઈએ.
જૈન ધર્મના દરેક સંપ્રદાય કે ફિરકાએ સંઘશ્રેષ્ઠીઓ અને ગુરુભગવંતોને વિશ્વાસમાં લઈ અને ધર્મના જાણકાર શ્રેષ્ઠીવર્યા અને વિવિધ ક્ષેત્રોનાં પ્રતિભાશાળી ઉત્તમ શ્રાવકો અને શ્રાવિકાઓની નિષ્પક્ષ સ્વાયત્ત બૉડીની રચના કરવી જોઈએ જે સર્વસામાન્ય હોય. સત્તા, સંપત્તિ, સિદ્ધાંત કે શિથિલાચાર જેવી બાબતોમાં મતભેદ, ઝઘડો ઉદ્ભવે અને કટોકટી સર્જાય ત્યારે લવાદી કે આર્બટિશનનું કામ કરી આનો ઉકેલ અને સમાધાન લાવી શકે તો ધર્મક્ષેત્રમાં પોલીસ, કોર્ટ, પ્રચાર માધ્યમો, પત્રકારો વગેરે પરિબળોને નિવારી શકાય. ધર્મના વાતાણરણને દૂષિત થતું અટકાવી શકાય.
દેવ, ગુર, ધર્મમાં શ્રદ્ધા રાખી આપણે સૌ શ્રાવકાચારના સમ્યફ આચરણ દ્વારા જિન શાસનની પવિત્ર જ્યોતને ઝળહળતી રાખીએ.