________________
TOCTC જ્ઞાનધારા CC0 કુટુંબો મોટાં શહેરમાં વસતાં થયાં. શહેરોમાં જૈનોની વસતિ વધવાને કારણે ઉપાશ્રયો મોટા થતા ગયા અને શ્રોતાજનોની હાજરી ઉપાશ્રયમાં પ્રમાણમાં વધવા લાગી. આ સમય દરમિયાન વીજળીનાં સાધનો પણ દરેક જગ્યાએ મળતાં થયાં. વીજળી મળવાને કારણે લાઉડસ્પીકરનો ઉપયોગ શરૂ થયો.
(૩) પરિવર્તન એ વિકાસનું અગત્યનું અંગ છે, કાળના પ્રવાહ સાથે રીતરિવાજો તથા માન્યતાઓમાં પરિવર્તન અને ફેરફાર આવ્યા કરે છે. વીજળીનાં અનેક સાધનો જેવા કે લાઉડસ્પીકર, પંખા, રેડિયો, સેલવાળી ઘડિયાળ, ટીવી, વીડિયો, કૅમેરા તથા મોબાઈલ વગેરે આવ્યાં અને તેનો ઉપયોગ શ્રાવક સમાજમાં થવા લાગ્યો. આ ઉપરાંત છેલ્લાં ૨૦થી ૨૫ વર્ષમાં ટેલિવિઝન અને મોબાઈલ વગેરેની શોધખોળથી પ્રમાણમાં ઘણા મોટા ફેરફાર થયા અને આ બધાં સાધનોનો જરૂર પ્રમાણે જૈન શ્રાવકો પોતાના ઘરમાં ઉપયોગ કરતા થયા.
(૪) આજથી લગભગ ૨૫-૩૦ વર્ષ પહેલાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પાટી પેન તથા નોટબુકની મદદથી ભણતા હતા અને કૉલેજના વિદ્યાર્થી એક્સરસાઈઝ બુક, પેન-પેન્સિલની મદદથી ભણતા હતા. ભણવાનાં ઉપર મુજબનાં સાધનોમાં કોઈ પણ જગ્યાએ ઈલેક્ટ્રિસિટીની જરૂર પડતી નહીં. સમજ જતા ભણવા માટે અનેક પ્રકારનાં ઇલેક્ટ્રિક સાધનો મળવા લાગ્યાં. તેમાં બૅટરીના પાવરથી ચાલતું કેલક્યુલેટર અને ઇલેક્ટ્રિક પાવરથી ચાલતું કોમ્યુટર તથા લેપટોપ, લેપટૉપનો ઉપયોગ વિદ્યાર્થીઓ કૉલેજમાં ભણવા માટે કરતા થઈ ગયા. હાલના સમયમાં બચપણથી જ બાળકોને કૉપ્યુટર દ્વારા ભણાવવાનું ચાલુ થઈ ચૂક્યું છે. ઘણીબધી શાળાઓમાં શાળાના શિક્ષકોને બદલે ઑડિયો વિઝયુઅલ કેસેટ દ્વારા ભણાવવામાં આવે છે. હાલની જુવાન પેઢી ઈલેક્ટ્રિક સાધનો દ્વારા ભણીને તૈયાર થઈ રહેલ છે આ બધા વિદ્યાર્થીઓ વીજળીનાં સાધનોનો ઉપયોગ કરવા ઇચ્છે એ સ્વાભાવિક છે. શાળા તથા કૉલેજમાં ઇલેક્ટ્રિક સાધના દ્વારા ભણવા માટે સ્વૈચ્છિક પરિવર્તનો આવ્યાં એ હકીકત છે. વિદ્યાર્થીઓ અનેક જાતની માહિતી કૉપ્યુટર તથા ઇન્ટનેટ મારફતે સહેલાઈથી મેળવી શકે છે. શાળા તથા કૉલેજનું આ પરિવર્તન ઇલેક્ટ્રિક સાધનો દ્વારા અપાતું શિક્ષણ સમાજે નિસંકોચ સ્વીકારેલ છે. વિકાસ માટે પરિવર્તન સ્વીકારવું જોઈએ તે હકીકત ઉપરના લખાણથી સારી રીતે સમજી શકાય છે.
- ૨૭
STOCTC જ્ઞાનધારા CCC
(૫) પત્રવ્યવહારની બાબતમાં વિચારીએ તો આપણે બધા થોડાં વર્ષો પહેલાં હાથથી લખીને અથવા ટાઈપ કરીને પત્રવ્યવહાર કરતા હતા અને તેવા પત્રો પોસ્ટ મારફ્ત મોકલતા હતા. અત્યારના સમયમાં હાથથી લખવાની પ્રથાય લગભગ બંધ થઈ ગઈ છે અને તેની જગ્યાએ કૉપ્યુટર, ઈ-મેઈલ, એસએમએસ દ્વારા પત્રવ્યવહાર થઈ રહ્યો છે. આ બધા વ્યવહારમાં વીજળી જ અગત્યની છે. જો અચાનક વીજળી બંધ થઈ જાય તો ઉપરનાં બધાં સાધનો પ્રાણ વગરનાં થઈ નિઃસહાય અને નકામાં થઈ જાય છે. માનવજીવનના વિકાસમાં વીજળી બહુ જ અગત્યનું કામ કરે છે તે હકીકતને શ્રાવક સમાજે તથા સાધુ-સંતોએ સ્વીકારવી જોઈએ.
(૬) સમય જતાં શહેરના પ્રમાણમાં ઉપાશ્રયમાં અને તે શહેરમાં રહેતા જૈનોની સંખ્યા તથા શ્રોતાજનોની હાજરી વધવા લાગી. સાધુ-સંતો પોતાની શક્તિ પ્રમાણે પોતાના અવાજથી પ્રવચનો આપે તેથી નજદીક બેઠેલા શ્રોતાજનો જ વ્યાખ્યાનવાણી સાંભળી શકે છે અને તેનો લાભ મેળવે છે. બાકી દૂર બેઠેલા શ્રોતાજનોને બહુ જ ઓછું સાંભળવા મળે છે તેથી તેઓને ધર્મવાણીનો લાભ મળતો નથી.
(૭) ઉપાશ્રયોમાં શ્રોતાજનોની હાજરી વધવા લાગી તેથી લાઉડસ્પીકર ઉપાશ્રયમાં વાપરવું કે ન વાપરવું તે ચર્ચાનો વિષય બન્યો. પંચમહાવ્રતધારી સાધુસંતો લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકે કે ન કરી શકે તેની જૈન સમાજમાં બહુ જ ચર્ચા થઈ. તે જ પ્રમાણે સાધુસમાજમાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો કે ન કરવો તેની ચર્ચાઓ થઈ. ઉપર પ્રમાણેની ચર્ચાના કારણે શ્રાવકસમાજમાં તથા સાધુસમાજમાં લાઉડસ્પીકર વાપરવું કે નહિ તેનો નિર્ણય દરેક શ્રાવકસમાજે તથા સાધુસમાજે પોતાની રીતે લીધો. તેના કારણે અત્યારના સમયમાં ઘણા સાધુ-સંતો લાઉડસ્પીકરનો ઉપયોગ કરે છે. જ્યારે અમુક સાધુ-સંતો ઉપયોગ કરતા નથી. તે જ પ્રમાણે શ્રાવકસમાજમાં લાઉડસ્પીકર વાપરવા માટે બે મત પ્રવર્તે છે. લાઉડસ્પીકર તથા પંખાનો ઉપાશ્રયમાં ઉપયોગ કરવો કે ન કરવો તે માટે પણ બે મત પ્રવર્તે છે. ઘણા સંઘો પંખા વાપરવામાં માને છે, ઘણા સંઘો માનતા નથી. તે જ પ્રમાણે સાધુ-સંતોના સમાજમાં પણ આ માટે બે મત પ્રવર્તે છે.
૨૮