________________
TOCTC જ્ઞાનધારા CC0 છે ત્યાં તેઓ વ્યાખ્યાનો સાંભળવા જાય છે. આધુનિક અને રૂઢિગત વિચારોની સરખામણીએ એકંદરે વિચારીએ તો જૂની પેઢી તથા નવી પેઢીના વિચારોમાં ઘણું અંતર જોવા મળે છે. તે જ પ્રમાણે સાધુસમાજમાં પણ આધુનિક વિકાસની દષ્ટિએ તથા રૂઢિગત વિચારો તથા આચરણમાં ઘણું જ અંતર જોવા મળે છે.
(૧૫) મારા જાણવા પ્રમાણે સાધુસમાજે અત્યારના સમયને અનુરૂપ વીજળીનાં સાધનો જેવાં કે લાઉડસ્પીર-પંખાનો ઉપયોગ કરવો કે ન કરવો તેની કોઈ આચારસંહિતા તેઓએ સાથે મળી નક્કી કરેલ નથી. હાલમાં સામાન્ય રીતે જૂના રિવાજ પ્રમાણે ઘણા સાધુ-સંતોનું આચરણ જોવા મળે છે અને કેટલાક સાધુઓ નવા વિચાર પ્રમાણે આચરણ કરે છે.
એક સમય એવો હતો કે પુસ્તક છાપવા માટે તેની અનુમોદના-પ્રોત્સાહન આપવું તે સાધુસમાજને યોગ્ય લાગતું નહિ, પણ સમય જતાં સાધુસમાજ પણ પુસ્તક છાપવા માટે પ્રોત્સાહન આપે છે. આ પ્રકારનું પરિવર્તન સાધુસમાજે સ્વીકારેલ છે તે હકીકત છે. હાલના સમયમાં પુસ્તક પ્રિન્ટિંગના બદલે આધુનિક cp તૈયાર કરવાની પ્રથા ચાલુ થઈ છે. CD બનાવવાના વિચારથી પુસ્તક પ્રિન્ટિંગનું કામ ઘણું જ ઓછું થઈ જાય છે. cn તૈયાર કરવામાં પણ ઇલેક્ટ્રિક સાધનની જરૂર પડે છે અને cb સાંભળવા તથા જેવાને માટે પણ ટીવી કે કૉપ્યુટરની જરૂર પડે છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાંનો યુગ ઇલેક્ટ્રિક વગરનો હતો જ્યારે હાલનો યુગ ભરપૂર ઇલેક્ટ્રિકનાં સાધનોનો ઉપયોગવાળો થઈ ગયો છે. બીજી રીતે કહીએ તો ઇલેક્ટ્રિક હાલના સમયનો પ્રાણ છે. શ્રાવકસમાજે તથા સાધુ-સંતસમાજે બંનેએ પોતપોતાની રીતે વિવેક અને મર્યાદા સમજીને ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. સમયના પરિવર્તનની સાથે તાલ મિલાવીને આપણે ચાલવું જોઈએ.
(૧૬) જે સમયમાં આપણાં શાસ્ત્રો કે સૂત્રો રચાયાં હતાં તે વખતે ઇલેક્ટ્રિક હતી જ નહીં તેમ માની શકાય. તેથી મારા ખ્યાલ પ્રમાણે સાધુસમાજે તથા શ્રાવકસમાજે ઇલેક્ટ્રિક સાધનોના ઉપયોગ માટેનો નિષેધ કોઈ જગ્યાએ લખ્યો હોય તે મારા જાણવામાં આવ્યું નથી. ભગવાન મહાવીરના વખતની વાત કરીએ તો શ્રી મહાવીર ભગવાનનો ઉપદેશ ગણધરોએ સાંભળ્યો. ઘણાં વર્ષ સુધી એ બધો ઉપદેશ ગણધરો તથા આચાર્યોની યાદદાસ્તમાં સચવાઈ રહ્યો. સમય જતાં આ
- ૩૧ '
10) C જ્ઞાનધારા 10 ધર્મઉપદેશો હસ્તલિખિત શાસ્ત્રો તથા સૂત્રો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ત્યાર બાદ પ્રિન્ટિંગ પ્રેસની સગવડ મળતાં છપાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યા. પ્રિન્ટિંગ પ્રેસ પણ ઈલેક્ટ્રિકથી ચાલતું સાધન છે.
શાસ્ત્રો-સૂત્રો પ્રિન્ટિંગ પ્રેસમાં છાપીને પ્રસિદ્ધ કરવાનો વિચાર પણ તે સમયનું પરિવર્તન છે. એનો અર્થ એવો થયો કે સમય સમય પ્રમાણે જે-જે પરિબળો ઉદયમાં આવે છે, તે બધાં પરિબળોના આધારે સમાજ પરિવર્તનને સ્વીકારે છે. પરિવર્તન સમયસમય પ્રમાણે કરવું અત્યંત આવશ્યક છે, પરંતુ પરિવર્તનના નામે સ્વચ્છંદતા દાખલ ન થઈ જાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ધાર્મિક વિચારધારા તથા ધાર્મિક આચરણને લક્ષમાં રાખી પરિવર્તન સ્વીકારવામાં આવે તો સમગ્ર જૈન સમાજને લાભ છે.
(૧૭) ઉપસંહાર તરીકે એટલું જરૂરથી કહી શકાય કે આધુનિક ઇલેક્ટ્રિક સાધનોનો જરૂરિયાત પ્રમાણે વિકાસને લક્ષમાં રાખીને જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. એક હકીક્ત છે કે વીજળીનાં સાધનો વાપરવાથી કોઈ પણ પ્રકારનો માપદોષ લાગે છે, આપણાં આગમો અને સૂત્રોમાં પાપ અનેક પ્રકારનાં બતાવ્યાં છે. આ બધાં પાપ કેવી રીતે થાય છે તેનું પણ વર્ણન આવે છે. વીજળીનો ઉપયોગ એક પ્રકારનું પાપ તો છે, પરંતુ વિકાસને અને પ્રગતિને લક્ષમાં રાખીએ તો આ પાપ ક્ષમ્ય છે. ક્ષમ્ય પાપનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે.
(૧૮) અહિંસામય જીવન જીવવા માટે દરેક વ્યક્તિ પોતપોતાનાં ધાર્મિક જ્ઞાન તથા વિચારો અને આચરણ દ્વારા જીવન જીવે છે. તે જ પ્રમાણે આરાધના પણ દરેક વ્યક્તિ પોતપોતાના વિચારો પ્રમાણે કરે છે. ધર્મમય જીવન જીવવું દરેકને ગમે છે, પરંતુ દરેક વ્યક્તિ કેટલા પ્રમાણમાં પોતે ધર્મમય જીવન જીવે છે તે પોતે જ જાણે છે.
હાલની જુવાન પેઢી જે ઇલેક્ટ્રિકનાં સાધનો દ્વારા ભણીને તૈયાર થઈ છે તે જુવાન પેઢીને લક્ષમાં રાખીને સમયસમય પ્રમાણે પરિવર્તન સમાજે સ્વીકારવું જોઈએ.
સમયસમય પ્રમાણે વિકાસને લક્ષમાં રાખીને પરિવર્તન કરવું જોઈએ તેવી મારી માન્યતા છે. વિવેકપૂર્ણ મર્યાદા રાખીને ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરવો જોઈએ તેવો મારો પોતાનો અભિપ્રાય છે. મારા અભિપ્રાયને ઘણાં સાધુ-સંતો તથા
૩૨