________________
TOCTC જ્ઞાનધારા CC0 રહેશે. આવું પરદેશમાં ગયેલા બધા જ જ્ઞાન પ્રસારણ કરનાર આપણા કરતાં સારું કરી રહ્યા છે, કારણ અહીં જ્ઞાન પામીને ગયા છે તેઓ મોટી ઉંમરે પણ ચલિત નથી થતા.
પૂ. સાધુ-સાધ્વીજીઓની ૨/૩ વર્ષ કૉન્ફરન્સ કરવાથી ત્રુટી અને સુધારાવધારા માટે ચર્ચા કરી યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય. તેમનું માર્ગદર્શન મળે તે ઉપયોગી થાય. (જોકે, કૉન્ફરન્સ ૨/૩ વખત પ્રયત્ન કરેલ, પરંતુ સફળતા મળી ન હતી. છતાં કૉન્ફરન્સે પ્રયત્ન કરી કોન્ફરન્સ યોજાય તેવું કરવું જરૂરી છે.)
કૉન્ફરન્સે જરૂરત પડે ત્યારે બધાં જ શ્રાવક-શ્રાવિકાઓને માર્ગદર્શન કરતા રહેવું જોઈએ. પૂ. સાધુ-સંતોનું માર્ગદર્શન મેળવતા રહેવું જોઈએ.
આમ જિન શાસનના ચતુર્વિધ સંઘના સંચાલનમાં જૈન મહામંડળો, જૈન મહાસંઘો, જૈન કૉન્ફરન્સ જેવી મહાજન સંસ્થાઓએ સક્રિય રસ લઈ સમયસમયે અને પ્રસંગે પ્રસંગે ઇન્વૉલ્વ થવું જરૂરી છે.
XCXXXXXXX દેશકાળ અનુસાર વિપૂર્ણ જૈિન ધર્મના અભ્યાસ
સુરેશભાઈ ગાલાના પરિવર્તન અંગે વિશ્લેષણ |
‘અનહદની બારી”,
સુરેશ ગાલા | ‘અસીમને આંગણે’ અને શું જૈન ધર્મ જીવનવિરોધી છે? | ‘મરમનો મલક’ એ ત્રણ
| પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન આ શીર્ષક વાંચી તમે ચોંકી ગયા હશો ? |
કરા | ધર્મ પર દેશ-વિદેશમાં આ વિષય પસંદ કરવા પાછળની ભૂમિકાની પહેલા|પ્રવચનો આપે છે સ્પષ્ટતા કરું છું.
તા. ૨૧-૦૮-૨૦૦૭ના મુંબઈ સમાચારમાં એક સમાચાર આવ્યા હતા કે અમદાવાદમાં તા. ૨૦-૭-૨૦૦૭ના એક તિથિને માનવાવાળા અને બે તિથિને માનવાવાળા ધોતાંબર મૂર્તિપૂજક તપાગચ્છના જૈન શ્રાવકો વચ્ચે મારામારી થઈ અને પોલીસ બોલાવવી પડી. આ સમાચાર વાંચી મનમાં વિચાર આવ્યો હતો કે અહિંસા જેના કેન્દ્રમાં છે, કીડી પણ ભૂલેચૂકે પગ નીચે કચડાઈ ન જાય એનો ખ્યાલ રાખે છે એવા જૈન ધર્મના એક જ સંપ્રદાય અને એક જ ગચ્છના શ્રાવકો તિથિના પ્રશ્ન મારામારી પર ઊતરી જાય એ વાત સમજમાં આવતી નથી. આજના આ વિષયની પશ્ચાદ્ભૂમિકામાં આ પ્રસંગ છે.
ઈ.સ. ૨૦૧૨માં જૈન ધર્મના શ્રાવકોએ બે અલગ અલગ પર્યુષણ પર્વની ઉજવણી કરી હતી. બે ઉજવણી વચ્ચે એક મહિનાનો તફાવત હતો. આ ઉજવણી ઑગસ્ટ, ૨૦૧૨ અને સપ્ટેમ્બર, ૨૦૧૨માં થઈ હતી. જુલાઈ ૨૦૧૨માં એક વિદ્વાન અજૈન મિત્રએ મને મજાકમાં પ્રશ્ન કર્યો કે, “સુરેશભાઈ, તમે આ વર્ષે કર્યું પર્યુષણ કરવાના છો ? પહેલું કે બીજું ?" એ મિત્રે પછી કહ્યું, “અનેકાંતવાદ જેનો પાયો છે એવા તમારા જૈન ધર્મના અનુયાયીઓ, જે ડાહી કોમ તરીકે ઓળખાય છે, આટલી નાની બાબતમાં પણ કેમ એકમત નથી થઈ શકતી ?” મારું મનોમંથન શરૂ થઈ ગયું, મેં મનોમન જવાબ આપ્યો.
કોઈ છે પહેલામાં તો કોઈ છે બીજામાં, આપણે આમ તો બધામાં ને આમ ન કશામાં. અક્ષર અને આંકડાથી જે પર છે, આપણે તો બસ માત્ર એનામાં.
-
૪૩ ૧૭