________________
CNC જ્ઞાનધારા
C
ચતુર્વિધ સંઘની રક્ષા હેતુ સેવાધર્મની મહત્તા સમજવી. સ્વશક્તિ અનુસાર સંઘની પ્રગતિમાં આત્મભોગ આપવો. શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સ્થૂલીભદ્રે બહેનો આગળ કરેલ જ્ઞાનના પ્રદર્શન બદલ તેમને પર્વનું સંપૂર્ણ જ્ઞાન આપવા તૈયાર ન હતા, પરંતુ જ્યારે શ્રી સંઘે તેમને વિનંતી કરી ત્યારે તેમણે સંઘની આજ્ઞા શિરોધાર્ય કરી, સ્થૂલીભદ્રજીને વાચના આપી.
જૈન ધર્મના પ્રવર્તકો વર્તમાન સમયમાં મહાસંઘની પ્રગતિ માટે જે કંઈ આજ્ઞાઓ આપે તેને બહુમાનપૂર્વક સ્વીકારવી. સંઘનું રક્ષણ કરવું તથા તેની સત્પ્રવૃત્તિમાં સહાયક બનવું. જ્યારે ગુરુજનો આગમોમાં દર્શાવેલ વ્યવસ્થા મુજબ વિહાર વગેરેની પ્રવૃત્તિ કરે છે ત્યારે એનો લાભ સંપૂર્ણ સમાજને મળે છે અને શિથિલાચાર નહિવત્ રહે છે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ ખોટું ઉચ્ચારણ થયું હોય તો હું મન, વચન, કાયાના ત્રિકરણ યોગે ક્ષમા યાચું છું.
મિચ્છા મિ દુકઽમ !
કાંચિ
॥ श्री श्रमणसंघस्य शांतिर्भवतु ॥
॥ श्री चतुर्विध महासंघस्य शांतिर्भवतु ॥
શ્રી સંઘ પ્રગતિ મહામંત્ર :
કામ વિજેતા સ્થૂલિભદ્ર
:
14
શ્રી સિદ્ધસેન દીવાકર શ્રી તત્ત્વાર્થ સૂત્ર
:
યોગિનિષ્ઠ આ. બુદ્ધિસાગરજી
ડૉ. કુમારપાળ દેસાઈ
ડૉ. રેણુકા પોરવાલ
શ્રી ઉમાસ્વાતિજી
ર્શાર્વધ સંઘ સંચાલનમાં મહાસંઘસતી ભૂમિકા
પ્રાણલાલ શેઠ
ચતુર્વિધ સંઘ સંચાલનમાં હોદ્દેદારોએ નિયમિત હાજર રહી પૂ. સંત-સતીજીઓ હોય ત્યારે દર્શન કરી સુખ-શાતા પૂછી તેમની અગવડસગવડ, તબિયત માટે ધ્યાન આપી યોગ્ય કરાવવું જોઈએ.
પ્રાણલાલ શેઠ
(વેકરીવાળા) શ્રી બૃહદ મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખ તથા અ. ભા. શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન
કૉન્ફરન્સના ટ્રસ્ટી તેમ જ ઉપપ્રમુખ છે. ઉપરાંત અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
સંઘમાં રાજેરોજનું કાર્ય થઈ જવું જોઈએ. દાનની રકમ આવી હોય તેને પણ બેંકમાં ભરાઈ જવી જોઈએ. ખર્ચ માટેની રકમ બેંકમાંથી જ મગાવવી જોઈએ.
ફંડ જરૂરિયાત મુજબ દાતાઓ પાસેથી સુચારુ સંઘ ચલાવવા માટે મેળવવાનું ધ્યાન રાખવું જોઈએ.
સંઘના સભ્યો અને જ્ઞાનીજનો માટે યોગ્ય સ્કીમો લાવવી જોઈએ જેથી યોગ્ય જરૂરતોની પૂર્તિ થતી રહે.
જૈન મહાસંઘે બધા જ સંઘોને સાથે લઈને સંચાલન કરવું જોઈએ અને ચોક્કસ દિશા-માર્ગદર્શન આપવાં જોઈએ.
પૂ. સાધુ-સંતોને કોઈ સંઘમાં કોઈ તકલીફ હોય તો નિવારણ કરવા માર્ગદર્શન આપવું જોઈએ. કોઈ સંઘોને ચાતુર્માસ મેળવવામાં તકલીફ હોય તો માર્ગદર્શન કરી યોગ્ય કરવું જરૂરી છે. ચાતુર્માસ દરમિયાન તેમનાં દર્શને જઈ સુખ-શાતા પૂછી સગવડ-અગવડનું નિરાકરણ કરી શકાય, તેમની પાસેથી જ્ઞાન મેળવી શકાય, માર્ગદર્શન લઈ શકાય.
કોઈ સંઘમાં દીક્ષા હોય તો માર્ગદર્શન આપી દીક્ષા સુચારુ રૂપથી થાય તેમ કાર્ય કરાવવું જોઈએ.
દરેક સંઘમાં ધાર્મિક પ્રવૃત્તિ પાઠશાળા મારફ્ત ધમધમતી રહેવી જોઈએ અને તેના માટે પ્રોત્સાહનનાં પગલાં લેવાં જોઈએ.
બાળકોને શરૂઆતની ઉંમરમાં જ્ઞાન મળ્યું હશે તો મોટા થઇને પણ જળવાઈ ૪૨ (૧૯