________________
OCTC જ્ઞાનધારા OTO ઉત્તમ ઉદાહરણ છે.
શિથિલાચારી મુનિને પુનઃ ચારિત્રમાં સ્થિર કરનાર ગણિકા કોશાનો સમ્યક પુરુષાર્થ અતિસરાહનીય ગણાય. આર્ય શૂલિભદ્રના ગુરુબંધુ મુનિ સિંહગુફામાં વર્ષાવાસ વ્યતીત કરવામાં વિજયી નીવડ્યા. ચાતુર્માસ વિતાવી ત્રણે ગુરભાતાઓ પરત ફર્યા. ગુરુ સંભૂતિવિજયે આર્ય શૂલિભદ્રના કાર્યને પ્રશંસાયુક્ત વાણીથી બિરદાવ્યું ત્યારે સિંહગુફાવાળા મુનિ ઇર્ષાવશ ગુર્વાજ્ઞા લઈ કોશાને ત્યાં પહોંચી ગયા. અહીં તેઓ રંગ, રાજ અને કોશાના દેહલાલિત્ય આગળ હારી ગયા. આર્ય સ્થૂલિભદ્રથી બોધ પામેલ કોશાએ શ્રાવિકાનાં બાર વ્રતો અંગીકાર ક્યાં હતાં. તેણે મુનિની મન:સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે નેપાળથી અતિદુર્લભ રત્નકંબલ મગાવી. મોહાંધ મુનિ અનેક મુશ્કેલીઓ વેઠી તે લઈ આવ્યા. કોશાએ તે રત્નકંબલથી પગ લૂધ્યા અને ફેંકી દીધી. કીમતી રત્નકંબલનો નાશ જોઈ મુનિ આશ્ચર્યચકિત થયા. કોશાએ તેમને માર્મિક વિનયયુક્ત વચનોથી બોધ આપી ફરી ચારિત્રમાં સ્થિર કર્યા.
શ્રાવિકા શ્રીમતી સાધુ-ભગવંતને લાડુ વહોરાવે છે. સ્વાદિષ્ટ લાડુનો સ્વાદ એને પસંદ પડે છે. તેઓ ફરીફરી ગોચરી માટે જવાની લાલચને રોકી શકતા નથી. આ સમયે શ્રાવિકા તેને વિવેકપૂર્ણ વાણીથી ગોચરીના નિયમો યાદ કરાવે છે. સાધુને પોતાની ભૂલ સમજાય છે અને તે આલોચના લે છે.
જૈન શ્રાવકો પણ ઘણી વાર પોતાના સવ્યવહારથી સાધુના આચારોની શુદ્ધતા કરે છે. ૧૪મી સદીમાં થયેલ “રત્નાકર પચ્ચીસી'ના રચયિતાના જીવનની આ ઘટના છે. ગુરુજીને એક હીરો ગમતો હતો. એ હીરાને તેમણે રજોહરણમાં મૂક્યો હતો. એક દિવસ એક શ્રાવકની એના પર નજર પડી. તે ગુરુ પાસે રોજ અધ્યયન કરવા માટે આવવા લાગ્યો. ગુરુ પૂછે, “સમજ પડી ?" શ્રાવક “ના”માં પ્રત્યુત્તર આપે. આમ ઘણો સમય વીત્યો. એક દિવસ ગુરુને થયું કે, 'મારી કંઈક ભૂલ તો નથી થતી ને ?' તેમણે મનોમંથન કર્યું. તેમને પોતાનો પરિગ્રહ યાદ આવ્યો. પોતે જેને હીરો સમજે છે એની કીમત તો પંચમહાવ્રત ચારિત્ર આગળ કાચથી વધુ નથી. તેઓ તરત જ આલોચના લે છે. રત્નાકર પચ્ચીસી'ની સંસ્કૃતમાં રચના કરે છે. આ ઘટનાનાનો ઉલ્લેખ તેઓ બારમી ગાથામાં પણ કરે છે - માતિ ભ્રમ થકી રત્નો ગુમાવી, કાચના કટકા મેં ગ્રહ્યા".
• ૩૭ :
OCTC જ્ઞાનધારા CS1C0
ઉપાધ્યાયજી યશોવિજયજીના જીવનમાં પણ આવી જ એક ઘટના બની હતી. તેમને ન્યાયના વિષયમાં વાદ-વિવાદમાં કોઈ જીતી શકતું નહોતું. એક દિશામાંના પંડિતો સાથે વિવાદ બાકી હતો. તેઓ તેમના સ્થાપનાચાર્યમાં પ્રતીક તરીકે ત્રણ બાજુ ધજા રાખવા લાગ્યા. ગામમાં રહેતી એક વૃદ્ધાની નજરે આ બાબત આવી. તેણે તરત જ ગુદેવને પૂછ્યું, “ગૌતમસ્વામી, એમની ઠવણીમાં કેટલી ધજા રાખતા હતા ?" ઉપાધ્યાયજીએ તરત જ પોતાની ભૂલ સુધારી ક્ષમાયાચના કરી. આમ તેમનું અભિમાન ઓસરી ગયું.
ઉપરોક્ત દષ્ટાંતોથી ફલિત થાય છે કે શિથિલાચાર જેવા સંવેદનશીલ પ્રશ્નોનું નિરાકરણ શ્રાવકગણ અને જ્ઞાની ગુરુભગવંતો જરૂરથી કરી શકે છે. આ કાર્ય કરવા તેઓ અધિકારી પણ છે અને શક્તિમાન પણ છે. પ્રભુ મહાવીરે ગંગા નદી પાર કરી હતી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર બદલાતી પરિસ્થિતિમાં પ્રશ્નો પણ અલગ પ્રકારના ઉદ્ભવે છે અને એટલું જ વિશિષ્ટ એનું સમાધાન પણ રહેવાનું.
શિથિલાચારનાં પ્રકારો, કારણો તથા એના નિવારણના પ્રયત્નો : ૧. કોઈક વાર શ્રમણોમાં શુદ્ધ સાધ્વાચારની ક્ષતિ દશ્યમાન થાય છે છતાં એમને
કહેવાની હિંમતનો અભાવ વર્તાય છે. આ સમયે એમના ગુર જ એમને પ્રાયશ્ચિત્ત આપી શકે છે. શ્રી સંઘના નિર્ભીક ચારિત્રધારી શ્રાવકો પણ એકાતે
વાતચીત દ્વારા આવા માર્મિક પ્રશ્નોનો નિવેડો લાવી શકે છે. ૨. જ્યારે કોઈ વૃદ્ધ રોગગ્રસ્ત ગુરુ કે ગુરણીઓ માટે વાહનના ઉપયોગની વાત
આવે છે ત્યારે શ્રી સંઘે એમને સમજાવીને તેમની બધી સગવડો તથા તંદુરસ્તીનું
ધ્યાન રાખવું ઘટે. ૩. એકલવિહારી સાધુ જ્યારે નાનાં ગામડાં કે કસબામાં વિહાર કરે છે ત્યારે તે
જૈન સમાજનું ગૌરવ વધારી શકતો નથી. ઘણી વાર એવું બને છે કે તે ગામની ભોળી પ્રજાને ફસાવે છે અને આખરે એ કંચન-કામિનીની માયાજાળમાં ડૂબી જાય છે. અહીં તેને સમાજનો ડર નથી. તે અબૂધ લોકોને દોરા, ધાગા, જંતર-મંતર, કાયાપલટ વગેરેનો ભય બતાવી અનૈતિક આચરણ કરે છે. આવી પરિસ્થિતિમાં જૈન શાસનની અવહેલના થાય છે. આવી અશોભનીય સ્થિતિ ઉદ્ભવે જ નહિ માટે શ્રી સંઘમાં એવો કડક નિયમ હોવો જોઈએ કે
• ૩૮ ભs