Book Title: Gyandhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 13
________________ TOCTC જ્ઞાનધારા CC0 સાહિત્ય, દર્શન સુધીનો વ્યાપ મળે છે. કવિ, સંપાદક, કોશકાર, વ્યાકરણશાસ્ત્રી, ઈતિહાસકાર અને સમાજસુધારકથી માંડીને યોગનાં ઊંચાં શિખરો સુધી એમની દષ્ટિ ફેલાયેલી છે અને બધે જ એમની પ્રતિભા સમર્થપણે વિહરે છે. એમનો વિપુલ ગ્રંથભંડાર વિશાળ જ્ઞાનકોશ જ લાગે. એમની કૃતિઓ એટલી બધી છે કે કોઈ એક વ્યક્તિ આજીવન નહિ બલકે કેટલીય વ્યક્તિઓ એકસાથે મળીને જીવનભર સંશોધન કરે એટલું રચનાસામર્થ્ય એમાં છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું ગંભીર જ્ઞાન, ઉચ્ચ સાધુતા, સ્વ-પરશાસ્ત્રોમાં પારંગતતા, વ્યવહારકુશળતા અને રાજનૈતિક દક્ષતા દષ્ટિગોચર થાય છે. એમણે વિદ્વત્તા સાથેની સાધુતાની ઊંચી કિંમત અંકાવી છે. આથી જ ડૉ. પિટર્સને એમના જીવનકાર્ય વિશે આશ્ચર્ય વ્યક્ત કરતાં શ્રી હેમચંદ્રાચાર્યને જ્ઞાનનો મહાસાગર (Ocean of Knowledge) કહ્યા હતા. પં. બેચરદાસ દોશી એમના અગાધ પાંડિત્યપૂર્ણ વ્યક્તિત્વને જીવંત શબ્દકોશ’ કહીને અંજલિ આપે છે. તો મુનિ પુણ્યવિજયજી એમની સર્વધર્મસમભાવ અને અનેકાંત દષ્ટિને જોઈને તેમને ‘સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ તરીકે ઓળખાવે છે. કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુ જેવા ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જકોએ પણ એમની સાહિત્યોપાસનાને ભવ્ય અંજલિ અર્પી છે. શ્રી કનૈયાલાલ મુનશી શ્રી હેમચંદ્રાચાર્યની ‘ગુજરાતના સાહિત્યસ્વામીઓના, શિરોમણિ અને ગુજરાતની અસ્મિતાનો પાયો નાખનાર જ્યોતિર્ધર” તરીકે ઓળખ આપે છે, જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યના ચરિત્રકાર શ્રી ધૂમકેતુ એમને હરકોઈ જમાનાના મહાપુરુષ તરીકે આદર આપે છે. કેટલાકે શ્રી હેમચંદ્રાચાર્યને સિદ્ધસેન, દિવાકર અને આર્ય સુહસ્તિના અનુગામી તરીકે જોયા છે, તો કોઈએ એમની સાહિત્યસેવાને અનુલક્ષીને બીજા પતંજલિ, પાણિનિ, મમ્મટ, પિંગલાચાર્ય, ભઢિ કે અમરસિંહ કોશકાર તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો છે. જુદાં જુદાં ક્ષેત્રની એમની સિદ્ધિને માટે એમણે જુદાં જુદાં વિશેષણો પ્રયોજ્યાં છે. છેવટે કાલિકાલસર્વજ્ઞ કહીને આ એક વિશેષણમાં બધાં વિશેષણોનો સમાવેશ કરવામાં આવ્યો. જોકે, દીવાન બહાદુર કૃષ્ણલાલ મો. ઝવેરી તો કહે છે કે કલિકાલસર્વજ્ઞ કરતાં પણ વધુ ઉચ્ચતા દર્શાવતું વિશેષણ વાપરો તો પણ તેમાં સહજે અતિશયોક્તિ કહેવાશે નહિ. CC CCTOCTO© ' સાંપ્રત સમયમાં આધુનિક વીજળીનાં િઘાટકોપર શ્રી સંઘના પૂર્વ પ્રમુખ શ્રી ચમનભાઈ | છેલ્લાં ૨૦ વર્ષથી મુંબઈની તેના વપરાશની મર્યાદા તથા વિવેક | ધાર્મિક, સામાજિક અને | શૈક્ષણિક સંસ્થાઓ સાથે જે ચમનલાલ વોરા | સંકળાયેલા છે.દાયકાઓથી (૧) આજથી ૧૦૦ વર્ષ પહેલાં વીજળી | વૈયાવચ્ચમાં તેઓશ્રીનું સંઘસંચાલન અને ઘણાં ગામ તથા શહેરોમાં લગભગ હતી જ નહીં. | ઉત્કૃષ્ટ યોગદાન છે. તેથી તેના ઉપયોગ માટેની જરૂરિયાત પણ નહોતી. ૧૦૦ વર્ષ પહેલાં આપણાં જૈન કુટુંબો ગામડામાં વસતાં અને ગામની રહેણીકરણી પ્રમાણે તેઓ પોતાનો જીવનવ્યવહાર તથા ધર્મધ્યાન આરામથી કરી શકતા હતા. તે જ પ્રમાણે સાધુ-સંતો પણ નાનાં-મોટાં ગામડાંમાં રોષકાળ માટે અથવા ચાતુર્માસ માટે વિચરતા હતા. તે સમયમાં જૈન સમુદાય અને શ્રોતાજન પ્રમાણમાં નાના હતા. તેથી સાધુ-સંતોની વાણી દરેક શ્રોતાજન બરાબર સાંભળી શકતા હતા અને શ્રાવકો સાધુ-સંતોની વૈયાવચ્ચ પણ બરોબર કરતા હતા. સમય જતાં આપણા જૈનો ગામડાંમાંથી નીકળી જઈને નાનાં શહેરોમાં કામધંધા માટે વસવા માટે આવ્યા અને ધીમેધીમે તેઓની સંખ્યામાં પણ સારો એવો વધારો થતો ગયો. સાધુ-સંતોનાં પ્રવચનો દરમિયાન શ્રોતાવર્ગ પ્રમાણમાં થોડો મોટો થયો હતો, પરંતુ સાધુ-સંતોનાં પ્રવચન તથા વાણી શ્રોતાજન બરોબર સાંભળી શકતા હતા. જૈનોની વસતિ અલગઅલગ ગામમાં નાના-મોટા પ્રમાણમાં વધવા લાગી અને સાધુ-સંતો પણ વિહાર કરીને નાનાં શહેરોમાં પણ ચાતુર્માસ તથા શેષકાળમાં પધારતા હતા. | (૨) નાનાં ગામમાં જૈન સમુદાય નાનો હોવાથી આપણાં શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સંતોની નિકટમાં રહેતાં હતાં તેથી સાધુ-સંતો તથા શ્રાવક-શ્રાવિકાઓની એકબીજાં સાથેની ઓળખાણ તથા પરિચય વિશેષ પ્રમાણે થતો હતો. જૈન સમુદાય નાનો હોવાને કારણે સાધુ-સંતોના ચરણકમળમાં વંદના-નમસ્કાર કરીને ઘણાં શ્રાવકશ્રાવિકાઓ આશીર્વાદ મેળવી શક્તાં હતાં. સમય અને સંજોગોના પ્રવાહ સાથે વધારે સ્થળાંતર થવા લાગ્યું અને જૈન

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 137