Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal J Gandhi, Jashwantlal S Shah
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
શ્રી નવ તત્ત્વ અઢીદ્વીપ પ્રમાણે, ૧૮ કાળથકી અનાદિઅનંત, ૧૯ ભાવથકી અવર્ણ, અગંધ, અરસે, અફાસે, અમૂર્તિ (અરૂપી), ૨૦ ગુણ થકી વર્તના લક્ષણ. એ ૨૦ અને ઉપર જે અરૂપી અજીવના ૧૦ ભેદ કહ્યા તે મળી કુલ ૩૦ ભેદ અરૂપી અજીવના જાણવા.
૫૩૦ ભેદ રૂપી અજીવના કહે છે. તેમાં વર્ણ પાંચ – ૧ કાળો, ર નીલો, ૩ રાતો, ૪ પીળો, ૫ ધોળો. એકેકા વર્ણમાં વીશ વીશ ભેદ લાભે, તે ૨ ગંધ, પ રસ, પ સંઠાણ, ૮ સ્પર્શ. તેથી ૫ X ૨૦ = ૧૦૦ ભેદ.
ગંધ બે – ૧ સુરભિગંધ, ૨ દુરભિગંધ. એકેકી ગંધમાં ૨૩, ૨૩ ભેદ લાભે, તે પ વર્ણ, પ રસ, ૫ સંઠાણ, ૮ સ્પર્શ. તેથી ૨ ૪ ૨૩ = ૪૬ ભેદ.
રસ પાંચ – ૧ તીખો, ૨ કડવો, ૩ કસાયેલો, ૪ ખાટો, ૫ મીઠો. એકેકા રસમાં વીશ વીશ ભેદ લાભે, તે ૫ વર્ણ, ૨ ગંધ, પ સંહાણ, ૮ સ્પર્શ. તેથી ૫ x ૩૦ = ૧૦૦ ભેદ.
સઠાણ (આકાર) પાંચ - ૧ પરિમંડળ સંહાણ (ચૂડીના આકારે), ૨ વરુ સંહાણ (વર્તુળ લાડવા જેવું), ૩ ત્રસ (ત્રિકોણ), ૪ ચરિંસ (ચોરસ), ૫ આયાત સંઠાણ (લાકડી જેવું). એકેકા સંડાણમાં વીશ વીશ ભેદ લાભે, તે ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ. તેથી ૫ X ૨૦ = ૧૦૦ ભેદ.
સ્પર્શ આઠ – ૧ ખરખરો, ર સુંવાળો, ૩ ભારે, ૪ હળવો, પ ટાઢો, ૬ ઉન્હો, ૭ ચોપડયો, ૮ લૂખો. એકેકા સ્પર્શમાં ૨૩ ભેદ લાભ, તે ૫ વર્ણ, ર ગંધ, ૫ રસ, ૫ સંઠાણ, ૬ સ્પર્શ. ખરખરામાં ખરખરોને સુંવાળો બે વર્જવા. એમ બન્ને સ્પર્શ વર્જવા. તેથી ૨૩ x ૮ = ૧૮૪ ભેદ. (જેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે રૂપી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org