________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
સશુરુ : સંસ્કૃતિનો આધારસ્થંભ
- ગુણવંત બરવાળિયા ( સી.એ. સુધીના અભ્યાસ પછી ટેક્ષ. ઇન્ડ.માં પ્રવૃત્ત ગુણવંતભાઈ મુંબઈની કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પચાસ કરતાં વધુ પુસ્તકોનું સર્જન-સંપાદન કર્યું છે. જ્ઞાનસત્રનું આયોજન કરે છે)
શૈશવકાળમાં બાળકની માતા જ તેની ગુર હોય છે. મા ઘરના પરિસરમાં રહીને પોતાના બાળકને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે. પરંતુ વિશ્વના વિશાળ ફલક પર તેની વિકાસયાત્રા માટે તે માતા પોતાના સ્તરની વ્યક્તિને શોધે છે અને તે છે માસ્તર. આમ જીવનમાં માના સ્થર પર જો કોઈપણ હોય તો તે છે માસ્તર.... એટલે વિદ્યાગુર,
પોતાના બાળકના જ્ઞાનની ક્ષિતિજના વિસ્તાર માટે મા પોતાનું બાળક શિક્ષકને સોંપી દે છે. પ્રથમ શિક્ષક માતા, અને પછી જીવનમાં વિદ્યાગુરુનો પ્રવેશ થાય છે.
ગુર અંધકાર, રે દૂર કરનાર
અવિદ્યાનો અંધકાર દૂર કરનાર, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી, મુક્તિનું મંગલ પ્રવેશદ્વાર જે ચધિ તે સર છે. જેમને સતનો સાક્ષાત્કાર થયો છે એવા સરને ભારતવર્ષના શાસ્ત્રાએ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપમા આપી નવાજ્યા છે. કેમકે જીવનમાં સદગુણોના સર્જક ગુરને બ્રહ્મા ગણ્યા છે. સગુણના પોષક શ્રી વિષ્ણુને તુલ્ય ગયા છે અને દોષોના વિનાશક મહાદેવ જેવા માન્યા છે. આ ત્રણ દેવોની ઉપમા યથાર્થ છે.
વિદ્યાગુર વિદ્યાદાન દ્વારા આપણ વ્યવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. જે જ્ઞાન નોકરી, ધંધા કે વ્યવસાય દ્વારા જીવન નિર્વાહ ચલાવવા ઉપયોગી થાય છે. વળી ભૌતિ સુખ સંપત્યિ પ્રતિષ્ઠાનું ઉપાર્જન પણ તેના દ્વારા થઈ શકે છે. ઉપરાંત, વિદ્યાગુરુએ આરોપેલ ધર્મ નિતિના સંસ્કારો આપણામાં રહેલી સુષુપ્ત ચેતનાને જાગૃત
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરવાનું કાર્ય કરે છે. આમ વિદ્યાગુરુ માનવીનો આખો ભવ સુધારે છે.
પુરુષાર્થ અને પુણ્યના યોગથી ભૌતિક સમૃદ્ધિ સંપન્ન થઈ હોય તો તે સમૃદ્ધિને કઈ રીતે ભોગવવી, તેનો વિવેક ધર્મગુરુ જ શીખવી શકે અને ભૌતિક સમૃદ્ધિ વિના પણ, ખૂબ જ પ્રસન્નતાથી કઈ રીતે જીવી શકાય તે વિદ્યા તો માત્ર ધર્મગુરુ દ્વારા જ પામી શકાય.
આધ્યાત્મિક તત્ત્વનાં રહસ્યો પામવા માટે માત્ર આ ભવ જ નહિ પરંતુ ભવ પરંપરા સુધારવા માટે જીવનમાં ધર્મગુરુ મહત્ત્વ અનન્ય છે.
બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદ્ગર કે ચરણ, સો પાવે સાક્ષાત બુઝી ચહત જો પ્યારા કો, હે બુઝન કી રીત, પાવે નહી ગુરૂગમ બિના, એહ અનાદિ સ્થિત
આપણા વિદ્વાન વિષ્ણાતા ડૉ. પૂજ્ય મહાસતી તરુલતાજીએ 'હું આત્મા છું'માં યુગપુરષ શ્રીમદરાજચંદ્રની આ મહાન રચનાને અદ્ભુત રીતે સમજાવતાં કહ્યું છે કે, બીના નયનની વાત એટલે જે અનુભવ ઈદ્રિયોથી થઈ શકતો નથી, ઇંદ્રિયાતીત છે એવો આત્માનુભવ. આપણા ચર્મચક્ષુઓ જગતના સર્વ રૂપી પદાર્થો જોઈ શકે છે. પણ અરૂપી એવો આત્મા આ નયનોમાં સમાતો નથી. તેને જોવો જાણવો હોય તો અંતરીક્ષ ઉઘાડવા પડશે. અંતરનો થયેલો ઉઘાડ, અંતરની અનુભવદશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માનો સાક્ષાત્કાર કરાવી શકે. પણ એ લગન લગાડે કોણ? બ્રહ્મ જ્ઞાનના ભોમિયો જેણે પોતે આત્માનુભવ કરી લીધો છે તેઓ માટે હે માનવ આત્માનુભવી સરના ચરણોમાં ચાલ્યો જા. તેમના ચરણનું ગ્રહણ કરવાથી પરમાનંદને પામી શકાશે.”
સંત કબીરજીએ પણ સદ્ગુરુને જીવનમાં પ્રથમ સ્થાને મૂક્યા - પ્રસ્થાપ્યા છે. ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકે લાગું પાય બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય.
આમ સહુ સંતોએ એકી અવાજે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગર વિના સાધના માર્ગે વિકાસ થઈ શકતો નથી. ગુણપૂજક જૈનપરંપરામાં વિશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવંતનું સ્થાન ઊંચું છે.
૨૨
૨૧