________________
1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી ા સુખસાગર ગુરુગીતામાં ગુગુણભક્તિ
- ડૉ. રેણુકા પોરવાલ
(મુંબઈસ્થિત રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર Ph. D. કર્યું છે. ‘જૈન જગત’ હિન્દી મહિલા વિભાગનું સંપાદન કરેલ. મથુરાના સ્તુપનાં શિલ્પો અને શિલાલેખોના સંશોધનકાર્યમાં વ્યસ્ત છે. તેઓ જૈનસાહિત્ય જ્ઞાનસત્રમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પણ પોતાના શોધપત્રો પ્રસ્તુત કરે છે)
કવિ પરિચય :
આ. બુદ્ધિસાગરજીનું સંસારી નામ બહેચરદાસ. તેમનો જન્મ વિ.સં. ૧૯૩૦ મહા વદ ચૌદશના દિને વિજાપુર (ગુજરાત) મુકામે શિવા પટેલ અને અંબામાતાના પરિવારમાં પાંચમા સંતાન તરીંક થયો હતો. તેમનો ઉછેર ભારતીય સંસ્કૃતિથી ઓતપ્રોત ગ્રામ્યજનો સાથે હોવાથી સારા સંસ્કારોનું નિર્માણ થયું. એક વાર રવિસાગરજી મહારાજને ભેંસની અડફેટથી બચાવ્યા ત્યારથી અહિંસા, પ્રેમ, પરોપકાર અને જીવદયાના સિદ્ધાંતોથી ભરપૂર જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયા. એનાં આચાર-વિચાર અને ક્રિયાઓનું કડક રીતે પાલન કરવા લાગ્યા. મિત્રો સાથે મળીને તેમણે એક મંડળની સ્થાપના કરી જેનો હેતુ અધ્યયન, કાવ્યલેખન અને અંધશ્રદ્ધા નિમૂર્તનનું હતું.
બહેચરદાસની અભ્યાસમાં વિશેષ રુચિ નીરખી તેમના ધર્મના પિતાએ પ્રથમ આજોલ અને ત્યાર બાદ મહેસાણાની સંસ્કૃત પાઠશાળામાં પઠન-પાઠનની સગવડ કરી આપી. અહીં તેઓ ઘણા જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા, જેથી તેમનામાં ઉત્તમ ચારિત્રનું નિર્માણ થયું. રવિસાગરજીના અંતિમ દિવસોમાં તેમણે અને સુખસાગરજીએ ઘણી સેવાચાકરી કરી. ગુરુદેવે તેમને શ્રી ઘંટાકર્ણવીરના આમ્નાય અને પ્રતિષ્ઠાનાં વિધિ- વિધાનો આપ્યાં. તેમના કાળધર્મ પછી બહેચરદાસની દીક્ષા લેવાની ભાવના વધુ દૃઢ બનતાં તેમણે શ્રી સુખસાગરજી પાસે ૨૬ વર્ષની ભરયુવાનીમાં પ્રવજ્યા અંગીકાર કરી.
૧૦૭
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કવિ-ગુરુદેવનું અમૂલ્ય યોગદાન :
તેમનું પ્રથમ ચાર્તુમાસ સુરત હતું. તે સમયે ખ્રિસ્તી ધર્મગુરુઓએ જૈન ધર્મ પર ઘણી અણછાજતી ટીકા કરી હતી. ગુરુદેવ શ્રી મોહનલાલજી મ.ના આગ્રહથી એ ટીકાનો પ્રત્યુત્તર આપતા પુસ્તકની રચના કરી. ખ્રિસ્તીઓ એ વાંચીને નિરુત્તર થઈ ગયા. અનાયાસે આરંભ થયેલ એ લેખનપ્રવૃત્તિથી સમગ્ર ભારતીય સમાજ ઘણો લાભાન્વિત થયો. ગુરુદેવે ભારતીય લોકોની સાંસારિક વિડંબનાઓ જોઈ. તે સમયે ચાલતી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓનો વેગ પણ નીરખ્યો. તેમણે ત્રસ્ત ધર્મીજનોને સહાયરૂપ થવા જૈન શાસન રક્ષક બાવન વીરોમાંના ત્રીસમા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની સ્થાપના મહડીમાં ફરી જેથી લોકોની આસ્થા સ્વધર્મમાં જ જળવાઈ રહે. સમાજમાં કુરિવાજો, અજ્ઞાનતા અને નિરક્ષરતાનું ઘણું જોર હતું, એ દૂર કરવા માટે એક તો તેમણે ‘કન્યા વિક્રય દોષ નિષેધ’ અને ‘કર્મયોગ’ જેવા અણમોલ ગ્રંથો રચવાનો પ્રારંભ કર્યો અને બીજું નવી શિક્ષણસંસ્થા, બોર્ડિંગ સ્કૂલ, પાઠશાળા, સ્ત્રીંકેળવણી વગેરે માટે દાન આપવાની પ્રેરણા કરી. આમ ગામેગામ શાળાઓ, હરિજન સ્કૂલો, બોર્ડિંગ સ્કૂલો વગેરે શરૂ થઈ.
તેમનું આયુષ્ય ફક્ત ૫૧ વર્ષનું હતું તેઓ વિ.સં. ૧૯૮૧, જેઠ વદ ત્રીજના દિને વિજાપુરમાં કાળધર્મ પામ્યા.
આચાર્યશ્રીનું ગ્રંથ સર્જન :
આચાર્યશ્રીએ ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારોમાં માતબાર સર્જન કર્યું. એમની સાહિત્યિક કૃતિઓમાં દરેક પ્રકાર જોવા મળે છે લગભગ ૧૪૦ જેટલા ગ્રંથોમાં સમાજને ચેતનવંતો કરવાનું અમૃત રસાયણ ભરેલું છે જે વાંચીને વાચક પોતાની સમસ્યાનું સમાધાન મેળવે જ. તે સમયે એમના ગ્રંથોની અસર એટલી તીવ્ર હતી કે લોકોની જીવનધારા બદલાઈ. લગભગ દરેક નાનાં-મોટાં ગામમાં કન્યા વિક્ય બંધ થયો અને લોકોએ દહેજ આપવાના કે લેવાના સોગંદ લીધા. એમનું નીતિવિષયક બોધદાયક સાહિત્ય એમના ત્યાગી અને વૈરાગી જીવનનો નિચોડ છે.
તેમને ઈતિહાસ અને પુરાતત્ત્વ જેવા વિષયોમાં પણ ગહન રસ હતો એમ તેમણે રચેલા માહિતીપ્રદ ગ્રંથો દ્વારા જાણવા મળે છે. એમાં મુખ્યત્વે ‘જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ’, ‘ભારત-વિજાપુર બૃહત વૃત્તાંત’, ‘જૈન ધાતુ પ્રતિમાલેખ સંગ્રહ’ વગેરે મુખ્ય છે. તેમના વિવેચનાત્મક ગ્રંથોમાં ‘આનંદઘન પદભાવાર્થ’ મુખ્ય છે. એમાં ‘અધ્યાત્મ જ્ઞાનની આવશ્યકતા' દર્શાવવા માટે ગ્રંથની ભૂમિકારૂપે ૧૨૧ પૃષ્ઠોમાં
૧૦૮