Book Title: Bharatiya Sanskrutima Guru Mahima
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
Catalog link: https://jainqq.org/explore/034384/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુહમા ગુણવંત બરવાળિયા Page #2 -------------------------------------------------------------------------- ________________ બકુલભાઈ નંદલાલભાઈ ગાંધી પ્રેરિત Bhartia Sanscrutima GURUMAHIMA ભારતીય સંસ્કૃતિમાં Edited by : Gunvant Barvalia 14th Feb. 2015 ગુરઆંહભા ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૨માં વિદ્વાનો દ્વારા પ્રસ્તુત થયેલા શોધપત્રો અને નિબંધોનો સંગ્રહ) સંપાદન : ગુણવંત બરવાળિયાં ૧૪-૦૨-૨૦૧૫ પ્રકાશન સૌજન્ય : ફોરમ ઑફ જૈન ઇન્ટલ એકયુઅલ, મુંબઈ હઃ અંજના રશ્મિકુમાર ઝવેરી, મયુરભાઈ વોરા -: સંપાદન :ગુણવંત બરવાળિયા પ્રકાશક : અહમ સ્પિરિટ્યુલ સેંટર SKPG જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર ૨, મેવાડ, પાટણવાલા એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વે), મુંબઈ-૪૦૦ ૦૮૬. ફોન : 022-42153545 E-mail : gunvant.barvalia@gmail.com ડિઝાઈન-ટાઈપસેટિંગ : Shreeji At : 09833422890 -: પ્રકાશક:અહંમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી સેંટર : ઘાટકોપર - મુંબઈ મુદ્રણ અને પ્રાપ્તિસ્થાન : પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. ઢેબર ચોક, રાજકોટ. Page #3 -------------------------------------------------------------------------- ________________ ૫) ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સંપાદકીય અર્હમ સ્પિરીચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર દ્વારા ૧૪-૧૫ ફેબ્રુઆરીના પારસધામ, ઘાટકોપર મુકામે યોજાનાર જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧૨ માટે ‘ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા' એ વિષય માટે વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો-નિબંધોને ગ્રંથસ્થ કરી ‘‘જ્ઞાનધારા’” રૂપે પ્રગટ કરતાં આનંદની લાગણી અનુભવે છે. અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ - મુંબઈના મુખત્ર ‘“જન પ્રકાશ”ના શતાબ્દી પ્રસંગે શ્રી બૃહદ્અંબઈ સ્થાનકવાસી જૈન મહાસંગ પ્રેરિત આ જ્ઞાનસત્રને સફળ બનાવવા બન્ને સંસ્થાના પ્રમુખ શ્રી મગનલાલ હરિલાલ દોશી અને શ્રી પ્રાણલાલ રામજીભાઈ શેઠ વેકરીવાળાનું સતત માર્ગદર્શન મળ્યું છે. સમગ્ર આયોજન માટે ખીમજીભાઈ છાડવા, બકુલભાઈ ગાંધી, રજનીભાઈ ગાંધીનો આભાર માનું છું. પારસધામ-ઘાટકોપરના ટ્રષ્ટીઓનો ઋણસ્વીકાર કરીએ છીએ. વિદ્વત્તાપૂર્ણ શોધપત્રો અને નિબંધો પાઠવનાર વિદ્વાનોનો આભાર. ગ્રંથના સમયસર પ્રકાશન કાર્ય માટે પ્રવીણભાઈ પ્રકાશન પ્રા. લિ. - રાજકોટના શ્રી ગોપાલભાઈનો આભાર. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (ઈ). શ્રી ગુણવંત બરવાળિયા તા. ૧૫-૦૧-૨૦૧૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પં એવું વ્યક્તિત્વ જેમનું અસ્તિત્વ સદાય અનુભવાય, પારસધામ, પાવનધામ, પવિત્રધામ અને પરમધામના પ્રેરક, ‘લુકએન-લર્ન જૈન જ્ઞાનધામ’ અને ‘અર્હમ યુવા ગ્રુપ દ્વારા શાસનમાં નવ્ય ચેતના જગાવનાર, મહાપ્રભાવક ઉવસગ્ગહર સ્તોત્રના આરાધક, યુગ દિવાકર રાષ્ટ્રસંત પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા.ને વંદન સહ. Page #4 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ( અનુક્રમણિકા ) - ડૉ. કુમારપાળ દેસાઈ - ગુણવંત બરવાળિયા - બકુલ નંદલાલ ગાંધી - ડૉ. દલપત પઢિયાર ૩૫ - ડૉ. નિરંજન રાજ્યગુરુ (૧) ગુરુતત્ત્વ વિશે ચિંતન (૨) સદ્ગુરુ સંસ્કૃતિનો આધારસ્થંભ (૩) વિષમ કાળમાં ગુરુ કોણ ? (૪) સંત કબીર અને તેમના દેહાઓમાં ગુરુમહિમા. (૫) રવિ-ભાણ સંપ્રદાયની ભજનવાણી અને તેમાં ગુરુમહિમાનું ગાન (૬) મહાપંથી ગુરુમહિમા ઃ બેની! મુને ભીતર સગુરુ મળિમાં (૭) આનંદઘનજી રચનામાં પ્રગટ થતો ગુરુમહિમા (૮) નાનકની વાણીમાં ગુરુમહિમા (૯) મધ્યકાલીન યુગના કવિવર સમયસુંદરની ગહુંલીમાં ગુરુમહિમા (૧૦) શ્રી ચિંદાનંદજીકૃત પદઃ કર લે ગુરુગમ જ્ઞાનવિચારમાં ગુરુમહિમા (૧૧) દાસીજીવણ અને લક્ષ્મીસાહેબની પ્યાલો ભજન રચનામાં ગુરમહિમા (૧૨) યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર કૃત સુખસાગર ગુરુગીતામાં ગુરગુણભક્તિ ગંગા સતીનાં ભજનોમાં ગુરુમહિમા ૪) આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિશ્વરજીની, સઋાચમાં ગુરુ પ્રત્યે વિનયદર્શન gel al el el alal al | gala alal al aa - ડૉ. નાથાલાલ ગોહિલ . wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... (૧૫) પાર્શ્વવંદસૂરિ ર રૂની જુદ છો - एक परिचय -डॉ हेमंतकुमार ૧૨૭ (૧૬) શ્રી કમલસુંદરગણિ લિખિત વિજ્ઞપ્તિપત્રમાં ગુરુમહિમાનું આલેખને - ડૉ. અભયભાઈ દોશી ૧૩૪ (૧૭) સ્વામીનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદસ્વામીની રચનામાં ગુરુભક્તિ - ડૉ. જે. એમ. ચંદ્રવાડિયા ૧૩૯ (૧૮) કવિશ્રી ઉત્તમવિજયની ગયુંલીમાં ગુરુદર્શન - ડૉ. ભાનુબહેન શાહ ૧૪૯ (૧૯) શ્રી શંકરાચાર્ચકૃત વિવેક્યૂડામણિ પ્રકરણ ગ્રંથમાં નિરૂપિત ગુરુમહાભ્ય - ડૉ. દીક્ષા સાવલા. ૧૫૫ (૨૦) કાશ્મીરની આદિસંત કવિચિત્રી - લલ્લેશ્વરીને સદ્ગુરુનું માર્ગદર્શન - સુરેશ ગાલા ૧૬૦ (૨૧) શ્રીમદ રાજચંદ્રની રચનામાં ગુરુમહિમા - ડૉ. રશ્મિ ભેદા ૧૭૦ (૨૨) ઉદયગિરીના યોગેશ્વર તપસ્વી જગજીવનજી મહારાજસાહેબના દોહરામાં ગુરુવંદના - ડૉ. મધુબહેન બરવાળિયા ૧૭૬ (૨૩) રિયર અનાચાર્ય દેવનંટીશ્રી ન આચાર્જfa Twifકા ! - farwાદ મુંf ૧૮૩ (૨૪) મહોપાધ્યાય શ્રીમદ યશોવિજયજી મ.ની રચનામાં ગુરુમહિમા - કનુભાઈ શાહ (૨૫) ચારણી સાહિત્યમાં ગુરુમહિમા - ડૉ. અંબાદાન રોહડિયા ૧૯૭ (૨૬) પરબ પરંપરાના સંત કવિઓની રચનામાં ગુરુમહિમા - ડૉ. રાજેશ મકવાણા ૨૦૬ (૨૭) કવિ પ્રીતમનાં કાવ્યોમાં સદ્ગુરુ શરણભાવ : અગિયારમી દિશાનો ઉઘાડ - ડૉ. નલિની દેસાઈ ૨૧૩ (૨૮) શ્રી રમૂજીલાલજી વિરચિત ‘ગુરુગીતા*માં ગુરુમહાભ્ય - રેમો ડી. પટેલ (૨૯) સંતકવિ અખાની રચના ગુરુ ગોવિંદનું એકત્વ - ડૉ. પ્રીતિ શાહ ૨૨૪ (૩૦) ગુરુવંદનાના બત્રીસ દોષની સચ્યાય - પ્રફુલ્લા વોરા (૩૧) હોથી, દેવાયગ, ડુંગરપરી, નરસિંહ, મીરા અને ધરમદાસની રચનામાં ગુરુમહિમા - સંકલિત ૨૩૨ - ૬ - - ડૉ. પ્રવીણભાઈ સી. શાહ - ડૉ. શોભનાબેન આર. શાહ ૬૯ ૭૯ - ડૉ. રતનબેન ખીમજી છાડવા ૮૬ - ડૉ. કોકિલા હેમચંદ્ર શાહ ૯૨ | 32 | | | | | - ડૉ. બળવંત જાની ૨૧૬ ૧૦૭ - ડૉ. રેણુકા પોરવાલ - ડૉ. ભરત પંડયા ૨૨૭. - ડૉ. છાયાબેન શાહ ૧૨૨ Page #5 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ગુરુતત્વ વિશે ચિંતન - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કુમારપાળભાઈએ જૈન ધર્મ અને ગુજરાતી સાહિત્યનાં અનેક પુસ્તકો લખ્યાં છે અને સંપાદિત કર્યા છે. દેશવિદેશમાં જૈન ધર્મ પર મનનીય પ્રવચનો આપે છે. ગુજરાતી વિશ્વકોશ અને જૈન વિશ્વકોશના અગ્રણી છે. ઘણી વાર ચલણી સિક્કાની જેમ શબ્દોનો આડેધડ વપરાશ થવા લાગે છે, ત્યારે શબ્દનો અર્થ, એનું હાર્દ અને એ અર્થની ભીતરમાં રહેલો ગહનભાવ ભૂલાઈ જાય છે. ‘ગુર'નો અર્થ કરવામાં આવે છે કે ‘ગુ' એટલે અંધકાર અને ‘૨' એટલે પ્રકાશ. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ પ્રતિ દોરી જાય તે ગુર, પરંતુ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાનના અંધકારનું અસ્તિત્વ ટકે છે ખરું? વ્યક્તિ પોતે પોતાનો હાથ સામે હોય તો પણ જોઈ શકે નહીં તેવા ગાઢ અંધકારમાં કોઈ એક દીપક પ્રગટાવે, તો આખો ખંડ પ્રકાશિત થઈ જાય છે. એ પછી તમે અંધકારને શોધવા જાવ તો એ ક્યાંય હાથ લાગતો નથી. ગુર એ રીતે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે કે એકવાર એ અજ્ઞાન એના જ્ઞાનના પ્રકાશથી દૂર થાય, પછી પાછું આવતું નથી. એને ક્યાંક એવુ અદશ્ય કરી મૂકે છે કે પછી શિષ્યને જીવનભર પુન: દષ્ટિગોચર થતું નથી. - ગુરુ શિષ્યના ચિત્તમાંથી અનેક પ્રકારના અહંકાર અળગા કરે છે. એ અજ્ઞાની હોય તો જ્ઞાન આપે છે. એ બંધનમાં જીવતો હોય તો 'સા વિદ્યા, યા વિમુક્તયે’ની માફક એને બંધનમાંથી મુક્તિ અપાવે છે, પણ ગુરુનું પહેલું કાર્ય તો શિષ્યના ચિત્તમાંથી અહંકારના અંધકારને દૂર કરવાનું છે. જેમ અંધકાર પકડવો સહેલો નથી, એમ અહંકાર પકડવો પણ સરળ નથી. અહંકાર એવો છટકણો પદાર્થ છે કે વ્યક્તિ પોતે પોતાની ભીતરમાં રહેલા અહંકાર એવો છટકણો પદાર્થ છે કે વ્યક્તિ પોતે પોતાના ભીતરમાં રહેલા અહંકારને પકડી શકતી નથી. એ એટલો સૂક્ષ્મ હોય છે કે કદાચ એ અહંકાર દેખાય તો પણ એ એના હાથમાંથી સરી જાય છે. Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ અહંકારનાં અનેક સ્વરૂપો છે. કેટલાકને ક્રિયાનો અહંકાર હોય છે, પોતે ધર્મક્રિયા કરી શકે છે એમ સતત દર્શાવ્યા કરે છે ને સમય જતાં એનો ઝોક ધર્મની આરાધનાને બદલે અહંકારની ઉપાસના બની જાય છે. સળંગ આઠ દિવસના ઉપવાસનું અઠ્ઠાઈ તપ કરનાર કે પછી શ્રાવણ માસમાં નિર્જલા ઉપવાસ કરનાર પોતાની ક્રિયાની વાત કરે છે, પરંતુ એ ક્રિયાના પ્રયોજનને વીસરી જાય છે. એના મનમાં સતત યિા ઘૂમતી હોય છે, દિવસભર એ વિચારતો હોય છે કે આજે મારે ઉપવાસ છે, ભોજન કરવાનું નથી, પરંતુ ઉપવાસ દ્વારા જે સાધના કરવાની છે, એ સાધના એના જીવનમાં પ્રવેશતી નથી. જૈનદર્શનમાં ઉપવાસનો અર્થ છે - ‘ઉપ’ એટલે આત્મા અને ‘પાસ’ એટલે એની નજીક વસવું. આનો અર્થ એ થાય કે વ્યક્તિ એ સમયે સઘળી બાહ્ય પ્રવૃત્તિઓ ત્યજીને પોતાના આત્માની સમીપ રહે છે, પણ ઉપવાસ કરનારને તમે પૂછશો કે આજે ઉપવાસ કરીને તમારા આત્મા સાથે શી વાત કરી? કેટલું આત્મજ્ઞાન પામ્યા? કે પછી આંતરદર્શનથી કેટલા સ્વદોષોનું નિરીક્ષણ કર્યું? પારખેલા એ દોષોને દૂર કરવા માટે કેવો સંકલ્પ કર્યો? કેટલો સ્વાધ્યાય કર્યો તો ઉપવાસી વ્યક્તિ કહેશે કે એણે ઉપવાસ કર્યા, પણ આવું છું એ ક્યારેક કરતો નથી. ક્રિયા બહુ સરળતાથી અહંકારનું રૂપ લે છે. તેમ કરી શકો છો અને બીજા નથી કરી શકતા એવી તુલના માટે અને એ કહેવા માટે આવી વ્યક્તિ અતિ આતુર હોય છે. ગુરુ આવો ક્રિયાનો અહંકાર તોડે છે, કારણ એ ક્રિયાની પાછળ રહેલા ભવ પર એ લઈ જાય છે. વર્તમાનમાં ધર્મક્ષેત્રે તો ક્રિયાનો એટલો બધો અહંકાર જોવા મળે છી કે વ્યક્તિ પોતે કરેલી ક્રિયાનું સતત બાહ્યપ્રદર્શન કરતી હોય છે. ધર્મક્રિયા એ ભીતરની બાબત છે. આંતર પરિવર્તનનું માધ્યમ છે. એને બહારની દુનિયા સાથે કશી લેવાદેવા નથી, પરંતુ પેલો અહંકાર વ્યક્તિને બહારની દુનિયામાં ભમતો રાખે છે અને પછી તપ એ એની પ્રસિદ્ધિ કે મહિમા પ્રાપ્તિનું સાધન બની જાય છે. બીજો અહંકાર છે જ્ઞાનનો અહંકાર. જેમ જેમ વ્યક્તિ જ્ઞાન મેળવતી જાય, તેમ તેમ એના મનમાં ગર્વ જાગે છે. પહેલાં એ જ્ઞાની થવા પ્રયત્ન કરે છે. ગહન ગ્રંથોનો અભ્યાસ કરે છે, પછી ધીરે ધીરે એને એમ લાગવા માંડે છે કે પોતાની આસપાસ તો માત્ર અજ્ઞાની લોકો જ એકત્રિત થયા છે. પરિણામે સમય જતાં એના મનમાં જ્ઞાનો અહંકાર જાગે છે અને પછી એ પોતે જ એને પોષવા પ્રયત્ન કરે છે. એ પોતાના જ્ઞાન વડે પોતાની જાતને બીજાથી ચડિયાતી સિદ્ધ કરવા યત્ન કરે છે. એ Page #6 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । અહંકાર વધે તે માટે બીજા સાથે શાસ્ત્રાર્થ કરે છે અને એમાં વિજય પ્રાપ્ત કરીને દિગ્-દિગંતમાં પોતાની કીર્તિ ફેલાવવા માગે છે. આમાં જ્ઞાન એ એના ચિત્તમાં પ્રકાશ ફેલાવવાને બદલે અહંકાર ફેલાવે છે. સમય જતાં આ જ્ઞાનનો અંધકાર એ વ્યક્તિને સીમિત અને સંકુચિત બનાવી દે છે અને એ પોતે જાતે જ નૂતન મૌલિક જ્ઞાનનાં દ્વારો ભીડી દે છે. કોઈ નવી વાત સ્વીકારવા માટે તૈયાર થતો નથી, કારણ કે પોતાને સર્વજ્ઞ માની બેઠો છે. જ્ઞાનનો અહંકાર જાગતાં વ્યકિતની જ્ઞાન-પૂજા બંધ થઈ જાય છે. એ સઘળાં પ્રયત્નો પોતાના અહંકારને પોષવા માટે કરતો રહે છે. અન્યને જ્ઞાની બનાવવા કરતાં પોતાના અહંકારનું પોષણ મહત્ત્વનું બની જશે. ગુરુ શિષ્યના જ્ઞાનના અહંકારને નષ્ટ કરે છે અને દર્શાવે છે કે આ દુનિયામાં એનાથીય ચડિયાતા અનેક જ્ઞાનીઓ વસે છે, આથી આવા અભિમાનનો અર્થ નથી. વળી જેમ ક્રિયા એ સ્પર્ધાનું સાધન નથી, એ જ રીતે જ્ઞાન પણ સ્પર્ધાનું માધ્યમ નથી. જ્ઞાન પામવાનું હોય, એને માટે કોઈની સાથે સ્પર્ધામાં ઊતરવાનું ન હોય. વ્યક્તિઓનાં વિશેષણ એના અહંકારના પરિચાયક હોય છે. કેટલાક એવો ગર્વ ધારણા કરે છે કે પોતાના જેટલા શિષ્યો એટલા બીજાના નથી. આ સમયે એમનું લક્ષ્ય જેને શિષ્ય બનાવ્યો છે એના જ્ઞાન, સાધના, આરાધના કે અધ્યયન પ્રત્યે હોતું નથી. એમની દૃષ્ટિએ એ શિષ્ય એમની સંખ્યા અને એનાથી ય વિશેષ એમની ગર્વવૃદ્ધિનું સાધન છે. ય કોઈ એવા ગર્વ રાખે છે કે પોતાની સભામાં કરોડો રૂપિયાના દાનનો જે વરસાદ વરસે છે, એટલો વરસાદ બીજે ક્યાંય વરસતો નથી, પછી થશે શું?ત ખુદ એ સાધુ પોતે જ પોતાની સભામાં વધારેમાં વધારે દાન એકઠું થાય એવો પ્રયત્ન કરશે. એમનો હેતુ ધર્મજ્ઞાન આપવાને બદલે દાનપ્રાપ્તિનો બની રહેશે. આમ કરવા જતાં એમને એક ડગલું નીચે આવવું પડશે અને પછી ધર્મવાણીની સાથોસાથ દાતાઓ માટે પ્રશંસાવાણી વહેવડાવવી પડશે. ઇતિહાસમાંથી મહાન દાનેશ્વરીનાં નામો યાદ કરશે. બલિ રાજા, દાનેશ્વરી કર્ણ, શાલિભદ્ર જેવાં દાનવીરોને યાદ કરીને, દાન આપનાર દાનેશ્વરી સાથે એ વ્યક્તિઓનાં નામ જોડી દેશે. જ્યાં સુધી વ્યક્તિએ અહંકારનો અંચળો પહેર્યો હશે, ત્યાં સુધી એ પ્રત્યેક બાબતને અહંકારમાં ફેરવી નાખશે. એ ધર્મ હશે, એ ક્રિયા હશે, એ જ્ઞાન હશે, એ શક્તિપ્રદર્શન હશે, પણ એ બધાને અંતે તો પોતાના અહંકારમાં ફેરવીને એના દ્વાર ધન, G ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બુદ્ધિ કે શક્તિનું પ્રદર્શન કરશે. કોઈને કોઈ રીતે એ પોતાનો અહંકાર બીજાને બતાવવા પ્રયત્ન કરશે. આ અહંકાર બે રીતે પ્રવર્તે છે. એક તો વ્યક્તિને બાહ્ય જગત અને બાહ્ય પ્રવૃત્તિમાં ડૂબાડી દે છે અને બીજું એ કે એને આધ્યાત્મ ભાવનાથી વધુને વધુ દૂર લઈ જાય છે. અહંકારને સતત નવી નવી વાનગીઓવાળું સ્વાદિષ્ટ ભોજન જોઈએ છીએ. આથી એ વિચાર કરશે કે એના પ્રગટીકરણ માટે કેવાં નવાં નવાં નુસખાઓ અજમાવું, આવા નવા નુસખાઓ અજમાવવા જતાં એનું જીવન બાહ્ય પ્રવૃત્તિઓમાં એટલું બધું ડૂબી જશે કે પછી એ સાધુ કે સન્યાસી કોઈ વહીવટદાર બની રહેશે અને એ વહીવટ આવતાં જ એની માયામાં એટલો ખૂંપી જશે કે એ કામમાંથી એને ભાગ્યેજ સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન કે આત્મસાધનાનો સમય મળશે. અહંકાર એ વ્યક્તિની સાધનાજીવનનું પૂર્ણવિરામ બનશે. જેવો અહંકાર આવ્યો કે સાધના અભરાઈએ ચડી જશે. ગુરુ આ અહંકારનું છેદન કરે છે. વ્યક્તિનો અહંકાર બીજે નમતો નથી, પણ ગુરુ એને જ્ઞાનથી, સ્નેહથી, આચરણથી નમાવે છે. અખા અને કબીર જેવા પાસેથી ગુરુ મહિમાનું ઘણું જ્ઞાન સાંપડે છે. આવા ગુરુ વિશે કહેવાયું છે, 'गुरोरवज्ञया सर्व नश्यते च सयद्भवम्' અર્થાત્ ગુરુની અવગણના કરનારનો સઘળો અભ્યુદય નષ્ટ થઈ જાય છે. ભારતીય પરંપરામાં હજારો વર્ષોથી અસ્ખલિત રીતે ગુરુમહિમાનું ગાન કરતી હૃદયની પ્રાર્થના કહો તો પ્રાર્થના અંતરના ભાવ કહો તો ભાવ સમાન આ શ્લોક છે: गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वर, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः , આનો અર્થ એ છે કે “ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ્વર છે. ગુરુ એ જ પરબ્રહ્મ છે, માટે એમને હું નમન કરું છું.'' આ શ્લોકના કોઈ રચિયતા નથી. હજારો વર્ષ પૂર્વે લોકહૃદયમાં ગૂંજતી ભાવનામાંથી એનું સર્જન થયું હોય તેવું બને, પરંતુ આ માત્ર ગુરુમહિમાની જ વાત નથી. એની ભીતરમાં ગુરુની પ્રયોગશાળામાં શિષ્ય પર થતાં પ્રયોગોની પૂર્ણ કથા છે. ભારતીય સંસ્કૃતિમાં સૃષ્ટિનાં સર્જન સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સંકળાયેલા છે. આ ત્રિમૂર્તિ સર્જન, સંવર્ધન અને સંહારની પ્રક્રિયાઓની પ્રતીક છે. ૧૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બ્રહ્માને સૃષ્ટિકર્તા માનવામાં આવે છે. સૃષ્ટિરચના માટે એમણે પ્રજાપતિનું નિર્માણ કર્યું. પુરાણો અનુસાર બ્રહ્માના ચાર મુખથી ચાર વેદોનું નિર્માણ થયું અને એમણે પુરાણોનું પ્રવચન આપ્યું. એમ બ્રહ્મા એ નિર્માતા છે, તો ગુરુ પણ શિષ્યના નિર્માતા છે. ધર્મશાસ્ત્રોનો ગહનતાથી વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે ઉપનિષદોમાં બ્રહ્માને ‘તત્ત્વજ્ઞ આચાર્ય' કહ્યા છે. આ રીતે ગુરુ પણ પોતાના શિષ્યનું નિર્માણ કરે છે. આ નિર્માણ કરતી વખતે એ પથ્થરમાંથી કોઈ શિલ્પ ઘડે, એ રીતે શિષ્યના વ્યક્તિત્વ પર, વિચારો પર, એન જ્ઞાન દર્શન ને ચારિત્ર્ય પર ટાણાંથી સૂક્ષ્મ કોતરણી કંડારતા હોય છે. એ શિષ્યને જગાડે છે. આનું કારણ એ કે સામાન્ય રીતે માનવી મોહસ્વપ્નની ઘોર નિદ્રામાં સૂતેલો હોય છે અને સતત પોતાના અહંકારને પોષવા માટે પ્રયત્નશીલ હોય છે. એની પાસે સહેજે નિરાંત હોતી નથી, પગ વાળીને બેસવાની ઈચ્છા એ સતત રાખે છે, પણ શક્ય બનતી નથી. ચિત્તમાં વિચારે છે કે આટલું પ્રાપ્ત કરીને નિવૃત્તિ લઈ લઈશ, પરંતુ પ્રાપ્તિની એષણાનું ક્યારેય પૂર્ણવિરામ આવતું નથી. સમય જતાં એને ખ્યાલ આવે છે કે તૃષ્ણા તો અનંત છે. ધન, પદ કે સત્તાની ભીખ જીવનભર માગતો રહીશ, તો એને ક્યારેય અંત નહીં આવે. સ્વપ્નમાં સહુ સમાન હોય છે. સ્વપ્નમાં તદ્દન નિર્ધન, નિરક્ષર અને જીવનલક્ષ્ય વિહોણી વ્યક્તિ લાખો ગરીબોને દાન આપતો હોય, ભૂખ્યાઓને અન્ન આપતો હોય, મૂંઝાયેલાઓને માર્ગદર્શન આપતો હોય છે, પણ તે બધું સ્વપ્નમાં. સ્વપ્નમાં એ મહાઘાતકી બની શકે અને અતિ પવિત્ર પણ થઈ શકે. પરમ દાનેશ્વરી રાજા કર્ણ કે અતિ કંજૂસ મમ્મણ શેઠ પણ બને છે, પરંતુ આનો અર્થ શો? સ્વપ્ન પૂરું થતાં જ બધું પૂર્ણ થઈ જાય છે. આવી સ્વપ્નની લીલામાં ડૂબેલો માનવી જ્યારે જાગૃત બનીને દાન આપે, અન્નદાન કરે કે મૂંઝાયેલાઓને માર્ગદર્શન આપે, ત્યારે જ એ સાર્થક ગણાય. શિષ્યનું નિર્માણ કરતી વખતે ગુરુ પહેલું કામ વ્યક્તિને ઘોર સ્વપ્નનિદ્રામાંથી ઊઠાડવાનું કરે છે. પ્રગાઢ સ્વપ્નનિદ્રામાં પોતાને સૌથી વધુ ધનવાન માનતો ગરીબ માણસ જ્યારે જાગે છે, ત્યારે શું થાય છે? એ જ્યાં સુધી સ્વપ્નાવસ્થામાં હશે, ત્યાં સુધી તો પોતાની જાતને જગતનો સૌથી ધનવાન માનતો હશે, પરંતુ એમાંથી ગુરુ જગાડે છે, ત્યારે એનું જગત બદલાઈ જાય છે. ૧૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઊંઘમાંથી એકાએક સફાળા થઈને વ્યક્તિ જાગે, ત્યારે એ એકદમ પલંગમાંથી ઊભી થઈ જાય છે. આંખો ચોળવા લાગે છે, હાથ ઉછાળવા લાગે છે અને એ રીતે એનું સ્વપ્ન તૂટે છે. આમ ગુરુ એનું નિર્માણ કરતી વખતે પહેલું કામ એને મોહની ઘોર નિદ્રામાંથી જગાડવાનું કરે છે અને એ રીતે એને ‘જીવનું ભિખારીપણું’ દર્શાવે ચે. જાગૃત ગુરુ શિષ્યને જાગ્રત કરે છે એને અહંકારનું મિથ્યાજગત છોડીને બહાર લાવે છે. અહંકારમાં ડૂબેલો માણસ જે વૃત્તિ ધરાવતો હોય, એવું જ એને જગત લાગે છે. અહંકારને કારણે પોતાની લાલચુ વૃત્તિને ઓળખી શકતો નથી. ધનનો અહંકાર ધરાવનારી વાતચીત સાંભળો, તો એમની બધી જ વાતમાં ધનસંપત્તિનું સંકીર્તન જ કેન્દ્રસ્થાને હશે! આ બંગલા પાછળ કેટલો ખર્ચ કર્યો કે મોંઘીદાટ મોટર કેટલામાં ખરીદી, એ જ વાત કેન્દ્રસ્થાને હશે, કારણ કે ધનલોભની વૃત્તિ એને એ સિવાય અન્ય કશું વિચારવાની મોકળાશ આપતી નથી. એની જિંદગીની એક બારી જ ખુલ્લી હશે, એ સિવાયની જ્ઞાન, દાન, માનવતા જેવા બીજી બધી બધી બારીઓ બંધ હોય છે. એ અર્થમાં જુઓ તો અહંકાર એ વ્યક્તિના જીવનનું પૂર્ણવિરામ છે અને એને કારણે વ્યક્તિ પોતાની જાતને સતત છેતરતી રહે છે. જર્મનીનો સરમુખતાયાર હિટલર સત્તાના એટલા બધા અહંકારમાં ડૂબી ગયો હતો કે એ પોતાની જાતને પોતાના નામથી એટલે કે ‘હિટલર’ તરીકે ઓળખાવવાને બદલે ‘ફ્યુરર’ (સમ્રાટ) તરીકે ઓળખાવવાનું પસંદ કરતો હતો. આનો અર્થ એ જ એ કે જીવંત વ્યક્તિ કરતાં માત્ર સત્તાનો અહંકાર બની ગયો હતો. આમ ગુરુ એ નિર્માણનું કામ કરે છે. શિષ્યને જગાડે છે પારાવાર મોહનિદ્રામાંથી, આભાસી સુખોમાંથી, માયાના મૃગજળમાંથી અને મોહની વિલાસિતામાંથી. ગુરુ પહેલાં તો શિષ્યનાં મીઠાં-મધુરાં સ્વપ્ન પર ઘા કરે છે. આવી રીતે ઘા કરનારો ગુરુ એ સમયે અતિ આકરો પણ લાગે, અણગમતો પણ જણાય, પરંતુ શિષ્યનો મોહભંગ કરવા માટે એ જરૂર પડે કઠોર પણ બને છે અને ક્રૂર પણ થાય છે, કારણ કે શિષ્યને એ વર્ષોથી જ નહીં, પણ કેટલાય ભવોથી જેની આદત પડી ગઈ છે એવા મમત્વ, મિથ્યાત્વ કે કુસંસ્કારોમાંથી બહાર કાઢવા કોશિશ કરે છે. સતત તૃષ્ણાની જાળ રચતા કરોળિયાને એણે સ્વયં રચેલી જાળમાંથી બહાર કાઢે છે, આથી જ ગુરુની એક આંખમાં કઠોરતા હોય છે, જે શિષ્યના જીવનને યોગ્ય દિશામાં ગતિ આપે છે અને એની બીજી આંખમાં કરુણા હોય છે, જે કરુણીથી એ શિષ્યના હૃદયને પ્રેમ આપશે. ૧૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એની કઠોરતા કાર્યસાધક બને એ પહેલાં જેશે અને કાર્યસાધક બન્યા પછી એ શિષ્ય પર સતત કરુણા વરસાવતો રહેશે. એની ચંચળતા, ભૌતિકતા, સ્થૂળતા, સુદ્રતા પર મર્મગામી પ્રહાર કરશે. શિષ્ય ઉદંડ બનશે તો પોતાના દંડ ઉગામશે. શુભમાર્ગેથી વિચલિત થતો હશે, તો કઠોર ઉપાલંગ આપશે. અવળે રસ્તે ચાલતો હશે તો હાથ પકડીને અને વખત આવ્યે જોશભેર ઘસડીને પણ એને માર્ગ પર લાવશે. એ અતિ કટુવચનો કહેશે તો પણ એની પાછળ એની અગાધ કરુણા હશે. એ ખૂબ ખૂબ અકળાશે તો પણ એના ભીતરમાં આશીર્વાદની ભાવના પડેલી હશે. શિષ્યની મોહનિદ્રા જેટલી ગાઢ,-એટલો ગુરુનો પ્રહાર પ્રબળ. ગુજરાતના મહાન આધ્યાત્મિક સંત પૂ. શ્રી મોટાના સાધના જીવનમાં એવા અનેક પ્રસંગો મળે છે કે જ્યાં એમણે ગુરના કઠોર વર્તનને એમની કરુણાસમાન માન્યું હોય. આનું કારણ એ છે કે ગુરુના પ્રત્યેક આદેશ અને વર્તનની પાછળ શિષ્યને સન્માર્ગે લઈ જવાનો ભાવ હોય છે. એ સ્નેહથી કહે, ઉપાલંભ આપે, અપશબ્દો બોલે, દંડ વીંઝે, પણ એ બધી કઠોરતા કરણાજનિત હોય છે, કારણ કે શિષ્યની વર્ષોની નિદ્રાનો ભંગ કરવા માટે એ અત્યંત જરૂરી છે. આ રીતે ગુર પહેલાં બ્રહ્માની માફક શિષ્યના નિર્માણનું કામ કરે છે. આ નિર્માણકાર્ય દ્વારા ગુરુ શિષ્યને પાત્રતા આપે છે. એને જ્ઞાન, ધ્યાન દષ્ટિ આપે છે. જીવનમાં અને આકર્ષણો આવતાં હોય છે અને જ્ઞાન, ધ્યાન અને દષ્ટિ આપે છે. જીવનમાં અનેક આકર્ષણો આવતાં હોય છે અને એવાં પણ આકર્ષણો હોય છે કે જે જોઈને એના પર ચોંટી જાય છે. નજર એમાં ડૂબી જાય છે, ચિત્ત એનાથી ઘેરાઈ જાય છે અને હૃદય આખું અંજાઈ જાય છે. આ આકર્ષણનો અનાદર થઈ શકતો નથી. એના તરફ આંખર્મીચામણાં પણ શક્ય નથી અને એનું દમન કરવું પણ યોગ્ય ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિમાં બીજા સ્થાને અપરંપાર મહિમાવાન વિષ્ણુ, વિષ્ણુના સ્વરૂપને જોવાથી ગુરુની દ્વિતીય ભૂમિકા યથાર્થરૂપ સમજી શકાય, પણ દુર્ભાગ્યે કોઈએ આવો તુલનાત્મક વિચાર આજ સુધી કોઈએ કર્યો નથી. વિષ્ણુ એ સંસારના રક્ષક અને સંરક્ષક છે. શાસ્ત્રગ્રંથો પ્રમાણે એમનું મુખ્ય કાર્ય સંયોજન, ધારણ, કેન્દ્રીકરણ અને સંરક્ષણ છે. આ સંદર્ભમાં ગુરના કાર્યને જોવાની જરૂર છે. ગુરુ શિષ્યને એક સંયોજન આપે છે. એને જોડી આપે છે. એક બાજુ દશ્યજગતમાં વસતો શિષ્ય છે અને બીજે છેડે અદશ્ય જગતમાં વસતા પરમાત્મા છે. આ દશ્યનું અદશ્ય સાથે મિલન કોણ કરાવી આપે? આવું મિલન ગુરુ દ્વાર શક્ય બનતું હોય છે. અહીં ગુરુ બ્રહ્માની ભૂમિકામાં નથી, હવે એ વિષ્ણુની ભૂમિકામાં છે. અહીં એ શિષ્યનું ધારણ, કેન્દ્રીકરણ અને સંરક્ષણ કરે છે અર્થાત્ શિષ્યને એ માર્ગ પર ટકાવી રાખે છે. એની આધ્યાત્મિક શક્તિઓનું કેન્દ્રીકરણ કરે છે અને એને રક્ષણ આપે છે. આથી જ વેદોમાં વિષ્ણુને સંસારના રક્ષક અને સંરક્ષક બંને કહ્યા છે. અહીં ગુરુ એ શિષ્યનો રક્ષક અને સંરક્ષક બને છે. એક અર્થમાં કહીએ તો ગુરુ એ સેતુરૂપ હોય છે. એક બાજુ સંસારમાં શિષ્ય ઊભો હોય અને એના સાવ સામા છેડે અસીમ એવા પરમાત્મા હોય, ત્યારે એમની વચ્ચે સેતુ બનવાનું કામ ગુરુ કરે છે. કોઈ વિશાળ મહાલયના ખંડમાં માત્ર એક જ બારી હોય અને એ બારી ખોલતાં અનંતનો અસીમ અનુભવ થતો હોય, ત્યારે એ બારી ખોલવાનું કામ ગુરુ કરે છે. ગુરુ અને અધ્યાત્મના અનંત આકાશનું અનુપમ દર્શન કરાવે છે, શિષ્યને કહે છે, “જો, જો. આ પરમાત્માની લીલાના દર્શન કર. આ ઈશ્વરનો અનુભવ કર, આ શાશ્વત આનંદ પર દષ્ટિ કર." આ રીતે ગુરુ શિષ્યને અંતરમાં પરમનો સ્પર્શ કરાવે છે, કારણ કે એ ગુરુ પાસે પરમની પ્રાપ્તિનો અનુભવ છે, એની વાણીમાં એનું ગુંજન છે, એના સત્સંગમાં એનું અમૃત વરસે છે. એના દર્શનમાં એની ભાવના છે અને એથી ગુરુ સીમામાં વસતા શિષ્યને અસીમનું દર્શન કરાવે છે. આથી જ વિષ્ણુ શબ્દની ઉત્પત્તિ ‘વિષ્ણુ પરથી થઈ છે અને એનો અર્થ છે વ્યાપક થવું'. ગુરુ શિષ્યને વ્યાપકત્વ આપે છે. એના જીવનમાં જે અસીમનો એને કોઈ અનુભવ નહોતો, એ અનુભવ કરાવે છે. સીમાબદ્ધ શિષ્યને સાધનાના અસીમ વિશ્વની ઝાંખી કરાવે છે અને એને પાર રહેલા અગમના એંધાણ આપે છે. આ રીતે ગુરુનું વિષ્ણકાર્ય એ શિષ્યના અદશ્ય અને અસીમ એવા પરમાત્માનો અણસાર આપવાનું છે. નથી. આવે સમયે ગુરુ શિષ્યને દષ્ટિ આપવાનું કામ કરે છે. એને એવો ઘડે છે કે એક સમયે ચોમેર વાસનાની ચકળવકળ આંખે નારીસૌદર્ય જેનારી કામાતુર આંખો હવે પ્રભુની નયનરમ્ય મૂર્તિ જોઈને નાચવા લાગે છે. નિંદા અને અપરસના શ્રવણ માટે સદા ઉઘુક્ત કાન સત્સંગના શ્રવણ માટે આતુર બની જાય છે અને સમય જતાં જીવન આખું સત્સંગમાં રમમાણ બની જાય છે. જગતના સ્વાદ ચાખનારી જીભ એ ચટાકા છોડીને હરિરસની હેલી વરસાવતી બને છે. આવું ત્યારે થાય કે જ્યારે ગુરુની પાત્રતાની પાઠશાળામાં સાધક ઘડાય. - ૧૩ ૧૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । આ પરમનો અણસાર ગુરુ બે રીતે આપે છે. એક તો ગુરુ એમના જ્ઞાનથી મુમુક્ષુને એની ઓળખ આપે છે અને બીજું ગુરુ પોતાના આચરણથી એને અસીમની ઝાંખી કરાવે છે. ગુરુ અસીમની ઓળખ આપવાનું કાર્ય કરે છે, ત્યારે એ શિષ્યની શ્રદ્ધાને દઢવવાની કોશિશ કરે છે. પરમનો સ્પર્શ પામવો એ અત્યંત કપરું કાર્ય છે. પરમાત્મા એ ખૂબ છટકણો પદાર્થ છે. એ આપણી પાસે આવે, સહેજ ઝાંખી આપે અને ક્યાંક અદશ્ય થઈ જાય. ક્યારેક એ આપણને દૂરથી દેખાય છે, પણ એ સામે ચાલીને નિકટ આવતો નથી. ક્યારેક એની એક ઝલક જોવા મળે છે અને એ વીજળીના ઝબકારાની માફ્ક તત્કાળ અદશ્ય થઈ જાય છે. ક્યારેક હૃદમાંથી એનો મીઠો-મધુરો સૂર સંભળાય છે, પણ એનું અસ્તિત્વ દષ્ટિગોચર થતું નથી. આને કારણે તો સંત-કવિઓ પરમાત્માવિરહનાં કેટલાં બધાં પદો ગાયાં છે. સમર્થ યોગીઓએ પણ પરમાત્મા સાથે યોગ સાધવા માટે પ્રબળ આધ્યાત્મિક પુરુષાર્થો કર્યા છે. આવા સંતાકૂકડી રમતા પરમાત્માને પામવાના પ્રયત્નમાં સાધકને ક્યારેક ઘોર નિરાશા જાગે છે. એની શ્રદ્ધા ચલિત થવા લાગે છે. એ હતાશ બની જાય છે, પોતાની અધ્યાત્મયાત્રા અધવચ્ચેથી અટકાવીને સંસારમાં પાછા ફરવાનો વિચાર કરે છે. એની શોધ માંડી વાળવાનો વિચાર કરે છે. એના મનમાં અનેક સંશયો જાગે છે. કુરુક્ષેત્રની રણભૂમિ પર ગાંડિવધારી અર્જુનના ચિત્તમાં સંશય જાગ્યો ત્યારે સ્વયં શ્રીકૃષ્ણ એની પાસે હતા, પરંતુ બધાને સખા શ્રીકૃષ્ણ ક્યાંથી સાંપડે? મનમાં સંશય અને અશ્રદ્ધા જાગી હોય ત્યારે સીધેસીધા પરમાત્માને ક્યાંથી પૂછી શકીએ? પૂછીએ તો પણ ઉત્તર ક્યાં મળે છે? નિરુત્તર એવા આપણે દિશા ખોઈ બેસીએ નહીં, તે માટે ગુરુ આપણી શ્રદ્ધા પરમાત્મામાં રોપે અને દઢ કરે છે. આવી દ્વિધા, મૂંઝવણ અને સંકટ સમયે ગુરુ સાધકનો હાથ પકડે છે. આ સમયે કંઈ પરમાત્મા હાથ પકડવા આવતા નથી. એ કાર્ય તો ગુરુ કરે છે અને ફરી આપણી શ્રદ્ધા ગુરુકૃપાને પરિણામે પરમાત્મામાં દઢ થાય છે, આથી જ ‘હનુમાન ચાલીસા’માં કહ્યું છે, ‘“કૃપા કરહ ગુરુદેવકી નાઈ.’’ બીજાએ કરેલી કૃપા કરતાં ગુરુદેવ જે કૃપા કરે છે, તે વિશેષ કૃપા છે. શા માટે ગુરુકૃપાને ‘બલિયસી’ કહેવામાં આવે છે? એનાં બે મુખ્ય કારણો છે: એક તો પાત્રતા હોય એને જ ગુરુકૃપા સાંપડે છે. મોહનિદ્રામાંથી જાગેલો શિષ્ય યોગ્ય રીતે ઘડાયો હોય તો જ એને આવી કૃપા પ્રાપ્ત થાય છે. આમ તો વિશ્વના તમામ જીવો પ્રત્યે ગુરુકુપા વરસતી હોય છે, પરંતુ એને પામવા માટે તો પાત્રતા જોઈએ. ૧૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અન્ય કૃપાઓના સંદર્ભમાં ગુરુકુપા વિશિષ્ટ એ માટે છે કે એની પાછળ કોઈ સ્વાર્થમય પ્રયોજનલક્ષી કારણ હોતું નથી. અન્ય સ્થળે કૃપા કરવામાં આવે ત્યારે એની પાછળ પુણ્યપ્રાપ્તિનો કે અન્ય લાભનો હેતુ હોય છે, જ્યારે ગુરુકૃપા એ તો નિષ્કામ, સહજ કલ્યાણના ભાવથી પ્રેરાયેલી એવી ‘અહેતુકી કૃપા' છે, અને તે ગરુ કૃપા દ્વારા શિષ્યનું આંતરરૂપાંતર સાધે છે. ગુરુ પાસે રહીને પણ જો બાહ્મષ્ટિ રાખો, તો બાવાના બેય બગડચા જેવું થશે. ઘણી વ્યક્તિઓ ગુરુના બાહ્ય વેશ, વાણી કે આચરણ પર વિશેષ ભાર મૂકતી હોય છે. ક્યારેક ગુરુના સામીપ્સને કારણે એના મનમાં એવો તરંગ પણ જાગે છે કે ગુરુ અને હું બન્ને સમાન છીએ, તો પછી એ ગુરુ શેના? જે પ્રકારે હું ભોજન કરું છું, તે જ પ્રકારે ગુરુ ભોજન કરે છે, જે રીતે હું બોલું છું, એ જ રીતે એ બોલે છે, જેમ મને થાક લાગે છે, એમ એમને પણ થાક લાગે છે અને ક્યારેક તો મારા કરતાં વધુ થાક લાગે છે. તો પછી એ ગુરુ શાના? ગુરુના બાહ્યરૂપને જોનાર ઘણીવાર આ રીતે ભૂલા પડી જતા હોય છે. જ હકીકતમાં તમે જે કરતાં હો, તે જ ગુરુ કરતા હોય તો તેનો છેદ ઉડાડી દો. આ સમાન બાબતોનો છેદ ઉડાડયા પછી જે વધે તે ગુરુત્વ. બાહ્યરૂપ તો સમાન હોય, પણ એ સમાનતાની બાદબાકી કરી નાખ્ય પછી જે કંઈ બાકી રહે તે ગુરુત્વ. એની અંતરથી આરાધના, ઉપાસના કરો અને એ માર્ગે અનુસરણ કરો. ઉત્તમ કવિતા રચવાના બધા ય નિયમ જાણીને એ મુજબ કવિતા રચવાથી ઉત્તમ કવિતા રચાતી નથી, પરંતુ કવિતામાં પ્રાણ પૂરે છે કવિની સર્જકતા, કલ્પના અને દર્શન. આ જ રીતે ગુરુમાં જે વિશિષ્ટ બાબત છે તેની ઉપાસના કરીએ, તો જ ગુરુનું સ્વરૂપ પામી શકાય. “ગુરુ અતિ કઠોર અને મહાવિનાશક છે” એ વિચારીએ, ત્યારે હૃદયને આઘાત લાગે, પરંતુ આના જેવી સત્ય હકીકત બીજી એકેય નથી. એનું કારણ એ છે કે ગુરુનું કાર્ય શિષ્યના હૃદયમાં ધરતીકંપ સર્જવાનું છે. આથી જ ગુરુને ‘મહેશ્વર’ કહ્યા છે. ગુરુ એટલે હળવે હળવે થતો ધરતીકંપ. પ્રકૃતિમાં જે ધરતીકંપ થાય છે, એ તો થોડી મિનિટનો ખેલ હોય છે અને જ્યાં થોડી ક્ષણો પહેલાં વાદળ સાથે વાતો કરતો પર્વત હોય છે, ત્યાં અતલ ઊંડાણ ધરાવતો સાગર બની જાય છે. ધરતીકંપ જળને સ્થળ બનાવે છે અને સ્થળને જળ બનાવે છે. વેરાન રણમાં થોડીક ક્ષણોમાં ઊંચા પર્વતો સર્જાય છે અને થોડીક ક્ષણોમાં ગગનચુંબી મકાનો ધરાશાયી થઈને ધરતી પર - ૧૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઢળી પડે છે. ગુરુ આવો જ ધરતીકંપ છે, માત્ર એ શિષ્યના હૃદયમાં પોતાના આગવા ધૈર્યથી ધરતીકંપ સર્જે છે. પ્રકૃતિનો ધરતીકંપ ત્વરિત અને દષ્ટિગોચર થાય તેવો હોય છે, જ્યારે ગુરુ જે ધરતીકંપ સર્જે છે તે મંદ મંદ ગતિ ધારવતો અદ્દશ્ય હૃદયકંપ હોય છે. ગુરુ શિષ્યના અહંકારની ઈમારતની એક એક ઈંટ ખેસવતા જશે અને એને આખીય ધરાશાયી કરી દેશે. બંધ બારણાંઓ પર લાગેલાં આગ્રહોનાં તાળાં એક પછી એક ખોલતાં જશે. એનાં ખુલેલાં દ્વારોમાંથી હૃદય-ખંડમાં લપાયેલાં કામ, ક્રોધ, દ્વેષ જેવાં કષાયને શોધીને બરાબર પકડશે અને ત્યારબાદ એને બહાર ધકેલી દેશે. થોડા સમય બાદ શિષ્ય અનુભવશે કે ધરતીકંપને કારણે વેરણછેરણ પડેલા ભંગારની માફ્ક એના તીવ્ર આગ્રહો, વર્ષો જૂના અભિપ્રાયો, દૃઢ માન્યતાઓ, ભ્રાંત ધારણાઓ અને મનગઢંત ખ્યાલો તૂટીને છેક દૂર-દૂર સુધી વિખરાઈને પડચા છે. ધરતીકંપના અવાજને પરિણામે પ્રમાદમાં જીવતો શિષ્ય જાગૃત બની જશે અને એના ચિત્તને ચકળવકળ ઘૂમાવતી ઈંદ્રયલોલુપતા ધરતીમાં ક્યાંક ગરક થઈ ગઈ હશે. ક્તિમાં પૂર્વ ખ્યાલો અને પરંપરાગત માન્યતાઓ જેટલાં દઢ, એટલો ગુરુનો પ્રયત્ન વિશેષ રહે છે. આવા પ્રયત્નમાં ગુરુ જુદાં જુદાં રૂપ ધારણ કરે છે. એ ક્યારેક શિષ્ય પ્રત્યે વજ્રથી પણ વધુ કઠોર બની જાય છે અને ક્યારેક પુષ્પથી વધુ કોમળ બની જાય છે. ગુરુ ક્યારેક સાધના-માર્ગમાં આગળ વધતા શિષ્યને જોઈને અતિ પ્રસન્ન થઈ જાય છે, તો ક્યારેક અવળે માર્ગે જતાં શિષ્યને જોઈને એને સખત ઉપાલંભ આપે છે અને કોપાયમાન પણ બની જાય છે. ક્યરેક શિષ્યની પીઠને હેતથી પંપાળે છે, તો ક્યારેક એને મૂંઝવણોના મહાસાગરમાં જોશભર્ભર ધક્કો મારે છે. ભારતીય પરંપરામાં ગુરુનું મહિમાગાન ઘણું થયું છે, પરંતુ શિષ્યઘડતર માટેના ગુરુનાં પુરુષાથ પર એટલું લક્ષ આપવામાં આવ્યું નથી. કલાકાર ચિત્રનું સર્જન કરે, સ્થપતિ સ્થાપત્યનું સર્જન કરે અને શિલ્પી શિલ્પ સર્જન કરે એવું સર્જન ગુરુ કરે છે એવી વાત સર્વત્ર પ્રચલિત છે, પરંતુ શિલ્પીના સર્જન કરતાં કે કલાકારના ચિત્રસર્જન કરતાં ગુરુનું શિષ્ય-સર્જન વધુ શ્રમ, ધૈર્ય, કસોટી અને પુરુષાર્થ માગે છે. ગુરુને પ્રારંભે તો શિષ્યની બાહ્ય અને આંતરિક આડોડાઈનો સામનો કરવો પડે છે. કેટલીક વ્યક્તિ શંકાથી ગુરુ પાસે જાય છે એટલે એની પહેલી નજરમાં શ્રદ્ધા નહીં, પણ શંકા હોય છે, આથી એનું ભટકતું ચિત્ત ગુરુ કહે એનાથી વિપરીત દિશામાં વિચારતું હોય છે. ક્રિયાને બદલે પ્રતિક્રિયા અને આજ્ઞાપાલનને બદલે એ વિરોધી વર્તન ૧૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરે છે. ગુરુ એને અમુક પ્રકારનો આહાર લેવાનું સૂચવે, અમુક સાધના-પદ્ધતિ શીખવે, અને અમુક જાતનું ધ્યાન કરવાનું કહે, તો આગંતુક વ્યક્તિ પૂર્વસંસ્કારોના બળે એનાથી તદ્દન ઉલટું કાર્ય કરશે. એક તો એનુ ચિત્ત જ એવી નકારાત્મકતાથી કેળવાયેલું હોય છે કે પહેલાં એ ઈકરાર (સ્વીકાર)ને બદલે “ઈન્કાર’થી કામ શરૂ કરશે. શિષ્ય થવા આવનારો પહેલાં તો એની માન્યતાઓ પ્રમાણે ચાલશે અને એમાં પણ કેટલાક તો મનોમન કે નિકટનાં વર્તુળોમાં ગુરુની વખતોવખત નિંદા કરશે. આમ અણધડ શિષ્યની સામાન્ય રીતે અણગમતી લાગે એવી ઘણી બાબતોનો ગુરુ સહજ રીતે સ્વીકાર કરશે અને ગરુની નજર શિષ્યની નિંદા પર નહીં હોય, એની આડોડાઈ પર નહીં હોય, એની નજર તો શિષ્યના ઘડતર પર હશે, એટલે ગુરુ બધી બાબતોની ઉપેક્ષા કરીને શિષ્યનું ઘડતર કલે છે. ચિત્રકાર અને શિલ્પી જે સર્જન કરે છે, એમાં કૅનવાસ કે પથ્થર એમનો કોઈ વિરોધ કરતા નથી. કૅનવાસ ક્યારેય એમ કહેતું નથી કે મારા પર કાળો રંગ લગાડશો નહીં કે પથ્થર ક્યારેય શિલ્પીને એમ કહેતો નથી કે જરા ધીમેથી ટાંકણાં મારો. શબ્દ ક્યારેય સર્જકને એમ કહેતો નથી કે મને આમ લખો, મારી જોડણી આમ કરો અને આ રીતે પ્રાસ મેળવો. જ્યારે શિષ્ય ગુરુના શિક્ષણની સામે થઈ જતો હોય છે. કાગળ પર કવિતા લખો કે નિબંધ લખો, તો કાગળ કશો વાંધો કે વિરોધ કરતો નથી, પરંતુ સંસારથી ઘડાઈને આવેલો શિષ્ય તો એવી ઘણી વસ્તુઓ લઈને ગુરુ પાસે આવ્યો હોય છે, જેથી તે પ્રગટ કે પ્રચ્છન્ન રીતે ગરુનો વિરોધ કરે છે. એને પોતાના વિશે અતિ પ્રચંડ અભિમાન હોય છે. સાંસારિક સફળતાઓનાં ગુમાનની ગાંસડી લઈને એ ગુરુ પાસે આવ્યો હોય છે. તમામ ઇંદ્રિયોનો સ્વાદ પામેલો હોય છે. એને સાત્વિકતાનો સ્વાદ પહેલાં તો ઘણો અળખામણો લાગે છે. એના ભીતરમાં કપાયના કેટલાય જવાળામુખી ધખધખી રહ્યા હોય છે અને માયા, મિથ્યા અને પ્રમાદ એને કોઠે પડી ગયા હોય છે. ગુરુ આવા શિષ્યોના ઘડતરનું કામ કરે છે. શિષ્યની પ્રકૃતિ એમના ઘડતરકાર્યમાં ડખલરૂપ બનતી હોય છે. શિષ્યના પૂર્વ અનુભવો એમને અવરોધરૂપ બનતા હોય છે અને એનો સ્વભાવ આડે આવતો હોય છે. આ રીતે અત્યંત જાગૃતિ, સાવધાની અને સૂક્ષ્મતાથી ગુરુએ શિષ્યને કેળવવાનું ભગીરત કાર્ય કરવું પડે છે. કાગળ બગડી જાય તો બીજો લઈ શકાય, મૂર્તિ રચતાં * ૧૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... શિલ્પીથી કોઈ ભૂલ થાય તો એક પથ્થરને ફેંકી દઈને બીજા પથ્થર પર એ પોતાનું કામ શરૂ કરે પરંતુ ગુરને તો એ જ શિષ્ય પર પોતાનું કામ કરવાનું છે અને એના મનમાં વર્ષોથી કે ભવોભવથી જામી ગયેલાં જાળાને સાફ કરીને એમાં નવું અજવાળું પાથરવાનું હોય છે. આથી ગુરુને ‘મહેશ્વર' કહેવામાં આવ્યા છે. મહેશ એ વિનાશને સૂચવે છે. તેની પાછળનો મર્મ એ છે કે ધોબી જેમ પહેલાં કપડાં પાણીમાં બોળે, એમ ગરુ શિષ્યમાં ભક્તિ અને સત્સંગનો રગ લગાડે છે. પછી એ પથ્થર પર કપડાં પછાડે છે એમ ગુરુ શિખ્ય ઘડતરને માટે ક્યારેક ગુસ્સાનો લાલ રંગ તો ક્યારેક શાંતિનો શ્વેત રંગ પ્રગટ કરે છે અને શિષ્યની ચિત્તવૃત્તિનું રૂપાંતર કરે છે. જેમ ધોબી કપડાંને નીચોવે, તેમ શિષ્યની સઘળી આસક્તિને નિચવે છે અને ત્યારબાદ જેમ ધોબી કપડાંને સૂર્યના પ્રકાશમાં સુધે છે, એ રીતે ગુરુ એને વૈરાગ્યના પ્રકાશમાં સૂકવીને એનામાં આત્મજ્ઞાન, સમતા, નિસ્પૃહતા અને શાસ્ત્રાપણું જગાડે છે. જેવી દશા કપડાંની, એવી દશા શિષ્યની, એ પટકાય, નિચોવાય, એને ઝાપટવામાં આવે એ બધું થાય એ રીતે ગુરુ પહેલાં એના હૃદયમાં દીર્ઘ કાળથી પલાંઠી લગાવીને બેઠેલા અજ્ઞાન, ભ્રમ, રૂઢિ તથા ખ્યાલોને દૂર કરે છે. આજ સુધી એ મૃત્યુના ભયથી કે નરકના ડરથી એ ધર્મ તરફ ગયો હતો. આજ સુધીમાં પોતાનાં પાપને છૂપાવીને ધર્મ તરફ ગયો હતો અથવા તો પોતાનાં દુષ્કૃત્યોનાં ભારમાંથી મુક્ત થવા ધર્મ તરફ ગયો હતો. આવી મનમાં બંધાયેલી માન્યતાઓનો ગુરુ પહેલાં નાશ કરે છે. એનું આગણું ચોખ્ખું કરે છે, કારણ કે તો જ એના હૃદયમાં શુભભાવોનો પ્રવેશ થાય અને પરમનો સ્પર્શ શક્ય બને. એક જગા ખાલી થાય તો એમાં બીજું મૂકી શકાય, આથી ભક્તના હૃદયમાં આસન જમાવી બેઠેલા ધનલોભ, સત્તામોહ કે ઈંદ્રિયલોલુપતાને ગુર દૂર કરે છે. એને દૂર કરે તો જ ત્યાં કશુંક નવું આવી શકે. વર્ષોથી પાળેલાં ભ્રમો પર ગુર આઘાત કરે છે. આમ ગુરૂ ભ્રમનાશક છે. શિષ્યની વૃત્તિઓએ રચેલાં અનેક કિલ્લાઓને એક પછી એક જમીનદોસ્ત કરે છે. જે ભ્રમ લઈને સાધક પરમની પાસે જાય, તો એ પરમાત્માની આસપાસ પોતાની ભ્રમજાળ ગૂંચી દેશે. વૃત્તિઓ લઈને એ પ્રભુ પાસે જશે, તો પ્રભુને કે ધર્મને પોતાની વૃત્તિ બહેકાવવાનું માધ્યમ બનાવી દેશે. એની ભક્તિ અહંકારનું રૂપ ધારણ કરશે અને એના અંતરના અજ્ઞાનનો અંધકાર વધારવાનું નિમિત્ત બનશે. એનું આવું અજ્ઞાન વધતું જશે અને પોતાની મર્યાદાઓ અકબંધ રાખશ. આથી જ કહ્યું છે. ૧૯ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા गुरोरवज्ञया सर्व नश्यते च समुद्भवम् “ગુરુની અવહેલના કરવાથી આખો અભ્યદય નષ્ટ થઈ જાય છે.” એક વ્યક્તિએ પોતાના ગુરુ પાસે પશ્ચાત્તાપ કરતાં કહ્યું, “બસ, મને એક બૂરી આદત છે કે રાત્રે પત્નીને મારી બેસુ છું. ગુરુ આ આદતા ઊંડાણમાં ઊતર્યા અને પૂ. આમ પત્નીને મારવાનો અર્થ શો?' ત્યારે એણે કહ્યું કે એ ચોરીના પૈસે જુગાર રમ્યા બાદ દારૂ પીતા સાનભાન ગુમાવે છે અને એને પરિણામે ગુસ્સામાં અપશબ્દો બોલતો બોલતો પત્નીને મારી બેસે છે." આ રીત વ્યક્તિમાં માત્ર એક જ મર્યાદા, દોષ કે ક્ષતિ હોતા નથી. હકીકતમાં તો મર્યાદા કે દોષ ક્યારેક એકલા આવતા નથી. એની સાથે એની સખીઓ અને પુત્રીઓ હોય છે. વ્યાપારમાં શોષણ કરીને મેળવેલા પૈસાથી ધર્મકાર્ય કરવાનું માનનાર હકીકતમાં તો અધર્મ જ આચરતો હોય છે વ્યક્તિ અહંકાર નમાવીને, વાસનાઓ ગાળીને વિનમ્રભાવે ગુરુના દ્વારમાંથી પસાર થઈને પરમ પ્રતિ જવાનું છે, કારણ કે પરમાત્મા સમર્પણ વિના મળતા નથી. આ હરિનો મારગ એવો છે કે જ્યાં માથું મૂકીને ચાલવું પડે છે અને આવું સમર્પણ ગુરૂ વિના સાધતું નથી. સંત કબીરે કહ્યું કે જે પોતાનું ઘર ભસ્મીભૂત કરવા તૈયાર હોય, એ જ મારી સાથે આવે.' આ જ ‘ગુરુ દેવો મહેશ્વર’ છે. આ મહેશ્વર પાસે શિષ્યની બાહ્ય અને આંતર બન્નને દુવૃત્તિઓ નાશ કરવાની ક્ષમતા છે. હિંદુ ધર્મગ્રંથોમાં મહાદેવનું પ્રધાન શસ્ત્ર ત્રિશૂળ છે અને એમના ધનુષ્યનું નામ ‘પિનાક' છે. આ બંને શસ્ત્રો સૂચવે છે કે મહાદેવની જેમ ગુરુ શિષ્યના નજીકના અને દૂરના એટલે કે બાહ્ય અને આંતરિક બધા દોષો અને દુવૃત્તિઓનો નાશ કરે ચે. વળી ગુના પૈર્ય સાથે મહાદેવનું સ્મરણ થાય. સમુદ્રમંથનમાંથી ઉત્પન્ન થયેલા વિષને પીવાને કારણે એમનું નામ નીલકંઠ પડયું. શિષ્યની ઘણી મર્યાદાઓને ગુરુ પોતાનામાં સમાવી લે છે. ક્યારેય તા એ મર્યાદાઓ માટે પોતાને સ્વયં કારણભૂત ગણીને આત્મવિશ્લેષણ કરે છે. આ રીતે ‘ગુર સાક્ષાત્ પરબ્રહ્મ' બને છે. એનો મર્મ એ કે ગુરુની નિકટ વસવાથી પરબ્રહ્મનો સતત અનુભવ થતો રહે છે. ગુરુની વાણીમાં એ પરબ્રહ્મની વાણીની ઝાંખી મેળવી શકે છે. એના ગાનમાં અધ્યાત્મના આનંદનું સંગીત અનુભવી શકે છે. એના પ્રત્યેક તાલમાં પરબ્રહ્મની લીલાના દર્શન થાય છે. આ રીતે જ્યારે ભક્તની આંખથી એ ગુરુને જોશે, ત્યારે એને અસીમમાં બેઠેલા પરમાત્માના દર્શન થશે. ૨૦. Page #12 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સશુરુ : સંસ્કૃતિનો આધારસ્થંભ - ગુણવંત બરવાળિયા ( સી.એ. સુધીના અભ્યાસ પછી ટેક્ષ. ઇન્ડ.માં પ્રવૃત્ત ગુણવંતભાઈ મુંબઈની કેટલીક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. પચાસ કરતાં વધુ પુસ્તકોનું સર્જન-સંપાદન કર્યું છે. જ્ઞાનસત્રનું આયોજન કરે છે) શૈશવકાળમાં બાળકની માતા જ તેની ગુર હોય છે. મા ઘરના પરિસરમાં રહીને પોતાના બાળકને શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે. પરંતુ વિશ્વના વિશાળ ફલક પર તેની વિકાસયાત્રા માટે તે માતા પોતાના સ્તરની વ્યક્તિને શોધે છે અને તે છે માસ્તર. આમ જીવનમાં માના સ્થર પર જો કોઈપણ હોય તો તે છે માસ્તર.... એટલે વિદ્યાગુર, પોતાના બાળકના જ્ઞાનની ક્ષિતિજના વિસ્તાર માટે મા પોતાનું બાળક શિક્ષકને સોંપી દે છે. પ્રથમ શિક્ષક માતા, અને પછી જીવનમાં વિદ્યાગુરુનો પ્રવેશ થાય છે. ગુર અંધકાર, રે દૂર કરનાર અવિદ્યાનો અંધકાર દૂર કરનાર, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી, મુક્તિનું મંગલ પ્રવેશદ્વાર જે ચધિ તે સર છે. જેમને સતનો સાક્ષાત્કાર થયો છે એવા સરને ભારતવર્ષના શાસ્ત્રાએ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ઉપમા આપી નવાજ્યા છે. કેમકે જીવનમાં સદગુણોના સર્જક ગુરને બ્રહ્મા ગણ્યા છે. સગુણના પોષક શ્રી વિષ્ણુને તુલ્ય ગયા છે અને દોષોના વિનાશક મહાદેવ જેવા માન્યા છે. આ ત્રણ દેવોની ઉપમા યથાર્થ છે. વિદ્યાગુર વિદ્યાદાન દ્વારા આપણ વ્યવહારિક જ્ઞાનમાં વૃદ્ધિ કરે છે. જે જ્ઞાન નોકરી, ધંધા કે વ્યવસાય દ્વારા જીવન નિર્વાહ ચલાવવા ઉપયોગી થાય છે. વળી ભૌતિ સુખ સંપત્યિ પ્રતિષ્ઠાનું ઉપાર્જન પણ તેના દ્વારા થઈ શકે છે. ઉપરાંત, વિદ્યાગુરુએ આરોપેલ ધર્મ નિતિના સંસ્કારો આપણામાં રહેલી સુષુપ્ત ચેતનાને જાગૃત wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરવાનું કાર્ય કરે છે. આમ વિદ્યાગુરુ માનવીનો આખો ભવ સુધારે છે. પુરુષાર્થ અને પુણ્યના યોગથી ભૌતિક સમૃદ્ધિ સંપન્ન થઈ હોય તો તે સમૃદ્ધિને કઈ રીતે ભોગવવી, તેનો વિવેક ધર્મગુરુ જ શીખવી શકે અને ભૌતિક સમૃદ્ધિ વિના પણ, ખૂબ જ પ્રસન્નતાથી કઈ રીતે જીવી શકાય તે વિદ્યા તો માત્ર ધર્મગુરુ દ્વારા જ પામી શકાય. આધ્યાત્મિક તત્ત્વનાં રહસ્યો પામવા માટે માત્ર આ ભવ જ નહિ પરંતુ ભવ પરંપરા સુધારવા માટે જીવનમાં ધર્મગુરુ મહત્ત્વ અનન્ય છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદ્ગર કે ચરણ, સો પાવે સાક્ષાત બુઝી ચહત જો પ્યારા કો, હે બુઝન કી રીત, પાવે નહી ગુરૂગમ બિના, એહ અનાદિ સ્થિત આપણા વિદ્વાન વિષ્ણાતા ડૉ. પૂજ્ય મહાસતી તરુલતાજીએ 'હું આત્મા છું'માં યુગપુરષ શ્રીમદરાજચંદ્રની આ મહાન રચનાને અદ્ભુત રીતે સમજાવતાં કહ્યું છે કે, બીના નયનની વાત એટલે જે અનુભવ ઈદ્રિયોથી થઈ શકતો નથી, ઇંદ્રિયાતીત છે એવો આત્માનુભવ. આપણા ચર્મચક્ષુઓ જગતના સર્વ રૂપી પદાર્થો જોઈ શકે છે. પણ અરૂપી એવો આત્મા આ નયનોમાં સમાતો નથી. તેને જોવો જાણવો હોય તો અંતરીક્ષ ઉઘાડવા પડશે. અંતરનો થયેલો ઉઘાડ, અંતરની અનુભવદશાની પ્રાપ્તિની તીવ્ર લગન જ આત્માનો સાક્ષાત્કાર કરાવી શકે. પણ એ લગન લગાડે કોણ? બ્રહ્મ જ્ઞાનના ભોમિયો જેણે પોતે આત્માનુભવ કરી લીધો છે તેઓ માટે હે માનવ આત્માનુભવી સરના ચરણોમાં ચાલ્યો જા. તેમના ચરણનું ગ્રહણ કરવાથી પરમાનંદને પામી શકાશે.” સંત કબીરજીએ પણ સદ્ગુરુને જીવનમાં પ્રથમ સ્થાને મૂક્યા - પ્રસ્થાપ્યા છે. ગુરુ ગોવિંદ દોઉ ખડે, કિસકે લાગું પાય બલિહારી ગુરુ આપની, ગોવિંદ દિયો બતાય. આમ સહુ સંતોએ એકી અવાજે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સદ્ગર વિના સાધના માર્ગે વિકાસ થઈ શકતો નથી. ગુણપૂજક જૈનપરંપરામાં વિશુદ્ધિની દષ્ટિએ સિદ્ધ ભગવંતનું સ્થાન ઊંચું છે. ૨૨ ૨૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અરિહંત પ્રભુ સિદ્ધિોને નમસ્કાર કરે છે પરંતુ નમસ્કાર મહામંત્રમાં પહેલા નમસ્કાર અરિહંત પ્રભુને અને પછી સિદ્ધ પ્રભુને કરીએ છીએ કારણ કે આપણને સિદ્ધનું સ્વરૂપ સમજાવનાર જો કોઈ હોય તો તે ઉપકારી અરિહંત ભગવાન છે. મહાન સદગુર રૂપે જો અરિહંત ભગવાને સિદ્ધનું સ્વરૂપ ન બતાવ્યું હોય તો આપણે જાણી શક્યા ન હોત અને એવી સિદ્ધદશાની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવા કોઈ જીવ પ્રેરાયો પણ ન હોત. આમ પ્રત્યેક જીવ પુરુષાર્થ કરીને પરમાત્મા થઈ શકે છે. એ બતાવનાર અરિહંત પ્રભુને સિદ્ધ ભગવંત કરતાં પણ પ્રથમ સ્થાન આપ્યું છે.ન વર્તમાન ગુરુની અનિવાર્યતા છે. કારણ, આ કાળમાં આ ક્ષેત્રે અરિહંતદેવ આપણી વચ્ચે સદેહે નથી ત્યારે આપણા માટે જો કોઈ સચોટ અને સબળ અવલંબન હોય તો તે માત્ર એક જ છે અને તે છે સર. - જિનેશ્રવર શાસ્ત્ર પ્રરૂપ્યા, ગુરુ ગણધર તથા તેમની શિષ્ય પરંપરાએ એ ઉપદેશ સૂત્ર-સિધ્ધાંતને આગમરૂપે ગુંથ્યા. આમ સદ્ગરને કારણે આપણને આગમરૂપી અમૂલ્ય વારસો મળ્યો. શાસ્ત્રોમાં માર્ગ બતાવ્યો છે. મર્મ બતાવ્યો નથી. મર્મ તો સરના અંતરમાં પડયો છે. ગુરુ આપણા દોષ જોઈ આપણને જાગૃત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે, પરમહિતકારી મિત્ર, કરુણાનિધાન સર, હિતબુદ્ધિએ શામ, દામ, દંડ, ભેદરૂપ નીતિ આચરીને પણ સાધકને સાચા રસ્તે ચડાવે. ગુરુ શિલ્પી છે. શિલામાંથી નકામો ભાગ દૂર કરી શિલ્પી સુંદર મૂર્તિ બનાવે તેમ ગુરુ શિષ્યના દુર્ગુણો દૂર કરીને તેને જીવનસૌદર્ય બક્ષે છે. જ્ઞાન તો પ્રત્યેક માનવીના આત્માનો પ્રથમ ગુણ છે. પરંતુ જ્ઞાનાવરણીય કર્મથી આત્મા જ્યાં સુધી લોપાયેલો છે ત્યાં સુધી તેને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ નથી આ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય ગુરુના ઉપદેશ વિના શક્ય નથી. “અહિલ્યા થઈને સૂતું છે, અમારું જ્ઞાન અંતરમાં, ગુર! મમ રામ થઈ આવો, તમારા સ્પર્શ ઝંખુ છું.” આમ સરના સ્પર્શમાત્રથી શાન પ્રગટ થવાની માર્મિક વાત કવિએ કહી છે. કબીરજીએ તો સરુને જ્ઞાનરૂપી લોચન ઉઘાડનાર કહ્યા છે. સદગુરકી મહિમા અનંત, અનંત કિયા ઉપકાર લોચન અનંત ઉઘાડિયા, અનંત દિખાવણહાર અવા સર મેળવવા માટે આપણને અંતરના અતલ ઊંડાણમાંથી જિજ્ઞાસા ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઝંખના જાગવી જોઈએ. ગુર પ્રાપ્તિની અભિલાષા રોમરોમમાંથી પ્રગટ થવી જોઈએ. સહરાના રણમાં પ્રવાસ કરતાં પ્રવાસીને તરસ લાગે ત્યારે શીતલ જળ માટે કેવી ઉત્કૃષ્ટ ઈચ્છા થાય છે, જે રીતે સર! તમોને ઝંખુ છું પ્રખર સહારાની તરસથી... સર જેવા મહાન રત્નને જીરવી શકે તેવી પાત્રતા પણ કેળવવી જોઈએ આ તો સિહણના દૂધ જેવી વાત છે. વિનય, હિત શિક્ષાની પાત્રતા અને ગુરુ પ્રત્યે આદર અતૂટ શ્રદ્ધા આદર્શ શિષ્યના ગુણો છે. આવા આદર્શ શિષ્ય માટે સદ્ગરનું શરણું કલ્પવૃક્ષની શીતળ છાયા સમાન છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે કુગુરુ કાગળની કે પથ્થરની નાવ જેવા હોય છે. કાગળની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, પથ્થરની નાવ જેવા ગુરુ પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે જ્યારે સદ્ગુરુ કાષ્ટની નાવ જેવા હોય છે જે પોતે તરે અને બીજાને પણ તારે છે. જ્ઞાનીઓએ ગુરુને પનિહારી સમાન અને સોનાની ખાણના ખાણીયારૂપે કહ્યા છે. કૂવામાં પાણી ઘણું છે. તરસ્યો પ્રવાસી કાંઠે ઊભો છે. પાણીના દર્શનથી તેની તૃષા તૃપ્ત થવાની નથી. પનિહારી દોરડું સિંચી ઘડામાં પાણી ભરી બહાર લાવે તેને કપડા વડે ગાળી પ્રવાસીની તૃષા તૃપ્ત કરે છે, તેમ શાસ્ત્રનું જ્ઞાન કૂવાના પાણી જેવું છે. ગુર તેનું ચિંતન-મનન પરિશીલન કરી આપણે યોગ્ય બનાવી આપે છે અને આપણી જ્ઞાનપિપાસાને તૃપ્ત કરે છે. જેમ પનિહારી કોઈપણ તરયા વટેમાર્ગુને નાત, જાતપાતના ભેદ વગર તૃષા તૃપ્ત કરે છે. તેવા જ છે કરૂણાવંત જ્ઞાની ગુરુજન. વળી સોનાની ખાણમાં માટી મિશ્રિત સોનાનો પુરુષાર્થ દ્વારા અનેક પ્રક્રિયાથી ચોવીસ કેરેટની શુદ્ધ સોનાની લગડી ખાણીયા બનાવે છે તેમ જ્ઞાની ગુરજન શાસ્ત્રનાં અગાધ રહસ્યોને સરળ ભાષ્માં આપણી સમક્ષ રજૂ કરી મોક્ષનો માર્ગ સુલભ કરી આપે છે. સદ્ગર અંતરમાં અખૂટ અનુકંપાનું ઝરણું વહેતું હોય છે. તેથી સંસ્કાર અને સાચી સમજણ ગુરુ પાસેથી મળે છે. અધ્યાત્મજ્ઞાન અને જીવનનાં ઉચ્ચ મૂલ્યો ગુર દ્વારા સાંપડે છે. આપણી આર્યસંસ્કૃતિમાં ગુરુને પ્રભુના પ્રતિનિધિ અને ધર્મસંસકનિા સંરક્ષક અને પોષક માનવામાં આવ્યા છે. સદવિદ્યા, બ્રહ્મવિદ્યા ને સણો ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. નમ્રતા, સેવાભાવ, વિનયને વિવેક એ બધું ગુર કૃપાથી જ પ્રાપ્ત થાય છે. ૨૩ - ૨૪ Page #14 -------------------------------------------------------------------------- ________________ elege oછાણtogeteeletetogteeleteeleteneggete દેવ, ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વો પરમ મંગલકારી છે. આ ત્રણ તત્વો તારક છે, પરંતુ આમાં ગુરૂનું મહત્ત્વ અવર્ણનીય છે. ત્રણેમાં ગુરનું સ્થાન એટલા માટે ર્વોપરી છે કે દેવ અને ધર્મ તત્વની સમજણ કરાવનાર ગુરુ જ છે. ગુર ભવ્ય જીવોને બોધ આપે છે. ગુરના માર્ગદર્શન અને સદબોધના સ્પંદનો જ જ્ઞાન પ્રાગટય માટે ઉપકારી છે. ગુરથી જ સમ્યફ પંથની પ્રાપ્તિ થાય છે. ગુરથી જ સમસ્યાનું સમાધાન થાય છે. ગુરુની આરાધના તારે છે ને પાર ઉતારે છે. ગુરરૂપી નાવમાં બેસીને જ સંસારસાગર તરી શકાય છે. સંસારના સમુદ્રમાં તોફાન આવે અને જીવનનૌકા જ્યારે તેમાં અટવાઈ જાય ત્યારે ખૂબ પ્રયત્ન કરવા છતાં ખરાબે ચડેલી નાવ કિનારા તરફ જઈ શકતી નથી ત્યારે મૂંઝાયેલા શિષ્યના હદયમાંથી પોકાર ઉઠ છે - હું તો હલેસાં મારતો થાકી ગયો છું હે ગુરુ ! - નાવિક બનીને આવજો આ જીવનનૈયા તારવા.” સાચા હૃદયના આ પુકારથી ગુર અવશ્ય માર્ગ બતાવે છે. ગુર કુંભાર છે. જેમ કુંભાર ઘડાનું ઘડતર કરે તેમ ગુરુ શિષ્યનું ઘડતર કરે છે. બહારથી ભલે ટપલા મારે પણ અંદરથી મૃદુ હાથના સ્પર્શથી ઉષ્માભર્યો ટેકો આપે છે. કુંભાર જેમ વધારાની માટીથી ઘડાને સુંદર ઘાટ આપે છે તેમ ગુરુ શિષ્યની ભૂલોને, ઉણપ, ક્ષતિઓને દૂર કરી યોગ્યતા બક્ષે છે. બહારથી ગુરુનું સખત કે કડક અનુશાસન હોય પરંતુ અંદરથી શિષ્ય પ્રતિ દયાવાન ગુરુ મૃદુભાવ રાખે છે. કબીર સાચું જ કહે છે : ‘યહ તન વિષ પી વેલડી ગુરુ અમૃત કી ખાણ શીશ દીયે જો ગુર મીલે તોભી સસ્તા જાણ.' દાર્શનિક સંદર્ભે ગુરુદક્ષિણા વિશે ચિંતન કરવા જેવું છે. શિષ્ય હૃદયમાં એવા ભાવ પ્રગટ કરવા જોઈએ કે, ‘જે કાંઈ મને મળ્યું છે તે ગુરકપાએ જ મળ્યું છે, માટે સર્વ ગુરુનું જ છે તો હું તેને ગુરુદક્ષિણા આપનાર કોણ? ગુરુને અર્પણ થયા પછી અહંનું વિસર્જન થયું છે, મનનું મૃત્યુ થયું છે. આ જગતમાં આત્માથી શ્રેષ્ઠ કશું જ નથી અને મને આત્માનું દર્શન કરાવનાર તો ગુરુ જ છે જેથી આત્મા પણ તેનો જ છે તો - ૨૫ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા હું ગુરુને શું આપી શકું? આમ લઘુતાભાવ પ્રગટ થાય તો જ શિષ્યત્વ આદર્શ બની શકે છે. ગુરુ, ભક્તિની પરાકાષ્ઠા રૂ૫ શ્રીમદ્જીની ગાથા દ્વારા આપણે આ વિષયનું સમાપન કરીશું.' અહો અહો શ્રી સર કરૂણા સિંધુ અપાર આ પામર પર તમે કર્યો અહો અહો ઉપકાર શું ગુરુ ચરણ કને ધરું આત્માથી સૌ હીન તે તો ગુરુએ આપીયો વતું ચરણાધીન દેહ છતાં જેની જશા વર્તે દેહાતીત તે જ્ઞાનીનાં ચરણમાં હો વંદન અગણિત. સંત દત્તાત્રેય, પશુ-પંખી અને પ્રાણીઓમાં દેવી ગુણોની વિશિષ્ટતાનાં દર્શન કર્યા તો તમેણે એ બધાને ગુરુપદે સ્થાપી દીધાં. ધન્ય છે તેમની ગુણાનુરાગી દષ્ટિને દતાત્રય ને માનવી, પ્રાણી અને પ્રકૃત્તિમાં જે સદગુણો દેખાયા તેને તેમણે ગુર માન્યા, ધરતી આકાશ, સમુદ્ર, વાયુ, અગ્નિ, ઈયલ, ચંદ્ર, સૂર્ય, અજગર, જલ, પતંગિયુ, હાથી, મધપૂડો, હરણ, માછલી, ગણિકા, બાળક, કુંવારી કન્યા, લુહાર, સર્પ, મધમાખી, અને કુતરો આમ આ ચોવીશ ગુરૂઓ બતાવ્યા છે. અખો, કબીર, મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના ગર સંબંધી ચિંતનમાં એક સૂર પ્રગટે છે “તું તારો ગુરુ થા !" સદ્દગુરુની શોધકરવા, ગુરુની પ્રાપ્તિ માટે તું જ સ્વયં તારો ગુરુ થઈને પુરુષાર્થ કર તો જ તને સપુરુષની પ્રાપ્તિ થશે. વ્યસમુનિ-નારદ, ભીષ્મના ગુરુ પરશુરામ આરૂણિ, ઉપમન્યુ, સત્યકામ, જૈમિન જેવા આદર્શ પરશુરામ, કર્ણ, ભગવાન મહાવીર-ગણધર ગૌતમ, વિશિષ્ટ-રામ, કૃષ્ણસંદીપની, દ્રોણાચાર્ય-એકલવ્ય, રમાનંદસ્વામી, રામકૃષ્ણ-વિવેકાનંદ જેવા મહાન ગુર શિષ્યનું પાવન સ્મરણ કરી સંસ્કૃતિના આધારસ્થંભ સામા સદ્દગુરુને વંદના Page #15 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... વિષમ કાળમાં ગુરુ કોણ? - બકુલ નંદલાલ ગાંધી (મુંબઈસ્થિત બકુલભાઈ ગાંધી ચાર્ટર્ડ સેક્રેટરી છે. જૈદર્શનના અભ્યાસુ બકુલભાઈને દાર્શનિક સાહિત્યના સ્વાધ્યાયમં ઊંડો રસ છે) મનુષ્ય ભવ અમૂલ્ય છે અને આ ભવમાં આત્માના કલ્યાણ માટેના પ્રયત્નો પ્રમાદ વગર કરવા ગુરુ જ સહાય કરી શકે તેમ ધર્મમાં સમજાવ્યું છે. ગુરની મહિમા, શોધ અને ગુરુના લક્ષણોની સમજણ સંતો, મહાપુરુષો, બુધ્ધજીવીઓએ ધાર્મિક પરિષદ કે અધિવેશનમાં મૌખિક અને લેખિત રજૂઆત દ્વારા ધર્માનુરાગી સાધક, શ્રાવક સમક્ષ સમયસમય પ્રસ્તુત કરતાં આવ્યા છે. સૌ પ્રથમ મનુષ્યના વર્તમાનમાં જીવવાના સંજોગો ઉપર નજર કરવી આવશ્યક છે. એક પુદ્ગલ સાથે આત્મા અભિન્ન રીતે જોડાયેલો હોય ત્યારે જ તેની જીવ તરીકેની સમજ વર્તાય છે. મનુષ્ય સંદીપંચેન્દ્રિય જીવ છે. જીવની વિચાર શક્તિ અને વિવેક શક્તિ સંજ્ઞા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ મનુષ્યની પંચેન્દ્રિયઓ (સ્પર્શ,રસ, થ્રાણ,ચક્ષુ અને શ્રવણ)ને ઘણી બધી શક્તિ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. ભૌતિકશાન, રસાયણશાસ, જીવવિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, દૂરસંચાર વિ. ક્ષેત્રે પુરાવા અને સાબિતી સાથેની સમજણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવેલ છે. માનવનું જીવન આનંદ અને શાંતિમય બનાવવા ઉત્તરોઉત્તર સુખ-સગવડનાં સાધનો ખડકી દીધાં છે. દૂરદર્શન, દૂરધ્વનિ અને ઝડપી પરિવહન દ્વારા માનવને એકબીજાને સતત નજીક લાવવા અને રાખવા ૨૪x૭ ઉપલબ્ધ હોય છે. માનવને ઉચ્ચ શિક્ષણ, વ્યાપાર-વાણિજ્ય, નોકરી અને આર્થિક ઉપાર્જનનો વિશાળ ફેલાવો કરવા અનેક તકો મળેલ છે. વિકલાને જીવનને ગતીશીલ કરેલ છે. વિજ્ઞાને સાબિતીઓ સાથે ઉત્તરોત્તર માનવની દષ્ટિ વ્યાપક કરી છે. ખરેખર ભૌતિક દષ્ટિએ માનવજીવન અત્યંત આરામદાયક બની શકે તેમ છે. પરંતુ વિજ્ઞાન પાસે મનુષ્યને પાંચ ઇન્દ્રિયો ઉપરાંત જે મન એટલે કે વિચાર અને વિવેક શક્તિ છે તેના ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્રશ્નોનો જવાબ કે ઉપાય નપી. કારણકે વિજ્ઞાન સ્થળ અને મૂઢ બાહ્યશક્તિ છે. વિજ્ઞાનને અદ્રશ્ય મન-આત્મા વિશે સમજવાનું અને નિયંત્રણમાં રાખવાનું ફાન નથી. મન-આત્માની મનોગ્રંથી, ચિત્તશક્તિ અને તેના નિયંત્રણ વિષે સમજણ, જ્ઞાન આપનાર વિદ્યાને આધ્યાત્મ જ્ઞાનનું નામ અપાયું છે. વાસ્તવિકતામાં વિજ્ઞાન અને આધ્યાત્મનું એક બીજા સાથે સંકળાયેલા રહેવું એ જ પંચેન્દ્રિય માનવ જીવનું વર્તમાનમાં અસ્તિત્વ અને જીવન મનુષ્યની મનોગ્રંથિની અસ્થિરતા કાબૂમાં ન રહેતા રાગ, દ્વેષ, ક્રોધ, સંપત્તિ અને સત્તાની લાલસા વિ. વૃતિઓ સ્વની અને સાથોસાથ આસપાસમાં સંપર્કમાં આવી જતાં મનુષ્યો માટે તંગદીલી ઊભી કરી દે છે. આવી વૃતિઓ ઉપર કાબુ મેળવવા અને સ્વના ભાવને સ્થિર રાખવા આધ્યાત્મિક વિઘા ધર્મનો માર્ગ અનુસરવા સમજાવે છે. જગતની મોટા ભાગ વસ્તી ધર્મમાં આસ્થા ધરાવે છે. હિંદુ ધર્મમાં આસ્થા ધરાવતો મનુષ્ય મંદિર, ઉપાશ્રયમાં જાય છે. મુસલમાન મજીદમાં નમાઝ પડવા જાય છે તો ખ્રિસ્તી ચર્ચમાં જાય છે. છતાં આ જગતમાં આજે સગીર વયની બાળકીઓ, સ્ત્રીઓ જ નહિ પણ સગી દકરીઓ પણ નિર્લજ બળાત્કાર અત્યાચારનો ભોગ બનતી રહી છે. લગ્ન વગર લીવ ઈન રિલેશનના નામ હેઠળ રહાછંદતાથી રહેવું. સાતિય સંબંધ કાયદાકીય રીતે સ્વીકારવા. સગીર બાળકો પાસે મહી કરાવવી. આવી વિકૃતિઓ ઉપરાંત પોત-પોતાના સ્વાર્થ અને આધિપત્ય બનાવવા અને જાળવવા સત્તા લાલસીઓની ઉશ્કેરણીઓને કારણે ભય, ઝનૂન, અશાંતિ, અસલામતી, અસંતોષ, અરાજકતાનું વાતાવરણ વધારે અને વધારે હાવી થઈ રહ્યું છે. મનુષ્ય શા માટે માનસિક તાણ, એકલવાયાપણું, ઉચાટ, અજંપો અને પરપર અવિશ્વાસ અનુભવી રહ્યો છે ? આવી પરિસ્થિત માનસિક અસ્થિરતા કે રોગોને કારણે હોય, શું આધ્યાત્મિક ધર્મ કે જેનું સંચાલન ધર્મગુરુઓ પાસે છે તેનો પ્રભાવ અસરકારક નથી રહ્યો? આદ્યાત્મિક ગુરુનું સ્થાન જીવનના બીજા કોઈ ક્ષેત્રના ગુરુ કરતાં ઘણું ઊંચુ છે. વિદ્યા ગુર, કલા ગુરુ, રાજ ગુર, રમત ગુરુ વિ. કોઈ એક ક્ષેત્રે એક ભવ પૂરતું શિષ્યને ઊંચે શિખરે પહોંચાડી શકે છે. એવું જરૂરી નથી કે ગુરુ પોતે તે ક્ષેત્રે પારંગત હોય. ક્રિકેટમાં રમાકાંત આચરેકર (કે જેઓ પોતે ટેસ્ટ મેચ નથી રમ્યા) અને સચીન તેંડુલકર આદર્શ ગુરુ-શિષ્યનું બિરુદ માટે જીવંત ઉદાહરણ છે. આચરેકર સરે વૈવિધ્ય રીતે શિષ્યને સોટીઓના એરણે સતત ચઢાવ્યો, પ્રોત્સાહન આપ્યું અને સચીન સમર્પણ, એકાગ્રતા, બૈર્ય, લગન, સખત પરિશ્રમ, સ્થિરતા, રમતના ચઢાવ-ઉતારમાં સમભાવ, પ્રચંડ ખ્યાતિ ૨૮ Page #16 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... અને પૈસો મળતો રહ્યો હોવા છતાં જીવન ક્રિકેટની રમતને સમર્પિત. રમત દરમ્યાન પિતાના મૃત્યુથી પણ વિચલિત ન પતાં આર્તધ્યાનમાં ન સરી ગયો. આઘત્મિક ગુરુ પાસેથી જીવનના કોઈ એક ક્ષેત્રે જ નહિં, એક ભવ પૂરતું પણ નહીં, પરંતુ ભવોભવ તરી જવા માર્ગદર્શન અપેક્ષિત છે. ગુરુ પોતે આ માર્ગ ઉપર સફળતાથી ઊંચા શિખરે ઘણા આગળ વધી શક્યા હોવા જરૂરી છે. આપણી સંસ્કૃતિમાં સહુ સંતો અને મહાત્માઓએ એકમતે સદ્ગુરુના શરણને સ્વીકાર્યું છે. સર વિના સાધનામાર્ગે વિકાસ થતો નથી. આત્મસિદ્ધિ અને સર શ્રીમદ્ રાજચંદ્રની આત્મસિદ્ધિના નવમા પદમાં “સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને, નિજ પદનો લક્ષ.” આવી જ સમજણ આપે છે. આત્મસિદ્ધિનું અગિયારમું પદ “પ્રત્યક્ષ સદર સમ નહિ, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ પયા વિના, ઉગે આત્મવિચાર', “સમજાવે છે કે જે જીવતા છે, તે ગુરુ જ આપણાં દોષોને જોઈ આપણને જાગ્રત કરે, જ્યાં ભૂલીએ ત્યાં ફરી ગણવાની પ્રેરણા આપે. સદ્ગુરુની શોધમાં સાધકને આત્મસિદ્ધિનું દસમું પદ “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમથુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય" દ્વારા સમજાવેલ છે કે (૧) આત્મજ્ઞાન, (૨) સમદર્શિતા, (૩) ઉદય પ્રયોગે વિચરણ, (૪) અપૂર્વ વાણી અને (૫) પરમશ્રુતતા- આ પાંચ લક્ષણો હોય તે સર. આત્મસિદ્ધિનું ૧૩મું પદ “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરુપક શાન; પ્રત્યક્ષ સદગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર”. આપણને સમજાવે છે કે જ્યારે પ્રત્યક્ષ સરનો યોગ નથી પણ આત્મજાગૃતિ વિસરવી નથી ત્યારે સાધકે શાસ્ત્રો, શાસ્ત્રો ઉપરનું પ્રમાણસહિતનું વિવેચન વિગેરેને વાંચવા, વિચારવા, સમજવા અને તેમાંથી નીકળતાં રહસ્યને પામવા પ્રયત્ન કરવા. મહાત્મા ગાંધીના ગુરુ વિષેના મંતવ્યો : ઈ.સ. ૧૯૧૫-૩૫ દરયિાનના મહાત્મા ગાંધીનાં પ્રવચનો, પત્રો, લેખોના મહાત્માના ગુરુ વિષેના મંતવ્યોના અંશો : ગુરુ વિના જ્ઞાન ના હોય તેવા સુવર્ણ વિચાર સાથે હું સંપૂર્ણ સહમત છું. હું ગુરુને શોધું છું. હું એ બાબત સ્વીકારું છું કે ગુરુ હોવા જોઈએ. આગળ ઉપર મહાત્મા કહે છે કે, “પરંતુ આવા ગુરુ મળવા ઘણા મુશ્કેલ હોય છે અને ગુરુની ગેરહાજરીમાં કોઈને પણ ગુર તરીકે સ્વીકારવાં અયોગ્ય છે. આજના સમયમાં કોઈને ગુરુ તરીકે સ્વીકારવા અપવા ૨૯ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કોઇના ગુરુ બનવું એ ઘણું જોખમકારક છે. અપૂર્ણ આદર્શવાળા માનવીને ગુરુ બનાવતાં આપણે ઘણી ભૂલો કરી બેસીએ છીએ. અસમર્પ તરવૈયો તમને તરાવરાવી બીજે છેડે કઈ રીતે પહોંચાડી શકે? પણ, જ્યાં સુધી યોગ્ય ગુરુ નહિ મળે ત્યાં સુધી હું મારા પોતાના ગુરુ તરીકે ચાલુ રહીશ. ચોક્કસ આ માર્ગ ઘણો મુશ્કેલીભરેલો માર્ગ છે પણ આ પાપી જગતમાં આ જ સાચું લાગી રહ્યું છે." મહાત્મા આગળ ઉપર કહે છે “જે માણસ ગુરની શોધમાં સતર્ક રહે છે તે આ પ્રક્રિયા દ્વારા પોતાની ગુણવત્તા મેળવતો અને વધારતો રહે છે. તેપી હું વિચલિત નથી થયો. ઈશ્વરની કૃપા હોય તેને જ ગુરુ મળે છે, તેથી જે સમયે અને જે જગ્યાએ મારી લાયકાત આવશે ત્યારે મને ગુરુ મળશે.' સ્વામી વિવેકાનંદના મંતવ્યો : ગુર- ગ્રંથોની ભાવના જાણનાર અને સમજનાર, નિષ્પાપી અને નિસ્વાર્થે શિખવનાર હોવા જોઈએ. આપણે જોવું જોઈએ કે, ગુરુગ્રંથોની ભાવના જાણે અને જુએ છે કે નહીં ? સમગ્ર વિશ્વ બાઇબલ, વેદ અને કુરાન વાંચતું હોય તો પણ તે બધા જ શબ્દો, વાક્યરચના, વ્યુત્પત્તિ, ફિલોસોફી, ધર્મના સૂકા હાડકાથી વધારે નથી હોતું. જે શિક્ષક શબ્દોની રચનામાં ગૂંચવાયેલા રહે છે કે રાખે છે તે શબ્દોની ભાવના ગુમાવે છે. જેનામાં શાસ્ત્રોની ભાવનાનું જ્ઞાન હોય છે તેઓ જ સાચા ધાર્મિક ગુરુ જણાય. શાનોના શબ્દોની જાળમાં ફસાયેલા માનવના ભટકતા મનને વિશાળ જંગલમાંથી બહાર નીકળવું મુશ્કેલ જેવું ભાસે છે. શબ્દોને જોડવાની અથવા સુંદર ભાષામાં બોલવામાં અથવા ગ્રંથોને ઉચ્ચારવાની વિવિધ પદ્ધતિઓની સમજ ફક્ત શિક્ષિતના વિવરણ અને આનંદ માટે હોય છે. તે આધ્યાત્મિક દષ્ટિના વિકાસ માટે સહાય કરતી ના હોય. ઘણી વખત પ્રશ્ન પુછાય છે કે આપણે શા માટે ગુરુના ચારિત્ર કે વ્યક્તિત્વ જાણવું જોઈએ ? આપણે તો તે જે શિખવે છે તેનું મુલ્યાંકન કરીને તેમાં આગળ વધવું જોઈએ. એક શિક્ષક ભૌતિક, રાસાયણિક કે શારીરિક વિજ્ઞાન શિખવતો હોય તો એ પોતે ગમે તેવો હશે તે ચાલી શકે કારણકે આવા વિજ્ઞાન શિખવવામાં ફક્ત બૌદ્ધિક સાધનો જરૂરી છે. પરંતુ આધ્યાત્મિક વિજ્ઞાન શિખવનાર અશુધ્ધ આત્મામાં પ્રથમથી છેવટ સુધી જરૂરી આધ્યાત્મિક પ્રકાશ હોવું અશક્ય છે. એક અશુદ્ધ માણસ શું ધર્મ શીખવી શકે? આધ્યાત્મિક સત્ય એક સ્વયં માટે હસ્તગત કરવા અપવા અન્ય લોકોને તે આપવા માટેની જરૂરી શરત છે હૃદય અને આત્માની શુદ્ધતા. આત્મા શુદ્ધ નથી ત્યાં સુધી ભગવાન, અથવા બહારની ઝલકની એક દ્રષ્ટિ કદી ય ન મળે. તેપી આપણે ધર્મ ગુરુ પ્રથમ શું અને કેવા છે અને ૩૦. Page #17 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પછી જ તેઓ શું કહે છે તે જોવું જોઈએ. કારણકે પછી જ તે સાચો પ્રસારક પઈ શકે. જો ગુમાં જ આધ્યાત્મિક શક્તિ ન હોય તો તેઓ શું આપી શકે? ગુના ધ્યાનમાં આધ્યાત્મિકતાના લાયક સ્પંદન હોવો જોઈએ. જેથી સહાનુભૂતિપૂર્વક એ શિખનારના દિમાગમાં સફળતાપૂર્વક પાઠવી શકાય. ગુરનું કાર્ય શિષ્યને કાંઇક સંદેશ વહન કરવાનો છે, નહિ કે શિષ્યની બૌદ્ધિક અથવા અન્ય બળને ઉત્તેજીત કરાવવું. તેથી શિક્ષક શુદ્ધ હોવા જ જોઈએ. ગુરુ પોતાને અંગત પૈસા, નામ અથવા ખ્યાતિ મળે તેવા સ્વાસ્થય હેત સાથે શિખવવાનો ઉદ્દેશ ન રાખવો જોઈએ. તેમના કામ પ્રેમ થકી, મોટા પાયે માનવજાતનાં શુદ્ધ પ્રેમ માટે હોવા જોઈએ. ફક્ત પ્રેમના માધ્યમ દ્વારા જ આધ્યાત્મક બળ પ્રસારી શકાય. કોઈ સ્વાર્થી ફાયદા કે નામનાનો હેતુ પ્રેમના માધ્યમને તુરત જ નાશ કરશે. ભગવાન પ્રેમ છે અને જેણે ભગવાનને પ્રેમ તરીકે જાણ્યા અને સમજ્યા છે તેજ દૈવિભાવ સમજાવનાર ગુરુ બની શકે છે. આપણે ગુરુ ને કેવી રીતે જાણી શકીએ? સૂર્યને દશ્યમાન બનાવવા માટે કોઈ મશાલ જરૂરી નથી. આપણને તેને જોવા બીજા કોઈ પ્રકાશની જરૂર નથી. સૂર્ય ચઢે ત્યારે, આપણે સહજભાવે તે હકીકતથી પરિચિત બની જઈએ છીએ, આવી જ રીતે ગુર આપણને મદદ કરવા આવે છે ત્યારે આત્માને તરત જ સહજ ભાવે સમજાશે કે સત્ય તેના ઉપર પ્રકાશ પાડી રહ્યાનો અનુભવ મળે છે. સત્ય તેના પોતાના પુરાવા પર ઉભુ રહે જ છે. તે સાચું સાબિત કરવા અન્ય કોઈ પુરાવાની જરૂર નથી હોતી. તે સ્વ ચળકતું છે. તે અમારી પ્રકૃતિના આંતરિક ભાગના ખૂણામાં પેસી ગયેલ હોય છે. સાથોસાથ સ્વામી વિવેકાનંદ લાયક શિષ્ય શુદ્ધતા, જ્ઞાન માટેની તરસ અને સતત નિર્ધાર ધરાવનાર હોવાનું આવશ્યક જણાવ્યું છે. કોઈ અશુદ્ધ આત્મા ધાર્મિક બની શકે નહિ. ધાર્મિક બનવા અને રહેવા માટે વિચાર, વાણી અને આચારમાં શુદ્ધતા એકદમ જરૂરી છે. ધાર્મિક વ્યાખ્યાનો સાંભળવા અપવા ધાર્મિક પુસ્તકો વાંચવા એ ધર્મ પ્રત્યે સાથી સહદયની રુચી થવાના પુરાવા નથી. જ્યાં સુધી ઉંચી ઝંખના અનુભવાય નહિ અને જ્યાં સુધી સફળતા મળે નહિ ત્યાં સુધી સતત સંઘર્ષ કરવાની આવશ્યક્તા જરૂરી છે. આ એક કે બે દિવસ, મહિના કે વર્ષ અથવા જન્મનો પ્રશ્ન નથી. સંઘર્ષ સેંકડો જન્મોનો હોય શકે. સફળતા ક્યારેક તુરંત મળે પણ આપણે લાંબા સમય સુધીની પ્રતિક્ષા માટે તૈયાર રહેવાનું રહ્યું. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મહર્ષિ રમણ અને ગુરુ દત્તાત્રેય પ્રાચીનકાળથી ચાલતી આવતી ગુરુ-શિષ્ય પરંપરા જ સાધનાના માર્ગને સ્થિરતા પ્રદાન કરે છે અને આપ પણ એક મહાન સાધક છો તો આપની સાધનામાં ગુરુ કોણ? અને ગુરુ નથી તો આપે કોઈને ગુરુ કેમ નથી ધાર્યા ? આવા પ્રશ્નના ઉત્તર આપતાં મહર્ષિ રમણે ગુરુ દત્તાત્રેયના જીવનને સામે રાખી કહ્યું હતું કે, “તેઓને ચોવીસ ગુરુ હતા. ગુર દત્તાત્રેયે આ વિશ્વમાં વિલસતા તત્ત્વોમાંથી ઘણું ગ્રહણ કર્યું હતું. એ તત્વો, ગુણધર્મોમાંથી પોતે કાંઈ પામ્યા હતા. ધરતી, આકાશ, સમુદ્ર, વાયુદેવ, અગ્નિદેવ, સૂર્ય, ચંદ્ર ઉપરાંત એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવો અને અજીવ એવા ચોવીસ ગુરુ માન્યા હતાં..." મહર્ષિજી રમણ ઘર છોડીને અરુણાચલના પહાડમાં વિચરતાં ઘણાં ગૂઢ રહસ્યો પામ્યા હતા. તેઓએ કહેલ છે કે તમને જડ દેખાતા પહાડોમાંથી મને સબળ પ્રેરણા મળેલ છે એટલે મારા માટે ચૈતન્યમય છે. ગુરની મહિમા, શોધ અને ગુરના લક્ષણો વિષેના ઉપર જણાવ્યા મુજબનાં વિચારો વાંચતાં સામાન્ય આત્માર્થી મુમુક્ષુ જીવ મૂંઝવણમાં અવશ્ય પડી જાય તેમ છે. એ સમજી શકતો નથી કે જીવતા-જાગતા મહપુરષઓ સંતો સિવાય પણ ગુર હોય શકે? વિષમ કાળમાં ગુરુ કોણ એ પ્રશ્ન ઉભો થાય તે સ્વભાવિક છે. અત્રે એ નોંધવું રહ્યું કે ૧૦૦થી વધારે વર્ષો પુર્વે થયેલ આત્મસિદ્ધિની રચના અને લગભગ તે જ સમય દરમ્યાનના ગાંધીના જીવનમાં ગુરનું મહત્વ" વિષેના વિચારો દર્શાવે છે કે પ્રમાણમાં સારો કાળ હોવા છતાં તે સમયે પણ સદ્ગુરુ મળવા મુશ્કેલ હતું. જો મહાત્માને ત્યારે જગત પાપી લાગતું હતું તો વર્તમાન સમયમાં પ્રવર્તતી ચારિત્ર શિથિલતામાં ગુરુ સાવ અશક્ય નહિ તો અત્યંત મુશ્કેલ છે. જો કોઈ આવા સદગુરુ હોય તો પણ તે સમાજથી ઘણે દૂર રહે. તેઓએ ગુરુની શોધ ચાલુ રાખવાની સાથે પોતે પોતાના ગુરુ તરીકે ગુણવત્તા વધારવાના પ્રયાસો કરતા રહ્યા. શ્રીમદ્ રાજચંદ્ર સદગુરુની અગત્યતા-અનિવાર્યતા સમજાવતા એમ પણ જણાવેલ કે સરુનો યોગ ન હોય ત્યારે શાસ્ત્રનો સહારો લેવો. તેમના કોઈ ગુર ન હતા. મહર્ષિ રમણને કોઈ ગુર ન હતા. સ્વામી દત્તાત્રેયે સમજાવેલ કે આત્મા એકલો મારો ગુરુ છે. છતાં સમગ્ર સૃષ્ટિમાંથી જે ૨૪ વ્યક્તિઓ મારફતે જરૂરી શાણપણ મેળવી છે તેઓ મારા ગુરુ. સદીઓથી ધર્મગુરના નામે ઘણા ધતીંગો ચાલતા આવ્યા છે. આ સંદર્ભે ૧૭મી સદીમાં કવિ અખા ભગતના છપ્પા છંદ "ગુર અંગ" દ્વારા જણાવે છે: ૩૧ ૩૨ Page #18 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુર થઈ બેઠો હોંસે કરી, કંઠે પહાણ શકે ક્યમ કરી? (જયમ) નાર નાંહાંધી હવું પ્રસુત, વળતી વધે નહિ અદભુત. (ત્યમ) શિષ્યને ભારે ભાર્યો રહ્યો, અખા તે અલગેયો ગયો. પોતે હરિને ન જાણે લેશ, (અ) કાઢી બેઠો ગુરુ વેશ. (જ્યમ) સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટી વળ્યો ઘેર આપ. એહવા ગુરુ ઘણા સંસાર, તેહ અખા શું મૂકે પાર આજે ધર્મ કરોડો રૂપિયાનો ધંધો બની ગયો છે. આજે તો ધર્મ-સંસ્થાઓમાં જે પ-ભાવ વધ્યા છે, તે બીજે નથી. કોર્ટ સુધી પહોંચો તેટલું ગંદુ રાજકારણ ખેલાઈ રહ્યું છે. તેના કારણે કેટલાં વૈમનસ્ય ઊભાં થાય છે? આજનાં બ્રાન્ડ માર્કેટિંગના યુગમાં ચતુરાઈપૂર્વક અને ચાલાકી સાથેના તર્કવિતર્ક ના સહારે આપેલા વ્યાખ્યાનો, પ્રવચનો સાથે પ્રસિદ્ધિ અને પ્રતિ મેળવવાના નુસ્મા અપનાવાય છે. તાજેતરમાં આશારામ બાપુ, નારાયણ સાંઈ, નિત્યાનંદ અને રામપાલ જેવા કહેવાતા ધર્મગુરુઓ મોટા મોટા આશ્રમો, જમીનો અને બીજી જંગી મિલકતો ઉપર કબજો જમાવી, ખંધા રાજકારણીઓ સાથે ઘરોબો કેળવી ભોળા ભક્તોને ગેરમાર્ગે દોરાવ્યા તેવા કૌભાંડો જગ જાહેર થયા છે. આવા સંજોગોમાં મુમુક્ષ-સાધક- શ્રાવક જીવને ગુમાં અને ધર્મમાં આસ્થા કેળવવા અને જાળવવાનો ગુરુમહિમાનો પ્રચારનો ઉદ્દેશ સંપૂર્ણ સંપન્ન બનાવવા બુદ્ધજીવીઓએ અને ધર્મસંઘોએ કJઓ સામે અવાજ ઉઠાવી મુમુક્ષો-ભક્તોને સમયસમય ચેતવી જાગ્રત રાખવા રહ્યા. માનવીના માનવી સાથેના ગુરુ-શિષ્યના સંબંધમાં, આચાર-વિચાર, કથનીકરણી, હાવભાવ પ્રત્યક્ષ અનુભવાતું હોવાથી જાણતા-અજાણતા સામેની વ્યક્તિની ખામીઓઉણપો સહેલાઈથી નજરે આવે છે અને તેથી આદર્શ સપૂર્ણ શ્રદ્ધા રાખી શકાતી નથી. ત્યારે મુંઝવણમાં ફસાયેલ સાધકને વર્તમાન સમયે જ્ઞાનનો ખજાનો પુસ્તકો દ્વારા ઉપલબ્ધ છે. જૈનોના આગમો, હિંદુઓની ભાગવત-ગીતા, ખ્રિસ્તીઓનું બાઈબલ અને મુસલમાનોનું કુરાન મુળ સ્વરૂપે અને અર્થઘટન સાપે ઉપલબ્ધ છે. આ વિષયો ઉપર વિદ્વાનો દ્વારા અપાયેલ સમજણ, પ્રવચનો, વ્યાખ્યાનો સામાયિકો અને પુસ્તકોમાં મળતાં રહેતા હોય છે. પુસ્તકો માનવીનો જ્ઞાનમયી અંધકાર દૂર કરે છે. પુસ્તકો વાચકના મનની સંકુચિત વિચારશક્તિ, ખોટી માન્યતાઓ કે ધારણાઓ દૂર કરે છે. આત્મસિદ્ધિનું ૧૩મું પદ “આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરુપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગર યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર." આપણને સમજાવે છે કે જ્યારે પ્રત્યક્ષ સરનો યોગ નથી પણ આત્મજાગૃતિ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વિસરવી નથી ત્યારે સાધકે શાનો, શાનો ઉપરનું પ્રમાણસહિતનું વિવેચન વિગરેને વાંચવા, વિચારવા, સમજવા અને તેમાંથી નીકળતાં રહસ્યને પામવા પ્રયત્ન કરવા. પ્રત્યક્ષ ગુર" હોવા આવશ્યક છે તેવું આત્મસિદ્ધિમાં સમજાવ્યું છે. મહાત્મા ગાંધી કહે છે તેઓ ગુરુઓની સંસ્થામાં માને છે પણ આજના યુગમાં લાખો લોકો ગુરથી વંચિત રહેશે કારણકે સંપૂર્ણ પવિત્ર અને સંપૂર્ણ જ્ઞાની તદ્દન ઓછા મળશે. આવા સમયે આશાવાદી રહેવા એકલવ્યનો વિચાર આવે છે. શુદ્ર હોવાને નાતે આચાર્ય દ્રોણ દ્વારા નાપસંદ પયેલ એકલવ્યએ, ગુની પ્રત્યક્ષ હાજરી ન હોવા છતાં, તિરંદાજી- નિશાનબાજીમાં અર્જુનની શ્રેષ્ઠતા ઉપર પ્રશ્નાર્થ ઉભો ન્હોતો કર્યો નાપસંદ થતાં નાસીપાસ ન થતાં દ્રઢનિશ્ચયતા, એકાગ્રતા અને આત્મવિશ્વાસ સાથે સ્વમેળે, કોઈપણ શિક્ષા કે માર્ગદર્શન વગર, નિશાનબાજીમાં સંપૂર્ણ પારંગતા ન્હોતી મેળવી ? ઉત્તરાધ્યન સૂત્ર ૮માં સ્વયંબુદ્ધ સિદ્ધા-ગુરુ ઉપદેશ વિના પોતાની મેળે જાતિ સ્મરણથી કપિલમુનિ મોક્ષે ગયાનું જણાવ્યું છે તેમ જ ગૃહસ્થલિંગે માતા મરુદેવી મોક્ષે ગયાનું જણાવ્યું છે. જૈન ધર્મમાં જણાવ્યું છે કે પાંચમાં આરામાં મોક્ષ સંભવ નથી, પરંતુ માનવભવ અમૂલ્ય છે અને પ્રમાદમાં રહેવું હિતાવહ નથી. આવા સંજોગોમાં સદ્ગુરુ-પ્રત્યક્ષ ગુરુ ન મળે અને પુસ્તકો દ્વારા જ્ઞાન મેળવવાની દ્વિધા ઉપસ્થિત પઈ હોય ત્યારે સાધકે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો રહ્યો. ઉત્તરાધયનના ૨૩માં સૂત્રમાં કેશી-ગૌતમની ૨૫મી ગાથા દ્વારા પાર્શ્વનાથ તિર્થંકરના સમયમાં ચાર મહાવ્રત અને મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રત તેમ કેમ તે “પન્ના સમિકખએ ધર્મો' કહેતા સમજાવેલ છે કે આનો નિશ્ચય વિવેકથી થાય. કરવાં જેવું કરે અને છોડવા જેવું છોડે. જે વ્યક્તિ પાસે સરના લક્ષણો સમજવાની વિવેકશક્તિ અપેક્ષિત છે તેવી વ્યક્તિ સદ્ગર ન મળ્યાં હોય તો પુસ્તકો દ્વારા ચોક્કસ જ્ઞાન મેળવી શકે છે અને સ્વદોષો જોવાની વિવેક શક્તિ પણ કેળવી શકે છે. આથી વર્તમાન કાળમાં પુસ્તકો સારા ગુરુ થઈ શકે છે એવો મત વ્યવહારિક ગણાય. ઉપરના વિચારો રજૂ કરતાં કોઈની પણ લાગણી દુભાવાય હોય અથવા અવિનય થયો હોય તો અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહું છું. ૩૩. Page #19 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સંત કબીર અને તેમના દોહાઓમાં ગુરુમહિમા - ડૉ. દલપત પઢિયાર ( ગુજરાત રાજ્યના નિવૃત્ત માહિતી નિયામક દલપતભાઈ, કબીર દર્શન અંતર્ગત અનુપ્રાણીત થઈને પ્રગટેલા રવિભાણ સંપ્રદાયના કહાનવાડીની જગ્યાના “ગાદીપતિ” છે. તેમણે “ગાંધીયુગના ગદ્ય” પર Ph.D. કર્યું છે. સંગત પ્રેરિત કવિશ્રી રમેશ પારેખ સન્માન “અનુષ્ઠાન” ૨૦૧૪ના પ્રથમ એવોર્ડ તેમને એનાયત થયો છે) કબીરઃ જીવન-દર્શન ભારતવર્ષની ચિરંતન સાધનાધારાના કાઠે સમયે સમયે બૌદ્ધો, જૈનો, સિદ્ધો, નાથો, આચાર્યો અને સંતો એમ અનેકરૂપે અનન્ય ચેતનાઓ પ્રગટી છે. આ પ્રગટ ચેતનાઓમાં સંતમતના આદ્ય પ્રણેતા તરીકે કબીરનો આવિષ્કાર અનોખો છે. તેઓ આપણા મધ્યકાલીન મહાન રહસ્યવાદી મરમી સંત-કવિ છે. એમના પ્રાગટય થકી ભારતીય સાધનાએ એક સાવ જ અલગ, અરૂઢ, અગ્નિમય અને તેજોમય પ્રતિભાના અનન્ય આવિષ્કારનો અનુભવ કર્યો. ‘કબીર’નો અર્થ થાય છે ‘મહાન’. કબીર જીવન-કાળ પરત્વે અનેક અભિપ્રાયો અને મતો પ્રવર્તે છે. અત્યાર સુધીના જુદા જુદા અભ્યાસો, સંદર્ભો અને અભિપ્રાયોના આધારે કબીરનો સમય પંદરમી સદીનો ઠરે છે. સાંપ્રદાયિક માન્યતા મુજબ સંવત ૧૪૬૫ જેઠ સુદ પૂનમે કાશીમાં તેમનો જન્મ થયાનું અને સંવત ૧૫૭૫ માગસર સુદ એકાદશીએ મગહરમાં તેમણે દેહ છોડયાનું મનાય છે. આમ કબીરની જન્મસાલ ઈ.સ.૧૩૯૮ અને નિર્વાણસાલ ઈ.સ.૧૫૧૯ પરત્વે સહમતી પ્રવર્તે છે. એમના જન્મ સમયે ભારતમાં ઈસ્લામિક શાસન હતું. તેમના વખતમાં દિલ્હીપતિ સિકંદર શાહ લોદી સાથે આમનેસામને થયાના ઘણા પ્રસંગો દંતકથાઓની જેમ પ્રચલિત છે. અકબરના દરબારના ઇતિહાસ લેખક અબુલ ફજલે ઈ.સ.૧૯૯૫માં કબીર અંગે લખ્યું છે કે તેઓ સિકંદર લોદીના સમયમાં જીવિત હતા. તેએ પુરાતન પ્રથાસંમત માર્ગના વિરોધી હતા. પોતાને જે સત્ય ઉપલબ્ધ થયું છે તેનો પ્રચાર કરવા માટે ઘણી ૩૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બધી હિન્દી કવિતાઓ મૂકતા ગયા છે.' આ વિગતો જોતાં કબીર એક આખી પંદરમી સદી એટલે કે એ સદીનાં પૂરા સો વર્ષ અને તે પછીનાં કેટલાંક વર્ષ સુધી વિદ્યમાન રહેલાં. ૧૨૦ વર્ષનું તેમનું આયુષ્ય રહ્યું છે. કબીરના માતાપિતા કોણ એ વિષે પણ વિધિ વિધ મત છે. એક બહુ જાણીતો મત એવો છે કે તેઓ કોઈ બ્રાહ્મણ વિધવાના પુત્ર હતા. સામાજિક મર્યાદાઓને લઈને જનેતાએ બાળકને કાશીમાં લહરતારા તળાવને કાંઠે ત્યજી દીધું હતું. સંજોગવસાત્ નિરુ નામનો એક મુસ્લિમ વણકર એ રસ્તે જતો હતો, તેણે તાજા જન્મેલા બાળકને આ રીતે નિરાધાર દશામાં જોયું. તેના હૃદયમાં કરુણા પ્રગટી, દંપતીને કોઈ સંતાન ન હતું. બાળકને પોતાને ઘેર લઈ ગયો, તેની પત્નીનું નામ નીમા હતું, નિરુ-નીમાએ નવજાત બાળકને પોતાનું કરીને રાખ્યું, તેનું પાલન-પોષણ કર્યું. ‘કબીર’ નામ પાડયું. નિરૂ-નીમા બેઉ આણુ કરીને જતા હતાં. નીમાને તરસ લાગતાં તે તળાવે પાણી પીવા ગયાં હતાં અને ત્યાં નરાધાર બાળકને જોયું હતું. તેને લઈ લેવા માટે નિરૂને વાત કરી હતી. નિરૂએ સામાજિક મર્યાદાને લઈને શરૂઆતમાં આનાકાની કરી હતી પરંતુ નીમાની લાગણી અને તેના આગ્રહને વશ થઈ બાળકને તેઓ પોતાને ઘેર લઈ ગયાં હતાં એવી પણ માન્યતા છે. કબીર બાળક સ્વરૂપે લહરતારા તળાવેથી મળ્યા હતા એ વાત નિર્વિવાદ છે. તે પહેલાંની હકિકતનો કોઈ આધાર કે પત્તોપુરાવો નથી. પાછળથી કોઈએ કુંવારી કન્યાના કે વિધવા બ્રાહ્મણીના પુત્ર ઠરાવ્યા. કબીર કાશીના લહરતારા તળાવમાં એક કમળપત્ર ઉપર સ્વયં બ્રહ્મ કબીર રૂપે પ્રગટચા હતા એવી માન્યતા પણ જાણીતી છે. ભક્તો કે અનુયાયીઓમાં પોતાના ઈષ્ટ, આરધ્ય, ગુરુ માટે એક પ્રકારનું લોકોત્તરપણું સ્થાપિત કરવાનું વલણ અને ભાવના સ્વાભાવિક છે. વત્તેઓછે અંશે એક યા બીજા રૂપમાં બધા જ સંપ્રદાયો, ધર્મો, પરંપરાઓમાં આ વલણ જોવા મળે છે. કાશીમાં મૃત્યુ થાય તો મોક્ષગતિ થાય છે અને ‘મગહર’માં મૃત્યુ થાય તો સદગતિ થતી નથી એ લોકમાન્યતા અને અંધશ્રદ્ધાના ખંડન રૂપે કબીરે પોતાના મૃત્યુ માટે ‘મગહર’ સ્થાન પસંદ કરેલું એ કથા પણ પ્રચલિત છે. કબીર જે આત્મદર્શન અને રૂઢીભંજન વિચારધારાને વરેલા હતા તે જોતાં તેમનું આ અનુસરણ અસ્વાભાવિક નથી. તેમના મૃત્યુ પછી તેમના પાર્થિક શરીરને દાટવું કે તેનો અગ્નિસંસ્કાર કરવો તે બાબતે હિન્દુ મુસલમાન શિષ્યો વચ્ચે ઝગડો થયો હતો. દંતકથા એવી છે કે મૃતદેહ ઉપરથી ચાદર લઈ લેવામાં આવી ત્યારે નીચે શરીર નહોતું. ફૂલોનો ઢગલો હતો. બંને ધર્મના 39 Page #20 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... શિષ્યોએ અર્ધા અર્ધા ફૂલ વહેંચીને મગહરમાં મુસ્લીમ અનુયાયીઓએ મકબરો બનાવ્યો અને હિન્દુ અનુયાયીઓએ સમાધિ બનાવી. બેઉ સ્થાનકો આજે પણ ત્યાં મોજૂદ છે. 'ફૂલ'નો એક અર્થ અસ્થિ પણ થાય છે. સ્કૂલમાં પ્રગટયા અને ફૂલરૂપે અંતર્ધાન થયા તાત્વિક અર્થમાં આપણા સૌના માટે એમની વાણી એ જ એમના સાચાં અને અમર પુષ્પો નથી તો બીજું શું છે? કબીર માયારહિત, આદિ બ્રહ્મચારી હતા એટલે તેઓ સંસારી ન હતા એવો પણ મત છે પરંતુ કબીર ગૃહસ્થી હતા એ વિષે એકંદરે એકમતી બનેલી છે. તેમનાં પત્નીનું નામ લોઈ હતું. કમાલ અને કમાલી નામે પુત્ર-પુત્રી હતાં. આ અંગે પણ દંતકથાઓ છે. કબીરના ગુર સંબંધમાં પણ અત્યર સુધીના અભ્યાસો, સંદર્ભો બાદ ગુરુ તરીકે રામાનંદનું નામ સર્વસંમત બનેલું છે. કબીરે સમાજની વચ્ચે રહીને જ વસતી ચેતાવી. એ લોકોને છોડીને દૂર ચાલ્યા ન ગયા. સામાન્ય માણસની જેમ લોકોની વચ્ચે સામાન્ય થઈને જ રહ્યા. બનારસમાં ઝૂંપડી બાંધીને વણકરી કરી. એમનાં આત્મગૌરવ, સત્યનિષ્ઠાએ, ગુરુભક્તિએ એમને બુલંદ રાખ્યા. ધર્મના નામે વ્યાપેલાં આડંબર, દંભ, મિચાર, ક્રિયાકાંડ, હિંસા, સામાજિક, વર્ગભદ, વર્ણભેદ, અંધશ્રદ્ધા, અજ્ઞાન આ બધું તેમણે ઉઘાડી આંખે જોયું. જોઈને મોટું ન ફેરવી લીધું કે ના મૂંગા બેસી રહ્યા. બધાની સામે પડ્યા. વાણી અને ઉપદેશ દ્વારા આકરા પ્રહારો કર્યા. નિર્ભયપણે, એકલપંડે ઝઝૂમ્યા અને સામા વહેણે તર્યા. સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક એમ સર્વ ક્ષેત્રમાં, કબીરના આચાર, વિચાર અને વાણીએ અપૂર્વ ક્રિાંતિ સર્જી. ભારતવર્ષના જે સંતોએ જાતિ અને સંપ્રદાયથી પર એવા પરમ સત્યનો સાક્ષાત્કાર કર્યો અને પોતાની અનુભવસિદ્ધ વાણીથી લોકોને તેનું ભાન કરાવવાના પ્રયત્નો કર્યા છે તેવા સંતોમાં કબીરનું સ્થાન અદ્વિતીય છે. અહીં કબીરની ગુરુમહિમાની અભિવ્યક્તિનો આસ્વાદ માણીએ. કબીરનું ગુરુ વિષેનું દર્શનક કબીરનું ગુરુ વિષેનું દર્શન ખૂબ ઘૂઢ, ગહન, વ્યાપક અને તાત્વિક છે. તેમનાં પદોમાં, તેમનાં દોહા-સાખીઓ વગેરેમાં એ સર્વત્ર અભિવ્યક્ત થયેલું જોવા મળે છે. કબીરના મત મુજબ ગુરુ વ્યક્તિ નથી, અસ્તિત્વ છે. ગુરુને શરીરના આશ્રયે જોવાના નથી પણ સમજણની કુંચીથી ચરાચરમાં જાણવાના છે. આ ગુરુ સર્વકાલીન અને સર્વદેશીય છે. શરીરના માધ્યમ રૂપે આવી ચેતનાઓ પ્રગટ કે પ્રત્યક્ષ થાય છે જરૂર, પણ તત્વત: એ ખેલ તો પરગટની બલિહારીનો, એક સાથે અંદર અને બહારનો, વ્યક્ત અને અવ્યક્તનો નિરાળો છે. એનો નિવેડો શરીરના ઘરમાં નથી, સમજના ઘરમાં wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પડેલો છે. “ગુરુ” એ પદ અને અસ્તિત્વની રીતે અ-ખંડ, અવિનાશી, અ-રૂપ, અવિગત, એકાકાર છે. આ પદ પણ ગુરુ વિના કોઈ ઓળખાવી શકે તેમ નથી. કબીરના દર્શન મુજબ ગુરુ અને ગોવિંદ અર્થાત્ જીવ અને શિવ જુદા નથી. બેઉ એકરૂપ અથવા એક જ છે. એમાં પણ વિવેકના ઘરમાં રહીને કબીર ગુરુના મહિમાને પ્રધાન અને આગળ ગણાવે છે. પગે લાગવાનું પહેલું ઠેકાણું ગુરુને ગણે છે. કેમ કે 'બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય.' બલિહારી તો ગુરુની જ કેમ કે એમણે ઓળખ ન કરાવી હોત તો ખબર જ ક્યાંથી પડતી કે જેઓ ઊભા છે તે પરમાત્મા છે. ગુરની વ્યક્તિમત્તા, વિભૂતિને કબીરે વિવિધ રૂપકો, ઉપમાઓ, પ્રતીકો દ્વારા વખાણી છે. વ્યક્ત કરી છે. ગુરુને ગોવિંદ ઉપરાંત સાહેબ, સ્વામી પ્રેમ-રૂપ તરીકે પણ નવાજ્યા છે. ગુરુને ‘અમૃતની ખાણ' તર્રીકે પણ ઓળખાવ્યા છે તો ‘સતગુરુ પારસ કે સિલા’ કહીને પારસમણી તરીકે પણ ઓળખાવ્યા છે. જીવનના ઘડવૈયા તરીકે ગુરુને ‘કુંભાર' પણ કહ્યા છે. ઘસી ઘસીને કાટ કાઢી કબીર 'પુન ગુરુનો મહિમા કહે છે. ગુર પરિપૂર્ણ હોવા જોઈએ. 'કહે કબીર ગુરુદેવ પુરન મિલૈં, જીવ ઔર સિવ તબ એક તોલે,” - કબીર કહે છે કે પરિપૂર્ણ, પૂરા ગુરુ મળે તો જીવ અને શિવ એક સમાન બનીને રહે. ગુર જ શિષ્યને પૂર્ણતા બક્ષી શકે. બની બેઠેલા આડંબરી, વેશધારી, દંભી ગ્રઓની કબીરે કડક આલોચના કરી છે. ચેલો અર્થાત્ શિષ્ય પણ સમર્પિત ભાવનાવાળો હોવો જોઈએ. લોભી ગુઓ અને લાલચુ ચેલાઓ કપટ, દાવપેચ વગેરે કબીરની નજર બહાર નથી. કબીર એમનો ઉધડો લે છે. આવા લોકો સાગર તરવા નીકળ્યા છે પણ ‘બેઠા પાથર નાવ’ - પથ્થરની નાવમાં બેસીને નીકળ્યા છે. બેઉ ડૂબવાના, બેઉ એકબીજાને ડૂબાડવાના જેના જીવનમાં ગુરુ નથી તેનો માર્ગ અંધકારથી ભરેલો છે. કબીર કહે છે કે 'જેહિ ઘર સતગુરે નાહીં' જે ઘરમાં એટલે કે જેના જીવનમાં સદગુર નથી તે ઘર ચાંદાસૂરજની સાહ્યબી હોય તો પણ ત્યાં અંધારું જ સમજવું. અંધારું એટલે અજ્ઞાનનું અંધારું. જેઓ અજ્ઞાનના અંધારામાં અથડાય છે તેમને કાળ ઝપડી લે છે. મૃત્યુને, કાળને કબીરે ‘પડોસિન' પડોશણ કહી છે. એ આપણી જોડે ને જોડે જ રહે છે. જ્યારથી જન્મ થયો છે ત્યારથી જ મૃત્યુએ જોડે પોતાનું બાંધી લીધું છે. કાળના માર્ગમાં, અંધારામાં ગુરુ જ એક માત્ર દીવો છે. - ૩૮ ૩૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... કબીરના ગુરુમહિમાના દોહા ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગાં પાય; બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુ અને ગોવિંદ બેઉ સાથે ઊભા. હું પગે કોને લાગું? ગુરુદેવને જ ! કેમ કે ગોવિંદની ઓળખ એમણે કરાવી. ગુર સિવાય આ બલિહારી કોઈ કરી શકે તેમ નથી. સબ ધરતી કાગદ કરું લેખનિ સબ બનરાય, સાત સમુંદર કુ મસી કરું ગુરુ ગુન લિખા ન જાય. આખી ધરતીનો કાગળ બનાવું. બધી વનરાઈ કલમ બનાવું. સાત સમુદ્રની શાહી બનાવીને લખવા બેસું તો પણ ગુરુના ગુણનું લખાણ કે ગાન થઈ શકે તેમ નથી. યહ તન બિષ કી કેલરી ગુરુ અમૃત કી ખાન, સીસ કટારે ગુરુ મિલે તો ભી સસ્તા જાન. શરીર વિષની વેલ છે. ગુર અમૃતની ખાણ છે. માથું કાપી આપતાં પણ જે ગુરુ મળી જાય તો વસ્તુ સસ્તામાં મળી, સોદો સસ્તામાં પત્યો એમ માનજે.. સતગુરુ સમ કો હૈ સગા સાધુ સમ કો દાત, હરિ સમાન કો હિત હૈ હરિજન સમ કો જાત. સદગુર ન હોય તો ત્યાં અજવાળું કઈ રીતે હોઈ શકે? ઘર એટલે જીવન. ચોસઠ દીવા અને ચૌદ ચંદ્રની રોશની એટલે બહારની, ભૌતિક સોયબી. સતનું અજવાળું જુદું છે. જબ મેં થા તબ ગુરુ નાહીં અબ ગુરુ હૈ હમ નાહીં પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ન સમાહિં જ્યાં સુધી હું હતો ત્યાં સુધી ‘ગુરુ ન હતાં અર્થાત્ જ્યાં સુધી અહંકાર હતો ત્યાં સુધી પરમાત્મા ન હતો. હવે કેવળ ગુરુ જ છે, હું નથી. આ તો પ્રેમની ગલી છે અને એ એટલી બધી સાંકડી છે કે એમાં બે જણ સમાઈ શકે તેમ નથી. પ્રેમના દેશમાં ‘બે જણની ઉપસ્થિતિ સંભવ જ નથી. એ તો એક માત્ર અદ્વૈત એકાકારની સ્થિતિ છે. ત્યાં તો પ્રેમ એ જ પ્રવેશ છે. પ્રેમ એ જ પંથ છે અને પ્રેમ એ જ પ્રાપ્તિ છે. અબ ગર દિલ મેં દેખિયા ગાવન કો કુછ નહીં, કબીરા જમ હમ ગાવતે, તબ ગુરુ જાના નાહીં હવે ગુરને દિલની અંદર નિહાળી લીધા., હવે ગાવાનું. બોલવાનું, વર્ણવવાનું. કહેવા-કથવાનું કશું જ રહ્યું નહીં. કબીર કહે છે કે જ્યારે હું ગાતો, બોલતો હતો, - ૩૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ગાવા બોલવા અને કહેવા કથવામાં પડેલો હતો ત્યાં સુધી ગુર અજાણતા હતા. ગુરુ એ બહારનો, બોલવાનો કે બીજે બતાડવાનો વિષય નથી. ખુદમાં ખોવાઈ જવાનો વિષય છે. બોલવા માટે બહાર આવવું પડે અને એમ કરવા જતાં અંદરનો દેશ છૂટી જાય સતગુરુ પારસ કે સિલા દેઓ સોય વિચાર આઈ પડોસિન લે ચલી દીયો દિયા સંવાર. વેળાસર વિચાર કરી લેતી જજે. સદગુર પારસમણી છે. કાળરૂપી પડોશણ અર્થાત્ મૃત્યુ આવીને તને ઉપાડી જશે ત્યારે સદગુર વિના કોણ તારો દીવડો થશે. ગુર સિંકલીગર કીજીયે મનહિ. મસ્કલા દેય. મન કી મૈલ છુડાઈ કે ચિત દરપન કરિ લેય. સિંકલીગર એટલે સરણીયો. તું એવા ગુરુ કરી લે. તેઓ સરાણીયાની જેમ મિલનતાઓ ઘસી નાખી ચિત્તના દર્પણને ચોખ્ખું કરી દેશે. સદગુરુ સોઈ દયા કર દીન્હા, તાતે અનચિન્હાર મૈ ચીન્હા, બિન પગ ચલના બિન પંખ ઉદ્ધના, બિના ચંચકા યુગના. સદગુરુ એ જ દયા કરી. જેના થકી અણજાણ વસ્તુને હું જાણી શક્યો છું. પણ વગર ચાલવાનું. પાંખ વિના ઊડવાનું અને વિના ચાંચે ચણવાનું એમણે જ શીખવાડ્યું. ગુર કુમાર સિષ કુંભ હૈ પલ પલ કાઢે ખોટ, અન્તર હાથ સહાર કે બહાર મારે ચૌટ. ગુરુ કુંભાર છે. શિષ્ય ઘડો છે. ઘડો ઘડતી વખતે કુંભાર બહારથી ટપલા વડે ખૂબ ટીપી ટીપીને એને ઘાટ આપે છે. ગુરુ ઘડવૈયા છે. શિષ્યની ખામીઓને ટીપીટોકીને દૂર કરે છે. આ ટીપવાનું કે ટોકવાનું ઘડતર માટેની રીત છે. કુંભાર જ્યારે ઘડો ઘડે છે ત્યારે એક હાથ વડે બહારથી ટીપે છે પણ બીજા હાથ વડે અંદરથી આધાર આપે છે. સિષ શાખા બહુત કિયે સતગુર કિયા ને મિત્ત, ચાલે થે સતલોક કો બીચ અટકા ચિત્ત. શિષ્યો, શાખાઓ બહુ વીતર્યા, વધાયાં પણ સદગુર પરમાત્માની નિર્ભેળ હૃદયમૈત્રી, એકતા બની નહીં તો નીકળ્યા હતા સત્યલોકમાં જવા, પણ ચંચળ ચિત્તે સંસારમાં જ અટકાવી દીધા સિષ તો ઐસા ચાહીએ ગરકો સરબસ દેય. ગુર ઐસા ચાહીએ સિષ કા કછુ ન લેય. YO Page #22 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » રવિ-ભાણ સંપ્રદાયની ભજનવાણી અને તેમાં ગુરુમહિમાનું ગાન - ડૉ. નિરંજન રાજ્યગુર (સંત સાહિત્યના અભ્યાસુ ડૉ. નિરંજનભાઈ, ઘોઘાવદર (ગોંડલ)માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, ગોસંવર્ધન, ગૌશાળા અને ગૌસેવામાં પ્રવૃત્ત છે. આ વિષયમાં તેમના ચિંતન સભર લેખો પ્રગટ થતા રહે છે). Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શિષ્ય એવો જોઈએ જે ગુરને પોતાનું સર્વસ્વ સોંપી દે. ગુરુ એવો જોઈએ જે શિષ્યનું કશુંય ન લે. એક બધું આપી દે. બીજો કશું લે નહીં. જીવ અને શિવ વચ્ચે પડેલા દેહ, સંસાર, માયારૂપીના આવરણને ખસેડી કાઢવાની આવી મોટી ‘જુગતિ’ કઈ હોઈ શકે? કબીરા તે નર અંધ હૈ ગુરુ કો કહતે ઔર, હરિ હે ગુર ઠૌર હૈ ગુર રૂઠે નાહીં ઠૌર. કબીર કહે છે કે જે લોકો ગુરુને પરાયા, જુદા ગણીને બીજું બોલે છે, તેમની નિંદા કરે છે તે લોકો આંધળા છે. આવા ગુરદ્રોહીઓનો કોઈ વાતે છૂટકારો નથી. ભગવાન રૂઠયા હોય, ભગવાનનો કોઈ ગુનો થયો હોય તો ગુરુ બચવાનું ઠેકાણું છે. પરંતુ ગુરુનો ગુનેગાર થયો, ગુરુ રૂઠયો તો ભગવાન પણ બચાવી શકશે નહીં, ભગવાનની કચેરી ગુરૂ વિના કોણ બતાડી શકે એમ છે? સર્વ વાતે ગુરુ જ કરવાનું ઠામ છે. ગુર મિલા ના સિખ મિલા લાલ ખેલા દાંવ. દોઉ બૂડે ધાર મેં ચઢિ પાથર કી નાવ. ગુરુ સાચા ન હોય અને શિષ્ય પણ દાવપેચ ને કપટવાળો હોય તો બંને જણ જૂઠડા અથડાયા જ કરવાના બેઉ જણ અજ્ઞાનરૂપી પથ્થરની નાવમાં બેસીને સાગર તરવા નીકળ્યા છે એમ જાણવું. ખાસ વહેણમાં, મજધારમાં બેઉ ડૂબી મરવાના. આપણે ત્યાં એક કહેવત છે ‘લોભી ગુરુને લાલચું એલા, દોનો નરકમેં ઠેલઠેલા સંત કબીર આપણા ધર્મજીવનના, આપણા સમાજ જીવનના અને સમસ્ત માનવજીવનના બહુ મોટા પ્રવક્તા છે. એમનું જીવન અને એમની વાણી આ બધાં ક્ષેત્રોમાં આજે નૂતન, ક્રાન્તિકારી પ્રકાશ પાથરી રહી છે. ગુજરાતમાં કબીરની વિચારધારા અને શબ્દસાધનાનો પ્રચાર-પ્રસાર કરનાર રામકબીર શાખાના સંતકવિ ભાણસાહેબ (જ.ઈ.૧૬૯૮ અવ.ઈ. ૧૭૫૫), તેમના પુત્રશિષ્ય ખીમસાહેબ (જ.ઈ.૧૭૩૪ અવ.ઈ.૧૮૦૧) અને તેજસ્વી શિષ્ય સંતકવિ રવિસાહેબ (જ.ઈ. ૧૭૨૭ અવ.ઈ.૧૮૦૪) દ્વારા સ્થપાયેલ રવિ-ભાણ સંપ્રદાયના કવિસંતોએ તળપદી લોકબોલીમાં જ્ઞાન, ભક્તિ, યોગસાધના, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ અને પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ-મિલનના ભાવો વર્ણવતાં અસંખ્ય પદો-ભજનોનું સર્જન કર્યું છે, આ સંપ્રદાયના સંતોના નામ પાછળ “સાહેબ' શબ્દ લાગે છે, જે કબીરપંથનો પ્રભાવ દર્શાવે છે. ચરોતર પ્રદેશના કનખિલોડ ગામે લોહાણા જ્ઞાતિમાં કલ્યાણદાસ ઠક્કરને ત્યાં ભાણસાહેબનો જન્મ થયેલો. કબીરસાહેબની શિષ્ય પરંપરામાં પદ્મનાભથી ચાલી આવેલી એક શાખા ગુજરાતમાં ઉતરી અને તેમાં દૂધરેજના નીલકંઠસ્વામી, રઘુનાથસ્વામી, યાદવસ્વામી અને તેમના શિષ્ય થયા પદ્માસ્વામી, જેને લોકસમુદાય છઠ્ઠાબાબા કે આંબા છઠ્ઠાના નામથી ઓળખતા. તેમની પાસે ૨૬ વર્ષની વયે ભાણસાહેબે વિ.સં. ૧૭૮૦માં દીક્ષા લીધી. રામકબીર મંત્રની કંઠી બાંધ્યા પછી ભાણદાસ ‘ભાણસાહેબ' કહેવાયા. ભાણસાહેબે વધુ ભજનોનું સર્જન નથી કર્યું. એમના નામાચરણ સાથે ચૌદેક ભજનો મળે છે, પરંતુ ભજનિક સંતોની એક સુવિશાળ પરંપરા ઊભી કરવાનું શ્રેય ભાણસાહેબને જાય છે. કબીરના જ્ઞાનમાર્ગી અધ્યાત્મબોધ, વૈરાગ્ય અને યોગસાધના તથા ગુરુમહિમા વિષયક ભજનોમાં સતગુરુસાહેબ સોઈ મળ્યા જેણે અમ્મર નામ ઓળખાયો રે...', ‘તમે ફડ કાયાના કાઢો રે વીરા ! આપ્યો આષાઢો...', ‘મન તું Page #23 -------------------------------------------------------------------------- ________________ આભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા રામ ભજી લે, રાણા તારે ગુણ ગોવિંદનાં ગાણાં...', એક નિરંજન નામે જ સાથે મન બાંધ્યો હે મારો રે...' તથા 'સતગુરુસાહેબ સઈ કર્યા જેને પ્રેમજ્યોત પરકાશી રે...' જેવાં ભજનો ખૂબ જ લોકપ્રિય થયાં છે. જ્ઞાન, ભક્તિ, યોગ, ઉપદેશ અને આતમઅનુભવની જ્યોત પ્રગટાવનારા ભાણસાહેબની શિષ્ય પરંપરામાં બે શાખાઓ ચાલી : નાદ શિષ્ય રવિસાહેબ દ્વારા નાદ શિષ્યોની અને બંદ શિષ્ય ખીમસાહેબ દ્વારા નાદ તથા બુંદ એમ બંને પ્રકારના શિષ્યોની-તેજસ્વી સાધક સંત ભજનિકોની. રવિસાહેબ અને તેમની શિષ્ય પરંપરા : ભાણસાહેબના સમર્થ શિષ્ય અને સમગ્ર સંપ્રદાય સાથે જેમનું નામ જોડાયું છે તેવા તેજસ્વી સંતકવિ રવિસાહેબનો જન્મ આમોદ તાલુકાના તણછા ગામે વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ ધર્મના અનુયાયી મંછારામને ત્યાં વિ.સં. ૧૭૮૩માં મહા સુદી ૧૫ ને ગુરૂવારે ઈ.સ. ૧૭૨૭માં થયેલો. ઈ.સ. ૧૭૮૪માં રવિસાહેબે ભાણસાહેબ પાસે રામકબીર દીક્ષા લીધી. ચારસો જેટલાં ગુજરાતી હિન્દી ભક્તિપદો-ભજનોની રચનાઓ ઉપરાંત આખ્યાન પ્રકારની દીર્થ કડવાબદ્ધ કૃતિઓમાં રવિસાહેબે પોતાનું સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન વર્ણવ્યું છે, જેને સંપ્રદાયના અનુયાયીઓ ‘રવિગીતાને નામે ઓળખે છે તે ‘ભાણગીતા' ચોપાઈ-ઢાળ-દુહા અને સાખીના રચનાબંધમાં એકવીશ કડવામાં ગુરુમહિમાની સાથે તત્ત્વચર્ચા અને સાધના માર્ગદર્શન આપતી કૃતિ છે. ઉપરાંત ‘આત્મલક્ષ ચિંતામણી', 'રામગુંજાર ચિંતામણી' ‘બોધ ચિંતામણિ', ૭૦ ચોપાઈ, ૧૨ સાખીનાં બંધમાં સાત વિશ્રામની ‘ગુરુમહિમા' (૨. ઈ. ૧૭૫૨), ‘મન: સંમય-તત્ત્વસાર નિરૂપણ' જેવી સધુકડી હિન્દી-ગુજરાતી ભાષામાં લખાયેલી રચનાઓમાં જ્ઞાન, યોગ અને ભક્તિનો ત્રિવેણીસંગમ થયો છે. પોતાના ગુરુ ભાણસાહેબનું ચરિત્ર વર્ણવતો ગ્રંથ ‘ભાણ પરચરિ' (અપ્રકાશિત; જેના છેલ્લા ચાર વિશ્રામ ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસે પૂર્ણ કરેલ). આ સંપ્રદાયમાં અધિકૃત ઈતિહાસ તરીકે જાણીતો છે. રવિસાહેબની વાણીમાં અગમ-નિગમનાં રહસ્યો, તત્ત્વજ્ઞાન, યોગસાધનાના અનુભવો અને સાધના અંગે માર્ગદર્શન અપાયું છે. નિર્ગુણ-સાકાર પરમતત્ત્વનો વિરહ અને બ્રહ્મમિલનનો આનંદ વ્યક્ત કરતાં ભક્તિપદો ઉપરાંત પ્રેમલક્ષણા ભક્તિનાં-શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધ આધારિત ભાવગીતો જેવી રચનાઓમાં વેદાન્તી જ્ઞાનમાર્ગી હઠયોગ, વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિ અને સૂફીઓની મસ્તીભરી અલ્લડતાનાં દર્શન થાય છે. ‘આનંદ ઘડી હેતે ભજવા હરિ....', ‘એવો પ્યાલો મેં તો પીધો રે...', 'સંતો ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ગુર ગમ લહે સો જ્ઞાની...', ‘રવિએ રમતાં દીઠો રે બાવો છે ઝીણો...’, ‘સુરત સખી જેની ચડી આસમાને...', 'સતગુરુ સાથે રે બાઈ ! મારે પ્રીતડી...', 'સખી ! સાંભળને કહું એક વાતડી...', ‘મનુની રે મેં ભેદન પનિહાર...', ‘અસલ ફકીર મેં આદ દરવેશા...', ‘જી રે એના ઘડનારાને તમે પરખો જી રે રામ, કોણે બનાવ્યો પવન ચરખો...' જેવા અનેક ભજનો લોકભજનિકો દ્વારા ભજનમંડળીઓમાં ગવાતાં રહે છે. જેમાં જ્ઞાનવૈરાગ્યનો બોધ, યોગ, ગુમહિમા અને નિર્ગુણવાદી સંતો તથા સગુણવાદી ભક્તોની ભક્તિસાધનાનો મહિમા ગવાયો છે. વડોદરા પાસેના શેરખી ગામે રવિ-ભાણ સંપ્રદાયની પ્રથમ ગાદી પર મહંત તરીકે બિરાજીને રવિસાહેબે કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ગામડાં સુધી પોતાની જ્ઞાન-ભક્તિ-યોગસેવા અને સાધનાની સરવાણી વહાવેલી. ૭૭ વર્ષની વયે વિ.સં. ૧૮૬૦ ઈ.સ. ૧૮૦૪માં રવિસાહેબે વાંકાનેરમાં દેહત્યાગ કર્યો અને જામનગરના ધ્રોલ પાસેના ખંભાલીડા ગામે મોરારસાહેબની જગ્યામાં સમાધિ અપાઈ. રવિસાહેબના અગિયાર જેટલા મુખ્ય શિષ્યોની શિષ્ય પરંપરાઓમાં ઘણા સંતભજનિક કવિઓ થયા છે. જેમાં મોરારસાહેબ (ખંભાલીડા), ગંગારામજી (રાપર), લાલસ્વામી (પાટણ) મુખ્ય છે. ઈ.સ. ૧૭૫૮માં બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામે વાઘેલા રજપૂત જ્ઞાતિમાં જન્મેલા માનસિંહજીએ રવિસાહેબ પાસે એકવીશ વર્ષની વયે દીક્ષા લીધી અને મોરારસાહેબ નામ ધારણ કર્યું. ગુરઆજ્ઞાએ ધ્રોલ પાસેના ખંભાલીડા આશ્રમની સ્થાપના કરી. ઈ.સ. ૧૮૪લ્માં જીવતાં સમાધિ લીધી. મોરારસાહેબની રચનાઓમાં જ્ઞાનમાર્ગી તત્ત્વચર્ચા અને ગુરુમહિમાની સાથોસાથ વિશેષતઃ પ્રેમલક્ષણા ભક્તિનાં ભજનો મળે છે. ખાસ કરીને પરંપરિત ‘પરજ'ના ઢંગમાં રચાયેલાં વિરહપદો ‘લાવો લાવો કાગળિયો ને દોત લખીએ હરિને રે, એવો શિયો રે અમારો દોષ, પાછો ફેરો ન આવ્યા ફરીને...', ‘મારું ચિતડું ચોરાયલ રે કોડીલા વર કાનજી સે...', 'કહો ને ઓધવજી અમે કેમ કરીએ, જી રે મનડાં હેરાણાં મારાં મોરલીએ...', “ઓધા અરજ હમારી રે મોહન મુખર્ચો કે નાં...'માં મોરારસાહેબનીપ્રભુવિરહની ઝંખના વ્યક્ત થઈ છે. ભજન, પદ, આરતી, ગરબી, બારમાસી ઉપરાંત ઈ.સ. ૧૮૧૯લ્માં ‘ચિંતામણિ’, ‘ગુરુમહિમા' અને જ્ઞાનવૈરાગ્યની સાખીઓ, કુંડળિયા, છંદ જેવી દીર્ઘ પદ્ય કૃતિઓનું સર્જન પણ મોરારસાહેબે કર્યું છે. મોરારસાહેબના શિષ્યોમાં ખીમસાહેબના પ્રપૌત્ર સુંદરદાસજી, ટંકારાના જીવાભગત ખત્રી અને ચરણદાસજી, જોડિયાના લોહાણા ધરમશી ભગત જેવા ભક્તકવિઓ મુખ્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છે. નેકનામ ગામના સંધી મુસ્લિમ ભક્તકવિ હોથી અને સુરેન્દ્રનગર જિલ્લાના વાવડી ગામના વણકર ભક્ત કરમણ ભગતે પણ ભજનોની રચના કરી છે. કરમણના શિષ્ય લખીરામના ‘પ્યાલા’ પ્રકારનાં ભજનો ખૂબ જ લોકપ્રિય છે રચનાઓ તરીકે ભજનમંડળીઓમાં ગવાય છે. જેમાં હોથીનાં ‘સમરું તો સુધરે મનખા મેરા અલ્લા હો નબીજી...’, ‘આ તે રંગ શેનો રે બીબે બીજી ભાત પડી...', ચરણસાહેબનાં ‘અબ તો મનવા મેરા કર સદ્ગુરુ સેં હેત...’ અને લખીરામનાં ‘બેની ! મુંને ભીતર સતગુરુ મળિયા રે...’, ‘મન મતવાલો પ્યાલો ચાખીયો પ્યાલો પ્રેમ હુંદો પીધો રે...' મુખ્ય છે. ખીમસાહેબ અને તેમની શિષ્યપરંપરા : ભાણસાહેબના પુત્ર અને શિષ્ય ખીમસાહેબ પણ સમર્થ કવિ હતા. ઈ.સ. ૧૭૩૪માં શેરખી અથવા વારાહી ગામે તેમનો જન્મ થયેલો. પાછળથી ખીમસાહેબે રવિસાહેબ પાસેથી સાધના દીક્ષા લીધેલી. રામ કબીર પરંપરાનો નિર્ગુણ બ્રહ્મની ઉપાસના અને યોગસાધના તથા ગુરુમહિમાના ગાન સાથેનાં વૈરાગ્ય ઉપદેશનાં પદો-ભજનો ઉપરાંત કાફી, ગરબી, આરતી જેવા વિવિધ પ્રકારોની પદ્યકૃતિઓનું સર્જન ખીમસાહેબે કર્યું છે. જ્ઞાનમાર્ગી ચિંતનાત્મક કૃતિ ‘ચિંતામણિ’ ઈ.સ. ૧૭૭૦માં રચાયેલી સઘુકકડી હિન્દી ભાષામાં સામ-ચોપાઈબંધની ૫૮ કડીની દીર્ઘ રચના છે. ખીમસાહેબે રવિસાહેબના આદેશથી ઈ.સ. ૧૭૮૧માં કચ્છ વાગડના રાપર ગામે ‘દરિયા સ્થાન’માં જગ્યા બાંધી “ખલક દરિયા ખીમ' તરીકે ઓળખાયેલા. ‘મુંને ભેટયા સદગુરુ ભાણા, દિયા મોરછાપ પરવાના...’, ‘જુઓને ગગનના હેરી જ્યાં બંસુરી બાજે ઘેરી...’, ‘આતમ હીરલા પાયા સંતો...’, ‘જા મુખસે સિયારામ ન સમર્યા તા મુખમેં તો દૂર પરી...’ અને ‘હે રામૈયા તોજા રંગ તો ઘણા રે વે વેરેં કુરબાન...' જેવી ભજનરચનાઓમાં જ્ઞાન, ભક્તિ અને યોગનો સમન્વય થયો છે. ખીમસાહેબના શિષ્યોમાં પુત્ર શિષ્ય મલુકદાસજી અને હરિજન સંત કવિ ત્રિકમસાહેબ મુખ્ય છે. કચ્છના વાગડ જિલ્લાના રામવાવ ગામના હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ ત્રિકમસાહેબે ચિત્રોડ ગામે જગ્યા બાંધેલી. તેમના પ્રવેશથી રવિ-ભાણ સંપ્રદાયમાં ‘વાડીના સાધુ’ની પરંપરા શરૂ થઈ. ત્રિકમ શિષ્ય ભીમસાહેબ અને ભીમસાહેબના શિષ્ય દાસીજીવણ જેવા તેજસ્વી સંતકવિઓ આ પરંપરામાં થયા. ત્રિકમસાહેબની ભજનરચનાઓમાં ગુરુમહિમાનું ગાન અને યોગસાધનાના અલૌકિક બયાન મુખ્ય છે. 'દેખો ખાવંદા કા ખેલ, દરશન બહાર મેં તો દેખ્યા...', 'ત્રિવેણીના તીરમાં મોતીડાંની હાર...’, ‘હે જી મારા ગુરુજીએ પાયો રે અગાધ, પ્યાલો દૂજો કોણ પીવે?...', ‘તારો રે ભરોંસો મુને ભારી એવો ગરવો દાતાર ગિરનારી રે...’, ‘આવી આવી ૪૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અલેખ જગાઓ બેની ! અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગી આયો રે...' વગેરે અસંખ્ય ભજનરચનાઓ લોકકંઠે ટકી રહી છે. ત્રિકમસાહેબે ઈ.સ. ૧૮૦૨માં રાપર જગ્યામાં જીવતાં સમાધિ લીધી હોવાનું મનાય છે. ત્રિકમસાહેબના મુખ્ય શિષ્ય થયા મોરબી પાસેના આમરણ ગામના હરિભજન ગરોડા જ્ઞાતિમાં ઈ.સ. ૧૭૧૮માં જન્મેલા ભીમસાહેબ, જેમણે ઈ.સ. ૧૭૮૪માં ‘ચિંતામણિ’, ઈ.સ. ૧૮૦૬માં ‘ગુરુશિષ્ય ગોષ્ઠી' ગ્રંથોની રચના કરી છે જે આજ સુધી અપ્રકાશિત છે.‘સુન લે સુખમનાં નારી મેં તો અજબ નામ પર વારી...’, ‘ઊઠત રણંકાર અપરંપાર, અખંડ આરતી બાજે ઝણંકારા...’ અને દાસીજીવણને સાધનાનો ઉપદેશ આપતું ભજન ‘જીવણ ! જીવને જ્યાં રાખીએ, વાગે અનહદ તૂરા રે...’ જેવા શબ્દસૂરત યોગના અધ્યાત્મ અનુભવોને વાચા આપતાં પદો ઉપરાંત ગુરુમહિમાનાં ભજનો, પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ-મિલન પદો અને ત્યાગ-વૈરાગ્યનો બોધ આપતાં ચેતવણીનાં ઘણાં ભજનો હસ્તપ્રત ભંડારોમાં સચવાયાં છે. ભીમસાહેબની વિશેષ ખ્યાતિ તો સમર્થ સંતકવિ દાસીજીવણના ગુરુ તરીકેની છે. દાસીજીવણ : ખીમસાહેબની શિષ્યપરંપરામાં ત્રિકમ શિષ્ય ભીમસાહેબ પાસે દીક્ષા લઈને મધ્ય સૌરાષ્ટ્રના ગોંડલ પાસેના ઘોઘાવદર ગામના હરિજન ચમાર જ્ઞાતિમાં જન્મેલા સંતકવિ દાસીજીવણે (જ.ઈ. ૧૭૫૦ સમાધિ ઈ. ૧૮૨૫) સગુણ અને નિર્ગુણ, સાકાર અને નિરાકાર એમ બંને અધ્યાત્મ સાધના પ્રવાહોનો સમન્વય સાધીને પુરુષ હોવા છતાં દાસીભાવે-રાધાભાવે પરમતત્ત્વની ઉપાસના કરી છે. નિર્ગુણ-સાકાર કે સગુણનિરાકાર પરમચેતના આ સંતકવિની વાણીમાં નિરનિરાળાં રૂપો ધારણ કરે છે. યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા, બોધ-ઉપદેશ, તત્ત્વચિંતન, ભક્તિ અને ભક્તમહિમા અને વિશેષપણે પ્રેમલક્ષણા ભક્તિનાં વિરહ પદો તથા હરિમિલનનો કેફ વર્ણવતો ‘પ્યાલા’ પ્રકારની મસ્તી દર્શાવતી પોણા બસો જેટલી ભજનરચનાઓ લોકભજનિકોને કંઠે આજે પણ જીવંત પ્રવાહરૂપે-કંઠસ્થ પરંપરાથી જળવાતી આવી છે. ‘અમારા રે અવગુણ રે ગુરુજીન્જંન ગુણ તો ઘણાં હો જી...’, ‘સતગુરુએ મુંને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશિયો ઘડાયો રે...’, ‘મારા ગુરુજીની બલિહારી...’, ‘કહોને ગુરુજી મારું મનડું ન માને મમતાળું....’, ‘અજવાળું રે હવે અંજવાળું ગુરુજી તમ આવ્યે મારે અંજવાળું...' જેવાં ગુરુમાહાત્મ્યનું ગાન કરતાં ભજનો, 'દેખંદા કોઈ આ દિલમાંય ઝણણણ ઝણણણ ઝાલર વાગે...', અબધૂ રણ રણ રણ રણ વાગે...’, ‘જા સોહાગણ મ રે ગગનમાં જ્યોત જલત હૈ જા...’, ‘આ જોને ગગનમાં ગોટકા ખેલે છે જ્ઞાની...’ ૪૬ Page #25 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... જેવા અનાહત નાદ અને સાધના અનુભવ વર્ણવતાં ભજનો,: ‘ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા કેમ ઊતરશો પારે...', 'શું કરવાં સુખ પારકાં...', 'શાને માટે ભજતો નથી સહેજે સીતારામ...', ‘એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ...', રામભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા ? જેવાં વૈરાગ્ય ઉપદેશનાં ચેતવણી પદો, ‘ મસ્તાના મસ્તી ખેલું, મેં દીવાના દરશન કા...', 'પ્યાલા મેં પીધેલ છે ભરપૂર...', ‘એ છે એ તો જીવણની નજરૂમાં આયો રે મોરલો ગગન મંડળ ઘર આયો...' જેવાં અવધૂત દશાનાં મસ્તી પદો, સાયાજીને કે, જો રે આટલી મારી વિનંતી રે જી...', ‘પ્રેમકટારી આરંપાર નિકસી મેરે નાથકી...', ‘કલેજા કટારી રે, રૂદિયા કટારી રે, માડી! મુને માવે લૈ ને મારી...', 'માઠાજી મેં જાણ્યો તારો મરમ...', મેં પણ દાસી રામ તોરી દાસી...', ‘એવા રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે...', ‘માવાની મોરલીયે મારાં મનડાં હેયાં રે...', 'જશોદા જીવનને રે માતાજી મોહનને રે કે'જે તારા કાનને...' અને ‘શામળિયે કરી છે ચકચૂર...' જેવાં તીવ્ર વિરહવ્યથાનાં પ્રેમલક્ષણા ભક્તિનાં દાસી ભાવનાં ભજનો નારીદયની સુકોમળ વેદનાનો અનુભવ કરાવે છે. પ્યાલો, ક્ટારી, હાટડી, બંસરી, ઝાલરી, મોરલો, બંગલો વગેરે પરંપરિત રૂપકો લઈને દાસીજીવણ તળપદી લોકવાણીમાં અને કેટલાંક ભજનોમાં સધુકડી હિન્દી-ગુજરાતીમાં અપાર ભાવ વૈવિધ્ય ધરાવતાં ભાવ ગીતો-ભક્તિપદોનું સર્જન કરે છે. દાસીજીવણની શિષ્ય પરંપરામાં થયેલા કોડટા સાંગાણીના કડિયા ભક્ત પ્રેમસાહેબ, વિશ્રામસાહેબ, માધવસાહેબ અને અરજણદાસની વાણી પણ રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયી ભજનિકોમાં ગવાય છે. રવિભાણ સંપ્રદાયના ગૌણ કવિઓ : આ સંપ્રદાયની કવિ-શિષ્યા પરંપરામાં રાધનપુર નજીકના કલ્યાણદાસ, વાંકાનેરના રતનદાસ, રાધનપુરના મોહનદાસ, સાંતલપુરના રાઘોદાસ, કચ્છ વિરાણીના તિલકદાસ, સ્વરૂપદાસ, શ્યામદાસ, મેરમદાસ, રાજુલદાસ, ગબલદાસ, લાલસાહેબ (પાટણ), ચરણદાસ, વણારસીમાતા, જીવણદાસ, ગંગસાહેબ, ભીમદાસ ચારણ, હરજીવનદાસ જેવા નાના-મોટા અનેક સંત-ભજનિક કવિઓની ભજનવાણી રવિ-ભાણ સંપ્રદાયની જગ્યાઓમાં પડેલી હસ્તપ્રતોમાં સચવાયેલી જોવા મળે છે. એમાંની કેટલીક રચનાઓ લોકભજનિકોની મંડળીઓમાં ગવાય છે. રવિ-ભાણ સંપ્રદાયનાં સાધના-સિદ્ધાંતો અને વિચારધારા મુજબ આ દરેક સંતકવિઓની રચનાઓમાં નામનો મહિમા, ગુરુમહિમા, વૈરાગ્ય ઉપદેશ અને યોગસાધના દ્વારા પરમતત્ત્વ સાથે અનુસંધાન તથા કબીરસાહેબ કથિત શબ્દ સૂરત યોગની સાધના મુખ્ય છે. ભક્તિ, જ્ઞાન, યોગ અને કર્મ (સેવા) એ અધ્યાત્મમાર્ગના ચારે પ્રવાહોનો સમન્વય wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ સંતોની વાણીમાં થયેલો જોવા મળે છે. ભારતીય સંતસાધનામાં તથા રવિભાણ સંપ્રદાયની ભજનવાણીમાં ગુરુમહિમા : ભારતીય સંતસાધના ધારામાં ગુરુશરણ ભાવ અને ગુરુમહિમાં આગવું સ્થાન અને માન ધરાવે છે, જેમાં શિષ્યને ગુરુ પાસેથી ત્રણ બાબતો અંગે સાચી શિખામણ મળે છે. લોકવ્યવહાર કેમ કરવો, પોતાના આત્માના કલ્યાણ અર્થે આંતરજગતમાં કેવી રહેણીનું આચરણ કરવું અને કરણીમાં લોકહિતનાં કેવાં કાર્યો કરવાં, કેવાં કાર્યોનો ત્યાગ કરવો એનો ભેદ ગુરુ શિષ્યને સમજાવે છે ત્યારે શિષ્યમાં કથની-કહેણી-કરણીની શક્તિ જાગૃત થાય છે અને એથી જ ગુરુકૃપાનું સ્થાન આજ સુધી સાધનાના ક્ષેત્રમાં ભક્તિના ક્ષેત્રમાં અને જ્ઞાનના ક્ષેત્રમાં અજોડ રહ્યું છે. સંતસાહિત્યમાં સાધનાપથનું એક ચોક્કસ વિજ્ઞાન છે. એનું ચોક્કસ શાસ્ત્ર છે. એની ચોક્કસ પરિભાષા છે. એના ચોક્કસ અર્થો છે. મૂલાધાર ચક્રથી માંડીને સહસ્ત્રાર ચક સુધીની સુરતાની અંતર્યાત્રાના વિવિધ મુકામ, એની ચોક્કસ બીજમંત્રો દ્વારા ઉપાસના, એનાં ચોક્કસ સ્થાન, ગાદી, રંગ, ગુંજાર, મંત્ર, બિદ... અને આ બધું સંપ્રદાયે સંપ્રદાયે ભિન્ન ભિન્ન... શબ્દકોશનો અર્થ જુદો હોય, સંતસાધનાનો - શબ્દ સૂરત યોગના યાત્રીનો અર્થ જદો હોય, હઠયોગના યોગીનો અર્થ જુદો હોય એટલે કબીરસાહેબની પરંપરાનો ભજનિક એક ભજનનો અર્થ કરે, તે જ ભજનના અર્થ નાથપરંપરાનો અનુયાયી જુદી રીતે કરે. ભલે એ ભજનોના રચયિતા સાધકસંતોની અનુભૂતિ તો કદાચ સરખી જ હશે, પણ પરંપરાએ પરંપરાએ એનાં અર્થઘટનો જુદાં પડે છે. કોઈ જ્ઞાનમાર્ગી હોય, કોઈ ભક્તિમાર્ગી હોય, કોઈ યોગમાર્ગી હોય, કોઈ કર્મ કે સેવામાર્ગી હોય... દરેકની ઉપાસના પદ્ધતિ કે સાધનામાં ભિન્નતા જણાય, પણ અંતે ગંતવ્યસ્થાન તો એક જ હોય. | ભજનવાણીની એક એવી સરળ-સહજ અને છતાં ગૂઢ રહસ્યમય ધારા છે કે એનો મરમ ભલભલા વેદાન્તી વિદ્વાનો પણ ન પામી શકે, કારણકે સંત કોઈ એક જ ચોકઠામાં કદી પણ બંધાય નહીં. એની વાણીમાં નિર્ગુણ-નિરાકાર બ્રહ્મની ઓળખાણ પણ હોય ને સગુણ-સાકારની પ્રાર્થના પણ હોય. સાચા સદ્દગુરુનો મહિમા કે સદગુરુ શરણની ઝંખનાની સાથોસાથ નુગરા-લાલચી-પાખંડી-દોરંગા-બેદલ; ગુરુ બની બેઠેલા પ્રપંચીને ચાબખા પણ માર્યા હોય, પોતાના મનની મૂંઝવણનું વ્યથાભર્યું આલેખન હોય તો સામે સમસ્ત માનવજાતને વૈરાગ્યનો ઉપદેશ પણ આપ્યો હોય, પરમતત્ત્વના મિલનનો ૪૮ Page #26 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આનંદ વર્ણવતી મસ્તી, કેફ કે મોજફકીરીની ચકચૂર દશાનું બયાન એમાંથી મળે તો સાથોસાથ વિરહાતુર-શોકાતુર ભક્ત હૃદયની તીવ્ર આંતરવ્યથાનું ગાન પણ સંભળાય. નિર્ગુણ નિરાકારી પરમચેતના સાથેનું અનુસંધાન સંપૂર્ણ આત્મસાક્ષાત્કારની ભૂમિકાએ સાધકને પહોંચાડે પછી બ્રહ્મ સાક્ષાત્કાર માટેની તએની તાલાવેલીવિરહભક્તિની પરમોચ્ચે દશાએ હર ક્ષણ - હર ઘડી રિસામણાં-મનામણાંની લીલામાંથી પ્રગટ સર્વાગ સાકાર સાથેનું સાયુજ્ય. પરમસ્થિરતાની એ દશામાં સાધકને સિદ્ધ કે અવધૂતમાં રૂપાંતર થયું હોય, એની મૂળ પ્રકૃતિમાં અલગારી અલ્લડતા હોય, અધ્યાત્મની તમામ ધારાઓને જાણી લેવાની તીવ્રતા હોય, નિબંધ બનીને પિંડશોધનની પ્રક્રિયાને લઈને સાધના દ્વારા સ્વાનુભવની ભૂમિકાએ પહોંચ્યા પછી એ અનુભૂતિનું રહસ્યદર્શન તેને વેદાન્તી-મરમી-રહસ્યવાદી સૃષ્ટિમાં ખેંચી જાય અને આ અજાયબ અધ્યાત્મના પ્રદેશની ગલીકૂચીઓમાં આથડવું જેને ખૂબ જ ગમે એવા સંત પોતાની અલૌકિક મસ્તીનો કેફ શબ્દરૂપે, ભજનરૂપે, પદ કે વાણીરૂપે વ્યક્ત કરે એનો એક એક શબ્દ સંતવાણીસંતસાહિત્ય સંતસાધનામાં ગુરુશરણભાવ : આપણા સાધકો અને સંતો-ભક્તોમાં સૌથી પહેલા ગુરુની ખોજ કરીને એમણે શરણે જવાની રસમ ચાલી આવે છે. એ સાધનાની પહેલી સીડી એ જ છે. ગુરુની પ્રાપ્તિ, પણ ગુર મેળવવા એ કઈ સહેલું તો નથી જ. ગુરુ પ્રાપ્ત કરતાં પહેલાં પોતાની જાતને એ માટે સજ્જ કરવી પડે છે કે જ્યારે એ સજજતા પ્રાપ્ત થાય ત્યારે જ સાચા ગુરુનો ભેટો થાય છે એમ હંમેશાં સંતો-ભક્તો માનતા આવ્યા છે ને ગુરુ મળી જાય પછી તો બેડો પાર. દાસીજીવણ કહે છે ને 'ગુરુજી તમ આવ્યે મારે અજવાળું...', ગુરુજીનો ભેટો થતાં જ અંતરમાં અજવાળાં થઈ જાય... પણ એ ક્યારે બને? જ્યારે દુબધ્યાનો (દબુદ્ધિનો) નાશ થયો હોય, ગુરએ સાચો શબ્દ બતાવ્યો હોય ને સતબુદ્ધિની શિખામણ આપી હોય... ખીમસાહેબ કહે છે કે, ગુગમથી ખોજ કરો તો આ ઘટમાં એ સન્મુખ-સામે જ છે. આમ ગુમહિમા એ સંતોનાં ભજનોનું એક મહત્ત્વનું અંગ છે. પોતાનાં દરેકે દરેક ભજનની નામાચરણની પંક્તિઓમાં તો તમામ સંતકવિઓ પોતાના ગુરૂની મહત્તા દર્શાવે જ છે. કેટલાક તો સ્વતંત્ર ગુરુમહિમાનું ગાન કરવા જ રચાયાં હોય એવાં પણ ભજનો મળે છે. ભારતીય સંસ્કૃતિની વિચારધારા પ્રમાણે પ્રાચીન સમયથી તે આજ સુધીના સંતોમાં ચાલી આવતી ગુરુપરંપરાઓ અને એમની દાર્શનિક માન્યતાઓ તરફ નજર wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરીએ તો આપણા ઋષિ-મુનિઓ અને સાધુ-સંતોએ સાક્ષાત્ પરબ્રહ્મના સ્વરૂપે ગુનો સ્વીકાર કર્યો છે અને અંખડ જ્ઞાન અને ભક્તિની જ્યોત ગુરુ-શિષ્યભાવે સદાય જલતી રાખી છે. ક્યારેક તો ‘ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય ? એવી સમસ્યાઓ ઊભી થતાં ‘બલિહારી ગુરુદેવકી અને ગોવિંદ દિનો બતાય’ એમ કહી પ્રથમ ગુને નમસ્કાર તકરવાની, ગુરને પરમાત્મા કરતાંય ઊંચું સ્થાન આપવાની વાતનો સ્વીકાર થયો છે. એ પ્રમાણે ગુરુને સાક્ષાત શિવના સ્વરૂપે પણ સ્વીકારવામાં આવ્યા છે. ગુરુની કૃપા મળે તો જ સાધનાના શ્રીગણેશ કરી શકાય. જ્યારે શિષ્ય પૂર્ણ શરણાગતિ ભાવે ગુરુની શરણમાં આવે છે ત્યારે જ ગુરુ-શિષ્યનો દિવ્ય સંબંધ જોડાય છે. શિષ્યના અતિચંચળ મનને કાબૂમાં રાખી શકનાર ગુરુને જ્ઞાનના દાતા, અંધકાર થયે માર્ગને ઉજાળનાર અને સાચા માર્ગદર્શક તરીકે સંતોએ સ્વીકારી તેમની આરાધના પણ કરી છે. ભારતીય ચિંતન અને સાધનાના ક્ષેત્રમાં ગુરનું સ્થાન વિવાદ વિનાનું અને સર્વસામાન્ય રહ્યું છે. પૂર્વ ઐતિહાસિક કાળથી ભારતીય સમાજમાં ગુનો આદર થતો રહ્યો છે. ધર્મ અને સમાજનું નિયમન કરવાની શક્તિ એમનાં હૃદયમાં હોવાથી શિષ્ય પરંપરા દ્વારા પોતાનાં દર્શન, ચિંતન અને સાધનાની પરિપાટી આજ સુધી જાળવી રાખી છે. ‘ગુરુ' શબ્દ આપણે ત્યાં પ્રાચીનકાળથી વપરાતો આવ્યો છે. આ શબ્દની વ્યાખ્યા કરતાં એમ કહેવાયું છે કે ‘ગ’ શબ્દનો અર્થ ‘અંધકાર’ એવો થાય છે. જ્યારે ‘’ શબ્દનો અર્થ છે દૂર કરનાર, નિરોધક.... આ રીતે જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે તે જ સાચા ગુરુ છે.' ‘ગુરુ ગોવિંદને તમે એક કરી જાણો એમાં ફેર નથી લગાર...' અથવા તો પ્રથમ પુરષ ગુરુ પ્રગટિયા વિલસીને કર્યા વિસ્તાર, સૌર જગત સરવે ગુરુની સ્થાપના , સતગુરુ સૌના સરદાર, ગુરુનો સેવાયે અભેપદ પામીએ' જેવી પંક્તિઓમાં આપણા સંતો ગુરુને પરબ્રહ્મ-પરમાત્મા તરીકે ઓળખાવે છે. એ જ આ સમગ્ર જગતનું-સંસારનું સર્જન કર્યું છે. એના સર્જક, સરદાર અને પાલનહાર ગુરુ જ છે. એવા મહાપુરુષની અપાર કરણા અને કૃપા સામે કૃતજ્ઞભાવે મસ્તક નમાવી વંદના કરતો શિષ્ય ગુરના અલખ પુરષ-આદિપુરષ તરીકેના બ્રહ્માંડ વ્યાપી ઐશ્વર્યનું ગુણગાન કરે છે. “સદગુરુ મેરે ગારુડી, કીધી મુજ પર મહેર, મોરો દીધો મર્મનો, ઊતરી ગયાં છે ઝેર.' તૃષ્ણા અને વાસનારૂપી રગેરગમાં ફેલાયેલાં ઝેરને ઉતારી શકવા તો કોઈ ગાડીરૂપી ગુરુ જ શક્તિમાન હોય ને? ગુરુ જ્યારે મર્મરૂપી મોરો આપે છે ત્યારે પરમશાંતિની પ્રાપ્તિ થાય છે, અખંડ આનંદની ઉપલબ્ધિ થાય છે ‘આચાર્ય દેવો ભવ:' એમ પણ કહ્યું છે. આમ ગુરુને દેવ સમાન માનીને એનું પૂજન YE - ૫o Page #27 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરવાની પ્રણાલી આપણા ભજનિક સંતોનાં ભજનોમાં જોવા મળે છે. પ્રીતમ કહે છે. ‘અંતરજામી ગુરુ આત્મા, સબ ઘટ કરે પ્રકાશ, કહે પ્રીતમ ચર અચરમાં, ગુર નિરંતર વાસ.' ગુરુશરણભાવ અથવા ગુમહિમા એ મધ્યકાળના તમામ સંતો, કવિઓ અને પરમભક્તોનું સર્વસ્વ છે. ‘ગુરુની સેવાયે અભેપદ પામીએ,’ એમ કહીને ગુરનું જે અંતરતમ સ્વરૂપ આપણી સામે સંતો ખડું કરે છે. ગુરુમુખથી જે ‘વાણી’ નીકળીને શિષ્ય પાસે પહોંચે છે એમાં એક જાતની વિલક્ષણ વિદ્યુતશક્તિ હોય છે અને એક ક્ષણમાં જ એ શક્તિ સાધકશિષ્યને થીરમાંથી કંચન બનાવી દે છે. ગરપાથી જ અજ્ઞાની અને અપૂર્ણ મનુષ્ય દેવત્વ પ્રાપ્ત કરી શકે છે. ઉપનિષદકાળથી લઈને ભક્તિકાળ સુધીની વિવિધ સાધનાઓ તરફ નજર કરીએ તો જાણવા મળે છે કે સાધનાના પ્રત્યેક માર્ગમાં ઉચિત પથપ્રદર્શકની સદાને માટે અને પ્રત્યેક સાર પર જરૂર રહી છે. ગુરુ વિના એમાં સફળ થવાતું નથી એટલે જ્ઞાનપ્રાપ્તિ કે મોક્ષપદની પ્રાપ્તિ માટે ગુનો સાથ મેળવવો સાધકને માટે પહેલી શરત છે. | દીન દરવેશે કહ્યું છે : ‘ગુરુ બિન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય જય શ્રી ગુરદેવ.' ગુરની ખોજ કરીને એમણે શરણે એકવાર સાધક પહોંચી જાય તો અવિદ્યારૂપી તાળાં ઊઘડી જાય, જ્ઞાનકબાટ ખૂલી જાય ને અજવાળાં પથરાઈ જાય. સંતોએ ગુરને સાધનામાર્ગનો ભોમિયો કહ્યો છે અને ગુરૂ વિના સાધના કરનારને નુગરો કહીને ગાળ ફટકારી છે. ‘નુગરો એ તો સંતસમાજમાં ભારેમાં ભારે, છેલ્લી કોટિની ગાળ છે. સંસારની મોહિની માયાના આકર્ષણ સામે ટકી શકવાની શક્તિ સાધકને ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય ને લોઢામાંથી કંચન સરખા તેજસ્વી બનવાનું સૌભાગ્ય પણ ગુરૂની કૃપા હોય તો જ મળે, નહીંતર સામાન્ય માનવી કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે સાધનાના ભયંકર શત્રુઓ સામે ક્યાંથી ઝઝૂમી શકે? જેવી રીતે કુંભાર માટીનાં વાસણોને પોતાનો મનચાહ્યો આકાર આપે છે. બનાવતી વખતે ઉપર તો ટપલાનો માર મારે છે, પણ અંદર કોમળ હાથનો સહારો આપે છે એમ ગુએ પોતાના શિષ્યના વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હોય છે. કબીરે પોતાની સાખીમાં કહ્યું છે : “ગર કુમ્હાર શિષ કુંભ હૈ, ગઢિ ગઢિ કાઢે ખોટ, અંતર હાથ સહાર દે, બાહર બાહે ચોટ.' આ રીતે શિષ્યને પોતાના કઠોર જણાતા શાસન નીચે રાખીને કડક નિયમોનું પાલન કરાવીને સાથેસાથે પોતાની કૃપા અને ઉદારતા, હૃદયની કોમળ જતાથી પીઠ પસવારતા જઈને યોગ્ય માર્ગદર્શન આપ્યા કરે છે અને પછી સંતકવિ ગાય છે કે: ‘મારા સરની કૃપાથી પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પ૧ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ પાંચ મહાભૂતોના પદાર્થોથી પર એવા પ્રેમપદમાં મને બ્રહ્મતત્વની પ્રાપ્તિ કરાવી છે. જ્યાં આનંદની હેલી થાય છે ત્યાં બધી બ્રહ્માકાર વૃત્તિઓ રૂપી સાહેલીઓ એકઠી મળી છે, મેરુદંડનો મંડપ છે, તેની મધ્યમાં તે વૃત્તિઓ બ્રહ્માનંદ ઝીલે છે. આ પિંડની ત્રણે મુખ્ય નાડી-ઈડા, પિંગલા અને સુષુમ્યા, ગંગા, યમુના અને સરસ્વતી-જ્ઞાન, ભક્તિ,યોગ એકાકાર થાય છે અને બ્રહ્માનંદ ઝરે છે. માથે સતગુર સંતનો પ્રતાપ હોવાથી વૃત્તિ-મારી સુરતા તેમાં સ્થિર થાય છે. અધઃમાં અને ઊર્ધ્વમાં સંસારના અને પરમાર્થના ઘાટે અલખ પરબ્રહ્મનો જ અનુભવ થાય છે તે જોઈને હું આનંદવિભોર બની જાઉં છું. ત્યાં શૂન્ય મંડલની મધ્યમાં ‘સોહમ'-હું તે છું-તે અનુભવની સાથે તે વૃત્તિ ઘેરી રમણાઓ રમે છે. એવી બાહ્ય-ભીતર બ્રહ્માકાર વૃત્તિની સાન કોઈ વિરલા અનુભવીઓ જ જાણે છે.' પણ અહીં મહિમા ગુરુપદનો છે, કોઈ પણ મનુષ્ય ગુરુ જીવંત તરીકે તો સાંસારિક જીવનમાં પાંચ તત્ત્વના પિંડમાં બંધાયેલો હોવાથી તેને આધિવ્યાધિ ઉપાધિ કે જન્મ, જરા અને મરણના બંધનમાં રહેવું પડે છે. તેને ભૂખ લાગે, તરસ લાગે, તાવ આવે, કામ-ક્રોધ-મોહ-લોભ-તૃષ્ણ-અપેક્ષા જાગે, એ તમામ મર્યાદાઓ પિંડની કે દેહની છે, પણ શિષ્ય માટે એમની દેહાતીત દશા જ અગત્યની છે, જ્યારે ગુરુપદની ભૂમિકાએ બિરાજીને એ ઉપદેશ આપતા હોય ત્યારે એ મર્યાદાઓ ગૌણ બની જાય, કારણકે કોઈ ગુર પોતાના કોઈ શિષ્યને ખભા પર બેસાડીને અધ્યાત્મની યાત્રા કરાવી શકતો નથી. એ તો કેડી બતાવે, માર્ગ ચીંધ, પંથ દેખાડે, એ પંથે ચાલવાનું તો હોય સાચા સાધકે અને પોતાની ભીતરમાં જ વસી રહેલા સની ઓળખ કરી એની પ્રાપ્તિ કરવાની હોય. આ રીતે ગુરૂપદ એ સૌથી મોટી ચીજ છે. ગુરુ દત્તાત્રેય ચોવીશ ગુર કરતા હોય, દાસીજીવણસાહેબને સત્તર ગુર છોડ્યા પછી અઢારમા ભીમસાહેબ મળે અને અંતરમાં અજવાળું થાય ત્યારે આગળના સત્તર ગુરુઓએ જે વિધવિધ પ્રકારની સાધના કેડીઓ બતાવેલી એ સૌનો પણ એટલો જ ફાળો હોય, શ્રીફળ પાંચમા ઘાએ વધેરાય, પણ અગાઉના ચાર ઘા એને ખોખરું કરનાર હોય તેથી એનું મૂલ્ય પણ ઓછું ન અંકાય. આમ દરેક મનુષ્યના જીવનમાં એક્ઝી વધારે ગુઓ આવે - એમ કરતાં કરતાં પોતાનાં પિંડ પ્રકૃતિ પ્રાણને અનુકૂળ અનુરૂપ સાધના બતાવનારો એનો સતગુર મળે જેણે બતાવેલી કેડીઓ ચાલતાં ચાલતાં શિષ્ય પોતાની અંદર જ બિરાજમાન પરમગુર સુધી પહોંચી શકે અને જ્યારે પરમગુર મળે ત્યારે જ પોતાના આત્માની ઓળખ થાય. પછી એ સાધક સંત લખીરામની માફક ગાઈ ઊઠે : વરતાણી છે આનંદ લીલા મારી પર Page #28 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બાયું રે... બેની ! મુંને ભીતર સતગુરુ મળિયા રે...' (૧) સદ્ગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે, અમ્મર નામ ઓળખાયો રે... (ભાણસાહેબ) સદ્ગુરુ સાહેબ સોઈ મળ્યા જેણે, અમ્મર નામ ઓળખાયો રે... ગુરુ પ્રતાપ સાધુકી સંગત, ભગત પદારથ પાયો.. મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦ કથતાં બકતાં ભયો કિનારો, ઉનમુનિ કે ઘર આયો રે, નગર લોક સબ નિક ચલાયા, જીત નિશાન ઘુરાયો.. મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦ ચાર મળી ચૈતન ઘર આયો, પકડ પાંચ બુલાયો રે, શબ્દ એક ટંકશાળ પડે ત્યાં, નિરભે નામ સુણાયો... મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦ ઉસ ઉદ્દબુદા ધૂમ મચાયો, માંહી શમી હે માયો રે, નદી નાવ સબ નીક ચલી હૈ, સાયર નીર સમાયો... મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦ અક્ષર એક સે જુગ ઉપાયા, સારૂં નામ સવાયો રે, અકળ પુરુષ અવતાર ધરે ત્યાં, ભાણે ભેદ જ પાયો.. મેરે સતગુરુ.. અમ્મર નામ ઓળખાયો રે...૦ (૨) અમને ગુરુજી વહાલા અંતરમાં જોગણ થઈ લડાવું રે મારા જંતરમાં (અક્કલદાસ) અમને ગુરુજી વહાલા અંતરમાં, જોગણ થઈ લડાવું મારા જંતરમાં, એ વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં.... જળના સૌ જીવ, કોઈનું બીજ નથી ઝૂઝવું વહાલા ! હે.. એનું તાલકું વધી જાય ગુરુના તંતરમાં... જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં..... અહીંની કમાણી સૌને અહીં આડી આવશે વહાલા ! હે.. સત્ય વહોરી લેજો ગુરુજીના છત્તરમાં... જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં..... નારીએથી નર મોટા અમુલખ હીરા નીપજે વહાલા ! ૫૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઈ પરભોમે પૂજાય ગુરુના પત્તરમાં.. જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં..... સિધ્યા રે અક્કલદાસ ગુરુ ભીમ કેરે શરણે વહાલા ! હે... મારું મનડું મોયેલ મૈં માયાના મંતરમાં જોગણ થઈ.., વેરાગણ થઈ લડાવું મારા જંતરમાં..... (૩) અમારા અવગુણ રે ગુરુજીમાં ગુણ તો ઘણા.. (દાસીજીવણ) અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે જી; ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય... -અમારામાં અવગુણ રે...૦ ગુરુજી મારો દીવો રે, ગુરુજી મારો દેવતા રે જી; ગુરુજી મારા પારસમણિને રે તોલ... -અમારામાં અવગુણ રે...૦ ગુરુજી મારા ગંગા રે, ગુરુજી મારા ગોમતી રે જી; ગુરુજી અમારા કાશી અને છે કેદાર... -અમારામાં અવગુણ ..... ગુરુ મારા ત્રાપા રે, ગુરુજી મારા તુંબડાં રે જી; ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર... -અમારામાં અવગુણ રે...૦ જાળીડાં મેલાવો રે ગુરુગમ જ્ઞાનના રે જી; ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ... -અમારામાં અવગુણ રે...૦ ભીમ ગુરુ શરણે રે દાસીજીવણ બોલીયા રે જી; દેજે અમને સંતચરણમાં વાસ... -અમારામાં અવગુણ રે...૦ ૫૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મહાપંથી ગુરુમહિમા ઃ બેની ! મુને ભીતર સદ્ગુરુ મળિયા -ડૉ. નાથાલાલ ગોહિલ (કેશોદ કૉલેજના અધ્યાયક તરીકે ૪૦ વર્ષ સેવા આપનાર ડૉ. નાથાલાલ ગોહિલે “સાસકૌરાષ્ટ્રના સંતકવિઓ” પર મહાનિબંધ લખી Ph.D. કરેલ છે. સંતસાહિત્ય વિષય પર તેમનાં ૩૩ પુસ્તકો પ્રગટ થયાં છે, જેમાંથી કેટલાક ગ્રંથોને એવૉર્ડ મળ્યા છે અને કેટલાક યુનિ.ના અભ્યાસક્રમમાં સ્થાન પામ્યા છે. હાલ તેઓ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં Ph.D. ના ગાઈડ તરીકે સેવા આપે છે) ‘સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેંટર મુંબઈ' મુકામે મારે આજે આપની સમક્ષ ‘મહાપંથી ગુરુમહિમા' વિશેની વાત કરવાની છે. આ વાતના મરમને જાણતાં પહેલાં ‘મહાપંથ’ શું છે? તેની એક સામાન્ય ઓળખ આપવી જરૂરી બને છે. મહાપંથ - મહાધરમ ભારતનો સૌથી પ્રાચીન લોકધર્મ છે. સંતસાહિત્યના અભ્યાસીઓએ મહાપંથના મૂળ ભારતની સૌથી પ્રાચીન સિંધુ સંસ્કૃતિમાં હોવાના પુરાતત્ત્વીય આધારો આપ્યા છે. આ પંચ ભારતના જુદાજુદા પ્રદેશોમાં કોઈ ને કોઈ રૂપે જોવા મળે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં મહાપંથ સવિશેષ પથરાયેલો છે. રાજસ્થાનમાં મારવાડ અને ગુજરાતમાં, સૌરાષ્ટ્ર ને કચ્છમાં મોટા ભાગનો જનસમુદાય આ પંથને વરેલો છે. મહાપંથમાં પછાત જ્ઞાતિઓ એટલે કે બક્ષી પંચની તમામ જ્ઞાતિઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ આ પંચની અનુયાયી રહી છે. તેનાં મુખ્ય જ્ઞાતિ જૂથોમાં કોળી, રબારી, મેર, ખારવા, કેટલાક આહિરો, કેટલાક લેઉઆ કણબી, કુંભાર, સુથાર, લુહાર, દરજી, મોચી, મારગી સાધુ, મહેશ્વરી, વણકર, ચમાર, ઋષિ વગેરે જ્ઞાતિઓ મહાપંથને વરેલી છે. મહાપંથને મહાધરમ, મહામાર્ગ, બીજધરમ, નિજિયા દરમ, સનાતન ધરમના નામે ઓળખવામાં આવે છે. આ પંથમાં કોઈ સાકારદેવની ઉપાસના થતી નથી. તેમાં ૫૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । નિર્ગુણ, નિરાકાર અલખની જ્યોત સ્વરૂપે આરાધના કરવામાં આવે છે. અજવાળી બીજની રાત્રિએ આ પંથના અનુયાયી સંત, સાધુ, ભક્ત, જતિ-સતી કે જેને ગતગાગા કહેવામાં આવે છે તે મળીને જ્યોતપાટ ભરી તેને આરાધી ઉપાસના કરે છે. મહાપંથી ભજન અને ગુરુમુખી સત્સંગ પ્રાતઃકાલ સુધી ચાલે છે. આ જ્યોતપાઠ ભરવાની વિધિ, તેના ગુમમંત્રો ને સાધના ક્રિયા છે જે અહીં જણાવવાનું અપેક્ષિત નથી. મહાપંથની સ્થાપના આદિદેવ શિવજી અને આદ્યાશક્તિ ઉમિયાજીએ સાથે મળીને કરી છે. આ પંથની ઉત્પત્તિ દર્શાવતાં અનેક ભજનો છે. મહપંથની ઉત્પત્તિનું જે કથાનક છે તેવું જ કથાનક નાથપંથ અને ઓરિસાના અલેખ સંપ્રદાયમાં આપ્યું છે. મહાપંથ, નાથપંથ ને સંતમતમાં ઘણા સિદ્ધાંતો સમાન છે. બંગાળના બાઉલપંથ સાથે, સિંધ-કચ્છના બારામતી પંથ સાતમે મહાપંથની ઘણી સામ્યતા છે. ભારતમાં ઈસ્લામી મુસ્લિમ શાસન આવ્યું ત્યારે મોગલ સમ્રાટ અકબરશા બાદશાહે 'દીને ઈલાહી' નામનો સંપ્રદાય સ્થાપ્યો હતો. જે મહાપંથનું જ ઈસ્લામીકરણ રૂપ હતું, પરંતુ આ સંપ્રદાય ચાલ્યો નહીં. મહાપંથને પુનઃ ચેતનવંતો કરનાર રાજસ્થાન-મારવાડના રાજવી રામદેવજી મહારાજ હતા. તેમના સમયમાં મુસ્લિમ સત્તાધીશોનું ધર્માન્તરનું મોટું કાર્ય ચાલી રહ્યું હતું. આ ધર્માન્તર સામે હિન્દુ ધર્મને બચાવી, હિંદુધર્મી વર્ણવાદ, જ્ઞાતિવાદને હરાવે, અઢારે વરણને એક કરી મહાપંથમાં જ્યોતને અજવાળી, સહભોજન કરાવી મોટી ક્રાન્તિ કરી હતી. આ સાથે અનેક મહાપંથી સંતોએ ગામડે-ગામડે ફરીને સામાન્ય લોકસમાજ વચ્ચે રહીને જ્યોત ઉપાસના જીવંત રાખી હતી. રામદેવજી મહારાજે કેટલાક બાહ્ય મુસ્લિમ ઉપકર્ણો સ્વીકાર્યાં હતાં : જેમ કે પોતાની જાતને દેવ નહીં પીર કહ્યા. સમાધિ પીરપરંપરા મુજબ સ્થાપી, ધજામાં બીજનું પ્રતીક અને લીલો અંચળો સ્વીકાર્યો. મહાપંથનાં મૂળ દર્શન અને સિદ્ધાંતને જાળવી રાખી પાટ ઉપાસના અને સવરોમંડપ જેવી લોકમેળાની રચનાને અનુમોદન આપી લોકએકતા સ્થાપી હતી. પંચનું દર્શન : ૧. અલખ જ્યોતપાટ ઉપાસના અજવાળી બીજની રાત્રીએ ગતગંગા મળી જ્યોત આરાધના કરે છે. ૨. સ્ત્રી અને પુરુષ જેને જતિ-સતી કહેવામાં આવે છે તે સજોડે સાધના કરે છે. ૩. મહાપંથી ગુરુમંત્ર જ્યોતના પાટે અપાય છે. ગુરુ તે સમયે ગુપ્ત શબ્દ જ્ઞાન અગમભેદ સમજાવે છે. આ પંચમાં ગુરુનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે. * ૫૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ૪. મહાપંથી પરબ્રહ્મ ઘટભીતર સ્વીકારે છે. જ્યોત પાટ ઘરની પ્રતીક છે ને તેમાં જ બ્રહ્માંડ સમાયેલું છે. ‘પિંડે સો બ્રહ્માડે'. ૫. મહાપંથીએ નિજારી થવાનું છે. એટલે કે કોઈ પણ પ્રકારની વાસના, ઈચ્છા, આસક્તિથી મુક્ત થવાનું છે. સ્ત્રીનો સંગ હોય છતાં મન, વચન, કર્મથી પવિત્ર રહેવાનું છે. ૬. આ પંથમાં વાચક, વચન અને ટેકનો મહિમા છે, એટલે કે મહાપંથી જ્યોતપાટનો ‘વાચક નિમંત્રણ આવે ને તે સ્વીકારે તો ગમે તેવા સંજોગો આવે છતાં જ્યોત માટે જવું જ પડે છે. બીજું, વચન આપ્યા પછી - બોલ્યા પછી ફરી શકાય નહીં તેમ જ જીવનમાં લીધેલી ટેક મૃત્યુ આવે તોપણ છોડાય નહીં. સને કારણે વેચાવું ૭. મહાપંથી સંસારી સ્પર્ધકો છે. સંસાર વચ્ચે રહીને, પરિવારની જવાબદારી નિભાવીને આ કઠોર ભક્તિ પાળવી પડે છે. ૮. મહાપંથની જ્યોત પાટ ઉપાસના જેવી ‘સવરામંડપ'ની ઉપાસના છે જેનું બાહ્યરૂપ લોકમેળાનું. પણ મંડળવિધિ મહાપંથી દર્શનની છે. ૯. મહાપંથી સિદ્ધ સાધકો મૃત્યુજીત રહ્યા છે તે મૃત્યુપૂર્વે તેનો સમય જણાવી તે પ્રમાણે આ સ્થૂળ દેહ છોડી સમાધિ લઈ શક્યા છે. મહાપંથી સંતો : મહાપંથનાં દર્શન, સાધનાને ભજનવાણીના મધ્યમે પ્રગટ કરતી મોટી સંતવાડી છે. આ પંથના સંતોની વિગતે વાત કરતો નથી, માત્ર તેમની યાદી મૂકું છું. આ યાદીમાં પ્રમુખ સંતો જ લીધા છે, જેમાં ગુરુ ઉગમશી, મેઘધારુ, રૂપાંદે-માલદેવ, જેસલદતોરલ, ખીમરો-દાળલદે, રામદેવજીમહારાજ, હરજી ભાટી, લાખમો માળી, દેવાયત પંડિત-દેવલદે, રાવત રણસી, લીરલબાઈ, લાખો-લોયણ, મૂળદાસ, અમરબાઈ, રાજા અમરસંગ, જેઠીરામ, તોરલપરી, અખૈયો, ગંગાસતી અને સવારામ વગેરે આ સંતોની વાણીમાં નામ મરણ, ગુરુમહિમા, સહજ યોગ સાધના, પ્રેમલક્ષણા ભક્તિ, ઉપદેશ,બાહ્યાચાર, અંધશ્રદ્ધાનો વિરોધ અને અનુભૂતિનું દર્શન જોવા મળે છે. આ દરેક સંતોએ ગુરુમહિમા વિશેષ ગાયો છે. મહાપંથી ગુરુ મહિમા : ભારતીય આધ્યાત્મિક સાધના ધારા અને સંતવાણીમાં સંત, સગુરુને તારણહાર કહ્યા છે. આવા સગરનો મહિમા ગુરમુખી વાણીમાં ગવાયો છે. સંતો wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સરને પરમેશ્વર-અલખધણીની સમાન નહીં, પણ તેથી અધિક માન્યા છે. ગુરુ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ કહીને તેને વંદના કરી છે. કબીરસાહેબ કહે છે: ગુરુ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગુ પાય; બલિહારી ગુરુ આપને, જિન ગોવિંદ દિયો બતાય.’ ગુરુ અને ગોવિંદ બન્ને સાથે સાથે, ઊભા હોય તો પ્રથમ વંદના ગરુદેવને કરવાની, કરણકે ગુરુ હતા તો ગોવિંદનાં દર્શન થયાં. માનવજીવનનો અંતિમ ઉદ્દેશ ‘હુંની શોધ કરવાનો રહ્યો છે, સ્વની ઓળખ મેળવવાનો રહ્યો છે કે જો આ ઓળખ થાય તો તે પરમાત્માની જ ઓળખ છે. સંસારનાં મોહ, માયા છોડીને, મન ઉપર જીત મેળવીને, મયલા અહમ્, આવરણ, ભ્રમણાઓ, ભય ને ષડરિપુને મારી પરમાત્માની અનુભૂતિ, દર્શન કરવાનો રહ્યો છે. આ માટે સદ્ગુની અનિવાર્યતા રહી છે. આપણા વેદ અને ઉપનિષદ કહે છે કે ‘આચાર્યવાન પુરુષો વેદ' (છાંઉ ૬-૧૪-૨) અર્થાત્ ગુરવાળો પુરષ જ આત્માને જાણે છે. આચાર્યાહિએવ વિદ્યા વિહિતા સાધિષ્ઠ સાધયતિ’ (છાં ઉ૦૪-૭-૩) અર્થાત્ ગુર આચાર્યથી પ્રાપ્ત વિદ્યા જ મોક્ષને સિદ્ધ કરે છે. *મૂલ ધ્યાન ગુર રૂપ હૈ, મૂલ પૂજા ગુરુ પાંવ, મૂલ નામ ગુરુ વચન હૈ, મૂલ સત્ય સતભાવ.' ગુરુમૂર્તિનું ધ્યાન સર્વશ્રેષ્ઠ માન છે, ગરચરણની પૂજા સર્વશ્રેષ્ઠ પૂજા છે, ગુરવચનનું પાલન કરવું એ મૂળ નામ, મહામંત્ર છે અને સત્યસ્વરૂપ પામવું એ મોક્ષનું મૂળ રૂપ છે. જ્ઞાન અને વાણીના અમૃત ખજાનાની ચાવી સદ્ગરના હાથમાં છે. સદ્ગુરુની કૃપા વગર અંતરના તલભર તાળાં ને રજભર કૂંચીનો ભેદ સમજાતો નથી. ગરવા ગુજી જ્યારે જ્ઞાન અને વાણીનાં તાળાં ખોલી આપે છે ત્યારે ભીતરનું અજવાળું ઝોંકાર થઈ ઊઠે છે. એટલે જ દાસીજીવણે ગાયું કે, ‘અજવાળું હવે અજવાળું ગુરુ આજ તમ આવ્યે મારે અજવાળું.' જ્યાં સુધી સરનો ભેટો, સ્પર્શ થતો નથી ત્યાં સુધી ઘટડામાં ઘોર અંધારું પ૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વરતાય છે. અત્યંત વિકટ યમઘાટ સામે મોં ફાડીને દેખાય છે. ચારેતરફ અંધકાર ને કોઈ દિશા સૂજે નહીં ત્યારે ગુરુ હાથ પકડીને વાટ દર્શાવે છે. એટલે તો સંતો આ મૃત્યુલોકમાં ભોમિયા ભેરુનો સાથ લેવાનું કહે છે. સંત કબીર કહે છે: ‘યહ તન વિષકી બેલરી, ગુરુ અમૃતકી ખાન; સીસ દિયે જો ગુરુ મિલેં તો ભી સસ્તા જાન.' આવા સદ્ગુરુ સામાન્ય ઉપદેશક, શિક્ષક, ધર્મગુરુ, સમાજસુધારક કે કથાકીર્તનકાર નથી. પંથપ્રચારક કે કંઠી બાંધનાર, ગુરુમંત્ર કાનમાં ફૂંકનાર નથી. આ સદ્ગુરુ તો અગમભેદ દર્શાવી, અજ્ઞાન-અંધારું ટાળી, ઘટભીતર વિલસી રહેલા પરમતત્ત્વની અનુભૂતિ કરાવી આપે છે અને ચોરાસીના ફેરામાંથી મુક્તિ આપનાર, ભવસાગર તારનાર બને છે. દીનદરવેશ કહે છે: ‘ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મિટે, જય જય શ્રી ગુરુદેવ.’ ગુરુની અપાર શક્તિ અને સામર્થ્યથી માનવી જ્ઞાન, ભક્તિ, યોગથી આધ્યાત્મિક તત્ત્વચિંતન ને દર્શન પામી શકે છે. માનવજીવનમાં ક્ષણે ક્ષણે આવતી સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે છે. ગુરુજી પારસમણિથી સવાયા છે. પારસમણિ લોઢાને સ્પર્શે તો લોઢું કંચન થઈ જાય, પણ પારસમણિ લોઢાને પારસમણિ બનાવી શકે નહીં, જ્યારે સદ્ગુરુ શિષ્યને આપ સમાન બનાવી શકે છે, પરમાત્મારૂપી બનાવી શકે છે. આપણી સંતવાણીમાં સદ્ગુરુનો મહિમા સૌ કોઈ સંત-ભક્તકવિઓએ ગાયો છે. ભજનગાયક ભજન ગાવાનો આરંભ કરે ત્યારે તેમાં પ્રથમ સાખીઓ બોલે છે. આ સાખીઓમાં ગુરુનો મહિમા દર્શાવતી સાખીઓ અવશ્ય ગવાય છે. પ્રથમ ભજન ગણપતિનું ગવાય છે જેને ગણપતિની સ્થાપના કરી કહેવાય ને તે પછી સદ્ગુરુનો મહિમા દર્શાવતી ભજનવાણી ગાવાનો ક્રમ હોય છે. સંતવાણીના અભ્યાસને આધારે ગુરુમહિમા દર્શાવતી ભજનવાણી અલગ તારવી શકાય છે. જેને ગુરુમુખી વાણી કહેવામાં આવે છે જે રાત્રિના બીજા પ્રહારમાં ગવાય છે. આ ગુરુમુખી વાણીને પંથ, સંપ્રદાય પ્રમાણે વિભાજિત કરી શકાય. શિક્ષાગુરુ, દીક્ષાગુરુ, પિંડની ઓળખ કરાવી આપનાર ગુરુ, અગમભેદ ઉકેલી સત્ની અનુભૂતિ કરાવી આપનાર ગુરુ એમ જુદીજુદી ભૂમિકા દર્શાવતી ગુરુમુખી વાણીના પેટા પ્રકારો પાડી શકાય. સમર્થ સદ્ગુરુ જો મળે તો શિષ્યને કશું જ કરવાની જરૂર રહેતી નથી. શિષ્ય ૫૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કોઈ બાહ્ય ક્રિયા-સાધના ન કરે, કોઈ વિદ્યાભ્યાસ ન કરે, અરે ભાઈ: નામસ્મરણ પણ ન કરે ને માત્ર સદ્ગુરુને ચરણે આધીન રહી, ગુરુસેવા, ગુરુઆજ્ઞાનું પાલન કરીને ગુરુને સમર્પિત ભાવે ભજે તેને સદ્ગુરુના સ્પર્શે, અનુકંપાએ, નજરના બાણે કોઈ અદ્ભુત વિસ્ફોટ થાય છે ને બ્રહ્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે. જેમ આ બાહ્ય આકાશ છે, તેવું જ ચિદાકાશઃ અંતરાકાશ છે જે બાહ્ય ઇન્દ્રિયોથી નહીં, સદ્ગુરુની કૃપાએ દર્શાય છે. આવા સમર્થ સિદ્ધગુરુઓનાં અનેક ઉદાહરણો આપી શકાય જેમ કે સદ્ગુરુ રામકૃષ્ણદેવ ને શિષ્ય વિવેકાનંદજી. મહાપંથી ગુરુની સૌથી મોટી વિશેષતા સ્ત્રી ગુરુસ્થાને બિરાજી શકે છે. તેનું મહત્ત્વનું કારણ મહાપંથી સંતસાધના સ્ત્રી-પુરુષ જતિ-સતિની સંયુક્ત સાધના છે. તેમાં સ્ત્રી ગુરુસ્થાને બેસી પુરુષને દીક્ષા આપ્યાની અનેક ઘટનાઓ છે. મહાપંથની પ્રાચીન ભજનવાણીમાં મારકુંડઋષિના નામાચરણથી ગવાતી ઘણી ભજનરચનાઓ છે. આ ભજનવાણીમાં મહાપંથનું દર્શન ને સાધનાના અનેક નિર્દેશો આપ્યા છે. એક કથનાત્મક પ્રકારની રચના છે તેમાં રાજા યુધિષ્ઠિર મારકુંડઋષિના આશ્રમે ગયા, ઋષિને ચરણે વંદના કરી કહ્યું કે ઋષિરાજ મને મહાપંથનો મહિમા સમજાવો ને આ પંથની મને દીક્ષા આપો. ત્યારે મારકુંઋષિ કહે છે કે મહાપંથનો અગમ ભેદ હું તને આપી શકું નહીં. આ ભેદ માતા કુન્તા જાણે છે એટલે તમે માતા કુન્તા પાસે જાવ. યુધિષ્ઠિર માતા કુન્તા પાસે ગયા, ચરણ પાસે બેસીને વાત કરીઃ મા! મને મહાપંથની સાન આપો' ત્યારે માતા કુન્તા કહે છે, ‘બેટા ! તારી વાત સાચી, તપણ મહામંત્રનું પૂર્ણ રહસ્ય સતી દ્રૌપદી જાણે છે, એટલે તું દ્રોપદી પાસે જા.' યુધિષ્ઠિર દ્રૌપદીના નિવાસે ગયા, આધીનભાવે ઊભા રહ્યા ને બોલ્યાઃ દેવી! ઋષિ મારકુંડને માતા કુન્તાના વચને હું આવ્યો છું, તમે મને મહાપંથ, મહામંત્ર ને તેના રહસ્યોને સમજાવો.’ દ્રોપદી કહે છે: ‘હે રાજા ! આ માર્ગ ભારે કઠિન છે. પ્રથમ તમારે રાજા અને પુરુષ હોવાનો અહમ્ છોડીને સ્રીને ચરણે બેસવું પડશે. શીશને સાટે શ્રીફળ ગુરુને ચરણે મૂકી, તન, મન, ધન ગુરુને સોંપી તમારું ધણીપણું મેલો તો મહાપંથી નવઅંગની નવધાભક્તિનો અગમભેદ સમજાવું’. યુધિષ્ઠિર દ્રૌપદીને ચરણે ગયા ને મહાપંથી દીક્ષા લીધી. મહાપંથમાં સ્ત્રીસદ્ગુરુની પરંપરા રહી છે. જોધા માલદેવ તેની રાણી રૂપાંદેને ચરણે ગયા છે. જેસલ ખૂનખાર બહારવટિયો સતી તોરલને ચરણે ગયો છે. હામી લાલચી ને લંપટ લાખો સતી લોયણને ચરણે ગયો છે. સિંહ જેવા ભડવીર પુરુષો . ૬. Page #32 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સતીસગુરુની શબ્દનાવડીએ ભવસાગર તરી ગયા છે. મહાપંથની દીક્ષવિધિ ભલે પુરુષ સંત કે સાધુ આપી ગુરુ બને છે, પણ જ્યોત પાટની છાયામાં પડદે બેઠેલી સતી સ્ત્રીને ચરણે પડી તેને ગર તરીકે સ્વીકારવા પડે છે. આમ મહાપંથમાં ગુરુસ્થાને સ્ત્રી બિરાજમાન રહી છે. મહાપંથમાં જે વ્યક્તિએ ગુરધારણ ન કર્યા હોય તેને ‘નગરો' કહેવામાં આવે છે. આવા ‘નુગરા'ને પ્રવેશ અપાતો નથી. તેવા લોકોનું મુખ જોવું તેને પાપ ગણે છે. મહાપંથી સંતકવયિત્રી તોરલ કહે છે: “નર રે નુગરાની સાથે નેણલો નવ કીજીએ '. જેસલને ઉપદેશ આપતાં સમજાવે છે કે, ‘ગુરુના ગુણનો નહિ પાર ભગતિ ખાંડાની છે ધાર, નુગરા શું જાણે રે સંસાર, એનો એળે ગયો અવતાર. ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તૂરીમાં બાસ, નિજિયા નામ તણો પરગાસ, દીનાનાથ પૂરે આપણી આસ.' મહાપંથી સતી સન્ગર રૂપાંદે રાજા માલદેવને કે જે પોતાનો પતિ છે છતાં કહે છે કે તમે મારાથી દૂર રહેજો, કારણકે ‘મારે જાવું ધણીને બારણે... રે'વું મારે નગરા સે ન્યારું રે.' મારે અલખધણીની જ્યોત પાટે દર્શને જવું છે, અલખને મોતીડ વધાવવા જવું છે, ત્યારે તમારે મારાથી દૂર રહેવાનું છે, કારણકે હજ તમે નુગરા છો. નગરાનો એક વિસ્તૃત અર્થ એ પણ વિચારી શકાય કે જેને સર મળ્યા નથી, જે તે કામ, ક્રોધી, લાલચી, અભિમાની ને અનેક વિકારોથી ભરેલો છે તે નુગરો છે. આવા નુગરાથી ન્યારું રહેવું. સદગુરનો મહિમા ને તેમની પાત્રતાના ગુણગાન ગાઈએ છીએ તેમ શિષ્યની પાત્રતા હોવી જરૂરી બને છે. સિંહણના દૂધને ઝીલવા સુવર્ણ પાત્ર જોઈએ, કૃષ્ણને ઝીલવા માટે રાધા નામનું પાત્ર જોઈએ તેમ મહાપંથના મહામંત્રને સતને ઝીલવા શિષ્યની પાત્રતા હોવી જરૂરી છે. માત્ર વિના વસ્તુ ઠેરાય શી રીત ! આ માટે તોરલ કહે છે: 'કાલર ખેતર (ભૂમિ)માં બીજ મત વાવીએ, પાતર જોઈ જોઈ પોંખીએ મારા વીરા રે.' પાત્રની પસંદગી એટલા માટે કે જો કુપાત્રના હાથમાં અમુલખ મોતી કે વિદ્યા આવી જાય તો તેનું મૂલ કોડીનું થઈ જશે, આ કીમતી ધન ગેરવલ્લે જશે, જેમ સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું બિંદુ સાપના મુખમાં પડે તો વિષ પેદા થાય છે ને જો એ જ બિન્દ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છીપના મુખમાં પડે તો મોતી નીપજે છે. મહાપંથી ગંગાસતીએ પાનબાઈને બાવન દિવસમાં બાવન ભજન રચી જે ઉપદેશ આપ્યો તેમાં સ્પષ્ટ કહ્યું છે : ‘કુપાત્ર આગળ વસ્તુ વાવીએ ને, સમજીને રહીએ ચૂપ રે; મરને આવને દ્રવ્યનો ઢગલો કરે ને, ભલે હોય મોટો ભૂ૫ રે.' શિષ્યની પાત્રતા હોય ને સદગુરુને મળવાની તાલાવેલી હોય, તેના અંતરમાંથી સતગુરુ મેળવવાનો આર્તનાદ જાગે તો સામેથી સર પણ આવા શિષ્યને મળવા તલસતા હોય છે. જેમ બાળક માને મળવા રાડ પાડે, રડી ઊઠે ત્યારે મા ગમે તેટલી દૂર હોય તો પણ તેને બાળક રડતો હોવાનો સંકેત મળી જાય છે ને તે દોડતી આવે તેવું સરનું પણ છે. મોટા ભાગના પંથ, સંપ્રદાયમાં ગુરુ શિષ્યને બોધ આપી દીક્ષિત કરે ત્યારે પ્યાલો પીવડાવે છે. આ પ્યાલામાં શું પિવડાવવું તે પંથ પ્રમાણે અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ગુરુ પોતાના જમણા પગનો અંગૂઠો દૂધ અને પાણીથી ધોઈ તેની અંજલિ શિષ્યને પીવડાવે છે. આ પ્યાલો પિવડાવવાની સ્થૂળ ક્રિયા સાથે ગુરુ શબ્દસાન - ગુરુમંત્ર - શ્રવણે એવું કંઈક શબ્દરૂપે ચોટ મારે છે કે અજ્ઞાનનાં તાળાં ખૂલી જાય છે, સઘળી ભ્રમણાઓ ભાંગી પડે છે, માયલો - કલેજું વિંધાઈ જાય છે. આ ચોટ એક વિસ્ફોટ બની ઘટભીતર અજવાળું અજવાળું કરી આપે છે. આવો પ્યાલો પીધાનું પ્રમાણ જૈન મુનિ આનંદઘનજી પણ આપે છે. મન સા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પર જાતિ, તન ભાઠી અઘટાઈ પીઅ કસ, જાગે અનુભવ લાલી. અગમ્ પીઆલા પીએ મતવાલા ચીન્ને અધાત્વાસા, આનંદધન ચેતન વહે ખેલે, દેખો લોક તમાસા.' આ પ્યાલો હરિરસનો - રામરસનો છે જે મોટા ભાગના સંતોએ પીધો છે ને તેને પાણીમાં વ્યક્ત કર્યો છે. કબીર કહે છે: ‘રામરસ પ્યાલા હે ભરપૂર પીવો કોઈ ઘટક ઘટક ઘટક.' નરસિંહ મહેતાઓ આ રસ ‘પસલી ભરીને પીધો' છે. નાથ યોગી ગોરક્ષનાથે કહ્યું: ‘પ્રેમના પિયાલા સંતોએ પાયા, ધાયાં મેં તો ધૂન ધણી.' મહાપંથી જ્યોત પાટ ઉપાસના સાથે જેનો વંશપરંપરાગત નાતો રહ્યો છે તેવા ત્રિકમસાહેબ કહે છે: “મારા સત્સુએ પાયો અગાધ, પિયાલો દૂજો કોણ પીયે રે.' દાસીજીવણ કહે છે: - ૬૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ‘પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દયા કરીને મુને પ્રેમે પાયો, નેનું મેં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.” મહાપંથમાં પ્યાલાના પ્રતીક તરીકે જ્યોત પાટે જમણી બાજુ સ્થાપેલ કળશ કે જેમાં ગંગાજળ, સોપારી, સિક્કો નાખેલ હોય, માથે શ્રીફળ મૂકેલ હોય તેમાંથી અંજલિ ભરીને આ પવિત્ર જળ પીવાની પ્રક્રિયા ચાલી રહી છે. મહાપંથમાં સદગર ગુપ્ત નામસ્મરણનો મંત્ર આપે છે. આ મંત્ર કે નામ સદ્ગુરુએ સિદ્ધ કરેલ હોય છે તે દીક્ષા આપતી વખતે ગુર કાન ફતંકીને આપે છે. આ નામસ્મરણ કરતા રહેવું તે ભક્તિ છે. આ નામ સામાન્ય બાબત નથી. એ નામ શબ્દ, વચન ને મોતી છે. ભીમસાહેબ નામ ને અજબ નામ કહે છે: “સુન કે સુષુમણા નારી, મેં અજબ નામ પર વારી, અજબ નામ હૈ સબસે ન્યારા, ખોજ ખોજ સંસારી.' ગુર નામસ્મરણ સાધના ને તેની ગુપ્ત ક્રિયા સમજાવે છે આ નામનું નિત્યસ્મરણથી : ‘નામે પાતક છૂટીએ, નામે નાસૈ રોગ, નામ સમોવડ કોઈ નહીં જપ, તપ, તીરથ ને યોગ.' સદગુરુનો મહિમા અનેક સંતકવિઓએ ગાયો છે તેમાં દેવડુંગરપુરી કહે છે: ‘સર! તમે મારા તારણહાર, હરિગુર ! તારણહાર આજ મારી રાંકની અરજું રે, બાવન ધણી સાંભળ જો, ગુરુજી'... wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તેનું રૂપ શું ? તેનાં દર્શનનો આનંદ શું છે? અને સમગ્ર ભજનવાણીના રહસ્યને જાણે કે આ ભજનરચનામાં મૂકી આપેલ છે: બેની મુને ભીતર સદ્ગુરુ મળિયા બેની ! મુંને ભીતર સર મળિયા રે વરતાણી છે આનંદલીલા મારી બાયું રે... બેની ! મુંને. કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર, ભોમકા સઘળી ભાળી, અખંડ ભાણ દલ ભીતર ઊગ્યા; સાતે ભોમકા દરશાણી, કાળાં અંજન કરમણે આંજ્યાં, તનડામાં લાગી છે તાળી... શ્ન મંડળમાં મારો શ્યામ બિરાજે; ત્રિકુટિમાં લાગી મુંને તાળી... મારી બાયું રે... બેની ! મુંને...૦ ઘડી ઘડીના ઘડિયાળાં વાગે, છત્રીશે રાગ શીની; ઝળકત મોલને ઝરૂખે ઝાળિયાં ઝાલરી વાગે ઝીણીઝીણી, મારી બાયું રે... બેની ! મુંને...૦ અગમ ખડકી જોઈ ઉઘાડી, તિયાં સામા સદ્ગુરુ દીસે; છ પાંખડીના સિંહાસને બેસી, ખાંતે ખળખળ હસે.. મારી બાયું રે... બેની ! મુંને...૦ પ્રેમ પૂતળી શિંગાસણ શોભતી. તેણે નીરખી નિરખી. અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં, ગુરુજીને દેખીને હરખી. મારી બાયું રે. બેની મુંને...૦ બાવન બજારું ચોરાશી ચૌટા, કંચન મોલ કીના, ઈ મોલમાં સદ્ગુરુ બિરાજે, દોય કર આસન દીના.. મારી બાયું રે... બેની ! મુંને...૦ સોના જળમાં સહસ્ત્ર કમળનું શોભતું સિંહાસન. ચર્મચક્ષુએ નીરખ્યા હરિને, તોય લોભી ન માને મન... | મારી બાયું રે... બેની ! મુંને...૦ સત વચનનો સંહાર કરીને ગુણ તખત પર ગાયો, કરમણ ચરણે લખીરામ બોલ્યા, ગુરુજીએ ગુપત પિયાલો અમને પાયો... મારી બાયું રે... બેની ! મુંને...૦ ‘બેની મુને ભીતર સરુ મળિયા’ જેવી અનુભૂતિજન્ય વાણીના રચયિતા ‘આજ મારે આંગણે આનંદ વધાયા, ધૂપ રે દીયોને ગુરુજી જ્યોતે સવાયા' - રાજામાનસંગ ‘આવતા સંતોના લઈએ વારણા, પગ ધોઈ પાહોળ લઈએ, અરજણ ધરમ કરો જો ધણીને ઓળખ હો... જી... - અમરસંગ મહાપંથ બાહ્યગુરુની અહીં સુધી વાત કરી. જે ગુરુએ સ્વની ઓળખ કરાવી, પરમતત્ત્વની ઓળખ કરાવી તે પછી આ બાહ્યગુરમાંથી બહાર નીકળી આંતરદેશમાં પ્રવેશવાનું છે. ને આ ગુરુ માટે સંતો કહે છે: “ગુરુને કાયામાં ગોતજો મારા વા'લાના શું કરું વખાણ'. અહીં ગુરુનો અર્થ પરિબ્રહ્મ તત્ત્વ થાય છે ને તેનાં દર્શન ઘટભીતર કરવાનાં છે. ઘટભીતર સદગુરુ મળ્યાનું પ્રમાણ સંતકવિ લખીરામ આપે છે. આ સદ્ગર કોણ? ૬૩. SY Page #34 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સંતકવિ લખીરામ મેઘવાળ સમાજના સાગકિયા અટકના વણકર જ્ઞાતિમાં થઈ ગયા. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાબાના ઈંગરોળા ગામે ઈ.સ. ૧૭૭૩માં થયો હતો. તેમની સમાધિ ‘લુવારા’ ગામે આવેલી છે. ઈ.સ. ૧૮૩૮માં સમાધિ લીધી હતી. લખીરામ નાના હતા ને તેમના પિતા અવસાન પામ્યા. માતાએ બે દીકરા ઉપર વૈધવ્ય પાળ્યું. ખેતમજૂરી કરતાં કરતાં લખીયો મોટો થયો. મેઘવાળ સમાજને અસ્પૃશ્ય રાખવાથી તેમણે પોતાની અલગ સમાજરચના ગોઠવી હતી. મેઘવાળ સમાજના જ સાધુ બ્રાહ્મણ, બારોટ, તૂરી, નટ, ભવાઈ વેશધારીઓ હતા, જે મેઘવાળ સમાજમાંથી જ પોતાનો અલગ વ્યવસાય ને સમાજની જરૂરિયાત પૂરી પાડી હતી. મેઘવાળ સમાજમાં તેમના તૂરી, બારોટ, ગરોળા બ્રાહ્મણ ગામડે ગામડે ભવાઈ વેશ ભજવવા જતા હતા. તેમાં ભવાઈનાં પાત્રો ઘટે ને જેમને શોખ હોય તેવા મેઘવાળ યુવાનો આ ભવાઈમાં જોડાતા હતા. લખીરામને નાનપણથી સાધુ-સંતોની સેવામાં જોડાવું ગમતું. જ્યારે ભવાઈ વેશધારીઓ આવે ત્યારે તેમાં જોડાઈ જતો. ભવાઈના શોખને કારણે લખીરામ ગામેગામ વેશ ભજવવા જતો હતો. તેની મહત્ત્વની ઘટના લખીરામ ભવાઈના મંડલા સાથે કરમણ ભગતને ગામ વાવડી આવે છે જ્યાં લખીરામે ધર્મની બહેન માની હતી તે પણ રહેતી હતી. વાવડી ગામમાં ત્રણ રાત્રિના વેશ ભજવાયા પછી આગળને ગામ મંડલું જવાની તૈયારી કરે છે ત્યારે તેની ધર્મની માનેલી બહેન સવારે પાણી ભરવા તે ગઈ ત્યાં પાણી ભરતી બહેનોએ મેણું માર્યું કે જો લખીરામ તારા સગા ભાઈથી વિશેષ હોય તો આ ગામમાં ચોથી રમત રમે. બહેને લખીરામને મેણાની વાત કરી. લખીરામ મૂંઝાયો ત્યાં બહેન બોલી: ‘ભાઈ ! આ ચોથી રમત મને કાપડામાં આપતો જો આમ લખીરામ ગામે ચોથી રમત રમવા રોકાયો. વાવડી ગામમાં વણકર કરમણ ભગત રહેતા હતા. ભગતભક્તિમાં પહોંચેલા લખીરામ તેમની પાસે સત્સંગ કરવાને રાત્રે ભવાઈવેશમાં મોટો દીવો કરવા માટે સૂતરની આંટી લેવા માટે ગયો. લખીરામ કહે છે, ‘બાપા’ ! આજ મારો અહીં ચોથો ખેલ છે તો તમે જોવા માટે આવો ને આજે તો હું રાજા ભરથરી બનવાનો છું.. કરમણ ભગત બોલ્યા ‘સારું ભાઈ, હું આવીશ, પણ આવા વેશ ક્યાં સુધી બદલીશ ! એક એવો વેશ ભજવ કે જે વેશ પાછો ઊતરે જ નહીં.' લખીરામ કરમણ ભગતનો ઈશારો સમજી ગયા ને ‘બોલ્યા ! આપ જેવા સંતની કૃપા ઊતરે તો સાચો વેશ ભજવવો છે.’ રાત્રિનો સમય થયો. વાસમાં રામાપીરના ઓટા પાસે ખેલ મંડાયો. સૌ ૬૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પોતપોતાની જગ્યાએ ગોઠવાયા. મેતરિયા આવી ગયા ને આજે તો કરમણ ભગત આવ્યા છે તેમને ખાટલે બેસાડવામાં આવ્યા છે. આરંભે ગુણપત ગજાનંદને વંદના, માતાજીની આરતી થઈ. રંગલો - ડગલાએ આવી શ્રોતાઓને હસાવ્યા ને રાજા ભરથરીનો ખેલ નાખવાની જાહેરાત કરી. થોડાક સમયમાં લખીરામ રાજા ભરથરીના વેશમાં આવે છે. રાણી પિંગલા સાથેના મીઠા સંવાદો ચાર જુગની કથા કહેવાય છે ને ત્યાં પ્રથમ અંક પૂરો થાય છે. બીજા અંકમાં લખીરામ જોગી બની ગયેલા ભરથરીના વેશમાં આવે છે. માથે મોટી જટા, કાનમાં કુંડળ, ગળામાં રૂદ્રની માળા, કેડે આડબંધ, હાથમાં દંડ, ખુલ્લા ડીલમાં ભભૂતી લગાવી છે ને પડમાં આવતાંની સાથે બોલે છે: અલખ નિરંજન... અલખ નિરંજન... અલખ નિરંજન... શ્રોતાઓની સભા સ્તબ્ધ થઈ ગઈ, કાનમાં અલખનો ગુંજારવ થવા લાગ્યો, ધરતીમાં જાણે ધ્રુજારો આવ્યો, ને તબલાં પર થાપી લાગી, જાણે ડમરું વાગ્યું. જોગી ભરથરી બનેલા લખીરામના અવાજમયાં આજબનો રણકાર આવ્યો, ને બોલ્યા : ‘ભિક્ષા દેને મૈયા પિંગલા, જોગી ઊભો તારે દ્વારા મૈયા પિંગલા.' લખીરામ પોતાની ઓળખ ભૂલીને જોગીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો. કરમણ ભગતે આ ક્ષણને પકડી લીધી ને સુરતાનો દોર લખીરામમાં જોડી દીધો આંખોમાં સુરતા કેરાણી ને કરમણ ભગતે જ્યાં બેઠા હતા ત્યાંથી જ હાકલ મારી : ‘એ લખીરામ ! જોગીના આ ભાવમાંથી નીચે આવતો નહીં, જા તારો આ આખરી વેશ, હવે આ વેશ ઊતરશે નહીં.’ સદ્ગુરુ કરમણ ભગતના શબ્દોની ચોટ, ક્ષણનું પાકવું ને લખીરામને અંતરમાં અજવાળું થયું. આ બધી જ પ્રક્રિયાઓ ક્ષણમાં થઈ ગઈ. લખીરામે ખોળામાં રામસાગર લીધો, હાથે મંજીરા બાંધ્યા ને ભીતરથી ભજનની સરવાણી દટી, જે આંતર અનુભૂતિ થઈ તે ગવાઈ ગયું. ‘બેની ! મુંને ભીતર સદ્ગુરુ મળિયા રે.’ હે બેની! હે મારી બાયું: મુંને ભીતર સદ્દગુરુ, પરમતત્ત્વની, પરમાત્માની અનુભૂતિ થઈ છે. ઘટભીતર એવું તો અજવાળું થઈ ગયું કે કોટિકભાણ દિલભીતર ઊગ્યા ને ઘટભીતરની સઘળી ભોમકા મેં ભાળી, નવાઈની વાત તો એ બની કે જે બ્રહ્માંડે વિલસી રહ્યું છે તે ઘટમાં દર્શાણું. ગૂઢ અનુભવજન્ય સર્જનશીલતાનો પરિચય આ ભજનમાં તદ્ન સાદા, સરળ શબ્દોમાં બ્રહ્માનંદની અનુભૂતિને વાચા આપી છે. આત્મસાક્ષાત્કાર થતાં ઘટભીતર 99 Page #35 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરોડો સૂર્યનું અજવાળું તો થાય, પણ તેની સાથે તમામ ભોમકાઓ જોઈ લીધાનો આનંદ પણ થાય છે. સર કરમણ ભગતે આંખમાં એવાં તો આંજણ આંજ્યાં કે તનડામાં તાળી લાગી ગઈ. ચિત્ત એકાગ્ર થયું, સુરતા શૂન્યમા ઠેરાણી, તુર્યાતીત - ભાવાતીત અવસ્થા સિદ્ધ થઈ, ઈડા, પિંગલા અને સુષુણ્ણા નાડીના સંગમસ્થાને ત્રિકુટીમાં કાળી લાગી ગઈ ને શૂન્યમંડળમાં શ્યામ બિરાજે છે તેનો જ્યોતિ સ્વરૂપે આવિર્ભાવ થયો. આ અનુભૂતિનું દર્શન થતાં અનાહતનાદ સંભળાય છે. છત્રીસે રાગણી સદૈવ સંભળાય છે. ઝીણી ઝીણી ઝલરીનો ઝણકાર, મીઠીમીઠી મોરલીનો શંખનાદ સંભળાય છે. સદ્ગુરુની સાને અગમ ખડકી ઉઘાડીને જોવામાં આવે તો સહસ્ત્રદલ પદ્મ પર સિંહાસને બેઠેલા સદ્ગુરુ પરમાત્માનાં દર્શન થાય છે. તેમાં પ્રેમ પૂતળી શોભી રહી હોય છે તેને નેણે નીરખી નીરખી હું તો હરખી મારી બેન ! મુંને ભીતર સરુ મળિયા રે. મારા સરને જોઈને અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં કરી તેનું સ્વાગત કરવા માટે હું ભારે હરખી. ગુરુજીને મારું સર્વસ્વ એના ચરણમાં અર્પણ કરી દેવા માગું છું.' આ કાયારૂપી નગરીમાં બાવન બજાર અને ચોરાશી ચૌટા વચ્ચે આવેલ સુવર્ણ મહેલમાં સદગુરૂપી પરમાત્મા બેઠા છે તેને બે હાથ જોડી પધરાવ્યા છે. અહીં ‘બાવન બજાર’ ને ‘ચોરાશી ચૌટા' શબ્દો સંતવાણીના પરિભાષિક શબ્દો છે. ‘બાવન’ શબ્દ વ્યક્ત જગત માટે -બાવન અક્ષરની વર્ણમાલા માટે વપરાયો છે. પરમતત્વને ‘બાવનથી બારો'; વ્યક્ત જગતથી પર કહ્યો છે. તે અસીમ-બેહદ : જેને કોઈ સીમા, અંત, બંધન કે હદ નથી, આરંભ કે અંત નથી, જન્મ કે મૃત્યુ નથી, પ્રાકટય કે વિનાશ નથી એવા પરમતત્ત્વની અનુભૂતિ વર્ણવવી હોય તો બાવન અક્ષરોની મર્યાદામાં નેતિ નેતિ કહી અટકી ગયા છે. સહમાં-સર્વમાં વ્યાપ્ત તે છતાં સર્વથી પર એવા પરમ ચૈતન્યની અનુભૂતિ થઈ શકે તેને વ્યક્ત કરી શકાય નહીં. એટલે બેની ! હું તો તેને જોઈ હરખી છું. ચર્મચક્ષુએ હરિને નીરખ્યા છતાં લોભી મન માનતું નથી ને તેને સતત નીરખવાનું જ મન થાય છે. હે મારી બેની ! બાયું, હું તો સદુવચનનો સંતાર લઈને તેના ગુણ ગાઈ શકું. સરુ કરમણ ચરણે લખીરામ એટલું જ કહે છે કે “ગુરુજીએ ગુપ્ત પિયાલો એમને પાયો” ને મુંને ભીતર સદગુરુ મળિયા રે. આજ મુને વરતાણી આનંદલીલા રે. આ અજબની માત્ર આનંદાનુભૂતિ જ છે. ૬૭. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુજીએ મને સુતાને જગાડ્યો એમ ડુંગરપુરી કહે છે. હું તો અજ્ઞાન અંધારાની ઊંઘમાં હતો, સંસારની માયામાં બૂડતો હતો ત્યારે ગુરુજીએ મને તાર્યો છે. જમડાના હાથમાંથી છોડાવ્યો છે. આવા સદગુરુ માટે ડુંગરપુરી કહે છે. ‘શરીર તણી હું તો ખાલ પડાવું ને સોનેરી રંગ ચઢાવું છે, મોજડી સિવડાવી મારા ગુરુને પેરાવું, ગુણ અવગુણ કેમ થાકે છે.' અન્નદાન, ભૂમિદાન ને કંચનના મોલ લૂંટાવ્યા હોય અને કાશી ક્ષેત્રમાં જઈ કન્યાદાન દીધાં હોય તોપણ ગુરુજીની તોલે આવે નહીં મહાપંથી દેવતાય પંડિત કહે છે : ‘ગુરુ: તારો પાર ન પાયો રે પાર ન પાયો, હે પ્રથમીના માલિક તારો, જી હો રે જી.' સદગુરુને અહીં પૃથ્વીના માલિક કહ્યા ત્યાં ગુરુ અલખધણી - પરમાત્મા બની જાય છે.. ‘આ જમીન-આસમાન બાવે મૂળ વિના માંડ્યા જી રે હો જી.. અને થંભ વિના આભ ઠેરાયો, રે વારી વારી વારી... અલખધણીને ઓળખોજી, ગુરુ ! તારો પાર ન પાયો... આ શૂન્ય શિખર પર અલખનો અખાડો જી હો રે જી.. જ્યાં વરસે નૂર સવાયો, રે વારી વારી વારી... અલખધણીને ઓળખો છે, ગુરુ ! તારો પાર ન પાયો... આમ મહાપંથી ગુમહિમા ગાતાં ગાતાં આપણી યાત્રા લખીરામ સુધી પહોંચી, બેની મુને ભીતર સદ્ગુરુ મળિયાની અનુભૂતિનાં દર્શન કર્યા ને અંતે દેવાયત પંડિત સદગુરુને પૃથ્વીમાં માલિક કહી તેનો પાર ન પાયો કહી અલખધણીને ઓળખવાનો સંદેશો આપે છે. નોંધ : ‘સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિક્કલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર મુંબઈઃ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૧ માટેની પ્રસ્તુતિનું શોધપત્ર. ૬૮ Page #36 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... આનંદઘનજીની ૨ચનામાં પ્રગટ થતો ગુરુમહિમા - ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (અમદાવાદસ્થિત ડૉ. પ્રવીણભાઈએ “જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા વિષય પર Ph.D કર્યું છે. જૈન ધર્મ પર દેશ-વિદેશમાં પ્રચવનો આપે છે અને વિવિધ સેમિનાર્સમાં ભાગ લે છે). વિભાગ – ૧: સર્જકનો અને સર્જનનો પરિચય ભારતના અવધૂત યોગીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ આધ્યાત્મિક અભિગમોમાં જૈન પરંપરાના અવધૂત આનંદઘનજીનો અભિગમ અદ્દભુત છે. એમનો અસામાન્ય જીવનવૃત્તાંત, નિખાલસ અને દંભવિહોણું માનસ, ઊંડું અંતઃકરણ સહજપણે આત્માની અનુભૂતિની સમજ આપણને સ્પર્શી જાય તેમ છે. આનંદઘનજી મહારાજ એક એવા વિભૂતિ થયા કે જેણે પ્રેમલક્ષણા ભક્તિનો જૈન સાધનામાં ઉદય કર્યો, અર્થાત્ પ્રેમલક્ષણા ભક્તિનો સૂત્રપાત કર્યો અને ગાઈ ઊઠયા કે, ઋષભ જિનેશ્વર પ્રીતમ મહારો, ઔર ન ચાહું કંત રે... એમના સાધુજીવનનું મૂળ નામ તો હતું લાભાનંદ, પરંતુ તેઓ જ્યારે પોતાની આત્મમસ્તીમાં ખોવાઈ જતાં ત્યારે અંતરમાં આનંદનો સાગર ઉછાળા મારવા લાગતો. પ્રભુભક્તિમાં મસ્ત ફકીર ભજનમાં ભાવવિભોર થઈ ઊઠતા અને એ આનંદમાં ઝૂલતું હૈયું પોતાને આનંદઘનના નામથી પુકારી ઊઠતું. આમ તેઓ લાભાનંદમાંથી આનંદઘન બની ગયા. ૧) આનંદઘન ચોવીસી (૨) આનંદઘન પદ બહોતેરી. ચોવીસીમાં આદિ પ્રભુ ભગવાન ઋષભદેવથી ચરમ તીર્થંકર મહાવીરના નામનું અવલંબન લઈ ચોવીસ સ્તવનોમાં અધ્યાત્મનાં ગૂઢ રહસ્યો ઉદ્દઘાટિત કર્યો છે. જિનેશ્વર પરમાત્માની સ્તુતિના બહાને ગહન આત્મિક અનુભૂતિ શબ્દદેહ રજૂ કરી છે. પોતાની થોડી પણ ઉત્કૃષ્ટ કાવ્યકૃતિઓ દ્વારા સમગ્ર ભારતની પ્રજામાં છવાઈ ગયેલા સંતકવિઓમાં વિક્રમના અઢારમા શતકના કવિ અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી ૬૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મહારાજનું નામ પણ મોખરે છે. અવધૂત (અવ=સારી રીતે, નિશ્ચિતપણે, ધૂત ધોઈ નાખ્યા છે, હલાવી નાખ્યા છે, ખંખેરી નાખ્યા છે, (વર્ણાશ્રમનાં અને વ્યવહાર જગતનાં બંધનો જેમણે) એવા શ્રી આનંદઘનજીએ ચોવીસીનાં સ્તવનો અને એકસોથી અધિક પદો લખ્યાં છે, પરંતુ એમણે જે કૃતિઓની રચના કરી છે તે એવી સઘન, માર્મિક અને અનુભવી એરણે બરાબર કસાયેલી છે કે આટલી ઓછી રચનાઓથી પણ તેમણે ભારતીય સાહિત્ય પરંપરામાં અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કવિ આનંદઘનજીનો જીવનકાળ તે અકબર બાદશાહના જીવનનાં અંતિમ વર્ષો અને જહાંગીર બાદશાહનો શાસનકાળ. એ કાળ ભૌતિક દષ્ટિએ સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો કાળ હતો. હિન્દુ અને મુસલમાન લોકો વચ્ચે ધાર્મિક વૈમનસ્ય રહ્યું ન હતું. જૈનો તો અહિંસાના પૂજારી એટલે સુસંવાદી જીવનના હિમાયતી કહેવાયા. આવા આ કાળમાં ઉપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, સત્યવિજયજી, સમયસુંદર વગેરે ખ્યાતનામ કવિઓ જૈન પરંપરામાં થઈ ગયા. શ્રી યશોવિજયજી કરતાં આનંદધનજી ઉંમરમાં મોટા હોવા જોઈએ. આનંદઘનજીની ઉશ્ચ આધ્યાત્મિક દષ્ટિ અને યોગાભ્યાસની હકીકતો જોતાં વિક્રમ સંવત ૧૬૬૦માં તેમનો જન્મ થયો હતો અને ૧૭૨૦ થી ૧૭૩૦માં તેઓ કાળધર્મ પામ્યા હોય એમ જણાય છે. સત્યવિજયજી ક્રિયા ઉદ્ધાર કરી, ઘણાં વરસ સુધી આનંદઘનજી સાથે વનવાસમાં રહ્યા હતા તેમ આત્મારામજી મહારાજ જૈન તત્ત્વદર્શનમાં બતાવે છે. કવિવર્ય યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજાએ વર્તમાન ચોવીશીના ચોવીશે ભગવંતોની ચોવીશ સ્તવનો દ્વારા સ્તવના કરતાં એક એક સ્તવનમાં એક એક વાત ગૂંથી લઈ ભક્ત સાધકને ભક્તિયોગની સાધનાનો માર્ગ સાધ્યની પ્રાપ્તિ માટે કંડારી આપ્યો છે. આ પ્રથમ જિનેશ્વર ભગવંત આદિનાથ દાદાની સ્તવનામાં તેઓશ્રીએ પ્રીતિયોગને ગૂંચ્યો છે. વળી યોગીરાજજીએ પ્રત્યેક સ્તવનમાં તે તીર્થંકર ભગવંતના નામમાંથી નિષ્પન્ન થતાં ભાવને તે તે સ્તવનમાં વણી લીધા છે અને નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એમ ચારેય પ્રકારના નિક્ષેપાથી પ્રભુજીની સ્તવના કરી છે. પ્રભુ અને પ્રભુતાની પ્રાપ્તિના બે માર્ગ છે. એક સાધના અને બીજી ઉપાસના, સાધનાનો માર્ગ કષ્ટસાધ્ય છે. ઉપાસના-ભક્તિનો માર્ગ સરળ-સહેલો છે. અધ્યાત્મયોગી આનંદઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતા તેઓ ભક્તિરસથી ભરેલા અમૃતકુંભ હતા. તેઓની રચના પદરૂપે કે ચોવીસીના go Page #37 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સ્તવનરૂપે હોય, તે બધામાં તત્ત્વબોધ, ભક્તિ અને ભાવનો રસ ટપકતો હોય છે. તેઓશ્રીનાં પદ અને સ્તવનો પર સ્થિરતાથી ને ઊંડાણપૂર્વક વિચાર કરીએ છીએ તો લાગે છે કે આ રચનામાં ખાસ તો સ્વહિતનું જ લક્ષ્ય છે. આનંદ્ઘનજી અધ્યાત્મનું એક અદ્વિતીય પાસું છે. અધ્યાત્મના નામે જે કાંઈ અંધકાર કે વિપરીત પ્રકાશ છવાયો હોય તેનો પરિહાર કરીને અને જૈન સાહિત્યમાં અધ્યાત્મબીજ અંકુરિત ન થયા હોય તેને અત્યુત્તમ પ્રેમરસનું પાણી પાઈને, પલ્લવિત કર્યા છે તે છે મહાન વિભૂતિ આનંદઘન. આ યુગે આ સંસારને અનેક સંતો શૂરાઓ અને અધ્યાત્મ પુરુષોની ભેટ આપી છે. આવા યુગસૃષ્ટાઓમાં લગભગ ૨૦૦ વર્ષ પૂર્વે એક મહાન અદ્ભુત અને અવધૂત પુરુષની ભેટ આપી. તે મહાન આત્માનું મંગલમય ધન્ય નામ છે આનંદઘનજી મહારાજ. જાગેલા-પામેલા જંગલના જોગી, જેને આત્મામાં ઘન બનેલા આનંદનો અનુભવ છે. એટલે તેઓશ્રી પોતે જ પોતાના આત્માને ગુણથી સંબોધન કરી કહે છે- આનંદ્ઘનજી આ નામ તેઓના જન્મનું કે શરીરનું નથી, આત્માનું છે, ગુણવાચક નામ છે”. આનંદઘનજી એ એક પદમાં કહ્યું છે - જગત ગુરુ મેરા, મૈં જગત કા ચેરાજી. આ પંક્તિઓ નમ્રતાની સાથે એ પણ શીખવે છે કે, જો કોઇને જ્ઞાન કે બોધ લઈ કંઈક શીખવું જ હોય તો આખું જગત એને માટે પાઠશાળા કે શિક્ષક છે. બધામાંથી કંઈક ને કંઈ બોધ મળી શકે તેમ છે. એમણે પરમાત્માની સ્તવનામાં જયાં પ્રીતિ, ભક્તિ અને અનુરક્તિના ભાવો ભર્યા છે ત્યાં જિન શાસનનાં ગૂઢ રહસ્યોને નય, નિક્ષેપ, ઈચ્છાયોગ, સામર્થ્યયોગ, શાસનયોગ ઈત્યાદિ અકળ પદાર્થોને વિસ્તારથી નિરૂપ્યા છે. શ્રી આનંદઘનજીએ જે પદો લખ્યાં છે તેમાં ગુરુકુપા, સાધુસંગિત, આત્મજ્ઞાન, સુધારસનો અનુભવ, સમતાની આરાધના, મમતાનો ત્યાગ ઈત્યાદિ પર બહુ ભાર મૂક્યો છે. એમાં એમની વિશાળ, ઉદાર, ઉચ્ચ તત્ત્વદષ્ટિ જોવા મળે છે. વિભાગ-૨ ગુરુમહિમા દર્શાવતાં પદોનો પરિચય અબ જાગો પરમ ગુરુ પરમ દેવ પ્યારે, મેટહું હમ તુમ બિચ ભેદ... ચેતના, ચેતનને આજે વિનમ્રતાથી આદરભાવે પ્રેમભરી ભાષામાં સમજાવે છે. તે કહે છે, હે મારા પરમગુરુ પરમદેવ ! હવે તો જાગો. ૭૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આ ઉક્તિમાં બે ભાવ ઊઠે છે. એક તો ચેતન, અનાદિકાળથી સૂતો છે માટે ચેતના જગાડે છે ને કહે છે, ક્યાં સુધી સૂતા રહેશો ? હે પરમગુરુ ! તમને તો મોહનિદ્રા આવી ગઈ છે, હવે તો ઊંઘ ઉડાડો, આપ તો મારા શ્રેષ્ઠ ગુરુ છો, કારણકે ગુરુનું કાર્ય માર્ગ બતાવવાનું છે. રસ્તો બતાવી રસ્તે ચડાવી પછી આઘા ખસી જાય. તેમ આપ આપનો રસ્તો શોધીમને પણ શુદ્ધ માર્ગે લઈ જાવ. એ માર્ગે આપણે ભેદરેખા ભૂંસી અભેદ બની જઈએ. આપ સત્યમાર્ગદાતા છો. માટે આપ પરમગુરુ છો અને પરમદેવ પણ છો ! આ પદમાં પરમગુરુ શબ્દ પહેલાં અને પરમદેવ શબ્દ પછી શા માટે એવો સત્સંગ પ્રશ્ન થાય તો ઉત્તર છે કે ગુરુ આત્માને પ્રશસ્ત માર્ગ બતાવે છે. એ માર્ગે ચાલતો આત્મા દેવત્વને પામે છે. તેથી ચેતના કહે છે, અનાદિની ઊંઘ ઉડાડો તો તમને મારા-તમારા વચ્ચે શું ભેદ છે તેનો ખયાલ આવે. આપ તો મારા દેવ અને ગુરુ બંને છો. આપમાં એ બંને ગુણો છે માટે જાગૃત થઈ તમે તમારી શક્તિ તથા સંપત્તિ સામે જુઓ. મારા-તમારા વચ્ચે રાગદ્વેષની દિવાલો ઊભી થઈ છે, તેને તોડી અભેદ ભાવોનું સર્જન કરો. સુજ્ઞ તથા વિચક્ષણ શ્રી આનંદઘનજી મહારાજે આ પદમાં સામાન્ય જીવોની દશાનું વર્ણન કરી એ દશામાંથી મુક્ત થવાનો માર્ગ બતાવ્યો છે. સામાન્ય જીવો નિમિત્તાધીન થઈ, પરિસ્થિતિમાંથી મુક્ત થવાનું અમોઘ સાધન છે – સત્સંગ અને સદગુરુ સત્સંગ માનવશક્તિને સન્માર્ગે વાળી શકે છે. સાધુ સંગતિ બિનું કૈસે પઈયે, પરમ મહારસ ધામ રી, કોટિ ઉપાય કરે જો બૌરે, અનુભવ કથા વિસરામ રી... સાધુ... સાધુ કોણ? જેણે પોતાના સતસ્વરૂપને જાણ્યું છે, અનુભવ્યું છે તથા બીજાને સતસ્વરૂપ સમજાવી શકે છે તે સાચા અર્થમાં સાધુ છે. પોતે ત્યાગ-વૈરાગ્યની રાહ પર હોય તથા અન્યને એ રાહ પર લઈ જાય તે સાધુ. ગૃહસ્થ કરતાં સાધુઓ ઉત્તમ છે. જેમ ગંગા નદી ગંગોત્રીમાંથી નીકળે છે તેમ શાંતરસની ઉત્પત્તિનું સ્થાન સત્સંગ છે. ચેતન આત્મા જ શાંતરસનું ધામ છે, પણ સદગુરુના યોગ વિના ગમે તેટલાં તપ, જપ, જ્ઞાન, ધ્યાન કરીએ તોપણ તે મળી શકે નહીં. તે મેળવવા કોટિ ઉપાય પણ ઓછા પડે, એવું આત્મદર્શન સદ્ગુરુકૃપા તથા સદગુરુશરણથી સહજ તથા સરળ બની જાય છે. ગુરુ અનુભવ ચિંતામણિરત્ન હાથોહાથ આપે છે. માટે જ દરેક ધર્મમાં ગુરુનું મહત્ત્વ અધિક છે. માર્ગ બતાવી શકે. ભૂલા પડેલા અન્યને ભૂલા પાડી દે છે. તેથી અનુભવી સત્પુરુષો સદગુરુને સ્થાને બિરાજે છે. આત્માનુભવ માટે સદ્ગુરુ પાસે શું પ્રાર્થના કરવી તે વિશે કવિશ્રી આ પદની બીજી કડીમાં કહે છે : ૭૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શીતલ સફલ સંત સુર પાદપ સેવૈ સદા સુકાંઇ રી, વંછિત કલે ટલે અનવંછિત, ભવ સંતાપ બુઝાઈ રી.... સાધુ.... આ કડીમાં કવિએ, સાધુસંગતિને કલ્પવૃક્ષ સાથે સરખાવી છે. કલ્પવૃક્ષ નીચે બેસતા ઈચ્છિત ફલપ્રાપ્તિ થાય છે, તથા દરેકને ઠંડક આપે છે. તેમ સંતરૂપ કલ્પવૃક્ષ બધાને સંસારના ત્રિવિધ તાપથી મુક્ત કરી શીતળતા આપે છે, કલ્પવૃક્ષ પુણ્યભૂમિમાં ઉત્પન્ન થાય છે, તેમ સત્સંગ પણ પુણ્યયોગે પ્રાપ્ત થાય છે. પુણ્યના અભાવે સામે જ સંત હોવા છતાં સત્સંગનો લાભ લઈ શકાતો નથી. કલ્પવૃક્ષ તનના અને મનનાં તાપ હરે છે ત્યારે સાધુસંગતિ ભવતાપ દૂર કરે છે. ગરમીમાં વૃક્ષની શીતળ છાયા શાંતિ પ્રદાન કરે છે તેમ સંસાર દાવાનળથી સંતત્વ માનવને સંતોનો સંગ, શાંતિ તથા આરામ અર્પે છે. જન્મ-મરણનાં દુ:ખ તણો ! કદી ન આવ્યો પાર, આ ભવ મુજ સાર્થક થયો, સદ્ગુરુ તારણહાર.... સગુનો મહિમા અજોડ છે. કવિએ તીર્થસ્નાન કરતાં પણ અનેક ગણું ફળ સાધુસંગમાં બતાવ્યું છે. સંતમાગમનો અપાર મહિમા છે. કવિશ્રી પ્રસ્તુત પદની ત્રીજી કડીમાં કહે છે, ચતુર વિરંચી વિરંજ ન ચાહું, ચરણ કમલ મકરંદ રી; કો હરિ ભગતિ વિહાર દિપાવે, શું - નિરંજન ચંદ રી.... સાધુ..... કલ્પવૃક્ષની ગરજ સારે એવા સાધુ-ભગવંતોનો સત્સંગ મળી ગયો છે તેથી મારે હવે કાંઈ જોઈતું નથી. કોઈ મને બ્રહ્મા પાસેથી બ્રહ્મલોકનું રાજ્ય અપાવે તોપણ સંતસમાગમ પાસે એ તુચ્છ છે. મારે બ્રહ્મપુરીનું રાજ્ય જોઈતું નથી, પણ તેના ચરણકમળની સુવાસને પણ હું ઈચ્છતો નથી. કોઈક વિહારયાત્રા (દર્શનયાત્રા)નું મહત્ત્વ બતાવે છે, પરંતુ મારે તો સત્સંગ એ જ પવિત્ર તીર્થધામ છે. નિષ્કલંક બીજનાં દર્શન કરવાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે, પણ કવિ કહે છે, હું તો એ પણ ઈચ્છતો નથી. કવિના મનમાં સત્સંગ એ જ ચંદ્રમૌલિ શંકર ભગવાન છે, એ જ બ્રહ્મા ને એ જ વિષ્ણુ છે. સાધુમાં ત્રણેય દેવનાં દર્શન થઈ જાય છે. આ રીતે કવિ જગતની સર્વ સમૃદ્ધિથી પણ સાધુસંગતિને વિશેષ સ્થાન આપે છે. કવિશ્રી પ્રસ્તુત પદની ચોથી કડીમાં કહે છે, દેવ અસુર ઈંદ્ર પદ ચાહું ન, રાજ ન કાજ સમાજ રી, સંગતિ સાધુ નિરંતર પાવું, આનંઘન મહારાજ રે.... સાધુ.... હે પ્રભુ ! મારે કોઈ દેવનું, અસુરનું કે દેવના રાજા ઈન્દ્રનું પદ પણ જોઈતું નથી. સામાન્ય રીતે મોટા ભાગના માણસો દેવલોક માટે પ્રયત્ન કરે છે. ભગવાનને પ્રાર્થના કરી ૭૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એ જ માગે છે કે મને સદ્ગતિ આપજે તથા દેવલોકમાં મને સ્થાન આપજે. કોઈ અસુર કે ઈન્દ્રનું પદ માગે છે, તો કોઈ ચક્રવતી પદની મહત્ત્વાકાંક્ષા કરે છે. કોઈને સમાજમાં પ્રતિષ્ઠા જોઈએ તો કોઈને ઉચ્ચ પદ જોઈએ. આ બધાં પદ ક્ષણિક તથા નાશવંત છે. તે પુયોગે મળે છે ને પાપના યોગે વિલય પામે. રાજ્ય પણ પુણ્ય ઉદયે મળે છે, પણ મળ્યા પછી ખટપટ, લડાઈ, ઝઘડા, વૈભવવાસના, ઈર્ષા વગેરે ઘણાં દૂષણો ઊભાં થાય છે. શેઠ કે વેપારી બનતા જૂઢ-કપટ, માયાચારી, ચોરી હિંસા વગેરે કરવું પડે છે. આનંદઘનજી મહારાજ કહે છે, જેમાં કોઈ દોષ ન હોય તેવી નિર્દોષ સાધુસંગતિ હું ઈચ્છું છું, કારણકે તે સર્વ પાપ હરનાર છે તથા શાશ્વત સ્થાને લઈ જાય છે. નિરંતર સત્સંગના યોગે પરમ શાંત-સુધારસનું પાન થાય છે. સત્સંગથી રામરસનું પાન થાય છે. શ્રી આનંદધનજી મહારાજે આ પદમાં જીવનમાં ગુની આવશ્યક્તા પર ભાર મૂક્યો છે. કોઈ પણ કાર્ય માટે અનુભવી વ્યક્તિના સાંનિધ્યમાં રહી તેમના અનુભવનું જ્ઞાન મેળવવાથી સતમાર્ગ મળી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુનો મહિમા અપાર છે. શિષ્ય ગુરુકુળમાં રહી ગુનિશ્રામાં અભ્યાસ કરે છે. જેને ગુરુનો આધાર હોય તેને બીજી કોઈ ચિંતા ન હોય. તેથી ગુરુ-શિષ્યનો સબંધ શુદ્ધ-સ્નેહનો સંબંધ છે. શિષ્ય ક્યાંય મૂંઝવણ અનુભવે ત્યારે ગુરુ તેની આંગળી પકડીને મૂંઝવણમાંથી મુક્ત કરે છે. શિષ્ય ગુરુ પાસેથી વિનયપૂર્વક જ્ઞાન સંપાદન કરે છે. ગુરકુપાયુક્ત જ્ઞાન સત્યજ્ઞાન છે. આવા જ્ઞાનના આધારે શિષ્ય કોઈ રહસ્યાત્મક ભૂમિકામાં પહોંચી જાય છે. એટલે ગુરુ પાસેથી આ પ્રકારનું ગૂઢ જ્ઞાન મળી શકે છે. સ્વયંના બુદ્ધિબળથી મેળવેલું જ્ઞાન દીર્ઘકાળ પયંત રહેતું નથી, પણ ગુરુકૃપાથી પ્રાપ્ત થયેલ જ્ઞાન દીર્ઘકાળ સુધી ટકી રહે છે. આવું જ્ઞાન અંતે અનુભવનું અમૃત બને છે. જીવનનાવના સાચા નાવિક ગુરુ છે, તે વાત્સલ્યમયી માતા છે. આ માતા અંતરજ્ઞાનનું દૂધ પીવડાવી શિષ્યને પુષ્ટ કરે છે. કવિના હૃદયમાં પણ ગુરનું સ્થાન ઉત્તમ છે. હવે કવિ ગુરુ કોને કહે છે? એમના શબ્દોમાં જોઈએ. જગત ગુરુ મેરા, મેં જગત કા ચેર; મિટ ગયા વાદ-વિવાદ કા ઘેરા.... જગત.... પહેલી કડીમાં કવિએ કહ્યું છે, આ જીવને જ્યાંથી જ્ઞાન મળે તે બધા જ ગુર છે. કૃપા તો એક સંતગુરુની મળે ત્યાર ઉપદેશ તો અનેક સ્થાનેથી મળી શકે છે. કવિએ તો આખા જગતને ગુરુ કહ્યા છે, કારણકે જે આંખે દેખાય અથવા જડ કે ચેતન જે વસ્તુ નજરે પડે છે તે દરેકમાંથી કાંઈક ને કાંઈક જ્ઞાન (ઉપદેશ) મળે તે દષ્ટિને સામે રાખી કવિએ ૭૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જગતને ગર કહ્યા છે. જ્ઞાન લેનાર હોય તે ચેલો કહેવાય, કવિશ્રી કહે છે કે, મને જગત પાસેથી જ્ઞાન મળ્યું છે માટે હું જગતનો શિષ્ય છું. માનવ પાસે થોડી સમજણ કે સામાન્ય જ્ઞાન આવે એટલે વાદ-વિવાદ કરી જ્ઞાનનું પ્રદર્શન કરે છે. આવું જ્ઞાન મળતાં અંદરનો અહમ્ માથું ઊંચું કરે છે. એક બિંદુ જેટલું જ્ઞાન મળતાં તેને લાગે છે કે પોતાને ઘણું આવડે છે, પોતે કાંઈક છે તેથી તેનો અહમ તેને ઊંચે ચડાવે છે. - આ પદમાં કવિએ સમાજની આંખ ઉઘાડી છે. જગત પાસેથી બહોળો પાઠ મળે છે અને પોતાની અલ્પતા સમજાય છે. વાદ-વિવાદને તિલાંજલિ આપતાં ગત તરફ મસ્તક મૂકી જાય છે. હવે કવિ ગુરુના ઘરમાં શું છે તે સમજાવે છે, ગુરુ કે ઘરમેં નવનિધિ સારા, ચેરેકે ઘરમેં નિપટ અંધેરા ગરુ કે ઘર સબ જરિત જરાયા, ચેરે કી મઢિયામેં છપ્પર છાયા.... જગત.... જ્યારે હું થોડું જાણતો હતો ત્યારે હાથીની જેમ મદથી હું અંધ બની ગયો હતો અને હું મારી જાતને સર્વજ્ઞ માનતો હતો અને અનેક સાથે વાદ કરી વિવાદના અખાડા ઊભા કરતો હતો, પણ જ્યારે પંડિતજનો પાસેથી કંઈક જાણવા મળ્યું ત્યારે હું મૂર્ખ છું તેવું લાગતા તાવની જેમ મારો મદ ઊતરી ગયો. અધૂરું જ્ઞાન વાદ-વિવાદના અખાડા ઊભા કરાવે છે. કવિએ આખા જગતને ગુર જાયું છે, કારણકે શાસ્ત્રવચન છે કે ગરની પાસે નવનિધાન છે. જગતરૂપી એટલે ખજાનો છે. પૃથ્વીમાતાએ અનેક નરરત્નોને જન્મ આપ્યો છે. ભગવાન ઋષભદેવથી લઈને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામી સુધી બધા આ જ પૃથ્વીની ગોદમાં જનમ્યા ને મોટા થયા. રામ, લક્ષ્મણ, કૃષ્ણ વગેરે અનેક મહાપુરુષોની જનની પૃથ્વી છે. આ જ પૃથ્વીના પેટાળમાં હીરા, પન્ના, સોનું, ચાંદી, નીલમ, પોખરાજ વગેરે ઉત્તમ રત્નો પેદા થાય છે. આ રીતે જગતને ગુરુ ગણતાં બાહ્ય નિધિ તથા આંતરનિધિમાં મહાપુરુષોનો સમાવેશ થાય છે. આંતરિક નિધિમાં આત્મારૂપ ગુના અસંખ્યાત પ્રદેશમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, સાયિક ચરિત્ર, ક્ષાયિક સમ્યત્વ અને પાંચ પ્રકારની ક્ષાયિક દાનાદિક લબ્ધિ એ નવ પ્રકારનો સર્વશ્રેષ્ઠ નિધિ હોય છે હવે કવિ ગર શિષ્યનું અંતર બતાવે છે. ગુરુ મોહી મારે શબ્દકી લાઠી, ચેરે કી મતિઅપરાધકી કાઠી, ગુરુ કે ઘરકા મરમ ન પાયા, અકથ કહાંસિ આનંદઘન ભાયા.... જગત... ૭૫ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુ કેવા દયાસાગર તથા કરુણામૂર્તિ છે તે બતાવતાં કહે છે. વજેદપિ કઠોરાણિ, મૂનિ કુસુમાદપિ ગુરુ પોતાની ક્રિયાઓમાં તેમ જ સાધનામાં વજ જેવા કઠોર હોય છે. ત્યારે જગતના દુઃખી, અજ્ઞાની ને ભારે કર્મજીવો પ્રત્યે પૃપવત્ કોમળહૃદયી હોય છે. તેઓ બીજાનું દુઃખ જોઈ શકતા નથી. અરે સાંભળતાં પણ દુઃખ અનુભવે છે, પણ માર્ગ ભૂલેલાને માર્ગે લાવવા સમયોચિત્ત વજ બની કઠોર વર્તન કરે છે. માટે જ કવિ કહે છે કે, ગુના ઉપદેશને મગજમાં ન રાખનાર મૂઢમતિ શિષ્યને ગુરુ વચનરૂપી લાકડીના પ્રહાર કરે છે. શિષ્ય, ગુરની હિતશિક્ષાને અવધારે નહીં, મનને સ્થિર કરી અભ્યાસ ન કરે. મન, બુદ્ધિ તથા નેત્ર ચકમવકળ થયા કરતાં હોય. શીખેલું બેદરકારીને કારણે ભૂલી જાય તો ગરહદય કઠોર બની કઠોર શિક્ષા આપે છે. આમ કરવામાં ગુના હૃદયમાં શિખ્ય પ્રત્યે હિતબુદ્ધિ છે. શિષ્ય પોતાની દૂષિત બુદ્ધિને કારણે ગુના મર્મને સમજી શકતો નથી. આ પદમાં જગતને ગુરુસ્થાને મૂકી વાચકને વિચાર કરતો મૂકી દીધો છે. શિક્ષા દરેક સ્થાનેથી મળી શકે છે, જેમ કે ઝાડ, પાન, ફળ, ફૂલ, આકાશ, જડ-ચેતન દરેક જ્ઞાન આપે છે. ભારતીય ગુરુ-શિષ્ય પરંપરા ઘણી ગહન અને ગૌરવંતી છે. આ સંબંધ સમજવાની શક્તિ સામાન્ય લોકોમાં હોતી નથી. આનંદઘનજીએ રૂપક શૈલીથી આ પરંપરાનો મહિમા અહીં સરસ-અદ્ભુત રીતે વર્ણવ્યો છે. અવધૂ સો જોગી ગુરુ મેરા, કવિશ્રીએ આ પદમાં અવધૂ શબ્દનો પ્રયોગ કર્યો છે. અવધૂ એટલે કે આત્મદર્શનનો પિપાસુ. જે વર્ણ તથા આશ્રમનો ત્યાગ કરી કેવળ આત્મદર્શન કરે છે, અર્થાત્ આત્મનિમજ્જન કરે છે તેને અવધૂત કહેવામાં આવે છે. અહીં અવધુ શબ્દપ્રયોગ આત્મમસ્તીમાં મસ્ત એવા જ્ઞાની સંતો માટે કર્યો હોય તેવું તારણ નીકળે છે. કવિ કહે છે, જે અવધૂ છે તે મારા ગુરુ છે. તેમ કહી ગુરુ પર વિશેષ ધ્યાન દોરવામાં આવ્યું છે. ગુરગમથી મેળવેલું જ્ઞાન યથાર્થરૂપે પરિણમે છે. પોતાનાં બુદ્ધિબળથી મેળવેલ જ્ઞાન-અર્થાત્ ગ્રંથો કે આગમ વાંચીને મેળવેલ શાને અનુભવયુક્ત જ્ઞાન કહી શકાય નહીં. જેમ પુસ્તકો વાંચી તરવાની કળા હાથ કરી શકાતી નથી તેમ ગુરૂ વિના આત્મજ્ઞાન મળી શકતું નથી. શાસ્ત્રનો મર્મ ગુરના હદયમાં હોય છે. યોગ્ય શિષ્યને ગુર આત્મજ્ઞાનની ચાવી આપે છે અને ગુરુ સમીપે રહેતા એવું ઊંડું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. એ રીતે કવિ આનંદઘનજીનું એકએક પદ ઉચ્ચકોટિનું છે, પણ તેને સમજવાની ગુરુચાવી ગુરુ ૭૬. Page #40 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પાસેથી મેળવી શકાય. આશાવરી રાગમાં રચાયેલા આ પદનું રહસ્ય પામવા પ્રયત્ન કરીએ. અવધૂ સો જોગી ગુરુ મેરા, ઈન પદકા કરે રે નિવેઠા... અવધૂ, તરવર એક મૂલ બિન છાયા, બિન ફૂલે ફલ લાગા; અર્થાત્ હું તો ઉત્તમને અનુભવી ગુરુની શોધમાં છું, પણ જે આ પદનું રહસ્ય સમજાવે તેને જ હું મારા ગુરુપદે સ્વીકારું. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોને કે જે ચાર-ચાર વેદના જ્ઞાતા હતા, મહાપંડિત હતા તેઓએ મનથી નક્કી કર્યું હતું કે મારા મનની શંકાનું જે સમાધાન કરશે તેનો હું શિષ્ય બની જઈશ. છેવટે મહાવીરે બધા જ બ્રાહ્મણોના સંશયોનું પૂછયા વિના જ સમાધાન કરી આપ્યું તેથી પ્રભુના અગિયાર ગણધરો બ્રાહ્મણ હતા. આ રીતે આનંદઘનજી પોતાનાથી આગળ વધેલા સંતનો સકારો શોધે છે, અર્થાત્ ગુરુ બનતાં પહેલાં ગુરુપરીક્ષામાંથી પાસ થનાર ગુરુ બની શકે છે. આ પદનો જે અર્થ કરે તેને જ મહાન સંત કહી શકાય. કવિએ આ પદમાં એક વૃક્ષની કલ્પના કરી છે, પણ એ વૃક્ષ મૂળ વિનાનું છે. તેને શાખા, ડાળી, પાન, ફૂલ કાંઈ નથી છતાં તેને ફળ આવે છે અને છાયો પણ આપે છે. એ વૃક્ષનું નામ છે ચેતન, જેની કદી ઉત્પત્તિ થઈ નથી. ઉત્પત્તિ ન હોવાથી તેનું મૂળ નથી. મૂળ ન હોવાથી તેને કોઈ શાખા કે પ્રશાખા નથી. અહીં ગગનનો અર્થ તાળવું, અર્થાત્ મસ્તકના અંદરનો અગ્રભાગ એ વધારે સુસંગત લાગે છે, કારણકે યોગીઓને યોગસાધના કરતાં મુખરસની પ્રાપ્તિ થાય છે. દરેક સાધકનો પુરુષાર્થ અમૃતરસ, શાંતરસ, સંઘારસ પીવાનો હોય છે તેથી ઉપમા આપી બીજી કડીમાં કહે છે: તરુવર એક પછી દોઉ બેઠે, એક ગુરુ એક ચેલા; ચેલેને ગુણ ચુન ચુન ખાયા, ગુરુ નિરંતર ખેકા.... આ ચેતન વૃક્ષ પર બે પક્ષીઓ બેઠાં છે. એક ગુરુ અને બીજો છે ચેલો. ગુરુસ્વરૂપ (ચેતન) આત્મા છે ત્યારે ચેલા સ્વરૂપ છે મન. ગુરુ ચેલાને રાત-દિવસ હિતશિક્ષા આપ્યા કરે છે, તેને વારંવાર સમજાવે છે, પણ મનરૂપી ચેલો તો બાળોભોળો છે. તેથી તે વિષયાસક્ત બની ઈન્દ્રિયોદાસી દ્વારા આખી દુનિયાના પદાર્થને ભોગવ્યા કરે છે. તે જે સ્થાને અને જે ગતિમાં ગયો ત્યાં તેને ન્યુનાધિકપણે ઈન્દ્રિયોનો યોગ તો થયો જ છે અને વૈભાવિક પરિણતિને આધારે ભોગ પણ થાય છે ત્યારે આત્મગુરુ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપની મસ્તીમાં રમે છે, ખેલે છે. આ મનને કબૂતર સાથે સરખાવી કહેવામાં આવ્યું છે કે જે રીતે કબૂતર અહીં તહીં ૭૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ફરીને ચણ્યા કરે છે એ રીતે આ મનકબૂતર પણ ચારેબાજુથી મેળવ્યા જ કરે છે. તેની ભોગવાસના સમાપ્ત થતી જ નથી. ચેતન તો આત્મભાવમાં ખેલ્યા જ કરે છે. આ કડીનો બીજો અર્થ પણ થઈ શકે છે. જ આત્મવૃક્ષ પર સુમતિ ને કુમતિ એવા બે પક્ષીઓ બેઠાં છે. કુમતિ બાલ્યભાવનો ચારો ચર્યા કરે છે ત્યારે સુમતિ આત્મહિતનાં કાર્યોમાં રમ્યા કરે છે. સુમતિ ગુરુસ્થાને રહી અંતર આનંદમાં ખેલે છે. એ રીતે ચિંતન કરતાં કુમતિ, સુમતિની જેમ શુભ મન તથા અશુભ મન પણ લઈ શકાય. શુભ મન હિતમાર્ગ હોવાથી ગુરુસ્થાને વ્યવસ્થિત છે ત્યારે અશુભ મન વિષયવાસનાના કીચડમાં રાત-દિવસ ફર્યા કરે છે. જ્યાં આનંદ આવે ત્યાં હલકા અને ન કરવા યોગ્ય ભોગના દાણા ચણ્યા કરે છે. આમ વિચારતાં અનેક દૃષ્ટિએ બે પક્ષી થઈ શકે છે. પરંતુ કવિએ અહીં બે પક્ષી કહી આંતરવૃત્તિ તથા બાલ્યવૃત્તિનું શ્રંદ્ર બતાવ્યું છે. બે પક્ષી બતાવી જીવમાં ત્યાગ અને ભોગ બે કાર્યો બતાવ્યાં છે. જે સાધક આ બંને વૃત્તિને જોઈ દુષ્યવૃત્તિનો ઉપશમ કરે એ જ મારા ગુરુ છે, તેમ ભારપૂર્વક કવિ કહે છે. વિએ આ પદ દ્વારા ગુરુપદનું મહત્ત્વ બતાવેલ છે અને ધ્યાનનું નિદર્શન કરેલ છે. પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ સંતો બતાવે છે કે પિંડસ્થ ધ્યેય તરીક પાર્થિવ, આગ્રેયી, મારુતિ, વાણી અને તત્ત્વમ્ એમ પાંચ ધ્યેયની ધારણા કરવાની હોય છે, પણ આ ધારણાઓ ગુરુગમથી ગુરુના સાંનિધ્યમાં કરાય છે. કવિ આનંદઘનજીનાં કેટલાંક ઉત્તમ પદોમાંનું આ પદ ગણાય છે. અધ્યાત્મમાર્ગમાં ગુરુની આવશ્યક્તા અને ગુરુગમથી પ્રાપ્ત થતાં જ્ઞાનને કવિએ જુદાં જુદાં ચિત્રો દ્વારા પ્રકાશ્યું છે. કવિની કાવ્યશૈલી અજોડ છે જે આ પદમાં જોઈ શકાય છે. ७८ Page #41 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા નાનકની વાણીમાં ગુરુમહિમા - ડૉ. શોભનાબહેન આર. શાહ (અમઘવાદસ્થિત ડૉ. શોભનાબહેન ગુજરાત વિદ્યાપીઠનાં આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર સાથે સંકળાયેલાં છે અને જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં ભાગ લે છે) વર્તમાન સમયમાં મનુષ્ય ભૌતિક સાધનસામગ્રીને જ સુખશાન્તિ માને છે. ભૌતિકતામાં જીવવાવાળો મનુષ્ય આધ્યાત્મિકતાનો માર્ગ વીસરી ગયો છે, પરંતુ જ્યારે ભૌતિક સાધન સુખના બદલે દુ:ખનું સાધન બની જાય છે ત્યારે તેની આંખો ખૂલે છે અને અધ્યાત્મના માર્ગે જવા વિચારે છે. આ અધ્યાત્મના માર્ગે જવા માટે કોઈ જ્ઞાની ગુરુની આવશ્યક્તા જણાય છે તેવા ‘ગુરુ નાનક અને તેમની વાણીમાં ગુરુમહિમા'ની વાત અહીંયાં કરવામાં આવી છે. નાનક ગુર કે ચરન સરેવો સેવો સતગુર સમુંદ અથાહા સતગુર સેવો સંક ન કીજૈ।। જીવનવૃત્તાંતઃ નિર્ગુણ ભક્તિધારાની જ્ઞાનમાર્ગી શાખામાં સંત નાનક ગુરુદેવનું નામ પ્રસિદ્ધ છે. શીખ મતના પ્રવર્તક શ્રી નાનકદેવનો જન્મ કાર્તિક માસની પૂર્ણિમા, અર્થાત્ ગંગાસ્નાનના દિવસે સં. ૧૫૨૬ વિક્રમી લાહોર જિલ્લાના તલવંડી નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ મેહતા કસ્તુરચન્દ ઉર્ફે કાલૂરામ હતું, જે ક્ષત્રિય જાતિના અને બેદી ગોત્રના હતા તેમ જ એક સાધારણ પટવારી હતા. માતાનું નામ તૃપ્તાદેવી હતું. તે હિન્દુ ખત્રી હતાં. નાનકદેવન બાળપણ વિષે વધારે માહિતી મળતી નથી, પરંતુ શરૂઆતથી જ તેમની રુચિ અધ્યાત્મ તરફ હતી. નાનકદેવ બાલ્યકાળથી જ સાવૃત્તિના હતા. કોઈ નોકરી કે વ્યવસાયમાં તેમનું મન લાગતું ન હતું. બાલ્યકાળમાં તેમની શિક્ષા પં. બ્રજનાથ ૭૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શર્મા તથા મૌલાના ફુતુબુદ્દીનને ત્યાં થઈ. તેમને પંજાબી, હિન્દી, પારસી તથા સંસ્કૃતનો સારો પરિચય હતો. તેમણે દેશ-વિદેશમાં ભ્રમણ કર્યું તથા યાત્રામાં અનેક જૈન સાધુઓ, મુસલમાનો, ફકીરો, યોગીઓ તથા સંતોનો સત્સંગ કર્યો. રૈદાસ તથા નામદેવની સાથે તેમનો મિલાપ થયો. તેમણે પાતાના અનુભવથી સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું. નાનકદેવ અધિક વિદ્વાન તથા શાસ્ત્રજ્ઞાની નહોતા. તે બહુશ્રુત તથા નિજી અનુભવના ધની હતા, તે નિરાકારવાદી હતા. નાનકસાહેબને નવ વર્ષની ઉમરે યજ્ઞોપવીત આપવામાં આવ્યું. તે તેમના જીવનની બાળપણની એક મહત્ત્વની ઘટના હતી. લગ્ન તથા પરિવાર : ૧૭ વર્ષની ઉમરમાં સં. ૧૫૪૩ વિ.માં. બટાલાનિવાસી મૂલચન્દ ખત્રીની પુત્રી સુલક્ષણા સાથે નાનકના વિવાહ થયા હતા, જે તેમના બનેવી શ્રી જયરામના પ્રયાસથી થયા હતા તેમ માનવામાં આવે છે. તેમના બે પુત્રો હતા જેમનાં નામ શ્રીચન્દ્ર તથા લક્ષ્મીચન્દ્ર હતાં. શ્રીચન્દ્ર પ્રસિદ્ધ ઉદાસી સંપ્રદાયના પ્રવર્તક બન્યા. નાનકદેવનો દેહાંત ૧૫૯૬ વિ.માં થયો તેમ મનાય છે. સાહિત્યરચના : નાનકદેવની વાણી ઘણા ગ્રંથોમાં સંકલિત થયેલી જોવા મળે છે. ગ્રંથો અને તેનો પરિચય આ પ્રમાણે છે. ગુરુ ગ્રંથસાહેબ : નયની વાણીનું સંકન આદિ ગ્રંથ સર્કલમાં થયું છે. ધનન મધ્યયુગની એક ચીર અમરસંહિતા છે. તેમાં તત્કાલીન સમાન વિચારધારાવાળા સંતો, સાધુઓ, સૂકીઓ, પીરો અને ભક્તોની સત્યાનુપ્રણીત શબ્દાવલિઓનો સુવ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં ગુરુગ્રંથસાહેબનાં અધિકાંશ પદ, દોહા, વાર તથા મહેલ રાગરાગિણીઓમાં નિબદ્ધ હોવાના કારણે સત્સંગતીનો અક્ષય ભંડાર છે, જેમાં ૩૧ રાગોનો ઉલ્લેખ મળે છે. ગુરુગ્રંથસાહેબનું સંપાદન શીખોના પાંચમા પ્રસિદ્ધ ગુરુ અર્જુનદેવે સંવત ૧૬૬૧માં કર્યું હતું. ગુરુગ્રંથસાહેબમાં આત્મા-પરમાત્માનું મિલન, નવધા ભક્તિ, પ્રભુના નામનો સદા જાપ, તેમના નામનું સર્વદા કીર્તન-સ્મરણ, મન, વચન અને કર્મથી તેમની પરમસત્તામાં તલ્લીનતા આદિ પર અધિક બળ આપવામાં આવ્યું છે. ગુરુગ્રંથસાહેબમાં સત્યાનુપ્રણીત તાજગી, સરસ શૈલીની સરળતા તથા હૃદયસ્પર્શી સ્પન્દનશીલતા, ઉત્તરોત્તર નવનવોન્મેષશાલીતા આદિ ગુણો છે, જે એક અદ્ભુત પ્રેરણાદાયીની શક્તિ છે. ८० Page #42 -------------------------------------------------------------------------- ________________ ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુનાનકની અન્ય રચનાઓ જોઈએ તો તે આ પ્રમાણે છે : આરંભમાં પરમેશ્વરના ગુણોનું વર્ણન છે. તેમાં પરમાત્માની સર્વ વ્યાપકતા તેમ જ તેના અજર, અમર, અલખ, અગમ સ્વરૂપનો મહિમા ગાયો છે. આધ્યાત્મિકતાનાં લગભગ સર્વ મુખ્ય પાસાં પર ગંભીરતાથી વિચાર દર્શાવ્યા છે. અંતમાં દર્શાવ્યું છે કે સાચા પરમેશ્વરની પ્રાપ્તિ કેવળ ગુરુની દયામહેરથી જ થઈ શકે છે. આસા દી વાર: નાનકસાહેબની પ્રાત:કાળમાં ગવાતી વાણીનો સંગ્રહ છે. આ રચનામાં જીવ પોતાની વર્તમાન નિમ્ન અવદશામાંથી ઉપરની ઊંચી આત્મિક અવસ્થા શી રીતે પ્રાપ્ત કરી શકે અને પરમાત્માની પ્રાપ્તિ માટે કેવી રીતે તૈયાર થઈ શકે છે તેની ચર્ચા કરવામાં આવી છે. ૨હરાસ: શીખોની સંધ્યાની પ્રાર્થનાનો એક ભાગ છે. એમાં નાનકની વાણીનાં બે પદ છે. તેમાં પરમાત્માના નામની સાચી લગની બતાવી છે. કહ્યું છે કે પરમાત્માના નામમાં જીવન છે અને તે નામને ભૂલવામાં મૃત્યુ છે. પરમાત્માના સાચા નામની આરાધના ઘણી કઠણ છે. આરતી : શીખોની રાતના સૂતાં પહેલાં ગાવાની પ્રાર્થના છે. તેમાં નાનકજી આરતીના ઈષ્ટ પરમાત્માનો મહિમા કરતાં કહે છે કે તેને કોઈ રંગ, રૂપ કે આકાર નથી. તેને કોઈ આંખ, કાન, હાથ-પગ નથી, પરંતુ તે સર્વ રંગ, રૂપ, આંખ, કાન, હાથ-પગમાં સમાયેલો છે. તેનું કોઈ રૂપ નથી, પરંતુ અનંતરૂપ તેના જ પ્રકાશને પ્રગટ કરે છે. ઘટઘટમાં તેની જ્યોત જલી રહી છે, પરંતુ એ જ્યોતનાં દર્શન સરના ઉપદેશ મુજબ ચાલવાથી થાય છે. આ વિસ્મયકારક આરતીનું જ્ઞાન પણ હરિઇચ્છાથી થાય છે. સોહલા : તેને પ્રશંસાગત પણ કહે છે. આ દિવસની અંતિમ પ્રાર્થના છે. જે રાત્રે સૂતી વખતે ગવાય છે. પ્રહર : આમાં મનુષ્યજીવનને ચાર ભાગમાં વહેંચવાની પરંપરા બતાવી છે. નાનકજીએ જીવનની ચાર અવસ્થાઓને રાત્રિના પ્રહારો સાથે સરખાવી છે. દરેક પ્રહરનું વર્ણન ગૂઢ આધ્યાત્મિક રહસ્યથી પૂર્ણ કરવામાં આવ્યું છે. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પટ્ટી : આવાં કાવ્યોમાં લેખક બારાખડીના દરેક અક્ષરનો આધાર લઈ પોતાના વિચારો રજૂ કરે છે. ગુરુ નાનકે આ પટ્ટી નાનપણમાં જ પોતાની શાળામાં લખવાની સ્લેટ પર લખી હતી. બારમાહા : આ કૃતિમાં દરેક મહિનાને મનુષ્યજન્મની ઉપમા આપી તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.. દકખણી ઓંકાર : આ કૃતિમાં ૫૪ કડીઓ છે. એનો મુખ્ય વિષય સૃષ્ટિની રચનાનું સ્વરૂપ તથા પરમાત્માનો મહિમા છે. નાનકની વાણીમાં ગુરુમહિમા ગુરુ નાનકનું સંસારમાં આવાગમન એવા સમયે થયું જ્યારે સંસારમાં સાચો ધર્મ લુપ્ત થઈ ગયો હતો. લોકો અંધવિશ્વાસ, પાખંડ, કપટ, આડંબરના સડાથી પીડાતા હતા. તે સમયે નાનકે લોકોને વિવેક અને તર્કની સાથેસાથે આશા તથા આનંદનો એક સંદેશ પણ આપ્યો, જે અજ્ઞાન, અવિશ્વાસ અને નિરાશાથી ચારેતરફ ફેલાયેલા અંધકારને દૂર કરવામાં સમર્થ હતો, પરંતુ આ અજ્ઞાન અને અંધકારને દૂર કરવા માટે મનુષ્યને ગુરુની આવશ્યક્તા છે. ગુરુ વિના મનુષ્ય અપૂર્ણ-અધૂરો છે. મનુષ્ય માયાની જાળમાં ફસાયેલો છે તેમ જ જન્મ-મરણનાં ચક્રમાંથી છૂટી શકતો નથી, પરંતુ પરમાત્માને મનુષ્યની આ મુશ્કેલીની ખબર છે તેથી તે સંસારમાં પૂર્ણ ગુરૂને દરેક કાળ અને સમયમાં મોકલે છે. સરુ તે પરમાત્માનું પ્રગટરૂપ છે, જેને પ્રેમ કરી શકાય છે. નાનકજીએ કહ્યું છે કે ગુરુ એ એક એવા મહાત્મા છે, જેમણે પોતાની આત્મિક ચઢાઈ દ્વારા પરમાત્માની સાથે મેળાપ કરી લીધો છે અને બીજા જીવોને પણ પરમાત્માની સાથે મેળાપ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે, ગુર કુંજી પાહૂ નિવલ મન કોઠા તન છત || નાનક ગુરુ બિન મન કા નાક ન ઉઘડે અવર ન કુંજી હત્યા (આદિગ્રંથ પૃ. ૧૨૩૭) સર ચાવી છે, જીભ તાળું છે, મન કોઠો છે અને તન છત છે. ગુરૂ વિના આ તાળું ખૂલી શકતું નથી અને ગરુ સિવાય કોઈ બીજાની પાસે તેની ચાવી નથી. ગુરુ માટે નાનક કહે છે કે, - ૮૨ - ૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... સંત સભા ગુર પાઈએ મુક્ત પદારથ ઘણી. ઉચ થાન સુહાવણા ઉપર મહલ મુરાર | સચ કરણી દે પાઈએ ઘર ઘર મહલ પ્યાર | (આદિગ્રંથ ૫. ૧૮) જો મનમાં મુક્તિ મેળવવાની ઉત્કટ ઇચ્છા હોય તો સદ્ગુરુની ચરણરજ બની જાવ. પાછલા જન્મોનાં પુણ્ય કર્મોના કારણે મનુષ્યજન્મની અમૂલ્ય ભેટ મળે છે. આ તકનો લાભ લઈ સંતોની સંગતિમાં રહીએ તો સદ્ગર મળે અને સદ્ગર એવી સાચી કરણીની યુક્તિ પ્રદાન કરે છે જે દ્વારા પરમાત્માના ઊંચા સુંદર મહેલોમાં આપણો વાસ થઈ જાય છે, અર્થાત્ ગુરુ દ્વારા કામધેનુની પ્રાપ્તિ થાય છે. ત્રિબિધ કરમ કમાઈ આસ અદેશા હોય ક્યોં ગુરુ બિન ત્રિકુટી છુટસી સહજ મિલિ સુખ હોય જીવ સદા ત્રણ પ્રકારનાં કર્મોની જાળમાં ફસાયેલો રહે છે. તેને વિવિધ કર્મોમાંથી અને ત્રણ ગુણોની ત્રિકુટીમાંથી શી રીતે છુટકારો મળે? ગુરુનાં શરણ વિના ત્રિકુટી છૂટતી નથી તેમ જ સહજની પ્રાપ્તિ થતી નથી, પરંતુ ગુરુએ બતાવેલા માર્ગ પર ચાલવાથી પ્રભુના મહેલમાં દાખલ થઈને સહજસુખ પ્રાપ્ત થાય છે. નિજ ધર મહલ પછાણી નદર કરે મન ધોયા. બિન ગુર મૈલ ન ઉતરે બિન હર ક્યોં ઘર વાસી (આદિગ્રંથ પૃ. ૧૮) પરમાત્મા અને સાથો મહેલ તો જીવની પોતાની અંદર જ છે, પરંતુ જ્યાં સુધી તે ગુરુની બતાવેલી યુક્તિનો અમલ કરતો નથી, ત્યાં સુધી વિકારો અને પાપોની મલિનતા ઊતરતી નથી, મન વશમાં આવતું નથી અને પોતાની જાતને ઓળખી શકાતી નથી. જ્યારે પરમાત્માની દયાથી ગુર મળી જાય તો સઘળું પોતાના આત્મારૂપી ઘરમાં જ મળી જાય છે. એકો શબ્દ વીચારીએ અવર ત્યાગૈ આસો નાનક દેખ દિખાઈએ હીં સદ બલિહારે જાસ II (આદિગ્રંથ પૂ.૧૮). નાનકજી સમજાવે છે કે પરમાર્થના યાત્રીએ દરેક પ્રકારની આશાનો ત્યાગ કરી ગુરુ અને તેમના શબ્દને મનમાં વસાવી લેવા જોઈએ. નાનકજી કહે છે કે હું એવા સર પર વારી જાઉં છું કે જેમણે સ્વયં પરમાત્માનાં દર્શન કરી લીધાં છે અને બીજાઓને પણ તેમનાં દર્શન કરાવે છે. આથી આ દુર્લભ મનુષ્યઅવતારમાં સરનો મેળાપ થવો જરૂરી છે. ગુરુમિલાપ : ગુરુવિહીન જીવ જન્મ-મરણનાં ચક્રમાં ફસાયેલો રહે છે. પૂર્ણ ગુરુ મળી જાય તો પરમાત્માના સાચા જ્ઞાનનું અમૂલ્ય ધન મળી જાય છે. મનને ગુરની મતિ મુજબ ઢાળી wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દઈએ તો પરમાત્માના સાચા પ્રેમની પ્રાપ્તિ થઈ જાય છે. ગુરુની દયાથી મુક્તિની અમૂલ્ય ભેટ મળી જાય છે, જેથી સઘળાં પાપોનો અને અવગુણોનો નાશ થઈ જાય છે. ગુરુ પાસે નામ અને પ્રેમનું નિર્મળ ધન છે, જે દ્વારા તે પાંચ વિકારોનો નાશ કરી દુઃખોનો અંત લાવે છે અને સાચું સુખ પ્રદાન કરે છે. સમયે કેવળ નામનું ધન સાથે જાય છે. પૂરા સર જ એકમાત્ર સાથી છે, જે અંત સમયે પણ સાથે જાય છે. નામ અને ગુરુ વગર જીવ માયાના અંધકારમાં ભટકતો રહે છે. ગુરુએ પ્રદાન કરેલી શબ્દની કમાઈ વડે આપણે કર્મોનાં બંધન તોડી દઈ પાછા પરમાત્મામાં સમાઈ જઈ શકીએ છીએ. નાનકજી કહે છે કે સહજ આનંદપ્રાપ્તિ માટે સરનું શરણ લેવું જોઈએ. ગુર પાસેથી નામનો ભેદ અર્થાત્ નામદાન મેળવી સૂરતને અંદર એકષ્ટ કરી નામની સાથે જોડવી જોઈએ. સઘળું ગુરુને સોંપીને ગુરુમતિ પર ચાલવું જોઈએ. એ રીતે પોતાની જાતની જાણ થાય છે અને પરમાત્માનો ભેદ મળી જાય છે. ગુરુની અપાર કૃપાથી સાધકનાં સઘળાં બંધન કપાઈ જાય છે અને તેને અલખની પ્રાપ્તિ થઈ જાય છે. મુક્તિનો એક એ જ માર્ગ છે. જેમાં અવશ્ય સફળતા મળે છે. ગુરૂ સત્પષની જેમ સમર્થ હોય છે. નાનક ગુરુ અને ગોવિંદને એક કહે છે. તેઓ કહે છે કે આખી સૃષ્ટિ ગુરુને આધીન છે અને દરેક જગ્યાએ તેમનો હકમ ચાલે છે. ગુરુ શિષ્યને અંદરનાં સુંદર આત્મિક મંડળો બતાવે છે. ગુરુ શિષ્યને સાચું અમૃત પીવાને યોગ્ય બનાવે છે, જેથી મન સ્થિર થઈ જાય છે. સાંસારિક વૃત્તિવાળો જીવ અથવા મનમુખ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આ પાંચ વિકારોનો શિકાર બન્યો રહે છે. ગુરુની મતિ પ્રમાણે ચાલવાથી મનની આશા-તૃષ્ણાના રંગ ઊતરી જાય છે. ગુરપ્રતાપે જીવ નિર્ભય બની જઈને પાંચ વિકારોરૂપી શત્રુઓને જીતી લે છે. એને અંદર અલૌકિક નાદ મળી જાય છે. જીવને પોતાના સાચા સાવરૂપનું જ્ઞાન થવા માંડે છે. ગુરુના ચરણકમળનો આશરો મળવાથી પરમાત્મા સાથે મેળાપ થઈ શકે છે. આથી જ ગુરુ સાચા રક્ષક, હિતેચ્છુ અને મિત્ર છે. જીવનમાં સદ્ગરની આવશ્યક્તા છે જેના થકી જીવનમાં સાચી શાંતિ મળી શકે. ગુરુના ઉપદેશ વિના સાચી ભક્તિની યુક્તિ મળતી નથી. જો ગુનો શબ્દ મનમાં વસી જાય તો મન વશમાં આવી જાય છે અને અહંકાર તથા તૃષ્ણાનો અગ્નિ શાંત થઈ જાય છે, પરંતુ આ મન ગુરુ સાથે જોડાઈ જવાથી જ વશમાં આવે છે. જેમનો ગુરુ સાથે મેળાપ થયો નથી અને જેઓ સરુના ઉપદેશ અનુસાર હરિના નામ સાથે મગ્ન થયા નથી તેઓ હંમેશાં ભવસાગરનાં તોફાનો 3. Page #44 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વડે ઘેરાયેલા રહે છે. તેમનું જન્મ-મરણનું ચક કદાપિ સમાપ્ત થતું નથી. સંસારની જેલમાંથી બહાર નીકળવાની યુક્તિ ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય ચે. જેમને આ યુક્તિ મળી જાય છે તેઓ સાચા અર્થમાં બ્રહ્મજ્ઞાની બની જાય છે. તેઓ જ ગુરકુપા વડે પરમાત્માની દરગાહમાં સ્વીકારાય છે. આમ ગુરુકુપાએ દરેક પ્રકારના ભયમાંથી મુક્ત થઈ જવાય છે. આ અજ્ઞાની મનુષ્યોને ખબર નથી કે ચોર્યાસી લાખ યોનિઓમાં મનુષ્યજન્મ સૌથી શ્રેષ્ઠ છે. આ અમૂલ્ય તક છે અને આ અમૂલ્ય તકનો લાભ ઉઠાવવા માટે ગુરનું શરણ લેવું જોઈએ. ગુરુસેવા બધી કરણીનો સાર છે, કારણકે સદ્દગુરુની સેવાથી આત્મા બંધનમુક્ત થઈ જાય છે. એને ફરી પાછો અહંકારનો મેલ ચઢતો નથી. જે જીવ સદગુરની મતિ મુજબ ચાલે છે તેની મોહ-મમતાનો અગ્નિ હોલવાઈ જાય છે અને તેના હદયમાં પરમાત્માના નિર્મળ નામનો વાસ થઈ જાય છે. તેનું મન નિશ્ચલ થઈ જાય છે. તે બહાર ભટકવાનું છોડી દે છે. આથી નાનકજી ભારપૂર્વક કહે છે કે, પરમાત્માપ્રાપ્તિ માટે જીવિત સંદરની અનિવાર્યપણે આવશ્યક્તા છે. ગુરુ વિના જીવન સાથી શાંતિ મળતી નથી. જે જીવ સરની મતિ મુજબ ચાલે છે તેને પોતાની અંદર આપોઆપ વાગતું દિવ્ય સંગીત સાંભળવાનું મળે છે. તેને ત્રિલોકીનું જ્ઞાન થઈ જાય છે. આવા ગુરુને ધન્ય છે. ટૂંકમાં સઘળો સંસાર નાશવંત છે. આ નાશવંત સંસારમાંથી છૂટવાનો એકમાત્ર રસ્તો છે: સાચા ગુરનું શરણ લઈ તેમણે બતાવેલી યુક્તિનો અમલ કરવો. તેમના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી આ આશા-તુણાભર્યા સંસારમાં નિર્લેપ રહેવાની યુક્તિ પ્રાપ્ત થઈ જાય છે અને પોતાની અંદર જ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. હૃદયકમળ ખીલી ઉઠે છે. આ પ્રકારે જીવનમાં ગુરુનો મહિમા બતાવતાં કહ્યું છે કે: ખૂલી કેવરિયા, મિટી અંધિરિયા, ધનિ સતગુરુ જિન દિયા લખાયા બાલક વિનર્વે કર જોરી, સતગુરુ ચરન મેં રહત સમાયી. અર્થાત્ ગુરુદેવ ધન્ય છે, જેના કારણે જ્ઞાનનાં દ્વાર ખૂલવાથી પ્રકાશ થવા પર અંધારું દૂર થઈ જાય છે. આથી બાળક હાથ જોડીને વિનમ્રતાપૂર્વક ગુરુચરણોમાં રહેવાની કામના કરે છે. સંદર્ભ ગ્રંથ: ગુરુ નાનક- ગોપાલસિંઘ - ‘જયજી' - મ. પ. દેસાઈ શીખદર્શન : ડૉ. સાંડેસરા હિન્દી સાહિત્ય - શીવકુમાર શર્મા. મધ્યકાલીન યુગના કવિવર સમયસુંદ૨ની ગયુંલીમાં ગુરુમહિમા -ડૉ. રતનબહેન ખીમજી છાડવા મુંબઈસ્થિત ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ’ પર શોધ પ્રબંધ લખી Ph.D. કર્યું છે. લિપિવાંચન અને હસ્તપ્રતોનું સંશોધન તે તેમનો રસનો વિષય છે. “જીવદયા” અને જૈન પ્રકાશ”ના સંપદાનકાર્ય સાથે જોડાયેલાં છે) કવિવર સમયસુંદર : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર સમર્થ જૈન કવિઓમાં સમયસુંદરનું સ્થાન મોખરે છે. ઈ.સ. સોળના શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં થઈ ગયેલા આ જૈન સાધુકવિએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ પ્રકારનું સાહિત્યસર્જન કર્યું છે. માટે જ કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય પછી પ્રત્યેક વિષયોમાં મૌલિક સર્જક અને વિપુલ સાહિત્યસર્જક જો કોઈને ગણવા હોય તો કવિ સમયસુંદરને ગણી શકાય. તેમના સાહિત્માં એક પ્રકાંડ પાંડિત્ય ધરાવનાર સાહિત્યસર્જકનાં દર્શન થાય છે. - કર્તાની જીવનનો પરિચય : તેમનો જન્મ મારવાડમાં આવેલ સાંચોર ગામમાં થયો હતો. તેઓ પ્રાગ્વાટ (પોરવાડ) વણિક જ્ઞાતિના હતા. પિતાનું નામ રૂપસિંહ અને માતાનું નામ લીલાદેવી હતું. ખરતરગચ્છના યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચન્દ્રસૂરિએ તેમને દીક્ષા આપી અને પોતાના પ્રથમ શિષ્ય સકલચંદ્રમણિના શિષ્ય તરીકે જાહેર કરી સમયસુંદર એવું નામ રાખ્યું હતું. અભ્યાસ અને ગણિપદનું બિરુદ : દીક્ષા પછી કવિનો ઉચ્ચ અભ્યાસ, તીક્ષ્ણ બુદ્ધિ, અસાધારણ પ્રતિભા તેમ જ સંયમી સાધુજીવન જોઈને આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ સં. ૧૬૪૦માં તેમને ગણિપદ આપ્યું હતું. ત્યાર બાદ સં. ૧૬૪૯માં વાચનાચાર્યનું તેમ જ સં. ૧૬૭૧માં એમને ઉપાધ્યાયની પદવી મળી હતી. તેઓ વાચક મહિમરાજ અને સમયરાજ ઉપાધ્યાયને પોતાના વિદ્યાગુર તરીકે ઓળખાવે છે. તેમણે પોતાનો અભ્યાસ વિશેષત: તેમની પાસે કર્યો હતો. - ૮૫. Page #45 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શિષ્યપરિવાર : તેમનો શિષ્યપરિવાર વિશાળ હતો. એમના લગભગ બેતાળીસ શિષ્યો હતા અને શિષ્યોના પણ શિષ્યો સાથે એમનો સમુદાય વિશાળ બન્યો હતો. તેમાંના કેટલાક શિષ્યો અત્યંત વિદ્વાન અને સમર્થ સાહિત્યકાર હતા. વાદી હર્ષનંદન એમના મુખ્ય શિષ્ય હતા, કે જેમણે નાના-મોટા બાર ગ્રંથોની રચના સંસ્કૃતમાં કરી છે. નિર્વાણ : તેમણે સુદીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. લગભગ નેવું વર્ષની ઉંમરે તેમનો દેહાંત થયો હતો. વિદ્વતા, ગુણગ્રાહક્તા અને ઉદારતાના લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના જ નહિ, પણ સમગ્ર જૈન સમાજના સાધુ હતા. તેમના જીવનનો પ્રભાવ હિંદુ અને મુસલમાન અધિકારી વર્ગ પર પણ ઘણો સારો પડયો હતો, જેથી પ્રાણીહિંસા થતી અટકી હતી. કવિનું સાહિત્યસર્જન : તેમનું સાહિત્યસર્જન ઉચ્ચ કોટિનું હતું. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા આદિમાં સાહિત્યસર્જન કર્યું છે. સંસ્કૃતમાં ભાવશતક, રૂપકમિલા અવસૂરિ, કાલિકાચાર્ય કથા, સમાચારી શતક, ગાથા સહસ્રી, અષ્ટલક્ષી વગેરે મુખ્ય છે. તે ઉપરાંત સાંબ પ્રદ્યુમન ચોપાઈ, મૃગાવતી ચોપાઈ, નવલદંપતી રાસ, થાવ અચ્ચા સુત રાસ આદિ નોંધપાત્ર રાસો રચ્યાં છે. તેમણે જૈન શાસનની સુરક્ષા માટે “રાજ્ઞાનો વવતે સૌરવમા આ પદ પર આઠ લાખ અર્થોની રચના કરી ‘અર્થરત્નાવલી’ નામનો ગ્રંથ રચ્યો હતો, જે ‘અદાલક્ષી’ પણ કહેવાય છે. આ કૃતિ માત્ર જૈન સાહિત્યની જ નહીં, પણ ભારતીય સાહિત્યની અદ્વિતીય રચના છે. તેઓ એક તેજસ્વી ગીતકાર પણ હતા. એમણે સ્તવન, સજ્ઝાય, ગુરુગીત, હરિયાળી, રૂપકગીત વગેરે અનેક પ્રકારનાં સાહિત્યની રચના કરી છે. તેમને એક ભક્તની દૃષ્ટિએ જોઈએ તો તેમણે રચેલ ચોવીસી, વીસી, તીર્થકંર સ્તવનો, ગાંલીઓ, ગુરુગીતાની વગેરે નોંધપાત્ર છે. કવિ સમયસુંદરનો ગુરુપ્રત્યેનો પ્રેમ : તેમના હૃદયમાં પરમાત્માની જેમ આદરણીય ગુરુઓ પણ ઉત્કૃષ્ટ કક્ષાના ભક્તિપાત્ર રહ્યા છે. તેનો ખયાલ તેમણે રચેલ ગુરુ વિશેના સાહિત્યમાંથી મળે છે. તેઓ ગુરુને તારણહાર સમજે છે. તેઓ ગુરુને જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર સૂર્ય કહે છે તો જીવનના અંધકારમાં ચંદ્ર બની અજવાળું કરનાર ચંદ્રમા પણ કહે છે. તેઓને પૂરો વિશ્વાસ છે કે ગુરુ શિષ્યને સાચો માર્ગ બતાવી પાર ઉતારે છે. તેમણે ગુરુ ગૌતમસ્વામીના જીવન પર આધારિત ચાર ગીતોની રચના કરી છે, ૮૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જ તો ‘ગૌતમસ્વામી અષ્ટ’માં લબ્ધિનિધાન ગૌતમસ્વામી પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. એકાદશ ગણધર ગીતમાં ગણધરોની સ્તુતિ કરી છે તેમ જ કેટલીક ગહુંલીઓ રચી છે. જેમાં પોતાના હૃદયનો ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ ખૂબ જ સુંદર રીતે અભિવ્યક્ત કર્યો છે. ભક્તિકાવ્યનો પ્રકાર ગહુલી : જૈન ભક્તિ કાવ્ય સાહિત્યમાં ગહુંલી કાવ્ય સ્વરૂપનું અનોખું મહત્ત્વ રહેલું છે. પદ સ્વરૂપ સાથે સામ્ય ધરાવતી ગહુલી એ ગુરુના ગુણોનું નિરૂપણ કરતો સુંદર કાવ્યપ્રકાર છે. અન્ય રીતે જોતાં ગુરુની સમક્ષ જુદા જુદા પ્રકારના સ્વસ્તિક કરવામાં આવે છે તેને પણ ગહેલી કહેવામાં આવે ચે, કારણ કે પહેલા ઘઉંની ગહેલી કરવામાં આવતી હતી. તેથી તેના નામ પરથી ગહુલી શબ્દ બન્યો છે, પરંતુ અહીં શબ્દાર્થ ન લેતાં લક્ષ્યાર્થ લેવાથી તેનો અર્થ ગુરુનો મહિમા ગાવાનો થાય છે. આ ગહુંલીઓ વિવિધ વિષયો પર પણ રચવામાં આવતી હતી. ગરુનું માહાત્મ્ય બતાવતી કવિ સમયસુંદરની ‘ગહુંલી ગીતમ્’ નામની કૃતિ (ગહુલી) અતિપ્રસિદ્ધ છે. ગહુંલીગીતમ્કૃતિનો કલાપક્ષ : આ કૃતિમાં નવ કડીઓ છે. દરેક કડીમાં (ગાથામાં) બે પંક્તિની રચના અને દરેક પંક્તિમાં બે પદ એટલે કે દરેક કડીમાં ચાર પદની રચના કરવામાં આવી છે. આખી કૃતિ અંત્યાનુપ્રાસમાં રચેલી છે. ભાષાશૈલી સીધીસાદી અને યથાર્થ રસપાન કરાવે તેવી છે. કવિ મંગલાચરણરૂપે પ્રથમ ઈષ્ટદેવની આરાધના કરી સરસ્વતીદેવીને વંદન કરે છે. ત્યાર બાદ ગુરુજીના ગુણોની સ્તવના કરી છે. આ કૃતિ ગેય તો છે જ, પણ તેના શબ્દો અને ભાવોની ગૂંથણી સુંદર હોવાથી ભક્તજનોનાં હૈયાંમાં આજે પણ ગૂંજી રહી છે. કૃતિનો ભાવપક્ષ : આ કૃતિનો કલાપક્ષ તો શ્રેષ્ઠ છે. એવી જ રીતે તેનો ભાવપક્ષ પણ તત્ત્વજ્ઞાનથી સભર છે. આ કૃતિમાં તેમણે ગુરુનો અર્થ, ગુરુનું સ્વરૂપ, ગુરુતત્ત્વનો મહિમા, ગુરુની મહત્તા આદિ વિષયો પર પ્રકાશ પાડયો છે જેનું વિવરણ નીચે પ્રમાણે છે. : ગુરુ : માનવના અંતઃકરણમાં વ્યાપ્ત સઘન અંધકારને જે વિનષ્ટ કરી દે છે, જે વિવેકનો આલોક ફેલાવી દે છે તે ગુરુ. ધર્મજ્ઞ, ધર્માચારી અને ધર્મમય જીવન જીવવાની સાથે ધર્મ અને શાસ્ત્રનો ઉપદેશ આપે તે ગુરુ કહેવાય છે. કર્તા પણ આવા ભાવનું નિરૂપણ કરતાં કહે છે કે, ‘ગુરુની આંખડલડી અણિયારી રે, જણાઈ જ્ઞાનની સેલ્ફી નિહાળી રે' . ટ Page #46 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... જૈન આગમોમાં ગુરુ માટે આચાર્ય, બુદ્ધ, ધર્માચાર્ય, ઉપાધ્યાય વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે. વૈદિક દર્શનમાં અને સનાતન ધર્મમાં ગુરુ, ગુરુપદ, ગુરુ શબ્દનું વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે. ગુરુ શબ્દ જ અવ્યાખ્યાતિત પદ છે. તેનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે, એટલે જ કહ્યું છે કે ગુર એ કોઈ વ્યક્તિત્વ નથી, પણ અસ્તિત્વ છે. ત્યારે સમયસુંદર પણ પોતાની આ રચનામાં કહે છે કે, ગીતારક ગુણ દરિયા રે, ગુરુ સમતા રસના ભરિયા રે. ગુરુનું સ્વરૂપ : જૈન ધર્મ આચારપ્રધાન છે, ગુણપ્રધાન છે. એમાં આચાર અને ગુણોની પૂજા છે. જૈન ધર્મમાં વ્યક્તિપૂજાનું કોઈ સ્થાન નથી. એટલા માટે કહ્યું છે કે, 'Trfહંદ, અર્થાત્ ગુણવાન સાધુ જ ગુરુતત્વમાં પૂજનીય છે. જૈનાગમોમાં ગુરુનું સ્વરૂપ, ગુરુના ગુણોનું વિસ્તૃત વર્ણન દર્શાવ્યું છે. આ કૃતિમાં કવિ સમયસુંદરે પણ ગાથામાં ગુરુનું સ્વરૂપ, ગુરુગુણોનું સંક્ષિપ્તમાં આલેખન કર્યું છે, જેમ કે, ‘ગુણ સત્તાવીસ જેહ નઈ પૂરા રે... ..‘ભવસાગર સહજે તરિયા રે,' અર્થાત્ પાંચ મહાવ્રતના પાલક, પાંચ ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોથી દૂર રહેનાર, નવ બ્રહ્મચર્યની વાડના પાળનાર, ચાર કષાયોના ત્યાગી, ભાવસત્યતા, કરુણ સત્યતા અને યોગ સત્યતાને ધારણ કરનાર, મન-વચન અને કાયાને વશમાં રાખનાર, ક્ષમાવાન, વૈરાગ્યવાન, જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્પન્નતાાળા હોય. બાવીસ પરિષહને સમભાવથી જીતનાર તેમ જ મારણાંતિક કષ્ટને ઝીલનાર હોય. આ પ્રમાણે વિશિષ્ટ ગુણોના ધારક ગુરભગવંતો બાર પ્રકારનાં તપમાં શૂરવીર હોય, સત્તર પ્રકારનાં સંયમને પાળનાર હોય તેમ જ શય્યા, આહાર, વસ્ત્ર, પાત્ર આ ચાર વસ્તુને ૪૨-૪૭ અને ૯૬ દોષરહિત શુદ્ધપણે ઉપયોગ કરે. આ ગુણો પરથી જ ગરપદની સાથી ગરિમા, પ્રબુદ્ધતા, બહુશ્રુતતા અને ઉચ્ચતમ ગુણવત્તાનું દર્શન થાય છે. જૈન ધર્મમાં ગુરુતત્વ : જૈન ધર્મમાં મુખ્ય ત્રણ તત્ત્વ બતાવ્યાં છે: (૧) દેવ (૨) ગુરુ અને (૩) ધર્મ. આ ત્રણ તત્ત્વોમાં પણ ગુરુનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે, કારણકે ગુરુ જ દેવ અને ધર્મની સાચી ઓળખ કરાવે છે. ગુરુની કૃપાથી જ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ શકે છે. અન્યથા જીવ સંસારરૂપી ભવસાગરમાં ભટકતો રહી જાય છે. આ જ ભાવનું નિરૂપણ કરતાં કવિ સમયસુંદરે પોતાની આ કૃતિમાં કહ્યું ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જેમ બંધ પડેલી કારને ચાલતી કારની પાછળ બાંધી દેવામાં આવે તો તે બંધ પડેલી કાર પણ લક્ષ્ય સ્થળે પહોંચે છે. જરૂર છે માત્ર અનુસંધાનની, દોરડાની, તેવી જ રીતે આપણી અંતરચેતના ખોરવાયેલી છે, જ્યારે પરમાત્માની ચેતના સચેત છે. બન્ને વચ્ચે અનુસંધાન સ્વરૂપ ગુરુતત્ત્વ છે. દોરડા સ્વરૂપે ગુરુ આપણી અંતરચેતનાનું પરમાત્મતત્ત્વમાં અનુસંધાન કરાવે છે. એવા ગુરનું સ્થાન નમસ્કાર મહામંત્રમાં કરવામાં આવેલું છે. ગુપદ પૂજનીય છે, વંદનીય છે, કવિ સમયસુંદર પણ પોતાના ગુરુને વંદન કરી હર્ષોલ્લાસ અનુભવે છે. ગુરુને શરદપૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી અતિઆનંદપૂર્વક પ્રણામ કરે છે, પોતાના આવા ભાવોને તેમણે અભિવ્યક્ત કર્યા છે જેમ કે, ‘ગુરુનું વંદન તે શારદ ચંદ રે, જાણે મોહન વેલિનો કંદ રે. ગુર આવે તે જે આનંદ રે, હૈં તો પ્રણમું અતિઆનંદ રે... ગુરનો મહિમા : આર્યસંસ્કૃતિમાં ગુરુનો મહિમા અપરંપાર બતાવ્યો છે. વૈદિક દર્શનમાં ગુરુની મહત્તા જણાવતાં કહ્યું છે કે, સતત સોળ વર્ષ સુધી પરમાત્માની ભક્તિ કરો અને માત્ર ચાર પળ ગુરુની સેવા કરો તો પણ ચાર પળ ગુરસેવાની તોલે સોળ વર્ષની હરિસેવા ન આવી શકે, એવી જ રીતે મીરાંબાઈ પણ ગુના ગુણ ગાતાં કહે છે કે, મોહે લગન લાગી ગુરુ ચરનનકી, ભવસાગર અબ સુખ ગયો હૈ મિટ ગઈ દુવિધા તરનન કી.. જાયારે જૈન દર્શનમાં કહ્યું છે કે જેમણે સમક્તિનું દાન કર્યું છે એવા ગુરુનો પ્રતિ ઉપકાર લાખો ઉપાય કરીએ તોપણ ચૂકવી શકીએ નહિ. કવિ સમયસુંદર પણ આ કૃતિમાં આવા ભાવો રજૂ કરતાં કહે છે કે, ‘સુધ સમકિતના ફલ લેવા રે, હું તો ગાઈશ ગુરુગુણ મેવા રે,' ગુરુ એ સંસારની ગર્તમાંથી ઉદ્ધાર કરનાર છે. ભવનિસ્તાર કરનાર છે. માટે જ ગુર-સદ્ગુરુ મળવા એ જીવનનું અહોભાગ્ય છે. પરમાત્મા ઋષભદેવના આત્માને ધન સાર્થવાહના ભવમાં પ્રથમ આચાર્ય ધર્મદોષસૂરિ મળ્યા હતા. તેમના ઉપદેશે ધર્મ પામી તેરમા ભવે પ્રથમ તીર્થંકર બન્યા. પ્રભુ મહાવીરના આત્માને નયસારના ભવમાં ગુરુ મળ્યા. મોક્ષમાર્ગ બતાવી જીવનપરિવર્તન કરાવી દીધું. કુમારપાળ રાજાને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મળ્યા તો અકબર બાદશાહને જગન્નુર હીરવિજયસૂરિજી મળ્યા હતા અને દરેકનું જીવન બદલાઈ ગયું. આ જ છે ગુરુનો મહિમા. જૈન શાસન સ્થાપવાનું કાર્ય તીર્થંકરો કરે છે, પરંતુ આ શાસનને ગુરુતત્ત્વ | ‘ગુરુ ઉપદેશ ઘઈ મુખ વારુ રે, ભાવિ જીવન નઈ ભવનિધિ તારું રે,' • ૮૯ co Page #47 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દીર્ઘકાળ સુધી ચલાવે છે. આ વાત કવિએ બહુ સુંદર રીતે આ કૃતિમાં આલેખી છે, ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ‘ગુરુનું પાટિઓ મોહન ગારો રે, સહુ સંઘ નઈ લાગે છે પ્યારો રે'. તીર્થંકર પરમાત્માની વાણી શાસ્ત્રોમાં છે, પરંતુ તે શાસ્ત્રોનાં રહસ્યોની ચાવી તો ગુરુ પાસે રહેલી હોય છે. વળી સૂતેલા ભાગ્યને જગાડવાનું સત્ય પણ ગુરુની અમીભરી નજરમાં હોય છે. આમ જીવાત્માને પરમાત્મા તરફ પરમતત્ત્વ તરફ લઈ જનાર ગુર જ છે. કવિ સમયસુંદર પણ આ કૃતિની અંતિમ ગાથામાં ગુરુનો મહિમા દર્શાવતાં કહે ‘ગુરુની વાણી તે અમિય સમાણી રે, જાણી મોક્ષ તણી નીસાણી રે. ઈમ વિનય શું નમો અતિ ભવિ પ્રાણી રે, ઈમ સમયસુંદર વદે વાણી રે.' સદ્ગુરુ ‘પારસમણિ'થી પણ વિશેષ સ્થાન ધરાવે છે. પારસમણિનો જેને સ્પર્શ થાય તે સુવર્ણ બની જાય છે, એટલે કે પારસમણિનો સ્પર્શ થવાથી તે તે વસ્તુ સુવર્ણમય બની જાય, પરંતુ પારસમણિ તેને ખુદના જેવો પારસમણિ બનાવી શકતો નથી. જ્યારે સરના સ્પર્શથી શિષ્ય ગુરથી પણ મહાન બની શકે છે. ગુરૂત્ત્વનું મૂલ્ય પારસમણિ જેવા રનથી પણ અધિક છે અને એવા ગુના ગુણોનો મહિમા કવિ સમયસુંદર આ ગહુંલી દ્વારા રચે છે, જે કીમતી રત્નોથી પણ અધિક મૂલ્યવાન છે અને સહ સંઘ સાથે મળીને આનંદથી આ ગહેલી ગીતને વધાવે છે, ગાય છે જેમ કે, ‘ઈમ ગહેલી માંહે ગાઈ રે, રયણ અમુકથી સવાઈ રે, ઈજા સમક્તિથી ચિતલાઈ રે, સહ સંધ મિલી નઈ વધાઈ રે...' આમ કવિ સમયસુંદર રચિત આ ‘ગઈલી ગીતમાં ગુરુ પ્રત્યેની અનન્ય ભક્તિ, સરના પ્રભાવ, ગુરનું દર્શન, ગુરુવંદન, ગુરુમહિમા વગેરેનું ભાવપૂર્ણ અલંકારયુક્ત તેમ છતાં સરળ ભાષામાં સુંદર આલેખન કર્યું છે, જે ભક્તકવિ સમયસુંદરના હૃદયમાંથી પ્રગટેલી ગુરુભક્તિનું પ્રતિબિંબ જાણે ઊપસી આવ્યું છે. શ્રી ચિઘનંદજી પદ લે ગુગમ જ્ઞાનવિચારા'માં ગુરુમહિમા - પ્રા. ડૉ. કોકિલા હેમચંદ શાહ (પ્રા. ડૉ. કોકિલાબહેન મુંબઈ યુનિ.નાં પ્રોફેસર, કે. જે. સોમૈયા સેન્ટર ફૉર સ્ટડીઝ ઈન જેનિઝમમાં ઑનરરી પ્રોફેસર અને Ph.D. નાં ગાઈડ તરીકે સેવા આપે છે). "यस्य स्मरणा मात्रेण ज्ञानमुत्यद्यते स्वम्। ज्ञानस्य कारणं साक्षात् तस्मै श्री गुरवे नमः। धायनम्त्म गुरोर्मूतिः, पूजामलं गुरों पायम्। मन्त्रमूल गुरो वाक्यं मोक्षमूलं गुरोः कृपा"। સંસ્કૃતમાં ચારે શ્રી ચિદાના શ્રી કપુરચંદજી - અપરનામ શ્રી ચિંદાનંદજી મહારાજ વીસમી સદીમાં વિદ્યમાન હતા એમ તેમની કૃતિઓ પરથી જણાય છે. તેઓશ્રી અધ્યાત્મશાસ્ત્રના રસિક અને અધ્યાત્મતત્ત્વમાં નિપુણ હતા એ વાતની તેમની કૃતિઓ સાક્ષી પૂરે છે. તેઓશ્રી અષ્ટાંગયોગના સારા અભ્યાસી હતા તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું યોગબળ હતું તેમ જ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી એમ કહેવાય છે. તેઓ તીર્થ પ્રદેશમાં વિશેષ વાસ કરતા હતા એમ અનુમાન થાય છે. શત્રુંજય અને ગિરનારમાં તો અમુક ગુફા કે સ્થાન તેમના પવિત્ર નામથી અત્યારે ઓળખાય પણ છે. આ મહાપુરુષ આત્મા અને પરમાત્મા વચ્ચેના અભિસંધાન માટેની સેતુરૂપ બાબતોના અંગુલિનિર્દેશક, યોગશાસ્ત્રમાં પારંગત, અજબ સિદ્ધિ અને શક્તિના સ્તોત્ર તેમ જ ઉત્તમ સાધક હતા. શ્રી સમેતશિખરજી પર તેમનો દેહાંત થયો છે એવી દંતકથા સંભળાય છે. તેઓ નિઃસ્પૃહી હતા એમ તેમના સંબંધી સાંભળવામાં આવતી દંતકથા પરથી સિદ્ધ થાય છે. લોકપરિચયથી તેઓ અલગ રહેતા અને પોતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે. એમ લોક ભાગ્યે જ જાણી શકે એવી સાદી રીતે પોતાનું જીવન ગાળતા હતા. તેમ છતાં કાકતાલીય જ્યારે જ્યારે કોઈને તે વાતની જાણ થતી ત્યારે પ્રાય: પોતે તે સ્થાન તજી જતા હતા. તેમને અનેક સશાસ્ત્રોનો ગુરુ ભાષા નથી ભાવ છે. ભાવને ક્યારેય શબ્દમાં વ્યક્ત ન કરી શકાય ૯૧ - C Page #48 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । પરિચય હતો. ‘તેઓશ્રીના આત્માના પરમ-સૌદર્ય વિષયક ઊંડા જ્ઞાનનું પ્રતિબિંબ તેમનાં પદોમાં જોવા મળે છે. સંવત ૧૯૦૪માં તેઓશ્રી ભાવનગરમાં બિરાજતા હતા. ભાવનગરથી એક ગૃહસ્થે શ્રી ગિરનારજીનો સંઘ કાઢયો હતો તેમાં તેઓ પધાર્યા હતા. ગિરનારજી પહોંચ્યા પછી યાત્રા કરીને ક્યાં સિધાવ્યા તેનો પત્તો મળી શક્યો નહીં એમ સાથેના યાત્રાળુઓ કહે છે. આવા નિઃસ્પૃહી મુનિરાજ વડે જ આ ભૂમિ રત્નગર્ભા કહેવાય છે. હૃદયંગમાં છતાં સરળ અને ઉત્કૃષ્ટ સાહિત્યના રચયિતા શ્રી ચિદાનંદજીને અને તેઓશ્રીની વિદ્વતાને ૨૦મી સદીના ઈતિહાસમાં ઉજ્જવલ પાનાં ગણાવી શકાય. શ્રી ચિદાનંદજી કૃત બૌંતરે પદોં અને અન્ય સર્જન તેઓશ્રીની બોંતેરી સિવાયની અન્ય અર્થસભર પદ્યરચનાઓ છે. સરૈયા, પુદ્ગલ ગીતા, અધ્યાત્મ બાવની, દયા છત્રીસી, પરમાત્મ છત્રીસી, પ્રશ્નોત્તર માળા જેવા હિતશીક્ષાના દુહા વગેરે તેમની સરળ ભાષામાં હોવાથી લોકભોગ્ય છે. તેમની રચનાઓમાં પોતાના કલ્પની કલ્પના અને ભાવનું સુમધુર મિશ્રણ જોવા મળે છે. વ્યવહારુ અને સરળ ઉદાહરણો દ્વારા ગહન બાબતને તેમણે સ્વાભાવિક્તાથી રજૂ કરી છે, જે તેમની કવિત્વશક્તિ દર્શાવે છે તેમ જ આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરતાં તેઓ કહે છે કે આ ભવ સફળ કરતા પરભવ પણ સફળ થાય છે એવી હિતશિક્ષા પણ તેમનાં પદોમાં જોવા મળ છે, જે તેમના આત્મસૌંદર્યને છતું કરે છે. રચિયતાશ્રીએ પદ્યાવલીમાં માત્ર આત્મવિષયક પદો જ લખ્યાં છે એમ નથી, તેમાં જુદાં જુદાં ૧૨ સ્તવનો, શ્રી પર્વાધિરાજ પર્યુષણમાં જૈન શ્રાવકનાં પરમ કર્તવ્યો અને પર્વનો મહિમા દર્શાવતી ૧ સ્તુતિ તેમ જ ગુરુમહારાજ સમક્ષ ગવાતી ૧ ગહલી પણ ધ્યાનાકર્ષક છે. આ સ્તવનોમાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી નેમિનાથજી અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. શ્રી નેમિનાથ ભગવાનની સ્તવના કરતાં તેઓશ્રીએ ગિરનાર પર્વતનું મનમોહક દશ્ય ઉપસાવ્યું છે, જે એક અજોડ ભાવજગતનું ચિત્રાંકન ઉપસાવે છે. એ જ રીતે શ્રી પાર્શ્વજિન સ્તવનમાં ૬૮માં પદમાં તેમણે જિનવાણીનું ઉત્તમ સ્વરૂપ પ્રગટ કર્યું છે અને તેની ભવ્યતા બતાવી છે. આ રીતે તેઓશ્રીએ શાસનની પાયારૂપ બાબતોને, પરમાત્માની વાણીને, પરમાત્માના સ્વરૂપને વિવિધ પદોમાં વણી લેવાનું કાર્ય કર્યું છે. સવૈયાઓ સરળ ભાષામાં લખાયેલા છે. જેમાં જીવનની સાચી ફિલસૂફી દર્શાવી છે, જીવનનો મર્મ દર્શાવ્યો છે, એમની કૃતિ જ એમની વૃત્તિ અને વર્તન સૂચવે છે. ‘આવા આદર્શ મહાત્મા કવિશ્રી ઉચ્ચ કોટિના ૪ ૯૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । કવિઓની હરોળમાં સ્થાન પામે છે. શ્રી ચિદાનંદજી કૃત સવૈયા સરૈયા આ સરળ ભાષામાં લખાયેલા છે છતાં અર્થગંભીર છે. સવૈયા નં ૧૧માં કવિશ્રી એવી વ્યક્તિને ધન્ય ગણે છે કે જે દુશ્મન અને મિત્ર, પારસ અને પથ્થર અને રાગ કે દ્વેષને ગૌણ ગણી બધા પ્રત્યે સમાન દષ્ટિ રાખે છે. સવૈયા નં. ૧૯માં કવિશ્રીએ આ સંસારની ક્ષણભંગુરતાને અને તેની પાછળ માનવીની નિરર્થક પ્રવૃત્તિઓને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી છે. માખી અને કીડીનાં ઉદાહરણોમાં તેઓશ્રી કહે છે કે જે રીતે કીડીનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જાય અને મધમાખીનું એકઠું કરેલ મધ બીજા કોઈ લઈ જાય એ રીતે મૂર્ખ માણસ કરોડો રૂપિયા એકત્ર કરી જિંદગી આખી ખર્ચી નાખે છે, પરંતુ છેલ્લે તો તેને ખાલી હાથે જ જવાનું હોય છે. આ રીતે સરળ ઉદાહરણો દ્વારા જીવનનું તત્ત્વજ્ઞાન સમજાવ્યું છે, જીવનનો મર્મ સમજાવ્યો છે. ‘પુદ્ગલગીતા’માં પુદ્ગલનું સૂક્ષ્મ સ્વરૂપ દર્શાવ્યું છે અને કહે છે કે પુદ્ગલથી જ ચેતન, જન્મ, જશ, મરણ આદિ દુ:ખો પામે છે, જ્યારે પુદ્ગલનો સંગ દૂર થાય છે ત્યારે આત્મા મોક્ષ પામે છે. ‘અધ્યાત્મ’ બાવની માં ત્રણ પ્રકારના આત્મા બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. દયા છત્રીશીમાં તેઓશ્રી શાસ્ત્રોનો આધાર લઈને જિનપૂજાનું સ્વરૂપ દર્શાવ્યું છે. જિનપૂજા કરવાથી હિંસા થાય એ માન્યતાને શાસ્ત્રોક્ત રીતે ખંડિત કરી છે. શ્રી પરમાત્મ છત્રીશીમાં તેઓશ્રીએ ૩૬ દુહાની રચના કરી છે જેમાં પરમાત્માના પૂર્ણ સ્વરૂપને શાસ્ત્રીય રીતે દર્શાવવામાં આવ્યું છે. સ્વરોધ્યજ્ઞાનમાં કુલ ૪૫૩ પદોની વિશાળ પદરચના કરી છે જે ગૂઢ અને માર્મિક છે. ઉત્તમ પુરુષો ત્રિકાળજ્ઞાની હોય છે. કાળના જ્ઞાનની એક ઉત્તમ રીત તે સ્વરોધ્યજ્ઞાન છે. આમ ચિદાનંદજી કૃત પદ્યાવલીમાં જ્ઞાનનો ભંડાર તેઓશ્રીએ ખોલી નાંખ્યો છે. જેથી જૈન શાસનમાં આ પુસ્તક બહમૂલ્ય ગ્રંથ બની રહેશે. કર લે ગુરુગમ જ્ઞાન વિચારા' કૃતિનું રસદર્શન અધ્યાત્મયોગી શ્રી ચિદાનંદજી કૃત બહોંતેરીના ૨૧મા પદમાં ગુરુનું માહાત્મ્ય, દર્શાવ્યુ છે. “કર લે ગુરુગમ જ્ઞાન વિચારા' એ પંક્તિથી શરૂ થતું આ પદ છે જેનો અર્થ છે ‘હે આત્મા તું ગુરુગમથી જ્ઞાનનો વિચાર કરી લે. ખરું જ્ઞાન કોને કહેવાય તે વાત ગુરમહારાજ સિવાય સમજાશે નહીં. અન્યત્ર પદ ૩૫માં તેઓશ્રીએ આ જ વાત કહી છે ૯૪ Page #49 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... કે “વસ્તુ ગતે વસ્તુકા લક્ષણ ગુરગમ વિણ નવિ પાવે રે', અર્થાત્ ગુરુ પાસે ખરું સ્વરૂપ સમજ્યા વિના વસ્તુનું યથાર્થ સ્વરૂપ આ જીવ પામી શકે નહીં. ખરી વાત તો ગુરુના બોધથી જ સમજાય છે. પદ ૨૧મું નીચે પ્રમાણે છે - તેનો આરંભ આકર્ષક છે. “કર લે ગુરુ ગમ જ્ઞાન વિચારા – કર લે. નામ અધ્યાત્મ ઠવણ દ્રવ્યથી, ભાવ અધ્યાત્મ ચારા કર લે, એક બુંદ જળથી એ પ્રગટ્યા. મૃત સાગર વિસ્તારા, ધન્ય જિનોને ઊલટ દધિયું; ૧ એક બુંદ મેં ડારા - કરે - લે - ૨ બીજ રુચિ ધર મમતા પરિહર, લહી આગમ અનુસાર, પરપખથી લખ ધણવિધ આપ્યા, અહિ કશું ક જિમ ન્યારા - કર લે - ૩ ભાસ પરત ભ્રમ નાસષ્ઠ તાસ, મિથ્યા જગત પસારા; ચિદાનંદ ચિત્ત હોત અચળ ઈમ, જિમ નભ ધ્રુ કા તારા-કર લે – ૪ પંક્તિ ૧ : અધ્યાત્મવાદ સમજવા અધ્યાત્મને અને ચાર નિક્ષેપથી જણાવવામાં આવે છે. બીજી પંક્તિમાં અધ્યાત્મના નામાદિ ચતુષ્ટયની વિચારણા કરવામાં આવી છે અને ખરો અધ્યાત્મ કોને કહેવાય તે કહ્યું છે. તે સાધવાની ભલામણ કરી છે. અધ્યાત્મ પૈકી જે માત્ર અધ્યાત્મ શબ્દોચ્ચાર છે તે (૧) નામ અધ્યાત્મ. દા.ન. જાપ. અધ્યાત્મની સ્થાપના કરવી. દા. ત. મૂર્તિ તે (૨) સ્થાપના અધ્યાત્મ (૩) બાહ્ય દેખાવ. માત્રક્રિયા યોગ પ્રાણાયામ આદિ દ્રવ્ય અધ્યાત્મ છે (૪) આત્મિક ગુણોને પ્રાપ્ત કરવા તે ભાવ અધ્યાત્મ. પ્રથમના ત્રણ અધ્યાત્મથી ભાવઅધ્યાત્મ જદું જ છે. તેની ખૂબી ન્યારી છે. પ્રથમના ત્રણ અધ્યાત્મ સાધના માત્ર છે. જ્યારે ભાવઅધ્યાત્મ પ્રગટે છે ત્યારે તે ઉપયોગી નથી. ભાવઅધ્યાત્મથી આત્મગુણ સધાય છે માટે તેનો જ સ્વીકાર કરવો યોગ્ય છે એ તેનું રહસ્ય છે. વસ્તુ તે જે વિચારીને કહે - વસ્તુ જેવી હોય તેવી જ પ્રગટ કરે તે આધ્યાત્મ છે. આત્મા જ્યાં સુધી યોગ્યતા પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી પ્રથમ ત્રણ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અધ્યાત્મનો સહારો લે છે, પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા ભાવઅધ્યાત્મને સહારે સ્વરૂપ રમણતા કરે છે. જે ક્રિયાઓથી સંસારમાં જીવ પરિભ્રમણ જ કર્યા કરે તે ક્રિયાઓ અધ્યાત્મ નથી. સઘળા સંસારી જીવો ઇંદ્રિયોના વિષયમાં રચ્યાપચ્યા રહે છે. ખરા મુનિ જ આત્મામાં રમણ કરનારા હોય છે. શુદ્ધ આત્માસ્વરૂપની પ્રાપ્તિ માટે ભાવઅધ્યાત્મ જરૂરી છે. આત્મા શાસ્ત્રોમાં કે શબ્દોમાં વસતો નથી, પરંતુ આત્મા પ્રાપ્ત કરવા જે શબ્દો હોય છે તે પ્રમાણે આત્મા પ્રવર્તે ત્યારે સ્વરૂપની પ્રાપ્તિ કરે છે અને એ માટે આત્માનુભૂતિ થયેલ ગુરનું શરણ જરૂરી છે. ગુના માર્ગદર્શન વગર લક્ષ્ય સધાતું નથી. મોક્ષમાર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરપ કરી શકે. - શુદ્ધ આત્મસ્વરૂપ જેના વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. સાચા અધ્યાત્મી નિજ સ્વરૂપને સાધવાની ક્રિયાઓ કરે છે જે ક્રિયાથી ચારેગતિમાં રખડવું પડે તેને અધ્યાત્મ કહી શકાય નહીં. મહત્ત્વ છે ભાવઅધ્યાત્મનું. અહીં ગુરની અનિવાર્ય આવશ્યક્તા બતાવી છે. ધર્મના નામે ઓઘ સંજ્ઞા થતી આપણી મોહાંધ દોડની વ્યર્થતા સૂચવી છે, તેમ જ ગુરગમ દ્વારા અંતર્મુખ થવાની પ્રેરણા આપી છે. તેથી જ કહ્યું છે “નામ, અધ્યાત્મ ઠવણ દ્રવ્યથી, ભાવઅધ્યાત્મ ન્યારા.... અને ભાવઅધ્યાત્મ સાધવા માટે ગુરનું માહાભ્ય છે. પ્રત્યક્ષ સત્ર સમ નહીં પરોક્ષ જિન ઉપકાર એવું લય થયા વિના ઊગે ન આત્મવિચાર.” -(શ્રીમદ્ રાજચંદ્ર -આત્મસિદ્ધિ) સાચા ભાવઅધ્યાત્મી ગુરુ મળે તો સંસારનો પાર પમાય છે એમ સમજી ભાવઅધ્યાત્મ સાધવું એ ઉપદેશ છે. પંકતિ (૨) : બીજી પંક્તિમાં કહે છે, એક બુંદ જળમાંથી, અર્થાત્ ભગવંતોએ કહેવી ત્રિપદીમાંથી આ શ્રુતસાગરનો વિસ્તાર થયેલો છે. ગણધરોએ દ્વાદશાંગીરૂપે તેનો વિસ્તાર કરેલો છે. શ્રી ચિદાનંદજી કહે છે કે તેને ધન્ય છે કે જેણે પાછા તે વિસ્તાર પામેલા ઉદધિને ઉલટાવીને એક બુંદમાં, અર્થાત્ આત્મસ્વરૂપમાં સમાવી દીધેલ છે, આ ક્રિયા સહેલી નથી, મુશ્કેલ છે. નિકટભવી જીવ, અર્થાત્ સમીપ મુક્તિગામી જીવ જ એ પ્રમાણે કરી શકે છે. અહીં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતનો નિર્દેશ છે - ત્રિપદીનો જે ભગવંતોએ ઉપદેશી છે, જ્યારે ગણધરો તીર્થંકરને પૂછે છે તત્ત્વ શું છે. ત્યારે માત્ર ત્રણ શબ્દોમાં તીર્થંકર તેનો જવાબ આપતાં કહે છે, ES લ્પ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » ‘કુષને 1 farm n' : દરેક દ્રવ્ય ધ્રૌવ્ય છે છતાં ઉત્પાદ વ્યય સ્વરૂપ છે, આ ત્રિપદીમાંથી દ્વાદશાંગી આગમો રચાયા, તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે - ‘ત્રા ધ્રૌવ્ય પુi ”; જે કંઈ પણ અસ્તિત્વમાં છે તે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને શાશ્વત છે. આ સમજવા અનેકાંત દષ્ટિની જરૂર છે. દ્રવ્યદષ્ટિથી દરેક વસ્તુ નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે. આમ એક વસ્તુમાં આ ગુણો રહેલા છે. અને તે સમજવાથી આત્મિક ગુણો તરફ દષ્ટિ જાય છે. આત્મા પરથી લક્ષ છોડી સ્વ તરફ વળે તો સ્વભાવદષ્ટિ થાય છે. સમગ્ર દ્રવ્યોનુયોગનો અહીં સમાવેશ થાય છે. “દ્રવ્યદષ્ટિને વસ્તુસ્થિર પર્યાય અધિર નિહાર- પજત વિણસત દેખે કે હર્ષ શોક નિહાર” જેનો વિસ્તાર આગળ જોવા મળે છે. (૩) ત્રીજી પંક્તિમાં કહે છે, હે આત્મા ! તું આગમને અનુસરીને બીજચિપણું ધારણ કરી સંસારની મમતાને ત્યજી દે અને એ રીતે આત્માને પુલ ભાવથી ન્યારો સમજ. જેમ સર્ષ તેની કાંચળીથી ન્યારો છે. આ ભેદજ્ઞાન સમજી તું ન્યારો થઈ જા. જડ પદગલિક ભાવ તે તું નહીં એવો નિર્ધાર કરી. સમ્યકત્વ પ્રાપ્ત કરવાના માર્ગમાં આગળ વધે. ભેદજ્ઞાન એ જૈનદર્શનનો સાર છે. જડ અને ચેતન, શરીર અને આત્મા બંને ભિન્ન છે. જ્યારે આત્માને ખરેખર તેનો અનુભવ થાય છે. ત્યારે મિથ્યાત્વ નાશ પામે છે. આ અનુભવ ત્રિપદીની સમજણથી થાય છે. (૪) અને ચોથી પંક્તિમાં શ્રી ચિદાનંદજી કહે છે અજ્ઞાનજન્ય ભ્રમ દૂર થાય છે ત્યારે આ જગતનો પ્રસાર મિયા લાગે છે અને પછી તેવો ભાવ ધ્રુવના તારાની જેમ ચિત્તમાં અચલ-સ્થિર થાય છે. અહીં શ્રી ચિદાનંદજી કહે છે કે આ આત્મા ગુરૂગમ વિના ખરી વાત - સંસારનું ખરું સ્વરૂપ સમજતો નથી અને અજ્ઞાનથી અહીં તહીં ભટક્યા કરે છે, પરંતુ જ્યારે જાગૃત, થઈને શુદ્ધ સ્વરૂપને જાણે છે ત્યારે ચિદાનંદસ્વરૂપ આત્મામાં મગ્ન રહે છે. એવો આત્મા આ સંસારને વિનાશી પદાર્થોમાં મમત્વ કરતો નથી. જેમાં ઉત્તપત્તિ-વિનાશ રહેલ છે, પણ જે સત્તાપણે ધ્રુવ છે એવા અનુપમ આત્મામાં રમણતા કરે છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ ગુરૂગમથી જ સમજાય છે. સિદ્ધ પર્યાયની પ્રાપ્તિ-સમ્યક્ત થતા થાય છે જે માટે ગુરુની આવશ્યક્તા છે. અંતમાં આ પદ રહસ્યમય છે અને દરેક પંક્તિમાં કર લે ગુરૂગમ જ્ઞાન વિચારા’ એમ કહી ગુરનું માહાભ્ય બતાવ્યું છે. આ પદમાં ભાવઅધ્યાત્મને પ્રાપ્ત કરવાની ખાસ સલાહ આપી છે અને એક બંદથી સર્વ પ્રગટ થયું અને એક બુંદમાં પાછું તેને સમાવી દેવું એ ચમત્કારી વાત સિદ્ધ કરી છે ત્યારે તે સરળ બની જાય છે. અર્થગંભીર હોવા ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » છતાં મમતા છોડી પરપક્ષથી અલગ થવાનું સૂચન છે. જેને સમ્યકશ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય તેનો અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે છે અને ક્રમે ક્રમે તે ધ્રુવના તારાની જેવી શુદ્ધ આત્મદશાને પામે છે એમ સિદ્ધ કર્યું છે. જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતો આ પદમાં સમાઈ જાય છે. ભાવઅધ્યાત્મને સહારે આત્માનો ક્રમિક વિકાસ કરવાનું સૂચન કર્યું છે. આ જીવ મિથ્યાત્વને લીધે દુઃખી થાય છે. ગુરુગમથી આત્માનું ખરું સ્વરૂપ સમજ્યા વિના વસ્તુનું સ્વરૂપ સમજ્યા વિના મૃગતૃષ્ણાની જેમ ઐહિક સુખ મેળવવા ફાંફાં મારે છે. પરમાર્થદષ્ટિએ તે નશ્વર છે એમ સમજ્યો નથી. ખરી વાત તો ગુરુગમથી જ સમજાય છે. આત્માનું ખરું સ્વરૂપ તેનું વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાનતાને લીધે દેખાતું નથી. ભીતરમાં જ આંતરિક ગુણોનો ખજાનો પડ્યો છે એ પ્રત્યે દષ્ટિ કરાવનાર છે સર. એ સદ્ગરનો બોધ ગ્રહણ કરી પોતે પોતાને જાણવાનો પુરુષાર્થ જો આત્મા કરે તો સહજમાં આત્મજ્ઞાન પામે. જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. “બિન સર કોઈ ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?" ધર્મ આત્માનું શુદ્ધ સ્વરૂપ જ છે. મૂળ સ્વભાવ જ છે. નિયયનયથી આત્મા જ આત્માનો ગુરુ છે. તેથી જ કહ્યું છે: પલમેં પ્રગટે મુખ આગળ સે, જબ સદ્ગુરુ ચરન સુપ્રેમ બસે" (શ્રીમદ્ રાજચંદ્ર).. જપ, તપ, યમ, નિયમ “આસન ઈત્યાદિ કરવા છતાં હજી આત્માને પોતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત થતું નથી. વહ સાધન બાર અનંત કીયો તદપિ કછુ હાથ જે ન પર્યો." અધ્યાત્મયોગી આનંદધનજીએ પણ આ જ વાત કહી છે. છેવટે દ્રવ્ય અધ્યાત્મને છોડવાનું છે. કવિશ્રી ચિદાનંદજીએ પણ દ્રવ્ય અધ્યાત્મની ગૌણતા બતાવી છે. સાથે સાથે આ પદમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોનું પ્રરૂપણ કર્યું છે. (૧) આત્મિણૂણોની પ્રાપ્તિ, અર્થાત્ સિદ્ધિ પર્યાય ઉપાદેય છે. જે માટે ભાવઅધ્યાત્મની પ્રધાનતા બતાવી છે. (૨) ત્રિપદી - ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય - નું જ્ઞાન. (૩) જીવનો ત્રિકાળી સ્વભાવ તો શુદ્ધ જ છે. રાગદ્વેષરૂપી પર્યાય જે જીવનો અશુદ્ધ સ્વભાવ છે તે અજ્ઞાન દૂર થતાં દૂર થાય છે. (૪) આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાયનું યથાર્થ જ્ઞાન મેળવી સ્વ તરફ વળવા રાગદ્વેષ ગૌણ કરી સ્વભાવમાં આવવું એ ઉપદેશ છે. એ જ ભવ્યઅધ્યાત્મ છે, જે ગુરુગમથી પ્રાપ્ત થાય છે. ખરેખર, સમગ્ર જિનપ્રવચન આ ભવ્યઅધ્યાત્મ જ પ્રતિપાદિત કરે છે. આમ, ચિદાનંદજી સ્વરૂપ દશારૂપ ધર્મ પામવા માટે ગુરુની અનિવાર્યતા બતાવે છે. અંતમાં, આ ગૂઢ અને રહસ્યમય પદના ચિંતન-અનુપ્રેક્ષાથી આપણે પણ સમતિની પ્રાપ્તિ કરીએ. G Page #51 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દાસીજીવણ અને લક્ષ્મીસાહેબની પ્યાલો ભજન રચનામાં ગુરુમહિમા - ડૉ. બળવંતભાઈ જાની (રાજકોટસ્થિત ડૉ. બળવંત જાનીએ નોર્થ ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઉપકુલપતિરૂપે સેવા આપેલ છે. ઓલ ઇન્ડિયા ટીચર્સ કાઉન્સિલમાં અધ્યક્ષપદે ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં સેવા આપેલ છે. લેખક-સંશોધક છે. દેશ-વિદેશમાં તેમનાં સફળ પ્રવચનો યોજાય છે) દાસીજીવણ તરીકે સુખ્યાત સંત હકીકતે તો રવિભાણ પરંપરાના મોટા ગજાના સંત છે. જીવણસાહેબ પૂર્વાશ્રમમાં તો હતા ચમાર જ્ઞાતિના. મૃત પ્રાણીનાં ચામડાંમાંથી કઈ ને કંઈ ચીજવસ્તુ બનાવવામાં હંમેશાં પ્રવૃત્ત રહેતા, પરંતુ અંતઃકરણથી એમનો માંહ્યલો તો રામનામની માળા જપતો. અજપાજાપ હંમેશાં ચાલતા. પ્રેમભક્તિમાં જ મગ્ન જીવણસાહેબને રવિભાણપરંપરાની મીરાં માનવામાં આવે છે. દાસીભાવથી ભજનો જ રચ્યાં એવું નહીં, પણ જીવનમાંય એ ભાવને ધારણ કરેલો. ઘણાંબધાં સ્થાને ભમેલાં ક્યાંય મન માનતું નહોતું. અંતે રવિભાણપરંપરાના ભીમસાહેબની સમક્ષ સંદેશારૂપે મનની મૂંઝવણને પદ્યમાં ભરીને સંત ભીમસાહેબ સમક્ષ પ્રસ્તુત કરેલ ભજન એ આ રચના. સંતસાહિત્યમાં પત્રપરંપરાનો અભિવ્યક્તિના સ્વરૂપ સંદર્ભે વિનિયોગ ભજનરૂપે અને પ્રશ્નોત્તરસ્વરૂપે મળે છે. એ તરફ આપણું બહુ લક્ષ્ય ગયું નથી. પ્રશ્નને ભજનમાં વહેતો મૂકવો અને પછી એનો ઉત્તર પણ ભજન દ્વારા જ મળે એવાં અનેક ઉદાહરણો સંતસાહિત્યમાં મળે છે. મૂળ તો પ્રશ્ન અને ઉત્તર એ આપણી ઉપનિષદપરંપરાથી ચાલતી આવતી જ્ઞાનપ્રસ્તુતિકરણની પરંપરા છે. મને એ ઊજળી પરંપરાનું તેજસ્વી અનુસંધાન પ્રસ્તુત ભજનરચના લાગી છે. દાસીજીવણ સદ્ગુરુની ખોજમાં હતા. તેમણે સત્તર જેટલા ગુરુ બદલ્યાની અનુશ્રુતિ પ્રચલિત છે. ગુરુખોજ જ તેમનો ભીમસાહેબ નામના રવિભાણપરંપરાના સંત Ge ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તરફ દોરી જાય છે. ભીમસાહેબ ભારે મોટા ગજાના યોગી સાધક હતા. યૌગિક ક્રિયાઓમાં ખૂબ જ આગળ વધેલા હતા. એક બીજની રાત્રિએ ભીમાસહેબને દાસીજીવણે પાંચેક જેટલાં અલગઅલગ ગામે પાટપૂજામાં હાજર જોયા. ભીમસાહેબની આવી દિવ્યશક્તિથી પરિચિત અને પ્રભાવિત થઈને દાસીજીવણે ભીમસાહેબને પોતાના ગુરુ બનવા વિનંતી કરી ત્યારે ભીમસાહેબે કહ્યું કે તમારે ગામ ઘોઘાવદર પહોંચો. ત્યાં આવીને જ તમને અવશ્ય ગુરુદીક્ષા આપીશ. એટલે ભીમસાહેબની આજ્ઞાનુસાર દાસીજીવણ ધોધાવદર પહોંચે છે, પરંતુ ત્યાં ઘરના આંગણામાં જ આંબલી નીચે સાક્ષાત્ ભીમસાહેબને પદ્માસન વાળીને બેઠેલા જોયા. એમને ચરણે દંડવત્ કરીને દાસીજીવણ સૂઈ ગયા પછી ભીમસાહેબે ખભો પકડીને બેઠા કર્યા અને ખોળામાં રામસાગર મૂક્યું. દાસી જીવણે પોતાના મનની મૂંઝવણને અભિવ્યક્તિ અર્પતાં આર્તનાદે જે ભજન પ્રસ્તુત કરેલું તે ભજન સંતવાણીની માળાના મહામૂલ્યવાન મોતી સમાન છે. સહેજે સાંયાજી, મારું દિલડું ન માને દૂબજાળું, કહો રે ગુરુજી, મારું મનડું ન માને મમતાળું. વાળી વાળી મનને પૂરું વાડલે, વાલા ! પતળેલ જાય રે પરબારું. સહેજે ૧ ઘડીએક મન મારું કીડી ને કુંજર, વાલા ! ઘડીક ઘોડે ને ઘડીક પાળું. સહેજે૦ ૨ તીરથ જઈને જાણે તપશા રે માંડું. વાલા ! પંચ રે ધૂણી પરઝાળું સહેજે૦ ૩ કામ ને કાજ મુને કાંઈ નવ સૂઝ, વાલા ! ખલક લાગે છે બધું ખારું, સહેજે ૪ હવે તો ગુરુજી મારા ઓરડા ચણાવું, વાલા ! રૂઠડા તે રામને રિઝાવું. સહેજે પ દાસીજીવણ સંત ભીમ કેરાં ચરણાં, વાલા ! સરજ્યું હશે તો થાશે સારુ. સહેજે૦ ૬ દાસીજીવણ ભીમસાહેબને ‘સાયાજી’ એમ સંબોધન કરે છે અને કહે છે કે મારું દિલ અને મન ક્યાંય સ્થિર થતાં નથી. એને હું ખૂબ વારું છું - વાડામાં પૂરું છું, પણ એ પાછું બારોબાર–પરબારું નાસી જાય છે. કાબૂમાં રહેતું નથી. આમ પ્રશ્ન હૃદય-દિલ ન ૧૦૦ Page #52 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા માને અને મન સ્વીકારતું નથી એ અવસ્થિતિને અહીં આલેખવામાં આવી છે. મનની આવી હાલકડોલક અવસ્થિતિને આલેખવા અને મનમાં ઘડાતા ઘોડાનીઊઠતાભાવોની વિગતોને રૂપકાત્મક રીતે આલેખી છે. તેઓ કહે છે કે ઘડીક હાથી અને ઘડીક ઘોડે-અશ્વારોહી-ચડવાનું, ઘડીક પગપાળા ચાલવાનું બને છે. આ વિરોધાભાસી રૂપકોના વિનિયોગ દ્વારા દાસીજીવણે મનમાં ઊઠતા અને લય પામતા વિરોધાભાસી વિચારોને અભિવ્યક્ત કર્યા છે. આગળ ઉપરદાસી જીવણ પોતાના મનમાં ઊઠતા ભાવોને અભિવ્યક્તિ અર્પતાં કહે છે કે મને તીર્થધામમાં જઈ તપસ્યા કરવાની અને પંચધૂણી અગ્નિનું તપ કરવાની ઈચ્છા છે, મને કંઈ પણ કામકાજ ગમતું નથી, કામ સૂઝતું પણ નથી તથા આ સંસાર મને અસાર અને ખારો લાગે છે. હવે તો ગુરુ, મને લાગે છે કે હું પોતે જીવતા સમાધિ લઈને મારું સમાધિમંદિર ચણાવું એવી પ્રબળ ઈચ્છા મારા મનમાં જાગે છે. મને લાગે છે કે આ કારણથી મારાથી રૂઠેલા રામને હું મનાવી શકું - રીઝવી શકું - પ્રસન્ન કરી શકું કે જેને કારણે મને આ જન્મની અંદર જે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ છે એ હવે પછીના જન્મમાં મારો અવતાર સફળ થાય. દાસીજીવણ હવે આમ તેના સમર્થ ગુરુ ભીમને ચરણે આવ્યો છે અને એને પૂરી શ્રદ્ધા છે કે જો કંઈ સારું થવા સર્જાયું હશે તો અવશ્ય સારી વસ્તુ બનશે જ. આ મનોમંથન ફક્ત દાસીજીવણની સ્થિતિ નથી દર્શાવતું, સાધનાર્થી શ્રેયાર્થીને આ સમસ્યા શરૂમાં રહે છે. આમ ભીમસાહેબ સમક્ષ પોતાની આંતરવ્યથા અને આંતરઅભીપ્સાને સર્થ ગુરુ પરત્વે અસ્ખલિત ભજનરચના દ્વારા વહેવડાવી. દાસીજીવણની આ ભજનરચના ભક્તહૃદયની આરતને પણ પ્રગટાવે છે. મનમાં કેવી અદમ્ય ઈચ્છા હોય છે. સંતહૃદયની-ભક્તહૃદયની ગુરુપ્રાપ્તિની અદમ્ય ઝંખના એ આપણી ભારતીય સંસ્કૃતિનું પાયાનું અંગ છે. એનું અનુરણન અહીં ભારતીય લોકસંતપરંપરામાં સંભળાય છે. ગુરુપ્રાપ્તિની પરમતૃપ્તિના ઓડકારરૂપ ભજનરચના રવિભાણ સંપ્રદાયના દાસીજીવણ ઉત્તમ ભજનો રચતા હતા, પણ સાથેસાથે એને આકર્ષક રાગ-ઢાળમાં રજૂ કરવાની આવડત પણ ધરાવતા હોવાને કારણે એમનો સમાજ પર ભારે મોટો પ્રભાવ હતો. તેઓ દેખાવે પણ આકર્ષક હતા અને વસ્ત્રપરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા, એટલું જ નહીં, પણ રામસાગરને જાત-ભાતના ૧૦૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શણગારથી સમજાવતા એક વખત ઘોઘાવદરથી ગોંડલ આવતા હતા. વગડાનું એકાંત. પક્ષીઓનો કલશોર અને ભરપૂર વનરાજિ. ભક્ત દાસી જીવણ ભારે ભાવથી ભજનો લલકારતા ગાતા ચાલતા હતા. વગડામાં ગોંડલના રાજવી ભા કુંભાજીનાં રાણી વેલડામાં પસાર થયાં. ભારે ભાવપૂર્ણ ભજનગાનથી પ્રભાવિત થઈને વેલડું ઊભું રખાવ્યું. સંગીતની દિશા તરફ નજર નાખી જોયું તો કોઈ ભારે આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો, છટાદાર પહેરવેશમાં શોભતો ભજનગાયક. વેલડું હાંકનારને પૂછ્યું કે કોણ છે આ વણરાગી લાગતો પુરુષ ? વેલડાનો હાંકનાર કહે કે રાણીસાહેબ એ તો છે આપણા ઘોઘાવદરના ભારે મોટા સંત-ભક્ત દાસીજીવણ. રાણીબા કહે કે સંત-ભક્તને વળી આવાં આકર્ષક કપડાં. એની પાસે વેલડું લેવડાવ્યું. દાસીજીવણ તો મસ્તીમાં ચાંદીના સિક્કાજડિત રામસાગર, વીંટીવેઢથી શોભતી આંગળીઓથી વગાડતા. આંખો બંધ હતી. ગળામાં માળા, સોનેરી રેખાવાળી પાઘડી, ધોળા બાસ્તા જેવું અંગરખું અને ઉપર વળી આકર્ષક રંગબેરંગી બુટ્ટાવાળી ગરમ ધાબળી. પગમાં શોભતાં પગરખાં. રાણીબા સંગીતને સાંભળતાં સાંભળતાં દાસીજીવણને નીરખી રહ્યાં. ભજન પૂરું થયું. આંખ ખૂલી તો સમો વેલડું. દાસીજીવણે જે સીતારામ કર્યા, પણ રાણીબા તો વિચારમાં પડી ગયેલાં, તે પૂછી બેઠાં, તમે ભક્ત છો, તે વળી પાછા આવા વેશની શું જરૂર પડી? ચાખડી અને પાંભરીને બદલે આવા વેશ સંતને-ભક્તને શોભે ? મને સમજાતું નથી, તમે ભક્ત છો કે પછી.... રાણીબા વાક્ય પૂર્ણ કરે એ પૂર્વે દાસીજીવણે પૂછ્યું કે રાણીબા આપ કોનાં રાણી તો રાણીબા કહે કે તમને તો ખબર છે રાજવી ભા કુંભાનાં. દાસીજીવણ કહે કે રાંભા કુંભા કેટલા ગામના ધણી છે ? રાણીબા કહે કે ૮૦ ગામના. પણ કેમ એવું પૂછો છો અને આટલા ઠાઠથી ફરો છો ? તો જીવણસાહેબ કહે હું તો આ ચૌદ ભુવનના ધણીની રાણી-ધણિયાણી છું. આવો આટલો ઠાઠ ન રાખું તો મારા ધણી લાજે. રાણીબા શરમાઈ ગયાં. જીવણનો દાસીભાવ એમને પણ સ્પર્શી ગયેલો. પણ અહીં મુદ્દો છે દાસી જીવણના દાસ્યભાવથી સભર વ્યક્તિત્વ અને વાડ્મયનો મધ્યાકાલીન ગુજરાતીમાં મીરાં સમાન અભિવ્યક્તિ અને રાધાભાવથી ભજનો ગાનાર સંત તરીકે તો દાસીજીવણમાં એમને પ્રેમલક્ષણાભક્તિની ભાવના પ્રાપ્ત થયેલી ગુરુ ભીમસાહેબ પાસેથી. ભીમસાહેબે ગુરુપદ સ્વીકાર્યું અને ગુરુમંત્ર આપ્યા પછીની દાસીજીવણની પ્રસન્નતાની અનુભૂતિને ગાતું અત્યંત અહત્ત્વનું ભજન છે. આ॰ એનો ભારે મોટો મહિમા ૧૦૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુર૦ ૧ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છે ગુરુભક્તિવાળાં ભજનોમાં. અંજવાળું. હવે અંજવાળું. ગુર આજ તમ આવ્ય રે મારે અંજવ. ટેક સદ્ગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો, ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. જ્ઞાન ગરીબી, સંતની સેવા, પ્રેમભક્તિનો સંગ હવે પાનું. ગુરૂ૦ ૨ ખીમ ને ભાણ રવિ રમતા રામ, તેજતત્ત્વમાં ગુર, તમને ભાળું. ગુરુ૦ ૩ દાસીજીવણ સત ભીમનાં ચરણાં, અવર દૂજો ધણી નહીં ધારું. ગુર૦૪ અહીં દાસીજીવણે ગુરુમહિમા ગાયો છે. દાસીજીવણને ભીમસાહેબ ગુરુરૂપે પ્રાપ્ત થયાં. સંદેશો સતલોકનો પત્રરૂપે મળ્યો, એકબીજાની ઓળખ થઈ ગઈ અને જે આંતરદર્શન થયું તેની પ્રસન્નતાનો આનંદોદ્ગાર છે આ ભજનરચના. અજવાળું એટલે માત્ર પ્રકાશ નહીં, પણ એવો પ્રકાશ કે જેને કારણે ખરી વસ્તુનો, વિગતનો ખયાલ આવે, એની ખરી ઓળખ થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિના નિર્માણ માટેનું આ અજવાળું છે. જે અધ્યાત્મ સંદર્ભે અર્થનિર્દેશ છે. એટલે કહે છે કે ગુરુ તમે પ્રાપ્ત થયા એટલે મારું અજ્ઞાન-અંધારું ટળી ગયું. ‘ભાંગ્યું ભ્રમનું તાળું - પરમાત્મા ક્યાંક બહાર છે એવી મારી ભ્રમણા નાશ પામી. મારી અનેક શંકા-કુશંકાઓ તથા આશંકાઓ હતી તે બધી જ નાશ પામી. જ્ઞાનનો અહમ્ નહીં, પણ જ્ઞાન-ગરીબી, તેમાંથી પ્રગટતી નમ્રતા અહીં દષ્ટિગોચર થાય છે. સાધુ-સંતોની સેવા અને અખંડ પ્રેમભક્તિ પ્રાપ્ત થઈ. ખીમસાહેબ, ભાણસાહેબની સાથોસાથ સળંગ રામરટણ કરતા દેખાયા. જે તેજતત્ત્વની અનુભૂતિ થઈ એમાં માત્ર ગુર જ દેખાય છે. ગુરુ સિવાય અન્ય કશું હવે દેખાતું નથી. અહીં ગુમાં જ પરમાત્માને જોવાની વાતનો નિર્દેશ છે. ગુરજીનાં આવાં પરિબળ અને પીઠબળને કારણે અન્ય ગુર ધારણ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. દાસીજીવણની ગુખોજની પૂર્ણાહતિની વિગતોને આલેખતું આ ભજન ભારે માર્મિક છે. અહીં અજવાળું શબ્દ સ્થૂળરૂપે પ્રકાશનો નિર્દેશ કરતો નથી એમાં અધ્યાત્મતેજની વાત નિહિત છે. બેથી ત્રણ વખત અજવાળું શબ્દ પ્રયોજાયો એ પણ સાર્થક છે. અભ્યાસ દઢીકરણની પ્રતીતિ છે. ગુરભીમસાહેબ દાસીજીવણને ઘરે સ્વયં પધારેલા. ત્યાં ભીતરની ૧૦૩ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મૂંઝવણનો ઉકેલ આવ્યો અને એ ઉકેલની ગુરુચાવીથી પ્રાપ્ત પ્રસન્નતાની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એટલે દાસીજીવણનું આ ભજન. ગુરપ્રાપ્તિના આવા આનંદોદ્ગાર કે પરમતૃપ્તિના ઓડકાર સમું આ ભજન સંતસાહિત્યને સમજવા માટેની ચાવી સમાન પણ છે. ગુરુપ્રાપ્તિની અનુભૂતિનો ઉદ્ગારઃ પ્યાલોભજના ભજનના ભાવસંદર્ભને આધારે એનાં નામકરણ એના રચયિતાઓએ જ કયાં છે. એવું એક નામકરણ પ્યાલો ભજનપ્રકાર છે. ભજનકર્તા એની લેખન કૌશલ્યકળાને પોતાની ગૂંઢ અનુભૂતિને અભિવ્યક્ત કરવા માટે ખપમાં લે ત્યારે કેવું પરિણામ આવે એનું ઉદાહરણ પ્યાલાભજનો છે. શ્રી ડોલરરાય માંકડ તળપદાં ભજનોના સ્વરૂપની ચર્ચા ભારે સૂઝથી કરી છે. તેમણે પ્યાલોપ્રકારની ભજનરચનાઓ વિષયે ‘ગુજરાતી કાવ્યપ્રકારો'માં લખ્યું છે કે ‘પ્યાલો એ સંતોની પ્રેમની ખુમારી’ સાથે જ્ઞાનમિશ્રિત સ્થિતિનું નિરૂપણ બતાવે છે. ‘પ્યાલો પાવો એ કંઠી બાંધવી’, ‘પરમોદવું અથવા ‘ગુરુમંત્ર ફૂંકવા' જેવી જ સંતસમાજની એક ક્રિયા છે. શિષ્ય ગુરુ પાસે થોડો સમય કસોટીકાળનો પસાર કરે છે. પછી શિષ્યને ગુરુ રીતસરનો પ્યાલો પાય છે. ક્યાંક ક્યાંક તો ગુનો ચાખેલો પ્યાલો પણ શિષ્યને પાવામાં આવે છે. પ્યાલો પાતી વખતે ગુરુ શિષ્યને પોતાના પંથનું આંતરિક જ્ઞાન આપે છે. આ જ્ઞાન મેળવવા શિષ્યમંડળમાં જે લાયક ગણાય એ પોતાને બડભાગી માને. એ લાયકાતનો સ્વીકાર એ જ શિષ્યને મન નવજીવનનો દિવસ. પ્યાલોભજનમાં મોટે ભાગે પ્રથમ જ કડીમાં ભજનિક ‘સદગુરચરણે’ એટલું ગાઈ અટકે છે, પણ બીજી કડીમાં એ જ શબ્દો લઈને ‘સદ્ગુરુચરણે મેં આયો’ બોલીને જે ઝટક મારે છે તે ઠેઠ ‘મન મતવાલો પ્યાલો પ્રેમનો’ સુધી આવીએ ત્યાં સુધી કાયમ રહે છે. આવી ઝટક લગભગ ઘણાખરા ‘પ્યાલા’માં દેખાય છે. બીજા કેટલાક ‘પ્યાલા'નો ઢાળ ધીરાની કાફી જેવો છે, પણ ધીરાની કાફી દીપચંદી તાલમાં લાંબા લયમાં ચાલે છે. જ્યારે આ ઢાળ ત્રિતાલની ચલતીમાં ચાલે છે. એમાંય સાખી તો ધીરાની કાફી જેવી હોય છે, પણ ધીરાની કાફીની સાખી પૂરી થતાં મૂળ ભજનમાં હળવેથી ચાલ્યા જવાય છે, જ્યારે આ ભજનમાં તો સાખી પૂરી થતાં, ચલતી આવીને જાણે ઝટક મારીને જ ભજનને તોળી લે છે. એ ઝટક સૌથી વિશેષ કબીરસાહેબના પ્રેમરસ કા ભરપૂર પિયાલામાં દેખાય છે. એમાં તો એકસાથે હરિરસ કા ભરપૂર પીઓ કોઈ ઘટાક, ઘટાક, ઘટાફ, - 'એમ ત્રણ વખત ઘટક બોલાઈને ચોથી વખત ઊલટ મારે છે કે ‘ઘટાક પીએ કોઈ .. ૧૦૪ Page #54 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અહીં પ્યાલાભજનના માધ્યમથી યોગસાધના પદ્ધતિની વિગતો નિરૂપાઈ છે. પડ્યેક ભેદીને કેવી રીતે સાધક સુષુમણાના માર્ગે ઉર્ધ્વગતિ કરે છે એનું આલેખન છે. પહેલે પ્યાલે અર્થાત્ પ્રથમ તો પદ્માસન દ્વારા મૂળ કમળનું ધ્યાન ધરીને અજપાજપ, પછી ચક્રદર્શન, પછી ત્રીજા પ્યાલે સુરતા નાભિકમળમાં પ્રવેશે છે અને પછી મણિપુરચક્રમાં અને પાંચમે વાલે વિશુદ્ધ ચક્ર પર આવે છે. છઠ્ઠા ગાલે આજ્ઞાચક્રમાં પ્રવેશે છે તેનું સ્થાન ત્રિફૂટી છે. આ સ્થાન કપાળમાં બે ભ્રમરોની મધ્યમાં છે. અહીં ઈંગળા, પિંગળા અને સુષુમણા એમ ત્રણેય નાડીનો સંગમ રચાતો હોઈને આ સ્થાનને તરવેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પછી સાતમા ગાલે અર્ધામુખવાળા સહસ્ત્રાધારચક્ર પહોંચીને અમૃતસ્થાનનો અનુભવ થાય છે. આ તમામ ચક્રસ્થાનના જેજે રંગનો નિર્દેશ છે તે એમણે મેળવેલી અવસ્થા સ્થિતિ પ્રાપ્તિના ઘાતક છે. આમ છ ચક્ર ભેદતાં ભેદતાં મૂળ લક્ષ્યસ્થાને પહોંચવાની આ સ્વાનુભૂતિ પ્યાલાપાનને અનુષંગે વર્ણવી છે. આ રીતે લક્ષ્મીસાહેબના પ્યાલા ગુજરાતી ભજનસાહિત્યની દર્શનપરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે એનો ભારતીય યોગશાસ્ત્રના સંદર્ભે ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા - પ્યાલોચનાઓના મહત્ત્વના કે પ્રતિનિધિરૂપ કર્તા તરીકે આપણે ત્યાં ગુજરાતી ભજનપરંપરામાં લખીરામ (લખમીસાહેબ, લક્ષ્મીસાહેબ)ને ઓળખાવાયેલ છે. એમની પ્યાલોરચનાઓમાં જે ખુમારી, સાધનાધારા, ભાવાવેશ અને પરમસતૃપ્તિ પ્રગટે છે તે હૃદયસ્પર્શી છે. હકીકતે લખીરામના સાત પ્યાલા છે. એમાં છ પ્યાલામાં પકભેદનની વિગતોનું અનુભવમૂલક નિરૂપણ છે અને સાતમો પૂર્ણાહતિરૂપ છે. એ રીતે યોગસાધનાનાં સોપાન પણ એમાં નિહિત છે. પ્યાલો પાયો અને એના દ્વારા યોગસાધનાનું દિશાદર્શન તથા એ પંથે ગતિ અને એ કારણે પ્રાપ્ત સ્થિતિ અહીં કેન્દ્રસ્થાને છે. આમ રૂપકાત્મક અને યોગમૂલક પરિભાષામાં લક્ષ્મીસાહેબે પ્યાલાપાન પછીની અવસ્થિતિને અહીં ગાઈ છે. બાપુ ! અમને સદ્ગુરુએ પ્યાલો પાયો રે, સરવણે વચન સુનાયો મારા બાપુ ! ટેક). પેલે પ્યાલે પદમ આસન વાળ્યાં, જોયાં મૂળ કમળ નિશાન, ધોળા રંગના ધ્યાનમાં લાગ્યાં અમને અજંપાનાં દાન, મારા બાપુ !૦ ૧ બીજે ખલે બધાઈની જોયું ઉત્પત્તિનું સ્થાન, પીળો રંગ અમે પારખ્યો રે, દીધાં અમને અજંપાનાં દાન. મારા બાપુ !૦૨ ત્રીજે પ્યાલે સુરતા અમારી, નાભિકમળ ને ઠામ, રાતાં મંદિર રળિયામણાં, ત્યાં તો અમે કીધા પરણામ. મારા બાપુ!૦ ૩ ચોથે પ્યાલે સુરતા અમારી, હદયકમળમાં જંપી, લીલાં મંદિર ભવનાથનાં, ત્યાંથી અમે ચાલ્યા શીશ નમાવીમારા બાપુ ૦૪ પાંચમે પ્યાલે પ્રેમ કરી, કંઠમાં જોયું આવી, શ્યામ રંગે શક્તિ બિરાજે, તે નીરખીને આનંદ પામીએ. મારા બાપુ !૦ ૫ છઠે પ્યાલે સદ્ગુરુજીએ, ત્રિપુટીમાં કરસન દીધાં, ઈંગલા પિંગલા સુખમણા, તરવેણીના અમીરસ પીધા. મારા બાપુ !૦૬ સાતમે પ્યાલે સદ્ગુરુજીએ, અક્ષરલોક ઓળખાવ્યો, રવિ શશી સરખો તેજ પ્રકાશ્યો, ઊલટો ધાસ દરશાયો. મારા બાપુ !૦૭. સાત પ્યાલા પૂરણ થયા, પ્રેમ કરીને પીધા, લખમીસાહેબ સંતો કરમલ ચરણે, કારણ અમારાં સાધ્યાં. મારા બાપુ !૦૮ ગરની દૃષ્ટિમાં આપણી સૃષ્ટિ બદલવાની ક્ષમતા હોય છે ૧૦૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી ા સુખસાગર ગુરુગીતામાં ગુગુણભક્તિ - ડૉ. રેણુકા પોરવાલ (મુંબઈસ્થિત રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર Ph. D. કર્યું છે. ‘જૈન જગત’ હિન્દી મહિલા વિભાગનું સંપાદન કરેલ. મથુરાના સ્તુપનાં શિલ્પો અને શિલાલેખોના સંશોધનકાર્યમાં વ્યસ્ત છે. તેઓ જૈનસાહિત્ય જ્ઞાનસત્રમાં પાવર પૉઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પણ પોતાના શોધપત્રો પ્રસ્તુત કરે છે) કવિ પરિચય : આ. બુદ્ધિસાગરજીનું સંસારી નામ બહેચરદાસ. તેમનો જન્મ વિ.સં. ૧૯૩૦ મહા વદ ચૌદશના દિને વિજાપુર (ગુજરાત) મુકામે શિવા પટેલ અને અંબામાતાના પરિવારમાં પાંચમા સંતાન તરીંક થયો હતો. તેમનો ઉછેર ભારતીય સંસ્કૃતિથી ઓતપ્રોત ગ્રામ્યજનો સાથે હોવાથી સારા સંસ્કારોનું નિર્માણ થયું. એક વાર રવિસાગરજી મહારાજને ભેંસની અડફેટથી બચાવ્યા ત્યારથી અહિંસા, પ્રેમ, પરોપકાર અને જીવદયાના સિદ્ધાંતોથી ભરપૂર જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયા. એનાં આચાર-વિચાર અને ક્રિયાઓનું કડક રીતે પાલન કરવા લાગ્યા. મિત્રો સાથે મળીને તેમણે એક મંડળની સ્થાપના કરી જેનો હેતુ અધ્યયન, કાવ્યલેખન અને અંધશ્રદ્ધા નિમૂર્તનનું હતું. બહેચરદાસની અભ્યાસમાં વિશેષ રુચિ નીરખી તેમના ધર્મના પિતાએ પ્રથમ આજોલ અને ત્યાર બાદ મહેસાણાની સંસ્કૃત પાઠશાળામાં પઠન-પાઠનની સગવડ કરી આપી. અહીં તેઓ ઘણા જૈન સાધુઓના સંપર્કમાં આવ્યા, જેથી તેમનામાં ઉત્તમ ચારિત્રનું નિર્માણ થયું. રવિસાગરજીના અંતિમ દિવસોમાં તેમણે અને સુખસાગરજીએ ઘણી સેવાચાકરી કરી. ગુરુદેવે તેમને શ્રી ઘંટાકર્ણવીરના આમ્નાય અને પ્રતિષ્ઠાનાં વિધિ- વિધાનો આપ્યાં. તેમના કાળધર્મ પછી બહેચરદાસની દીક્ષા લેવાની ભાવના વધુ દૃઢ બનતાં તેમણે શ્રી સુખસાગરજી પાસે ૨૬ વર્ષની ભરયુવાનીમાં પ્રવજ્યા અંગીકાર કરી. ૧૦૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કવિ-ગુરુદેવનું અમૂલ્ય યોગદાન : તેમનું પ્રથમ ચાર્તુમાસ સુરત હતું. તે સમયે ખ્રિસ્તી ધર્મગુરુઓએ જૈન ધર્મ પર ઘણી અણછાજતી ટીકા કરી હતી. ગુરુદેવ શ્રી મોહનલાલજી મ.ના આગ્રહથી એ ટીકાનો પ્રત્યુત્તર આપતા પુસ્તકની રચના કરી. ખ્રિસ્તીઓ એ વાંચીને નિરુત્તર થઈ ગયા. અનાયાસે આરંભ થયેલ એ લેખનપ્રવૃત્તિથી સમગ્ર ભારતીય સમાજ ઘણો લાભાન્વિત થયો. ગુરુદેવે ભારતીય લોકોની સાંસારિક વિડંબનાઓ જોઈ. તે સમયે ચાલતી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિઓનો વેગ પણ નીરખ્યો. તેમણે ત્રસ્ત ધર્મીજનોને સહાયરૂપ થવા જૈન શાસન રક્ષક બાવન વીરોમાંના ત્રીસમા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની સ્થાપના મહડીમાં ફરી જેથી લોકોની આસ્થા સ્વધર્મમાં જ જળવાઈ રહે. સમાજમાં કુરિવાજો, અજ્ઞાનતા અને નિરક્ષરતાનું ઘણું જોર હતું, એ દૂર કરવા માટે એક તો તેમણે ‘કન્યા વિક્રય દોષ નિષેધ’ અને ‘કર્મયોગ’ જેવા અણમોલ ગ્રંથો રચવાનો પ્રારંભ કર્યો અને બીજું નવી શિક્ષણસંસ્થા, બોર્ડિંગ સ્કૂલ, પાઠશાળા, સ્ત્રીંકેળવણી વગેરે માટે દાન આપવાની પ્રેરણા કરી. આમ ગામેગામ શાળાઓ, હરિજન સ્કૂલો, બોર્ડિંગ સ્કૂલો વગેરે શરૂ થઈ. તેમનું આયુષ્ય ફક્ત ૫૧ વર્ષનું હતું તેઓ વિ.સં. ૧૯૮૧, જેઠ વદ ત્રીજના દિને વિજાપુરમાં કાળધર્મ પામ્યા. આચાર્યશ્રીનું ગ્રંથ સર્જન : આચાર્યશ્રીએ ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં ગદ્ય અને પદ્ય બંને પ્રકારોમાં માતબાર સર્જન કર્યું. એમની સાહિત્યિક કૃતિઓમાં દરેક પ્રકાર જોવા મળે છે લગભગ ૧૪૦ જેટલા ગ્રંથોમાં સમાજને ચેતનવંતો કરવાનું અમૃત રસાયણ ભરેલું છે જે વાંચીને વાચક પોતાની સમસ્યાનું સમાધાન મેળવે જ. તે સમયે એમના ગ્રંથોની અસર એટલી તીવ્ર હતી કે લોકોની જીવનધારા બદલાઈ. લગભગ દરેક નાનાં-મોટાં ગામમાં કન્યા વિક્ય બંધ થયો અને લોકોએ દહેજ આપવાના કે લેવાના સોગંદ લીધા. એમનું નીતિવિષયક બોધદાયક સાહિત્ય એમના ત્યાગી અને વૈરાગી જીવનનો નિચોડ છે. તેમને ઈતિહાસ અને પુરાતત્ત્વ જેવા વિષયોમાં પણ ગહન રસ હતો એમ તેમણે રચેલા માહિતીપ્રદ ગ્રંથો દ્વારા જાણવા મળે છે. એમાં મુખ્યત્વે ‘જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ’, ‘ભારત-વિજાપુર બૃહત વૃત્તાંત’, ‘જૈન ધાતુ પ્રતિમાલેખ સંગ્રહ’ વગેરે મુખ્ય છે. તેમના વિવેચનાત્મક ગ્રંથોમાં ‘આનંદઘન પદભાવાર્થ’ મુખ્ય છે. એમાં ‘અધ્યાત્મ જ્ઞાનની આવશ્યકતા' દર્શાવવા માટે ગ્રંથની ભૂમિકારૂપે ૧૨૧ પૃષ્ઠોમાં ૧૦૮ Page #56 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » સુંદર રીતે ઉદાહરણો આપીને રજૂઆત કરી છે. કાવ્યસૃષ્ટિમાં ખંડકાવ્યો ઉપરાંત આત્મા-પરમાત્માની ઉત્તમ ગઝલો અને કવ્વાલીઓ ખૂબ ઉચ્ચ કક્ષાની છે. એમાં પોતાને થયેલા અનુભવોનું વર્ણન છે. એમાં તેમના ઉદાત્ત વિચારોનો પડઘો છે. સ્વીસન્માનના હિમાયતી હોવાની સાથે તેમણે સ્ત્રીઓને ઊંચા પ્રકારની કેળવણી આપવાની વાત પણ કરી છે. તેમના વિચારોમાં સ્ત્રી જ દેશ અને ધર્મને આગળ લાવી શકે એમ છે. એમનું ઉમદા સાહિત્ય એ તેમના આદર્શોનું દર્પણ છે. આચાર્યશ્રીની ગુરુતત્ત્વની રચનાઓ : ગુરુદેવે ગુરુનો મહિમા દર્શાવતો ગ્રંથ ‘ગુરબોધ' અને કાવ્ય “સુખસાગર ગુરુગીતા તથા સ્તુતિઓ અને ગીતોની રચના પણ કરી છે. સદરનો ‘જીવનમાં મહિમા’ દર્શાવતાં ઘણાં કાવ્યોને તેમણે તેમના ભજનપદ સંગ્રહોમાં આવી લીધાં છે. તેમની કાવ્યસૃષ્ટિની સાથે ભાવસૃષ્ટિ બંને સમાંતરે ચાલે છે. પ્રત્યેક રચનાને અનિવાર્યપણે શીર્ષક આપ્યું છે, તેઓ જણાવે છે કે ગુરુને શીર્ષ પર ધારણ કરવાથી જ આત્મજ્ઞાન પ્રગટે છે. ગુરુકૃપા થકી જ અષ્ટસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેમનાં કાવ્ય કે પદને અંતે બુદ્ધિસાગર અથવા બુધ્યન્થિ લખ્યું હોવાથી કૃતિની ઓળખમાં તકલીફ આવતી નથી. ગુરુના ગુણોનો મહિમા દર્શાવતી કેટલીક સુંદર પંક્તિઓ આ પ્રમાણે છે ગુરૂગમ વિણ નહિ જ્ઞાન, સાન તો ક્યાંથી આવે ?” ગુરુ વિના કોઈ જ્ઞાન ન પાવે રે, વાંચો પુસ્તક પોથી પાનાં.” ભાગ્યયોગથી ગુરજી મળીયા, અડવડિયાં આધાર, સાકર શેરડી રસસમ મીઠી, તુજ વાણી સુખકાર, સુણતાં મિયાતમ ઝટ નાઠું, થયો આનંદ અપાર.” ગુરબોધ ગ્રંથ : આચાર્યશ્રીએ એકવાર પ્રભાતના પ્રથમ પ્રહરમાં શાંતવદના પોતાના ગ્રદેવનાં દર્શન થયાં. ગુરુએ પરમાત્મસ્વરૂપ પામવામાં સહાયરૂપ વિનય, વિવેક, શ્રદ્ધા, ભક્તિ, દાન વગેરે ૧૩ રત્નોનું યથાર્થ મહત્ત્વ બતાવ્યું તેનું વિગતથી વર્ણન એમાં આપ્યું છે. સુખસાગર ગુરુગીતા : આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મ.ની ગદ્ય કે પદ્ય કોઈ પણ કૃતિ હોય, એમાં પ્રભુપ્રેમ, ગુરપ્રભાવ, ગામ-નગર ક્ષેત્રની માહિતી, રાજદરબારની વિગતો, લોકસેવાનાં કાર્યો, તે સમયે વિહરતા ગરજનોની લાક્ષણિકતાઓ તથા વૈરાગી ભક્તજનો વગેરેનાં પ્રચુર વર્ણનો હોય જ. ‘સુખસાગર ગુરુગીતા’ પણ તેમણે પોતાની લાક્ષણિક શૈલીથી જ અભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા રચી છે. અહીં ગુરુને શીર્ષકમાં, અર્થાત્ શીર્ષસ્થાને સ્થાપીને અંતિમ ચરણમાં સ્વયંને સ્થાન આપીને સુરતત્ત્વનું મહત્ત્વ દર્શાવ્યું છે. આ ગીતામાં પ૨૦ પદો છે જેમાં ગુનો અનેરો મહિમા છે. અંતિમ પદમાં તેમણે પોતાનું નામ ગુંથી લીધું છે. “બુદ્ધિસાગરસૂરિ ઘટ, આનંદ હોય હમેશ: આ ગુરુગીતાના પ્રારંભમાં પ્રભુ મહાવીરની પાટ પરંપરા અને ત્યાર બાદ તપગચ્છની સાગરશાખાની વંશાવલી જગન્નુર હીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય સહજસાગરથી આપી છે. તેમની પરંપરામાં આગળ વધતા સુજ્ઞાનસાગરજીનું ચરિત્ર આવે છે; તેમણે ઉદપુરમાં સં. ૧૮૧૭માં અજિતનાથ અને સં. ૧૮૧૯માં પદ્મનાભ દેરાસરની પ્રતિષ્ઠા કરાવી. તેમણે આસપાસનાં ગામોમાંથી જીર્ણ થયેલ હસ્તપ્રતોને વ્યવસ્થિત કરાવી ઉદપુરના જ્ઞાનભંડારમાં સંરક્ષિત કરાવી. ત્યાંના રાણાઓએ શાસનનાં સત્કાર્યો માટે જમીન, અનુદાન વગેરે પણ આપ્યું. મેવાડની માહિતી આપ્યા બાદ આગળની પરંપરાનું વર્ણન કરતાં આચાર્યશ્રીએ અમદાવાદમાં સાગરશાખાના ગુરુમહારાજ નેમિસાગરજીના ઉત્તમ ચારિત્ર વિશે જણાવે છે. શ્રી નેમિસાગરજીએ અમદાવાદમાંથી ઘણા પ્રયત્નો કરીને યતિઓની જોહકમીથી સંવેગી સાધુઓને રાહત અપાવી. તેમના શિષ્ય રવિસાગરજીએ સેંકડો ‘માસકલ્પો' કર્યા હતા. તેમણે જીર્ણોદ્ધાર, તીર્થરક્ષા અને પાંજરાપોળોને સુધારવા માટે ઘણા ઉપદેશો આપ્યા. તેમના ભક્તગણોમાં શેઠ દલપતભાઈ ભગુભાઈ અને શેઠ હઠીશિંગનો પરિવાર હતો. તેમના શિષ્ય શ્રી સુખસાગજી હતા. ગુરુ સુખસાગરના વિયોગમાં બુદ્ધિસાગરજીને પળેપળે ગુજ્ઞા સ્મરે છે. જ્ઞાનીજનોને ગુરવિયોગ વૈરાગ્યાદિ હેતુરૂપ પરિણમે છે. તે રોજ ગુરઉપદેશ યાદ કરીને તે પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ગુરુને સંભારીને હૃદયમાં જે અકલ્પિત સ્પંદનો જાગ્યાં તેને પ્રથમ સંસ્કૃતમાં ૧૬ શ્લોકમાં ગૂંથિત કયાં અને ત્યાર બાદ તેમને ગુરુકુપા, ગુરુશરણ અને ગુરસેવાના થકી પરમતત્વ લાવ્યું તે ‘ગુરુગીતા’નાં ૫૨૦ પદોમાં ગૂંથી લીધું. પ્રથમ પદ : “પગલાં પડયાં તારાં અહો જ્યાં તીર્થ તે મારે સદા, તત્વ પદની ધૂલી થકી નહોતો એ ભાવે મુદા, તવ પાદ પવે લોટતાં પાપો કર્યા રેહેવે નહીં તેં ચિત્તમાં જે માનીયું તે માન્ય મારે છે સહી. ” ... (૧) ‘જે ભૂમિ પર ગુરુએ વિચરણ કર્યું હોય તે ભૂમિ શિષ્ય માટે તીર્થ બને અને ગુરુની ૧૦૯ Go Page #57 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ચરણરજ મસ્તકે ચઢાવી કૃતકૃત્ય થવું તથા ગુરુના વિચારોને માન્ય કરવા,' આવી ઉત્કૃષ્ટ ભાવના શિષ્યને સંસારસાગર તરવામાં સહાયક થાય છે એમાં કોઈ જ શંકા નથી. ગુરુનાં વચનો અને વિચારોને પૂર્ણ શ્રદ્ધાથી માનવા એ તેમનો સપર્મણભાવ દર્શાવે છે. બીજું પદ : “તારી કૃપા ગંગાજલે નિર્મળ સદા મનડું રહે, આ દાસ વણ કાલાં અને ઘેલાં વચન તવ કો કહે... તવ બાલુડાના બોલની કિંમત ખરી તું તો ક.......(૨) ગુરુની કૃપાના ગંગાજળથી પોતાનું મન હંમેશ નિર્મળ રહે છે. માતા-પિતા જે રીતે બાળકની કાલીઘેલી ભાષા સમજવા સમર્થ હોય છે તે જ પ્રમાણે શિષ્ય, દાસત્વભાવે ગુરુને જે પણ કંઈ વદે તે જાણવા તેઓ સક્ષમ હોય છે. આ પ્રમાણે અહીં ગુરુ પ્રત્યેની એકનિષ્ઠા દષ્ટિગોચર થાય છે. આગળનાં પદોમાં આચાર્યશ્રી ગુરુની નિષ્કામ સેવાથી થતા લાભોની ચર્ચા કરે છે. ‘‘તવ સેવનાથી જે થતું તે ચિત્ત મારું જાણતું, પ્રગટયા ગુણો મમચિત્તમાં તે ચિત્ત મારું માનતું, તવ સંગતિ સેવા થકી સંસ્કાર આત્મામાં પડચા, ભૂંસાય ના કો કાળમાં જે આત્મની સાથે જડચાં.' ...(૫) સદ્ગુરુની સેવા અને સંગથી સંસ્કારોનો પ્રાદુર્ભાવ આત્મામાં થાય છે. આ જોડાણ જન્મજન્માંતરનું હોવાથી સદા અખંડિત રહે છે. ગુરુ કદી કોઈ કાવાદાવા કે લટપટ- ખટપટમાં પડતા નથી, માટે સતત સમતાભાવમાં જ રમણ કરે છે. તેઓ નિંદા કે સ્તુતિ, માન-માનહાનિ કે અન્ય કષાયોથી ઘણે દૂર નીકળી ગયા હોવાથી તેઓ તો ભાવાબ્ધિ તરે છે, પણ સાથેસાથે ભક્તો પર પણ તારક બની ઉપકાર કરે છે. જો સદ્ગુરુની કૃપા વરસે, તેમની આશિષ મળે અને ભક્ત જો શ્રદ્ધા રાખે તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં પલટાય છે, નવનિધિ અને સર્વ લબ્ધિઓ કર જોડીને પાસે રહે છે તથા ભક્તની કીર્તિ સર્વત્ર વિસ્તરે છે. આચાર્યશ્રીએ ગુરુના ગુણને ઉજાગર કરવા માટે પ્રામાણ્ય અને પરમાર્થ શબ્દોના ઉપયોગ કરી ઘણાં પદોની રચના કરી છે. તેઓ પ્રામાણ્ય ગુણ વિશે વર્ણવે છે કે - “વિદ્વાન થાવું સહેલ છે આ વિશ્વમાંહિ માનવું, અધિકારી થાવું હેલ છે, આ વિશ્વમાંહિ જાણવું, ધનવંત થાવું સહેલ, પણ પ્રામાણ્ય ગુણ મુશ્કેલ છે, ૧૧૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્રામાણ્ય ગુણને પામવા ના બાળકોના ખેલ છે.... (૪૯) પ્રામાણ્ય જીવન તારું શુભ ભાવથી શોભી રહ્યું, શ્રી સદ્ગુરો ! તવ સંગ તેં પ્રામાણ્યને ભાવે લહ્યું.... (૫૩) ગુરુની વાણીનું પ્રામાણ્ય એટલું હોય કે ખપ કરતાં જરા પણ ન્યૂન-અધિક હોય નહિ. પરિમિત જીવન, સંયમ, મર્યાદા અને સાથે શુભભાવ હોવાથી તેમનું જીવન અન્યોને સદા ઉપકારી થાય છે. પરમાર્થનો ઉપદેશ ગુરુજનો આપે છે - “પરમાર્થ માટે પ્રાણને અર્પણ કરે સંતો સદા પરમાર્થથી પાછા પડે ના સાધુઓ જંગમાં દા...' પ્રસ્તુત ગુરુગીતામાં આચાર્યશ્રીએ ગુરુનાં વિશિષ્ટ લક્ષણોને પણ લક્ષમાં લીધાં છે જેમાં વૈરાગ્યદશા, સમભાવ, બ્રહ્મવ્રત, પ્રતિજ્ઞાપાલન, ઔદાર્યદષ્ટિ, ગુણરાગી, મળતાપણું, દાક્ષિણ્યતા, ગંભીરતા, વાત્સલ્યતા વગેરે મુખ્ય છે. આ સર્વ ગુણોને પ્રગટ કરી એમાં સાથ ઉપદેશનું તત્ત્વ મેળવી ૫૨૦ જેટલાં પદોની રચના કરી. સાધુઓ જંગમ તીર્થ કહેવાય માટે તેઓ વર્ણવે છે કે ગુરુપ્રાપ્તિનું ટાણું ફરીફરી નહીં આવે‘‘ટાણું પામી ગુરુગમ લહી ધર્મમમાં વીર થાજે, ટાણું આવે નહીં ફરી ભક્તિના કુંડ હાજે, જો ચેતે તો અવસર ખરો આ તને રે મળ્યો છે, મીઠી મીઠી અતિરસવતી શેલડીથી ગળ્યો છે.''...(૪૩૮) કેવો સુંદર ઉપદેશ ! આપણને આનંદઘનજીની યાદ તાજી થાય. “અંજલિ જલ જ્યું આયુ ઘટત હૈ ... ... કહા વિલંબ કરે, અબ બાઉ રે .. તરી ભવજલનિધિ પાર પાઉ રે.... શુદ્ધ નિરંજન દેવ ચાઉ રે ..... (૫૩-૧) આચાર્યશ્રી બોધ આપે છે કે તને જે અવસર પ્રાપ્ત થયો છે એ ભક્તિનો સમય તો રસવંતી શેલડીથી પણ વધુ મીઠો છે, માટે આ સમય ખોવાનો નથી, પ્રભુભક્તિમાં ચિત્તને પરોવી દે. આચાર્યશ્રીની ગુરુભક્તિ આગળ વધે છે, ૪૬૩થી ૪૯૦ પદોમાં કવ્વાલીને ‘‘શિષ્યશિક્ષા’’ શીર્ષકથી ગૂંથી લીધી છે. આ ૨૭ પદોમાં શિષ્યને હિતશિક્ષા છે કે તેણે કદી પણ પીછેહઠ કરવી નહિ, કારણકે સંકટો તો જીવનમાં આવતાં જ હોય છે. અંતમાં જ્યારે ગુરુનો વિયોગ થાય છે ત્યારે હૃદય જે વિલાપ કરે છે તેનું ૧૧૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... હૃદયદ્રાવક વર્ણન તેમણે આપ્યું છે. પ્રાણધારા વિરહ તવ તે ચિત્તમાં ના અમાતો, આવો પાસે વિભુ મમ દુઃખને ચૂરવા તો... *. ૫૦ર રોમે રોમે હદય ઘટમાં પ્રીતિ તારી હિ વ્યાપી, બાકી બીજું મન નહીં ધરું મેઘ તું છં કલાપી...” ...૫૦૩ જેના રોમેરોમમાં ગર સમાયેલ હોય, પ્રાણથી પણ અધિક ચાહ્યા હોય એ જ સ્વયં આવી વિરહવેદના આલાપી શકે. હૃદયંગમ શબ્દો વડે ગુરુની ગીતાનું સર્જન એ ગુરુભક્તિનું ઉત્કૃષ્ટ નજરાણું છે. ગુરુભક્તિનો ચિતાર આપ્યા બાદ તેઓ એનું ફળ પણ દર્શાવે છે. સાચા ભાવે ગુરુવર તણી ભક્તિથી થાય સિદ્ધિ, સાચા ભાવે ગુરવર તણી ભક્તિથી થાય ઋદ્ધિ ... ૧.૫૧૦ ઋદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ સદા, સદ્ગુરુ સ્તવતાં થાય, કોટી ભવનાં પાપ પણ, ક્ષણમાં વિણશી જાય ... ૧.૫૧૪ ભણે ગણે જે સાંભળે, સરુ કાવ્ય સદાય, મંગળ માળા તે લહે, ઘરે ઘરે આનંદ થાય .. ...૫૧૭ ઓગણીશ શત ઇકોતેરે, માઘ પૂર્ણિમા સાર, પુષ્પાર્ક પૂરો કર્યો, થાવો જગ જયકાર ... ...પ૧૯ યથાશક્તિ મતિયોગથી, રો ગ્રંથ એ બેશ, બુદ્ધિસાગરસૂરિ ઘટ, આનંદ હોય હંમેશ ... .૫૬૦ ગંગાસતીનાં ભજનોમાં ગુરુમહિમા - -ડૉ. ભરત પંડચા. (વડોદરાસ્થિત ડૉ. ભરતભાઈ આસિ. પ્રોફેસર ગુજરાતી વિભાગ એમ. એસ. યુનિવર્સિટી નવલકથાઓમાં રચના રીતિના પ્રયોગો પર Ph. D. કર્યું છે. ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. કચ્છ બન્ની વિસ્તારના માલધારીઓનાં લોકજીવન, લોકકલા અને લોકસાહિત્યનું સાંસ્કૃતિક અધ્યયન કરી રહ્યા છે). રામસાગર અને મંજીરાંના તાલે ગળતી રાતોમાં - સૂરોમાં રેલાતી ભજનવાણી આપણી અમૂલ્ય મિરાત છે. કંઠોપકંઠ જળવાઈ રહેલી આ સંતવાણી જ્ઞાન, ભક્તિ, યોગ અને કથારૂપે ગૂંજી રહી છે. ડૉ. નિરંજન રાજ્યગુરુ કહે છે તેમ “સૌરાષ્ટ્રની તમામ સંતપરંપરાની સાધનાધારાઓ અને સંતવાણી તરફ નજર માંડીએ ત્યારે સૌથી વિશેષ પ્રભાવકપણે એકસમાન લક્ષણ તરી આવે છે, એ છે ગુરુમહિમાનું.'' અને મેં ગંગાસતીની રચનાઓમાં જોવા મળતા ગુરુમહિમાને કેન્દ્રસ્થ રાખી મારો વિષય ચર્ચવા ધાર્યો છે, તેમાં સૌપ્રથમ ગંગાસતીનાં જીવન-સર્જન વિષયક અને ત્યાર બાદ તેમનાં ભજનોમાંથી પ્રગટ થતાં ગુરુમહિમા વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ગંગાસતીનું જીવન ભક્તિનો મર્મ ઉદ્ઘાટિત કરતાં બાવન ભજનથી જ લોકમુખે અમર બનેલાં ગંગાસતીનાં જીવન વિશેની નક્કર વિગતો આપણને મળે છે. આમ તો તેમને ગઈ સદીનાં-અર્વાચીન યુગનાં જ સંત કવયિત્રી કહી શકાય. પાલિતાણાથી ૩૫ કિલોમીટરના અંતરે આવેલા રાજપરા ગામે ભાઈજીભી સરવૈયાને ત્યાં તેમનો જન્મ થયો. ચાર નાના ભાઈ સાથે તેઓ કુટુંબનાં મોટાં પુત્રી હતાં. નાનપણમાં તેઓ હીરબાના લાડકા નામે ઓળખાતાં હતાં. આ જ રાજપરા ગામમાં હમીરભાઈ પઢિયારને ત્યાં પાનબાઈ નામની પુત્રી હતી. પાનબાઈ અને ગંગાબા બન્ને નાનપણથી જ સહિયર હતાં. બન્નેમાં ભકિતભાવ નાનપણથી જ ખૂબ પ્રબળ હતો. સમઢિયાળાના કહળસંગ ભગત સાથે ગંગાબાનો વિવાહ થયો. કહળસંગને યુવાન ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૧૧૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ અભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વયે સીમમાં એક અવધૂત મળ્યા. તેમની પાસેથી કહળસંગે સાધના શીખી અને સમય જતાં સક્વિક વૃત્તિથી સંત કહળસંગ ‘ભગત' તરીકે પ્રસિદ્ધ થયા. આવા સાધુવૃત્તિના કહળસંગ અને ગંગાબા બે પુત્રીનાં માતા-પિતાત બન્યાં. ગંગાબાની બાળપણની સખી પાનબાઈ ક્ષત્રિય સમાજના રિવાજ મુજબ દીકરીના સાસરે ખાસ મદદ માટે તેમની સાથે જ સમઢિયાળા આવ્યાં. જીવનભર અપરિણીત રહ્યાં. ઈશ્વરના ભક્તિમાર્ગે જ વળી ગયાં. ગંગાસતી અને કહળસંગ સંસારમાં રહીને પણ સાધુજીવન જીવતાં હતાં. એકવાર ભક્તિના પ્રતાપે કહળસંગે મૃત ગાયને સજીવન કરી. ગામના ઈર્ષાળુ લોકોથી આ સહન ન થયું. તેમણે કહળસંગની મશ્કરી કરી, તો કેટલાક લોકો તેમની સિદ્ધિથી અત્યંત પ્રભાવિત થયા, પણ પોતાની સિદ્ધિ અધ્યાત્મજીવનમાં અડચણ ઊભી ન કરે એની લોકો વ્યક્તિપૂજા ન કરે તે માટે સ્વેચ્છાએ જ તેમણે દેહત્યાગનો સંકલ્પ કર્યો. સતી પણ તેમની સાથે દેહ છોડવા તૈયાર થયાં, પણ કહળસંગે ગંગાબાને વિનંતી કરી કે જ્યાં સુધી પાનબાઈ ભક્તિના માર્ગે ચાલવા સક્ષમ ન બને ત્યાં સુધી રોકાઈ જવું. ૨૧ જાન્યુઆરી, ૧૮૯૪ના દિને કહળસંગે જીવતાં સમાધિ માત્ર એકાવન વર્ષની ઉમરે લીધી. હવે પરિવારને ભક્તિપરંપરાના સંસ્કાર આપવા ગંગાસતીએ સળંગ બાવન દિવસ સુધી રોજ એકએક એમ બાવન ભજનો રચી પાનબાઈને સંભળાવ્યાં. પાનબાઈને શિખ્યા માની ગંગાસતીએ જ્ઞાન, ભક્તિ, યોગ અને ગુરુમહિમાના ગૂઢ રહસ્યો સમજાવતાં ભજનો સંતસાહિત્યનાં અમૂલ્ય રત્ન સમા બની રહ્યાં. બરાબર બાવનમા દિવસે ૧૮૯૪માં ગંગાસતીએ પોતાના કર્તવ્યને પૂરું માની ૧૫મી માર્ચે પોતાનો દેહ ત્યજ્યો. ઈશ્વર સાથે એકાકાર થનાર જ્ઞાનનો પ્રકાશ પાડનારાં ગુરુ-મિત્ર ગંગાસતીનો વિયોગ પાનબાઈથી સહન ન થયો. ચોથા દિવસે તેમણે પણ પ્રાણ છોડચો. આજે પણ સમઢિયાળા ગામે કહળસંગ અને ગંગાસતીની સમાધિ છે. પાનબાઈની સમાધિ નથી ચણાવાઈ, પણ તેમનો પણ નામોલ્લેખ કરવામાં આવ્યો છે. આવા ઉચ્ચ વિચારો ધરાવતી સંત ત્રિપુટીના અધ્યાત્મજીવનનો બોધ ગંગાસતીનાં ભજનોમાં પ્રગટયો હવે તેમના કવન વિશે જોઈએ. ગંગાસતીનાં ભજનો: પોતાની બાળસખીને સમજાવતાં ગંગાસતીનાં ભજનોની વાત ચોટદાર છે, પણ તેમની વાણીમાં કઠોરતા નથી. પ્રેમ છે. વાત્સલ્ય છે, જ્ઞાનનો અહંકાર કે મોહ નથી, બલકે એક વડીલની અદામાં માર્ગદર્શકની જેમ ગંગાસતી જીવનનાં રહસ્યોનો પથ ચીંધે છે. એમાં અનુભવોનાં મોતીબિંદુઓ છે. તેમાં વેદો-ઉપનિષદ અને યોગ-સાધનાના wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પોતાના અનુભવ તેમણે વસ્યા છે. તે વાણી તેમની પોતીકી છે. એટલે જ તે વાણીમાં સ્વયં તેજ છે. ભગવાનની ભક્તિનો ભાવ તેમણે કેટલાં સચોટ ઉદાહરણ સાથે ટાંક્યો છે કે ભગવાનની ભક્તિ કરતાં ક્ષણ પણ પ્રકાશ મળશે તો તમારું જીવન તરી જશો. ભક્તિરૂપી મોતી જીવનમાં પરોવવાનું તો તેમનાં જેવાં ગૃહિણી જ કહી શકે ને વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઈ ! નહીંતર અચાનક અંધારા થાશે, નિરમળ થૈ ને આવો મેદાનમાં, જાણી લિયો જીવન જાત.” (પૃ. ૭૫ સો. સંતવાણી) અહનો નાશ થાય અને આત્માનો દેદીપ્યવાન ફેલાય તો જ જીવનનો ઉદ્ધાર થાય તેવું સરળ શબ્દમાં સમજાવવા ક્ષણના પ્રકાશ માટે ‘વીજળીનો ઝબકાર'નું કલ્પન કેટલું સચોટ છે. ભક્તિ માટે કેટલાક આવશ્યક ગુણો સમજાવવા ગંગાસતી પ્રપંચ અને અશુદ્ધ કર્મનો ત્યાગ કરવા વીનવે છે. દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું ને, એવું કરવું નહીં કામ રે. આપણી વસ્તુ ન જાય ને, અવરથા એ એ જોવાનું લેવું નહીં નામ રે (પૃ. ૯૫, સો. સંતવાણી) ભાઈ રે ! હરિમય જ્યારે જગતનું જાણ્યું રે ત્યારે પરપંચથી રહેવું દૂર રે. (પૃ. ૯૦ સો. સંતવાણી) મન, વચન, કર્મથી નિર્મળ રહેવાનું વિનવતાં ગંગાસતીની વાણીનો ઘરાળું લહેકો અને સાદગી નોંધવા જેવાં છે. પાનબાઈને ભક્તિની સરવાણીમાં જીવન વહેવડાવવાનું કહેતાં ગંગાસતી કહે છે: ભાઈ રે ! સાંગોપાંગ એકરસ સરખો પાનબાઈ બદલાય ન બીજો રંગ, સાયની સંગે કાયમ રમવું પાનબાઈ, કરવી ભક્તિ અભંગ. (પૃ. ૭૦, સો. સંતવાણી). ગીતાના નિસ્પૃહ ભાવથી આ ભક્તિરંગ પણ ક્યાં જદો પડે છે! આ ભક્તિનો ભાવ જ્યારે મનમાં જાગે ત્યારે છું ને મારું મટી જાય, પછી વખાણ કે નિંદા પણ • ૧૧૬. ( ૧૧૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ ... ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ભાઈ રે - રંગરૂપમાં રમવું નહિ ને કરવો ભજનુંનો અભિયાસ રે સતગુર સંગે એકાંતમાં રે'વું ને તજી દેવી ફળની આશ રે-નવધા ભાઈ રે - દાતાને ચોગતા હરિ એમ કે'વું ને રાખવું નિરમળ જ્ઞાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે, ધરવું ગુરજીનું ધ્યાન રે... નવધા. ભાઈ રે ! - અભ્યાસીને એવી રીતે રે'વું ને જાણવો વચનનો મરમ રે, ગંગાસતી એમ બોલિયા ને છોડી દેવા અશુધ કરમ રે... નવધા. (પૃ. ૬૩, સોરઠી સંતવાણી) wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એકસરખાં જ બની જાય છે. નિંદા થાય છે તે પણ હું'ની નથી, વખાણ પણ ‘હું'નાં નથી, કારણ કે એ હંકારનો ભાવ તો ભક્તિરસમાં ઓગળી ગયો છે. નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે ત્યારે અભય ભાવ કે'વાય. ભગતી... (પૃ. ૬૯, સો. સંતવાણી) ભક્તિ માટે તો જીવન જ આખું પલટાવવું પડે જેમ કે: સૂક્ષ્મ રહેવું ને સૂક્ષ્મ ચાલવું (પૃ. ૮૧, સો. સંતવાણી). આણવું નહિ અંતરમાં અભિમાન રે. (પૃ. ૮૩, સો. સંતવાણી) આમ મોહ, માયા, અહં, નિંદા જેવા દોષોને ત્યાગી નિત્ય ભક્તિરસનું સેવન કરવા ગંગાસતી વીનવે છે અને આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે ઈચ્છાશક્તિ ખૂબ જ પ્રબળ હોય, મન પર લગામ હોય: મેરુ તો ડગે ને જેના મન નો ડગે મરને ભાંગી રે પડે ભરમાંડ રે, વિપદ પડે વણસે નહિ, ઈ તો હરિજનના પરમાણ રે. (પૃ. ૬૧ સોરઠી સંતવાણી) માનવદેહ જ્યારે આત્માની અલખ જ્યોતને જગતી રાખે, કોઈ પણ સ્થિતિમાં ચલિત ન થાય ત્યારે જ ભક્તિમાર્ગ પામે અને ભક્તિમાર્ગમાંથી તેને ચલિત થતો રોકે છે, તેના ગુરુ ! ગુરુમહિમા : ગુનો મહિમા ગંગાસતીના ભજનમાં ખૂબ પ્રભાવક રીતે ઝીલાયો છે. પીપરાળી ગામના ગુરુ ભૂધરદાસજીને ગંગાસતી ગુરુ માનતાં હતાં. ‘ગુરુજીનું ધ્યાન', 'સાધુની સંગત', 'વચનની શક્તિ', ‘વચનનો વિવેક', ‘મરજીવા થઈને’, ‘અભયભાવ', 'મન જ્યારે મરી જાય,’ ‘ઠાલવવાનું ઠેકાણું' આદિ ભજનોમાં ગંગાસતીએ ગુરમહિમા ગાયો છે. અહીં ‘ગુરુજીનું ધ્યાન’ ભજનમાંથી પ્રગટ થતા ગુરુમહિમા વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ગુરુજીનું ધ્યાન નવધા ભગતિમાં નિરમળ રે'વું ને શીખવો વચનુંનો વસવાસ રે, સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને થઈને રહેવું તેના દાસ રે. ભક્તિના નવ પ્રકાર છે. આ નવધા ભક્તિમાંથી કોઈ પણ પ્રકારની ભક્તિમાં પૂરેપૂરું તન્મય થવાનું ગંગાસતી કહે છે. ‘નવધા ભગતિમાં નિરમળ રે'વું ને શીખવો વચનુંનો વશવાસ રે, સતગુરુને પૂછીને પગલાં ભરવાં ને થઈને રહેવું તેના દાસ રે.' અહીં ‘નિરમળ’ શબ્દમાં કેટલી અર્થછાયાઓ પડેલી છે. જેનામાં ‘મલિનતા નથી તે નિર્મળ’ એવા શાબ્દિક અર્થ પાછળ એ ‘મલિનતા'ના કેટલાય અર્થ નિહિત છે ! જેના મનમાં કપટ, ક્રોધ, પ્રપંચ, માયા, મોહ નથી, જેને સંસારિક માયા અડકી શકતી નથી, તેને નિર્મળ કહી શકાય. કાદવમાં રહેલ કમળની માફક નિર્લેપભાવે દરેક જીવનઘટનાને જે કોઈ પણ જાતના દ્વેષ વિના સ્વીકારી શકે તેને નિર્મળ કહેવાય અને ભક્તિ માટે ‘નિરમળ' હોવું અનિવાર્ય છે. જ્યારે દોષરહિત નિરમળ બનીને મન ભક્તિ માટે તૈયાર થાય છે, ત્યારે તેને સદર મળવો અનિવાર્ય છે. એવા ગુરુ કે જે મનચક્ષુ ઉઘાડી આપે. તેના વાક્યમાં શાશ્વત સત્ય સમાયેલું હોય તેવા વચનમાં વિશ્વાસ રાખવાનું ગંગાસતી કહે છે. આવા સરને ચલિત થવાય તેવા દરેક પ્રસંગે પૂછવું અને પછી ગુરુએ ચીંધેલા માર્ગ પર ચાલવું તે જ રીતે ભક્તિરસ પામી શકાય છે. સાચા ૦ ૧૧૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ સ્વભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ગુના દાસ થઈ તેમને મન, વચન, કર્મથી અનુસરીને જ ભક્તિ દ્વારા પ્રભુની પ્રાપ્તિ શક્ય બને છે. તેવું તેમનું માનવું છે. આગળ કહે છે: ભાઈ રે - રંગરૂપમાં રમવું નહિ ને કરવો ભજનુંનો અભિયાસ રે સર સંગે એકાંતમાં રેવું ને તજી દેવી ફળની આશ રે-નવધા આ ગુરુના દાસ થવા માટે રંગરૂપમાં મોહવું નહિ, તેવું કહેવા પાછળ ગંગાસતીનો આશય એ છે કે, જ્યાં બાહ્ય રંગરૂપની રમણા મોહ પમાડતી હોય ત્યાં સુધી આંતરચક્ષુ ખૂલવાનાં નથી. જ્યારે બાહ્ય સુંદરતા ભૂલી આંતરસૌંદર્ય અનુભવાય ત્યારે જ ભક્તિનાં દ્વાર ખૂલે અને તેની માટે ખૂબ જ એકગ્રતાથી ભજનનો અભ્યાસ મતલબ આપણા વેદપુરાણ ગ્રંથોનું જ્ઞાન વારંવાર ચયન કરવું. ‘અભિયાસ’ એટલે વારંવાર જેને મનની અંદર પસાર કરી જીવનમાં ઉતારવામાં આવે. તે આવો અભ્યાસ વારંવારનો પ્રયત્ન કરી ભજનરૂપી સરની વાણીને મનમાં ભરી દેવાનું તેઓ કહે છે. આ માટે સાચા ગુરુની પાસે એકાંતમાં રહેવાનું તેઓ સૂચવે છે. ભીડમાં નહિ, પરંતુ એકાંતમાં જ્યાં ગુરુ અને શિષ્ય વચ્ચે સાચો સંવાદ' શક્ય બને. આમ હૃદયથી ગુરની સાથે તાર જોડાય, તેવું તેઓ આ પંક્તિમાં કહેવા ઈચ્છે છે. છેલ્લે કહે છે ‘તજી દેવી ફળની આશ'. ગુરુના જ્ઞાનથી કોઈ ચમત્કાર થશે, કશુંક મહાન પ્રાપ્ત થશે તેવી આશા સાથે કોઈ પ્રયાસ કરવો નહીં. ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે ફળની આશા વિના કર્મ કરવું તેનું જ અનુકરણ અહીં પણ છે. આગળ જુઓ. ભાઈ રે ! - દાતાને ભોગતા હરિ એમ કે'વું ને રાખવું નિરમળ જ્ઞાન રે, સતગુરુ ચરણમાં શીશ નમાવવું રે, ધરવું ગુરજીનું ધ્યાન રે.... નવધા કર્મને કરતાં ફળની આશા ન રાખવી તેવું કહેતાં ગંગાસતી આગળ કહે છે, આ માટે જે કાંઈ મળે છે તે બધું ઈશ્વરનું આપેલું છે. જે કાંઈ ભોગવવું પડે છે તે પણ ઈશ્વરનું જ આપેલું છે તેવી સ્થિર ચિત્તબુદ્ધિ રાખીને રહેવું જોઈએ. અહીં ‘રાખવું નિરમળ જ્ઞાન’ શબ્દ છે. તે કેટલું સરસ સૂચવે છે કે જે જ્ઞાન મળે છે તેમાં પણ પોતાના અહંભાવનું કોઈ આરોપણ ન કરવું એ બધું હરિનું જ જ્ઞાન છે તેવી નિર્વિકાર ભાવના જ જ્ઞાનના સાચા અધિકારી બનાવે તેવું ગંગાસતીનું માનવું છે. જે જ્ઞાન મળ્યું છે, તેમણે જ મનની અંદર આ અપાર પ્રકાશ રેલાવ્યો છે તેવી કૃતજ્ઞતા અનુભવીને wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા હંમેશાં આવા સરુના ચરણમાં શીશ નમાવવું જોઈએ, મતલબ કે મનથી તેમનો ખૂબ જ આદર કરવો જોઈએ. નિત્ય તેમનું ધ્યાન ધરીને જ્ઞાનમાર્ગના સાધક બનવું જોઈએ. છેલ્લે તેઓ કહે છે કે : ભાઈ રે !- અભ્યાસીને એવી રીતે રે'વું ને જાણવો વચનનો મરમ રે, ગંગાસતી એમ બોલિયાં ને છોડી દેવા અશુધ કરમ રે... નવધા ભક્તિની કેડી કંટાળી છે. બધાં જ પ્રલોભનોથી દૂર થઈ કેવી રીતે નિત્ય અભ્યાસી રહેવું તે આખા પદમાં ગંગાસતી કહેવા માગે છે. આ રીતે નિરમળ ભાવે, બાહ્ય પ્રલોભન ત્યજી, સાચા હદયથી ગુજીના ચરણે રહી અભ્યાસ કરવાથી જ સાચી રીતે ભક્તિરસ પામી શકાય છે અને તે માટે “વચનનો મરમ’ જાણવો આવશ્યક છે. સત્યના મૂળ રૂપને જાણવા માટે બધાં જ અશુદ્ધ કર્મોને ત્યજવાં પડે, તો અને તો જ ભક્તિ અને ગુરુ બન્નેની પ્રાપ્તિ થાય, પણ તે માટે સાચા ગુરુ મળવા અત્યંત આવશ્યક છે. સાચા ગુરુ લાખોમાં એક હોય અને એવા ગુરને અધિકારી શિષ્ય મળવો પણ સદ્ભાગ્ય છે. ગુરુ અને શિષ્ય જ્યારે એકભાવે ચિદાકાશ સાથે સંવાદ સાધે ત્યારે જ બ્રહ્મજ્ઞાન મેળવી શકે. આ ઉપરાંત તેમનાં ભજનોમાંથી ગુરુમહિમા વ્યંજિત કરતી કેટલીક પંક્તિઓ નોંધું છું: સાનમાં સાન એક ગુરુજીની કઈ પાનબાઈ ! જેથી ઊપજે આનંદના ઓધ રે (વચનની શક્તિ') ભાઈ રે ! - શરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય ('મરજીવો થઈને') સતગુરુનાં ચરણમાં શીશ નમાવે ત્યારે પૂરણ નિજારી કે'વાય - જ્યાં લગી (‘મરજીવા કોણ કહેવાય') * ભાઈ રે! સદ્ગુરુ વચનમાં સુરતાને રાખો, તો તો હું ને મારું મટી જાય, (‘અભયવાદ) ૧૧૯ ૧૨o Page #62 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અભારતીય સંસ્કૃતિમાં ગુમહિમા ભાઈ રે ! સતસંગ રસ એ તો અગમ અપાર છે, તે તો પીવે કોઈ પીવનહાર (‘મન જ્યારે મરી જાય') ભાઈ રે આપ મુવા વિના અંત નહિ આવે પાનબાઈ ! ગુરુગમ વિના ગોથા મરને ખાવે ('ઠાલવવાનું ઠેકાણું') આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિશ્વરજીની સઝાયમાં ગુરુ પ્રત્યે વિનયદર્શન - ડૉ. છાયાબહેન શાહ (અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મનાં અભ્યાસુ છે. પાઠશાળા અને સંતોની વૈયાવચ્ચ પ્રવૃત્તિમાં રસ લે છે). ભાઈ રે ! રેણી થકી ગુરજી સાનમાં સમજાવે, રેણી થકી અમર જો ને થવાય ('રહેણીમાં રસ') સમાપન: કેટલાક અભ્યાસીઓના મતે ગંગાસતી મહાપંથથી દીક્ષિત તરીકે ઓળખાવાયાં છે અને કેટલાક અભ્યાસીઓ સાધાર પુરાવા સાથે મહાપંથથી દીક્ષિત ગણતા નથી. મને પણ ગંગાસતીના ભજનરચનાઓના આંતરસન્દ્રમાંથી અને પાનબાઈ તથા પતિને ઉદ્દેશીને કહેવાયેલી ભજનરચનાઓને આધારે જણાય છે કે, ગંગાસતી યોગ-સાધના તથા પચક્રભેદનની પ્રક્રિયામાં ક્રિયાશીલ છે. ક્ષત્રિય ગૃહિણી, યોગીસાધિકા અને યોગપરંપરાનાં રહસ્યોને પોતાની અનુભવસિદ્ધ અનુભૂતિ સરળ રસળતી પદાવલિમાં અને આરાધના ઢંગમાં જ સતત ગાય છે અને આરાધનામાં પણ અનુભૂતિની અભિવ્યક્તિ અને સાધનાધારાની રીત કહેવી તેમને અભિપ્રેત છે. મને આવાં બધાં કારણથી ગંગાસતી મહાપંથી આરાધિકા નહિ પણ યોગંસાધિકા લાગે છે. સંદર્ભ સૂચિ: સૌરાષ્ટ્રનું સંત સાહિત્ય, નિરંજન રાજ્યગુરુ, સોરઠી સંતવાણી : સં. ઝવેરચંદ મેઘાણી જીવન ઝરમર શ્રી જ્ઞાનવિમલસૂરિનો જન્મ વિ.સં. ૧૬૯૪માં થયો હતો. તેઓ ગૃહસ્થ અવસ્થામાં ભિન્નમાલ શહેરમાં રહેતા હતા. તેમના પિતાનું નામ વાસવશેઠ અને માતાનું નામ કનકાવતી હતું. એમનું નામ નાથુમલ્લ હતું. માત્ર આઠ વર્ષની વયે તેમણે તપાગચ્છની વિમળ શાખામાં પં. વિજય વિમલમણિના શિખ ૫. ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે તેમનું નામ ‘નયવિમલ' રાખવામાં આવ્યું. આ પછી તેમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી તેઓએ અમૃતવિમલગણિ તથા મેરુ વિમલગણિ પાસે વિધ્યાભ્યાસ કર્યો. વિ.સં. ૧૭૨૭ મહા સુદી ૧૦ ને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિ.સં. ૧૭૪૮ ફાગણ સુદ ૫ ને ગુરવારને દિવસે શ્રી નવિમલગણિને આચાર્યપદવી પ્રાપ્ત થઈ અને તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. શ્રી જ્ઞાનવિમલસૂરિએ સુરત, ખંભાત, અમદાવાદ, સિરોહી, પાટણ, રાઘનપુર, સાદડી, ઘાણેરાવ, પાલિતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. શત્રુંજય તીર્થની તેમણે અનેક વાર યાત્રા કરી. જિનપ્રતિમાઓની સત્તર જેટલી પ્રતિષ્ઠા કરાવી. શ્રી જ્ઞાનવિમલસૂરિ યોગાભ્યાસમાં પ્રવીણ હતા. એવી કિવદંતી પણ મળે છે કે પાટણના ઉપાશ્રય પાસે એક મોટા લીમડાને સિપાઈઓ પાડતા હતા. કેટલાક લોકો તેમને અટકાવતા હતા, પણ સિપાઈઓ દાદ આપતા ન હતા. એમ કહેવાય છે કે જ્ઞાનવિમલસૂરિએ ત્યારે ચમત્કાર બતાવ્યો અને એ રીતે લીમડો પાડવા આવેલા સિપાઈઓ પાછા વળ્યા. ૧૨૨ Page #63 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શ્રી જ્ઞાનવિમલસૂરિજીએ શ્રી આનંદધનજીને પૂજ્ય માની તેમની સંગતિ કરીને અધ્યાત્મજ્ઞાન મેળવ્યું હતું. શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાય અને શ્રી સત્યવિજયજીએ સુરતમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથના દેરાસરમાં દિયોદ્ધારનો વિચાર કર્યો હતો અને તેમણે કાલિકાનું આરાધન કર્યું. આ ત્રણેયની ત્રિપુટી ગણાતી હતી. જ્ઞાન અને ધ્યાનની આવી વિરલ ઉપાસના કરીને વિ.સં. ૧૭૮૨ના આસો વદ ૪ ને ગરવારને દિવસે ૮૯ વર્ષની વયે શ્રી જ્ઞાનવિમલસૂરિ કાળધર્મ પામ્યા. આ સમયે ખંભાતના શ્રાવકોએ એમની પગલાયુક્ત દેરી કરાવી હતી. તેમ જ તેમનો જ્ઞાન ભંડાર ખંભાતમાં ખારવાડામાં વિમલના ઉપાશ્રયમાં વિદ્યમાન છે... આચાર્ય દેવનાં અન્ય સર્જન : શ્રી જ્ઞાનવિમલસૂરિ સંસ્કૃત-પ્રાકૃત અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. વિક્રમના ૧૮મા સૈકામાં જ્ઞાનવિમલસૂરિએ આ ત્રણેય ભાષામાં વિપુલ સાહિત્યરચના કરી છે. તેઓ પ્રભુ પાસે તાત્કાલિક નવાં કાવ્યો રચી સ્તુતિ કરતા હતા. તેમનું પ્રાકૃત ભાષા પરનું પ્રભુત્વ ‘નરભવદષ્ટાંતો પય ભાષા માં જોવા મળે છે. શ્રી જ્ઞાનવિમલસૂરિએ ગુજરાતી ગદ્ય અને પદ્ય એમ બન્ને સ્વરૂપો અજમાવ્યાં છે. શ્રી નયવિમલગણિની અવસ્થામાં (સૂરિપદ લીધા પહેલાં). (૧) નરમયદ્રષ્ટાંનોયનયમાતા (૭) Juત્ર fara TWતોત્ર શોષણ થથળો પુજત (૨) સાધુવંદના રાસ (૮) પ્રાથાત વરિત્ર જાવટ મૂત (૩) જંબુસ્વામી રાસ (૯) સાડા ત્રણસો ગાથાનાં સ્તવનો બાલવબોધ (૪) નવતત્વ બાલવબોધ (૧૦) સ્તવનો બાલવબોધ સ્તુતિ (૫) રણાસિંહ રાજર્ષિ રાસ (૧૧) દશ દષ્ટાંતની સઝાય (૬) શ્રમણસૂત્ર બાલવબોધ શ્રી જ્ઞાનવિમલસૂરિ અવસ્થામાં રચેલા ગ્રંથો (૧૨) પ્રશ્રનવ્યાકરણ સૂત્રવૃત્તિ (૧૩) સંસારદાવાનલ સ્તુતિવૃત્તિ (૧૪) બાર વ્રત ગ્રહણ રાસ (૧૫) રોહિણી - અશોચંદ્ર રાસ (૧૬) દિવાળી કલ્પ બાલવબોધ (૧૭) આનંદધન ચઉવીશી બાલવબોધ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... (૧૮) ત્રણ ભાષ્ય બાલવબોધ (૧૯) અધ્યાત્મકલ્પદ્રુમ બાલવબોધ (૨૦) ચંદ્ર કેલવી રાસ (૨૧) પાક્ષિકસૂત્ર બાલવબોધ (૨૨) યોગદષ્ટિની સઝાય બાલવબોધ (૨૩) પર્યુષણ પર્વ માહાભ્યની સઝાય (૨૪) સ્તવનો, સઝાયો, સ્તુતિ, પદો વગેરે (૨૫) શ્રી શાંતિનાથનો તથા શ્રી પાર્શ્વનાથનો કલશ ગુર પ્રત્યેના વિનયને પ્રસ્તુત કરતી આચાર્ય ભગવંત રચિત સઝાય વિનય કરો ચેલા ગુરુ તણો, જિમ બહો સુખ અપારો રે, વિનય થકી વિદ્યા ભણો તપ જપ, સૂત્ર આચારો રે (૧) અર્થાત્ વિનય એ આંતરિક પ્રક્રિયા છે, વિનય એ અહમ્ વિસર્જનની ક્રિયા છે. વિનયનું કૂળ ગુરશુશ્રુષા છે ગુરશુશ્રુષાનું ફૂળ શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનનું મૂળ વિરતી છે. વિરતિનું મૂળ આશ્રવનિરોધ છે. ગુરુનો વિનય ચેલાએ અવશ્ય કરવો જોઈએ, કારણકે ગુરનો વિનય કરવાથી જ વિદ્યા આવડે છે, અને તેથી વિદ્યાનું ફળ મુક્તિ પણ મળે છે. ગુરુ વચન નવિ લોપીએ નવિ કરીએ વચન વિધાતો રે, ઊંચે આસન નવિ બેસીએ, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતો રે અર્થાત્ ગુરુનું વચન શિષ્ય માટે મંત્રસમું હોવું જોઈએ. ગુરુ પ્રત્યે એવો વિનય શિષ્ય કરવો જોઈએ કે ગુરુ જે બોલે તેને ‘તહરી' કરી સ્વીકારી લે. બીજો કોઈ વિકલ્પ જ ના વિચારે. આવા વિનયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે “ગૌતમસ્વામી પરમાત્મા મહાનર જે કહે ૧૨૩ ૧૨૪ Page #64 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તેને નતમસ્તકે સ્વીકારી લેતા. પ્રભુએ તેમને કહ્યું કે તમે આનંદશ્રાવકની આશાતના કરી છે. જઈને મિચ્છામી દુક્કડમ્ આપી આવો. ચાર જ્ઞાનના ધણી, પ્રથમ ગણધર હોવા છતાં ગૌતમસ્વામીએ ગુરુવચનનો લોપ કરવાનો વિચાર પણ ન કર્યો અને ગુરૂઆશા પ્રમાણે કર્યું. આવો વિનય શિષ્યનો ગુરુ પ્રત્યે હોવો જોઈએ. વળી ગુરુથી ઊંચે આસને પણ ન બેસવું જોઈએ. ગુરથી ઊંચે આસને બેસીએ તો વિદ્યા ન ચડે. શ્રેણિક મહારાજાએ એક કળાકાર પાસે આંબા પરથી કેરી દૂરતી ઉતારવાની વિદ્યા શીખવા માંડી, પણ વિદ્યા ચડે જ નહીં ત્યારે અભયકુમારે ભૂલ સમજાવી કે પહેલાં તમે સિંહાસન પરથી ઊતરી એ કળાકારને ઊંચે આસને બેસાડો. તમે નીચે બેસો પછી જ તમને વિદ્યા ચડશે. વળી ગુરુવાણી પ્રવર્તતી હોય ત્યારે વચ્ચે વચ્ચે બોલવાનો અવિનય પણ ન કરવો જોઈએ. ગુરુ આગળ નવી ચાલીએ, નવી રહીએ પાછળ દૂર રે, બરોબર ઊભા નવ રહિએ ગુરુને શાતા દીજે ભરપુર રે. વસ્ત્ર પાત્ર નિત્ય ગુરૂતણો પડિલેહીયે હોય વારો રે સાશન બેસણ પુજીએ પાથરીએ સુખકારી રે અર્થાત્ શિષ્ય જ્યારે ગુરુ ને ગુરુ તરીકે સ્વીકારે છે ત્યારથી ગુરુ તેને સ્નેહ આપે છે. તેના શરીર અને આત્મહિતની સતત કાળજી રાખે છે. જ્ઞાનદાન કરે છે. પાત્રતા અપાવે છે. આવા અણમોલ ઉપકારનો બદલો શિષ્ય અવશ્ય વાળવો જોઈએ. શિષ્ય ગુરુને સંપૂર્ણ શાતા આપવા પ્રયત્ન કરવો જોઈએ. ગુનાં દરેક કામો વગર કહે કરી આપવા જોઈએ. ગની નિત્યક્રિયાઓમાં સહાયરૂપ થવું જોઈએ, વળી, ગુરનો વિનય સાચવવા ગુરની આગળ કે તદ્દન દૂર પાછળ રહી ગુરુની અવગણના ન કરવી જોઈએ. આમ બધી જ રીતે ગુરુને શાતા આપવા પ્રયત્ન કરવો જોઈએ. આસન વસનાદિ સુખ દીએ ગુર આણાએ મુખ નિરખો રે - ૧૨૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... જ્ઞાન વિમલ સૂરિ ઈમ કહે, શિષ્ય થાએ ગુરુની સરખો રે અર્થાત્ ગુરુને પૂજ્ય ગણી જે શિષ્ય ગુરુની કાળજી રાખ છે, ગુરુની આજ્ઞા પાળે છે, ગુરુનો વિનય જાળવે છે, ગુરુને શાતા આપે છે, તેવા શિષ્યને ગુરુ પોતાના જેવો બનાવે છે. ગુરુની પાત્રતા શિષ્યમાં આવે છે. તે ગુરુ જેવો જ્ઞાની બને છે, જેમ કે ગૌતમ ગણધર પોતાના પરમ ગુરુ પ્રભુ મહાવીરનો સંપૂર્ણ વિનય કરી પ્રભુ મહાવીર જેવા કેવળજ્ઞાની બની મોક્ષે ગયા. ઉપસંહાર : શિષ્ય ગુરુને ગુરુ તર્રીકે સ્વીકાર્યા પછી ગુરુને સમર્પિત થઈ જવું જોઈએ. ગુરુનો વિનય કરવો જોઈએ, પરંતુ એક વાત નોંધપાત્ર છે કે ગુરુને ગુરુ તરીકે સ્વીકારતા. પહેલાં ગુ યર્થાથ ગુર છે કે નહીં તેની ચકાસણી અવશ્ય કરવી જોઈએ. ગુરુ શાસ્ત્રાજ્ઞાને સ્વીકારતા હોવા જોઈએ. ગુર આચારમાં શિથિલ ન હોવા જોઈએ. ગુર ગીતાર્થ હોવા જોઈએ. ગુર સુગુર હોવા જોઈએ. જો આવા ગુરુ પ્રાપ્ત થઈ જાય તો તેમનું શરણ લેવાથી શિષ્યનો બેડો પણ પાર થઈ જાય. સંદર્ભ ગ્રંથો : (૧) શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક - સંપાદક : ડૉ. કુમારપાળ દેસાઈ (૨) જિન ગુણ મંજરી - સંચાહિકા - સાધ્વીશ્રી પ્રિયવંદાશ્રીજી મહારાજ. ગુરુ આજ્ઞા વિના નજીક ન જવાય. ગુરુ બિરાજમાન હોય તેના અવગ્રહ (અઢી ફૂટના) અંતરમાં જતાં પહેલાં ગુરની ઇંગિત કે પ્રગટ આજ્ઞા હોય તો જ સમીપ જવાય તે વિનય ધર્મ છે Page #65 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા पार्श्व चंद्रसूरि और उनकी गुरु छत्रीशी एक परिचय -डॉ. हेमंतकुमार (जैन दर्शन के अभ्यासु डॉ. हेमंदकुमार सी. श्री महावीर जैन आराधना केन्द्र कोबा गांधीनगर में जैन साहित्य संशोधन संपादन प्रवृत्ति में व्यस्त है। आचार्य श्री पार्श्वचंद्रसूरिश्वरजी महाराजसाहब का जन्म विक्रम संवत् १५३७ चैत्र सुदि ९ शुक्रवार को आबुजी तीर्थ के पास हमीरपुर में हुआ था उनके पिता का नाम वेल्हगशाह एवं माता का नाम विमलादे था। वे वीसा पोरवाड जाति के थे । बाल्यावस्था से ही वे विलक्षण प्रतिभा के धारक थे। उन्हे सभी एक ही बात कहते कि भविष्य में यह बालक अवश्य ही महापुरुष के रुप में प्रसिद्ध होगा मन में वैराग्य के बीज लगता है। पूर्वजन्म से ही साथ आया हो, क्योंकि नव वर्ष की छोटी उम्र में ही पंडितप्रवर श्री साधु महर्षि की वैराग्यपूर्ण पवित्र वाणी को सुनकर उनकी आत्मा वैरागी हो गई और उन्हे ही अपना गुरु मानकर विक्रम संवत १५४६ में श्री भागवती दीक्षा अंगीकार कर लीया अपनी तीव्र बुद्धि प्रतिभा एवं गुरुराज की कृपापूर्ण दृष्टि को प्राप्त करके व्याकरण, कोष, काव्य, छंद, अलंकार, न्याय, धर्मशास्त्र आदि विषयों से संबंधित शास्त्रों का अध्ययन बहुत ही अल्प समय में कर लिया। क्षमाभाव एवं गांभीर्यपूर्ण व्यक्तित्व के कारण वे समाज में शोभायमान हुए उनकी योग्यता एवं क्षमता को ध्यान में रखते हुए उन्हे विक्रम संवत् १५५४ में उपाध्यायपद से विभूषित किया गया। उस समय जैन शासन में साधुओं में शिथिलता ने अपना प्रभुत्व जमा लिया था। मुनि क्रियाकांड में रूचि नहीं लेते थे । शास्त्रसम्मत आचार-विचार की कमी हो गई थी। यह सब देखकर उपाध्यायश्री की आत्मा अन्दर से उद्वेलित हो गई ऐसे पवित्र धर्म में इस प्रकार की लापरवाही कैसे चलाई जा सकती है। मुझे तो इस ૧૨૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા शिथिलता को जड़ से दूर करना ही होगा, इस प्रकार का संपल्प किया उन्होने विक्रम संवत् १५६४ अर्थात् अपनी २७ वर्ष की अल्पायु में गुरुदेव का आशीर्वाद एवं अनुमति लेकर नागौर में क्रिया उद्धार किया और शुद्ध संवेगमार्ग की देशना देते हुए विहार करने लगे । भव्यात्माओं को मोक्षमार्ग पर अग्रसर करते हुए कालक्रम में जोधपुर पहुँचे। वहाँ के श्रीसंघ ने उनको सर्वगुण सम्पन्न, धर्मधुरंधर और आगमवाणी में गीतार्थ जानकर विक्रम संवत् १५६५ में अर्थात् २८ वर्ष की अवस्था और दीक्षापर्याय के १९ वें वर्ष में उन्हें आचार्यपद पर स्थापित कर दिया। आचार्यपद पर आसीन होने के बाद उन्होंने अपने शिष्यों के साथ उनके देशों मे विहार करते हुए जैन धर्म का खूब प्रचार प्रसार किया। उनकी विद्वता, आचारविचार आदि से प्रभावित होकर चतुर्विध श्रीसंघने विक्रम संवत् १५९९ में संखलपुर में बहुत बड़े महोत्सव का आयोजन कर उन्हे युगप्रधान के पद पर स्थापित किया । युगप्रधान आचार्यदेव ने अनेक प्रकरण ग्रन्थों की रचना करके श्रुत-शास्त्र की अभिवृद्धि की। शुद्ध धर्म की प्रवृत्ति हेतु जगह-जगह धर्मचर्चा करके अनेक भव्यात्माओ को जैन धर्म की धारा में जोड़कर सन्मार्ग पर स्थित किया। उन्होंने अपने जीवन में जिन शासन के उन्नयन के लिए अनेक छोटे-बडे कार्य करके खूब शासन प्रभावना की । सिद्धपुर के पास उणावा गाँव के सोनी वणिकों को धर्मोपदेश देकर जैनधर्मी बनाया। जोधपुर के आसपास रहनेवाले अनेक मुणोत गोत्रीय राजपूतों को मांसमदिरा का त्याग करवाकर मुणोत गोत्रीय ओसवाल श्रावक बनाया । राजपूतों में से ओसवाल श्रावक बनानेवाले आचर्यों में इनके बाद कोड़' समर्थ आचार्य हुआ हो एसी कोई एतिहासिक जानकारी नहीं मिलती है। अनेक गाँवो के श्रावक जो माहेश्वरी हो गए थे उन्हे प्रतिबोधित कर पुनः श्रावकधर्मी बनाया। मारवाड के राजा रावगंगाजी एवं युवराज मालदेवजी को प्रतिबोधित कर जैन धर्म अंगीकृत करवाया इस प्रकार अनेक उदाहरण है, जो उनकी प्रतिभा एवं प्रभावकता को सिद्ध करते है। आचार्य श्री पार्श्वचंद्रसूरिजी द्वारा रचित प्रकरण ग्रन्थों में निम्नलिखित प्रमुख ग्रन्थ है जो आज भी उनके पांडित्य का परिचय देते है। उन्होने आगम सिद्धांत में से तत्त्वों का संग्रहण करके संस्कृत प्राकृत भाषा से अनजान जनसाधारण की भाषा गुजराती में रचना करके साधारण ज्ञानवालों के लिए जैन तत्त्वों को सरल एवं सुलभ बनाया है, ताकि वे भी आगमों के सूत्रों के परमार्थ को समझकर अपना आत्महित ૧૨૮ Page #66 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwnारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww कल सकें । उनके द्वारा रचित सभी प्रकरण ग्रन्थ स्वाध्याय करने योग्य हैं। उन प्रकरण ग्रन्थों का संक्षिप्त परिचय निम्न प्रकार है। संवेद बत्रीशी की रचना किसी खास निमित्त से शाह शिवराज मोहन नामक श्रावक को उद्देश्य करके उसे प्रतिबोधित करने हेतु की गई है। इसका उल्लेख स्वयं आचार्यश्रीजी ने उसी स्वाध्याय के ३०वीं गाथा में कि है। इस ग्रन्थ में वस्तु के स्वरुप का वर्णन बडी ही सरलतापूर्वक उदाहरण के साथ किया गया है, जिसे पढने से हृदय में आहलादकता उत्पन्न होती है। श्राद्धमनोरथ माला में आचार्यश्रीजी ने श्रावकों को किस-किस प्रकार के मनोरथ-विचार करने चाहिए और कौन-कौन से नहीं करने चाहिए इसका वर्णन आगमानसुरा बहुत ही सुंदर ढंग से किया है। संक्षेप आराधना में पूज्यश्रीजी ने अपने जीवन को सुखी करने हेतु अपने ऊपर लगे हुए दोष के लिए सर्व जीवों से क्षमा मांगना, पापस्थानकों का त्याग करना, चार शरण ग्रहण करना, सुकृत की अनुमोदना करनी और दुष्कृत की निंदा करनी आदि का आगमों के आधार पर संक्षिप्त व सुन्दर वर्णन किया है। ओगणत्रीशी भावना में अनेक प्रकार के उत्तम भावनाओं तथा हितशिक्षा का वर्णन किया गया है। आत्मशिक्षा स्वाध्याय में अन्दर के शत्रुओं को दूर करने हेतु अनेक दृष्टांतों के साथ उपायों का अत्यन्त मनोहर पद्धति से वर्णन किया है। आत्मशिक्षा स्वाध्याय संयम मार्ग के धारक संयमी काम मन यदि संयम से बहार निकल जाए तो किस प्रकार फिर से संयम में लाकर स्थिर करना, इस हेतु आगमों से अनेक उदाहरणों को प्रस्तुत करते हुए बहुत ही सुन्दर वर्णन किया है। सामायिक दोष परिहार स्वाध्याय में श्रावक को अपने कल्याण हेतु समताभाव रुप सामायिक करते हुए ३२ दोषों का त्याग करना चाहिए, ये ३२ दोष किस प्रकार लगते हैं, किस प्रकार का आचरण करने से दोष नहीं लगेंगे, ये दोष कौन-कौन से हैं आदि के संबंध में आचार्यश्रीजी ने आगमों में वर्णित सिद्धांतों के आधार पर संक्षिप्त रुप से सरलतापूर्वक बहुत ही सुन्दर वर्णन किया है। चारित्रमनोरथ माला में चारित्र ग्रहण करने से संबंधित विषयों का वर्णन किया गया है। उत्तम पुरुषों द्वारा जिस प्रकार चारित्र का पालन किया गया है उसी प्रकार पालन करना, जीवन में चारित्र का प्राप्त होना किस प्रकार बहुत दुर्लभ हे, कर्मों - ૧૨૯ wwwwwwwभारतीय संस्कृतिमा गुरुमहिमाw ww को नष्ट करने एवं मोक्ष की प्राप्ति में चारित्र की कितनी महत्ता है इस सभी बातों का वर्णन किया गया है। लघु आराधना स्वाध्याय में देव, गुरु और धर्म का संक्षिप्त स्वरुप बताया गया है। चार मंगल, चार उत्तम और चार शरण बताए गए हैं। चार प्रकार के मिथ्यात्व छोडने, अठारह पापस्थानकों का त्याग, मनुष्य जन्मादि की दुर्लभता, शरीर के प्रति ममता का त्याग, दुष्कृत्य की निंदा आदि का सुन्दर विवेचन किया गया है। आठमद परिहार स्वाध्याय में जातिमद, कुलमद, रुपमद, बलमद, श्रुतमद, तपमद, लाभमद और लक्ष्मीमद इन आटों मदों के स्वरुप तथा उनके त्याग करने के उपाय बताए गए हैं। गौतमस्वामी लघुरास में श्री गौतमस्वामी के गुणों और उनकी महिमा का अपूर्व वर्णन किया गया है। शीलदीपिका स्वाध्याय में ब्रह्मचर्य पालन करने हेतु योग्य सावधानियों के संबंध में समझाया गया है। उनका जीवन धन्य है जो अपने कुल को पवित्र करते हुए शील मर्यादा का पालन करते हैं, संसार में कीर्ति का विस्तार करते हैं। अनेक दृष्टांतों का आधार लेकर इसका वर्णन किया गया है। चेतना रानी स्वाध्याय में चेतना रानी द्वारा अपने चेतन राजा को दिए गए हितशिया एवं सम्यक्त्व गुणों का वर्णन किया गया है। आचारांगसूत्र बालावबोध, सूत्रकृतांगसूत्र बालावबोध, तंदुलवैचारिक प्रकरण बालावबोध, दशवैकालिक सूत्र, बालावबोध, प्रश्नव्याकरण सूत्र बालावबोध, नवबाड स्वाध्याय, जिनप्रतिमा स्थापना रास, वस्तुपाल तेजपाल रास, शत्रुजयतीर्थ रास, स्तवन चौबीसी आदि अनेक ग्रंथ आज भी उपलब्ध है, जो पूज्य आचार्य श्री पार्शचंद्रसूरिजी के पांडित्य एवं संस्कृत-प्राकृत भाषा के साथ देशी भाषा पर भी एकाधिकार को प्रदर्शित करते हैं। गुरु छत्रीशी (गुरुतत्त्व विचार स्वाध्याय) का सार-संक्षेप युगप्रधान आचार्य श्री पार्श्वचंद्रसूरिजी म.सा. ने गुरु की महिमा का वर्णन करते हुए गुरु छत्रीशी (गुरुतत्त्व बिचार स्वाध्याय) की रचना की है। मारुगुर्जर भाषा में निबद्ध इस कृति में पूज्य आचार्यश्रीजी ने कुगुरु एवं सुगुरु का वर्णन अनेक उदाहरणों के साथ किया है, जो भव्यात्माओं के लिए आज भी प्रासंगिक है। कृति का प्रारम्भ करते हुए उन्होंने तीर्थंकरों की स्तुति की है, जिसमें उन्होंने कहा है कि 130 Page #67 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwभारतीय संस्कृतिमा महिभाwwwwww मैं प्रतिदिन प्रात:काल इनको वन्दन करता हैं। तीर्थंकरों की वन्दना के पशात् सीमंधरस्वामी आदि बीस बिहरमान तीर्थंकरों, केवली भगवन्तों एवं साधु भगवन्तों की वन्दना की है। वन्दना के पश्चात् आचार्यश्री कहते हैं कि में परमात्मा के चरणकमल में भ्रमर की तरह आसक्त हूँ, फिर भी इस दुषमकाल में कर्मयोग के कारण इस भरतक्षेत्र में उत्पन्न हुआ हूँ, जहाँ अनेक मतों-पंथों को देखकर मैं अनेक संशयों से घीर गया हूँ । मेरे इज्ञ संशयों को दूर करनेवाले एकमात्र अरिहंत परमात्मा ही हैं, परन्तु इस समय उनके नहीं रहने के कारण असंयमियों की पूजा ही विस्तार को प्राप्त हो रही है। श्रमण भगवान महावीरस्वामी के मोक्ष में जाने के सात सौ वर्ष बाद जैन धर्म के मौलिक तत्त्वों-आगमों को जाननेवालों की संख्या कम हो गई है। कितनों ने अनेक कल्पित ग्रन्थों की रचना की है तथा सूत्रसिद्धांत एवं प्रकरण ग्रन्थ एक समान ही हैं, ऐसा माननेवाले अधिक हो गए। सूत्रसिद्धांत को अलग रखकर प्रकरण ग्रन्थों की व्याख्या होने लगी है। व्यवहार रुप से देव, गुरु और धर्म का उपदेश करने लगे और भोले-भाले लोग सरल स्वभाव के कारण उनके उपदेशों को ग्रहण करने लगे। एक स्थान पर ८४ आचार्य हुए और उनमें से ८४ गच्छ प्रगट हुए। सब अपने-अपने अलग-अलग विचारधारा वाले हुए। सभी अपने-अपने संघो (साधु-साध्वी एवं श्रावक-श्राविका) का नेतृत्व करने लगे। इन विभिन्न गच्छों में श्री जिन शासन की खोज की जाए तो किस प्रकार की जाए? अर्थात् जहाँ आपस में प्रतिस्पर्धा हो वहाँ वास्तविक स्वरुप कैसे प्राप्त होगा। जन साधारण लोग भेड की तरह अन्धानुकारण करने लगे, जहाँ चमत्कार दिखा उसी ओर आकर्षित हो गए। कोई आचार्य ऐसा कहते हैं कि श्रीजिनवरदेव की एक प्रतिमा घर में रखकर पूजा करने से सुख की प्राप्ति नहीं होती है। कोई कहता है कि श्री मल्लिनाथ, श्री नेमिनाथ और श्री महावीरस्वामी के दर्शन करने से परमानन्द की प्राप्ति होती है। तो कोई कहता है कि इन तीनों तीर्थंकरों की प्रतिमा घर में नहीं लानी चाहिए। कोई कहते हैं कि जिनेन्द्रदेव की प्रतिमा की पूजाय स्त्री न करे, किन्तु महासतीजी द्रौपदी ने जिनवर प्रतिमा की पूजा की थी, ऐसा आगम में वर्णित है। कोई कहता है कि अमुक भगवान की पूजा करने से लाभ प्राप्त होता है तो अमुक भगवान की पूजा करने से हानि होती है। प्रवचन में तो कहते हैं कि जिन प्रतिमा की पूजा करनी चाहिए, फिर वे कैसे कहते हैं कि अमुक भगवान की प्रतिमा की नहीं करनी चाहिए। १३१ wwwwwwwwwमारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwww ऐसा कहने से तो दो विरोधी बातें ही सामने आएगी जैसे कि कोई कहे कि यह मेरी माता है और बांझ है। इस प्रकार की परिस्थिति में हम कैसे सच्चे गुरु की पहचान करें? मेरा मन संशय से घीर गया है। अपने-अपने गुरुओं की स्तुति आदि करने लगे। कोई अपने गुरु के संबंध में कहता है कि मेरे गुरु मेघ बरसाते हैं, कोई कहता है कि मेरेगुरु के आशीर्वाद से रोगी रोगरहित हो जाता है, कोई कहता है कि मेरे गुरु अमुक भगवान की पूजा करते हैं, जिससे वे सबकी मनोकामना को पूर्ण करते हैं, कोई चामुंडादेवी की आराधना में लीन है तो कोई नदी में प्रवेशकर देव की साधना कर रहा है और बलिबाकुला अर्पित करके देव को आपने वश में कर रहा है। ऐषे हिंसक साधुओं को भी लोगअपना गुरु मान रहे हैं। कोई कहता है कि मैंने बिजली को बांध लिया है, अमुक आचार्य ने अमावस्या की रात्रि में चाँद दिखाया है, अमुक आचार्य बरगद के वृक्ष को अपने स्थान से उखाड कर अपने साथ चलाते हैं और जहाँ चाहते हैं वहाँ रख देते हैं। कोई कहता है कि उन्हें जिनेश्वरदेव ने स्वयं अपने हाथों से आशीर्वाद दिया है। पांचवें आरा में पाखंडियों की बोलबाला होगी, मंत्राक्षर, चमत्कार करनेवाले, मुद्रा, योगचूर्ण आदि को धारण करनेवाले, अपने मन में उत्पन्न भावों के अनुसार काव्य की रचना करनेवाले, अपनी साधुता की मर्यादा का ध्यान नहीं रखनेवाले, संसारी जीवों को ठगनेवाले होंगे। कोई-कोई साधु ही संसार का नाश कर मोक्षमार्ग के गामी होंगे। किसी श्रावक के मन में साधर्मी भाईओं को भोजन करवाने हेतु बहुत चिंता थी कि किस प्रकार व्यवस्था की चाए तब अमक धर्माचार्य ने मंत्र के बल से बहत सा घी मंगवा दिया। उनके इस चमत्कार के कारण उन्हें सच्चे गुरु के रुप में स्वीकार कर लिया। राग और द्वेष के लिए मंत्र-तंत्र, जडी-बूटी, विद्या, चूर्ण, चमत्कारिक वस्तुओं आदि के प्रयोग करनेवाले प्रमाद करने लगे। इतना करते हुए भी इसे गलत नहीं माननेवाले और मृत्यु के पहले आलोचना नहीं करने से वे साधुधर्म के विराधक होते हैं। कितने उदाहरण दिए जाएं, चारों ओर तो असंयमियों की ही बोलबाला दिख रही है। उन्हीं की पूजा हो रही है। ऐसी स्थिति में कोई भव्यात्मा जिनशासन के मार्ग को किस प्रकार प्राप्त कर सकता है? इस काल में तो गुरु मिलना भी दुर्लभ है, तो साधु-मुनिराजों का समागम कहाँ से सुलभ होगा? २१ हजार वर्ष तक जगत के नाथ का तीर्थ इस पांचवें आरा में भी जगमगता ૧૩૨ Page #68 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwलारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww wwwwwwwwwnारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww रहेगा, और जो यह तीर्थ है वह प्रवचन अर्थात सिद्धांत द्वादशांगी के आधार पर रही है। उस सिद्धांत के अनुसार गुरु और सुसाधु का लक्षण निम्न प्रकार बताया गया है। शुद्ध निर्दोष वाणी बोले, उत्तम मार्ग का उपदेश दे, उत्तम आचार का पालन करे उसे गुरु मानना चाहिए। जो उत्तम आचार का पालन करे किन्तु सत्य नहीं बोले तो उसमें सम्यकत्व नहीं होता है और सम्यकत्व के बिना चारित्र किस काम का ? आगमवाणी का सच्चा उपदेश करने वाले वक्ता में दर्शन अर्थात् सम्यकत्व गुण नियम से होता है और चारित्र गुण भी होता है। गणधर, प्रत्येक बुद्ध, श्रुतकेवली एवं दशपूर्वधारियों द्वारा रचित शास्त्र ही सूत्र कहलाता है। जो प्रकरण ग्रन्थ सूत्र के साथ मेल खाते हों अर्थात् आगम के विरुद्ध न हों वे ही प्रकरण आगम के समान है, ऐसा जानना चाहिए। श्री जिनेश्वरदेव द्वारा कथित हो वही सत्य है, शंकारहित है, ऐसा जानना चाहिए। श्री जिनेश्वर परमात्मा द्वारा कथित पदार्थ भेदो को मैं पुर्णरुप से कैसे समझ सकता हूँ? क्योंकि में तो अल्पज्ञ हूँ। इसलिए सारभूत जो है वही करता हूँ। जिसजिस कार्य में हिंसा हो उसका उपदेश नहीं दिया जा सकता है। जो उपदेश आगम के अनुसार निर्दिष्ट है, पापरहित है, उसीको मानना चाहिए। धर्म, अर्थ एवं काम के लिए जिन वचन में लेशमात्र भी हिंसा का स्थान नहीं है। इसके लिए आचारांगसूत्र के चौथे अध्ययन धर्ममूल समक्ति अधिकार में श्री जिनेश्वरदेव ने बताया है। तो हे चतुर पुरुष देख लेना और विचार लेना। श्री जिनेश्वरदेव छ'काय जीवों का हित करनेवाले हैं, जगत के समस्त जीवों को अभयदान देनेवाले हैं, समस्त त्रस जीवों को सुख प्रिय है और दुःख अप्रिय है। ऐसा जानकर किसी भी जीव की हिंसा नहीं करनी चाहिए। ऐसी मधुरवाणी श्री जिनेश्वरदेवकी है, इस वाणङ केअनुसार जो उपदेश करे, उसका उपदेश सत्य है । हे भव्य जीव, इस प्रकार तुम निश्शयपूर्वक विचार करो। इस प्रकार उपर बताए हुए श्री जिनेश्वरदेव के वचन जो साधु भव्य जीवों के समक्ष कहे वही सच्चा गुरु है। ऐसे गुरु महाराज का हृदय में नामस्मरण करके पार्श्वचंद्रसूरि उनको प्रणाम करते हैं। यह गुरुतत्त्व विचार स्वाध्याय बृहत्यागच्छाधिराज युगप्रधान श्री पार्श्वचंद्रसूरिजी महाराज द्वारा रचित है। जिसमें कुगुरु एवं सुगुरु की व्याख्या बहुत सुन्दर ढंग से की गई है। पूज्य आचार्यश्री द्वारा प्रतिपादित सुगुरु का परिचय आज भी पूर्णरुपेण प्रासंगिक है। : શ્રી કમલસુંદÍણિ લિખિત વિજ્ઞપ્તિપત્રમાં ગુરુમહિમાનું આલેખન -डॉ. अभयला होशी (ડૉ. અભયભાઈ મુંબઈ યુનિ.ના ગુજરાતી વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર છે. તેમની થિસિસનો ‘ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય વિદ્વતાપૂર્ણ ગ્રંથ પ્રગટ થયો છે. વ્યાખ્યાનમાળા અને સેમિનાર્સમાં સફળ પ્રવચનો આપે છે) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક સાહિત્યપ્રકારો વ્યાપક બન્યા હતા. આ સાહિત્યપ્રકારોમાંના કેટલાક પ્રકારો તાત્કાલીન રીતિરિવાજો, વિધિવિધાન તેમ જ વિવિધ આવશ્યક ક્રિયાઓની પૂર્તિ માટે યોજાયા હતા. આવા પ્રકારોમાં એક પ્રકાર વિજ્ઞમિપત્રનો છે. પોતાના આરાધ્ય પૂજ્ય ગુરુભગવંતોને પોતાનાં નગરગામમાં ચાતુર્માસાર્થે પધારવાની ભાવભરી વિનંતી - વિજ્ઞમિ કરતો પત્ર એટલે વિજ્ઞમિપત્ર. આવા વિજ્ઞમિપત્રો મોટે ભાગે લાંબા કપડાના પટ પર લખવામાં આવતા. તેની આજુબાજુમાં સુંદર ચિત્રણ કરવામાં આવતું. આ વિજ્ઞમિપત્રનાં ચિત્રો આપણી લઘુચિત્રકળા જૈન ફૌલીની ચિત્રકળાનાં ઉત્તમ ઉદાહરણો છે. આ વિજ્ઞમિપત્રમાં ગુરભગવંત જ્યાં બિરાજમાન છે, તે નગર તેમ જ પત્રલેખકના નગરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવતું. આ વર્ણન આપણને અનેક ઐતિહાસિક, સામાજિક વિગતો ઉપલબ્ધ કરી આપે છે. આવા અનેક વિજ્ઞમિપત્રો પ્રકાશિત થયા છે. આ દિશામાં એક વ્યાપક કાર્ય કરવા માટે જૈન સાહિત્યના સંશોધક અને પરમવિદ્વાન આચાર્યદેવશ્રી વિજય શીલચંદ્રસૂરિશ્વરજી મહારાજે અનુસંધાન' સામાયિકના ત્રણ અંકોને વિજ્ઞમિપત્ર વિશેષાંકરૂપે પ્રકાશિત કર્યા છે અને હજી એક અંક ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ વિજ્ઞમિપત્ર-વિશેષાંક ખંડ-૩માં એક વિજ્ઞમિપત્ર ખરતરગચ્છીય આચાર્ય જિનચંદ્રસૂરિ જેઓ લખન (લક્ષમણપુરી) ચાતુર્માસ, બિરાજમાન છે, તેમના પ્રતિ જયપુર નગરથી કમલસુંદરગણિએ મોકલાવેલ છે, તે પ્રકાશિત થયેલ છે. આ १३४ 133 Page #69 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વિજ્ઞમિપત્રનું સંપાદન વિનયસાગરજીએ કર્યું છે. કવિ પરિચય : આ પત્રના લેખક કવિ કમલસંદરગણિ ખરતરગચ્છની જિનરંગશાખાના છઠ્ઠા આચાર્ય જિનચંદ્રસૂરિના સમયમાં થયા છે. તેમનો સમય અંદાજે અઢારમી સદીનો અંતભાગ કહી શકાય. તેઓ લાવણ્યકમલ વાચકના શિષ્ય હતા. તેઓ આ પત્રલેખન સમયે રાજસ્થાનના જયપુરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પત્રમાં સંસ્કૃત, હિન્દી, રાજસ્થાની, ગુજરાતી આદિ અનેક ભાષાઓ એકસરખા સામર્થ્યથી પ્રયોજી છે, જે કવિનું બાહુભાષાપ્રભુત્વ દર્શાવે છે. કવિની ચારણી શૈલી પર પણ પકડ ઉત્તમ છે. કવિનો વિશેષ પરિચય ઉપલબ્ધ થતો નથી. કવિએ લખેલો પત્ર તો ઘણો વિસ્તૃત છે, પરંતુ તેની વચ્ચે મુકાયેલા દુહાઓમાં ગુરુમહિમા તેમ જ ગુરુ પ્રત્યેનો ભાવ છલકે છે. તો સાથે જ ત્રિભંગી નામક ચારણી છંદમાં પણ ગુરુ પ્રત્યેના આદરભાવની સુંદર અભિવ્યક્તિ થઈ છે, તે આપણે આ લેખના માધ્યમથી જોઈએ, ‘તુમ ગુણ રયાવર ભરયો, લેહર જ્ઞાન લીયંત'. પાર ન કો પાવૈ નહીં, અતિશય ધીર અનંત. ૧. જ્ઞાનાદિક મોટા રાયણ, અંતરંગ ભાસંત, ચારૂ દિસ ચારિત્ર સજલ, પસરયો પૂરણપંત ૨. ગયણાંગણ કાગદ કરું, લેખણ કરું વનરાય, સાત સમુદ્ર સ્યાહી કરું, તો હી ગુરુ ગુણ લખ્યા ન જાય. ૩. અમહ હીયડું દામિન કુલી, ભરિયા તુમ ગુણેણ, અવગુણ ઈક ન સાંભલે, વિચારજે જેણ. ૪. હીડા તે કિમ વીસરે, જે સહગુરુ સુવિચાર, દિન દિન પ્રતિ તે સાંભરે, જિમ કોયલ સહકાર. ૫. વીસાયં નવિ વીસરે, સમર્યા ચિત્ત ન માંય, તે ગુરુજી કિમ વીસરે, જે વિણ ઘડી ન જાય. ૬. ગિરુઆ સહેજે ગુણ કરે, કંત મ કારણ જાણ, તરુ સીચ સરવર ભરે, મેઘ ન માગે દાણ. ૭. હે ગુરુદેવ ! આપના ગુણોનો રત્નાકરસમુદ્ર ભર્યો છે. જેમ સમુદ્રનો કોઈ પાર પામી શકતું નથી, તેમ આપના ગુણોનો પાર પામવો કઠિન છે. આપ સમુદ્ર જેવા જ ૧૩૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અતિશય ગંભીર અને અનંત છો. આપશ્રીનાં જ્ઞાનાદિક મોટાં રત્નો આપની અંદર - અંતરંગમાં શોભે છે. ચારેદિશામાં ચારિત્રરૂપી જળ ફેલાયેલું છે અને એનાથી આપ પૂર્ણ શોભી રહ્યા છો. હવે કવિ ત્રીજા દુહામાં લોકપ્રસિદ્ધ વાત કરે છે. હે ગુરુદેવ, આપના મહિમાનું વર્ણન કરવા માટે આકાશને કાગળ કરું સમગ્ર વનસ્પતિને લેખન કર્યું અને સાત સમુદ્રને શાહી કરું તોપણ ગરુદેવ! તમારા ગુણો લખ્યા જાય એમ નથી. અમારું હૃદય દામિન (મોટો કોથળો) છે, જે તમારા ગુણોથી ભરેલું છે. મને તમારા એક પણ અવગુણ યાદ આવતા નથી, જેથી હે ગુરુજી, આપનું સ્મરણ ભુલાતું નથી. હું હૃદય સદ્ગરને કેવી રીતે ભૂલી શકાય? દિવસ-દિવસ સંભારીએ છીએ જેમ કોયલ આંબાને સંભારે છે. તમને ભૂલવાનો પ્રયત્ન કરું તો આપ ભુલાતા નથી. વળી, સ્મરણ કરું તો ચિત્તમાં સમાતા નથી. તે ગરુ કેવી રીતે વીસરે કે જે વિના ઘડી પણ જતી નથી. સાતમા દુહામાં તો કવિએ કાવ્યદૃષ્ટિએ અભુત કમાલ કરી છે; મોટા પુરષ આપમેળે જ ગુણ કરે છે. હે પ્રિયજન ! તેઓ એ માટે કારણ શોધતા નથી. મેઘરાજા વરસી વરસીને વૃક્ષોને નવપલ્લવિત કરે છે અને જળાશયોને છલકાવે છે, તો તેને માટે કાંઈ દાણ/વળતર થોડું જ લે છે?" આ દુહાઓ બાદ જે ત્રિભંગી છંદમાં ગુરુગુણવર્ણન કર્યું છે, તે છંદ તેમ જ વર્ણનની દષ્ટિએ પણ લાક્ષણિક છે. એમાંની કેટલીક કડીઓ જોઈએ, અતિનિરમલ અંગે ગંગ તરંગે કિરિયારંગે સત્સંગ, અહનિસિ ઉછરંગ વજત મૃદંગ ગ્યાન સુધાં ચિત્તગંગ, સાહિબ સિરદાર દિલદાતાર પસરી કારતિ દિપાર્જ સૂરિ સિરતાજે અતિનિર્મળ ગંગાના તરંગ જેવા ઉજ્જવલ અંગવાળા, આદર-ઉત્સાહપૂર્વક ક્રિયાના રંગવાળા, સત્સંગમાં લીન, રાત-દિવસ જ્યાં જ્ઞાનરૂપી મૃદંગ ઉત્સાહપૂજી રહ્યા છે એવા મુનિઓમાં અગ્રગણ્ય - સાહેબ સરદાર, હૃદયથી દાતાર છે અને જેમની કીર્તિ સમુદ્રના કિનારા સુધી ફેલાયેલી છે. પરિહર છલપાસ કરત વિકાશ સંજમ મારગ અભ્યાસ માધુર મૃદુ હાસં ચંદ ઉજાસ નીતનિવાસ સ્થાવાસ ૧૩૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કીરત કૈલાસ ખૂબી ખાસ હીય ઉલાસ સુખસાજું સૂરિ સિરતાજું. તેઓ છળ (માયા)ના પાસને પરિહરે છે, સંયમમાર્ગનો અભ્યાસ કરી આત્માનો વિકાસ કરી રહ્યા છે, મધુર-મૃદુહાસવાળા ચંદ્ર જેવા પ્રકાશમાન, નિત્ય સ્વસ્વભાવમાં સ્થિર, જેમની કીર્તિ કૈલાસ જેવી ઊંચી છે, અનેક વિશેષતાઓથી ભરેલા, હૃદયમાં ઉલ્લાસવાળા અને નિરંતર (સંયમ) સુખથી સજેલા છે. ગુરુઆ ઉત્કૃષ્ટ સુખને અનુભવે છે એનું કારણ ગુરુને સંસારસુખની અપેક્ષા નથી. તેઓ નિરંતર પોતાનાં જ્ઞાનવૈરાગ્ય અને આગમ પાઠનમાં ડૂબેલા છે, એ વાત કરતાં કવિ કહે છે, ભજ હું વૈરાગં નોબત આગે ભવભય જાગ બડભાગ આગમ અથાગ દોષ ન દાગં લાલચ હૈદા વિ લગ્ગ સાહિબ સોભાગં માલિમ માર્ગ કોટિ સુધારત જનકાજં૦ સૂરિ સિરતાજું. આ ગુરુ આગળ વૈરાગ્યની નોબત સદા વાગી રહી છે. તેઓ મોટા ભાગ્યવાળા છે, તેઓનો ભવભય જાગૃત છે. અથાગ આગમના અધ્યયનમાં ડૂબેલા છે. વળી દોષરૂપી દાગ ન લાગે એ અંગે તેઓ જાગૃત છે. તેઓને લાલચ (હૃદયમાં સ્પર્શ કરતી નથી, તેઓ સૌભાગ્યવંત સાહેબ છે અને ક્રોડો લોકોનાં કાર્ય સહજમાં સુધારે છે. આવા ગુરુના રૂપવર્ણન આદિ કર્યા બાદ અંતમાં ગુરુગુણોનો સંક્ષેપમાં એકસાથે પરિચય આપતાં કહે છે; દે આદર માનં દેત સુદાનં પૂરનબ્રહ્મ હી પહિચાન કરિયા કમઠાનું અખય ખજાનં રૂપનિધાનં નહિ છાનં દાનતાને ધર્મધ્યાન પંડિત ગુન પેરંદાજી, સૂરિ શિરતાજી તેઓ સર્વેને ઉચિત આદર દેનારા છે, ધર્મોપદેશરૂપ સુદાન દેનારા છે. વળી, તેમની પૂર્ણબ્રહ્મ એવી ઓળખાણ છે. ક્રિયામાં સદા તત્પર (કમઠાણ ?). વળી ગુણોના અક્ષય ખજાનાવાળા છે. તેઓ અત્યંત રૂપવંત છે, આ વાત છાની નથી. નિરંતર જ્ઞાન પીનારા અને ધર્મધ્યાનમાં તત્પર છે. તેમના ગુણોનો પંડિત જ અંદાજ લગાવી શકે. આમ, કવિએ ત્રિભંગી જેવા ચારણી છંદમાં અત્યંત સામર્થ્યપૂર્વક ગુરુગુણવર્ણન અંકિત કર્યું છે. કવિનો છંદ પરનો કાબૂ અત્યંત પ્રશંસનીય છે. કવિના આ પ્રભુત્વ ૧૩૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અંગે સમગ્ર અંકના સંપાદક શીલચંદ્રસૂરિ પણ નોંધે છે, ‘“ત્રિભંગી છંદમાં થયેલ ગુરુવર્ણન વાંચતાં બારોટો દ્વારા ગવાતાં શક્તિમાતાના છંદોનું સ્મરણ અવશ્ય થાય. અને એ પત્રો વાંચતાં એવો પણ પાકો વહેમ પડે કે પત્રકર્તા મૂળે ચારણ બારોટ હશે કે શું? તે વિના આવું પ્રભુત્વ ઓછું સંભવે.' આ વિસ્તૃત પત્રમાં સંસ્કૃત-ગુજરાતી શ્ર્લોકો તેમ જ ગદ્ય લખાણોમાં વિ કમલસુંદરે અનેક સુંદર કાવ્યાત્મક બિંદુઓ સાઁ છે, જે આ પત્રની વિશેષતા છે. એ સાથે જ વિજ્ઞપ્તિપત્રમાં ગુરુનો મહિમા કરવાની સાથે જ ગુરુ કેવા ગુણોના ભંડાર હોવા જોઈએ, એ વાત પણ વિવિધ રીતે આ શ્લોકમાં આલેખી છે. બીજા ત્રિભંગી છંદમાં જ કવિ કહે છે તેઓ ક્રિયામાં સદા ઉજમાળ રહે છે. વળી, ધ્યાનના મૃદંગ સદા વાગે છે. વળી, અન્ય સ્થળે પણ કહે છે, તેઓ પાંચ ઇન્દ્રિયોને જીતનારા, કામને દૂર કરનારા, ચાર કષાયને ચક્રથી ચૂરનારા હોય છે. તેઓ શીલરૂપી બખ્તરને ધારણ કરનારા અને મોહરાજાના સંગ્રામમાં ચતુરાઈથી લડાઈ લડનારા હોય છે. તેઓ ક્ષમારૂપી ખડગ ધારણ કરીને ક્ષત્રિયની જેમ લડાઈ લડનારા, વળી શત્રુરૂપી આઠ કર્મોને ઊખેડી નાખનારા હોય છે. આમ, સમગ્ર પત્રમાં ગુરુનો મહિમા, ગુરુદર્શનની અભિલાષા, વાસ્તવિક સદ્ગુરુનું સ્વરૂપ આદિ વાતો ખૂબ સુંદર રીતે ગુંથાઈને આવે છે. આ પત્ર આપણા વિપુલ મધ્યકાલીન સાહિત્યની સમૃદ્ધિનો પરિચય કરાવનારો બની રહે છે. સંદર્ભ : અનુસંધાન ૬૪ (વિજ્ઞમિપત્ર વિશેષાંક ખંડ-૩) સંપાદક - વિજયશીલચંદ્રસૂરિ પૃ. ૧૪૧ પ્ર. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ - અમદાવાદ. એ/૯, જાગૃતિ ફ્લેટસ, પાલડી. ૧૩૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... સ્વામીનારાયણ સંપ્રદાયના નિષ્કુળાનંદસ્વામીની ૨ચનામાં ગુરુભક્તિ -ડૉ. જે. એમ. ચંદ્રવાડિયા (‘સંતસાહિત્યના અભ્યાસુ ડૉ. ચંદ્રવાડિયા, યોગીજી મહારાજ મહાવિદ્યાલય ધારી (અમરેલી)ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ છે. અનેકવિધ સેમિનાર્સમાં વિદ્વત્તાપૂર્ણ પેપર પ્રસ્તુત કરે છે) નિષ્કુળાનંદ સ્વામીનો જીવનપરિચય રાગ અને ત્યાગ વચ્ચે ઝોલાં ખાતા વિશ્વમાં માત્ર સ્વામી સહજાનંદનો રાગ અને જગતનાં સર્વ સુખસંપત્તિ પ્રત્યેનો વૈરાગ્ય કેળવેલ એક સંતપુરુષ થઈ ગયા જેમનું નામ નિષ્કુળાનંદસ્વામી (પૂર્વાશ્રમનું નામ લાલજી) હતું. “આ લાલજીનો જન્મ જામગનર પાસે શેખપાટ ગામે સંવત ૧૮૨૨માં વસંતપંચમીના શુભ દિવસે પિતા રામભાઈ સુથાર તથા માતા અમૃતબાને ત્યાં થયેલો.” (૧) આ કુટુંબ કારીગર અને ખાનદાન હતું. ઘર સાધારણ હતું, પણ સંસ્કારથી નીતરતું હતું એટલે છીપમાં મોતી જન્મે એ સ્વાભાવિક છે. પિતા રામભાઈ ગુર્જર સુતાર હતા અને રામાનંદસ્વામીના ભક્ત હતા. એમને ત્યાં પુત્રજન્મ થયો હતો તેનું નામ કૃષ્ણના વહાલસોયા નામ ‘લાલજી' જેવું ‘લાલજી' રાખવામાં આવ્યું. લાલજી મોટો થતાં પિતાની કોઢ (દુકાન)માં સૂતારી કરવા લાગે છે ને કારીગર તરીકે પંકાય છે અને રામનું રટણ પણ કરે છે. આ લાલજીના હાથમાં સમય જતાં માળા અને ઝોળી હશે એ કોને ખબર હતી? તેમની કારીગરીને સ્વામીનારાયણ સંપ્રદાયનાં મંદિરો શોભતાં હશે એવા ભાવિના ભીતરના ભદ કોણ ખોલી શક્યું હતું? સુતારીકામ કરતાં આ પરિવાર પાસે દસ-બાર ભેંસો, ગાડું-બળદ અને ઘોડી પણ હતાં. આવા સમૃદ્ધ ઘરમાં મોટા થતાં લાલજીને પિતાએ યોગ્ય વય થતાં કંકુબાઈ સાથે પરણાવી દીધા અને ત્યાર પછી લાલજીને ઘરે સંવત ૧૮૫૬માં પ્રથમ અને સંવત ૧૮૫૯માં બીજા પુત્રનો જન્મ થયો. તેમના નામ અનુક્રમે માધવજી અને કાનજી રાખ્યા, પરંતુ પૂર્વજન્મના કોઈક કર્મ યુવાન લાલજીમાં વૈરાગ્યનાં લક્ષણો પ્રગટ થવા લાગ્યાં. કામમાંથી નવરાશ મળતી ત્યારે પ્રભુસ્મરણમાં મન પરોવતા. રાત્રે - ૧૩૯ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શેખપાટથી દૂર એક મહાદેવના મંદિરે જતાં. ત્યાં મૂળજી શમાં (પાછળથી ગુણાતીતાનંદસ્વામી તર્રીકે પ્રસિદ્ધ થયા) પણ આવતા. બન્ને આખી રાત ભગવદ્ સ્વરૂપોનું સ્મરણ કરતા અને મળસ્કે પોતપોતાના ઘરે જઈ કામે વળગી જતા. લાલજીનું કુટુંબ સ્નેહભીનું હતું. આવા વાતાવરણમાં લાલજીના યુવાન હૈયામાં લાકડું ઘડતાં ઘડતાં વૈરાગ્યનું ઘડતર પણ થતું જતું હતું. તેની ગણના એક ડાહ્યા અને નાની માણસ તરીકે થવા લાગી હતી. આમ છતાં લાલજીનું મન કોઈ વાતે સંસારમાં માનતું ન હતું. | લાલજીને બધું જ ત્યાગીને વૈરાગ્ય ધારણ કરવાની લગની લાગી હતી. ત્યારે તેઓ વિચારતા કે જો હું મારી ત્યાગભાવનાને વૈરાગ્યનો પાકો રંગ નહિ ચઢાવું તો ‘બાવાના બેય બગડશે; નહિ રહું સુતાર કે નહિ બનું સાધુ. અંતે લાંબા મનોમંથન બાદ તેમણે વૈરાગી બની પરમતત્ત્વને પામવાની મનમાં ગાંઠ બાંધી. આ માટે તેઓ વૈરાગ્યવાન સાધુની શોધમાં લાગ્યા. એ સમયે રામનંદસ્વામી એના શિષ્યમંડળ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી જનતાને ઉપદેશ આપતા હતા. એક દિવસ લાલજી અને મૂળજી શર્મા (ગુણાતીતાનંદસ્વામી) એમનાં દર્શને ગયા. ત્યારે રામાનંદસ્વામીએ બન્નેની સાત્વિક ભાવના જોઈ એમને ગુરુમંત્ર આપી વૈષ્ણવી કંઠી બાંધી, લાલજીએ સ્વામીને તેમની સેવામાં રાખવાની વિનંતી કરી, પણ સ્વામીએ કહ્યું ધીરજ રાખો, સમય આબે બોલાવી લઈશું. એમ કહી ઘરે પાછા વાળ્યા. ત્યાર બાદ રામાનંદસ્વામીના સ્વધામગમન બાદ લાલજી ભક્તના આમંત્રણથી સહજાનંદસ્વામી સંવત ૧૮૬૦ના વસંતપંચમીના શુભ દિવસે શેખપાટ લાલજી ભક્તના ઘરે પધારી ત્યાં વસંત મહોત્સવ ઊજવ્યો. ત્યાંથી સહજાનંદસ્વામીને કચ્છ તરફ જવું હતું, પણ કચ્છનો રસ્તો તેમનાથી અજાણ્યો હતો એટલે તેને ભોમિયાની જરૂર હતી, એ માટે લાલજી ભક્ત પોતે જ તેના ભોમિયા તરીકે જોડાયા છે. આ પ્રવાસ દરમિયાન સહજાનંદસ્વામી લાલજી ભક્તની વારંવાર કસોટી કરે છે, પણ વૈરાગ્યને વરેલા લાલજી ભક્ત ચલિત થયા નહિ. અણધાર્યું કરાવે અને અણચિંતવ્યું આપે એ જ દિવ્યપુરષ કહેવાય. આખરે આ ભક્તની મુમુક્ષતાની કસોટીથી પ્રસન્ન થઈ સહજાનંદસ્વામીએ એમની મૂછ અને ચોટલી કાતરી નાખી, જૂનાં લૂગડાં ઉતરાવી કૌપીન અને અલફી ધારણ કરાવી માથે ટોપી પહેરાવી તેનું રૂપ બદલાવ્યું. એમ કહેવાય છે કે “સંવત ૧૮૬૦ના મઘ સુદી પંચમીએ શેખપાટમાં વસંતોત્સવ કરી સહજાનંદસ્વામી અધોઈ પધાર્યા હતા અને ત્યાં જ કસોટીમાંથી પાર ઊતરેલા લાલજીને દીક્ષા આપી હતી. તેથી લાલજીનો દીક્ષા જન્મ પણ આ જ માસમાં છે એ નિશ્ચિત છે" (૧) લાલજીનું રૂપ બદલાયું. હવે નામ પણ બદલવું ૧૪૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । જોઈએ એટલે સહજાનંદસ્વામીએ તેમનું નામ નિષ્કુળાનંદસ્વામી પાડયું. ઘરે કોઈને કહેણ પણ મોકલ્યા વિના લાલજી કુળ ત્યજી નિષ્ફળ થયા. એમની કસોટી હજી અધૂરી હોય તેમ સહજાનંદસ્વામી એ એમને એમના સસરાને ત્યાં જ ઝોળી લઈ ભિક્ષા માગવા મોકલ્યા, નિષ્કુળાનંદસ્વામીએ પણ કરે છે. નિષ્કુળાનંદસ્વામીનો સાધુપણાનો અલૌકિક આનંદ આ સંપ્રદાયના સાધકોને સદાકાળ પ્રેરણા આપતો રહેશે. લાલજીએ આમ અંતરિયાળ ભેખ ધરી લીધો. બધું જ ત્યાગીને સહજાનંદસ્વામીની સેવામાં લાગી ગયા. થોડો સમય તેમનાં સગાં-સબંધીઓએ નિષ્કુળાનંદને ભેખ છોડાવી પુનઃસંસારમાં ખેંચવાના પ્રયાસ કર્યા, પણ તેઓ સફળ ન થયા. નિષ્કુળાનંદસ્વામી સહજાનંદસ્વામીથી ૧૫ વર્ષ મોટા હતા, છતાં તેમણે પોતાના જીવનકાળ સુધી દીક્ષાગુરુ સહજાનંદસ્વામીની પરમેશ્વરરૂપે આરાધના કરી અને સહજાનંદસ્વામીના અક્ષરધામગમન પછી પણ અઢાર વર્ષ સુધી તેમના જીવનસંદેશનો પોતાની વાણી અને વ્યવહાર દ્વારા પ્રચાર કર્યો. છેલ્લા સમયમાં તેઓ બીમાર પડચા. અંતે ૪૧ વર્ષ સુધી સંસારી અને આયુષ્યના ૪૧ વર્ષ સુધી વૈરાગીનું ભર્યુંભર્યું ૮૨ વર્ષનું જીવન જીવી નિષ્કુળાનંદસ્વામીએ સંવત ૧૯૦૪માં ધોલેરામાં દેહત્યાગ કર્યો. સ્વામીનારાયણ સંપ્રદાયમાં અષ્ટનંદ કવિઓમાં સ્થાન પામેલા વૈરાગ્યમૂર્તિ કવિ નિષ્કુળાનંદસ્વામીનાં સઘળાં સર્જનમાં શંકરાચાર્યના જગતમિથ્યાના માયાવાદનું જાણે આબેહદ્નબ પ્રતિબિંબ પડે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ઈશ્વરની ઉપાસનાના ત્રણ રાજમાર્ગો છે, તે ત્રણેયની સાચી સમજ તેમણે પદો, ભજનો, ધોળ અને અન્યકૃતિઓમાં વૈવિધ્યસભર રીતે આપી છે. નિષ્કુળાનંદની ભક્તિકવિતા માત્ર તેના સંપ્રદાયમાં જ નહિ, પણ સમગ્ર ગુજરાતી ભક્તિકવિતાની પરંપરામાં નોંધપાત્ર સ્થાન મેળવે તેવી સબળ અને સમર્થ છે. જગતની માયાજાળમાં સપડાયેલા અને સંકુચિતતાનો ભોગ બનેલા માનવમનમાં ધર્મિકતાની સાચી તેજરેખા પ્રગટાવવા મથતી તેમની કવિતા સાત્ત્વિકતાની દીવડીની જેમ પ્રકાશે છે. તીવ્ર વૈરાગ્યભાવનું પ્રગટીકરણ એ જ જાણે કે તેમની કવિતા છે. તે મનુષ્યને સન્માર્ગે ચઢાવી સત્યધર્મનો પરિચય કરાવી જાય છે. નિષ્કુળાનંદસ્વામીનો વૈરાગ્યભાવ અને પ્રભુપ્રીતિ પવિત્ર અને કલાત્મક વાણીના માધ્યમથી વ્યક્ત થાય છે. તેમની કાવ્યબાની વારેવારે વાચવી, વિચારવી અને આચારમાં ઉતારવી ગમે એવી છે. આ કવિએ અખાની જેમ અવરને તેમ જ સત્સંગીઓને પણ ઠીક સપાટામાં લીધા છે. આડંબર-દંભ પર તેમની અરુચિ અને આક્રોશ ઘણાં પદોમાં પ્રગટે છે. ૧૪૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા નિષ્કુળાનંદસ્વામીની કતિઓ: (૧) નિષ્કુળાનંદસ્વામીનાં પદો૧૪) અવતારચિંતામણિ (૨) યમદંડ (૩) મનગંજન (૪) સ્નેહગીતા (૫) અરજ વિનય (૬) ભક્તચિંતામણી (૭) ગુણગ્રાહક (૮) હરિવિચરણ (૯) વચનિધિ (૧૦) કલ્યાણ નિર્ણય (૧૧) ચોસઠ પદી (૧૨) પુરુષોતમ પ્રકાશ (૧૩) હરિસ્મૃતિ (૧૫) ધીરજાખ્યાન (૧૬) લગ્નશુકનાવલિ (૧૭) સારસિદ્ધિ ૧૪૨ (૧૮) હૃદયપ્રકાશ (૧૯) હરિબળગીતા (૨૦) પુષ્પચિંતામણિ (૨૧) ચિહ્નચિંતામણિ (૨૨) વૃત્તિવિવાહ (૨૩) શિક્ષાપત્રી ભાષા (૨૪) વ્રેહના બાર મહિના (૨૫) ભક્તિનિધિ ભારતવર્ષના સર્વધર્મો અને સંપ્રદાયો ‘ગુરુમુખી’ અને ગુરુને જ પરમદેવા માનવાવાળા છે. આપણે ત્યાં પરમતત્ત્વ કે પરમપદ પ્રાપ્ત કરવાનો માર્ગ ગુરુગમ્ય છે એમ સામાન્યતઃ સ્વીકારાયું છે. જેણે એ તત્ત્વ કે પદ પામ્યું છે-અનુભવ્યું છે તે બીજાને પ્રાપ્ત કરાવી શકે-કરવામાં મદદક કરી શકે એ સદ્ગુરુ છે. આવા પરમપદની પ્રાપ્તિમાં આગત્યનું સ્થાન ભોગવી શકે એ આપણી ગુરુપરંપરા છે. એ રીતે આપણાં બધા સંપ્રદાય એ ગુરુ સંપ્રદાય છે. આમ તો હિન્દુ ધર્મ પ્રમાણે આખું જગત ઈશ્વરે સર્જેલું છે, અણું અણું પ્રભુપ્રેરિત છે, પણ જે સ્થાનકમાં એનું સારામાં સારું દર્શન થાય એ સ્થાનક ગુરુમૂર્તિ છે. જગતમાં સૌથી વિકસતિ પ્રાણી મનુષ્ય છે એ ખરું હોય કે ન હોય, પણ મનુષ્યમાં વિકાસને શિખરે પહોંચેલો પુરુષ ગુરુ જ હોઈ શકે, આ રીતે ઈશ્વરભક્તિ માટે ગુરુ એ પરમ દૈવત છે એટલે જ આપણે ત્યાં સર્વ ધર્મો અને સંપ્રદાયોમાં ગુરુમહિમા ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી સ્વીકારાયો છે અને એટલે જ ગુરુમહિમા વ્યક્ત કરતાં પદો-ભજનો-કૃતિઓ પણ વ્યાપક પ્રમાણમાં સર્જાયાં છે. જૈનકવિઓ, કબીરપંથી કવિઓ, નાથપંથ, મહાપંથના સંતો, પરબ પરંપરાના સંતો, ગંગાસતી, તોરલદે અને અન્ય સંતકવિઓનાં સર્જનોમાં ગુરુમહિમા ભાવપૂર્વ’ક ગવાયો છે. જ Page #73 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સ્વામીનારાયણ સંપ્રદાય પણ આ રીતે મૂળ તો ગુરુ-સંપ્રદાય જ છે, પણ કિશોરલાલ મશરૂવાળા નોંધે છે કે : "પ્રત્યેક ગુર સંપ્રદાયમાં જે રીતે આદિગુરુ કે ભૂતકાળના અવતરાને અથવા બીજા દેવને ઇષ્ટ તરીકે સ્વીકારેલા જોવામાં આવે છે એમ જ ઇષ્ટદેવનો સંપ્રદાય બન્યો ત્યારથી દિક્ષાગુર હોવા છતાં, સહજાનંદ સ્વામીને જ સત્સંગીઓએ-સાધુઓએ ઇષ્ટદેવ સ્વીકાર્યા.' | (સ્વામીનારાયણ સંપ્રદાય-પૃ.-૧૦, કિશોરલાલ મશરૂવાળા) આ સંપ્રદાયના નિષ્કુળાનંદ, બ્રહ્માનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, દેવાનંદ આદિ નંદસંતોને સહજાનંદ સ્વીમાએ દીક્ષા આપી પોતાના શિષ્યમંડળમાં સ્થાન આપેલું, પણ આ સંતોએ સહજાનંદ સ્વામીને પોતાના દીક્ષાગુર હોવા છતાં કિશોરલાલ મશરૂવાળાએ કહ્યું તેમ તેને ઇષ્ટદેવ સ્વરૂપે જ નિહાળ્યા અને પોતે જે વિપુલ કાવ્યસર્જન કર્યું તેમાં સહજાનંદ સ્વામીનો ભગવાન સ્વરૂપે જ મહિમા ગાયો. નિષ્કુળાનંદ સ્વામી પોતાની ‘ચોસઠ પદી' નામની રચનામાં સંતના લક્ષણો જણાવી સાચા સંતનો સમાગમ કરવાનો બોધ આપે છે, તેમાં સહજાનંદ સ્વામીને સાચા સંત ગણાવી પ્રત્યક્ષ પ્રભુ ગણાવ્યા છે. આ રચનાની કેટલીક પંક્તિઓ જોઈશું તો આપણને એ વાતનો ખ્યાલ આવશે. એવા સંતતણી ઓળખાણ, કહુ સાંભળો પછી સોંપી તેને મન પ્રાણ, એ વળે તેમ વળો. ** એવા સંત મળે સ્વામી, ખામી કોયે ના રહી કહે નિષ્કુલાનંદ શિશ નામી, સાચી સહુને કહી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... સ્વરૂપ ગણાવે છે. માત્ર નિષ્કુળાનંદ સ્વામીને જ નહિ, પણ આ સંપ્રદાયના બધા જ નંદ સંતોએ દીક્ષાગુરુ સહજાનંદ સ્વામીની ભગવાન સ્વરૂપે જ આરાધના કરી એનો મહિમા ગાયો છે. ‘હરિબાળગીતા'માં પણ નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના ગુરુ સહજાનંદ સ્વામીને હરિરૂપે સ્વીકારી જીવનમાં તેનું જ બળ રાખવાનો બોધ આપ્યો છે. નિકુળાનંદસ્વામી રચિત હરિબળગીતા' નિષ્કુળાનંદસ્વામી રચિત “હરિબળગીતા' એ ૪૪ કડવા અને ૧૧ પદના કુલ મળીને ૪૦૦ ચરણમાં લખાયેલી છે. આ કૃતિને વિષયસામગ્રીની દષ્ટિએ કે સાહિત્યિક દષ્ટિએ તપાસીએ છીએ ત્યારે ખયાલ આવે છે કે આ કૃતિ સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના ઈષ્ટ આરાધ્ય સહજાનંદસ્વામીની ભાવના વ્યક્ત કરતી રચના છે, જે મધ્યકાલીન ભક્તિકવિતાની પરંપરા જ અનુસરે છે. જે તફાવત પડે છે તે નિષ્કુળાનંદસ્વામીની કાવ્યકલાનો જ છે. અહીં કવિએ અન્ય સર્વ સાધનો કરતાં પ્રભુનાં આશ્રય અને ઐશ્વર્યનું શ્રેષ્ઠત્વ સમજાવ્યું છે. પ્રથમ કડવામાં જ તેઓ આ રીતે - નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે, દુષ્કૃત જેહ દેહધારીનાં, તેહ પાપના પુંજ પળે, પુરુષોત્તમ પ્રગટનું, નામ નિર્ભય નિસાણ, જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ. (કડવું-૧). એમ કહી અજામિલ આદિનો ઉલ્લેખ કરી નામસ્મરણથી પતિત પણ ભવપાર પામે છે તે સમજાવે છે. અહીં કવિ નિષ્કુળાનંદ પોતાના દીક્ષાગુર સહજાનંદસ્વામીને પ્રગટ પુરુષોતમ ગણાવી તેને ઈશ્વરનું સ્વરૂપ માને છે. માનવીના હૃદયને સ્વચ્છ, નિર્મળ અને માયારહિત કરવાનો કવિનો હેતુ છે, એટલે કે સર્વ સાધનોમાંથી ઉપાયબુદ્ધિનો ત્યાગ કરી એકમાત્ર ભગવાનમાં જ ઉપાય બુદ્ધિ રાખવી એ જ ‘હરિબળગીતા'નો ગૂઢાર્થ છે. ભગવાન મારા સમર્થસ્વામી છે. તે પરમ ઉદાર અને ભક્તવત્સલ છે. તે રક્ષણ કરશે જ તેવા મહાવિશ્વાસ સાથે ઈશ્વરો પાસના કરવી એવી ભાવબોધ યુક્ત વિષયસામગ્રી કવિએ નિરૂપી છે. શ્રુતિ અને સ્મૃતિમાં જે વિધિનિષેધો છે એ જ ભગવાનની આજ્ઞા છે માટે વિધિ પ્રમાણે વર્તવું અને નિષેધથી નિવૃત્ત થયેલું. આ સિવાય ભગવાનને અનુકુળ બીજું કશું નથી. કલિયુગમાં ભગવાનના નામની મહત્તા સર્વથી અધિક રહેલી છે. તેમને જ ઉપાયપણે માનવા તેને બળ કે શરણાગતિ કહેવામાં આવે છે, એટલે કવિએ કૃતિનું શીર્ષક હરિબળગીતા' એવું રાખ્યું છે. પરમપ્રાપ્ય વસ્તુ જેમ પરમાત્મા છે, તેમ તેમની પ્રાપ્તિનો મુખ્ય ઉપાય પણ ૧૪૪ ઘણાં મોંઘાં જે ઘનશ્યામ, નાવે નજરે ન મળે કોઈને રે, અક્ષરવાસી આહુ જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વના શ્યામ છે રે, વળી રાજ એ અધિરાજ, જે કોય સર્વના શ્યામ છે રે. આમ નિષ્કુળાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને સાચા સંતની કક્ષાએથી ભગવાન સ્વરૂપે વર્ણવે છે. અને ઘણા મોંઘેરા એવા ઘનશ્યામ (સહજાનંદ સ્વામી)ને શ્યામનું - ૧૪૩ Page #74 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । પરમાત્મા જ છે, તેથી એ ઉપાયની અતિશ્રેષ્ઠતા છે. કળિયુગમાં ભગવાનના નામની મહત્તા સર્વથી અધિક છે એમ શાસ્ત્રો પણ કહે છે. અન્ય ઉપાયો તો તૈયાર નથી, એટલે સિદ્ધ કરવા પડે, પણ હરિનું નામ તો તૈયાર જ છે, સુલભ છે, સર્વાધિકાર અને સર્વળ આપનારું છે. માટે માનવીએ પોતાના રક્ષણ માટે અન્ય કોઈ પણ ઉપાય કરવાને બદલે ભગવાનની સમીપ જઈને ‘મારે તો તમો એક જ ઉપાય છો, બીજો કોઈ નથી’ એવા મહાવિશ્વાસ સાથે પ્રાર્થના કરવી અને ઈશ્વરની સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારવી, પણ જેમ યોગમાર્ગમાં સમાધિનાં આઠ અંગ કહ્યા છે તેમ અહીં પણ કેટલાક નિશ્ચય સાથે પ્રભુને શરણે જવાની વાત કવિ કરે છે. એક તો શરણપણે સ્વીકારેલા ભગવાનની મરજી પ્રમાણે જ કરવું અને બીજું તેમની મરજી વિરુદ્ધ કાંઈ ન કરવું. જો આ પ્રમાણેનું અનુસરણ ન થાય, તો શરણાગતિનો ભંગ થાય, માટે શરણ્ય સ્વામીની દરૂપી આજ્ઞા શરણાગત સેવકે અનુસરવી જ જોઈએ. ત્રીજું ભગવાનનો મહાવિશ્વાસ રાખવો, એટલે કે “મેં અપાર પાપો તથા અપરાધો કર્યાં છે અને મોક્ષ તો બજ્ર દુર્લભ છે - અસાધ્ય છે, માટે મારું રક્ષણ ભગવાન કઈ રીતે કરશે?'' એવો સંશય થવાનો છે. આવો સંશય થાય તોપણ શરણાગતિનો ભંગ થાય. માટે જ કવિ આ રચનામાં વારેવારે માત્ર હરિનું જ બળ રાખવાનો બોધ આપે છે. જુઓ - સમજે બળ સાધનનું, તો સુખ ન રહે કાય માટે બળ મહારાજનું રાખવું રુદિયામાંય તેહ વિના અપરાધ ટાળવા, અન્ય નથી ઉપાય ભરી ગોળી વારિ વલોવતા રે, ઊતરે નહિ માખણ કાંય, માટે મનમાં મોટો માનવો રે, પ્રગટ પ્રભુનો પ્રતાપ, નિષ્કુળાનંદ તેહ નરનાર, ટળી જાયે અંતરતાપ કાયરની સહિત બોલવું, નાવે શૂરાતન સોય નપુંસક નરથી નારને, પુત્રની પ્રાપ્તિ ન હોય માટે હૈયે હિંમત ધરો અને કરો ખરો ખલ નિષ્કુળાનંદ નાથજી, થાો રાજી અલબેલ મેલી પ્રતાપ મહારાજનો અને ગાયો પોતાનો ગુણ આજ પહેલાં પડયા કંઈ, કહોને તે તર્યા કુણ માટે ભરોસો ભગવાનનો રાખવો અતિશય ઉર ૧૪૫ (A9–5) (પદ-૨) (કડવું-૯) ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા (ડવું ૧૧) નિષ્કુળાનંદ એહ વારતા, અચલ જાણો જરૂર આમ નિષ્કુળાનંદસ્વામી વારેવારે દઢતાપૂર્વક જણાવે છે કે ભગવાન સમર્થ, ઉદાર અને ભક્તવત્સલ છે તે રક્ષણ કરશે જ, પણ ઉચિત પ્રાર્થનાની તે અપેક્ષા રાખે છે અને જે કોઈ એના આશરે ગયા છે તેનો તેમણે ઉદ્ધાર કર્યો છે, જુઓ - જે જે જન એને આશર્યા, તે સર્વ થયા ધન્ય ધન્ય ગોપીને ગોવાળબાળ, ગાય ગોધાને વત્સ વળી અને કુબજા વળી કંસ આદિ શાલવ ને શિશુપાળ એવાને અભયપદ આપ્યું બીજો કોણ એવો દયાળ (કડવું-૧૭) આમ ગોપીઓ ને ગોવાળો તો ખરા જ, પણ અઘાસૂર, બકાસૂર, શિશુપાલ જેવા પાપીઓનો ઉદ્ધાર પણ ભગવાને કર્યો છે. કવિ કહે છે કે આત્મનિક્ષેપ એટલે આત્મા આત્મીયનો સર્વભાર ભગવાનને અર્પણ કરી દેવો અને બીજું કૃષ્ણપણું-દીનપણું રાખવું હું ‘અકિંચન-અનન્યગતિ અસમર્થ' છું એવું અનુસંધાન રાખવું. આવાં અંગોનિશ્ચયો સિદ્ધ થાય ત્યારે જ શરણાગતિ સિદ્ધ થાય. જ અહીં એવો પ્રશ્ન થાય-આશંકા જન્મે કે જેમણે બહકાળથી પાપનો સંચય કર્યો હોય તે શાસ્ત્રોક્ત પ્રાયશ્ચિત્તાદિ કર્યા વિના કેવળ પ્રાર્થના માત્રથી દૂર કેમ થાય? આ શંકા અને પ્રશ્નના નિરાકરણરૂપે અહીં કહેવાયું છે કે પ્રથમ તો શાસ્ત્રોમાં કહેલાં સાધનો કેવી રીતે ફળ આપે છે તેનો વિચાર કરવો જરૂરી છે, કેમકે હરિ સિવાયનાં સર્વ સાધનો અચેતન, અસર્વજ્ઞ અને અસમર્થ હોવાથી સ્વયં ફળ આપવા સમર્થ નથી એટલે તેમાં કોઈ સર્વજ્ઞ ફળ આપનારા ચેતનની જરૂર પડે છે અને એ ચેતન છે શ્રી હરિ. સર્વ સાધનો તેની પ્રસન્નતાથી જ સફલિત થાય છે, એટલે નિષ્કુળાનંદસ્વામી કહે છે કે મુખ્ય ઉપાય ભૂત ભગવાન જ છે. ભગવાન તો નિરવિધ અને કરુણાનિધિ છે તે અકિંચન શરણાગતને પ્રસન્ન થઈને પોતાનું પદ આપી દે છે. બધાં જ સાધનો કરતાં ‘હરિ’નું માત્ર ‘નામસ્મરણ’ જ બળવાન છે. આના દષ્ટાંતરૂપે તેઓ કહે છેગજ ગણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર, પતિત પાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર. ધ્રુવ પ્રહ્લાદ ને દ્રૌપદી, થયા નામ ભજીને નિશંક, પાણી ઉપર પાષાણ તર્યા, તે પણ નામ ને અંક (કડવું-૩૨) આમ નિષ્કુળાનંદ ભગવાનના નામસ્મરણનો મહિમા સમજાવી આશંક્તિની શંકાનું ૧૪૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સમાધાન કરે છે. સંસારરૂપ દાવાનળથી અત્યંત ભય પામેલા અને પોતાના જ એકમાત્ર શરણે આવેલા ભક્ત પર ભગવાન પ્રસન્ન કેમ ન થાય? અને કેમ પોતાનું પદ ન આપે? શું પોતે અસમર્થ છે ? સર્વજ્ઞ નથી? ભક્તવત્સલ નથી ? ભગવાન તો સમર્થ, સર્વજ્ઞ અને ભક્તવત્સલ છે જે - તે પરમપદ આપશે જ, પણ એ છે કે મનુષ્ય માત્ર તેમનું જ બળ રાખવું જોઈએ. પ્રભુના પ્રભુત્વ પર પ્રકાશ પાથરવામાં નિષ્કુળાનંદસ્વામીએ પોતાનું હૃદય ઠાલવ્યું છે, તેમ તેનું ભક્તપણું પણ કૃતિમાં તાણાવાણાની જેમ સુશ્લિષ્ટ વણાટમાં વણાઈ એક પટ બની ગયું છે. માનવીના જીવનમાં બાહ્ય શત્રુઓ કરતાં રાગ, દ્વેષ, મોહ, માયા જેવા આંતરશત્રુઓનો નાશ કરવા માટે હરિનું નામ અને હરિનું બળ જ આવશ્યક છે. ‘‘હરિબળગીતા' અજિત આંતરશત્રુઓને જીતવા માટે હરિ એ જ બળ છે એવું પ્રતિપાદન કરતી અને સ્વરૂપનિષ્ઠા પર ભાર મૂકતી કૃતિ છે'(૩) સ્વામિનારાયણ સંપ્રદાયે એ સમયે સામાજ સુધારાની ઝુંબેશ ચલાવેલી. ‘હરિબળગીતા'માં કવિ માત્ર હરિનું જ બળ રાખવાની વાત કરી સંકટોમાંથી મુક્ત થવાના અન્ય ઉપાયો જેવા કે દોરા-ધાગા-મંત્ર-તંત્રનો આશરો લેવો... વગેરેથી દૂર રહેવાનું સૂચવે છે એ બધા ઉપાયો તો ઈશ્વરથી દૂર થવા સમાન છે. માનવીને અજ્ઞાન અને વહેમમાંથી મુક્ત થવાનો બોધ આપતા નિષ્કુળાનંદસ્વામી એ રીતે સમાજના જાગૃત પ્રહરી અને સુધારક લાગે છે. પોતાની દલીલની પુષ્ટિ માટે નિષ્કુળાનંદસ્વામી કહે છે કે જ્યાં સુધી દ્રૌપદીને એમ હતું કે મારા મહારથી અને સમર્થ પતિઓ મારી રક્ષા કરશે, પણ અંતે એમને હરિના બળનો આશરો લેવો પડ્યો હતો. ગજેન્દ્રને પણ પોતાના બળનો ગર્વ હતો તેથી તેને કષ્ટ સહન કરી અંતે હરિના બળનું શરણ લેવું પડયું. આવાં અનેક દષ્ટાંતો આપી નિષ્કુળાનંદસ્વામી કહે છે કે જીવત્માએ હરિ સિવાય કોઈનું બળ રાખવું નહિ. ‘હરિબળગીતા'ને ભાષાની દૃષ્ટિએ જોઈએ તો કવિએ સાવ સાદા છતાં સચોટ અને હૃદય સોંસરવા ઊતરી જાય એવા શબ્દો પ્રયોજ્યા છે. સામાન્ય ભાવક પણ પામી શકે એવી સરળ છતાં સરળ ભાષા એ નિષ્કુળાનંદસ્વામીની ખાસિયત છે. તેમનું લક્ષ્ય હરિના નામ માત્રનો પ્રભાવ વર્ણવવાનું છે. એ માટે તેમણે... ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે એમાં કોઈ રંક કે રાવજી. પામે ભવપાર સે જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાયજી. (કડવું-૩) ૧૪૭ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા એવી સાવ સરળ છતાં અસરકારક બનીનો આશ્રય લીધો છે. પરિણામે સામાન્ય માનવી સુધી પોતાની વાત પહોંચાડવાનું કવિનું લક્ષ્ય સિદ્ધ થાય છે. ઉપમા આદિ અલંકારો, ઘરેલુ તેમ જ પૌરાણિક દષ્ટાંતો આ કૃતિના પદ્યને અસરકારક બનાવે છે. તો જાણો જન સમર્થ ભગવાન, એ જીવનું જોર ન જાણવું રે, અમથું કરે અભિમાન. કર્યું ન થાઈ કોઈનું રે, નર નિર્જરથી નિદાન. (પદ-૬) જેવા પદમાં તો નિષ્કુળાનંદની ભાષા દયારામ અને સ્વામીનારાયણ સંપ્રદાયના જ કવિ પ્રેમસખી પ્રેમાનંદની ભાષા જેવી મંજુલ-મધુર છે. કૃતિમાં આવતાં પદો ધનાશરી, ધોળ, બિહાગડો, રામગીરી, સોરઠો, સામેરી, પરજ, મારું અને મેવાડો જેવા પ્રચલિત રાગોમાં આલેખાયા છે. બંધ-બેસતાં શબ્દોમાં અને ચોક્કસ ભાવને અનુકૂળ રાગો જ કવિએ પ્રયોજ્યા છે જેથી કૃતિને લયબદ્ધતા પ્રાપ્ત થાય છે. | ‘હરિબળગીતા'નું સમાપન નિષ્કુળાનંદસ્વામી મધ્યકાલીન ભક્તિ સાહિત્યની ચાલી આવતી પરંપરા અનુસાર જ લશ્રુતિ'થી કરે છે. જુઓ હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વ શોક-સંશય ટળશેજી, સમજી સાંભળતા પાપ ટળશેજી, નિરબળને બળ મળશે. અનેસંવત અઢાર અઠાણુંનો માસ પુરષોત્તમ પુન્યમ દને, નિષ્કુળાનંદ જનહિત અર્થ, કર્યો ગ્રંથ સમજી મને. (કડવું-૪૪) સંસારસાગરનાં કષ્ટોમાંથી સફળતાપૂર્વક બહાર આવવા માટે હરિની નામરૂપી નાવ એ એકમાત્ર સાધન છે એવો ભાવગર્ભ લઈને રચાયેલી આ રચના સાંપ્રદાયિક મહત્ત્વ ધરાવતી કૃતિ છે. અન્ય કૃતિઓની જેમ આ રચનાન સર્જનના પાછળ પણ કવિનું મુખ્ય લક્ષ્ય 'વૈરાગ્યોપદેશ’ આપવાનું છે. વિજયરાય વૈદ્ય નિષ્કુળાનંદસ્વામીની આવી રચનાઓ વિશે નોંધ છે કે- “આ જગત પરથી મન હઠાવી તીવ્ર દઢ અને શુદ્ધ સાત્ત્વિક વૈરાગ્યને હૃદયમાં સ્થાયી કરનાર નિષ્કુળાનંદનાં પદો આજે પણ શ્રોતાવક્તા અને વાચકના મન પર તેવી જ અસર કરે છે. પાદટીપ ૧) નિષ્કુળાનંદ કાવ્યમ્ - પૃ.૪, સં.શાસ્ત્રી હરજીવનદાસ (૨) ગુજરાતી વિશ્વકોશ (ખંડ – પૃ.) (૩) ગુજરાતી સાહિત્યની રૂપરેખા - પૃ.૯૪, વિજયરાય વૈદ્ય (૪) કડવા અને પદની પંક્તિઓ - ‘હરિબળગીતા': - - ૧૪૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કવિ શ્રી ઉત્તમવિજયજીની ગéલીમાં ગુરુગુણદર્શન -ડૉ. ભાનુબહેન શાહ (સત્રા) (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. ભાનુબહેન જૈન દર્શનના હસ્તલિખિત પ્રતોના સંપાદન સંશોધનના કાર્યમાં ઊંડો રસ લે છે. તેમના ચાર ગ્રંથો પ્રગટ થયા છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં સુંદર રીતે શોધપત્રોની પ્રસ્તુતિ કરે છે) પ્રસ્તુત નવ કડી પ્રમાણ વિસ્તૃત આ કૃતિ ગુરૂના ગુણોની લાક્ષણિકતા દર્શાવતી ગુરુભક્તિની એક અમરરચના છે. પ્રસ્તુત કૃતિમાં રચનાસાલ નોંધાયો નથી. પ્રસ્તુત કૃતિનું શીર્ષક ‘મુનિગણ ગહુલી’ છે તેમ જ ગાથા નં. ૭માં ‘ગહુલી’ શબ્દનો પ્રયોગ થયો છે. મધ્યકાલીન વિવિધ કાવ્યપ્રકારોમાં ગહુંલી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગહેલીનું સ્વરૂપ : ગહુલી એક લોકપ્રિય ગેય કાવ્યપ્રકાર છે. પર્વના દિવસો, ચોમાસી, ચૌદસ, પર્યુષણ, સંવત્સરી, શાશ્વતી આયંબિલની ઓળી, દિવાળી, અક્ષયતૃતીયા, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, તપનું ઉજમણું, ગુરુભગવંતનું આગમન અને વિહાર, જિનવાણી શ્રવણ, સંઘયાત્રા વગેરે પ્રસંગોમાં રહેલી ગવાય છે. ગહલી ની વિષયવસ્તુમાં વિવિધતા જોવા મળે છે. “શ્રી ભગવતીસૂત્ર', ‘શ્રી બારસાસૂત્ર', “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' જેવા ગ્રંથોનો મહિમા, જિનવાણીનો મહિમા અને ગુરુભગવંતોના ગુણકીર્તન કરતી ગહુલીઓ રચાઈ છે. ગહેલીમાં ‘સાથિયો’ કરવામાં આવે છે. તેના ચાર છેડા ચાર ગતિનું સૂચન કરે છે. ચાર ગતિનો ક્ષય કરવાના પ્રતીકરૂપે જિનમંદિરમાં ભક્તો સાથિયો કરે છે. સાથિયા પહેલાં અક્ષતની ત્રણ ઢગલી ક્ષાન, દર્શન અને ચારિત્રના પ્રતીકરૂપે સ્થાપવામાં આવે છે. રત્નત્રયીની આરાધના ચાર ગતિનો ક્ષય કરી સિદ્ધિપદ પ્રાપ્ત કરાવે છે. સિદ્ધિપદના પ્રતીકરૂપે ત્રણ ઢગલીની પહેલાં સિદ્ધશિલા સ્થાપવામાં આવે છે, જે ફળનું સૂચન કરે છે. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગહુલીને આકર્ષક બનાવવા બદામ, ફળ, સોના-ચાંદીના સિક્કાઓથી અલંકૃત કરવામાં આવે છે. આમ, ગફુલીમાં ધર્મ ને કળાનો સમન્વય સધાયો છે. ગહેલી માત્ર માનવસમાજની પ્રવૃત્તિ નથી, પરંતુ સ્વર્ગના દેવો પણ હીરા, માણેક વગેરેથી પ્રભુની ગહ્લી કરી સત્કારે છે. કવિ સમયસુંદરે ‘સીમંધર સ્તવન'માં ઈન્દ્રાણી ગહેલી કરે છે, તેવો ઉલ્લેખ કર્યો છે. ‘ઈન્દ્રાણી કાઢે ગહેલીકી, મોતીના ચોક પુરાય.' ગણુંલી ગાનાર શ્રાવિકા બહેનો હોય છે. ગહેલીમાં પ્રલિત ગીતોના રાગો અને દેશીઓની વપરાશ જોવા મળે છે, જેમ કે -‘રાખનાં રમકડાં', ‘બિગડી બનાનેવાલે, બિગડી બના દે' આદિ જૂની ફિલ્મો અને ગુજરાતી ગીતોના રાગમાં પણ ગહેલી રચાયેલી જોવા મળે છે. ગુરુમહિમા, રસસમૃદ્ધિ, અલંકાર યોજના, ઊર્મિની અભિવ્યક્તિ અને ગેયતા જેવાં લક્ષણોથી ગલી એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે સ્થાન ધરાવે છે. પ્રત પરિચય: આ હસ્તપ્રત શ્રી કૈલાસસાગર સૂરિ શ્રાનમંદિર, અમદાવાદ (કોબા)થી હાથવગી થઈ છે. હ... નં. ૦૪૮૬૩૧; માપ ૧૮ ૪૧૧સે.મી.; કુલ પત્ર - ૨; પ્રતિ પત્ર - ૧૬ પંક્તિઓ; પ્રતિ પંક્તિ - ૪૦ થી ૪૨ અક્ષરો છે. અક્ષરો ઝીણાં છતાં સુવાચ્ય છે. કડી ક્રમાંક અને દંડવ્યવસ્થા નિયમિત છે. ‘મુનિવર સોભાગી’ અને ‘ગુણવંતાને ગુણના રાગી' જેવી આંકણીના શબ્દો લાલ અક્ષરે આલેખાયા છે. પ્રસ્તુત પ્રતમાં ઉત્તમ વિજયજીને ત્રણ ગણુંલીઓનો સંગ્રહ થયો છે. ૧. આપણા અભ્યાસની કૃતિ, જે નવ કડીનો છે; ૨. સાત કડીની; ૩ પાંચ કડીની ગહેલી છે. કવિ પરિચય : પ્રસ્તુત કૃતિના રચયિતા અંતિમ પંક્તિમાં પોતાનું નામાભિધાન ટાંકે છે. ‘ઉત્તમ લહીય નિમિત્ત રે.' કવિશ્રીએ કૃતિમાં પોતાનો મીતાક્ષરી પરિચય આપ્યો છે. જે.ગુ.ક.ભા૬, પૃ.-૨ અને ૩ પર વિશેષ પરિચય ઉપલબ્ધ છે. - અમદાવાદ શામળપોળમાં રહેતા વણિક પરિવારમાં સં. ૧૭૬૦માં કવિશ્રીનો જન્મ થયો છે. તેમના પિતાનું નામ લાલચંદભાઈ અને માતાનું નામ માણેકબહેન હતું કવિશ્રીનું બાળપણનું નામ જાશા હતું. અઢાર વર્ષની વયે સં. ૧૭૭૮માં ખરતરગચ્છના બહુસૂત્રી શ્રી દેવચંદજી સ્વામી પાસે ધાર્મિક અભ્યાસ કર્યો. ત્યાર પછી તપાગચ્છના શ્રી ૧૪૯ ૧પ૦ Page #77 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... જ્ઞાનવિમલ સૂરિની પરંપરાના શ્રી જિનવિજયગણિનું અમદાવાદમાં આગમન થતાં પૂંજાશા નિત્ય જિનવાણીનું શ્રવણ કરવા જતા હતા. જેમાં માતા-પિતા પુત્રને પગ માંડતાં તથા બોલતાં શીખવે. ગુએ પંજાશાને ધાર્મિક અભ્યાસ કરાવી ઉપકાર કર્યો. સત્સંગથી વૈરાગ્યનો રંગ લાગ્યો. સં. ૧૭૯૬, વૈશાખ સુદ છઠ્ઠના શુભ દિવસે પૂંજાશાએ દીક્ષા લીધી. હવે તેમનું નામ મુનિ શ્રી ઉત્તમવિજયજી પડયું. તેમણે સુરતમાં ભારક વિજયદયારિની અનુજ્ઞા મેળવી પાદરામાં ભગવતીસૂત્રની વાંચના કરી. ગુરુએ શિષ્યને નંદુસવ્યું. સં. ૧૭૯૯માં તેમના ગુરુ શ્રી જિનવિજયજી કાળધર્મ પામ્યા. ત્યાર પછી વિહાર કરી ભાવનગર પહોંચ્યા. ત્યાં તેમણે પૂર્વના ધર્મબોધક શ્રી દેવચંદ્રજીસ્વામીને બોલાવી તેમની પાસેથી ‘શ્રી ભગવતીસૂત્ર', “શ્રી અનુયોગદ્વારસૂત્ર', ‘શ્રી પન્નવણાત્ર’ વગેરેનો અભ્યાસ કર્યો. સં. ૧૮૦૮માં કચરા કીકા નામના શ્રાવક દ્વારા સિદ્ધાચલ યાત્રાનો સંઘ નીકળ્યો. તેમાં કવિશ્રી જોડાઈને તેમની સાથે પાલિતાણા ગયા. તેમણે ગુજરાત અને સૌરાષ્ટ્રની ભોમકા પર વિવિધ પ્રાંતોમાં પાદવિહાર કરી જૈન ધર્મની અદ્ભુત પ્રભાવના કરી. ઘણાં સ્થળોએ જિનબિંબોની પ્રતિષ્ઠા પણ કરાવી. સુરતમાં પોતાના ગુરુભાઈ પંન્યાસ શ્રી ખુશાલવિજયજી સાથે ચાર્તુમાસ રહ્યા. તે સમયે અસહ્ય નેત્રપીડા થતાં રાજનગર આવ્યા. સં. ૧૮૨૭, મહા સુદ આઠમના દિવસે ત્રેસઠ વર્ષની વયે સ્વર્ગારોહણ થયા. તેમનો હરિપુરમાં સ્થૂપ છે. કવિશ્રીનું સાહિત્ય સર્જન : (જે.ગુ.ક. ભા-૬, પૃ. ૨-૬) ૧. સંયમ શ્રેણી ગર્ભિત મહાવીર સ્તવન સ્વપજ્ઞ ટબા સહિત (સં.૧૭૯૯, ઢા.-૪), જેમાં પોતાની અતથી ઈતિ સુધીની ગુપરંપરા વિસ્તારપૂર્વક આપી છે. શ્રી વીરપ્રભુના પાંચમા ગણધર સુધર્માસ્વામીથી શરૂ થયેલી પાટ પરંપરા, ચંદ્રગચ્છ, વડગચ્છ અને તપાગચ્છનો ઉદ્ભવ વગેરેનો રસપ્રદ ઈતિહાસ આ કૃતિમાં છે. ૨જિન વિજય નિર્વાણ રાસ (સં. ૧૭૯૯, ઢા-૧૬), પોતાના ગુરુની સ્મૃતિ અને ભક્તિરૂપે આ રાસ રચાયો છે. ૩. અષ્ટપ્રકારી પૂજા (સં. ૧૮૧૩/૧૮૧૯) ૪. ચોવીસી, આ પ્રત લીંબડીના ભંડારમાં ઉપલબ્ધ છે જેનો ડા.ક્ર.૨૨૭૮૨ છે. આ કૃતિ જૈ.ગુ.સાહિત્ય રત્નો, ભા.-૨માં પ્રકાશિત છે, જેમાં પાંચ સ્તવનો છે. ૫. શ્રાદ્ધ વિધિ વૃત્તિ બાલાવબોધ (સં.૧૮૨૪), આ કૃતિ મૂળ રત્નશેખરસૂરિ કૃત છે. - ૧૫૧ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કાવ્ય પરિચય : અંત્યાનુપ્રાસ અલંકારથી ગૂંથાયેલી આ ગુરુભક્તિની ગહેલીમાં પ્રથમની ચાર ગાથાઓમાં ગુરના ૨૭ ગુણોની લાક્ષણિક્તાઓ છે. પાંચમી ગાથામાં ભગવાન મહાવીરથી કેવળજ્ઞાનની પરંપરા, છઠ્ઠી ગાથામાં શિયળનો મહિમા, સાતમી ગાથામાં ગુરુપૂજન, આઠમી અને નવમી ગાથામાં જિનવાણીનું સ્વરૂપ અને તેનું ફળ દર્શાવ્યું છે. પટવ્રત સુધી પાલતાં મુનિવર સોભાગી, ષષ્કાય રક્ષણ સાર રે. ગુણવંતાને ગુણના રાગી; પચદ્રીય દમે વિષયથી મુનિવર સોભાગી, લોભના જીતનહાર રે. ગુણવંતાને ગુણના રાગી.”...૧ (૧-) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત તેમ જ છઠ્ઠ રાત્રિ ભોજન ત્યાગ એમ પદ્વતોના પાલન કરનારા (૭-૧૨) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાયની દયા પાળનારા (૧૩-૧૭) પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોનું દમન કરનારા. (૧૮) લોભનો નિગ્રહ કરનારા મુનિવરો સૌભાગ્યવંતા, ગુણવંતા અને ગુણાનુરાગી છે. જૈન ધર્મ અહિંસાપ્રધાન હોવાથી તેનું પાલન કરનારા શ્રમણો ‘દયાવીર' કહેવાય છે. વળી, વ્રતોનું વીરતાપૂર્વક પાલન કરે છે. તેથી જ શ્રમણાચાર દ્વારા વીરરસનું નિરૂપણ થયું છે. ક્રોધ તજી સમતા ભર્જે યુનિ., નિર્મલ ચિત્ત સદાય રે. ગણ.; વિધિપૂર્વક પ્રતિલેખના મુનિ., કરતા મુનિ સુખદાય રે. ગુણ.” (૧૯) હરપળ ક્ષમા ભાવ (સમતા) (૨૦) ચિત્તની પ્રસન્નતાથી છલક્તો ચહેરો (૨૧) ઉભયકાળ વિધિપૂર્વક સંયમની ઉપધિઓનું પડિલેહણ કરનારા મુનિવર સુખકારી છે. પ્રસ્તુત પંક્તિઓમાં સાધુતાનો પમરાટ અને સંયમનાં વિધિવિધાન દર્શાવ્યાં છે. ચિત્તની ચંચળતાથી વિધિ કરતી વખતે ઉપયોગ ન રહેતા આરાધકને બદલે વિરાધક થવાય છે. પ્રતિદિન સૂર્યોદય પછી પ્રથમ અને દિવસના ચોથા પહોરે સંયમનાં ઉપકરણોને જીવદયાના ભાવથી મુનિવર પડિલેહણ કરે છે. “સંયમ યોગે તરિ સદા મુનિ., નહીં મનમાં કુખ્યાન. ગુણ. નિરવદ્ય વચન વદે સદા યુનિ., તનું જતનાઈ જાણે રે. ગુણ.” પ્રસ્તુત પંક્તિઓમાં ત્રણે યોગની પ્રશસ્તતા દર્શાવી છે (૨૨) મનને દુર્ગાનમાંથી ખેંચી શુભ ભાવમાં વિચરણ કરાવવું (૨૩) વચનથી અમૃત સમાન માધુર્યથી છલકતી - ૧પર Page #78 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ખપજોગી નિર્દોષ વાણી (૨૪) કાયાથી પરોપકાર છલકતો કાર્યકલ્પ સંયમમાર્ગમાં પ્રસન્નતા લાવે છે. ‘સિતાદિક પરિસહ સહે મુનિ., અંસ નવિ કરતા માન રે. ગુણ. મરણ કષ્ટ આવી પડે મુનિ., બીક નહીં તીલ માત રે. ગુણ.’’ આ પંક્તિમાં સાધુજીવનની કઠોર આચારસંહિતા તેમ જ મુનિભગવંતની નિર્ભયતા, સહનશીલતા અને અનાશક્ત ભાવ પ્રગટ થયો છે. (૨૫-૨૭) દેહાધ્યાસના ત્યાગના કારણે મુનિવર શીત, ઉષ્ણ આદિ બાવીસ પરિષહો (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, અ.૨)ને સ્વેચ્છાએ, જ્ઞાતા-દષ્ટા બની સમભાવે સ્વીકારે છે. અંશ માત્ર અભિમાનીને સ્પર્શતા નથી. મારણાંતિક ઉપસર્ગો (કટો) આવે છતાં અંશમાત્ર ભયભીત થતાં નથી. બંધક ઋષિના ૫૦૦ શિષ્યો ઘાણીમાં પિલાણા. આ દષ્ટાંત જૈન જગતમાં વિખ્યાત છે. સહનશીલતા એ સાધકની સાધનાનો મપદંડ છે. સહનશીલતા વિના સંયમ ટકે નહીં. સાધુ પાપભીરૂ અને ભવભીરૂ જરૂર હોય. વીર પ્રભુનો પાટવી મુનિ., સુધર્મા શ્રુતભાણ રે. ગુણ. તસ અંતેવાસી ભલો મુનિ., જંબુજુગ પરધાન રે. ગુણ.” પ્રભુ મહાવીરના પટ્ટપરંપરાના ‘પાટવીકુંવર’ તરીકેનું સૌભાગ્ય પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીને મળ્યું, જેઓ શ્રુતના દિવાકર હતા. તેમના શિષ્ય શ્રી જંબુસ્વામી આ યુગના અંતિમ કેવળજ્ઞાની હોવાથી કવિશ્રીએ તેમને યુગપ્રધાન કહ્યા છે. ત્યાર પછી કેવળજ્ઞાનની જ્યોત બુઝાઈ ગઈ, અર્થાત્ કેવળજ્ઞાનરૂપી સૂર્ય વીર નિર્વાણ પછી બે પાટ સુધી પ્રકાશિત રહ્યો. “સીલ સુગંધી ચૂનડી મુનિ., ઊંઢી અધિš રંગ રે. ગુણ. રત્નયત્રી રુચિ દીપતો મુનિ., પહરી ઘાટ સુચંગ રે. ગુણ.’’ મુનિભગવંતે શીલરૂપી સુગંધી ચૂંદડી ઓઢી છે. આ ચૂંદડી ભાતીગળ રંગની છે. આ ચૂંદડી ઓઢનારા મુનિભગવંત જ્ઞાનદર્શન અને ચરિત્રની રુચિથી શોભે છે. આ ખૂબસૂરત બાંધણીના ભાતની રેશમી ચૂંદડી મુનિભગવંતને ઓપી રહી છે. ‘રુચિ’ શબ્દ દ્વારા આનંદપૂર્વક એવો ભાવ થયો છે. જેમ રુચિપૂર્વક કરેલું ભોજન શરીરને પુષ્ટ કરે છે, તેમ રુચિપૂર્વક કરેલું ધર્માચરણ આત્માને પુષ્ટ કરે છે. કવિશ્રીએ સમયસુંદરની ‘ચારિત્ર ચૂનડી’ના ભાવોનો કંઈક અંશે સ્પર્શ કર્યો છે. શિયળની ચૂંદડી એ મુક્તિનું પ્રતીક છે, તેમ ચારિત્રની ચૂંદડી એ આત્માનું સૌભાગ્યપણું પ્રાપ્ત કરાવે છે. ૧૫૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કવિશ્રીએ ચિત્રાત્મક શૈલીમાં ચૂંદડીનો પરિચય આપી મુક્તિના સારરૂપે વ્રત શિરોમણિ શિયળનો મહિમા વર્ણવ્યો છે. “ધર્મે વાસિત શ્રાવિકા મુનિ., ગહુલી ગણિ બમાન રે. ગુણ. અનુભવ ઉજજવલ ઠ્ઠલડે મુનિ., વધાવે ગુણવાન રે. ગુણ.' અહીં ગુરુપૂજનની વિધિ ઉદ્ઘાટિત થઈ છે. સામાન્ય રીતે શ્રાવિકા બહેનો ગુરુના ગુણકીર્તન કરવા માટે ગ ંલી કાઢે અથવા બોલે છે. પ્રસ્તુત પંક્તિઓમાં પણ કોઈ ગુણિયલ ગણિવર પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ થવાથી ધર્મના રંગે રંગાયેલી શ્રાવિક ગ ંલી | કરીને ગણિવરને અનુભવરૂપી શ્વેત પુષ્પો (કીમતી વસ્તુ) વડે વધાવે છે. ગુરુ ગ્રંથિભેદ કરાવી આત્માનુભૂતિના કારણભૂત હોવાથી શ્રાવિકા કૃતજ્ઞભાવે તેમને શુભ ભાવો વડે વધાવે છે. ‘અનુભવ ઉજજવલ’ શબ્દમાં રૂપક અલંકાર પ્રયોજાયેલો છે. “નય નિક્ષેપૈં અતિ ભલી મુનિ., સપ્તભંગી વીખ્યાત રે. ગુણ. અનંત ગમપર્યાયથી મુનિ., પ૬ અક્ષત (૨) સંખ્યાત રે. ગુણ.'' અહીં જિનવાણી - ગુરુવાણીનું સ્વરૂપ દર્શાવ્યું છે. કવિશ્રી નય, નિક્ષેપ, સપ્તભંગી જેવા જૈન ધર્મના સિદ્ધાંતો પ્રરૂપી વસ્તુના અનંત ધર્માત્મક, તેની અનંત પર્યાયો, વાણીની સીમિતતા દર્શાવી જિનવાણીની ઉત્તમતા સ્પષ્ટ કરે છે. અહીં કવિશ્રીના શાસ્ત્રોક્ત જ્ઞાનની બહુલતાનાં દર્શન થાય છે. નય એ પ્રમાણભૂત જ્ઞાનનું અંશભૂત જ્ઞાન છે. વસ્તુ અનંત ધર્માત્મક છે. તેના એક ધર્મને પ્રધાનતા આપી અન્ય ધર્મનો અપલાપ ન કરવો તે ‘નય’ છે. વસ્તુના યથાર્થ અવબોધ માટે વસ્તુને નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના રૂપમાં નિક્ષેપણ કરવું તે ‘નિક્ષેપ' છે. “વાણી જિનની સાંભલે મુનિ., અતિ ભગતેં એક ચિત્ત રે. ગુણ. જિનશાસન ઉન્મત કરે મુનિ., ઉત્તમ લહીય નિમિત્ત રે. ગુણ. ‘ઉત્તમ’ શબ્દ દ્વારા શ્લેષ અલંકારનું નિરૂપણ કરી કવિશ્રી પોતાનું નામ અંકિત કરે છે અને ઉત્તમ શબ્દનો બીજો અર્થ શ્રેષ્ઠ એવો થયો છે. ભવ્ય જીવો જિનવાણીનું શ્રવણ કરી ઉત્તમ નિમિત્ત પામી પ્રતિબોધ પામે છે. આમ, મુનિવર દેશના લબ્ધિ દ્વારા જિન શાસનની પ્રભાવના – ઉન્નતિ કરે છે. સાધુતાનું સ્વરૂપ દર્શાવતી આ કૃતિ ભક્તિમાર્ગની એક વિશિષ્ટ રચના તરીકે સ્થાન ધરાવે છે. ભક્તિમાર્ગની રચનાઓમાં ગ ંલી વિવિધતા અને નવીનતા દર્શાવે છે. પ્રત્યેક કડીમાં અંત્યાનુપ્રાસની યોજનાથી કાવ્યગત ગેયતાથી રસિકતામાં વૃદ્ધિ થાય છે. ૧૫૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શ્રી શંકરાચાર્યકૃત વિવેચૂડાળિ પ્રણ ગ્રંથમાં નિપિત ગુમાસ -ડૉ. દીક્ષા એચ. સાવલા (ડૉ. દીક્ષા એચ. સાવાલ. શ્રી જે. એમ. પટેલ પી.જી. સ્ટડીઝ રિસર્ચ સેન્ટર - આણંદ અનુસ્નાતક સંસ્કૃત વિભાગાધ્યક્ષા છે. એમ.એ. (ત્રણ ગોલ્ડ મૅડલ) પ્રાપ્ત કરેલ છે. એમ.ફિલમાં યુનિ. પ્રથમ ક્રમાંકે પાંચ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. સંસ્કૃત વાગ્-વ્યવહારની તાલીમ પણ આપે છે) પ્રસ્તાવિક ઃ આજના મહાન બૌદ્ધિકવાદી તથા પ્રખર ન્યાયવિદ્ એવા શ્રી નાની પાલખીવાલા વિશ્વના પ્રખર બૌદ્ધિકોમાં પણ શ્રેષ્ઠ એવા આદિ શંકરાચાર્યને મૂલવતા યોગ્ય જ કહે છે કે - "Most historians agreed that if a count were taken of the twelve greatest men, who ever lived in any country or age, Adi shankaracharya would undoubtedly be one of them", અર્થાત્ ‘‘મોટા ભાગના ઇતિહાસકારો એ બાબતમાં તો સંમત છે કે જો કોઈ પણ દેશ કે યુગમાં જીવી ગયેલા ૧૨ મહાન પુરુષોનાં નામની ગણતરી કરવામાં આવે તો શ્રી આદિ શંકરાચાર્ય નિઃશંકપણે તેઓમાંના એક હોય.'' આ જ રીતે આપણા દેશના મહાન દાર્શનિક તથા એક વખતના રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી ડૉ. રાધાકૃષ્ણન શંકરાચાર્યને સુંદર શબ્દોમાં અંજલિ આપતાં કહે છે – He (Shankaracharya) was a curious mixture of a Philosopher and a scholar, an agnostic and a mystic, a poet and a Saint, and in addition to all this a practical reformer and able organizer - there have been few minds more universal than his", અર્થાત્ શંકરાચાર્યનું વ્યક્તિત્વ નિરાળું હતું. તેઓ એક મહાન દાર્શનિક તથા પ્રખર વિદ્વાન હતા. રહસ્યવાદી તથા અજ્ઞેયવાદી હોવા સાથે તે મહાન કવિ અને ઉચ્ચ કોટિના સંતપુરુષ પણ હતા અને આ બધાથી વિશેષ તો તે ખૂબ જ વ્યવહારુ એવા સુધારાવાદી તથા સમર્થ આયોજક હતા. ૧૫૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શંકરાચાર્ય ખૂબ મોટા ગજાના મહાપુરુષ હતા. સમગ્ર ભારતવર્ષની પ્રજાના માનસ પર એકચક્રી શાસન કરનાર શંકરાચાર્ય જેવા પ્રખર મેધાવી મહાપુરુષ આ વસુધરાનું વિરલ અને મહામૂલ્યવાન રત્ન હતા. આ મહાન વિભૂતિની ખ્યાતિ એટલી બધી હતી કે એમના જીવનની આસપાસ અનેક દંતકથાઓનું જાળું ગુંથાઈ ગયું. પરિણામે તેમના જીવન વિશે ‘‘ઐતિહાસિક સત્ય’’ કહેવાય એવી માહિતી તારવવી એ ખૂબ દુષ્કર થઈ પડયું. આનંદગિરિના ‘‘શંકરવિજય'' ગ્રંથમાં તથા માધવાચાર્યના ‘શંકરદિગ્વિજય' ગ્રંથમાં શંકરાચાર્યનું ચમત્કારોથી પૂર્ણ જીવન વિગતે આલેખાયું છે, પણ તેમાંની કેટલી માહિતી ‘પ્રમાણભૂત’ કહી શકાય એ તો વિદ્વાનોને મન એક મહાન પ્રશ્ન જ છે. સ્કન્ધપુરાણ, સૌરપુરાણ, કૂર્મપુરાણ વગેરેમાં પણ શંકરાચાર્યના જીવન વિશે નિરૂપણ છે. શંકરાચાર્યનું વ્યક્તિત્વ-જીવનકાર્ય : શંકરાચાર્યનું જીવન અદ્ભુત હતું તથા વ્યક્તિત્વ નિરાળું હતું. માતા પર એટલો સ્નેહ કે અવસાન સમયે માતા પાસે પહોંચી ગયા અને સંન્યાસીને કોઈ અધિકાર ન હોવા છતાં માતાની ઉત્તરક્રિયા જાતે કરી અને શાસ્ત્રનાં વિધિ-નિષેધ કરતાં પણ માતાપુત્રનો સ્નેહ અધિક છે એ સત્ય જગતને બતાવ્યું. હિન્દુસ્તાન પર એમના બે મહાન ઉપકાર ગણાવી શકાય : (૧) એમના સમયમાં હિન્દુસ્તાનમાં ચાલતા અસંખ્ય નાનામોટા વહેમો, દેવોની વિવિધ જાતની પૂજા, શક્તિપૂજા, કામપૂજા વગેરેના મિષે ચાલતા દુરાચાર – આ બધાનું તેમણે ખંડન કર્યું અને જણાવ્યું કે શિવ અને વિષ્ણુ એક જ પરમાત્મા આનંદ તથા વ્યાપકતા સૂચવનારાં માત્ર જુદાંજુદાં નામો છે. દેવી તો પરમાત્માની જગન્માતા-માયાશક્તિ છે (૨) તેમણે પરમાત્મા અદ્વૈત સાધીનેઆગળ ઉપર થનારા જ્ઞાનપ્રધાન સન્તધર્મનું બીજ રોપ્યું, જેમકે તેમના જીવનનો ચાંડાલ પ્રસંગ પણ આવા સન્નધર્મનું બીજ ગણાવી શકાય. વિવેકચૂડામણિનો અર્થ : શંકરાચાર્ય રચિત ‘વિવેચૂડામળિ’ નામના પ્રકરણ ગ્રંથમાં ૫૮૧ શ્લોકનો સમાવેશ કરવામાં આવેલ છે. આચાર્ય પ્રકરણ ગ્રંથોમાં વિવેકચૂડામણિનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. વેદાંતનાં સમગ્ર અંગોને સરળ છતાં સંમિપ્ત રીતે રજૂ કરતી આવી કૃતિ જેવી અન્ય કૃતિ ભાગ્યે જ જોવા મળશે. વેદાંતના મતે આત્મા અને અનાત્માનો વિવેક-પરપુરુષાર્થ મોક્ષને માટે અનિવાર્ય સાધન છે. ચૂડામણિ એટલે મસ્તકનો મણિ. આમ અનુપમ કાવ્યશક્તિનો સુંદર પરિચય આપેલ છે. આમ વિવેકચૂડામણિમાં ગુરુશિષ્યને વિદ્યા-અવિદ્યા, અધ્યારોપ, પ્રમાદ, અહંકાર, બંધન, મોક્ષ, અજ્ઞાનની ૧૫૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... શક્તિઓ, આત્મનિષ્ઠા, સમાધિ, આત્મજ્ઞાન, જીવનમુક્ત, આત્માનુભવની ઉપાદેયતા, બ્રહ્મજ્ઞાન, મહાવાક્યનો અર્થ, આ પ્રમાણે આચાર્ય-શિષ્યના સંવાદ દ્વારા મુમુક્ષુઓને વિનાકરે બોધ થાય એ હેતુથી આ બધા વિષયોનું નિરૂપણ કરેલ છે. વિવેક ચૂડામણિ ગુરુમહાભ્ય : ભારતીય જ્ઞાનસાધનામાં આચાર્ય અને સરનું સ્થાન સર્વોચ્ચ છે. સાધનાની પ્રાપ્તિ ગુરુથી થાય છે. કર્મઉપાસના, ભક્તિ અને વિદ્યા વગેરે કોઈ પણ સાધન કેમ ન હોય, ગુરુકૃપા વિના પ્રાપ્ત થઈ શકતું નથી. બધી સાધનાઓ પરંપરાગત છે અને ગુરુ તેમ જ શિષ્યપરંપરાઓમાં જ સાધન-જ્ઞાન સુરિક્ષત રહે છે. જ્ઞાનપ્રાપ્તિ માટે આચાર્યની સમીપ જવાની ઉપનિષત્કાલથી જ પ્રાપ્ત થાય છે, જેમ કે- તતિ જ્ઞાનાર્થ + ગુરુમેવામ/છેતુ મિતવાપાd: શ્રત્રિયં વનિર્ણમા, અર્થાત્ ‘આત્મજ્ઞાન માટે શિષ્ય હાથમાં સમિધો લઈ વેદશાસ્ત્ર જાણનાર બ્રહ્મનિષ્ઠ ગરને જ શરણે જવું.' પરંપરાગત પ્રણાલી પ્રમાણે છાંદોગ્ય ઉપનિષદમાં સત્યકામ, જાબાલ, રેલ્વે, જાનકૃતિ, ઉદ્દાલક, છેતકેતુ, વિરોચન, ઈન્દ્ર, સનતકુમાર અને નારદની સંવાદવિદ્યાની પ્રાપ્તિમાં ગુરનું મહત્ત્વ પ્રદર્શિત થયું છે. મુંડકોપનિષદ્માં રોનક અને અંગીરા પણ એના પ્રમાણ છે. કઠોપનિષદ્ધ યમ અને નચિકેતાનો સંવાદ પણ જ્ઞાનને માટે ગુરુની આવશ્યકતાનું પ્રમાણ છે. વળી, છાંદોગ્ય ઉપનિષદ્ કહે છે કે ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ વિદ્યા ત્રિલોકીના રાજ્યથી પણ ચઢિયાતી છે. મહાભારતમાં ગુરુમહિમા વર્ણવતાં કહ્યું છે કે - ગુરુરિયાન્વિતો માતૃતતિ છે ગતિઃ | શંકરાચાર્ય ગુરમાહાઓ વર્ણવતાં વિવેકચૂડામણિ પ્રકરણ ગ્રંથમાં ગોવિંદ શબ્દના શ્લેષ દ્વારા કહે છે કે ગુરુ પરમાત્મા સ્વરૂપ જ છે. ગ્રંથનું પરમ પ્રતિપાદ્ય પરમાત્મા છે અને બ્રહ્મવિદ્યાના દાતા ગુરુ પરમાત્મા સ્વરૂપ છે. પ્રથમ શ્લોકમાં વિષયસ્થાપના સાથે ગુરુભક્તિનો મહિમા દર્શાવતાં કહે છે : ___ सर्ववेदांत सिद्धान्तगोचरं तमगोचरम् । गोविन्दं परमानंदम् सद्गुरुम् प्रळमाम्यहम् ॥ અર્થાત્ “બધાય વેદાન્ત સિદ્ધાંતોના જે એકમાત્ર વિષય છે, છતાંય જે મને ઇન્દ્રિયાદિ જ્ઞાનસાધનોના વિષય બનતા નથી, જે પરમઆનંદરૂપ છે, એવા સને ગોવિંદને હું નમસ્કાર કરું છું. આચાર્યશ્રી ‘ગોવિંદ' શબ્દના ભલેષનો આશ્રય લઈ પરમાત્મા સ્વરૂપ ગુરુની મહત્તા અહિલાઘવથી સિદ્ધ કરી પોતાની અનુપમ કાવ્યશક્તિનો સુંદર પરિચય આપે છે. આચાર્યશ્રીના ગુરુનું નામ ‘ગોવિંદપાદ’ હતું. અહીં પોતાના આત્મજ્ઞાની ગુરુને ઉપરોક્ત ગોવિંદનાં બધાં વિશેષણો લાગુ પડે છે. આમ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... પરમાત્મા અને ગુરુ બંનેની એકસાથે સ્તુતિ જણાય છે. વળી, શાસ્ત્ર અને ગુરુવચનોનું માહામ્ય દર્શાવતાં કહે છે કે - શTeત્રમ્ ગુરુવાવથથ નવુ વધારઝમ અર્થાત્ શાસ્ત્ર અને સદ્ગરનાં વાક્યોમાં સ્તુતિ હોવાની નિષ્ઠા કરવી. વળી, બ્રહ્મજ્ઞાનથી ફળપ્રાપ્તિમાં ગરકુપાને મહત્ત્વની દર્શાવતાં તેઓ કહે છે, વૈરાગ્ય, શમદમાદિ તેમ જ ગુરુકૃપાથી મંદ અને મધ્યમ પ્રકારની હોવા છતાં, આ મુમુક્ષતા પ્રબળ બને છે ને (અપેક્ષિત બ્રહ્મજ્ઞાનરૂપી) ફળ આપે છે.” આગળ આ શાસ્ત્રરૂપી મહાસમુદ્રમાંથી પોતાને માટે ઉપયોગી થઈ પડે એવાં રત્નો શોધી કાઢવાનું કામ સાધકોને માટે ઘણું કરીને અશક્ય જ જણાય છે. તે માટે માર્ગદર્શક ગ્રની અનિવાર્યતા કહી છે. આચાર્ય એટલે ગુર કેવા હોવા જોઈએ એનું વર્ણન કરતાં તેઓ વિવેકચૂડામણિમાં કહે છે કે - “જે ક્ષોત્રિય નિષ્પાપ, કામનાઓથી રહિત, ઉત્તમ બ્રહ્મવેત્તા બ્રહ્મપરાયણ, બળતણ વગરના અગ્નિની જેમ શાંત, અકારણ દયાસાગર, વિનમ્ર વ્યક્તિઓ પ્રત્યે આત્મીયતા રાખે તેવા ગુને, વિનય, નમ્રતાપૂર્વક સેવા તેમ જ ભક્તિથી પ્રસન્ન કરીને, તેને શરણે જઈને, પોતાને જે જાણવું હોય તેને લગતો પ્રશ્ન કરવો. આ રીતે ઉચ્ચ કક્ષાના, ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરઓ મળવા મુશ્કેલ છે. જો સદ્ભાગ્યે આવા ગુર પ્રાપ્ત થાય તો તેમનાં વચનમાં જરૂર શ્રદ્ધા રાખવી જોઈએ, કારણકે એવા ગુરુનાં વાક્યો શાસ્ત્ર વિરુદ્ધ થતાં જ નથી. શંકરાચાર્ય કહે છે કે, વિદ્વાને લૌકિક ભોગોની તૃષ્ણા ત્યજી, સંત અને મહાત્મા એવા ગુરુનું શરણ લઈ, તેમણે બતાવેવી રીતથી ચિત્તનું સમાધાન કરી મુક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ : તો વિમુર્ત્ય...સમાદિતાત્મા || વિ. ન્યૂ. ૮) સાધના ચતુષ્ટય બતાવીને શંકરાચાર્ય કહે છે : સાધનોથી સંપન્ન બનેલો તત્ત્વજિજ્ઞાસુ પોતાના પ્રાજ્ઞ-સ્થિતપ્રજ્ઞ ગુરુને શરણે જાય, જેનાથી એના બંધનમાંથી છુટકારો થઈ શકે. ૩ત સાધન...વશ્વમોક્ષના (વિ. ટૂ. ૩૩). શંકરાચાર્યે વિવેકચૂડામણિમાં ગુરુની પાસે જ્ઞાન ગ્રહણ કરવા કેવી રીતે જવું એનું પણ વર્ણન બતાવ્યું છે અને કહ્યું કે ગુરુની કૃપાદષ્ટિના પાત્ર બની તેમની અમૃતમયી વાણી સાંભળવી એ પરમસૌભાગ્યનો વિષય છે. ગુરુ-શિષ્યની પરંપરામાં શિષ્ય ગુરુ પાસે જઈ બ્રહ્મવિદ્યા પામવા ઇચ્છે છે, ત્યારે ગુરુ કહે છે કે : તું ધન્ય છે, તારું કુળ પવિત્ર કર્યું છે, કારણકે તું અવિદ્યાના બંધનથી મુક્તિ મેળવી બ્રહ્મભાવ પામવા ઇચછે છે. (વિ. ટૂ. ૧૨) ગ્રંથાને ગુ કહે છે : જે પરમાનન્દની રસાનુભૂતિ છોડીને નીરસ ૪ ૧૭ રીફ. • ૧પ૭ ૧પ૮ Page #81 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... વિષયોમાં રાચે, પરમઆફ્લાદક ચંદ્ર સ્વયં ચમકી રહ્યો હોય ત્યારે એના ચિત્રને જોવાનું કોને ગમે ? અર્થાત્ બ્રહ્માનુભૂતિનો આનંદ સ્વતિશયી છે. જ્યારે વિષયોનું સુખ આભા સમાન છે. માટે મેધાવીજન વિષયોની પાછળ ન દોડતાં બ્રહ્મચિંતનનો આનંદ લૂટે છે. ગુરુએ શરણે આવેલા શિષ્યને ઉપદેશવિધિ કેવી રીતે કરવી તેના વિશે કહ્યું કે તત્ત્વજિજ્ઞાસુ શિષ્ય સ્થિતપ્રજ્ઞ ગુરુને શરણે ઉપર પ્રમાણે બોલતા આવે ત્યારે સંસારરૂપી દાવાનળના સંતાપથી સંતપ્ત મુમુક્ષને કરુણારસથી નીતરતી નજરે જોઈ વિનાવિલંબે અભયદાન આપવું જોઈએ. આત્મજ્ઞાની ગુરએ ઉપર કહ્યા પ્રમાણે જે પોતાનું કહ્યું કરતો હોય, જેને ચિત્ત શાંત હોય, જેના રાગદ્વેષ શમી ગયા છે, તો આત્મસ્વરૂપનો ઉપદેશ કરવો. હિતકારી સર્જન એટલે કે ગુરુના વચનથી અને સંગતયુક્તિથી આધ્યાત્મ માર્ગની યાત્રાએ જનારાને સાથે જ ફળસિદ્ધિ મળે છે. વિવેકચૂડામણિમાં ગુરુના બોધને ઉપનિષદોની જેમ તટસ્થ બનાવતાં આચાર્યશ્રી કહે છે કે - तटस्थिता बोधयन्ति गुरुवः श्रुतयो यथा । प्रज्ञयैव तरेद विद्वानीश्वरानुगृहितया ॥ વળી, શાસ્ત્ર કે ગુરુ દ્વારા જેનો બોધ કરાયો છે તેવું બ્રહ્મ વિશુદ્ધ બુદ્ધિથી જ પકડાય અને બુદ્ધિ પણ ઈશ્વરભક્તિ દ્વારા જ વિશુદ્ધ નિરહંકાર બની શકે. ગુના ઉપદેશ પ્રમાણે નિર્ગુણ બ્રહ્મનું-સર્વાત્મકતાનું જ્ઞાન જ મુમુક્ષુને મુક્ત બનાવી બંધથી છુટકારો આપી શકે. અહીં ફલિત થાય છે કે ગુરુના સાંનિધ્યથી આત્મતત્ત્વને પામનાર જ બીજાનાં દુ:ખોને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. ગુરૂ સાક્ષાત્ પરમાત્મા હોય તેમની સાથે શિષ્ય સેવકની જેમ જ વર્તવું જોઈએ. ગુરુ જ વેદાંત ઈશ્વર કે વેદસ્વરૂપ છે. વેદમાં કહ્યું છે કે - આવાર્યવાન્ પુરુષો દિ વેઢા સંદર્ભ ગ્રંથ : - શ્રીમદ્ શંકરાચાર્યનું તત્ત્વજ્ઞાન - પ્રા. સી. વી. રાવળ - આ. શંકરનું જીવન : નટવરલાલ સરૈયા - આદિ શંકરાચાર્ય પ્રા. ગૌતમ પટેલ આચાર્યોનું તત્ત્વજ્ઞાન. કાશ્મીરની આદિસંતત્ત્વયિત્રી – લલ્લેશ્વરીને સટ્ટનું માર્ગદર્શન -સુરેશ ગાલા (ઘાટકોપર (મુંબઈ)સ્થિત જૈન ધર્મના અભ્યાસુ સુરેશભાઈ ગાલાના ‘અનહદની બારી’, ‘અસીમને આંગણે” “મરમનો મલક’ અને ‘નવપદ આરાધના’ પુસ્તકો પ્રગટ થયાં છે. જૈન ધર્મ પર દેશ-વિદેશમાં સફળ પ્રવચનો આપે છે) કાશ્મીરની બહુચર્ચિત અને આદિકવયિત્રી પરમહંસ લલ્કય કાશ્મીરી જનતા લલેશ્વરી, લલયોગેશ્વરી, લલા, લલારિકા આદિ નામોથી ઓળખે છે. લલેશ્વરીનો જન્મ કાલ વિદ્વાનોની વચ્ચે વિવાદનો વિષય છે. વિદ્વાનો દ્વારા નિર્દિષ્ટ અલગ અલગ જન્મતિથિનું વિશ્લેષણ કરી ડૉ. શિબકુમાર રેણાનાં લલ્લેશ્વરીનો જન્મકાળ ઈ.સ. ૧૩૩૫ માને છે. પંડિત ગોપીનાથ રાયનાએ પોતાના પુસ્તક “લલવાક્યમાં લલ્લેશ્વરીનું જન્મનામ ‘પદ્માવતી' દર્શાવ્યું છે. લલ્લેશ્વરીનો જન્મ શ્રીનગરથી લગભગ નવ માઈલ દૂર આવેલા સિમપુરા ગામમાં એક બ્રાહ્મણ ખેડૂતના ઘરે થયો હતો. તે વખતની પ્રથા અનુસાર એમનાં લગ્ન બાલ્યાવસ્થામાં પાંપોર ગામના પ્રતિષ્ઠિત બ્રાહ્મણના ઘરમાં થયાં હતાં. પતિનું નામ સોનપંડિત હતું. બચપણથી જ લલ્લેશ્વરીને સંસાર પ્રત્યે રુચિ ન હતી. એમના કુલગુરુ શ્રી સિદ્ધમોલ પાસેથી એમણે પ્રારંભિક શિક્ષા-દીક્ષા તથા ધર્મ, દર્શન, જ્ઞાન અને યોગ સંબંધી ઘણાં રહસ્યો જાણ્યાં હતાં. ' લલ્લેશ્વરીમાં વધતો વૈરાગ્ય જોઈ એમના પતિ સોનપંડિતે ગુરુ શ્રી સિદ્ધમોલને વિનંતી કરી કે લલ્લેશ્વરીને તેઓ સમજાવે જેથી સાંસારિક બાબતોમાં એ રચિ લે અને સોનપંડિતની હાજરીમાં ગુરુશ્રી સિદ્ધમોલ અને લલ્લેશ્વરી વચ્ચે ગંભીર ચર્ચા શરૂ થઈ. સાંસારિકતા અંગે કંઈ વાતચીત થાય એ પહેલાં ચાર બાબતો અંગે ચર્ચા શરૂ થઈ. ૧પ૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ૧) બધા પ્રકારોમાં કયો પ્રકાશ શ્રેષ્ઠ છે ? ૨) બધાં તીર્થોમાં કયું તીર્થ શ્રેષ્ઠ છે ? ૩) બધા કુટુંબીઓમાં ક્યો કુટુંબી શ્રેષ્ઠ છે. ૪) બધી સુખદ વસ્તુઓમાં કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ?. દરેક જણે પોતાનો અભિપ્રાય દર્શાવ્યો પતિ સોનપંડિતની ગુરુ સિદ્ધમોલની લલ્લેશ્વરીની માન્યતા માન્યતા માન્યતા ૧) સૂર્યપ્રકાશ નેત્રપ્રકાશ આત્મજ્ઞાનનો પ્રકાશ ૨) ગંગા તીર્થ સ્વાવલંબનરૂપી તીર્થ જિજ્ઞાસારૂપી તીર્થ ૩) ભાઈ ખીરું (પૈસા) ભગવાન આરોગ્ય ઈશ્વરભય (ઈશ્વરપ્રીતિ) | લલ્લેશ્વરીને સાસરિયામાં સાસુનો ખૂબ ત્રાસ સહન કરવો પડતો હતો. સાસુ ખૂબ કામ કરાવતી. એમનો મુખ્ય ખોરાક ભાત હતો. સાસુ થાળીમાં મોટો પથ્થર મૂકી એની ઉપર થોડાક ભાત મૂકી એ પથ્થરને ઢાંકી દેતી અને લલ્લેશ્વરીને જમવા એ થાળી આપતી. બીજાને એમ થાય કે સાસુ કેટલા બધા ભાત વહુને ખાવા આપે છે ! એક દિવસ લલ્લેશ્વરી પાણી ભરવા ઘાટ પર ગઈ. સાસુએ લલ્લેશ્વરીના પતિ સોનપંડિતને ચડાવ્યો અને કહ્યું કે જા તપાસ કર કે આ ચૂડેલ આટલો બધો વખત ઘાટ પર શું કરી રહી છે. સોનપંડિત લાકડી લઈ ઘાટ પર ગયા. સામેથી લલ્લેશ્વરી માટીના ઘડામાં પાણી ભરી આવી રહી હતી. સોનપંડિતે ગુસ્સામાં ઘડા પર લાકડીનો પ્રહાર કર્યો. ઘડો ફૂટી ગયો. લોકવાયકા એવી છે કે ઘડો ભલે ટી ગયો, પણ ઘડામાંનું પાણી ઘડાના આકારમાં લલ્લેશ્વરીના માથ પર ટકી રહ્યું. ઘરે પહોંચીને લલ્લેશ્વરીએ પાણીથી વાસણો ભય અને વધેલું પાણી બહાર ફેંકી દીધું. થોડા દિવસ પછી ત્યાં એક તળાવ બની ગયું છે અત્યારે ‘લલ્લત્રાગ'ના નામથી પ્રસિદ્ધ છે. પંડિત આનંદ કૌલે લલ્લેશ્વરીના જન્મસંબંધી લોકવાયકાઓ એકત્રિત કરી છે એ મુજબ લલ્લેશ્વરી તરીકે જન્મી એ પહેલાંના સાતમા ભવમાં કન્યા તરીકે જન્મેલી લલ્લેશ્વરીનાં લગ્ન પાઠન ગામની એક વ્યક્તિ સાથે થયાં હતાં અને એક પુત્રની માતા બન્યાં હતાં. કાશ્મીરની પરંપરા પ્રમાણે પ્રસૂતિ પછીના ૧૧મા દિવસે થતા ‘કાહનેથર' ૧૬૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા નામના અનુષ્ઠાનના સમયે લલ્લેશ્વરીએ પોતાના કુળપુરોહિત સિદ્ધશ્રીકંઠને પૂછ્યું કે આ નવજાત બાળકનો મારી સાથે શું સંબંધ છે ? સિદ્ધશ્રીકંઠે કહ્યું, આ તમારો પુત્ર છે. આ સાંભળીને લલ્લેશ્વરી હતી અને કહ્યું. હું તરતમાં જ પ્રાણ ત્યાગ કરવાની છું અને ‘મારહોમ' નામના ગામમાં વાછરડી તરીકે જન્મ લઈશ. મારા શરીર પર વિશિષ્ઠ પ્રકારનું ચિહ્ન હશે. તમે બરાબર એક વર્ષ પછી ‘મારહોમ' ગામમાં આવજો અને આ વાતની સત્યતાની ચકાસણી કરી લેજો. લલ્લેશ્વરીએ આટલું બોલી તરત જ પ્રાણી ત્યાગ કર્યો. સિદ્ધશ્રીકંઠ એક વર્ષ પછી ‘મારહોમ’ ગામમાં ગયા. એમને ત્યાં વિશિષ્ઠ ચિતવાળી વાછરડી મળી ગઈ. વાછરડીએ એમને જોઈને કહ્યું, હં તરત જ પ્રાણ ત્યાગ કરવાની છું. મારો નવો જન્મ બિજીબ્રોર (બ્રિજબિહાડા) ગામમાં પિલ્લાના (મરઘીનું બચ્ચું) રૂપમાં થશે. ત્યાં તમને આગળની વાત કહીશ. વાછરડી આટલું બોલી રહી ત્યાં ઓચિંતો એક ચિત્તો આવ્યો અને એણે વાછરડીને ફાડી ખાધી. સિદ્ધશ્રીકંઠની જિજ્ઞાસા વધી ગઈ. તેઓ બિજીબ્રોર ગામમાં પિલ્લાના રૂપમાં લલ્લેશ્વરીને મળવા ગયા. લલ્લેશ્વરી અમુક અમુક ગામમાં અમુક અમુક રૂપમાં જન્મ લેવાની દરેક વખતે જે વાત કરતાં એ પ્રમાણે સત્યતાની પરીક્ષા કરવા માટે સિદ્ધશ્રીકંઠ બરાબર એનું અનુસરણ કરતા રહ્યા. લલ્લેશ્વરી તરીકે જન્મી એના પહેલાંના ભવમાં એણે દેહત્યાગ કરતી વખતે સિદ્ધશ્રીકંઠને પોતાના આવતા ભવજ્ઞી વાત ન કરી, માત્ર મૌન રહી મલકીને દેહ છોડી દીધો. - સાતમા ભવે એનો જન્મ લલ્લેશ્વરી તરીકે સિમપુરા ગામમાં થયો. આ છ ભવ એણે ૧૦ વર્ષમાં પૂરા કરી નાખ્યા હતા. લલ્લેશ્વરી જ્યારે ૧૨ વર્ષનાં થયાં ત્યારે એમનાં લગ્ન પાંપોર ગામના સોનપંડિત નામના યુવક સાથે થયાં. આ એ જ યુવક હતો જે સાત ભવ પહેલાં લલ્લેશ્વરીના પુત્ર તર્ક જન્મ્યો હતો અને લલ્લેશ્વરીએ એ ભવમાં પુત્રજન્મ આપીને માત્ર ૧૧ દિવસમાં દેહ છોડી દીધો હતો. પાણિગ્રહણ વખતે હાજર રહેલા સિદ્ધશ્રીકંઠને લલ્લેશ્વરીએ હળવેકથી કહ્યું, સાત જન્મ પહેલાં જે છોકરો મારી કૂખે જન્મ્યો હતો એ જ આજે મારો પતિ બન્યો છે. તમને યાદ આવે છે કે મેં એ ભવમાં તમને પ્રશ્ન પૂછેલો કે આ છોકરો મારો શું થાય ? સિદ્ધશ્રીકંઠને બધી વાતો યાદ આવી ગઈ અને એ આશ્ચર્યચકિત થઈ ગયા. એક લોકવાયકા મુજબ સિદ્ધથીકઠ સવારના સમયે નદીકાંઠે સ્નાન કરી રહ્યા હતા. એમણે જોયું કે થોડેક દૂર લલ્લેશ્વરી માટીના વાસણને બહારથી માંજી રહી હતી. ૧૬૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... સિદ્ધશ્રીકઠે તરત જ લલ્લેશ્વરીને કહ્યું, ‘અંદરથી ગંદા એવા આ વાસણને બહારથી માંજવાનો શું ફાયદો ?' લલ્લેશ્વરીએ તરત જ જવાબ આપ્યો, ‘ભીતરથી મેલી (મલિન ચિત્ત) એવી આ કાયાને ધર્મને નામે માત્ર બહારથી ધોવાનો શું ફાયદો ?' સિદ્ધશ્રીકંઠ તરત જ મર્મ સમજી ગયા કે ચિત્તશુદ્ધિના ધ્યેય વિનાની બાહ્ય ક્રિયાઓ મિથ્યા છે. એક વખત સિદ્ધશ્રીકંઠ ૪૦ દિવસનું કઠોર ચાન્દ્રાયણ વ્રત કરી રહ્યા હતા. એ દરમિયાન એક વખત સવારના લલ્લેશ્વરી એમને મળવા પહોંચી ગઈ. એમના ભક્તોએ લલ્લેશ્વરીને કહ્યું કે ગુરુજી તો સમાધિમાં લીન છે એટને તમણે મળી શકશે નહીં. લલ્લેશ્વરીએ હસતાંહસતાં કહ્યું કે વાત બરાબર છે. તમારા ગુરુ નંદમરગ ગામના ઘાસના મેદાનમાં ચરતા પોતાના ઘોડાને બીજો ઘોડો કદાચ લાત મારી દેશે તો એ વિચારમાં લીન છે ! સિદ્ધશ્રીકંઠને ખૂબ જ ગ્લાનિ થઈ, કારણકે એમનું ચચળ મન એ વખતે પોતાના ઘોડાનો વિચાર કરી રહ્યું હતું કે જેને નંદમરગ ગામના મેદાનમાં એમણે ચરવા મોકલ્યો હતો અને એમના ઘોડાને કદાચ કોઈ બીજો ઘોડો લાત મારતો હશે તો ! ત્યારે કહેવાય છે કે લલ્લેશ્વરીએ સિદ્ધશ્રીકંઠને સમજાવ્યું કે ધ્યાન ખરેખર કેવી રીતે કરી શકાય !! દિવસે દિવસે સાધના દ્વારા લલ્લેશ્વરીએ એવી ભૂમિકા પ્રાપ્ત કરી લીધી કે એમનો દેહભાવ છૂટી ગયો હતો. મનના જગતથી પર એવા પરમતત્વ સાથે સતત અનુસંધાન રહેતું હતું. નિયતીની યોજના અનુસાર લલ્લેશ્વરી નાચતા-ગાતાં આનંદમગ્ન થઈ નિઃવસ્ત્ર થઈ ઘૂમવા લાગ્યાં હતાં. એમના મતે પુરુષ એટલે એવી વ્યક્તિ કે જે દેહભાવથી મુક્ત થઈ પરમતત્વમાં રમમાણ રહેતી હોય. એવો પુરુષ ભાગ્યે જ જોવા મળે. બાકી બધી જ વ્યક્તિઓ પુરુષ નથી પછી એમની સામે નગ્નાવસ્થામાં ફરવામાં શરમ શેની છે. એક દિવસ લલ્લેશ્વરીએ દૂરથી પ્રસિદ્ધ સૂફી સંત સૈયદ હમદાનીને જોયા અને જોરથી બૂમો પાડવા માંડી કે આજે મને અસલી પુરષનાં દર્શન થયાં છે. એક વાણિયાની દુકાને લલ્લેશ્વરી ગઈ અને દેહ ઢાંકવા વસ્ત્રની માગણી કરી. વાણિયાએ કહ્યું કે, આજ લગી તો તને વસ્ત્રની આવશ્યકતા ન હતી તો આજે શા માટે વસ્ત્ર માગે છે ? લલ્લેશ્વરીએ ઉત્તર આપ્યો કે આજે અસલી પુરુષ આવી રહ્યો છે. એ મને ઓળખે છે અને એને હું ઓળખું છું. એટલામાં સંત હમદાની નજીક આવી ગયા. બાજુમાં નાનબાઈની ભઠ્ઠી સળગી રહી હતી. લલ્લેશ્વરી એ સળગતી ભઠ્ઠીમાં કૂદી પડ્યાં. સંત હમદાની લલ્લેશ્વરીને શોધતાશોધતા ભઠ્ઠી આગળ પહોંચી ગયા અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... તરત જ વાસ્તવિકતા સમજી ગયા. એમણે હાક પાડી લલ્લી, બહાર આવ, જે બહાર કોણ ઊભું છે ? લોકવાયકા છે કે એ જ ક્ષણે દિવ્ય વસ્ત્રો પરિધાન કરેલી લલ્લેશ્વરી પ્રગટ થઈ. આ ઘટના પરથી કાશ્મીરમાં એક કહેવત પ્રચલિત થઈ છે કે, ‘આવી હતી તો વાણિયા પાસે, પરંતુ પહોંચી ગઈ નાનબાઈ પાસે.' એક વખત લલ્લેશ્વરીનાં સાસરિયાંના ગામ પાપોરમાં એક ખુલ્લી સભાનું આયોજન થયું હતું. ઘણા લોકાએ એમાં ભાગ લીધો હતો. લલ્લેશ્વરીના સસરા પણ એ સભામાં હાજર હતા. એમણે જોયું કે એમની પુત્રવધૂ લલ્લેશ્વરી એ સભામાં નિઃવસ્ત્ર આવી હતી. એમણે ગુસ્સે થઈને લલ્લેશ્વરીને પડાં પહેરવાની આજ્ઞા કરી અને પછી જ બહાર આવવા કહ્યું. લલ્લેશ્વરીએ વિરોધ કરતાં કહ્યું કે અહીંયાં એને કોઈ મનુષ્ય દેખાતો નથી, માત્ર ઘેટાં અને બકરાં જ દેખાય છે અને લલ્લેશ્વરીએ પોતાના સસરાને ફરીથી સભામાં જવા કહ્યું. એના સસરા અવાફ થઈ ગયા, કારણકે એમને સભામાં માત્ર ઘેટાં અને બકરાં જ દેખાણાં, કોઈ મનુષ્ય દેખાણો નહીં. તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ માત્ર ભૌતિક ઉપલબ્ધિની પૂર્તિમાં જ વ્યસ્ત રહે છે એ પશુ છે અથવા લાકડાનો ટુકડો છે કે પથ્થર છે. કહેવાય છે કે કાશમીરના મુસ્લિમ ષિ સંપ્રદાયના પ્રવર્તક સંત નંદ્રષિ કે જે પાછળતી શેખ નુરુદ્દીન વલીના નામે પ્રખ્યાત થયા હતા. એમનો જન્મ થયો ત્યારે એમણે માના સ્તનમાંથી દૂધ પીધું નહીં. ત્યારે ક્રતીફરતી લલ્લેશ્વરી ત્યાં પહોંચી અને તાજા જન્મેલા શિશુને કહ્યું, “માની યોનિમાંથી આવતાં (જન્મ લેતાં) શરમ ન આવી તો હવે માના સ્તનમાંથી દૂધ પીતાં શરમ શેની ?' કહે છે કે તરત જ શિશુએ સ્તનપાન શરૂ કરી દીધું. એમ પણ કહેવાય છે કે વર્ષો પછી લલ્લેશ્વરી અને નંદષિ અવારનવાર મળતાં અને એમની સાથે ક્યારેકક્યારેક કુલરની સંપ્રદાયના મીર સૈયદઅલી હમદાની પણ જોડાતા હતા અને આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરતા તો ક્યારેક ત્રણેય અંદરોઅંદર એકબીજાને પોતાની પાસે રહેલ દિવ્ય અને રહસ્યપૂર્ણ શક્તિઓ બતાવતા અને ભવિષ્યવાણી પણ કરતા. કુલરની સંપ્રદાયના કેટલાય અનુયાયીઓ એમ પણ માને છે કે, શાહ હમદાનીના માર્ગદર્શન હેઠળ લલ્લેશ્વરી ચાર ચરણ નાસૂત, મલત, જબરૂત અને લાહત પાર કરીને પરમધામ ‘અર્શ-એ મસ્જિદ' (દુનિયાને ચલાવનાર આકાશસ્થિત ખુદા) સુધી પહોંચી હતી. કેટલાક મુસલમાનોનું એમ પણ માનવું છે કે લલ્લેશ્વરીએ પાછળથી ઈરલામ ધર્મ અપનાવ્યો હતો. - ૧૬૪ GSR Page #84 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... લલ્લેશ્વરીને કોઈ સંતાન ન હતું. વિષમ કૌટુંબિક જીવન હોવા છતાં પોતે ઇન્દ્રિયાતીત જગતમાં વિચરતી હતી. લલ્લેશ્વરીના જીવનકાળ દરમિયાન કાશમીરમાં ઈસ્લામ ધર્મનું આગમન થઈ ચૂક્યું હતું. સમગ્ર ભારતમાં ઘોર અશાંતિ તથા ધાર્મિક અવ્યવસ્થા વ્યાપ્ત હતી. સામાજિક, આર્થિક તથા રાજનૈતિક વિષમતાઓને કારણે સામાન્ય જનતા ત્રસ્ત હતી. ધમાંધ કટ્ટરવાદનું જોર વધતું હતું. દરેક સંપ્રદાય પોતાને શ્રેષ્ઠ માનતો હતો. કાશ્મીર પણ આમાંથી બાકાત ન હતું. આ સમયે લલ્લેશ્વરીએ પોતાને થયેલ અનુભૂતિઓને આધારે ધર્મના વાસ્તવિક સ્વરૂપને સીધી-સાદી સરળ ભાષામાં જે પદો દ્વારા વ્યક્ત કર્યું એને “વાખ' કહે છે. આ વાખ ચાર પદના હતા. છંદમુકત પણ લયબદ્ધ અને ગેય. જેમ નરસિંહ મહેતા રચિત ભજનો, પદો કે પ્રભાતિયાં આજ દિન સુધી ગુજરાતનાં ગામોમાં ગવાતાં આવ્યાં છે એમ લલ્લેશ્વરી રચિત ‘વાખ' પણ પેઢી દર પેઢીથી કાશ્મીરનાં ગામોમાં ગવાતાં આવ્યાં છે. આ વાખ લલ્લેશ્વરીના સમયમાં લિપિબદ્ધ ન થયા, પણ સેંકડો વર્ષો સુધી મૌખિક પરંપરા દ્વારા સચવાણા. પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર આવું સાહિત્ય કાગળ પર નહીં, પણ સ્મૃતિપટ પર અંકિત થવું જોઈએ. ભોજપત્ર કે કાગળ પર લિખિત સાહિત્ય કરતાં હડમાંસના બનેલ સ્મૃતિપટ પર અંકિત થયેલું સાહિત્ય અધિક વિશ્વસનીય છે એવી માન્યતા પ્રચલિત હતી. ભારતની મધ્યકાલની સંતપરંપરાની જેમ લલ્લેશ્વરીએ ‘વાખ દ્વારા બાહ્યાડંબરો તથા ક્રિયાકાંડોનું ખંડન કર્યું હતું અને આત્મનિરીક્ષણ, આત્મશુદ્ધિ તથા નિષ્કામ સાધન પર વિશેષ જોર આપ્યું હતું. એમના વાખના કેન્દ્રમાં હતી કોઈ પણ સંપ્રદાયના વિધિવિધાનના કે બાહ્ય ક્રિયાકાંડના આગ્રહથી પર એવી પરમતત્ત્વની અનુભૂતિ. એમના “વાખ’ પર શૈવ, વેદાંત તથા સૂફીદર્શનની સ્પષ્ટ છાપ દેખાઈ આવે છે. માત્ર મૂર્તિપૂજા, પશુબલિ, તીર્થાટન, શારપાઠ કે વ્રતપાલનને જ જેઓ ઇશપ્રાપ્તિનાં સાધન માને છે અને એનાથી જ જેઓ સંતુષ્ટ છે એમનું પણ લલ્લેશ્વરીએ ખંડન કર્યું હતું. કાશ્મીરી બ્રાહ્મણો માંસાહાર કરતા હોય છે એની પર લલ્લેશ્વરીએ ટીકા કરી હતી અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે થતા પશુબલીનો પણ નિષેધ કર્યો હતો. - લલ્લેશ્વરી માનતાં હતાં કે માનવીના દેહમાં વિશ્વચેતનાનો એક અંશ હોય છે જેનો અંતર્દષ્ટિ દ્વારા અનુભવ થઈ શકે છે. લલ્લેશ્વરીએ નિયતીનો સ્વીકાર કરેલ છે. ભાગ્યનો પણ સ્વીકાર કરેલ છે. - ૧૬૫. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શેખ નાસિર ઉદ્દીને લલ્લેશ્વરીની પ્રશંસામાં લખ્યું : પરમતત્વની અનુભૂતિ માટે એણે હૃદયાગ્નિમાં બધી જ વાસનાઓ બાળી નાખી અને ‘અહદ-એ-અલસ્ત’નો પ્રેમપિયાલો પીને આનંદોલ્લાસથી ઉન્મત થઈ ગઈ. શમસ ફકીર એના વિશે કહે છે : ગઈ હતી ઘાટ પર કરવા દેહનાન ચિત્તને તો લાગી ગયું અલખનું ધ્યાન ફૂદી પડી તેજીથી એ તો પરમ ઘાટમાં જ્યાં કોઈ ન હતું સિવાય કે ભગવાન. શ્રીનગરથી ૨૮ માઈલ દૂર શ્રીનગર-જમ્મુ હાઈવે પર સ્થિત વેજીબ્રોર (બ્રિજ બિહાડા) ગામમાં જમા-મસ્જિદની દીવાલની પાછળ લલ્લેશ્વરીએ દેહત્યાગ કર્યો હતો એવું મનાય છે. મુહમ્મદીન ફોકે પોતાના પુસ્તકમાં લલ્લેશ્વરીના દેહત્યાગની ઘટનાનો ઉલ્લેખ આ રીતે કર્યો છે : એક દિવસ લલ્લેશ્વરી માટીના ટબ જેવા મોટા વાસણમાં બેસી ગઈ અને એ વાસણને ઉપરથી એવા જ મોટા વાસણથી બંધ કરી દીધું. જેમણે આ જોયું એ બધા આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પછી લોકોએ ઉપરના વાસણને હટાવીને અંદર જોયું તો અંદર કંઈ ન હતું. આ રીતે લલ્લેશ્વરીએ દેહનો ત્યાગ કર્યો. કેટલાય વિદ્વાનો એમ માને છે કે, ફાગણ સુદ આઠમે લલ્લેશ્વરીએ દેહત્યાગ કર્યો હતો. ઈ.સ. ૧૭૭૬ સુધી લલ્લેશ્વરી જીવિત હતાં એવી માન્યતા છે. આશ્ચર્યની વાત એ છે કે કાશ્મીરમાં લલ્લેશ્વરીનું કોઈ પણ સ્મારક, સમાધિ, મંદિર કે મકબરો ક્યાંય નથી. લલ્લેશ્વરીએ જ લખ્યું છે ને કે, ન હું કોઈ માટે રડી છું, ન કોઈ મારા માટે રડે, કારણ કે મારા માટે તો જનમ-મરણ છે સમાન મેં તો સદા ગાયાં છે અલખનાં ગાન. કાશ્મીરી હિંદુ હોય કે મુસલમાન હોય, એમના ઘરમાં હજી પણ લલ્લેશ્વરી વાખ ગવાય છે. કાશ્મીરની પદયાત્રા દરમિયાન પૂજ્ય વિનોબાજીએ કહ્યું હતું કે, ‘કાશમીરમેં દોહી નામ ચલતે હૈ, એક હૈ અલ્લા ઔર દૂસરા હૈ લલ્લા.' ទ។ Page #85 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સ્વામી શિવોમ તીર્ય રચિત પુસ્તક અંતિમ રચનામાં સ્વામી શિવોમ તીર્થના ગુરુ સ્વામી વિષ્ણુદેવ તીર્થે (દેવાસવાળા) શિવોમ તીર્થને કહ્યું હતું કે લલ્લેશ્વરી એમની પરંપરાનાં છે. સ્વામી વિષ્ણુદેવી તીર્થની પરંપરાના આદિગુરુ સ્વામી પરમાનંદ તીર્થે શક્તિપાત દ્વારા લલ્લેશ્વરીને દીક્ષિત કર્યાં હતાં. લલ્લેશ્વરી તરીકે જન્મ્યાં એ પહેલાંના ચોથા માનવભવમાં સ્વામી પરમાનંદ તીર્થ સાથે લલ્લેશ્વરીની મુલાકાત થઈ હતી. એ ભવમાં સ્વામી પરમાનંદ તીર્થે લલ્લેશ્વરીને કહ્યું હતું કે, તારા આ ભવ પછીના ચોથા ભવમાં હું તને શક્તિપાતની દીક્ષા આપીશ. એ પછી જ તું સાધના કરી જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ શકીશ. તારે ત્રણ ભવ સુધી કર્મો ખપાવવાનાં છે. સ્વામી વિષ્ણુદેવ તીર્થ લલ્લેશ્વરીને સૂક્ષ્મ સ્તરે મળ્યા પણ છે. હાલમાં લલ્લેશ્વરી સૂક્ષ્મ શરીરમાં રશિયામાં આવેલ સાઈબેરિયાના પહાડોમાં રહે છે. આવો ઉલ્લેખ અંતિમ રચના પુસ્તકમાં છે. ઘાટકોપરસ્થિત મારા મિત્ર ડૉ. ધીરેન શાહે, સ્વામી વિષ્ણુદેવ તીર્થના શિષ્યના શિષ્ય સ્વામી શિવમંગલ તીર્થ પાસેથી શક્તિપાતની દીક્ષા લીધી છે. પરિણામે લલ્લેશ્વરીથી પરિચિત છે. બે વર્ષ પહેલાં ડૉ. ધીરેન શાહ કાશ્મીર ફરવા ગયા હતા ત્યારે લલ્લેશ્વરીના ગામ પોપોરમાં જઈ એમણે યુવાન રિક્ષાવાળાને લલ્લેશ્વરીના ઘર વિશે પૂછ્યું. રિક્ષાવાળાને લલ્લેશ્વરીના ઘર વિશે ખબર હતી નહીં. રિક્ષાવાળાએ ધીરેનભાઈને કહ્યું કે મારા દાદા લલ્લેશ્વરીના વાખ ગાય છે. એમને કદાચ ખબર હશે. રિક્ષાવાળો ધીરેનભાઈને પાંચ મિનિટ રાહ જોવાનું કહી પોતાના ઘરે પોતાના દાદાને મળવા ગયો. દાદાને રિક્ષાવાળાએ કહ્યું કે, મુંબઈથી કોઈ ભાઈ આવ્યા છે અને લલ્લેશ્વરીના ઘર વિશે પૂછે છે. આપને કાંઈ ખબર છે ? દાદાએ પોતાના પૌત્ર રિક્ષાવાળાને કહ્યું કે મુંબઈથી આવેલી એ વ્યક્તિને તું પગે લાગજે, કારણકે મુંબઈની વ્યક્તિ માત્ર લલ્લેશ્વરીનું ઘર જોવા આપણા ગામમાં આવે એ જ એ વ્યક્તિની મહત્તા દર્શાવે છે ! લલ્લેશ્વરીનો હજી પણ કાશ્મીરમાં આવો પ્રભાવ છે ! આગમસાધનાના માર્ગ પર, જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાના માર્ગ પર કે દેહથી પર એવા ચૈતન્યતત્ત્વની અનુભૂતિ કરવાના માર્ગ પર સદ્ગુરુના માર્ગદર્શન વિના પ્રયાણ થઈ શકતું નથી. લલ્લેશ્વરી આ વાતને અનુમોદન આપતાં કહે છે - ક્યાંથી આવી ક્યાં જઈશ, હું તો છું અજાણ, સદ્ગુરુ આપે બોધ તો, થાય મારું કલ્યાણ. કચ્છના સંત મેકણદાદા પણ કહે છે, ૧૬૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્યાસા બાહર ભટક ના, ભીતર એક તળાવ મારગ જાણ સદ્ગુરુથી, ને નાખ ત્યાં પડાવ. લલ્લેશ્વરી સદ્ગુરુએ આપેલ ઉપદેશ વિશે કહે છે, એક વચને દીક્ષા કે, ભીતર તું પ્રવેશ, ત્યજી વત્ર નાચી ઊઠી, રાખી છૂટા કેશ. ગુરુએ દિક્ષામાં એક વચન કહ્યું કે બહારના વિષયોમાં ભમતા મનને દેહમાંસ્થિત પ્રાણશક્તિ અને શરણાગતિના ભાવ દ્વારા ભીતર તરફ વાળી લે અને દેહથી પર એવા ચૈતન્યતત્ત્વનો અનુભવ કરી લે. લલ્લેશ્વરી પોતાના અનુભવ વિશે કહે છે, શોધવા તુજને નીકળી, હું તો ઘરની બહાર, અંતે તું ભીતર મળ્યો, સફળ થયો અવતાર. લલ્લેશ્વરી આત્મસાધના વિશે કહે છે, પંચપ્રાણને આસરે, ફરે કરણ અગિયાર, ઊર્ધ્વ દિશામાં ગતિ કરે કષાય પામે હાર. આ પંચમહાભૂતના દેહમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન એમ અગિયાર કરણ પંચપ્રાણ (પ્રાણ, અપાન સમાન ઉદાન અને વ્યાન)ને સહારે વિષયોમાં ભમતા હોય છે. આ જ પંચપ્રાણને સહારે અગિયાર કરણની દિશા બદલી નાખવામાં આવે (ગુરુગમ્ય સાધના) એટલે કે વિષયોને બદલે ચૈતન્યભાવ તરફ ગતિશીલ થાય તો કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)નો હ્રાસ થવા માંડે એમાં જ જીવનની સાર્થકતા છે. ગુરુવચને પ્રાણગંગે કર્યું જ શુદ્ધ તન મન, આવાગમન મટચું હવે, શિવ એ જ મારું ધન. હૃદયમાં શુભ ભાવ રાખી ગુરુના માર્ગદર્શન હેઠળ ગંગાજળરૂપી પ્રાણશક્તિથી તન અને મનને વિશુદ્ધ કર્યું. જીવતેજીવતાં મેં મુક્તિ પ્રાપ્ત કરી લીધી. હવે યમરાજાનો ભય શાનો ? એ પરમતત્ત્વ (શિવ) જ મારું સર્વસ્વ છે. નવ દ્વારને બંધ કરી, પકડયો જ પ્રાણચોર, વીંધ્યો હૃદયે એમથી લાધ્યો અનહદ છોર. આ વાખમાં લલ્લેશ્વરી યોગમાર્ગની એક પ્રક્રિયા કે જેનું નામ યોનિનુદ્ર છે અને જે ગુરુગમ્ય છે એની વાત કરતાં કહે છે કે, મેં દેહનાં નવ દ્વારને બંધ કર્યાં (નવ ૧૬૮ Page #86 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા » દ્વાર= બે આંખ, બે કાન, બે નસકોરાં અને મુખ એમ સાત દ્વારને આંગળીઓ અને અંગુઠા દ્વારા અને બાકીનાં બે વાર ઉપસ્થ અને પાયને મૂલબંધ દ્વારા) પછી દેહમાં સ્થિત પ્રાણશક્તિ અને ઓમકારના સહયોગથી અનાહત ચકનું (હદયચકનું) ભેદન કર્યું અને મને પરમતત્ત્વની આંશિક અનુભૂતિ જ્યોતિરૂપે થઈ. થયો મનોલય ઓમથી, બળી ગયો છે કામ, ભેદાયાં છ ચક પછી, પ્રકયું દિવ્ય ધામ. પરમતત્ત્વની પ્રાપ્તિ માટે મારે યોગસાધના કરવી પડી. જ્યારે હું છ ચક્રોને ભેદી સાતમા ચક સહારમાં પહોંચી ત્યારે જ એ દિવ્ય અપાર્થિવ પરમ પ્રકાશના પંજમાં કંબોળાઈ. કાશ્મીરમાં જન્મી લલ્લી, સિમપુરા તણે ગામ, નિયતીએ ગોઠવેલું. કરવા પૂર કામ. વિવાહ કરીને આવી, સોન પંડિતને ઘેર, સાસુ વદે બહુ આકરું વતાવે ખૂબ કેર. દીક્ષા લીધી યોગની, થયું પ્રાણઉત્થાન, દેહમાન વરસ છૂટયાં, સુણે પરમનું ગાન. મળ્યો અણસાર આખરે, નિહાળ્યું નિકટ મોત, છોડી પિંજર દેહનું પહેર્યું પરમ પોત. વેરે ઘેર ગવાય હજી, લલ્લીના એ વાખ, પરપ્રાપ્તિ કરો ત્વરિત, થાશે સઘળું રાખ. શ્રીમદ્ રાજચંદ્રજીની રચનામાં ગુરુમહિમા - ડૉ. રશ્મિ ભેદા (જૈન ધર્મનાં અભ્યાસુ ડૉ. રશ્મિબહેને યોગ વિષય પર થિસિસ લખી છે, Ph.D. કરેલ છે. “અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષની” નામનો ગ્રંથ પ્રગટ થયો છે. જૈન જ્ઞાનસત્રમાં નિયમિત ભાગ લે છે) ભારતની ભૂમિ પર અનેક મહાપુરુષો અતીતકાળ થઈ ગયા છે, સાંપ્રતકાળે થાય છે અને ભવિષ્યકાળમાં થશે, પરંતુ તે સર્વમાં આત્મશુદ્ધિની ક્ષિતિજોને સર કરી હોય, સ્વ પરનું કલ્યાણ સાધ્યું હોય એવા પરમપૂજનીય પુરુષો ઘણા વિરલ છે. શ્રીમદ્ રાજચંદ્ર અનેક ભવોમાં સાધેલી સાધનાના સ્વરૂપે આ ભવમાં આત્મસિદ્ધિ પ્રાપ્ત થયેલ અદ્દભુત યોગીશ્વર છે. આધ્યાત્મિક વિકાસની ઉશ્ચતર શ્રેણીને પ્રાપ્ત કરીને જીવનમુક્ત દશા પ્રાપ્ત કરનાર વિભૂતિઓમાંના સાંપ્રત શતાબ્દીમાં શ્રીમદ્ રાજચંદ્ર એક મહાન યુગપુરુષ છે. કાજળની કોટડીમાં રહેવા છતાં, નિષ્કલંક રહી શકે એવી વ્યક્તિઓ આ જગતમાં વિરલ હોય છે. શ્રીમદ્ આવા જ એ પુરુષ હતા. તેઓ જીવનભર ગૃહસ્થવેશે રહ્યા, પણ અંતરંગ નિર્ગથભાવે નિર્લેપ હતા. તેમનું અંતરંગ તો એક આદર્શ ત્યાગી, વૈરાગી તપસ્વી જેવું હતું. તેમના જીવનનો મહાકાળ વ્યવસાયવ્યવહારની પ્રવૃત્તિમાં પસાર થયો હતો. કર્મના ઉદયગત સંસારની જવાબદારીઓ લગભગ જીવનના અંતકાળ સુધી સંભાળી હતી. આમ છતાં જેમ જનક રાજા રાજ્ય કરવા છતાં વિદેહી દશામાં વર્તતા હતા, ત્યાગી સંસારીઓ કરતાં વધારે અસંગ દશામાં હતા, તેમ આ મહાત્મા પણ ઉપાધિઓના કાંડની વચ્ચે અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે અલિપ્ત ભાવે આત્માનંદમાં લીન રહેતા. શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયા ગામમાં વિ.સં. ૧૯૨૪ની કાર્તિક પૂર્ણિમાએ થયો. આ જ દિવસ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જન્મદિવસ તરીકે અને શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાના પ્રારંભના પવિત્ર દિવસ તરીકે મહિમાવાન છે. તેમના પિતા રવજીભાઈ અને માતા દેવબા ધાર્મિક સંસ્કારો ધરાવતાં, ભક્તિ અને સેવાથી શોભતાં દંપતી હતાં. બાળપણથી જ તેમની એવી તીવ્ર સ્મરણશક્તિ અને અદભુત ૬૯ ૧૭૦ Page #87 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગ્રહણશક્તિ હતી કે એક જ વખત સાંભળવાથી કે વાંચવાથી યાદ રહી જાય. એમનું વાંચન ખૂબ વિશાળ હતું. જ્યારે એમણે જૈન ધર્મનાં પ્રતિક્રમણ આદિ સૂત્રોનું વાંચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના તેમ જ ક્ષમાપના એમને સ્પર્શી ગઈ. એમનું વૈરાગ્યપ્રધાન ચિત્ર જૈન ધર્મ પ્રત્યે આકર્ષાતું ગયું. આ અરસામાં સાત વર્ષની વયે એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આ જ્ઞાને શ્રીમની સંસાર પ્રત્યેની દષ્ટિ બદલવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. લઘુવયથી એમને વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબોધ થયો તેનું મુખ્ય કારણ જાતિસ્મરણ જ્ઞાન ગણવા યોગ્ય છે. આઠ વર્ષની વયે એમણે કવિતાઓ રચવા માંડી અને એક જ વર્ષમાં રામાયણ અને મહાભારત જેવાં કાવ્યોની પાંચ હજાર શ્લોકોમાં રચના કરી. તેરમા વર્ષ પછી પિતાજીની દુકાન પર બેસીને નીતિપૂર્વક વ્યવસાય ચાલુ રાખ્યો, પરંતુ સાથે ગુજરાતી, હિંદી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ગ્રંથોનું વાંચન અને મનન પણ અવિરતપણે ચાલુ રાખ્યું. તેઓ હીરા-મોતીનો વ્યાપાર કરતાં પણ એની સાથે એમનું આત્મચિંતન ચાલ્યા કરતું. સમય મળતાં આત્મચિંતન માટે એકાંત સ્થળોમાં -વનમાં કે પહાડોમાં એકલા ચાલ્યા જતા અને પોતાની આત્મસાધના કરતા. શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે ઘણા મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ આકર્ષાયા હતા. લંડનથી બૅરિસ્ટર થઈને ભારત આવેલા મહાત્મા ગાંધીએ શ્રીમદ્ પાસે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું. એમની બાહ્ય અને આંતરિક અસંગ દશા પ્રગટ થતી હતી. તેઓ પથારીનો ઉપયોગ કરતા નહીં. એક જ વસ્ત્રનો અને એક જ વખત આહારનો ઉપયોગ કરતા. પગરખાં વાપરતાં નહીં. ડાંસ, મચ્છર કે ઠંડી-ગરમી સમભાવે સહન કરતા. તેઓ તેત્રીસ વરસ અને પાંચ મહિનાની ભરયુવાન વગે રાજકોટમાં દેહત્યાગ કરી ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી. એમની આંતરિક અવસ્થાનો નિચોડ એમનાં કાવ્યો, પત્રો, ગ્રંથો, નોંધો અને લેખોમાં મળે છે. સમયે સમયે એમનાં આત્મભાવ વધતો જતો હતો એવી એમની જ્ઞાનવૈરાગ્યની અખંડ અપ્રમત્ત ધારા તેમના સાહિત્યમાં આપણને જોવા મળે છે. એમણે પોતાની તો આત્મોન્નતિ સાધી સાથે તેમના અલ્પ આયુષ્યમાં બીજા મુમુક્ષુઓ માટે સરળ મોક્ષમાર્ગ દર્શાવતું અદ્ભુત આધ્યાત્મિક સાહિત્ય એમણે આપ્યું છે. જૈન તત્ત્વજ્ઞાનની દષ્ટિએ એમના સાહિત્યનું ઘણું મહત્ત્વ છે. એમનું સાહિત્ય નીચે પ્રમાણે વહેંચી શકાય - - મુમુક્ષુઓને ઉદ્દેશીને લખેલા પત્રો છે જેમાં મુખ્યતઃ પરમાર્થ વિચારણા જ છે. તેમના પત્રોમાં આત્મસ્વરૂપ, મોક્ષ, મોક્ષમાર્ગ, ધર્મ, સદ્દગુરનું માહાત્મ, પ્રત્યક્ષ સપુરુષની આવશ્યકતા, જ્ઞાની દશા, જ્ઞાનીની ઓળખાણ આદિ વિષયો પર બોધ પ્રાપ્ત ૧૭૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા થાય છે. તેમના પત્રોમાં ઠેરઠેર સદર અને સત્સંગનો મહિમા દેખાય છે. મુમુક્ષુઓને આત્મજાગૃતિ કરાવનાર, દીવાદાંડી સમાન આ પત્રો દરેક મુમુક્ષુએ પુનઃ પુનઃ વાંચનમનન કરવા યોગ્ય છે. - મોક્ષમાળા, ભાવનાબોધ, પ્રતિમાસિદ્ધિ અને આત્મસિદ્ધિશાસ્ત્ર (પદ્યગ્રંથ) આ સ્વતંત્ર ગ્રંથો અને બીજું પણ ઘણું છૂટક સાહિત્ય એમના અલ્પ જીવનકાળ દરમિયાન રચાયેલું છે. “મોક્ષમાળા’ આ ગદ્ય-પદ્યમાં રચાયેલો ગ્રંથ સોળ વરસ અને પાંચ મહિનાની ઉંમરે ત્રણ દિવસમાં લખ્યો હતો જે ‘બાલવબોધ’ નામે પણ ઓળખાય છે. એમાં જૈન માર્ગને યથાર્થ રીતે સમજાવ્યો છે. તત્ત્વમંથનકાળમાં શ્રીમદે પદ્દર્શનનું જે મધ્યસ્થ, નિષ્પક્ષપાત પર્યાલોચન કર્યું, જિનાગમોનું જે ઊંડું અવગાહન કર્યું તેનો પરિપાક આ દર્શનપ્રભાવક ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. ૧૦૮ શિક્ષાપાઠો છે જે કથાઓ અને દષ્ટાંતોથી રોચક છે, જેમાં જૈન ધર્મના વિવિધ વિષયોની સંક્ષેપમાં સમજણ આપી છે. ભાવનાબોધ ગ્રંથમાં વૈરાગ્યની બાર ભાવનાઓનું નિરૂપણ છે. - શ્રીમદે તેમના જીવનકાળ દરમિયાન લખેલી વીસેક જેટલી પદ્યરચનાઓ ઉપલબ્ધ છે. કેટલાંક કાવ્યોમાં શ્રીમની અંતરંગ દશાનું વર્ણન છે. કેટલાકમાં સરનું મહત્ત્વ વર્ણવ્યું છે, કેટલાકમાં તત્ત્વજ્ઞાનના બોધ છે તો કેટલાકમાં મોક્ષમાર્ગનું નિરૂપણ છે, જેમાં ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' જેવી અનુપમ દીર્ઘ કૃતિ (પદ્યગ્રંથ), ‘મૂળ મારગ મોક્ષનો' જેવું મોક્ષમાર્ગ બતાવતું કાવ્ય તેમ જ ‘અપૂર્વ અવસર’ અને ‘પંથ પરમપદ બોધ્યો’ જેવી ઉત્તમ કાવ્યરચનાઓનો સમાવેશ થાય છે. આ બધી રચનાઓમાં જૈન દર્શન અનુસાર તત્ત્વવિચારણા જોવા મળે છે, તેમ જ મોક્ષમાર્ગ વર્ણવ્યો છે. મોક્ષમાર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતાને મુખ્ય ગણાવેલ છે. આ ત્રણમાંથી કોઈ ને કોઈ તત્ત્વની વિચારણા આ પ્રત્યેક કાવ્યમાં જોવા મળે છે. મૂળમાર્ગ મોક્ષનો’, ‘પંથ પરમપદ બોધ્યો' આદિમાં આ ત્રણે તત્ત્વોની વિચારણા સંક્ષેપમાં રજૂ થઈ છે. આ કાવ્યરચનાઓમાં એક મહત્ત્વનો મુદ્દો છે - 'સરનું મહત્ત્વ'. સદરની કૃપા વિના મોક્ષમાર્ગ પ્રાપ્ત ન કરી શકાય. શ્રીમદ્ સરનું માહાત્મ ‘યમ નિયમ', ‘બિના નયન’, ‘લોકસ્વરૂપ રહસ્ય’, ‘અંતિમ સંદેશો, ‘મૂળમાર્ગ રહય' આદિ રચનાઓમાં બતાવ્યું છે. ગુરુનું મહત્ત્વ બતાવતી શ્રીમની આ રચનાઓમાંથી મેં આજે ‘બિના નયન પાવે નહિ બિના નયનકી બાત’ આ કાવ્ય લીધું છે. બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત, સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત્ ... ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત ... ૨ - ૧૭૨ Page #88 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... એહિ નહીં હૈ કલ્પના, એહી નહિ વિભેગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ ... ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા આગમ હૈ, વો જ્ઞાનીકા દેશ ... ૪ જપ, તપ, ઔર વૃતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ ... ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લગ સપુરુષકે, તો સબ બંધન તોડ ...૬ શ્રીમદ્ રાજચંદ્ર આ રચના હિંદી ભાષામાં કરી છે. ગુરૂગમનું ગૌરવ ગાતા આ કાવ્યની રચના એમણે વિ.સં. ૧૯૪૭ના અષાઢ માસમાં કરી હતી. આ કાવ્ય છે. દોહરાનું છે. એમાં શ્રીમદ્ ગુરગમનો અનન્ય મહિમા વર્ણવ્યો છે, જેને શ્રદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તેને માટે ગુરુશરણ જ ઉપાય છે. જૈન ધર્મ તેમ જ બીજા ભારતીય ધર્મોમાં શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે મોક્ષપ્રાપ્તિ માટે ગુરનું મહત્ત્વ દર્શાવેલું છે. સુગડાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધ, બીજા અધ્યયનમાં સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ કે, જગત આખાનું જેણે દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે અમને આમ કહ્યું કે-ગુરૂના આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષપ્રાપ્ત થયા. આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે - 'आणाए धम्मो णाए तवो' અર્થ : આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. આવા ગુરુ જેની આજ્ઞાનું પાલન કરવાનું છે એ ગુરુના લક્ષણ શ્રીમદ્ બતાવે છે - ‘આત્મજ્ઞાનને વિશે જેમની સ્થિતિ છે એટલે પરભાવની ઇચ્છાથી જે રહિત થયા છે, વિષય અને માનપૂજાદિ ઇચ્છાથી રહિત છે, માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મના ઉદયને લીધે જેમની વિચરવા આદિ ક્રિયાઓ છે, જેમની વાણી અપૂર્વ છે, અર્થાત્ નિજ અનુભવ સહિત ઉપદેશ હોવાથી અજ્ઞાનીની વાણી કરતા પ્રત્યક્ષ જુદી પડે છે, પર્શનના તાત્પર્યને જાણે છે તે સરુના યોગ્ય લક્ષણ છે. સદ્ગર કોને કહેવાય તો આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનાર, આપ્તના પ્રરૂપેલા શાસ્ત્ર અનુસાર, આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સગરસર એટલે નિર્ણય. આવા સરના ઉપદેશથી જે જિનનું સ્વરૂપ સમજે તે પોતાના સ્વરૂપની દશા પામે, કેમ કે શુદ્ધ આત્મપણું એ જ જિનનું સ્વરૂપ છે. અથવા wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા રાગ, દ્વેષ અને અજ્ઞાન જિનને વિશે નથી તે જ શુદ્ધ આત્મપદ છે અને તે પદ તો સત્તાએ સર્વ જીવનું છે. આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર આ કાવ્યમાં સમજાવે છે કે બાહ્ય ચક્ષુથી અગોચર એવો શુદ્ધાત્મા અંતર્થક્ષુ વિના પ્રાપ્ત કરી શકાતો નથી. ‘બિના નયન’ એટલે તત્ત્વલોચન વિના અર્થાત્ સરના બોધ વિના બિના નયન કી બાત' એટલે બાહ્ય ચક્ષુથી અગોચર એવો શુદ્ધાત્મા જે જડ એવા દેહ અને ઇંદ્રિયોથી અતીત હોવાથી તે જડ નયનરૂપ નથી. આવો ઇન્દ્રિયાતીત આત્મા તત્ત્વલોચન વિના પ્રાપ્ત કરી શકાતો નથી, અર્થાત્ સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકતો નથી. એના માટે તત્વલોવનદાયક એવા નયન, અર્થાત્ માર્ગ બતાવનાર સદૃગુરુના ચરણની ઉપાસના જ શ્રેષ્ઠ ઉપાય છે. જે સદ્ગરના ચરણને સેવે છે, અર્થાત્ એમની આજ્ઞાનું આરાધન કરે છે તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આત્મદર્શન કે આત્મસાક્ષાત્કાર કરવાની જેને ખરી તૃષા લાગી હોય, અર્થાત્ જેને તીવ્ર ઇચ્છા હોય તો તે તૃષા છિપાવવાનો, અર્થાત્ તે ઇચ્છા પરિપૂણ’ કરવાનો અનાદિકાળથી એક જ ઉપાય છે કે જ્ઞાની એવા સર પાસેથી ગુરુગામની પ્રાપ્તિ કરવી. આ ઉપાય કહ્યો છે તે કલ્પિત નથી, અયથાર્થ નથી, પણ વાસ્તવિક છે તેમ જ તે વિભંગ એટલે કે વિપરીત, ભૂલભરેલો નથી, અર્થાત્ મિથ્યા, અસત્ય નથી, પણ ખરેખર સત્ય છે. અનેક પુરુષો આ પંચમકાળમાં પણ આ ઉપાય દ્વારા શાશ્વત, અખંડ એવા આત્મસ્વરૂપને પામ્યા છે, એનો અનુભવ પામીને કૃતાર્ત થયા છે. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને પામવા માટે ગુરુચરણની ઉપાસના કરવાનું કહીને હવે શ્રીમદ્ રાજચંદ્ર આગળના દોહરામાં ઘણી જ મહત્ત્વની વાત કરે છે કે જ્ઞાનીના સમાગમથી કે શાસ્ત્રાભ્યાસથી જે કાંઈ જ્ઞાન મળ્યું છે તેનો તું બીજાને ઉપદેશ આપવા ના જા, કારણકે તું હજુ સુધી તે ભૂમિકા સુધી, તે દશા સુધી પહોંચ્યો નથી. તારા આત્માને પ્રતિબોધવા માટે તે ઉપદેશને ગ્રહણ કર. જે કાંઈ સત્કૃતનું પઠન-પાઠનમનન-ચિંતવન થાય તે માત્ર સ્વાધ્યાય અર્થે. સ્વાધ્યાય-સ્વઅધ્યાય-પોતાના અર્થે વિચાર કરવો. પોતાના આત્માને જિજ્ઞાસા, વિચાર, જ્ઞાન, ધ્યાન, સમાધિ આદિ ઉત્તરોત્તર ભૂમિકા પ્રાપ્ત થાય અને અંતરીક્ષ ખૂલે, એ માટે ઉપદેશ ગ્રહણ કરવાનો છે, અર્થાત્ તે પ્રકારે પોતાનો આત્મા શુદ્ધ થાય તે પ્રકારે જ્ઞાનીનો ઉપદેશ ગ્રહણ કરવો અને બીજાને ન આપવો. જ્ઞાનીનો દેશ, અર્થાત્ નિવાસસ્થાન તો સર્વથી ન્યારું, અગમ, અગોચર છે. શ્રી પૂજ્યપાદ સ્વામી સમાધિશતક' ગ્રંથમાં લખે છે - ग्रामोऽरष्यमिति द्वेथा निवासोऽनात्मदर्शिनान् । दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव विश्चल ।।७३॥ - ૧૭૪. ૧૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... અર્થ : જેમને આત્મસ્વરૂપનું દર્શન (અનુભવ) થયું નથી તેમનો જનમાં કે વનમાં એ બે પ્રકારે નિવાસ છે, પરંતુ જેમણે આત્મા અનુભવ્યો છે તેમનો નિશ્ચલ નિવાસ તો કેવળ એક શુદ્ધ આત્મા જ છે. અસંગ દશામાં વર્તતા જ્ઞાની ઉદયાનુસાર ઉપદેશ આપે તો તે યોગ્ય છે. જ્ઞાનીને ઉપદેશ કરવા છતાં પણ કર્તાપણું નથી. તેઓ એનાથી નિર્લેપ રહીને ઉદયાધીન બોલે છે તેથી લેવાતા નથી. તે દશા અગમ્ય, ગણી ગહન છે. તેમનો ઉપદેશ જ્ઞાનદશાપૂર્વક હોવાથી તેમ જ નિષ્કામ કરુણાથી યુક્ત હોવાથી મુમુક્ષુને જ્ઞાનદશા પ્રાપ્ત કરાવવા સમર્થ સહાયક બને છે. જ્ઞાનીની સર્વ ક્રિયા કર્મનિર્જરા કરાવનારી હોય છે, જ્યરો અજ્ઞાનીની સર્વ ક્રિયા કર્મબંધ કરનારી છે. શુષ્કજ્ઞાની તત્ત્વની વાત કરતા પણ બંધાય છે, કારણ તેમાં અહંકાર ભળેલો હોય છે. તેના આત્મામાં રાગદ્વેષરહિતપણું, નિર્લેપપણું નથી. એટલે ઉપદેશ દેવાનું જે જ્ઞાનીની ક્રિયા છે તેનું અનુકરણ કરવું ઉચિત નથી. તારે તો તારા શ્રેય માટે એક આત્માર્થે ઉપદેશ ગ્રહણ કરવો એ જ યોગ્ય છે. આગળ શ્રીમદ્ કહે છે કે જપ, તપ, વ્રત આદિ જે શુભ અનુષ્ઠાનો છે, જે આત્માર્થે કર્તવ્ય છે, પણ એ ક્યારે સફળ થાય જ્યારે આત્મજ્ઞાની ગુરૂની આજ્ઞાનું આરાધન કરી યોગ્યતા પ્રાપ્ત કરી સની કૃપા મળે, જ્યાં સુધી જીવને સદ્ગુરુની અનુપમ કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેનાં જપ, તપાદિ સર્વ સાધન ભ્રમરૂપ છે, મિથ્યા માન્યતારૂપ, આત્મભ્રાતિ વધારનાર છે, પરંતુ સરની કૃપા તત્ત્વલોચનદાયક અને આશ્મશ્રેયકારક છે, સર્વોપરી શ્રેષ્ઠ છે, તેથી જ જીવ આત્મજ્ઞાન પામી શીધ્ર મુક્તિ પ્રાપ્ત કરી શકે. ‘મોક્ષમૂલ્લું ગુરુપ’ - ગુરુની કૃપા એ જ મોક્ષનું મૂળ છે. ગુરૂઆશા એ જ જપ, તપ સફળ છે. એ ગુરકુપા પ્રાપ્તિ કરવા જીવ જે સ્વચ્છેદે વર્તે છે, અર્થાત્ પોતાની અજ્ઞાન બુદ્ધિથી વર્તે છે, સાચા-ખોટાનો નિર્ણય કરે છે તેને ત્યાગીને આત્માજ્ઞીન સની આજ્ઞાનું અવલંબન ગ્રહણ કર, એ પ્રમાણે આચરણ કરે. પ્રેમ, ભક્તિ અને ઉલ્લાસથી એમની આજ્ઞાનું આરાધન કરવાથી સરુની કૃપારૂપ ગુરગમ પ્રાપ્ત થશે એ જ કર્મક્ષયનો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય છે. જેથી આ સંસારચક્રમાં ફરતા રાખવાવાળાં સર્વ કર્મબંધનનો ક્ષય થઈ શાશ્વત સુખમય એવા મોક્ષરૂપ પરમપદની પ્રાપ્તિ થશે. આવી રીતે આ કાવ્યમાં શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગની મહત્તા દર્શાવી આત્મકલ્યાણ સાધવાનો સચોટ માર્ગ બતાવ્યો છે. આ કાવ્ય શ્રીમદ્ભા હિંદી ભાષા પરના પ્રભુત્વની અને એમની કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. ઉર્યાગિરિના યોગેશ્વર તપસ્વી જગજીવનજી મહારાજસાહેબના દોહરામાં ગુરુવંદના - ડૉ. મધુબહેન બરવાળિયા (ડૉ. મધુબહેને હિન્દી કાવ્યસાહિત્યમાં Ph.D. કર્યું છે. જૈન દર્શનના પરિપ્રેક્ષ્યમાં “શાકાહાર” (અનુવાદ) “અધ્યાત્મ સુધા” અને “અધ્યાત્મ સૂર” (સંપાદન) પુસ્તકો પ્રગટ થયાં છે). ગોંડલ ગચ્છના સુપ્રસિદ્ધ અનશનધારી મહાતપસ્વી શ્રી જગજીવનજી મહારાજ સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય ગુરુદેવ પ્રાણલાલજી મહારાજના શિષ્ય હતા. તેઓશ્રી જન્મજાત કવિહૃદય હતા. તેમણે ગુજરાતી દોહારૂપે ચરિત્ર અને ઉપદેશ કાવ્યોની રચના કરી છે. તે પાછળ પણ તેમનું જનહિત સમાયેલું છે. તેઓ લખે છે આપણાં પ્રાચીન ચરિત્રો ઘણાં જ રસપ્રદ અને શ્રદ્ધાથી ભરેલાં હોય છે. સામાન્ય જન પ્રાચીન કથાઓને પોાતની સરળ ભાષામાં જાણવા માગે છે. આપણાં નવાં સાધુ-સાધ્વીઓ તથા શ્રદ્ધાળુ ભાઈ-બહેનો આ કથાનકોમાંથી વિચારસામગ્રી મેળવી શકે છે. આવા મહાપુરુષનો જન્મ સૌરાષ્ટ્રના ગીર જંગલના એક નાનકડા ગામ દલખાણિયામાં સંવત ૧૯૪૨, માગસર વદી પાંચના દિવસે પિતા મોનજીભાઈ - માતા જકલબાઈને ત્યાં થયો. મડિયા પરિવારના મોટા પુત્રને બાળપણમાં જ માતા-પિતા તથા નાના ભાઈના સ્વર્ગવાસથી વૈરાગ્યનાં બીજ વવાયાં. કાકાના સહારે મોટા થયા. સ્કૂલમાં પાંચ ગુજરાતીનો અભ્યાસ કર્યો. બોટાદ સંપ્રદાયના માણેકચંદજી મહારાજને ત્યાં આચાર્ય પુરુષોત્તમજી મહારાજના પરિચયમાં આવ્યા. ત્યાર બાદ બંધુબેલડી માણેકચંદજી મહારાજ દલખાણિયા પધાર્યા. તેમને ગુરુપદે ધારણ કર્યા. આજીવન કંદમૂળના પચખાણ કર્યા. અમૃતબાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. ધર્મપત્ની ધાર્મિક વૃત્તિવાળાં હોઈ જાવજીવ લીલોતરીનો ત્યાગ અને ચૌવિહારના પ્રત્યાખ્યાન કર્યા. છ સંતાન - ચાર દીકરી - બે દીકરા પરિવારમાં. ગામના નગરશેઠ બન્યા છતાં દરેકની સેવા કરવી એમનો જીવનક્રમ હતો. સેવામય જીવન સાથે ઉત્કૃષ્ટ તપ-આરાધના છઠ-છઠનો વરસીતપ ચાલુ હતો. સાથેસાથે વૈરાગ્યભાવ દઢ બન્યો. દીક્ષા ગ્રહણ કરવાના ભાવ જાગ્યા. પુત્રી પ્રભાબહેને સાથ આપ્યો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુના ચરણે જીવન સમર્પિત કરવાના દઢ નિશ્ચય સાથે પિતા-પુત્રીની બગસરા - ૧૭૬ : - ૧૫ Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્વભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... મુકામે દીક્ષા થઈ. થોડાં વર્ષો બાદ પુત્ર જયંતીની દીક્ષા વેરાવળમાં અને ચાર વર્ષ બાદ નાની દીકરી જયાબહેનની દીક્ષા સાવરકુંડલા થઈ. આ રીતે એક જ કુટુંબમાંથી ચાર આત્માઓ સંયમના પંથે ચાલી નીકળ્યા. થોડાં વર્ષોમાં જ જયંતીમૂનિના અભ્યાસ અર્થે ગુરઆજ્ઞા શિરોધાર્ય કરી બનારસ, પૂર્વભારતમાં વિહારની વાટે ચાલી નીકળ્યા. પિતાપુત્ર સંતની જોડી ઉગ્ર વિહાર કરી આગ્રા ચાતુર્માસ માટે પધાર્યા. જયંતમુનિએ મુનિના અભ્યાસ અર્થે બનારસ તથા અનેક ચાતુર્માસ પૂર્વભારતમાં કર્યો. ગુરઆજ્ઞાથી અને પૂર્વભારતના શ્રાવકોની વિનંતીને ધ્યાનમાં લઈ અનેક જગ્યાએ ઉપાશ્રક્ય, જૈન ભવન બનાવવાની પ્રેરણા થાકવકોને આપી. પૂર્વભારતના સ્થાનકવાસી સમાજનું સંગઠન કરાવ્યું અને “સમસ્ત પૂર્વભારત જૈન સંઘ'ની સ્થાપના થઈ. અંતિમ ચાતુર્માસ ધનબાદ કર્યું. ત્યાં ૧૬ ઉપાવાસની આરાધના કરી. ચાતુર્માસ બાદ રાજગૃહી તરફ વિહાર કર્યો. ૮૨ વર્ષની જૈફ વયે રાજગૃહીના પાંચ પહાડની યાત્રા કરી પાછા ફરી ત્રણ પહાડની તળેટીમાં જ્યાં ગણધર સુધર્માસ્વામીએ અનશન કરેલ તે જગા પોતાની અંતિમ સાધના માટે નક્કી કરી. જયંતમુનિને કહે, તમે મારા ગુરુ. શાસ્ત્રોક્ત ભાવે સંથારો ગ્રહણ કર્યો. એકસાથે ૧૫ ઉપવાસના પચ્ચખાણ ગ્રહણ કર્યા. સંથારાનો પ્રથમ દિવસ ૨૩-૧૨-૬૭, શનિવારે શરૂ થયો. પંજાબનાં ૫. શાંતાબાઈસ્વામી, અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈસ્વામી - બાપજી, પૂ. તરુલતાબાઈસ્વામી-આ.ઠા. પણ કોલકાતાથી ઉગ્ર વિહાર કરી અનશનઆરાધક પૂ. જગજીવનજી મહારાજની સેવામાં પહોંચી ગયાં. ૪૦મા ઉપવાસે પાણીનો ત્યાગ કરી દીધો. તેમનાં સુમધુર વચનો દ્વારા તેમની સમાધિની ઉત્કૃષ્ટ અવસ્થાનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇચ્છાઓ બધી શાંત થઈ ગઈ છે, વાતાવરણ મધુર બની ગયું છે. દિવ્ય દષ્ટિ સામે ઊભી છે, કર્મબંધના લબાચા ખરી પડ્યા છે. આનંદઆનંદ વર્તાઈ રહ્યો છે.” ૪૫મા દિવસે મહા સુદ-૭, ચડતા પહોરે સોમવારના કાળધર્મ પામ્યા. આવા મહાન તપસ્વી યોગીરાજના આત્માને ભાવભરી શ્રદ્ધાંજલિ, ગુણભરી ગુણાંજલિ ! પૂજ્યશ્રીના અનશન વ્રતની પવિત્ર ધરા રાજગૃહીમાં જગ-જયંત આરાધના ભવન આજે પણ પૂજ્ય તપસ્વીજીનું પાવન સ્મરણ કરાવે છે. પૂજ્ય તપસ્વી મહારાજનાં કાવ્યો વાચતાં મંત્રમુગ્ધ બની જવાય છે. ઉપમાઅલંકારની ભવ્ય અનેરી છટા આ કાવ્યકૃતિઓમાં જોઈ શકાય છે. ખરેખર આ બધાં કાવ્યો ઉચ્ચ કોટિની સાહિત્ય શ્રેણીમાં મૂકી શકાય તેવાં છે. કાવ્યોમાં કોઈ પણ એક ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... કથાનું અવલંબન લઈ સાહિત્ય છટાની એક અદ્ભુત સરિતા પૂ. તપસ્વીજીએ પ્રવાહિત કરી છે. તેમની કૃતિઓમાં નીતિબોધ, વ્યાવહારિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનનાં દિવ્ય દર્શન થાય છે. તપોધની પૂ. જગજીવનસ્વામી બહુમખી પ્રતિભા ધરાવનાર જૈન સંત હતા. તેઓ ગૃહસ્થાશ્રમમાં દલખાણિયા તેમના વતનમાં હતા ત્યારે ગામડાંમાં નવરાત્રિ ઉત્સવમાં તેમની આગવી કોઠાસૂઝથી સાત્ત્વિક મનોરંજનની દષ્ટિએ સુંદર નાટકોનું આયોજન કરતા. તપસ્વી ચિંતક, કવિ અને લેખક હતા. પૂ. જયંતમુનિ બનારસમાં અભ્યાસ કરતા હતા તે સમય દરમિયાન તપસ્વી પૂ. જગજીવનજી મ.સા., પૂ. અમોલખ ઋષિજીના અનુવાદિત ૩૨ આગમોનો સાવંત સ્વાધ્યાય કરેલો. આ પરિશિલનના પરિણામરૂપે આગમ કથિત સિદ્ધાંતો સહિત તત્ત્વજ્ઞાન તેમના કાવ્યસર્જનમાં અનેક સત્યો અને તથ્યો ઊતરી આવ્યાં. પૂજ્યશ્રીએ કૃષ્ણ ચરિત્ર', ‘ઋષભદેવ મહાકાવ્ય', ઈલાયચી ચરિત્ર', ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ ચરિત્ર', 'સુદર્શન ચરિત્ર', પુણ્યબુદ્ધિ પ્રધાનને રાજાનું ચરિત્ર', ‘મંગલ વિહાર' (કુંડલાથી કાશી સુધીની વિહારયાત્રાનો કલામય રસાળ ગ્રંથ)નું લેખન કર્યું. પછી તો આ કાવ્યયાત્રા અવિરત ચાલી. વીશ હજારથી પણ વધુ દોહા સાહિત્ય, જેમાં ઉપર્યુક્ત ત્રણ ગ્રંથો ઉપરાંત ગુરુ ગુણ માલા બાર ભાવના તિર્યંચ પ્રાણીકથા (પુશWા), ‘ગુરુપચ્ચીશી', અંતિમ ‘મહાકથારસ', ‘લા’ મિઝરેબલ'ના દોહા અનુવાદ વગેરે વિશાળ સાહિત્યસર્જન કર્યું. ‘ઉદયગિરિના યોગેશ્વર’ પોતાના જીવનચરિત્રના ગ્રંથનો પુર્વાર્ધ ભાગ પણ તેમણે ખુદ લખેલો. કવિશ્રીએ અપ્રમતભાવે લોકભોગ્ય શૈલીમાં વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. ઉદયગિરિના યોગેશ્વર તપોધની પૂ. જગજીવનજી મહારાજસાહેબે દોહારૂપે ચરિત્ર અને જે ઉપદેશકાવ્યોની રચના કરી છે તેમાં ૩૧૭૬ દોહામાં ઋષભ ચરિત્ર મહાકાવ્યની એક અદ્ભુત રચના પણ કરી છે. આ મહાકાવ્યની રચના કરતાં પહેલાં તપસ્વીજીએ પોતાના ગુરુને પ્રથમ વંદના કરી છે. ગુરુવંદનામાં કવિ ગુરના ઉપકારોનું સ્મરણ કરે છે અને માનસિક શક્તિ ખીલવવા માટે બુદ્ધિ, શ્રુતિ અને મતિની જાળવણી માટે જીવનમાં ગુરનો અનન્ય મહિમા છે તેનું વર્ણન કરે છે. દેશી કાઠિયાવાડી દોહરામાં ગુરુ પ્રત્યેનો ભક્તિસિંધુ લહેરાઈ રહ્યો છે. ૧૭૮ ૧૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... આપે મારા હાથમાંથી ઝેરનો પ્યાલો આંચકી લીધો અને મને અમૃતપાન કરાવ્યું, મૃત્યુમાંથી મુક્તિ આપી. Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... આ તપોધની સંતમાં તપ, જ્ઞાન સાથે નમ્રતાના ગુણનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. આ ગુણની એક પંક્તિમાં જ સાંગોપાંગ દર્શન થાય છે. “પ્રાણસુર પ્રતાપથી કાલુંઘેલું ચીતર્યું કામ" ગુરુદેવે રચેલ દુહાની આ પંક્તિમાં કરેલી માર્મિકતા ભરી છે. પોતાને મહાન નહિ માનતા, પણ ગુરુદેવને મહાન માની આ કૃતિની રચના કરી છે. અહીં પોતાના ગુરુ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણલાલજી મ.સા. પ્રત્યેના તેમના સમર્પણભાવનું દિવ્યદર્શન થાય છે. | ‘ઋષભચરિત્ર મહાકાવ્ય'ની રચના પહેલાં મંગલાચરણ પછી “ગુરુવંદના'ના દોહાઓની રચના કરી છે. પરમ દાર્શનિક નેત્રજ્યોતિપ્રદાતા પૂ. જયંતમુનિજી મ.સાહેબે આ દોહાનું સરળ છતાંય રસાળ અને તત્ત્વસભર શૈલીમાં રસદર્શન કર્યું છે તેનું આપણે પાન કરીશું. “ગુરુવંદના” પ્રથમ નમું ગુરુદેવને ચિત્ત સ્મરણ તાજાં થાય અન્ય બદલા બીજા વળે ગુરુ બદલો નહિ વળાયા ગુરુ આપ ચરણ તળે પદ્ગલ થઈ પથરાઉં છતાં તેથી ત્રણ કાળમાં ગુણ ઓશિંગણ ના થાઉં. સર્વ પ્રથમ હું ગુરુદેવને યાદ કરું છું ત્યારે મારા મનમાં આપના બધા ઉપકારનું સ્મરણ તાજું થાય છે. હકીકત એવી છે કે સંસારમાં ઉપકારનો બદલો વાળવામાં આવે છે, પરંતુ ગુરઉપકારનો બદલો વાળવો મુશ્કેલ છે. આપ ગ્રુભગવંતનો મહિમા એટલો બધો છે કે મન કહે છે કે આપનાં ચરણની રજ બનીને રહું અને ઘણા જન્મ સુધી ચરણોમાં રહ્યા છતાં હું આપનો “ઓશિંગણ" અર્થાત્ આપની સેવા માટેનું એક ઓશીકું પણ ન બની શકું. આપના ઉપકારના બદલામાં એક નાની વસ્તુ પણ અર્પણ કરવી સંભવ નથી. મિથ્યા દશ્ય મિટાવીને ઓળખાવ્યા અરિહંત સુકાની બની બચાવિયો સુમને બતાવ્યા સંતા વળી વહેતો નર્ક નિગોદમાં કર્યો શિવપુર સન્મુખ સુખ સ્થાન બતાવીને ભાંગ્યું ભવાંતર દુઃખ. (૩) આગળ ચાલીને કવિશ્રી ગુરુદેવનો ઉપકાર અભિવ્યક્ત કરતાં કહે છે કે, આપે માયાવી મિથ્યા ઝાળને મારી નજરમાંથી હટાવી દીધી. અરિહંતપ્રભુને ઓળખાવ્યા, માનું તો આપ ડૂબતી નાવના સુકાની બન્યા અને શાંતિપૂર્વક સંતનો પરિચય આપ્યો. હું તો નરક નિગોદ તરફ લક્ષ રાખી ઊંધે રસ્તે જતો હતો, પરંતુ આપે મારી દિશા બદલી શિવપુરી તરફ સન્મુખ કર્યો, અર્થાત્ મુક્તિ તરફ વાળ્યો. ખરેખર, જે સત્ય સુખનું સ્થાન હતું તે બતાવીને ભવાંતરના ભયંકર દુ:ખનો અંત કરાવ્યો. લખે લલકારા જીભના નહીં અણુમાત્ર ઉપકાર મિથ્યા માફી માગવી નહીં આપ ઉપકારનું ભાન લખે બદલો જો વળે તો, ચીતરું પૃથ્વી પહાડ બોલ્યાથી બદલો જો વળે ત્રણ લોક પોંચાવું ત્રાડ. (૪) માણસ એમ માને છે કે સારું બોલવાથી કે શબ્દો દ્વારા ઉપકારનો બદલો વાળી શકાય છે, પરંતુ કવિશ્રી આ વાત પર તીખો કટાક્ષ કરે છે. બોલીને બદલો વાળવો એ જીભના લલકારા છે. બોલવા માત્રથી એક અણુ જેટલો પણ બદલો વળતો નથી અને એ રીતે ઉપકારનું ભાન કર્યા વિના મિથ્યા માફી માગવી તે પણ ઉચિત નથી. આગળ ચાલીને કવિશ્રી કહે છે કે જો બોલવા માત્રથી કે લખવા માત્રથી બદલો વળી શકતો હોય તો હું પૃથ્વી અને પથ્થર પર લાંબી લાંબી કવિતાઓ કોતરાવી દઉં, પરંતુ આ લખાણની કોઈ કિંમત નથી તેમ જ જોરજોરથી જો ઉપકારનો બદલો પોકારી શકાતો હોત તો ત્રણ લોક ગજાવી દઉં, પરંતુ હકીકતમાં બોલી કે લખીને બદલો વાળવાનું પર્યાપ્ત નથી. અઘોર અટવિ સંસારની, ભવભમણ અનંતોકાળ કર ઝાલી પ્રભુ કાઢિ ચો, લઈ સેવક તણી સંભાળ ભૂલ્યા ભાન સંસારમાં, ભૂલ્યાને આપ્યું જ્ઞાન ઝેર પ્યાલો ઝડપી લઈ, કરાવ્યું અમૃતપાન. (૨) ગરદેવ અનંતકાળથી આ સંસારની ઘનઘોર અટવિમાં રઝળપાટ કરતો હતો, પરંતુ આપે હાથ પકડી આ અટવિમાંથી બહાર કાઢી મારી સંભાળી લીધી. હું તો સંસારમાં ભાન ભૂલ્યો હતો, પરંતુ મારા જેવા ભૂલ્યાને આપે જ્ઞાન આપ્યું. ખરેખર • ૧૭૯ ૧૮૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શરણ રહી સેવા કરું, આવે અંતર ઊભરો આપ એક ચિનગારી આપતાં જાય સેવક તણા સંતાપ કાર્ય ઉત્તમ કીધું નથી વળી ધરી ના આજ્ઞા આપ કહો ક્યાંથી ટળે મારા માટે, ભવભ્રમણ તણા સંતાપ. (૫) આ પદમાં કવિ સ્પષ્ટતા કરે છે કે ગુના શરણમાં રહી તેમની હૃદયપૂર્વક સેવા કરવાથી ગુરુદેવના પ્રેમનો ઊભરો આવે તો એક ચિનગારી જેવું એમનું સટ્વચન યા કૃપાવચન સેવકના બધા સંતાપને ભસ્મ કરી દે છે, પરંતુ દુ:ખ છે કે ઉત્તમ સેવા કરવાનો અવસર ન આવ્યો. ગુરુદેવની આજ્ઞા શિરોધાર્ય કરવાનો પણ યોગ ન બન્યો તો કહો ભાઈ, મારા ભવભ્રમણ કેવી રીતે મટે અને મારો સંસાર ક્યાંથી શમે ? અર્થાત્ સંભવ નથી. જન્મ રંક નથી રીઝતો ભલે દેવે દાની દાના અભવીને રુચે નહીં ગુણી ગુરુ કે જ્ઞાન અનંત ઉપકાર આપનો છતાં નીવડયો હું નાદાન આવ્યો સ્વાર્થ સાધવા ગરજુડો ગોતવા કામ. (૬) હવે કવિ કહે છે કે, હું જે માફી માગી રહ્યો છું તે ખરેખર સંતોષજનક નથી. તૃષ્ણાતુર માનવીને, ગરીબ હોય તોપણ કદાચ દેવશક્તિ એને ખજાનો આપે તથાપિ તેનું મન ભરાતું નથી. આથી બીજું મોટું પ્રમાણ આપતાં કવિ કહે છે કે, ગુણવાન ગુરનું જ્ઞાન પણ અભવી જીવને અસર કરતું નથી. તે રીતે હે ગુરુદેવ, આપનો અનંત ઉપકાર હોવા છતાં હું મારી જાતને નાદાન શિષ્ય માનું છું, પરંતુ મને વિશ્વાસ છે કે આપની ભક્તિ કરવાથી મારો સ્વાર્થ સરશે અને હું અત્યારે ગરજ કરી આપને શરણે આવ્યો છું. આપના ગુણનું જ્ઞાન કરી રહ્યો છું. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... નિરંતર મારા મનમાં થતું રહે અને આ મહાકાવ્ય લખવાની શક્તિ પ્રાપ્ત થાય, એ જ રીતે સારું લખાણ થાય એવી ઉત્તમ રીતે આશીર્વાદ પ્રદાન કરશો. આ તપસ્વીકવિ, ઉત્ક્રાંતિના નાથ પ્રભુ ઋષભદેવનાં ચરિત્રાલેખન દોહારૂપ કરી રહ્યા છે. આ દેદીપ્યમાન પ્રેરક મહાકાવ્યની પંક્તિઓ રચાઈ રહી છે, દેશી દોહરામાં અમૃતધારા છલકાઈ રહી છે. આ મહાકાવ્ય સર્જનના સમાપને પણ કવિની અપ્રમત દશા અને જાગૃતિ, ગુરુ પ્રત્યેની અનુપમ ભક્તિ વ્યક્ત કરે છે. “નહિ જ્ઞાન પિંગલ તણું સંસ્કૃત જરા જાણ પ્રાણસુર પ્રતાપથી વાંચી લખ્યું લખાણ જયંતમુનિ સુધરતા છવસ્થ ભૂલ રહી જાય મહાપુરુષ માફી આપશે બાળદોષ જતા ભુલાય. કવિ કહે છે કે મને કાવ્યશાસ્ત્ર, છંદ, અલંકારરૂપ, પિંગલ કે સંસ્કૃતિનું જ્ઞાન નથી, પણ ગુરુકૃપાએ હું આ સર્જન કરી શક્યો. અહીં કવિના ગુરુ પ્રત્યેના ઉત્કૃષ્ટ ભાવ-ભક્તિનાં દર્શન થાય છે. પૂજ્ય જગજીવનજીસ્વામીએ પોતાના લાડીલા ગુના કાળધર્મ પ્રસંગે લખાયેલી ગુરુવિરહની રચના... (રાગ : અપૂર્વ અવસર) સારથિ વિના સૂના રથના ઘોડલા, ગુર વગરનું સૂનું શિષ્યને ગાન જો હંસ વગરના સૂના માનસરોવર પ્રાણ વિનાની સૂની પાટ જણાય જો... માનવ વિના સૂની મહેલ હવલીઓ સૂનું એવું ગુરુબિન ગાદીસ્થાન જો બુદ્ધિ વિના બાળક નકામું જાણીએ ગુરુજ્ઞાન વિના સામર્થ્ય નિષ્કામ જો... વર્ગવાસી, શિષ્ય સામું નિહાળો અવધિજ્ઞાને મૂકી આપ ઉપયોગ જો જગજીવન જરૂર અરજ આટલી લેજો સંભાળી મને શરણ મોઝાર જો... * સ્મૃતિ આપો ચિત્તમાં બળ-બદ્ધિ બંને સાથ તન તંદુરસ્તી આપો ભાવ-ભકિત ભલી ભાતા ચિત્ત ગુરુ સ્મરણ સદા ગુરુશક્તિ લખવા કાજ નિત્ય ઇચ્છા બની રહે આપો આશિષ ઉત્તમ આજ. (૭) હે ગુરુદેવ ! મારા પર કૃપા વરસાવો. મારી માનસશક્તિ ખીલે, બુદ્ધિ પણ વધે, શ્રુતિ અને મતિ બને જળવાઈ રહે અને એ જ રીતે મને શરીરની તંદુરસ્તી પણ આપજો જેથી ભલી રીતે વિવિધ પ્રકારે આપની ભક્તિ કરી શકું. આપનું સ્મરણ ૧૮૧ ૧૮૨ Page #93 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwcारतीय संस्कृतिमा गुरुमहिमाowwwwwwwww दिगंबर जैनाचार्य देवनंदीश्री कृत आचार्यभक्ति में गुरुमहिमा ! • -विजयलक्ष्मी मुंशी (ऊदेपुर) (ऊदेपुरस्थित श्रीमती विजयलक्ष्मी मुन्शी ने इंग्लिश लीटरेचरमें M.A. किया है। महिला विद्यालय ऊदेपुर में प्रिन्सिपाल रुप से सेवा प्रदान करने के बाद, अभी जैन विश्वभारती लडनूं के साथे जूडी हुई हैं। "गंगा से पापं, चन्द्रमा से ताप तथा कल्पतरु से दीनता नष्ट होती है। परन्तु गुरुसंगति से पाप, ताप, दीनता आदि सबका नाश होता है। गु = अन्धकार तथा रु = प्रकाश, अर्थात् गुरु हमें अन्धकार से प्रकाश में लाते हैं। गुरु ही तरणतारण है जो स्वयं भी तिरते हैं और दूसरों को भी तारते हैं। उनकी महिमा एवं गुण _ अनन्त व शब्दातीत है। उच्चैगौत्रं प्रणते गो दानादुपासनात्पूजा । भक्ते सुन्दररुपं स्तवनात्कीर्तिस्तपो निधिषु ॥ गुरु को प्राणाम करने से उत्तम गोत्र की प्राप्ति, दान देने से उत्तम भोग, उपासना से स्वयं की पूजा, भक्ति से कामदेव के समान सुन्दर शरीर तथा स्तवन से चारों दिशाओं में फैलने वाली कीर्ति प्राप्त होती है। भगवान की सेवा से धनसम्पत्ति मिल सकती है, परन्तु गुरुसेवा से तो गुरु भगवान की ही प्राप्ति करा देते हैं। अस्तु... अपने गुरु के कारण ही सिकन्दर महान बना। कौटिल्य चाणक्य ने चन्द्रगुप्त मौर्य को दिग्विजयी किया। गुरु रामदास समर्थ के कारण शिवाजी छत्रपति बने तथा श्रीमद् राजचन्द्र के कारण मोहनदास से महात्मा गाँधी बने। गुरु के लिये जात-पात, उँच-नीच, छोटा-बड़ा कोई मायने नहीं रखता। वे सम्पूर्ण जगत को अपना ही मानते हैं। कहा भी है "उदार पुरुषाणां तु वसुधैव कुटुम्बकम्". -१८३ wwwwwwwwwभारतीय संस्कृतिमा महिभाw wwww आचार्य पूज्यपाद कृत 'आचार्यभक्ति': 'आचार्य भक्ति' में आचार्य की महिमा का सुन्दरतम वर्णन किया गया है। इसमें कुल ग्यारह पद है। धीर, वीर, गंभीर, दमी, यमी, अहिंसा, सत्य, सदाचार, क्षमा, सहिष्णुता आदि गुणों से मुक्त सर्वजन हिताय व सर्वजन सुख के लिए प्रयत्नशील गुरुओं की अभिवन्दना में यह कृति सरल एवं अद्वितीय है। यह संस्कृत भाषा में खिली गई है। आचार्य श्री श्री विद्यासागरजी द्वारा 'आचार्यभक्ति' का पद्यानुवाद - आचार्य पूज्यपाद की इस सुन्दर कृति में वर्णित गुरु महिमा एवं गुणों से सर्वधारण को परिचित कराने के लिए आचार्यश्री विद्यासागरजी ने इसका हिन्दी पद्यानुवाद अत्यन्त ही सरल, एवं हृदयग्राही भाषा में किया है। आयार्च पूज्यपाद श्री देवनन्दि जी का संक्षिप्त परिचय - कविनां तीर्थंकद्रेवः किं तरां तत्र वर्ण्यते । विदुषां वाऽमलध्वंसि तीर्थ यस्य वचोमयम् ॥ आदिपुराण १/५२ कवियों में तीर्थंकर समान, लक्षण ग्रन्थ रचनाकार, वचनरुपी तीर्थ से विद्वानों के शब्द सम्बन्धी दोषों को नष्ट करने वाले देवनन्दी पूज्यपाद में कवि; वैयाकरण एवं दार्शनिक व्यक्तित्वों का एकत्र समवाय पाया जाता है। आपका जन्म ब्राह्मण कुल के कर्नाटक के "कोले" ग्राम में श्री माधव भट्ट एवं श्रीमती श्रीदेवी के यहाँ ई. सन् की छठी शताब्दी में होता प्रतीत होता है। साहित्य प्रमाण से आप भूतवलि, समन्तभद्र, श्रीदत्त, यशोभद्र और प्रभाचन्द्र आचार्यों के उत्तरवर्ती है। आपके द्वारा लिखित अब तक निम्नलिखित रचनाएँ उपलब्ध है - १ - दशभक्ति २- जन्माभिषेक ३ - तत्त्वार्थवृत्ति (सर्वार्थसिद्धि) ४ - समाधि तन्त्र ५ - इष्टोपदेश ६ - जैनेन्द्र व्याकरण ७ - सिद्धि प्रिय स्तोत्र जीवन और जगत् के रहस्यों की व्याख्या करते हुए मानवीय कार्यों के प्रेरक, प्रयोजनों और उसके उत्तरदायित्वों का विवेचन आपके ग्रन्थों का मूल विषय है। आत्म-संयम, आत्म-शुद्धि, ध्यान, पूजा, प्रार्थना एवं भक्ति को उदात्त जीवन के लिए अनिवार्य माना है। आपके काव्य में दर्शन और अध्यात्म मुखरित हाता है। १८४ Page #94 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwमारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww भक्तिरस का शीतल जल हृदय और मन को आत्मविभोर कर देता है। शब्द विषयानुसार कोमल है। अनुष्टुप, वंशस्थ, उपेन्द्रवज्रा आदि छन्दों का प्रयोग कर गागर में सागर भर दिया है। आपके वैदुष्य का अनुमान "सर्वार्थ-सिद्धि" ग्रन्थ से किया जा सकता है। नैयायिक, वैशेषिक, सांख्य, वेदान्त, बौद्ध आदि विभिन्न दर्शनों की सुन्दर समीक्षा की है। निर्वचन एवं पदों की सार्थकता के विवेचन में आपका कोई सानी नहीं है। आपने प्रसिद्ध वैयाकरण पाणिनी के अपूर्ण पाणिनि-व्याकरण ग्रन्थ को पूर्ण किया। आप अपने पैरो में गगनगामी लेप लगाकर विदेह क्षेत्र में जाया करते थे। कहते है कि अनेक दिनों के योगाभ्यास के पश्चात् एक देव विमान में बैठकर अनेक तीर्थों की यात्री की। मार्ग में एक जगह उनकी दृष्टि नष्ट हो गयी तो "शान्त्याष्टक" की रचना कर ज्यों-की त्यों दृष्टि प्राप्त की। जीवन के अंतिम समय में अपने ग्राम में आकर आपने समाधिमरण किया। "आचार्य भक्ति के पद्यानुवादक आचार्य श्री विद्यासागरजी का संक्षिप्त परिचय" अनन्य ज्ञान, साधना एवं अध्यात्म के धनी वैराग्य-मूर्ति आचार्यश्री विद्यासागरजी महाराज सा. का जन्म दिनांक १०-०२-४६ को शरदपूर्णिमा के दिन बेलगाम के सदलगा गांव की पावन भूमि में मलप्या एवं श्रीभवी के यहां हुआ। शैशव काल से ही आपके मन में सन्त-दर्शन एवं सन्त-समागम की उत्कृष्ट इच्छा रही जिसकी पूर्ति समय समय पर होती रही। किशोरावस्था तक पहुँचते-पहुँते दीक्षा लेने की भावना बदलती होती गइ। राजस्थान की मरुभूमि में आचार्यश्री ज्ञान प्रकाशजी महाराज सा. ने दिनांक ३००६-१९६८ को २२ वर्ष की अवस्था में दीक्षित हुए। पूर्ण वैराग्य भाव से भावित होकर विद्या, बुद्धि, प्रतिभा, संयम, सेवा एवं अनुभव का संपोषण किया। दिनांक २२-०११-१९७२ को २६ वर्ष की आयु में आचार्यपद को प्राप्त किया। एकाकी साधना के दुर्गमों में विचरते हुए अपनी अनुपम दृष्टि, आत्मानुशासन एवं अनुभूतियों से आपके हृदय का कवित्व प्रस्फुटित हुआ जो धर्मगाथा में प्रवाहित हुआ। आप बहुभाषा-विद हैं। आपकी मुख्य रचनाएँ एवं प्रचवन संकलन निम्न हैरचनाएँ - काव्य एवं पद्यानुवाद - श्रमण-शतक, भावना-शतक, निरंजन ૧૮૫ wwwwwwwwwमारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwww शतक, परीषहजय, सुनिति-शतक, सूर्योदय-शतक, पूर्णोदय-शतक, सर्वोदयशतक, स्तुति-शतक, मुक्तक-शतक, निजानुभव-शतक, जैन गीता, कुन्दकुन्द का कुन्दन, निजामृत पान, द्रव्य संग्रह, अष्टपाहुड, निययसार, द्वादशानुप्रेक्षा, समन्तभद्र की भद्रता, गणोदय, रयण मंजूषा, आप्तमिमांसा, इष्टोपदेश, गोमटेश अष्टक, कल्याण मंदिर स्तोत्र, भक्तिपाठ, समाधिसुधा सिन्धु, योगसार, एकीभाव, मूकमाटी महाकाव्य, नर्मदा का नरम कंकर, डूबो मत लगाओ डूबकी, तोता क्यों रोता, स्तुति सरोज, मोक्ष ललना का जिया, बनना चाहता यदि शिवांगनपति, समकित लाभ आदि। आज भी आप यथासूत्र आचरण एवं स्वतन्त्र विचरण करते हुए जिन शासन की प्रभावना कर रहे है। आपकी साहित्य-साधना लेखन एवं प्रवचन के माध्यम से निरन्तर गतिमान है। “आचार्य भक्ति" (व्याख्या) (१) प्रथम पद - गुरुमहिमा का गुणगान करते हुए स्तुति के प्रथम पद में बताया गया है कि हमारे गुरु हमेशा शुद्ध-बुद्ध-सिद्ध जिनेश्वर की भक्ति में एवं वन्दना में लीन रहते है। कषाय से मुक्त होकर वे कोध रुपी दावानल को उपशान्त कर देते है तथा निरन्तर वैराग्य भाव में रमण करते है। पूर्ण संयम एवं सजागता से मन समाधारणता, वचन समाधारणता एवं काय समाधारणता रखते हुए तीनों गुप्तियों का समुचित पालन कर शरीर को वश में रखते हैं। वे सत्य भाषी है तथा अत्यन्त ही शुद्ध-भाव से मोक्षप्राप्ति हेतु साधना करते है। (२) द्वितीय पद - स्तुति के दूसरे पद में गुरु के स्वरुप का वर्णन करते हुए बताया गया है कि वे अपनी पूर्ण मर्यादा के साथ गरिमामय जीवनचर्या से मुनिपद की महिमा को दिन-रात बढाते है। वे जिनशासन के जाज्वल्मान दीपक हैं जो सतत प्रकाशमान होने के साथ साथ दूसरों को भी प्रकाशित करते हैं, अर्थात् आत्म कल्याण करते हुए दूसरों को भी आत्म कल्याण के लिये प्रेरित करने हेतु मन, वचन एवं काया से तत्पर रहते है। संसार के रागी-मोही जीवों को दुःख निवारणार्थ भावना एवं उपदेश देते है। अपनी कुशल साधना द्वारा बंधे हुए कर्मों की निर्जरा एवं संवर में लगते हुए है। उनका निर्मूलन कर सिद्ध होना चाहते है। ऋद्धि, सिद्धि व परसिद्धि में जरा भी मोह नहीं रखते हैं १८% Page #95 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwमारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww "विषयों की आशा नहीं जिनमें साम्य भाव धन रखते है, निज पर के हित में जो निश-दिन तत्पर रहते है।" वे जिनमत निपुण एवं अभिगम कुशल है तथा सांसारिक वैभव को छोडकर मोक्षसुख पाने के लिए सतत प्रयत्नशील है। (३) तृतीय पद - २८ मुलगुणों की मणियों से शोभित सद्गुरु प्रमादरहित, सदाचारी एवं सम्यकदृष्टा है। पाँच महाव्रत (सत्य, अहिंसा, अचौर्य, ब्रह्मचर्य एवं अपरिग्रह) में रत, इन्द्रिय-विजेता (स्पर्शन, रसना, घ्राण, चक्षु एवं कर्ण), ईर्ष्या, भाषा, एषणा, आदान-निक्षेपण एवं प्रतिष्ठापन समितियों से युक्त, समता, वन्दना, स्तुति, प्रतिक्रमण, प्रव्याख्यान, कायोत्सर्ग आदि में लीन तथा अचेल कत्व, अस्नान, अर्दत-द्यावन, केश लोंच, भूमि-शयन एवं एक भुक्ति-भोजन करने वाले है। षड्द्रव्य (धर्म, अधर्म, जीवस जीव, आकाश एवं काल) में दृढ विश्वास रखते है। जरा भी संदेह करते है। समयोचित करने वाले सदैव प्रमाद से दूर रहते है। सम्यग् दृष्टि से सम्पन्न धर्म में स्थित शुद्ध-आत्मा वाले गुरु हमेशा अपने गुणों के पोषण में लगे रहते है। (४) चतुर्थ पद - इस पद में गुरु के करुणामय, दयामय एवं समतामय स्वभाव एवं भावनाओं का सुन्दर वर्णन हैं। पद की पंक्तियाँ है - "पर दुख कातर सदय हृदय जो मोह-विनाशक तप धारे पंच पाप से पूर्ण परे है, पले पुण्य में जग प्यारे । जीव जन्तु से रहित थान में वास करे निज कथा करें जिनके मन में आशा ना है दूर कुपथ से तथा परे ॥" गुरु दूसरों के दुख से दुखी हो जाते हैं। उनका हृदय प्रेम और करुणा से ओत-प्रोत है। मोहादि कषायों को शांत करने के लिए तप करते हैं। हिंसा, असत्य, चोरी, बह्मचर्य, परिग्रह जैसे पांच पापों से पूर्ण रुप से विरत रहते हैं। सदा पुण्य में रमण करने वाले वे गुरु जग में सबके प्यारे हैं। अहिंसा दृष्टि से भावित होने के कारण वे जीव-जन्तु रहित स्थान में निवास करते हैं ताकि किसी भी प्रकार की कोई विराधना न हो। उनके मन में किसी भी प्रकार की कोई आशा, इच्छा, लोभ, मोह नहीं है। वे सन्मार्ग पर चलते हैं तथा कुपथ से दूर रहते हैं। (५) पंचम पद- वे हर कार्य को अत्यन्त ही सजगता एवं जाग-रुकता से करते हैं। कभी भी कोई भी ऐसा कार्य नहीं करते है जिसके कारण उनको उपवास -१८७ wwwwwwwwwमारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwww आदि दण्डों से दण्डित होना पडे। उनका तन और मन सुन्दर है। अर्थात् शरीर से सुडोल एवं मन से अच्छे विचारों व भावनाओं से भावित है। सदैव साधु-जनित क्रियाएँ करते है तथा क्षुधा, पिापासा, शीत, उष्ण, दंश, मसक, नग्न, अरीत, स्वी, चर्या, निषधा, शय्या, आक्रोश, वध, याचना, अलाभ, रोग, तण, मल, सत्कार-पुरस्कार, अज्ञान, अदर्शन, अचेलता आदि बाईस परषिहों को सहन करते हैं। प्रत्येक कार्य तथा संधान (अपने में जो गुण, पूजा आदि छूट गये हो उनका पुनः आरोपण करना), अन्वेषण, ध्यान आदि को अत्यन्त सावधानी एवं एकाग्रचित्त होकर करते है। किसी भी प्रकार का प्रमाद आदि नहीं करते हैं। (६) षष्ठम पद - इस पद में बताया गया है कि हमारे आचार्य गुरु यम, नियम आदि के पालन में कठोर एवं अटल है। किसी भी प्रकार की शिथिलता का कोई अवकाश नहीं होता है। ये गुफाओं और कन्दराओं में अकेले रहते हैं। इन्द्रियों, लोभ, मान, माया, मोह, मद आदि कषायमुक्त परिणामों तथा दुर्गति में डालने वाली लेश्याओं से अति दूर रहते है। यथाजात (अचेलक, नग्न) अवस्था में रहते है। पसीना, मैल आदि की परवाह नहीं करते है। इस दोहे में यही बताया गया है - "नियमों में है अचल, मेरुगिर कन्दर में असहाय रहे विजित मना है जित-इन्द्रिय है जितनिद्रक जितकाय रहे। दुस्सह, दुखदा दुर्गति-कारक लेश्याओं से दूर रहे यथाजात है जिनके तन है जल्ल-मल्ल से पूर रहे ॥" (७) सप्तम पद - गुरु उच्च भावों से भावित होकर दिन-रात आत्मा में रमण करते है। पूजा, ज्ञान, जाति, कुल आदि आठ मदों का गर्व नहीं करते हुए राग-द्वेष, ईर्ष्या, मत्सर, दुष्टता, आदि पापकारी प्रवृत्तियों से दूर रहकर पाप रुपी अंधकार को मिटाते है तथा सिद्ध-भक्ति में तन्मय रहते है। निरन्तर आगमों के स्वाध्याय, मंथन एवं मनन-चिन्तन में लीन रहते है। ऐसे सद्गुरु आचार्य का जीवन अतुलनीय है। (८) अष्टम पद - ध्यान चार प्रकार के होते है - आर्तध्यान, रौद्रध्यान, शुक्लध्यान एवं धर्मध्यान। आर्तध्यान एवं रौद्रध्यान हमारे शरीर एवं आत्मा के लिए कष्टदायक व दुर्गतिकारक होते है। अत: सद्गुरु सदैव इन से दूर रहने का प्रयास करते है। शुक्लध्यान एवं धर्मध्यान तरण-तारण हाने के कारण उनमें ही अपने ૧૮૮ Page #96 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwnारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww जचित्त को लगाये रहते है। कुगति एवं उन्मार्ग से दूर रहकर सत्पथ और सन्मार्ग की ओर निरन्तर गतिमान है। ये पुण्यवन महानुभाव सरल व सहज मन होते है एवं कभी भी अभिमान नहीं करते हैं। ऋद्धि गैरव से आशय शिष्य, पुस्तक, पिच्छिका एवं कमण्डल की सुन्दरता पर गर्व तथा दूसरों का तिरस्कार करना है। स्वादयुक्त एवं मनपसन्द भोजन मिलने का गौरव रस गौरव तथा अपने आप को बहुत सुखी समझना सात गौरव है। पद की पंक्तियाँ है - "आर्तध्यान से रौद्रध्यान से पूर्णयल से विमुख रहे धर्मध्यान से शक्लध्यान यथायोग्य जो प्रमुख रहे। कुगति मार्ग से दूर हुये है सुगति और गतिमान हये सात ऋद्धि रस गारव छोडे पुण्यवान गणमानाय हुये॥" (९) नवम पद- अपने बद्ध कर्मों की निर्जरा एवं संवर करने हेतु काय क्लेश एवं कठोर तप करते है। गर्मी की ऋतु में पर्वतों पर जाकर धूप में आतापना लेते है। तेज बरसात में पेड़ो के नीचे तथा शीतकाल में खुले आकाश में रहकर तपस्या करते है और पाप कर्मों को विनष्ट करते है। निर्भय एवं नीडर रहकर चरित्र धर्म का पालन करते है। महान विचारों एवं भावों को रखने वाले ये पुण्यशाली महानुभाव जनशासन की प्रभावना के निलय है।। (१०) दशम् पद- इस पद में जिनेश्वर देव को सम्बोधित करते हुए कहा गया है- हे जिनेश्वर ! इस प्रकार अगणित असंख्य गुणों के धारक, सबका हित करने वाले ये गणनायक, गणधारक सदैव आपकी भक्ति में लीन रहते है तथा बार-बार झुक-झुक कर आपके चरणों में झुकते है और नमस्कार करते है। (११) एकादशम् पद- इस पद में भक्त अपने गुरु के प्रति पूर्ण समर्पण भाव रखते हुए कहता है कि वह उन सभी को प्रणाम करता है जिन्होने राग-द्वेष, मोह, मद आदि कषायों के वशीभूत होकर कटु-कर्मों का (प्रगाढ कर्मों का) बंधन बांध लिया था इसलिय उन्होंने संसारी प्रवृत्तियोंसे मुक्त होकर वीतरागता से आत्मध्यान और तप द्वारा सम्पूर्ण कर्मों का नाश कर दिया व जन्म-मरण से मुक्त होकर मोक्षगामी हो गये - 'कषाय वह कटु-कर्म किये थे जन्म मरण से युक्त हुये वीतरागमय आत्म-ध्यान से कर्म नष्ट कर मुक्त हुये। प्रणाम उनको भी करता हूँ अखण्ड अक्षय-धाम मिले ૧૮૯ wwwwwwwwwमारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwww मात्र प्रयोजन य ही रहा है सुचिर काल विश्राम मिले ॥" (१२) द्वादशम् पद- (अंचलिका, दोहा)- इस दोहे में भक्त अपने गुरु के प्रति कृतज्ञता, समर्पण एवं क्षमायाचना का भाव प्रगट करते हुए अत्यन्त ही विनम्रता से निवेदन करता है - हे गणनायक! मुनियों के आचार्य ! अगर आपकी भक्ति में मुझसे कोई अशातना, विराधना या अवज्ञा हुई हो तो आपके संसर्ग में कायोत्सर्ग कर उसकी आलोचना करता हूँ। (१३) त्रयोदशम् पद - इस पद में आचार्य, उपाध्याय एवं साधु-सन्त की जिनशासन एवं जिन धर्म की प्रभावना में भूमिका बताते हुए कहा गया है कि नित्य पांच आचार (ज्ञानाचार, दर्शना चार, चारित्राचार, वीर्याचार तथा तपाचार) का पालन करने वाले रत्नत्रयी से शोभित महान आचार्य स्वयं तो मोक्षपद पर चलते ही है, अन्य लोगों को भी इस पथ पर चलने के लिए प्रेरित करते है। उपाध्याय चारित्र पालन का ज्ञान देकर मोक्षप्राप्ति का मार्ग दिखलाते है। साधु-सन्त ज्ञान, दर्शन एवं चारित्र का पालन कर जिनशासन की प्रभावना करते है। (१४) अंतिम पद - गुरु के प्रति अभिलाषापूर्वक पूर्ण समर्पण, भक्तिविनय एवं नम्रता का भाव प्रगट करते हुए भक्त निवेदन करता है कि वह अपने मन एवं हृदय को निर्मल कर गुरु की वंदना, पूजा एवं अर्चना करता है तथा नमस्कार करता है। उसे एसी सन्मती एवं सद्गति मिले कि सारे कर्म-बन्धन नष्ट होकर कष्टों से मुक्ति मिल जावें। बोधि ज्ञान की प्राप्ति हो। वीरमरण (समाधि मरण) कर आत्मकल्याण कर सद्गति व जिनपद की प्राप्ति कर सके। निम्न पद में यही समर्पण भाव नजर आता है - "भावभक्ति से चाव शक्ति से निर्मल कर कर निज मन को वेद, पूजू अर्चन कर लूं नमन करूं मैं गरगण को। कष्ट दूर हो कर्म चूर हो बोधिलाभ हो सद्गति हो वीर-मरण हो जिनपद मुझको मिले सामने सन्मति ओ।" ted Page #97 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમાચ્છ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.ની રચનામાં ગુરુમહિમા - કનુભાઈ શાહ (શ્રી કનુભાઈએ વર્ષો સુધી ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ અને મહાવીર આરાધના કેન્દ્ર કોબાના પુસ્તકાલય વિભાગમાં સેવા આપેલી. હાલ જૈન સાહિત્ય સ્વાધ્યાય-લેખન અને સંશોધનની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે) તત્ત્વજનિશા: ગ્રન્થમાં ઉપાધ્યાયજી મહારાજે વર્ણવેલું ગુરમાહાભ્ય અત્યંત સંક્ષિપ્તમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. આ લેખ ત્રણ વિભાગોમાં વિભકત થયેલો છે: (૧) યશોજીવન (૨) યશોકવન (૩) અને 'ગુરુતત્ત્વવિનિશ્ચય' ગ્રંથનો ટૂંક સાર. (૧) યશોજીવન : ઉપાધ્યાયજી મહારાજના જીવન વિશે ખાસ વિગતો પ્રાપ્ત થતી નથી, કારણકે ઉપાધ્યાયજી મહારાજે પોતાની વાત સ્વરચિત સાહિત્યમાં કયાંય કરી નથી. શ્રી કાંતિવિજયજીએ ઉપાધ્યાય યશોવિજયજીના જીવન વિશે ચાર ઢાળમાં રચેલી કૃતિમાં ‘સુજસવેલી ભાસ'માંથી થોડીઘણી વિગતો મળે છે. ‘કનોડા' ગામ તેમનું જન્મસ્થાન. ઉત્તર ગુજરાતમાં અણહિલપુર પાટણ નજીક રૂપેણ નદીના કાંઠે આ ગામ આવેલું છે. આ ગામમાં એક દેરાસર હતું. જૈનોની વસતિ હતી, ભાવસારનાં પણ ઘર હતાં. સમય જતાં વસતિનું સ્થળાંતર થતાં ગામનું નામનિશાન ન રહ્યું. નારાયણ એમના પિતાનું અને સૌભાગ્યદેવી એમની માતાનું નામ. એમનું નામ જશવંતકુમાર હતું, ભાઈનું નામ પદમસિંહ. બંને ભાઈઓમાં જાવંતકુમાર વધુ બુદ્ધિશાળી હતા. ઉપાધ્યાયજી મહારાજની બાળપણની ઘટના છે : તેમની માતાને ભક્તામર સ્તોત્ર' સાંભળ્યા બાદ જ અન્નજળ લેવાનો નિયમ હતો. એકવાર એમની માતાએ ભોજન સમયે ભોજન લીધું નહિ. જશવંતને આ વાતની ખબર પડતાં તેણે માતાને પૂછ્યું, 'મા તું ભોજન કેમ કરતી નથી?' જશવંતના હઠાગ્રણથી માતાએ જણાવ્યું કે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા વિના ભોજન ન લેવાનો મારો નિયમ છે. આજે ૧૯૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અતિશય વરસાદને કારણે ઉપાશ્રયમાં જઈને ગુરુમહારાજના મુખેથી ભક્તામરનું શ્રવણ થઈ શક્યું નથી. આ સાંભળી જશવંતે કહ્યું મા ! તારી સાથે ભક્તામર સાંભળવા દરરોજ ઉપાશ્રયે આવું છું, આથી આ સ્તોત્ર મને યાદ રહી ગયો છે. માતાને પગે ભક્તામર અત્યંત શુદ્ધિપૂર્વક સંભળાવ્યું અને માતાનો નિયમ છૂટો. આવી હતી જશવંતની તીવ્ર સ્મરણશક્તિ ! જશવંતમાંથી યશોવિજય : વિ.સં. ૧૬૮૮માં ‘કુલાનેરમાં ચોમાસું કરીને પૂ. નયવિજયજી કનોડા પધાર્યા હતા અને ત્યાં થોડા દિવસ સ્થિરતા કરેલી. સંતાનોમાં ધાર્મિક સંસ્કારો પડે એટલા માટે માતા બંને પુત્રોને જિનમંદિર અને ઉપાશ્રયમાં મોકલતી. બંને પુત્રો ગુરુ પાસે આવીને પાઠ લઈને સૂત્રો કંઠસ્થ કરતા અને ગુરને ગોચરી માટે પોતાના ઘરે પણ લઈ જતા. આ ગાઢ પરિચયના કારણે અને પૂર્વસંસ્કારોને કારણે જશવંતમાં દીક્ષાની ભાવના જાગી. પૂ. નયવિજયજીએ માતા-પિતાને જણાવ્યું કે ‘આ બાળક દીક્ષા લેશે તો મહાન શાસનપ્રભાવક થશે... વગેરે', માતા-પિતાએ દીક્ષાની સંમતિ આપી. ભાઈ સંયમના માર્ગે જતો હોઈ પદમસિંહને પણ દીક્ષા લેવાની ભાવના જાગી. વિ.સં. ૧૬૮૯માં પાટણમાં પૂ. શ્રી વિજયદેવસૂરિ પાસે ભારે મહોત્સવ પૂર્વક બંનેની દીક્ષા થઈ. આ સમયે જશવંતની ઉંમર ૯-૧૦ વર્ષની હતી. દીક્ષામાં બંનેનું નામ અનુક્રમે ‘યશવિજય’ અને ‘પદમવિજય' રાખવામાં આવ્યું. વડી દીક્ષા પણ પાટણમાં પૂ. વિજયદેવસૂરિ પાસે થઈ. - ગુરુપરંપરા : અકબર બાદશાહ પ્રતિબોધક આચાર્ય શ્રી હીરવિજયસૂરિશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિ થયા. તેમના શિષ્ય શ્રી લાભવિજયજી ગણિ, તેમના શિષ્ય શ્રી જીતવિજયજી ગણિ, તેમના ગુરભ્રાતા શ્રી નયવિજયજી ગણિ હતા.. યશોવિજયજી અને પદમવિજયજી - બંને શ્રી નવિજયજીના શિષ્યો બન્યા. કાશી-આગ્રામાં અભ્યાસ : અભ્યાસમાં શ્રી યશોવિજયજીની ગતિ ખૂબ તીવ્ર હતી. વિ.સં. ૧૬૮@ી ૧૬૯નાં દશ વર્ષના સમયગાળામાં જ સાધુજીવનમાં જરૂરી ધાર્મિક, સંસ્કૃતિ, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, સાહિત્યનો અભ્યાસ પૂરો કર્યો. ગુજરાતમાં તેમને વધુ અભ્યાસ કરાવી શકે તેમ ન હોઈ પૂનયવિજયજી અને પૂ. યશોવિજયજી અમદાવાદ આવ્યા. અવધાન પ્રયોગ : શ્રી નવિજયજીના આગ્રહથી યશોવિજયે કોઈ પણ જાતની પૂર્વતૈયારી વિના આઠ અવધાન ક્યાં. સૌ લોકો આશ્ચર્યચકિત થયા. શ્રી યશોવિજયજીને મનોમન વંદન કરવા લાગ્યા. શ્રી સમગ્ર સંઘ પણ ખૂબ ખુશ થયો. સંઘમાં શ્રી ધનજી સૂરા અમદાવાદના ઓસવાળ સંઘવી હતા. શ્રી ધનજી સૂરા દાનવીર - ૧૯૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... અને વિદ્યાપ્રેમી હતા. શ્રી ધનજી સુરા પોતાના ખર્ચે શ્રી યશોવિજયજીને કાશી વધુ અધ્યનાર્થે મોકલવા વિનંતી કરે છે. આથી કાશીમાં જઈને તેમણે અગ્રગણ્ય એવા ભટ્ટારક પાસે અધ્યયન કર્યું. કાશીમાં એમના વિદ્યાભ્યાસ દરમિયાન ગુરુની આજ્ઞાથી એક યાદી સાથેના વાદમાં જીતે છે. શ્રી યશોવિજયજીની આ વિદ્વતાને ધ્યાનમાં લઈને કાશીના પંડિતોએ તેમને ‘ન્યાયવિશારદ' અને 'ન્યાયાચાર્ય આ બે બિરુદો આપ્યાં. તેમના ગુરુ ભટ્ટાચાર્ય જણાવ્યું કે તમારા વિદ્યાગુરુ તરીકેનું મને ગૌરવ છે'. | વિ.સં. ૧૭૦૨ થી ૧૭૦૮ના સમય દરમિયાન ચાર વર્ષ કાશીમાં અને ત્રણ વર્ષ આગ્રામાં ગાળી અને વિ.સં. ૧૭૦૯નું ચોમાસું વચમાં ક્યાંક કરીને વિ.સં. ૧૭૧૦માં તેઓ ગુજરાત આવ્યાના ઉલ્લેખો મળે છે. મલવાદી ગણિ રચિત ‘નયચક્ર' ગ્રંથની એક જ નકલ હોઈ પંડિત પાસે યેનકેન પ્રકારે મેળવીને અન્ય મુનિઓ સાથે મળીને ખૂબ જ ટૂંકા સમયમાં નકલ કરી લીધી. તેમનું આ કાર્ય મહાન ગણાય છે. ઉપાધ્યાય પદ : વિ.સં. ૧૭૧૮માં તેમને શ્રી વિજયપ્રભસૂરિશ્વરજીએ ઉપાધ્યાયપદ આપ્યું. અનેક બિરુદો: લઘુ હરિભદ્ર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, તાર્કિક શિરોમણિ, કૂચાલી શારદ વ. વિશેષણોથી અલંકૃત બન્યા. સ્વર્ગવાસ : તેઓશ્રીનું અંતિમ ચાતુર્માસ વિ.સ. ૧૭૪૩માં વડોદરાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલા ડભોઈ (દર્ભાવતીમાં) થયું હતું. ત્યાં જ વિ.સં. ૧૭૪૪માં સ્વર્ગવાસ થયો હતો. અગ્નિસંસ્કારના સ્થળે તેઓના સ્મારકમાં તેમની ચરણપાદૂકાની સ્થાપના કરવામાં આવી છે. તેની પ્રતિષ્ઠા વિ.. ૧૭૪૫માં કરવામાં આવી હતી. (૨) યશોક્ત વન : ઉપાધ્યાયજી મહારાજે સમયમર્યાદામાં જેટલા ગ્રંથો રચ્યા છે તેટલા ગ્રંથો આજે કોઈ વ્યક્તિ માટે રચવા અશક્ય લાગે છે. ઉપાધ્યાયજી મહારાજે ગુરુમહારાજને પ્રસન્ન કરીને મેળવેલી વિદ્યા તે પ્રસાદવિદ્યા છે. તે કૂવા જેવી છે. કૂવાનું પાણી વાપરે તેમ વધે છે, આ રીતે પ્રસાદવિદ્યાના પ્રતાપે સેંકડો ગ્રંથો રચ્યા છે. ઉપાધ્યાયજી મહારાજના સાહિત્યના પ્રો. હીરાલાલ ૨. કાપડિયાએ યશોદોહન ગ્રંથમાં ચાર ભાગો પાડ્યા છે. (૧) સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય (૨) લલિત સાહિત્ય (૩) દાર્શનિક સાહિત્ય (૪) પ્રકીર્ણક કિંવા અવશિષ્ટ સાહિત્ય. ૧૯૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સાર્વજનીન યાને લાક્ષણિક સાહિત્ય: યશોવિજયજીએ ઓછામાં ઓછા સો ગ્રંથો રચ્યા છે. તર્ક ભાષાની પ્રશસ્તિ (શ્લોક ૪)માં પોતાના માટે ‘‘ત તપન્થ” એવું જે વિરોષણ વાપર્યું છે તે પરથી જાણવા મળે છે. તેમણે સંસ્કૃત, પાઈવ, ગુજરાતી અને હિન્દી એમ ચાર ભાષામાં ગ્રંથો રચ્યા છે. એમના તમામ ગ્રંથો હજી સુધી તો મળી આવ્યા નથી. - છન્દડામણિની ટીકા : કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ રચેલ છન્દોડનુશાસન ગ્રંથની વૃત્તિ રચી છે. મમ્મટના કાવ્યપ્રકાશ પર વૃત્તિ રચી છે. અમરચંદસૂરિએ રચેલ કાવ્યકલ્પલતા ગ્રંથ પર યશોવિજયજીએ ૩૫૦ શ્લોક જેટલી વૃત્તિ રચી છે! કપૂર પ્રકટની ટીકા તેમ જ ફલાફલ વિષયક પ્રશ્નપત્ર જેવી કૃતિઓ રચી છે. - લલિતસાહિત્ય : ભક્તિસાહિત્ય : (સ્તુતિ, સ્તોત્રો, સ્તવનો, પદો અને ગીતા) પંચપરમેષ્ઠિ ગીતા; ઐન્દ્રસ્તુતિ ૧૮ જાતના છંદમાં રચાયેલી છે. ઐન્દ્રસ્તુતિ પર કર્તાએ જાતે વિવરણ રચ્યું છે. આંતરોલી મંડન વાસુપૂજ્ય સ્વામીની થીમ (સ્તુતિ) રચી છે. સંસ્કૃત સ્તવનો અને સ્તોત્રો : આદિજિન સ્તવન, શંખેશ્વર-પાર્શ્વજિન સ્તોત્ર, સામાન્ય જિન સ્તવનરૂપ ૭૫ જેટલાં પદ રચ્યાં છે. યશોવિજય ગણિએ ત્રણ ચોવીસીઓ રચી છે. વિશિષ્ટ જિન સ્તવનોરૂપ પંદર પદોની રચના કરી છે. સાધુના ગુણગાનની સઝાય કિંવા સાધુવંદનામાં અનેક મુનિવરોને વંદન કરાયું છે. ચરિત્રો અને ધર્મકથા : આર્ષભીય ચરિત આ સંસ્કૃત પધાત્મક કૃતિ હજી સુધી પૂરેપૂરી મળી નથી. આ કૃતિમાં ઋષભદેવનું ચરિત્ર વિસ્તારથી આલેખાયું છે. જખ્ખસ્વામીનો રાસ (વિ.સં. ૧૭૩૯) આ રાસનો પ્રારંભ સાત 'દૂહા'થી કર્યો છે. ત્યાર બાદ એમણે ૩૭ ઢાલરૂપે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે. પદેશિક સાહિત્ય : વૈરાગ્યરતિ, અમૃતવેલની સઝાય, અઢાર પાપસ્થાનકની સઝાય, વાહણ-મસુદ્ર સંવાદ વગેરે. | દાર્શનિક સાહિત્ય : જ્ઞાનમીમાંસા : જ્ઞાનબિન્દુ (વિ.સં. ૧૭૩૧) આ સંસ્કૃત પ્રકરણ ૧૨૫૦ શ્લોક જેવડું છે. એના પ્રારંભમાં એક પદ્ય અને અંતમાં પ્રશસ્તિરૂપે નવા પડ્યો છે. એ બાદ કરતાં બાકીનો ભાગ ગદ્યમાં છે. જ્ઞાનબિન્દુ પર સંસ્કૃતમાં ટિપ્પણો છે. જ્ઞાનાર્ણવ-આ જ્ઞાનબિન્દુ અને સ્યાદ્વાદકલ્પલતા તેમ જ ન્યાયલોક કરતાં પહેલી રચાયેલી સંસ્કૃત કૃતિ છે. કર્તાએ જ્ઞાનવર્ણવની ગહનતા જોઈને સ્વયજ્ઞ ટીકા રચી છે. ૧૯૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ન્યાય યાને તર્કશાસ્ત્ર : તર્કભાષા - આ સંસ્કૃત કૃતિનો પ્રારંભ એક પધથી અને એનો અંત ચાર પદ્યની પ્રશસ્તિથી કરાયેલ છે. જ્યારે બાકીનું લખાણ ગદ્યમાં છે. ન્યાયસિદ્ધાંત મંજરી અને એની ટીકા, સપ્તભંગી-નય પ્રદીપ, નય રહસ્ય, નયોપદેશ, નયામૃત તરંગિણી, તરગિણીતરણી, સીમંધરસ્વામીને વિનંતી, જ્ઞાનપ્રક્રિયાની સઝાય, કુરની ઝાટકણી અને માફીપત્ર, સમભંગી તરંગિણી, અનેકાન્ત વ્યવસ્થા યાને જૈન તર્ક, સ્યાદ્વાદ રહસ્ય, સિદ્ધાંતતર્ક પરિષ્કાર, વિજયપ્રભસૂરિ સ્વાધ્યાય વગેરે. પદાર્થ પરમાર્થ યાને દ્રવ્ય વિચારણા : તસ્વાર્થ સૂત્રની અને એના ભાગની ટીકા, તત્ત્વાર્થસૂત્રનો બાલાવબોધ અને કર્તા, તત્ત્વાલોક અને એનું વિવરણ, ત્રિસાલોક, ઉપાદાદિસિદ્ધિ અને એની ટીકા. દ્રવ્ય અનુયોગ વિચાર યાને દ્રવ્યગુણ પર્યાયનો રાસ, ચૌદ ગુણસ્થાનક સઝાય, ઉપશ્રમશ્રેણિની સરુઝાય, સંયમશ્રેણી વિચાર, પાતંજલ યોગદર્શન અને એની વ્યાખ્યા, વેદાન્ત દર્શન, કાયસ્થિતિનું વર્ણન આદિ. પ્રતિમા શતક (વિ.સં. ૧૭૧૩) આ સંસ્કૃત કૃતિમાં ૧૦૪ પદ્યો છે. એ જાતજાતના અલંકારોથી વિભૂષિત છે. જિનપ્રતિમાસ્થાન સઝાય, જિનપ્રતિમા સ્તવન, દેવધર્મ પરીક્ષા (૪૫૦ શ્લોક જેવડી સંસ્કૃત કૃતિ). અધ્યાત્મ : અધ્યાત્મસાર (૯૪૯ પદ્યમાં રચેલી સંસ્કૃત કૃતિ) અદાયાત્મોપનિષદ, જ્ઞાનસાર, અષ્ટપ્રકરણ કિવાં અષ્ટક દ્વાત્રિશત્ (આ સંસ્કૃત કૃતિમાં આઠ આઠ પદ્યનાં બત્રીસ અટક છે). અધ્યાત્મોપદેશ, અધ્યાતમબિન્દુ, યોગવિદ્યાન વિંશિકા અને એનું વિવરણ, સમાધિશતક, અધ્યાત્મિક પદો. જીવનશોધન : તેર કાઠિયાનો નિબંધ, ષોડશક પ્રકરણ, સમકિતસુખલડીની સઝાય, હેતુગર્ભ, પાતંજલ યોગલક્ષણ વિચાર, યોગભેદ, યોગવિવેક, યોગાવતાર, યોગ માહાભ્ય, તત્ત્વાર્થદિપિકા, ગુતત્ત્વવિનિશ્ચય, સુગુરની સઝાય, કુગુરુની સઝાય, ગુરુ સ હણા સઝઝાય, ભાષા રહસ્ય, ઉવસ રહસ, નયરહસ્ય સ્યાદ્વાદ રહસ્ય, આહાર-અનાહારની સઝાય યાને ચતુર્વિધ આહારની સઝાય. પ્રકીર્ણક યાને અવશિષ્ટ સાહિત્ય : પિસ્તાળીસ આગમોનાં નામની સઝઝાય, અગિયાર અંગની સઝાય, સ્થાપના કલ્પની સઝાય, સટિક નયચક્રના આદર્શની રચના અને શ્રુતભક્તિનો નમૂનો. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુતત્ત્વવિનિશ્ચય : ગ્રંથનો ટૂંકસાર : મહોપાધ્યાય યશોવિજયજી મહાપુરુષ, જ્ઞાનકુંજ, પ્રખર વિદ્વાન થઈ ગયા તે નિઃશંક છે. શ્રીમદ્ હરિપ્રિયસૂરિ જેવા વિદ્વાન જૈન શાસનમાં એક જ છે અને તેમના પછી લગભગ એક હજાર વર્ષ બાદ આ યશોવિજયજી પણ જૈન શાસનના સભાગ્યે અઢારમી સદીમાં થયા. વિવિધ વિષયોના સેંકડો ગ્રંથોનું ઉપાધ્યાયજી મહારાજે સર્જન કર્યું છે. તેમાં ગુતત્ત્વ વિશે એમણે એમના ગ્રંથોમાં સારો એવો પ્રકાશ પાડયો છે. છતાં એક ગ્રંથ એટલે ‘ગુરુતત્ત્વવિનિશ્ચય'માં ગુરનું માહાભ્ય અને ગુરુ અંગેનાં અનેક પાસાંની વિશતાથી વિચારણા કરી છે. ગુરુતત્ત્વવિનિશ્ચય ઉપરાંત ગુરુને કેન્દ્રમાં રાખીને અન્ય સર્જનો કયાં છે. દા.ત. સુગુરુની સઝાય ગુરુસદ્દણા સઝાય, કુગુરુની સઝઝાય વગેરે. ગુરુતત્ત્વવિનિશ્ચય (વિ.સં. ૧૭૩૩) કૃતિ ચાર ઉલ્લાસમાં રચાઈ છે. એની પવસંખ્યા અનુક્રમે ૨૦૮, ૩૪૩, ૧૮૮ અને ૧૧૬ છે. આમ એકંદરે ૯૦૫ ગાથાઓમાંથી કેટલીક તો પૂર્વાચાર્યોએ રચેલી કૃતિઓમાંથી અહીં વણી લેવાઈ છે અને એનો ઉલ્લેખ સ્વયજ્ઞ વૃતિમાં કરાયો છે. પ્રથમ ઉલ્લાસમાં સૌથી પ્રથમ ઉપાધ્યાયજી મહારાજ ગુરનું માહાન્ય બતાવતાં કહે છે કે ગુરુની શુદ્ધ સમાચારીરૂપ આજ્ઞાને અનુસરવામાં આવે તો મોક્ષ સુધ્ધાં પ્રાપ્ત થાય છે. ગુરુના પ્રસાદથી આઠ સિદ્ધિઓ મળે છે. ગુરુની ભક્તિથી જ વિદ્યા ફળે છે તેમ જ આ દુનિયામાં પ્રાણીઓને ગુરૂ વિના બીજું કોઈ કારણ નથી. દીપક પોતાની દીપ્તિના પ્રભાવે પોતાને તથા બીજા પદાર્થોને પ્રકાશે છે, તેમ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યરિત્રરૂપે રત્નત્રયીના પ્રભાવે ગુરુ પોતાના અને પરના હૃદયગત અંધકારને દૂર કરે છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવગુરરૂપ બાહ્ય આલંબન જેટલા અંશે ઉચ્ચ કોટિનું હોય તેટલા અંશે તે આલંબનનું ધ્યાન કરનારના પરિણામ સવિશેષ નિર્મળ થાય છે. તેવી જ રીતે અનેક ગુરઓનો આશ્રય એક ગુના આશ્રય કરતાં વિશેષ ફળવાન થાય છે, પણ એ બધું વ્યવહાર દષ્ટિએ જ સમજવું, નહિ કે નિશ્ચય દષ્ટિએ. નિશ્ચય દષ્ટિએ તો પરિણામની નિર્મળતાનો આધાર માત્ર ધ્યાતાની યોગ્યતા પર છે, જો ધ્યાતા યોગ્ય હોય તો ઘણી વાર બાહ્ય આલંબન તદ્દન સાધારણ હોવા છતાં વધારે ફળ મેળવે છે અને જો ધ્યાતા પોતે યોગ્ય ન હોય તો બાહ્ય આલંબન ગમે તેટલું ઉચ્ચ પ્રકારનું હોય તો પણ તેનાથી તે ફળ મેળવી શકતો નથી. આ રીતે વ્યવહાર અને નિશ્ચય ૧૯૬ ૧૯૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ • સાઈ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... દષ્ટિએ વિચાર કરવાની ભૂમિકા રચી ગુરુતત્ત્વના વિચારમાં તે બંને દષ્ટિનો ઉપયોગ ઉપાધ્યાયજી કરે છે. પ્રથમ ઉલ્લાસમાં આખા દાખલા-દલીલો સાથે ઉપાધ્યાયજીએ વ્યવહારનિશ્ચયનું સ્વરૂપ વર્ણવ્યું છે. બીજા ઉલ્લાસમાં આરંભે જ ગુરનું લક્ષણ દર્શાવતાં ઉપાધ્યાયજી કહે છે કે સાધુના શુદ્ધ આચરણને જાણે છે પ્રરૂપે છે અને સ્વયં તેનું પાલન કરે છે તેને જ ગુના ગુણથી યુક્ત હોઈ ગુર જાણવો. ત્યાર બાદ વ્યવહારનું નિરૂપણ કરતાં ઉપાધ્યાયજી કહે છે કે જેમ જ્ઞાનના નિરૂપણમાં જ્ઞાની અને શેય એ બંનેનું નિરૂપણા આવશ્યક છે. તેમ વ્યવહારનું સ્વરૂપ બતાવતાં વ્યવહારી (વ્યવહારકર્તા) અને વ્યવહર્તવ્ય (વ્યવહારનો વિષય) એ બંનેનું સ્વરૂપ બતાવવું પણ જરૂરી છે, આમ કહી તેઓ વ્યવહાર, વ્યવહારી અને વ્યવહત્ત્વવ્યનું સ્વરૂપ વર્ણવે છે. આ પ્રમાણે ત્રણેયનું સ્વરૂપ બતાવી ઉપાધ્યાયજીએ આગળ ધૃત, આશા, ધારણા અને જીત એમ વ્યવહારના પાંચ પ્રકારો વર્ણવ્યા છે. આ પ્રત્યેક પ્રકારના સંબંધમાં તેઓએ ઘણું જ શાસ્ત્રીય તત્ત્વ વ્યવસ્થિત રીતે આલેખેલું છે. ત્રીજા ઉલ્લાસમાં પ્રારંભે ઉપાધ્યાયજી ચતુર્ભાગી બતાવી કહે છે કે અમુક પ્રકારનો ગુરુ ત્યાજ્ય અને અમુક પ્રકારનો ગુરુ અત્યાજ્ય છે. આ ચતુર્ભાગી નીચે પ્રમાણે છે. (૧) વસ્ત્રપાત્રાદિ સાધન પૂરું પાડનાર અને સંયમમાં સીદાતાને સાટણા ન કરનાર એવો ઈહિલોક હિતકારી છતાં પરલોક હિતકારી નહિ (૨) વસપાત્રાદિ સાધન પૂરું ન પાડનાર અને પ્રમાદમાં પડતાને સારણા આદિથી સાવધ કરનાર એવો દહિલોક હિતકારી નહિ છતાં પરલોક હિતકારી (૩) ઈહલોક હિતકારી તથા પરલોકહિતકારી. (૪) ઈહલોક હિતકારી પણ નહિ અને પરલોકહિતકારી પણ નહીં. આવા ચાર પ્રકારના ગર ઓમાંથી બીજા અને ત્રીજા પ્રકારના ગ્રઓની સંગતિ કોઈ પણ રીતે છોડવી ન ઘટે. ખાસ કરીને ત્રીજા પ્રકારના ગુરની સંગતિ શિષ્ય માટે હિતાવહ હોવાથી તેનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આ રીતે બીજા અને ત્રીજા પ્રકારના ગુરુઓની સંગતિ કોઈ પણ રીતે છોડવી ન ઘટે, અર્થાત્ પ્રથમ અને ચતુર્થ ભગવર્ના ગુરુઓ લુગુરુ હોઈ તેમનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ કુરઓના પાર્શ્વસ્થ, અવસન, કુશીલ, સંસક્ત અને યથાછુન્દ એ પ્રમાણે પાંચ પ્રકારનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. ચતુર્થ ઉલ્લાસમાં સેવા કરવા યોગ્ય સુગરનું સ્વરૂપ બતાવવામાં ઉપાધ્યાયજીએ મુલાક, બફશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એ પાંચ પ્રકારનાં ભગવતીઅંગ વર્ણિત નિગ્રંથોનું વર્ણન આપ્યું છે. આ વર્ણન છત્રીસ દ્વારમાં વહેંચાયેલું હોઈ તેનાથી જ એ ૧૯૭ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઉલ્લાસનો મોટો ભાગ રોકાયેલો છે. એ પાંચ નિગ્રંથોનાં લક્ષણો, તેઓના ભેદ-પ્રભેદો અને અવાન્તર ભેદ-પ્રભેદોનાં લક્ષણો વગેરે બધું વિસ્તારપૂર્વક આપેલું છે. ઉપાધ્યાયજી મહારાજે પોતાના ગુરવરને પોતાના ગ્રંથોના પ્રારંભે મંગલાચરણમાં કે ગ્રંથના અંતે આપવામાં આવતી પ્રશિસ્તિમાં માનપૂર્વક યાદ કર્યા છે. “શ્રી નવિજય ગુરતણો, નામ પરમ છે મંત, એહની પણ સાંનિધ કરી કરીશું એ વિરતંત" (જંબુસ્વામી રાસનું મંગલાચરણ) ‘ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથના મંગલાચરણમાં શ્રી નવિજયજી ગુરુવર માટેની હૃદયની લાગણી પ્રદર્શિત કરી છે. પ્રારંભની ૧થી ૧૦ ગાથાઓમાં ગુરુને બહમાનપૂર્વક યાદ ર્યા છે તેમાંની ૧૦મી ગાથા નીચે પ્રમાણે છે.. सक्का वि णेव सक्का गुरुगुणगणकित्तणं करेएं जे। भतीइ पल्लियाण वि अण्णेसिं तत्थ का सत्तत्ती ॥१०॥ ભક્તિથી પ્રેરિત થયેલા શક્ક-ઈન્દ્ર પણ આવા ગુરુના ગુણનું કીર્તન કરવા સમર્થ નથી તો બીજાની શક્તિની તો શી વાત કરવી !” સમગ્ર જીવનની વિદ્યોપાસનાના પરમ ફળસ્વરૂપ અનુભવજ્ઞાન - જ્ઞાનદશાની પ્રાપ્તિ થઈ તે પણ ગુર મહારાજની કૃપાથી થઈ છે એવું તેઓ કહે છે." ૧ મારે તો ગુરુચરણ પસાથે અનુભવ દિલમાં પેઠો, ઋદ્ધિ સિદ્ધિ પ્રગટી ધરમાંહિ આતમરતિ હઈ બેઠો (શ્રીપાલ રાસ - ખંડ ૪). સંદર્ભ : * યશોવિજયજી પ્રવચનમાળા : આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ ગુરુતત્ત્વ વિનિશ્ચય - યશોવિજયજીગણિ જૈન ગુર્જર કવિઓ- મો. દ. દેસાઈ . સૂરજ એક હોય છતાં, કિરણો સર્વત્ર હોય તેમ : કૃપા ગુરુદેવની સર્વ ભક્ત પર હોય. ૧૯૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ચારણી સાહિમાં ગુરુમહિમા - ડૉ. અંબાદાન રોહડિયા ( રાજકોટસ્થિત અંબાદાનભાઈ, ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના સભ્ય રૂપે સેવા આપે છે. લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં તેમના સંશોધનસંપાદનના ગ્રંથ પ્રગટ થયા છે અને એવૉર્ડ પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્ર યુનિ.માં Ph. D.ના ગાઈડ તરીકે સેવા પ્રદાન કરે છે) મધ્યકાળે પશ્ચિમ ભારતમાં પ્રગટેલી ભારતીય સાહિત્યની અનેકવિધ ધારામાં એક મહત્ત્વની ધારા છે ચારણી સાહિત્ય. ચારણી સાહિત્યને યથાર્થ રીતે સમજવા માટે પ્રારંભે આપણે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનો ખરો પરિચય મેળવવાની જરૂર છે. કેમકે, આજે આપણે ભારતીયતાને સંકુચિત અર્થમાં પ્રયોજવા લાગ્યા છીએ, પરનું ભારતીયતા એ માત્ર કોઈ એક સીમિત પ્રદેશ, પ્રજા, ધર્મ કે સંપ્રદાયના વાડામાં કેદ થયેલ નથી, પણ એ વિશ્વની સૌથી પ્રાચીન અને જીવંત સાંસ્કૃતિક પરંપરા છે. માનવમાત્રના કલ્યાણની જ વાત નહીં પણ જીવમાત્ર - પશુ-પંખી-પ્રાણી- અરે ! સકલ સૃષ્ટિના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેનાં જતન માટે કૃત સંકલ્પ બની, એ માટે અપનાવેલાં જીવનમૂલ્યોનું જેમાં પાલન થાય છે જે ભારતીય સંસ્કૃતિ. આ સાંસ્કૃતિક વિચારધારા જેમાં સમુચિત રીતે નિરૂપાય છે તે ભારતીય સાહિત્ય. આમ, ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ એકેમકનાં પૂરક બન્યાં, એટલું જ નહીં અવિનાભાવિ બની રહ્યા. ભારતીય સાહિત્ય પર મુખ્ય ચાર ધારાનો પ્રભાવ દષ્ટિગોચર થાય છે, જે વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય અને લોકસાહિત્ય તરીકે ઓળખાય છે. આ ચારે ધારા પર પોતપોતની ધાર્મિક વિચારધારાઓના પ્રભાવ જણાય છે, તેનો લંડાણથી અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે છે કે ચારણી સાહિત્ય પર વૈદિક ધારાનો પ્રભાવ છે. ચારણોએ વૈદિક ધારાને આત્મસાત્ કરીને તેને લોકપરંપરા સાથે જોડવાનો બળકટ અને સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. ખરા અર્થમાં ચારણોએ ભય ધારાને જોડવા સેતુ બંધનું કાર્ય કર્યું છે. ૧૯ અભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સત્ય, શક્તિ અને સરસ્વતીની ઉપાસના કરનારા ચારણો ઋષિ પરંપરાનું ઊજળું અનુસંધાન છે. ભારતીય ઋષિઓની પરંપરાને અનુસરનારા ચારણો અરણ્યવાસી છે. તેઓનો નિવાસ હિમાલય, કેલાસ, જંબુદ્વીપ, નાક-સ્વર્ગ અને ગંધમાદન પર્વતમાં હોવાની માહિતી મળે છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, શિવપુરાણ, ગણેશપુરાણ, પદ્મપુરાણ અને શ્રીમદ્ ભાગવત આદિ પૌરાણિક ગ્રંથોમાં ચારણોનો ઉલ્લેખ મળે છે. વૈદિક પરંપરાની ઉપાસના કરનારા, ચારણો વિશે ‘યજર્વેદ'ની એક ઋચામાં કહ્યું છે કે, 'यथे मा वाचं कल्याणी भावहानि जनेभ्यः। ब्रह्म राजन्याभ्यां शूद्राय चाय च स्वाय चारणाय।' | ('યજુર્વેદ' અધ્યાય-૨૬, મંત્ર-૨) વાલ્મીકિ ‘રામાયણ’માં ચારણોને હિમાલયમાં વસી તપ કરનારા અને આકાશ માર્ગે વિહાર કરનારા દર્શાવ્યા છે. લંકાદહન પછી પણ સીતાજી સલામત છે એ સમાચાર ચારણોએ જ હનુમાનજીને આપ્યા હતા. હનુમાનજી જે માર્ગે લંકા ગયા તેને ચારણ માર્ગ - ચારણે પરિત પંથા તરીકે ઓળખાવ્યો છે, તેમજ ભગવાન રામચંદ્રજીના રાજ્યાભિષેક થયાને ચારેય વેદ ચારણોનું રૂપ ધરીને સભામાં આવ્યા અને તેમની મંગલ રસ્તુતિ કરી હતી. ‘મહાભારત'ના આદિ પર્વ પછી પાંડવો અને કુંતીજીને લઈને હજારો ચારણઋષિઓ હસ્તિનાપુર તેમને મૂકવા આવ્યા. તો કુરુક્ષેત્રનું યુદ્ધ આરંભાયું એ પૂર્વે શ્રીકૃષ્ણ અજુનને કહે છે કે, 'તું વિજય માટે શક્તિ ઉપાસના કર. ચારણે પણ એ દેવીની ઉપાસના કરે છે. “શ્રીમદ્ ભાગવત'માં ચારણોનો સમાવેશ દેવસર્ગમાં કર્યો છે તેમજ “ચારણ” વિશે કહ્યું છે કે, ચારન ર્તિ ત ચાર જે સ્વયં ધર્મના પથ પર આરૂઢ થઈને બીજાઓને પણ ધર્મોત્થાન માટે પ્રવૃત્ત કરે છે તે જ સિદ્ધ ચારણ. ‘ચારણ' શબ્દમાં જ કાવ્ય પ્રતિભા અને સિદ્ધિ-સમ્યન્તતાનો ભાવનિહીત હોવાનું વિદ્વાનો માને છે. ‘પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે, પ્રથ રાજાએ કરેલ મહાયજ્ઞમાં દેવો સાથે ચારણો પણ આવ્યા અને પ્રથ રાજાએ તેમને દક્ષિણમાં આવેલ ‘તેલંગ’ દેશ દાનમાં આપ્યો. ચાર તત: TETêન હેશનુમા એ સમયે તેલંગમાં આવીને વસેલા ચારણો ધીમે ધીમે ભારતમાં બધા રાજ્યોમાં પ્રસર્યા. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું એ વખથે આઈશ્રી હિંગળાજે ચારણો અને ચારણેતર સમાજ એકત્ર કરીને તેનો પ્રતિકાર કરેલા. ‘પ્રબંધ ચિંતામણિ'માં ઉલ્લેખ છે કે શ્વેતાંબર જૈન જ્યારે સંપ્રદાયમાં દીક્ષિત Roo. Page #102 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... આચાર્ય વ્રજસેનનો જન્મ ચારણ કુળમાં થયો હતો. જૈન ધર્મમાં ‘વિદ્યા ચારણ” અને ‘જંધા ચારણ' નામની ઉપલબ્ધિઓ અંગે પણ માહિતી મળે છે. શિવમહિમ્ન સ્તોત્રના રચયિતા પુષ્પદંતજી પણ ચારણ હોવાની માન્યતા છે. તો મધ્યકાળે તો ચારણ વિદ્યાના મણિમંડપમાં સગીરવ સ્થાન પામ્યો છે. ક્ષત્રિઓને ક્ષાત્રતા અને માનવતાનો મહિમા સમજાવનાર ચારણને દેવીપુત્ર'નું બિરુદ મળ્યું છે, અનેક રાજા-મહારાજાઓએ તેને ભીખ-પશાળ - કરોડ પશાળ આપીને તેમની શબ્દોપાસનાનું પૂજન-અર્ચન કર્યું છે. ચારણી સાહિત્ય નામકરણ સંબંધે વિદ્વાનોમાં મનૈક્ય નથી, પણ આ ક્ષેત્રના સંશોધોનું માનવું છે કે, ચારણી સાહિત્ય એટલે માત્ર ચારણોએ રચેલું સાહિત્ય જ નહીં, તે એક શૈલી વિશેષનું સાહિત્ય છે. તે ચારણો અને ચારણેતરોનું સર્જન છે, પરન્તુ જેમાં વિશેષ માત્રા ચારણોની છે. રાજસ્થાનમાં પણ તેને ચારણ સાહિત્ય કે હિંગળ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અપભ્રંશ અને મારુ-ગુર્જર ભાષાનો પ્રયોગ થયો છે. તેમાંથી જ સમયાંતરે ગુજરાતી, રાજસ્થાની અને વ્રજ આદિ ભાષા છૂટી પડી છે. તેમાં અનેકવિધ સ્વરૂપો પ્રયોજાયાં છે, જેમાં આખ્યાન, વાર્તા, પ્રબંધ, વચનિકા, દવાવેન, કવિત, રાસો, જમાળ અને કુંડળિયા વગેરેને પ્રાધાન્ય મળ્યું છે. હિંગળ અને પિગળના છંદોનો તેમાં કલાત્મક વિનિયોગ થયો છે; એટલું જ નહીં તેમણે છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, શબ્દકોશ અને પર્યાયવાચી શબ્દકોશ, કથાકોશ અને સાહિત્ય સર્જન-વિવેચન સંદર્ભે ઊંડી વિચારણા કરી છે. ચારણી સાહિત્ય રજૂઆતની કથા (પરફોર્મિંગ આર્ટ) હોવાથી તેની રજૂઆતની વિવિધ તરાહો શિખવવામાં આવતી, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભુજની રાઓ, લખપત પાઠશાળા. વળી, ચારણોને ઘરે ઘરે વિદ્યાની ઉપાસના થતી રહેતી, આથી તો તેને સરસ્વતીપુત્રનું બિરૂદ મળેલ; ચારણો વિશે કહેવાયું wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તો એમ કહી શકાય કે, જેમાં ભક્તિની ભાગીરથી, સર્જનાત્મક અને સત્ય ઉપાસનાની સરસ્વતી તેમજ કરુણાની કાલિંદ્રીની ત્રિણેણીસંગમ થયો છે તે ચારણી સાહિત્ય. ચારણને ત્યાં સરસ્વતીની ઉપાસના તો હોય જ, પરંતુ તેમાં ભક્તિ ભળે તો તેનું કેવું સુભગ પરિણામ આવે તેનું ઉજ્જવળ ઉદાહરણ છે ઇસરદાસજી રોહડિયા. ચારણી સાહિત્યમાં ભૂક્તિમૂલક કવિતાનું સર્વોચ્ચ ઈંગગૌરી શિખર ગણાયેલ ઈસરદાસ મૂળ તો રાજસ્થાનમાં બાડમેર સાસાજી તેમના કાકા થાય. કાકા પાસેથી કાવ્ય દિક્ષા મેળવીને પારંગત બનેલ ઈસરદાસજી કાકા સાસાચી સાથે કચ્છમાં જામ રાવળની રાજ્યસભામાં આવ્યા. વિદ્યોપાસક ચારણે કાવ્યરચના કરીને તેની રજૂઆતમાં પોતાની સઘળી કલા નીચોવી નાખી, મેદની ડોલી ઊઠી. રાજવીની છાતી ગજગજ ફૂલવા લાગી, તે કવિને લાખ પશાવથી નવાજવા ઉતાવળા બન્યા, પણ રાજપુરોહિતે ઈશારતથી મનાઈ ફરમાવી. રાજવીની મનની મનમાં રહી ગઈ, પણ ચતુર ચારણ પામી ગયો, તેણે અડગ નિર્ણય કરી લીધો. ખ લઈ સંધ્યા ટાણે બ્રાહ્મણના ઘરે જઈ તુલસીક્યારા પાછળ સંતાયો અને મોકો મળવાની વાટ જોવા લાગ્યો. આરતી-ઝાલર ટાણું થયું છે. ગોર-ગોરાણી વાતે વળ્યાં છે અને સભામાં આવેલ યુવાન ચારણની કવિત્વકલાના બ્રાહ્મણે વખાણ આરંભ્યા. ગોરાણી કહે, તો તો તે લાખપશાણ મળ્યો હશે ? પિતાંબર ભટ્ટ કહે ના, ગોરાણી મેં જ જામ રાવળને ના પાડી. ગોરાણી કહે, પણ કારણ શું? માત્ર તમારી ઇર્ષા જ ને ? અરે ! એક ચારણનું કલ્યાણ થતું હોય તો તમારું શું જતું'તું ? પિતાંબરજી કહે, ‘ગારાણીની તમે ખોટું સમજો છો. મારે તેને લાખ પશાળ આપાવીને વ્યક્તિ પ્રશંસાના માર્ગે ધકેલવો ન હતા, મારે તો તેને અધ્યાત્મના માર્ગે વાળવો છે. તે જો પરમની આરાધનાના કરે તો તેનો બેડો પાર થઈ જાય તેમ છે. ચારણ પછતાયો, ખૂલ્લી તલવારે જઈ બ્રાહ્મણતા પગે પડ્યો, તેને સઘળી વાત કરી અને પશ્ચાતાપના અદ્ભજળથી ગુનો ચરણાભિષેક કર્યો. તેમને જ ગુરુ બનાવીને ચીધ્યાત્મનો માર્ગ અપનાવ્યો અને જગપ્રસિદ્ધ ભક્તકવિ ઈસિરદાસ-ઈસરા-પરમેસરી - તર્રીકે પ્રસિદ્ધિ પામ્યા. ભક્તકવિ ઈશ્વરદાસએ ‘હરિરસ’, દવિયાણ’, ‘ગુણ નિંદા સ્તુતિ', ‘હાલાઝાલા રા કુંડળિયા’, ‘ગુણ વેરાટ', ‘ગરુડ પુરાણ’, ‘ગુણ આગમ', ‘ગુણ ભગવંત હંસ', ‘ગુણ આપણ’, ‘ધ્યાન મંજરી’ ‘બ્રહ્મવેલ', 'કૃણ સ્તુતિ’, ‘બાળલીલા', 'દાણલીલા' અને ‘ગંગાવતરણ તેમજ અન્ય લઘુગ્રંથોની રચના કરી છે. ભક્તકવિ ઈસરદાસ પરમ વૈષ્ણવ પરંપરાના ઉપાસક હતા. તેમણે ‘હરિરસ’ ગ્રંથમાં ભગવાન વિષ્ણુની “સૂર સત જ્યાં રી જીભે બસે, ભાખે ઘણાં ભેદ, દેવ્યા જગ વિચ્છમાં કરે, ચારણ મુખ ચહુ બેદ.' કુળ પરંપરાથી જ ભગગતી શારદાની ઉપાસના કરનારા ચારણ કવિઓની દીર્થ પરંપરા જોવા મળે છે, જેમાં માવલ વરસડા, લુણ પાડ મહેડુ, આણંદ-કરમાણંદ, ઈસરદાસજી, આસાજી રોહડિયા, હરદાસ મિસણ, સાંસાજી ઝૂલા, હરસાજી આઢા, નરહરદાસજી, બાંકિદાસજી, સૂર્યમલ્લ મિસણ, દુલા કાગ અને કવિશ્રી ‘દાદ’ મુખ્ય છે. સહુ સહસ્ત્રાધિક ચારણ કવિઓ રચિત ચારણી સાહિત્યની ખરી ઓળખ આપવી હોય Ron ૨૦૨ Page #103 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અવતાર લીલાનું ગાન કર્યું છે. સાંપ્રદાયિક-ધાર્મિક વિચારોથી ઉપર ઊઠીને તેમણે માનવતાનો મહિમા સમજાવ્યો. એ ‘હરિરસ’ની શરૂઆતમાં જ કવિએ પિતાંબર ભટ્ટની વંદના કરીને ગુરુમહિમાનું ગાન કર્યું છે : લાગા હું પહેલો લળ, પિતાંબર ગુરુ પાય; ભેદ મહાસ ભાગવત, પાયો જિણ પસાય...૪ ઈસરદાસ રોહડિયાની ભક્તિભાવના અને કવિત્વકલાના સુહાગ સમન્વય રૂએ રચાયેલ હરિરસ ખરા અર્થમાં કાલજયી રચના છે. ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીમાં તેનાં પ્રકાશનો થયાં છે. હરિરસની ખ્યાદિ દેશ-વિદેશમાં પ્રસરી છે. - ભક્તકવિ ઈસરદાસજી રોહડિયાનું જીવન પરિવર્તન કરવાનો યશ પિતાંબર ભદ્રને ફાળે જાય છે તો તેવું જ ઉદાહરણ મળે છે સદ્ગર બ્રહ્માનંદ સ્વામીનું. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક પૂર્ણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી જ્યારે સદેહે આ પૃથ્વી પર વિચરણ કરતા હતા ત્યારે તેમના સંપર્કમાં આવેલ ખાણ ગામના ચારણ લાડુદાનજી આશિષ ગુરુમંત્ર સ્વીકારીને બ્રહ્મમુનિ બન્યા અને અધ્યાત્મ માર્ગે પ્રયાણ કરી સુખ્યાત બનેલા. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... આજની ઘડી રે ધન્ય આજની ઘડી; નેણે નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી ટેક. // કામ, ક્રોધ ને લોભ વિષય રસ ન શકે નડી, માવજીની મૂર્તિ મારા રૂદિયામાં ખડી રે... ધન્ય...૧ જીવની બુદ્ધિ જાણી ન શકે, એ મોટી અડી સન્નુરની દષ્ટિ જોતાં, વસ્તુ એ જડી રે ધન્ય...૨ ચોરાસી સહુ ખાણમાં હું તો, થાક્યો આથડી, અંતર હરિ હું એકતા ત્યારે, દુગ્ધા દૂર પડી રે... ધન્ય...૩ જ્ઞાનકુંચી, ગુરુ ગમસે, ગયાં તાળા ઉઘડી; લાડુ-સહજાનંદ નિરખતાં, ઠરી આંખડી રે... ધન્ય...૪ આત્મા અને પરમાત્માનો સંબંધ તો અનંતકાળથી જ હોય છે, પરન્તુ દુન્યવી માયાને કારણે આત્મા મૂળ છોડીને કસ્તુરી મૃગની જેમ અન્યત્ર ભટક્યા કરે. તેને પરમથી સાચી ઓળખ ન થાય. એ સ્થિતિમાં જો સદુગર મળી જાય તો તેને સાચો રાહ બતાવે, તેના માયાના અવતરણો દૂર કરી, અંધકારને બદલે પ્રકાશનો - તેજનો પરિચય કરાવે, પરતુ ફરી તેને ભૂલાવી દિયે. વસ્તુતઃ તો પરમ દરેક જીવને તેના કર્મ પ્રમાણે ફળ આપે છે. અરે ! કર્મના બંધનો પણ તે જ લખાવે છે, પણ જો સલ્લુરુ મળી જાય તો તેની યથાર્થ ઓળખ થઈ જાય છે. આથી તો ભક્તકવિ ઇસરદાસજીએ "હરિરસ'માં કહ્યું છે કે, અખિલ બ્રહ્માંડમાં ચરાચરમાં વિચરનાર પરમત્ત જન્મ અને મરણ, રૂપ અને રેખા, વૈશભૂષા અને વાડાબંધીથી પર છે. અનંત બ્રહ્માંડમાં અનંત પરાક્રમો કરનાર એ નિરંજન, નિરાકારની સાચી ઓળખ થયા પછી પણ એ માયાના આવતરણમાં છુપાઈ જાય છે, પણ ઈસરદાસજીએ તો ચારણ સહજ રીતે સ્પષ્ટ વાત કરી દીધી કે, હે પ્રભુ! મેં તો તમને બરોબર ઓળખી લીધા છે. વૃક્ષની શાખા અને પર્ણને ઓળખી લઈએ તેમ તમારા રહસ્યોને સમજી લીધા છે. અજાણ્યા આગળ છુપાઈ શકાય, પણ જાણકાર પાસે છુપાવું અઘરું છે. વળી મેં તો તમારા અકળ રૂપનું યથાર્થ વર્ણન કર્યું છે. ભક્તોને વારંવાર છેતરનારા હે પ્રભુ ! હવે પડદો દૂર કરીને આપણે એકમેકમાં મળી જઈએ : “જાગ્યો હળ ઓઝલ છોડ જીવન ન, પેખાં તુળ શા આંય ડાળખાંપન્ન, અજાણ રિ આગળ રે તુ અજાણ, જાણિતાય ખાસ નકો દ્વિપ જાણ...૩૧૫ ૨૦૪ વિ.સં. ૧૯૨૮, મહા સુદ-૫, તા. ૮-૨-૧૭૭૨ના દિવસે શંભુદાનજી આશિયાને ઘેર તેમનો જન્મ થયો. વ્રજભાષા પાઠશાળામાં અભ્યાસ કરીને પિંગળાચાર્ય, મહામહોપાધ્યાય અને સહસ્ત્રા-વિદ્યાના આર્યની પદવી મેળવી. રાજકવિ તરીકે માનપાન પામ્યા. ભૂજથી ફરતા ફરતા ભાવનગર આવ્યા, ત્યાં ભગવાન સ્વામિનારાયણ વિશે સાંભળ્યું. કસોટી કરવાનો નિર્ણય કર્યો. જતી વખતે સંકલ્પ કર્યો કે જો તેઓ પ્રભુ હોય તો મેં અંતરમાં કરેલ સંકલ્પની તેમને જાણ થાય. એમ જ બન્યું. મહારાજશ્રીએ લાડુદાનજીને જોતાં જ તેમને નામથી બોલાવ્યા. તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતાં અને ગળામાં તાજા ગુલાબના હાર હતો. કવિને ઊભી થઈને ભેટચા તેમજ રાઓ, લખપત પાઠશાળામાં મૂકવા આવનાર પણ પોતે જ હતા, એમ કહીને તેમનાં જીવનની અથથી ઇતિ સુધીની વાત કરી. તેઓને કહ્યું કે, ‘તમે તો અનાદિથી જ અમારા જ છો ને અમારા જ થઈને રહેશો. લ્યો ઓળખો, અંતર અજવાળો, અગમ્ય અગોચર, અવિનાશીની અક્ષરલીલા ઉચારો'. આમ કહી તેઓ એ રીતે બેઠા કે લાડુદાનજી તેમના ચરણાવિંદ જોઈ શકે. લાડુદાનજી જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા હોવાથી એ બધા શુભ ચિન્હો જોતાં જ ભાવવિભોર થઈને ગાવા લાગ્યા કે - ૨૦૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... જયો હવે રૂપ પડદો ન લાહુ મુરાર ! પરતખ બાહુર માંહ; ઠગારો ઠાકર હેક જ થયું. પડદોય નાખ પસે હળ પ્રિય...૩૧ ૬ જોયો હોય સમ ! વિમાસયિ જેમ, તેનાં ઘટ ભીતર દીઠોય તેમ, ગળી ગયો ભમ્મ ગળી ગઈ ગંઠ, કરો હરિ વાત લગાડિયું કંઠ...૩૧૭ અખિલ બ્રહ્માંડના નાથની સાચી ઓળખ થઈ જાય, આત્મા અને પરમાત્માને યથાર્થ પરિચય થાય તો શરણાગતિ ભાવ જ પ્રગટેને ? કવિરાજ લાડુદાનજીને પણ ગુરુકૃપા-પ્રભુકૃપાથી સમાધિ લાગી ગઈ, અજ્ઞાનરૂપી અંધકાર દૂર થતાં જ તેમને સહજાનંદ સ્વામીમાં જ દશ અવતારોનાં દર્શન થયાં. પ્રભુની અવતારલીલાનું દર્શન થયું એટલું જ નહીં તેનું સ્મરણ પણ જળવાયું. આંખ ખૂલતાં જ આ શિઘ્રકવિએ પ્રભુની અવતારલીલાને ચારણી શૈલીના બે દુહા, અગિયાર રુપમુકુંદ છંદ અને એક છપ્પામાં વર્ણવી. કવિની રચનાની પ્રસાદી રૂપે એક કળશનું કવિત જ જોઈએ : એહી મચ્છ એહી કચ્છ, એહી શુકર તનુ ધાર્યો; એહી બને નરસિંઘ, દુષ્ટ હરનાકેર્ આર્યો; એહી વામન પુકીન, લીન પદવીન ભુવનત્રય; એહી ફરશીધર રામ, એહી રઘુપતિ ખિવે જગ જય: અહી કૃષ્ણ બુદ્ધ નડબુક, એહી તેહી ભેટન લવ ભ્રમ દવે; કિતનેક રૂપ લાડુ કહે, સૌ યહ સહજાનંદ મળે...૧૨ ઈસરાસજી, બ્રહ્માનંદજી, અલુજી કે અન્ય ભક્ત કવિઓએ ગુરુને ઓળખીને શરણગાત ભાવે તેમની વંદના કરી ગુરુમહિમાનું જ્ઞાન કર્યું જે સદા સ્મરણીય, આવકાર્ય અને આસ્વાધ્ય છે. એટલું જ નહીં તે સદા-સર્વદા પ્રેરણાદાયક અને અનુકરણીય છે એ સૌની દિવ્યચેતનાને વંદન કરું છું. પરબ પરંપરાના સંતકવિઓની ૨ચનામાં ગુરુમહિમા : -ડૉ. રાજેશ મકવાણા (ડૉ. રાજેશભાઈ મકવાણા આર્ટ્સ કૉલેજના ગુજરાતી વિષયના અધ્યાપક છે. ઉત્તર ગુજરાતનું સંતસાહિત્ય સહિત તેમનાં પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં છે અને નવ ગ્રંથો સંપાદિત કર્યા છે. Ph.D.ના ગાઈડ તરીકે પણ સેવા આપે છે). ભૂમિકા : આપણી કંઠપરંપરાની ભજનવાણીમાં સૌપ્રથમ સરનો મહિમા ગવાયો છે. શિષ્ય ગુરની શરણમાં સેવા-ભક્તિ કરતાં જ્ઞાનપ્રાપ્તિ કરે છે. ગુરને પરબ્રહ્મ કહીને પરમાત્માથી પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુના સાન્નિધ્યથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે, અગમનો ભેદ જાણી શકાય છે અને મનનો સંશય ટળે છે. મકરંદ દવે નોંધે છે કે, આપણાં ભજનસાહિત્યમાં ગુર, ગણપતિ અને શારદાનું આગવું સ્થાન છે. જ્ઞાનના દાતા છે ગણપતિ. એ જ્ઞાનને પાણીમાં વહાવવાની શક્તિ આપે છે. માતા સરસ્વતી, પણ એ જ્ઞાન અને વાણીના અમૃતખજાનાની ચાવી તો સરના હાથમાં છે. સરની કૃપા વિના અંતરના 'તલભર તાળાને રજભર કૂંચીનો ભેદ કળાતો નથી અને ગરવા ગુરજી જ્યારે જ્ઞાન અને વાણીનાં તાળાં ખોલી દે છે ત્યારે અંદર અજવાળું ઝોંકાર થઈ જાય છે. ‘સર એસા કીજિયે, જેસો પૂનમ ચંદ તેજ કરે ને તપે નહિ, ઉપજાવે આનંદ' પરબની સંતપરંપરા: પરબવાવડી ગામની હદમાં દત્તાત્રેયનો ધૂણો છે જ્યાં પ્રથમ સરભંગ ઋષિનો આશ્રમ હતો. આ જગ્યા પર જ સંત જસો અને વોળાંદાને સમાધિ લીધી હતી. વૈષ્ણવી લોહલંગરીના શિષ્ય દેવીદાસ જયરામ ભારથી અને સાંઈ નૂરશાહના આદેશથી આ જગ્યા પર જગતે જેને જાકારો આપ્યો છે એવા રક્તપિત્તના રોગીઓની સેવા • ૨૦૬ ગુરુ પાસે જઈએ ત્યારે શૂન્ય બનીને જઈશું તો જ આપણો યોગ્ય વિકાસ થઈ શકશે. Page #105 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા કરે છે તથા ધરમની ધૂણી ચેતવંતી રાખે છે. ગુરુદત્તની આ જગ્યામાં દેવીદાસના શિષ્ય તરીકે આહિર સ્રી અમરબાઈ, કાઠી યુવાન શાર્દુળ ભગત તથા મેર યુવાન જીવન મોઢવાડિયો પણ જોડાય છે. આ સંતધારામાં અમરબાઈની શિષ્યપરંપરા પણ વિકસે છે. અમૂલાબાઈ, હીરબાઈ, સાંઈશેલાની, શાર્દુળ શિષ્ય કરમણવીર અને દાનોબાવો પણ એમાં જોડાય છે. વંથલીના ધણાકૂલિ ગામની વાલ્મીકિ જ્ઞાતિનો દાસ હમીરો પણ સંત દેવીદાસની શિષ્યપરંપરામાં જોડાયેલ છે. પરબના આ સંત-ભક્તકવિઓની રચનામાં ગુરુમહિમાનું આલેખન પ્રબળ રીતે થયું છે. મહાપંથમાં નાથ-ઈસ્લામનો સમન્વયઃ મહાપંથી સંતપરંપરામાં અન્ય ધારામાંથી સમન્વય પામેલા પણ ઘણા છે. દેવીદાસ મૂળ શિષ્ય તો વૈષ્ણવી પરંપરાના લોહલંગરી જીવણદાસના હતા. એમણે પરબધામમાં જ્યાં આશ્રમ સ્થાપ્યો એ મૂળ સ્થાનક તો નાથપરંપરાનું છે. રક્તપિત્તિયાની સેવા કરતા દેવીદાસે અઢારેય વર્ણ અને મુસ્લિમોને પણ સમાન ગણ્યા છે. એમનાં સમાધિ-કબર પર લીલી ધજા અને નામ પાછળ પીરનું સંબોધન પણ થાય છે. નાથપરંપરાના જેસો અને વોળાંદાન જેવા કાઠી સંતોની બાજુમાં દેવીદાસ અને અમરબાની સમાધિ આવેલી છે. મહાપંથમાં દેવીદાસનું ખૂબ જાણીતું ભજન છે. “આતમા ! ચડે પદ નિરવાણ, બંદા ! ચડો પદ નિરવાણ, શબદ પાળો, સાચ વોરો, જુગતીએ નર જાગ્ય, વણજ સદ્ગુરુ સાથે કીજે, મુગતિયે ફળ માગ્ય...’ અહીં સત્યરૂપી મૂડી ગુરુને સાથે રાખીને મુક્તિના ફળરૂપે માગવાનું સૂચન કર્યું છે. દેવીદાસની વાણીમાં ગરુમહિમા: સંત દેવીદાસનો જન્મ અમરેલીના મુજિયાસર ગામે જીવા રબારીને ત્યાં થયો હતો. જીવા રબારીને ગુરુ જયરામ ભારથીના અને સાંઈ નૂરશાહ હતાં આશીર્વચન મળેલાં એના પ્રતાપે જ એમના ઘરે દેવામાંથી સંતદેવીદાસ તરીકે ખ્યાત પુત્રરત્ન પ્રાપ્ત થયેલ. સંત મૂળદાસના ગુરુ લોહલંગરીના આશીર્વાદ પણ મળેલા. ગુરુ જયરામ ભારથી અને સાંઈ નૂરશાહે પરિવારની મમતાનો દોર કાપી જનમની સાધના પૂર્ણ કરવા દેવીદાસને આદેશ કર્યો-ગુરુના આદેશ મુજબ પરબધામમાં દીનદુઃખીયા રોગીઓની સેવા અને ભક્તિની સુવાસ ફેલાવી. એમની એક રચના જોઈએ. ઊઠ રે, ખડા મન, ચેતી લે ને પ્યારા રે, શાન રે સમજ સત્તગુરુ કેરી રે... ૨૦૭ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જેમ રે દીવાની માથે પવન ઝપેટે રે, કાળ રે ખડા તેરા શિર પર વેરી રે... છોટી રે ઊંમર તેરી, બડા મનસૂબા રે, જ્યારે રે લાગે રે સમંદરમાં લેરી રે... ધિક ધિક જનમ તારો જાય છે અકારજ રે, આયુષ્ય ઘટે છે બંદા અહોનીશ તેરી બાળપણ તારું બંદા, ખેલમાં ખોયું રે, જાય છે જુવાની તારું તનડું હેરી રે વૃદ્ધ ભયોને અંગે આળસ આવી રે, ભ્રષ્ટ થઈ બુદ્ધિ, માનવ તોરી રે એક દિન જમડા શહેરમાં ઊમટશે રે, દશેય દરવાજા લેશે ઘેરી રે એક રે પલકમાં તને પકડીને પછાડે રે, ત્યાં નંઈ રેવે તેરા જીવડા ઠેરી રે સંત તો સદાય તને ઉપદેશ દેવે રે, માની લે શિખામણ મનવા મેરી રે કહે દેવીદાસ તું તો રામને ભજી લે રે, તીન રે ભવનમાં નહીં કોઈ વેરી રે. અષાઢી બીજના દિવસે સંત દેવીદાસ અને અમરબાઈએ જીવતા સમાધિ લીધી હતી અને અનંતયાત્રાએ સિધાવ્યાં હતાં. આજે પણ પ્રત્યેક બીજના દિવસે આ જગ્યા પર ભજનવાણી થાય છે. અમરબાઈની વાણીમાં ગુરુમહિમા: સંત દેવીદાસની સેવા-ભક્તિભાવને નજરે નિહાળી અમરબાઈ યુવાવસ્થામાં જ સંસારની મોહમાયા ત્યાગીને દેવીદાસના સેવાધરમના ધામમાં જોડાઈ જાય છે. અમરબાઈનું મૂળ ગામ જેતપુર પાસેનું પીઠડિયા હતું. પતિ અને સાસુ સાથે સાસરે જતાં રસ્તામાં પરબની જગ્યાએ ઊભાં રહ્યાં. સાસુ માળા ફેરવતાં હતાં અને અમરબાઈ બાજુમાં રોગથી કણસતી સ્ત્રીનો અવાજ સાંભળી એ દિશા તરફ વળે છે. ત્યાં જઈને જુએ છે તો સંત દેવીદાસ રક્તપિત્તનાં રોગી ડોસીમાની વત્સલભાવથી સેવા કરી રહ્યા છે. દેવીદાસના પરદુ:ખભંજક વ્યક્તિત્વને જોઈને અમરબાઈ ભક્તિના રંગે રંગાઈ જાય છે. દેવીદાસને ગુરુ તરીકે સ્થાપી, સિદ્ધ જાણીને સેવે છે. એમની આ પ્રસિદ્ધ રચનામાં ગુરુ મહિમાનું આલેખન થયું છે. મેં તો સિધરે જાણીને તમને સેવિયા મારે રુદિયે દિવસ ને રાત જીવન ભલે જાગિયાં ... ટેક. મેં તો પુન્યના પાટ મંડાવિયા પાટે પધાર્યા પીર જસો ને વેવોળાંદાન, જીવન ભલે જાગિયા ... મેં તો કરુણાના કળશ થપાવિયા ૨૦૮ Page #106 -------------------------------------------------------------------------- ________________ બદલ ** wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા જ્યોત જગાવે દેવીદાસ જીવન ભલે જાગિયાં ... સતિયું મળિયું મારા સમતણી સતી અમર, અમૂલાં, માંગલબાઈ જીવન ભલે જાગિયાં ... નૂરીડાં મળ્યાં હરિજનનાં નિરમળાં કોળી પાવળ પીર શાલને હાથ જીવન ભલે જાગિયા ... ગરવા દેવંગી પરતાપે અમરબાઈ બોલિયાં તમારા સેવકું ને ચરણુમાં રાખ જીવન ભલે જાગિયા ... આ ભજનવાણી સંદર્ભે ડૉ. બળવંત જાની નોંધે છે કે, ગુસેવા, ગુશરણે જ રહેવાનું મૂળભૂત કારણ ગુના સિદ્ધ સ્વરૂપની પ્રતીતિ છે. આ પ્રતીતિ થાય પછી બધું સામાન્ય લાગે એ સ્વાભાવિક છે. સંત અમરબાઈ દેવીદાસને સિદ્ધ જાણીને સેવે છે, ઉપાસે છે. એનો સહજ ઉદ્ગાર આ ભજન છે. અહીં જ્યોત પ્રગટાવનાર સ્વયં ગુરુ દેવીદાસ છે. અહીં ગુરુભગિનીરૂપે શિષ્યાઓ અમૂલાબાઈ અને માંગલબાઈ છે. પીર શાદુળના હાથમાં કોળી પાવળ છે. અહીં અમરબાઈ ગુરુના ચરણે સર્વેને રાખવાનું માગે છે. આ રચના દેવીદાસે અમરબાઈને શિષ્યા તરીકે સ્વીકાર્યા ત્યારની છે. એમાં પ્રબળ ગરુમહિમા અભિવ્યક્ત થાય છે. - સંત દેવીદાસ અને અમરબાઈની સેવાભક્તિની સૌરભ આ પંથકમાં પ્રસરવા લાગે છે. અમરબાઈની રચનામાં જ્ઞાન, વૈરાગ્ય અને બીજમાર્ગી ઉપાસનાની વિગત પણ મળે છે. અમરબાઈ વિશે ભક્ત શાર્દુળે પણ વાણી રચેલી. દેવીદાસે અમરબાઈને રક્તપિત્તિયાની સેવા કરવાને બદલે એના માટે ગામનાં અઢારેય વર્ણ પાસથી રોટલો માગી લાવવા ઝોળી આપેલી. એ સમયે સમાજના વાંકદેખા માનવીઓ અમરબાઈની નિંદા કરતા, કવેણ કાઢતાં છતાં પણ અમરબાઈ ‘સંત દેવીદાસ' કહીને ભજનની મસ્તીમાં પરબ તરફ પ્રયાણ કરતાં. અમરબાઈની ભક્તિના પ્રતાપે પરબના પરમધામમાં અનેક દુરાચારીઓ પણ આદરભાવે આવવા લાગ્યા. 'કોણ તો જાણે રે બીજું કોણ તો જાણે મારી હાલ રે ફકીરી, દેવંગી વિનાનું બીજું કોણ તો જાણે. ૨૦૯ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ‘બાવાજી તમારા હશે તે તમને ભજશે રે, એ છે જેને આંચ નૈ આવે લગાર...' - ૦૦૦ ‘અમે રે પરબના ઓળગુ, અલખ દેવાગી ! તમારા ઓળગુ પરગટ દેવીદાસ અમે પરબના ઓળગુ...' અઢારે વરણ જમે એમ ઠામે ભોજન કરે રે દુવાર નામ રે તણા નેજા રોપિયા...' 000 મારી આંખ્યુંનાં સકજ ચોઘડિયાં રે, મુંને દેખતી કીધી રે દેવીદાસ, સામૈયાં કરજ સંતના..." વગેરે અમરબાઈની રચનાઓમાંથી ગુરુમહિમાની અભિવ્યક્તિ થઈ છે. શાર્દુળ ભગતની વાણીમાં ગુરુમહિમા સંત દેવીદાસના કાઠી શિષ્ય શાર્દુળ ભગત પણ મોટા ભજનિક હતા. ભેંસાણના કાઠી આલા ખુમાણના પુત્ર શાર્દુળ ભગત ભજનગાનમાં ખાટલો ભાંગતા, સંતો પાસે પરચા લેવા, અમરમા પર શંકા કરવી વગેરેને કારણે ચલાળાના આપા દાનાએ ચેતવેલા, પરંતુ અંતરની સાધનામાં મન લાગતા શાળપીર તરીકે ખ્યાત થયા. એમની એક રચના જોઈએ. એવા પશ્ચિમ રે ધરાના ખેતર ખેડિયા એના ખેડનાર જસો ને વોળાંદાન, દેજો રે દેવંગીમાની ચૂંદડી, સાચી રે અમરમાની ચૂંદડી. દેજો....૧ અહીં શાર્દુળપીર પરબની જગ્યાની આરંભથી લઈને આજ સુધી વિગતો રજૂ કરી છે. દાસ હમીરાની વાણીમાં ગુરુમહિમા : પરબની સંતધારામાં દાસ હમીરાનું સ્થાન પણ મહત્ત્વનું છે. જ્ઞાતિએ વાલ્મીકિ આ ભક્ત દાસ હમીરાની વાણીમાં સર પ્રત્યેનો અનર્ગળ સ્નેહ વ્યકત થાય છે. ‘મારો હંસલો ગંગાજીમાં ન્હાય ગુરૂજી મારા ભૂલ્યા નર ભીત્યુમાં ભટકાય મુજ ગરીબ પર મહેર કીધી, દાસના દુ:ખ દૂર થાય, હીરા સાંઈ ચરણે બોલ્યો હમીરો, મીઠાં મીઠાં અમીરસ પાય.’ ૧૦૦ ૨૧૦ Page #107 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ‘મારી દુબળાઈ જોઈ જોઈને દાખવું શેલાણી સાંઈને હૃદયમાં રાખું.' ૦૦૦ હાવ હાવ કરી હાંકલું મારે, જોર બતાવે જાડો, ગુરુના વચનમાં સમજે નહીં, કસાઈએ બાંધેલ જેમ પાડી... સતી લીરબાઈની વાણીમાં ગુરુમહિમા : સતી લીરબાઈમા પોરબંદર પાસેના મોઢવાડા ગામનાં હતાં. મેર જ્ઞાતિનાં સંત લીરબાઈ કે લીરીબાઈ તરીકે ઓળખાતાં. એમની રચનામાં ખમીરવંતો અવાજ સંભળાય છે. ‘અધૂરિયા સે નો હોમ દલડાની વાતું મારી બાયું રે.. નરપૂરા રે મળે તો રાવું રેલિયે રે...' wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ડૉ. નિરંજન રાજ્યગુર નોંધે છે કે, તદ્દન નિરક્ષર છતાં ભરપૂર અધ્યાત્મજ્ઞાન ધરાવતાં આ સંતકવયિત્રી લીરબાઈએ માનવજીવનમાં વ્યાપી રહેલા દંભી આચરણ તરફ આંગળી ચીંધી બતાવી છે. સાધનાના પંથે પણ સાધક ઘણી વાર સિદ્ધિના અભિમાનમાં આવી ચમત્કારોમાં અટવાઈ જાય છે, આ સમયે જરૂર હોય છે સતત જાગૃતિની.” સંત દેવીદાસે રક્તપિત્તથી પીડાતા માનવીની સેવા કરતાં કરતાં વર્ણની વાડાબંધીથી પર રહીને મુસ્લિમને પણ સ્થાન આપ્યું છે. મૂળ નાથપરંપરાના જેસો અને વોળાંદાન કાઠીની સમાધિની બાજુમાં જ સંત દેવીદાસ અને અમરબાઈની સમાધિ આવેલી છે. પગથિયાં પર શાર્દુળ ભગતની સમાધિ છે. દેવીદાસનાં દર્શને જતા ભક્તો એના પર પગ મૂકીને જાય છે. પરબની સંતપરંપરા આજે પણ ચેતનવંતી ધારાને પ્રજવલિત રાખી રહી છે. પરબવાવડીની સંતધારા વિશે ડૉ. બળવંત જાનીના આ વિધાન સાથે સમાપન કરીએ “પરબવાવડી સ્થાનક મૂળ નાથપંથનું, જસોદાન વોળાંદાનની સમાધિ એમાં વૈષ્ણવ પરંપરાના લોહલંગરી શિખ્ય દેવીદાસ નિવાસ કરે. નાથ વૈષ્ણવ પરંપરામાં પાછળથી શાર્દુળ, અમરબાઈ, માંગલબા, જીવણ મોઢવાડિયો, રામવાળો, અમૂલાબાઈ, હીરબાઈ, ગંગાદાસ, સાંઈ સેલાની શાહ વગેરે શિષ્ય પરંપરા પાછળથી મહાપંથી બન્યા જણાય છે. પરબવાવડી સંત દેવીદાસની જગ્યા વિવિધ પંથનું અગમતીર્થ છે. ૧. મકરન્દ દવે, સમિધ -૨ (સં. સુરેશ દલાલ). ૨. બળવંત જાની, ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું.' ૩. સ્વામી હરિદાસ ભારતી, ‘મેરી નજરે મોતી આયા-૧', ૪. ડૉ. નિરંજન રાજ્યગુરુ, ‘મરમી શબ્દનો મેળો’. ૫. બળવંત જાની, ‘મૂળ રે વિનાનું કાયા ઝાડવું. ‘સંત ને સંતપણા રે, તેથી મફતમાં મળતાં, નથી મફતમાં મળતાં, એના મૂલ ચૂકવવા પડતાં રે...' ૦૦૦ “હાં હાં રે ગુરુજી કહો ભજન કેમ કરીએ ?' અમને મળિયા અંતરયામી રે હાં...' ૦૦૦ ‘રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે, આવી મારી નગરીમાં અલખ જગાવ્યો રે, વૈરાગણ હું તો બની... સરની કૃપાથી લીરબાઈને સત્યદર્શન થયું છે. શબ્દરૂપી જોગીને કાયાનગરમાં રમતો જોઈ પોતે મીરાંની જેમ વૈરાગણ બની ગાય છે. લીરબાઈએ પણ સંત દેવીદાસ, અમરદેવીદાસના જયજયકાર સાથે જીવતા સમાધિ લીધી હતી. સ્વામી હરિદાસ ભારતી નોંધે છે કે, ‘અમર સંત દેવીદાસ-ભાગ-૧ના લેખક હરસુર ગઢવી લીરબાઈ માતાજીનાં ગુરુ તરીકે ઘોઘાવદરવાસી સંત જીવણદાસ (દાસીજીવણ) હતા તેવું કહે છે, પરંતુ ખરેખર તેમના ગુરુ મોઢવાડના મેર સંત જીવણ ભગત હતા’. લીરબાઈમાતાનાં સ્થાનકો મોઢવાડા, કેશવ, કંડોરણા, કોઠડી, ગોસા, સીસલી તથા પરબવાવડીમાં આવેલાં છે. પરબની સંતપરંપરામાં લીરબાઈની ભજનવાણી બીજમાર્ગી મહાપંથી નિર્ગુણ ઉપાસના અને ગુરુમહિમાનું ગાન રજૂ કરે છે. ૨૧૧ ૨૧૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... કવિ પ્રીતમનાં કાવ્યોમાં સલ્લુરુ શરણભાવ : અગિયારમી દિશાનો ઉઘાડ - ડૉ. નલિની દેસાઈ (અમદાવાદસ્થત ડૉ. નલિનીબહેન દેસાઈએ ગુજરાતી સાહિત્યમાં ડૉક્ટરેટ કર્યું છે. તેઓ ગુજરાતી વિશ્વકોશ અને જેન વિશ્વકોશ સાથે સંકળાયેલાં છે પ્રીતમ અઢારમા શતકમાં થઈ ગયો. તેનું આયુષ્ય બોતેર કે તેથી વધારે વરસનું હતું. તેનો જન્મ બાવળામાં થયો હતો. તેનું અવસાર ૧૯૭૮માં થયું અને જો તેણે બોતેર કે તેથી વધુ વરસનું આયુષ્ય ભોગવ્યું હોત તો ૧૭૨૦ થી ૧૭૨૫માં તેનો જન્મ થયો હોય તેમ માની શકાય. એ બારોટ જ્ઞાતિનો હતો. તે જન્મથી અંધ હતો. તે પંદર વર્ષનો હતો, ત્યારે રામાનંદી સાધુઓની જમાતના મહંત પાસેથી ગુરુમંત્ર અને ઉપદેશ મેળવ્યા હતા. ભક્તિ વૈરાગ્યના સંસ્કારો પ્રીતમને જન્મજાત મળેલા હતા. પ્રીતમ વેદાંતી અને યોગમાર્ગનો અભ્યાસી પણ હતા. પ્રીતમની મુખ્યત્વે રચના પદ અને સાખીના સાહિત્યપ્રકારની છે. તેણે કૃષ્ણભક્તિ અને જ્ઞાનવૈરાગ્યનાં પદો લખ્યાં છે. આ પદોની ભાષા ગુજરાતી અને હિંદી છે. પ્રીતમ વિવિધ ભાવોને પદોમાં પ્રયોજ્યાં છે. ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ’, ‘ચેતવણીઓ', “બ્રહ્મલીલા', ‘જ્ઞાનપ્રકાશ,' ‘સપ્તશ્લોકી ગીતા’, ‘વિનયસ્તુતિ,’ બોડાણાના શ્લોકો’ વગેરે કૃતિઓ પ્રીતમે આપી છે. ‘સરસગીતા'માં ઉદ્ધવ-ગોપી-સંવાદ નિરૂપાયો છે. જ્ઞાનગીતા'માં ગુરુ શિષ્યસંવાદની શૈલી પ્રયોજાઈ છે. જેમાં જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપને યોગમાર્ગની પરિભાષામાં વર્ણવે છે. જ સશુરને શરણે રે, સૌ સંશય હરશે: જીવ દશાને ટાળી રે, હરિ સરખો કરશે. ઉગ્ર દશા અનુભવી રે, છે સમજણ મોટી: મન કંચનને કસવા રે, ગુરુ જ્ઞાન કસોટી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... હોય તેમ લોહ કેરું, જેને પારસ પરશે; થાય મહા મુગતાફળે રે, જળસ્વાતિ વરશે. છીપ રહે સાગરમાં રે, માંય મોતી નીપજે, જ્ઞાન મીના પરસે રે, તેને રીતું શિપજે. સગે નર સમજે રે, સૌ દુગ્ધા જાશે; પ્રીતમ તો પ્રાણીનું રે, સી કારજ થાશે. ગુનો મહિમા વિશેની રચનાઓ મધ્યકાલીન સાહિત્યમાં મળે છે. મધ્યકાલીન કવિઓ - નરસિંહથી માંડીને અખા સુધીના કવિઓએ ગુરુમહિમાની રચના કરી છે. પ્રીતમનાં કાવ્યોમાં જ્ઞાન અને ભક્તિનો સમાંતર મહિમા ચાલે છે. પ્રીતમના આ પદમાં સના શરણના મહિમાનું ગાન કરવામાં આવ્યું છે. પારસમણિનો સ્પર્શ થાય અને લોહ જેમ કાંચન બની જાય એ રીતે સરથી શિષ્યના હૃદયમાં જાગતી જાગૃતિનું સરળ અને સર્વગમ્ય રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જા અ ને શરણે રે, સૌ સંશય હરશે, જીવ દશાને ટાળી રે, હરિ સર કરશે. આ સદ્ગુરુનું શરણ એવું છે કે જેની પાસે રહેતાં સર્વ સંશય ટળી જાય છે. પ્રીતમ કહે છે કે માનવીના મનના સંશયો તો સરૂના જ્ઞાનપ્રકાશની આગળ દૂર થઈ જાય. પણ એથીયે વિશેષ સરુ જીવદશાને ટાળે છે. એનો અર્થ એ કે માનવીને સંસારના ભવ-ભ્રમણમાંથી મુક્ત કરે છે અર્થાત્ એને એની ‘જીવદશામાંથી દૂર કરીને હરિદશાનું પ્રદાન કરે છે. સંસારના સંગને બદલે સંસારના સંગ છૂટી જાય છે અને હરિના સંગે એ હરિ સમાન બની જાય છે અર્થાત્ સદ્ગરનું શરણ મળે એટલે જીવનનું પરિવર્તન થતું નથી, પરંતુ એની સમગ્ર ચેતનાનું રૂપાંતર થાય છે. અહીં પ્રીતમ ‘હરિ સરખો કરશે' એમ કહીને સદ્ગરના પ્રભાવથી અનુભવતી હરિરસની હેલીને વરસાવતો લાગે છે. ઉગ્ર દશા અનુભવી રે, છે સમજણ મોટી; મન કંચનને કસવા રે, ગુર જ્ઞાન કસોટી. જ્યારે માણસ ઉગ્ર દશામાંથી પસાર થાય છે, ત્યારે તેમાંથી પાર ઊતરવા માટે સમજ હોવી જરૂરી છે; જેમ કે કોઈ વ્યક્તિને એમ કહીએ કે ચોરી ન કરશો. ચોરી કરવાથી એનું પરિણામ સારું નથી આવતું, પણ જ્યારે એવી સમજણ આવે કે આ કાર્ય ખોટું કર્યું. માટે જ સમજણ બહુ મોટી વસ્તુ છે. સોનું ચોખ્ખું હોય, શુદ્ધ સોનું ૨૧૩ ૨૧૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । હોય તેને કસવું ન પડે. એમ ગુરુ દ્વારા જ જ્ઞાનની કસોટી થાય છે. આમ ગુરુ શિષ્યની કસોટી કરતો હોય છે. હોય હેમ લોહ કરું રે, જેને પારસ પરશે; થાય મહા મુગતાફળે રે, જળસ્વાતિ વરશે. ગુરુથી જીવનની કેવી ધન્યતા સાંપડે એને કવિ પ્રીતમ સરળ રીતે સમજાવે છે. આપણે કલ્પના કરી શકીએ કે મધ્યકાલીન સમયમાં ભક્તિની નાડીમાં જ્યારે સમગ્ર જીવન વહેતું હતું, ત્યારે પ્રીતમની આ પંક્તિઓને સાંભળનારને કેટલી ઊંડી સમજ આપી હશે! શ્રોતાઓને સમમય એવી સરળ અને પ્રસાદિક ભાષામાં પ્રીતમ કહે છે કે ‘સદ્ગુરુ એટલે પારસનો સ્પર્શ” એનો સ્પર્શ થતાં ભક્તનું હૃદય ઊંચી ભાવનાઓથી ઝાકમઝોળ થઈ જાય. સદ્ગુરુની કૃપા વરસતી હોય અને ભક્તનું હૃદય ભીંજાતું હોય તે સ્થિતિનું ચિત્રણ આપતાં કવિ પ્રીતમ કહે છે કે સ્વાતિ નક્ષત્રમાં વરસાદનાં બિંદુઓ પડે અને જેમ મોતી પાકે એમ સદ્ગુરુની વાણીનો સ્પર્શ થતાં જીવન ધન્ય બને છે. છીપ રહે સાગરમાં રે, માય મોતી નીપજે; જ્ઞાન મીનકા પરસે રે, તેને રીતું ઊપજે. જેમ સાગરમાં છીપલાં હોય છે અને એ છીપલાંમાં મોતી બને છે. માછલીને પણ સ્પર્શ થાય તો તેને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેને ઊપજે ઋતુ સત્સંગ નર સમજે રે, સૌ દુગ્ધા જાશે; પ્રીતમ તો પ્રાણીનું રે, સૌ કારજ થાશે. મનુષ્ય જો સત્-સત્સંગ કરે તો તેની બધી પીડા, મુશ્કેલી, જંજાળ જતી રહે છે. એટલે જ માણસે જીવનની મોહ-માયા, સંસારની માયા બધામાંથી મુક્ત થઈ જવું જોઈએ. પ્રીતમ કહે છે સહુ કાર્ય તો થવાનાં જ છે. કવિ પ્રીતમે આ પદમાં સદ્ગુરુના સંગને પરિણામે શિષ્યમાં થતાં પરિવર્તનની અને એને થતી પ્રાપ્તિની વાત કરી છે. એની સઘળી શંકાઓ તો સદ્ગુરુના સંગમાં ટળી જાય છે અને આપણે દશ દિશાઓને જાણીએ છીએ, પરંતુ સદ્ગુરુનો સંગ મળતાં એના જીવનમાં અગિયારમી દિશા ઊઘડે છે. ૨૧૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા શ્રી રમૂજીલાલ વિરચિત ‘ગુરુગીતા’માં ગુરુ)||સાય : - રેશ્મા ડી. પટેલ (આણંદસ્થિત રેશ્માબહેન ઓઝ વડોદરાની શિક્ષણસંસ્થા સાથે સંકળાયેલાં છે. તેમણે M.A., M. Phi. અને ભોપાલ યુનિ.માં ફાઉન્ડેશન કોર્સ કરેલ છે જેઓ ભાષા સજ્જતા પ્રશિક્ષણના કાર્યમાં વ્યસ્ત છે) રમૂજીલાલનો જન્મ સંવત ૧૯૬૩ના આસો સુદ ૧ના રોજ બપોરે ૧૨ કલાકે થયો હતો. તેમના પિતાશ્રી વલ્લભરામ સૂર્યરામ વ્યાસ, માતાનું નામ ડાહીબા. જન્મસ્થળ અમદાવાદ રાયપુર, પખાલીની પોળમાં થયો હતો. તેમના ઉછેરમાં વલ્લભરામ વિશેષ કાળજી રાખતા હતા. તેઓને આધ્યાત્મિક વારસો મળી રહે એવો યુગ જોઈતો હતો. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. રમૂજીલાલને સંસ્કૃતના અભ્યાસ માટે ઘરે શાસ્ત્રી રોકી અભ્યાસ કરાવ્યો હતો. વેદો, પુરાણો, ઉપનિષદોનો અભ્યાસ આરંભ્યો. લગભગ ૧૩-૧૪ વર્ષની ઉંમરે ધાર્મિક કેળવણી તથા ધર્મમાં જોડાયા. શાસ્ત્રી શ્રી ગિરજાશંકર તેમના વિદ્યાગુરુ હતા. તેમનો તેમના વિશેનો ઊંચો મત હતો. તેઓ અદ્ભુત મતના હતા. શિરહસ્યાંક લખ્યો ત્યારે તેઓ સ્તબ્ધ બની ગયા. રમૂજીલાલના બીજા ગુરુ શાસ્ત્રી જગન્નાથભાઈ હતા. તેઓ ન્યાયશાસ્ત્રના આચાર્ય હતા. ન્યાયશાસ્ત્ર ભણતાં ૧૨ વર્ષ લાગે તે રમૂજીલાલે સવા બે વર્ષમાં પૂરો કરેલો. દ્વૈત, દ્વૈતાદ્વૈત અને અદ્વૈત, બ્રહ્મ, પરબ્રહ્મ અને પૂર્ણબ્રહ્મનું જડાત્મા, જીવાત્મા, આત્મા, મહાત્મા ૐ ખ બ્રહ્મ ‘શબ્દ બ્રહ્મો' ને વિભૂતિ આત્મા વગેરે ગહન વિષયો જે શાસ્ત્રીજી પણ જાણતા ન હતા. સંસ્કૃતના પ્રખર પંડિત શ્રી આવદશંકરે તેમના વિશે ઊંચો અભિપ્રાય આપ્યો. ગુરુના જ્ઞાનનો છેડો તે શિષ્યના જ્ઞાનનો એકડો હોય છે એટલે કે, ક્રમાનુસાર વધતું જ જાય, પરંતુ સાચા ગુરુ-શિષ્યનું મિલન થાય તો શિક્ષણનો જ્ઞાનયોગ અદ્ભુત ઉન્નતિએ પહોંચે છે. સાચો શિષ્ય એ જ છે કે તે ગુરુ બનતો નથી અને સર્વદા શિષ્યભાવે જ વર્તે છે. જ ૨૧૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સી એષ : પૂર્વષામયિ ગુરુ કાલેના તે વચ્છેદાતા. જે કાળના કામ વડે પણ છેદાય નહીં તે જ ગુરુ છે. આમ, શ્રી રમૂજીલાલ જેમણે મોક્ષધર્મી સંપ્રદાય સ્થાપ્યો ‘ પરમાત્મા’ના નાદ સાથે ધ્વનિત થયેલ છે. મોક્ષદાતા દિવ્ય સદ્ગુરુ વલ્લભરામ હતા. રમૂછલાલ એ, એમના દરેક ગ્રંથમાં ગુરુમહાત્મને મુક્તકંઠે ગાયો છે. જેમણે પોતાનું સમગ્ર જીવન કર્મસેવામાં અર્પણ કર્યું. મોક્ષમાર્ગીઓને સનાતન ધર્મનું તત્ત્વજ્ઞાન આપ્યું. પરમનિવાસી પરબ્રહ્મનિષ જ્ઞાનદાતા સર વલ્લભરામ સૂર્યરામ વ્યાસ પ્રાણવાધિકતા મોક્ષમાર્ગાચાર્ય ગુરુદેવ રમૂજીલાલની આ ગુરુગીતા ગુરુના મહિમાને ગૌરવાન્તિ કર્યું છે. રમૂજી-સ્મૃતિ'માં ઉધૃત ‘ગુરુગીતાના શ્લોક - ૨૮૦ જેટલા છે. એમાંથી નિયતાંશ ભાગને જોઈશું. સદ્ગુરુ વલ્લભરામે સ્વેચ્છાથી રમૂજીલાલને ગુરુગાદીએ બેસાડયા હોવાથી રમૂજીલાલ સાક્ષાત્ ગુરુ હતા અને છે, છતાં તેઓએ જીવનપર્યત બહુ ઉચ્ચ કક્ષાનો શિષ્યધર્મ પાળ્યો હતો તે તેઓએ શિષ્યો પર લખેલા પત્રોમાંથી તારવી શકાય છે. શિષ્યનું સર્વસ્વ સર જ હોય છે, તે સત્ય છે. સદ્ગુરુ અને પરમાત્માને એક જ માનવા જોઈએ અને જે બિલકુલ અશક્ય કાર્ય હોય તે પણ માત્ર સરુની ભક્તિથી અને સરની શક્તિથી પાર પડે છે. એક ભક્ત કે શિષ્ય સરુનો જ બને છે, ત્યારે સદ્ગરની સર્વ શક્તિઓ તેનામાં ઊતરે છે. સંસારમાં સાંસારિક એટલે વ્યવહારનું જ્ઞાન પણ જે તે વિષયના જ્ઞાન કુશળ મનુષ્ય વિના પોતાની મેળે પ્રાપ્ત કરી શકાતું નથી, તો આત્મકલ્યાણ (મોક્ષ)ની સિદ્ધિ માટે પારમાર્થિક જ્ઞાન સ્વત: પ્રાપ્ત કરવું સર્વથા અસંભવિત જ છે. વેદાંત, યોગ કે ભક્તિના ગ્રંથો વાંચી જવાય તોપણ તેમાં રહેલું ગુપ્ત રહસ્ય વાચકથી ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સર વિના સમજી શકાતું નથી. શ્રીમદ્ ભાગવતના દશમ સકં ધમાં વેદસ્તુતિના પ્રસંગમાં કહ્યું છે કે: વિજિતકુપીકવાયુબિરદાંતમનડુરાં, ય ઈહ યતંતિ યંત્મતિલોકમુપાયખિદ: I વ્યસનશતાવિતા: સમવાય ગુરોથરણું વણિજ ઈવાડજ સંત્યકૃતકર્ણધરા જલધૌ હે અજન્મા ! અતિચંચળ મનરૂપી ઘોડો, ઈન્દ્રિયોનો નિગ્રહ તથા પ્રાણનો જય કરનારાઓથી પણ વશ કરાયો નથી; તેને વશ કરવા જે પુરુષો સદ્ગરના ચરણકમળનો ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આશ્રય લીધા વિના પોતાની મેળે પ્રયત્ન કરે છે, તે જેમ કોઈ મોટો વ્યાપારી વહાણ ચલાવવામાં કુશળ નાવિક (ખલાસી)નો આશ્રય લીધા વિના પોતાની મેળે વહાણ ચલાવી સમુદ્ર પાર કરવા જતાં સમુદ્રમાં જ પડયો રહે છે તેમ અનેક દુઃખોથી વ્યાકુળ થઈ ભવસાગરમાં જ પડ્યા રહે છે. જે જે માણસો પાસેથી કાંઈ પણ જ્ઞાન યા શિક્ષણ લેવામાં આવે છે તે તે સર્વને સુજ્ઞ પુરુષો ગુરુ માની તેમના પર પૂજ્યભાવ રાખે છે. પણ જે જીવનમુક્ત સપુરુષ પાસેથી બ્રહ્મવિદ્યા યા આત્મકલ્યાણનાં સાધનો પ્રાપ્ત કરાય છે એવા અકારણ કૃપાના સાગર પ્રત્યક્ષ ઈશ્વરરૂપ સત્પષો વિશે તો ગુરુ નહિ, પણ સદ્ગભાવ રાખી તન, મન, ધન અને આત્માથી તેમની સેવા કરતાં તેમના નિરંતરના આભારી થઈને રહે છે. આવા સરપદને યોગ્ય સપુરુષ કોઈને શોધ્યા જડતા નથી, કારણકે પરમેશ્વરનો જે જીવ પર અનુગ્રહ થયો હોય તેને જ સદ્ગરનો લાભ મળે છે. યાવન્નાનુગ્રહ: સાક્ષાજજાયતે પરમેશ્વરા તાવન સદ્ભર કશ્વિત્સચ્છાä વાપિ નો લભેત્ | કોઈ પણ માણસ પર જ્યાં સુધી સાક્ષાત પરમેશ્વરની કૃપા થતી નથી, ત્યાં સુધી તેને સાસ્ત્રની કે સદ્ગુરુની પ્રાપ્તિ થતી નથી. શિષ્યનાં સંકટ ભાંગનારા સરુ જગતમાં બહુ વિરલ હોય છે. સદ્ગર એ નામ સર્વને માટે નથી. સદ્ગુરુ કોને કહેવાય? આ સંબંધમાં ગુરુગીતામાં કહ્યું છે કે: કરુણાખડગપાતન ચ્છિક્તા પાશાષ્ટકં શિશો. સમ્યગાનંદજનક: સર: સોડભિધીયતા (શ્લોક. ૧૧૪) કરુણારૂપી પગપાત વડે શિષ્યના આઠ પાશો (પશુ ભાવરૂ૫ બંધનો) (તિરરકાર), લજા, ભય, શંકા, નિંદા, કુલાભિમાન, શીલસ્વભાવ અને જાતિઅભિમાન) કાપી, સ્વરૂપાનંદ પ્રકટાવે છે તે સદ્ગુરુ કહેવાય છે. ગુરુ શબ્દમાં ગુ અંધકારવાચક છે અને રુ તેનો નિરોધકર્તા છે, એમ અંધકારનો વિનાશ કરનાર તે સદગુરુ એ પ્રમાણે કહેવાય છે. ગુરુ શબ્દમાં ગુ એ અંધકારવાચક છે અને સુ તેજવાચક છે, એમ અજ્ઞાનનો નાશ કરનારા તે સાક્ષાત્ પરબ્રહ્મ-નારાયણ જ છે એમાં શંકા નથી. ગુરુ શબ્દમાં ‘ગુકાર”ગુણાતીત અને રુકાર રૂપાતીત છે, માટે માયિક ગુણ અને રૂપના વિહીનપણાથી સદ્ગુરુ એ પ્રમાણે કહેવાય છે. (ગરુગીતા, શ્લોક ૩૧, ૩૨ અને ૩૩). શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ અને પરમકરૂણાવાન પુરૂષ જ સર થવાને યોગ્ય છે. ૨૧૮ ૨૧૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પરમોપયોગી મોક્ષશાસ્ત્રોને પાઠથી, અર્થથી અને તાત્પર્યથી જાણનારા, મનુષ્યોના અંત:કરણની યોગ્યતાને જાણી લેવામાં કુશલ અને ન્યાય-નીતિ-વિવેક-વ્યવહારને અનુસરીને જિજ્ઞાસુઓના અંત:કરણની શંકાઓરૂ૫ શલ્યોનો ઉદ્ધાર કરવાના સામર્થ્યવાળા પુરુષ શ્રોત્રિય કહેવાય છે. પરમજ્યોતિરૂપ અને પરમાનંદરૂપ પરબ્રહ્મપરમાત્માને અભેદભાવે અનુભવી જેમનું અંતઃકરણ તેમાં સ્વાભાવિક સ્થિરતા સામર્થ્યવાનું થયું છે તેવા સત્પષ બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. તેથી ભગવતી શ્રુતિ માતા કહે છે કે - ગરુમેવાભિગચ્છ7મિત્પાણિ: શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્ II (શ્રી અર્થવેદીય મુંડકોપનિષત, મુંડક ૧, ખંડ અને મંત્ર ૧૨) વિવેકી, વૈરાગી અને સાચી શ્રદ્ધાવાન યોગ્ય થઈને બ્રહ્મશ્રોત્રિય અને પરબ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જાય અને તેમનું શરણ ગ્રહણ કરે. - જે કનિષ્ઠ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સરને મનુષ્ય જેવા સમજે છે, તેને તેના સદ્ગુરુ મનુષ્યના જેવું ફળ આપે છે, જે મધ્યમ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સરને દેવ જેવા સમજે છે તેને તેના સદ્ગર દેવના જેવું ફળ આપે છે અને જે ઉત્તમ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સરને ઈશ્વર જેવા સમજે છે તેને તેના સર ઈશ્વરના જેવું ફળ આપે છે. સદ્ગુરુ તો એક નિર્વિકાર દર્પણ જેવા છે. જેમ દર્પણ મનુષ્યો જેવા જેવા ભાવથી પોતાનામાં જુએ તે તે મનુષ્યોને તેવા તેવા પ્રતીતિ કરાવે છે, તેમ સદ્ગુરુ શિષ્યોને તેમની ભાવના પ્રમાણે ફળ આપે છે. જોકે, સદ્ગર કોઈ પણ મનુષ્યની સેવાની સ્પૃહા રાખતા નથી, પણ શિષ્યો પોતપોતાના અર્થ માટે તેમની સેવા કરે છે, કેમ કે પૂર્ણકામને શી તૃષ્ણા હોય? તેથી આપ્તકામચ કા સ્પૃહા આ ભગવતી શ્રુતિના વચન પ્રમાણે પૂર્ણકામ સદ્ગુરુને કોઈ પણ પ્રકારની સ્પૃહા હોતી નથી. આવા અજર, અમર, અલૌકિક અને અપ્રતિમ સત્પરષોની પ્રશંસા કરવા માટે કોઈ સુંદર શબ્દો, ઉપમાઓ કે દષ્ટાંતો જ મળતાં નથી કે જે વડે તેઓશ્રીની સ્તુતિ કરી આપણું હૃદય શીતળ કરીએ. જગદ્ગુરુ શંકરાચાર્યજીએ શતશ્લોકમાં જણાવ્યું છે કે: દટાનો નૈવ દટાસ્ત્રિભુવનજઠરે સદ્ભરોíનદાતુ સ્પર્શશ્ચત્તત્ર ક સ નિયતિ યદહો સ્વર્ણતામર્મસારમ્ ન સ્પર્શવત્વ તથાપિ શ્રિતચરણયુગે સર: સ્વી શિષ્ય, સ્વીય સામ્ય વિધ ભવતિ નિરુપમસ્તના વાડલોકિકોડપિ|| (શ્લોક (૧) સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ - એ ત્રણેય લોકમાં જ્ઞાન દેનાર સરને કોઈની wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઉપમા આપી શકાય એમ નથી. સરને જો પારસમણિ જેવા માનીએ તો એ બરાબર નથી, કારણકે પારસમણિ તો માત્ર લોઢાને સોનું બનાવે છે, પણ પોતાના જેવો પારસમણિ બનાવતો નથી અને સર તો પોતાના ચરણયુગલનો આશ્રય લેનારને પોતાનું સામ્ય પમાડી શકે છે એટલે પોતાના સમાન કરી શકે છે, માટે સ્પર્શમણિની ઉપમા યોગ્ય ન હોવાથી સદ્ગર નિરૂપમ અર્થાત્ અલૌકિક કહેવાય છે. ઉત્તમ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સર શરીરધારી છે એમ કદાપિ પણ માનતો નથી અને મનુષ્યરૂપે જોતો પણ નથી. આવી અમૃત દષ્ટિના વિચારવાન શિષ્યને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં તે જીવનમુક્તતા ભોગવે છે. પરમાત્મા અને સદ્ગમાં અભેદત્ય સમજવા પરમભક્ત અધિકારી જનને શ્રદ્ધાપૂર્વક સમજવાને વેદ આજ્ઞા કરે છે કે: યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરો તસ્યતે કવિતા સ્પર્ધા: પ્રકાશન્ને મહાત્મનઃ | (શ્રી કૃષ્ણજયર્વેદીય શ્વેતાશ્વતરોપનિષત્, અધ્યાય ૬, શ્લોક ૨૩) જેન પરમાત્મામાં ઉત્કૃષ્ટ ભક્તિ હોય અને જેવી પરમાત્મામાં હોય તેવી પોતાના સદ્ગરમાં શ્રેષ્ઠ ભક્તિ હોય અર્થાત્ પરમાત્મા સદગુરમાં અભેદ સ્વરૂપ જાણે, તે પુરુષને આ ઉપનિષદમાં ઉપદેશ કરેલા પ્રસિદ્ધ અર્થો અનુભવવામાં આવે છે. સદ્ગુરુ પરમાત્મા એક અને અદ્વિતીય જ છે, નિર્મુક્ત જ છે, નિર્મળ જ છે. દેહ છતાં પણ દેહાતીત છે. શુદ્ધ અને પરમ પવિત્ર છે. નિર્વિકાર, નિરંજન, ચૈતન્યધન અને સત્ય નિત્ય સ્વરૂપ છે જેમના મહત્ત્વનો નિર્ણય કરતાં એમ સમજાય છે કે જ્યાં આકાશ છત્ર ધરે છે, વાયુ પંખો કરે છે, પુરાણો ચામર ઢોળે છે વગેરે. આવા મહાવૈભવને ભોગવતા સદ્ગુરુ પરમાત્માનો મહિમા ‘યતો વાચો નિર્તને અપ્રાપ્ય મનસા સહા' ઈત્યાદિ શ્રુતિઓ વર્ણવી શકવા શક્તિમાન નથી. એમ ભક્તજનોના કલ્યાણને માટે સર જીવનમુક્ત તત્ત્વજ્ઞાની છે. આથી સર ઉપાસનાના મુમુક્ષુ ભક્તજનોએ કરવાની છે. જેથી મોક્ષજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ વાત નિઃસંદેહ છે. - સર પરમેશ્વરતુલ્ય કહીએ તોપણ પરમેશ્વર કરતાં સરનો ઉપકાર શિષ્ય પર વધારે હોય છે, કારણકે પરમેશ્વર કોઈને પણ સાક્ષાત્ આવીને જ્ઞાન આપતા નથી, જ્યારે સર પ્રત્યક્ષ શ્રીમુખે જ તત્ત્વજ્ઞાન અપ શિખોનું આત્મકલ્યાણ (મોક્ષ) કરે છે. પરમેશ્વર કરતાં વિશેષ ઊંચી ઉપમા ન હોવાથી સરુને વધુમાં વધુ ઉપમા આપવા માટે પરમેશ્વરરૂપ કહીને સંતોષ માનવો પડે છે. - ૨૨૦ ૨૧૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । ગુરુદેવના પ્રકાર : ગુરુ ચાર પ્રકારના વર્ણિત છે: (૧) કાગ ગુરુ (૨) મત્સ્ય ગુરુ (૩) કાચબ ગુરુ અને (૪) આકાશપક્ષી ગુરુ. (૧) કાગ ગુરુ: કાગડા વગેરે પક્ષીઓ પોતાનાં ઈંડાંને રોજ વારંવાર સેવે છે અને વારંવાર સેવવા માટે ઈંડાની પાસે બેસી રહે છે, તેમ જે ગુરુ ઈંડાંરૂપી શિષ્યને પોતાની પાસે રાખીને સત્કર્મના માર્ગે ચઢાવે છે તે કાગ ગુરુ છે (૨) મત્સ્ય ગુરુ: જેમ માછલાં દિવસમાં બેથી ત્રણ વખત પોતાનાં ઈંડાં પાસે જઈ તેને સેવે છે, તેવી જ રીતે ગુરુ દિવસમાં બે-ત્રણ વાર શિષ્યોના ધ્યાનયોગની સંભાળ રાખે છે તે મસ્ત્યગુરુ છે (૩) કાચબ ગુરુ: કાચબી પોતાના ઇંડાંને નદી અથવા દરિયાકિનારે રેતીમાં ઢાંકીને મૂકી જાય છે અને તેની દશ-પંદર દિવસે ખબર લેવા આવે છે. દૂર રહીને તે ઈંડાને નજરથી સેવે છે, પણ તે ઈંડાને બહાર કાઢી તેના પર બેસીને સેવતી નથી, તે રીતે જે ગુરુ પોતાના શિષ્યને દશ-પંદર દિવસે આત્મિકદષ્ટિથી યોગશક્તિ આપે છે તે કાચબ ગુરુ છે અને (૪) આકાશપક્ષી ગુરુ: ગરુડ પક્ષિણી (માદા) જ્યારે પોતાનું ઈંડું મૂકે ત્યાર તેનો નર (પુરુષ) પક્ષિણીથી ઘણે નીચે ઊડતો અને ઈંડાને એકીનજરે જોતો રહે છે. તે પ્રમાણે આકાશપક્ષિણી ઈંડું મૂક્યા પછી ઈંડાંને અનિમિષ નેત્રે જોતી રહે છે, તેથી તે પક્ષીઓની નજરથી ઈંડું આકાશમાં પડતાં ઊડતું થઈ જાય છે, તેને ઊડતાં શીખવવું પડતું નથી પણ તે માઈલોના માઈલો સુધી ઘણી ઝડપે જનાર આકાશપક્ષી (ગરુડ) થાય છે. તે પ્રમાણે જે સમર્થ સદ્ગુરુ છે તે દૂરથી પોતાની યૌગિક અને આધ્યાત્મિક શક્તિ શિષ્યને આપી ઉત્કૃષ્ટ માર્ગે ચઢાવે છે અને બ્રહ્મશક્તિ તથા આત્મશક્તિથી એવા બળવાન બનાવે છે કે તે શિષ્ય પરમાત્માના સ્વરૂપમાં નિમગ્ન થઈ જાય છે અને મોક્ષપદનો અધિકારી બને છે. જોકે, શિષ્ય અમુક પ્રમાણમાં પોતાનું કલ્યાણ કરવા શક્તિમાન તો હોય છે, આમ છતાં સદ્ગુરુ પોતે ક્યાંયના ક્યાંય દૂર રહી માત્ર આધ્યાત્મિક દૃષ્ટિથી બ્રહ્મશક્તિ આપે છે તેને ગરુડ પક્ષી ગુરુ કહેલા છે. અર્થાત્ અલ્પેસમયમાં ભવપાર કરાવી શકે અને જેમની થોડીક કૃપાદૃષ્ટિ સાંપડે તો સર્વકાર્ય સિદ્ધ થાય તેમને સદ્ગુરુ કહેલા છે. ગુરુગીતાના શ્લોકાંશ સંસારવૃક્ષમારુઢા: પતંતિ નરકાવે YY યસ્તાનુદરતે સર્વાન્ તસ્મૈ શ્રીગુરવે નમઃ સંસારરૂપી વૃક્ષ પર ચઢેલા જીવો નરકરૂપી સમુદ્રમાં પડે છે. જે સદ્ગુરુ તે સર્વ જીવોનો ઉદ્ધાર કરે છે એવા સદ્ગુરુને નમસ્કાર છે. ૨૨૧ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અજ્ઞાનતિમિરાંધન્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મીલિત યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ। આજ્ઞાનરૂપી અંધકારમાં આંધળા થઈ ગયેલાને જ્ઞાનઅંજનરૂપી સળી વડે જેણે ચક્ષુ ખોલી આપ્યાં છે, એવા સદ્ગુરુને નમસ્કાર છે. અખણ્ડમણ્ડલાકાર વ્યાપતં યેન ચરાચરમ્ તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ।। - જે અખંડ ગોલાકાર (અનાદિઅનંત) છે અને જેનાથી આ સ્થાવર જંગમ YE વ્યાપ્ત છે તે બ્રહ્મરૂપ પદ જેમણે બતાવેલું છે તે સદ્ગુરુને નમસ્કાર હો. ં પિતા ત્યં ચ માતા ત્યું બન્ધુરૂં ચ દેવતા ॥ ૫૩ સંસારપ્રીતિભંગાય તસ્મૈ શ્રીગુરવે નમઃ । તમે પિતા છો, તમે મારી માતા છો, તમે બંધુ છો અને તમે દેવતા છો. સંસારમાંથી પ્રીતિ છોડાવનાર તે સદ્ગુરુને મારા પ્રણામ હો. ગુરુ દૂર હોય નહીં, દૂર લાગે નહીં, કારણ ગુરુ તો ગુરુત્વદેહે શિષ્યના હૈયામાં હોય ગુરુનું સાંનિધ્ય એ આત્મજ્ઞાનને પ્રગટ કરવાનો પાવન અવસર છે ૨૨૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા સંત કવિ અખાની રચનામાં ગુરુ ગોવિંદનું એકત્વ - ડૉ. પ્રીતિ શાહ ( અમદાવાદસ્થિત ‘નવચેતન”ના પૂર્વ પ્રીતિબહેને “સમૂહ માધ્યમો અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. વર્તમાન પત્રો અને સામયિકોમાં વિવિધ વિષય પર તેમના લેખો પ્રગટ થાય છે. તેઓ આર્ટ્સ કૉલેજમાં લેક્ચરર છે) ‘ગુરુ-ગોવિંદ દોનો ખડે' એવી સંત કબીરની પંક્તિ જાણીતી છે. વારાણસીના વણકર સંત કબીરની જેમ જ રૂઢાચાર અને ધર્માંધતા પર પ્રહાર કરનાર અખાનું ગુરુ અને ગોવિંદ વિશેનું દર્શન એનાથી સાવ ભિન્ન છે. કબીર કહે છે કે ગુરુ આંગળી ચીંધીને ગોવિંદને બતાવે છે જ્યારે ગુજરાતનો કવિ અખો કહે છે કે ગુરુ વડે એટલે કે જ્ઞાની સંતની સહાયથી શિષ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે અને એ અર્થમાં અખાએ એક નવી જ વાત કરી છે અને તે ગુરુ-ગોવિંદની એકતાની. ભારતીય સંત પરંપરામાં પરંપરાગત રીતે ગુરુમહિમાનું ગાન કરવામાં આવ્યું છે. સંતોએ પોતાના જ્ઞાનદાતા કે અધ્યાત્મદાતા ગુરુઓનાં ચરણો સેવ્યાં છે અને સ્વજીવનમાં ગુરુકુપાના અનુભવની કે ધન્યતાની વાત કરી છે. પરંતુ આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જ્ઞાનીકવિ અખાએ આ વિચારનું ગતાનુંગતિક કે ચીલાચાલુ અનુકરણ કરવાને બદલે પોતાની આગવી રીતે ગુરુ વિશેની વિભાવના આપી છે. ચાલી આવતી એક ધારા કે પરંપરાનો સાહજિક રીતે સ્વીકાર કરવાને બદલે અખો પોતાના અનુભવને એરણ પર મૂકીને એને ચકાસે છે અને એ પછી પોતાની અનુભવપૂર્ણ મૌલિક દષ્ટિ અને પોતાની આગવી રીતે એનું આલેખન કરે છે. ભાવના, ચિંતન, વિચાર કે દર્શનની બાબતમાં કેટલાક લોકો અગાઉના ચીલે ચાલનારા હોય છે, ત્યારે કેટલાક પોતાના મૌલિક દર્શનથી નવી કેડી કંડારનાર હોય છે. આ સંદર્ભમાં સંત કબીર અને અખાને યાદ કરી શકાય. અખાએ કરેલું આગવું દર્શન એ માત્ર એક ગુરુતત્ત્વ સુધી જ સીમિત નથી. એના મુક્તિ કે ભક્તિ, જ્ઞાન કે ચિત્ત, ઈશ્વર કે ઐશ્વર્ય આ બધા વિશે એના ખ્યાલો આગવા ૨૨૩ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા છે, એથી અખાએ કોઈ એક વિચાર આચાર કે પરંપરામાં ક્રાંતિ કરી નથી પરંતુ એની સર્વસ્પર્શી નજર સઘળે ફરી વળે છે અને સર્વત્ર એ પોતાની આગવી દષ્ટિએ એનું ‘અખેગીતા’ કે એના છપ્પાઓમાં આલેખન કરે છે. વર્ષોથી સમાજમાં પેસી ગયેલી માન્યતાઓ અને વિવાદો પર એ આકરો પ્રહાર કરે છે. અસ્પૃશ્યતા અંગે અથવા તો કશું સમજ્યા વિના કથાશ્રવણમાં ઉભરાતા ટોળાંઓની અખો ‘ખેર લઈ લે' છે દંભ, આડંબર અને રૂઢાચાર પ્રત્યે અખાના હૃદયમાં તીવ્ર આકોશ છે, પરંતુ એ હસતાં એને વ્યંગ્ય કટાક્ષની વાણીથી પ્રગટ કરે છે. સંતોની પરંપરામાં જોઈએ તો અખાની ગુરુ વિશેની વિભાવના એ કોઈનીય સાથે સામ્ય ધરાવતી નથી. આમાં અખાની પોતીકી મુદ્રા જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં ગુરુ વિશે યશોગાન સાંભળવા મળે, પણ અખાના જીવન અને વનમાં તો પળે પળે પગલે પગલે જાગૃતિ અનુભવવા મળે છે. એ પહેલાં સોનીની ઝીણી નજરે સુગુરુ અને ફુગુરુનો ભેદ પારખે છે અને પછી ગુરુની વાત કરે. એને ગુરુ કરવાની સહેજે ઉતાવળ નથી, બલ્કે એ તો ગુરના જ્ઞાનની સઘળી કસોટી કરીને ચાલનારો છે. અંધ બનીને ગુરુભક્તિના કૂવામાં પડનારો નથી. એ કોઈપણ વિચાર કરતો હોય, તે પહેલાં એનો સર્વાંગી ખ્યાલ મેળવે છે y અને તેથી જ એ પહેલી વાત તો એ કહે છે કે એવું થવું ન જોઈએ કે જ્યાં ગુરુ અભિમાની હોય અને ચેલો દંભી હોય. જ્યાં ગુરુમાં અનાચાર હોય અને ચેલામાં અજ્ઞાન હોય. ગુરુશિષ્યના આવા ‘અનિષ્ટ યોગ’ને અખો ‘શિષ્ય ગર્દભ અને ગુરુ કુંભાર' એ રીતે વર્ણવે છે. વળી, ગુરુ વિશે એમ પણ કહે છે કે માત્ર જગત-વ્યવહારનું જ્ઞાન આપે, તે પણ પૂરતું નથી. શિષ્યએ તો એની પાસેથી બ્રહ્મતત્ત્વ-કૈવલ્યનું જ્ઞાનદર્શન પ્રાપ્ત કરવાનું છે. આનો અર્થ એ કે વ્યવહારજીવનની વિદ્યાઓ શીખવતા ગુરુની શક્તિ મર્યાદિત હોય છે. ખરેખરૂ તો એમણે શિષ્યને તત્ત્વજગતની વિશેષતા દર્શાવવાની હોય છે. જેમ કોડીથી કોઈ વસ્તુની લે-વેચ થઈ શકે છે પણ એનાથી સિક્કો પણ પડતો નથી. એ જ રીતે વ્યવહારની વિદ્યાઓ જાણતો ગુરુ એ કોડી સમાન છે. એનાથી શિષ્યને કોઈ આત્માનુભૂતિ સાંપડતી નથી. પોતાના સમયના ગુરુઓને એ જુએ છે અને એ વેશધારી ગુરુની ટીકા કરે છે, પણ સાથેસાથ સદ્ગુરુનો સ્વીકાર કરે છે. આ સદ્ગુરુ પાસેથી જ બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે તેમ એ કહે છે. જેમ સૂર્યને સીધેસીધો જોઈ શકાય નહીં, પરંતુ જલનું પાત્ર માંડીને એમાં પ્રતિબિંબિત થતા સૂર્યને જોઈ શકાય, એ જ રીતે ગુરુ દ્વારા ગોવિંદ અર્થાત્ પરમાત્માને જોઈ શકાય છે. પણ એનો અર્થ તો એ કે ગોવિંદ એ બિંબ છે અને ગુરુ એ પ્રતિબિંબ છે. સૂર્ય આકાશમાં છે અને એનું પ્રતિબિંબ પૃથ્વી પર છે, તેમ છતાં અખો એક બીજો ૨૨૪ Page #114 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... વિચાર એ આપે છે કે ગુરુ અને ગોવિંદ એક જ છે. આવા સદગુરુને પામવા માટેની અખાની પોતાની આગવી પરીક્ષા છે. એ કહે છે કે ગુરુ પંથમુક્ત, શાની, પરમાર્થને જાણનારો, સંપત્તિના મોહ વિનાનો અને નિરાભિમાની હોવો જોઈએ. એ શિષ્યોના ભારથી દબાઈ ગયેલો ન હોય. આવો ગુરુ મળે તો જ શિષ્યનું કામ થાય છે. જોકે અખો માત્ર ગુ-પરીક્ષા જ કરતો નથી, એ શિષ્યની પાત્રતાની પરીક્ષા પણ દર્શાવે છે. જિજ્ઞાસા, આદર અને અવધાન હોય, તો જ એ વ્યક્તિમાં શિષ્ય તરીકેની યોગ્યતા ગણાય. આમ અખો બતાવે છે કે અમુક ગુણો ધરાવતી વ્યક્તિ ન હોય, તો એ ગુને શરણ ગ્રહણ કરવાની જરૂર નથી. પણ એની સાથોસાથ એ શિષ્યને માટે પણ કેટલીક પાત્રતા જરૂરી બતાવે છે અને એને ‘ગુરુ-શિષ્ય અખા આ ખેલ' કહીને એ સમજાવે છે. ‘સદ્ગુરુ શિષ્યને વચન જ કહે, અને જિજ્ઞાસુ શિષ્ય તત્સણ ગ્રહે, જયમ મોરપત્ની પડતું બુંદ ધરે, તેનો તદ્ભવ બહી થઈ પરવરે. પડ્યું ગ્રહે તેની થાયે ઢેલ, ત્યમ ગુરુ-શિષ્ય અખા આ ખેલ.’ એથી આગળ જઈને અખો એક બીજી વાત કરે છે. એ કહે છે કે માત્ર ગુએ આપેલું જ્ઞાન સ્વીકારી લેવું તે જ બરાબર નથી, બલ્લે એને તમારા આત્માનુભવની કસોટીએ ચડાવવું જોઈએ અને એ દ્વારા તમને બ્રહ્મસ્વરૂપની ઓળખ મળવી જોઈએ. આમ અંતે ભગવાન બુદ્ધની એ વાતનું મરણ થાય છે કે જ્યારે એમણે એમના શિષ્ય ભિખુ આનંદને કહ્યું, ‘અપ્પ દીવો ભવ’, ‘તું જ તારી જાતનો દીવો બન’, કારણ કે અંતે તો વ્યક્તિએ સ્વયં આત્મજ્ઞાન અને આત્મનુભવ પામવાનો છે. અર્થાત્ ગુરુ મળ્યા પછી એણે પોતાના આત્માને ગુરુ કરવાનો છે અને એમાંથી ગુરુ, બ્રહ્મ અને આત્માનું એકત્વ સાધવાનું છે. એ એકત્વની સાધનાના સંદર્ભમાં જોઈએ, તો અખા પાસેથી એક નવી સૃષ્ટિનો અનુભવ થાય છે. આમ અખાના ગુરવિચારના જુદાં જુદાં સોપાનો જોઈએ, તો ખ્યાલ આવે કે સૌ પ્રથમ તો પૃહાવાન કુગુરથી દૂર રહેવું. માત્ર વ્યવહાર જગતની ઓળખ આપે એ ગુરની સીમીમા બંધાવવું નહીં, શિષ્યો બનાવવા આતુર હોય એવા ગુરથી અળગા રહેવું, વળી ગુરુ મળે તેથી વિવેકી ગુરુએ આપેલું નવનીત તમારા આત્માનુભવરૂપી અગ્નિમાં તપાવીને એને ઘી બનાવવું જોઈએ. આત્માનુભવ વિનાનું ગુજ્ઞાન વ્યર્થ છે. પગલાં પૂજવાને બદલે નિ:પગલાંને શરણે જવું જોઈએ અને અંતે આત્મા, પરમાત્મા અને ગુરનો ભીતરમાં ત્રિવેણી સંગમ સાધવો જોઈએ. ૨૨૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... અખાની આ વિશિષ્ટ વિચારધારાનું દર્શન કરાવતું એક પદ ‘અખેગીતા'માં મળે છે. આ પદમાં અંતે તો હેમનું હેમ હોય એવું અદ્વૈત જોનારો અખો પ્રથમ પંક્તિમાં કહે છે કે તમે આજ સુધી હરિ અને હરિજનનું કૅત જુઓ છો. બંનેને જુદા ગણો છો ત્યારે એ કહે છે કે ગુરુ અને ગોવિંદ એક છે એને રખે અળગા ગણતા આનું કારણ એ છે કે ગુર એ સગુણ સ્વરૂપ છે અને પરમાત્મા એ નિર્ગુણ સ્વરૂપ છે. આ સગુણ સ્વરૂપ તમને નિર્ગુણ સ્વરૂપ તરફ લઈ જાય છે અને તે કઈ રીતે એ વિશે અખો કહે છે, ‘નિર્ગુણ બ્રહ્મ સગુણ સંત જાણવા, જયમ વહિથી તેજવંત થાયે દીવા.' પોતાની આ વાતને અને આવા વિચારને અખો વધુ પ્રગટ કરતાં કહે છે કે જેમ અગ્નિથી દીપને પ્રગટાવવો હોય તો વાર લાગે છે, પરંતુ એક દીપથી બીજા દીપને પ્રગટાવવો હોય તો તે સરળતાથી અને તત્કાળ પ્રગટી શકે છે. આથી ગુરુને કારણે શિષ્ય સરળતાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ગુરુ એની આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો માર્ગ બને છે, પણ શિષ્ય એ માર્ગમાંથી મુકામ સુધી જવાનું છે અને તેથી ગુરુની સહાયથી જાગેલી આત્મજ્યોતિ દ્વારા એણે પરમાત્માપ્રાપ્તિ સુધી પહોંચવાનું છે અને તેથી જ અખો કહે છે કે તમારે ભગવાનને વહેલા ભેટવું હોય તો ગુર મદદ કરે છે. ‘ત્યમ જ્ઞાની મૂર્તિ તે જાણો ગોવિંદની, ત્યાંહાં ભગવાન ભેટે જ વહેલો.' આ ગુરુ કે સંત કઈ રીતે પરિવર્તન આણે છે? એક તો એના આચાર દ્વારા એને અનુભવમાં ગતિ કરાવે છે. અને ‘દષ્ટિ ઉપદેશ’ આપે છે અને તેથી સરુની કૃપા વરસે તો શું થાય? અખો એની આગવી છટાથી કહે છે, ‘સેવતાં સુખ હોય અતિશે ઘણું, જે સર તણું મન રીઝે.' પણ અંતે ક્યાં જવાનું? અંતે તો જેમ કુંડળ અને સુવર્ણ એક જ છે એ જ રીતે જ્ઞાની અને પરમાત્માનું સાયુજ્ય અને આત્મજ્ઞાનનો પ્રદીપ પ્રગટતા ગુરુ અને ગોવિંદની અદ્વૈત સ્થિતિનો વિરલ અને અનુપમ અનુભવ થશે. ગુરુ વિશેની આપણી વિચારધારામાં સૌથી ઉક્રો ચાલનારો જ્ઞાની કવિ અખો આપણી સંતપરંપરામાં તો અનોખો છે જ, પરંતુ અની તત્ત્વવિચારણાથી પણ એ કેટલો બધો પ્રભાવક લાગે છે! - ૨૨૬ Page #115 -------------------------------------------------------------------------- ________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ગુરુવંબાના બગીસ દોષની સઝાય (રચનાઃ વાચક અમૃત ધર્મગણિ) - પ્રફુલ્લા વોરા (ભાવનગરસ્થિત B.Ed. કૉલેજના પૂર્વ પ્રાધ્યાપિકા પ્રફુલ્લાબહેન જૈન દર્શનનાં અભ્યાસુ છે. લેખિકા અને કવિયત્ર છે. સાહિત્ય સંમેલનોમાં શોપપત્રો પ્રસ્તુત કરે છે). ગુરુવંદનના ૩૨ દોષોની સઝાયા શ્રી જિન વાણી આણી ચિત્ત પ્રણમી ગુરૂ ચરણ સુપવિત્ત દોષ બત્તીસ કહું સઝાય ગુરૂવંદન મેં જે વર્જાય... આદરવિણ વંદન જે કરે તેહ અનાદર પણ ધરે નમતો દેહ નમાવે નહીં મદસંતી એ બીજોસહી... વંદન કિરિયા ઓછિ છોડી જાયે તે ત્રીજો મન જોડી સાધુ સહુ એકે વરણે વાદે તે ચોથો મરૂ ભણે... તીડ જેમ ઉછળતોનમે એ દૂષણ ભાખ્યો પામેં નવમા ગુરૂ વસ્ત્રાદિક જામ વેંસાણે તે છઠ્ઠાટાળ.. કચ્છપની પરે ચાલે અંગ સૂત્ર ઉચરતો સપ્તમ ભંગ આઠમેં એક વંદીને જાય બેઠો હી બીજાને પાય. નિજ પર કારણ મન અપ્રીતિ ધરતો વદે નવમ અનીતિ દશમો વેદી પંચક નામ ગોડા વિચ કર ન ધરે કામ... ભય સેતી જે વંદન કરે તે ઇગ્યારમ્ દૂષણ વરે નિહોરો સુચવતો નમેં નિજ કારણ કારણ બારમેં.. ગુરથી મિત્રાઈ વંછતો વાદે રમતે દૂષણ છતો ચઉદ મનિ પુણાઈ સહુ ભણી જણાઇવા વાદે આપણી... જે વસ્ત્રાદિક કહે તે નમે તે કારણ વંદન પનરમેં ચોર જેમ ટાળ પર દષ્ઠિ વાદે છે સોઘમ સદિષ્ટિ... wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્રત્યનિક વંદન સત્તરમેં આહારદિક વેળા નમે રીસે ધમ ધમતો વાંદણું આપે તે અઠારસ ભણું... અંગુલિ પ્રમુખે જગે તર્જતો વાદે તે ઉગણીસમછતો શ્રાવક પ્રમુખ ભણી વિશ્વાસ હેતે વાદેવા સમ ભાસ... ઈકવીસ મહા સો હીલણા કરતો જે આપ વાંદણા વંદન વિચ જે વિકથા કરે તે બાવીસમો દૂષણ ધરે... તેવીસમો જે દીઠા નમે અણદીઠાં બેસી રહે તમે ચૌવીસમ કરતો આવર્ત ભાલ મધ્ય ફરસે નહીં હલ્થ.. પચવીસમ નરપતિ કર જેમ જાણે વંદણ જિન કર તેમ છાવીસમો ચિંતે મન એમ ઈણ કરથી છુટીને કેમ... ભૂમિકા : ચિંતામણિ રત્ન એવા નમસ્કાર મહામંત્રમાં જેમનું સ્થાન છે એવા ગુરીનો મહિમા કરવાનો આ ઉત્સવ છે. પંચમ આરામાં જ્યારે આ ભૂમિ પર તીર્થંકર પરમાત્મા અવિવાન છે ત્યારે ગુરુ ભગવંતોએ જ જૈન શાસનને જયવંતુ રાખ્યું છે. વર્તમાન સમયમાં ઉત્તમ ગુણો વડે અલંકૃત ગુર ભગવંતોનો મહિમા ગમે તેટલો રાખીશું તેટલો ઓછો છે. આવા જ કોઈ કારણથી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર - શ્રી બૃહદ મુંબઈ વર્ધમાન સ્થા. જૈન મહાસંઘ પ્રેરિત આ જ્ઞાનસત્રમાં ‘ગુરુમહિમા' વિષયને સ્થાન અપાયું. પ્રવર્તમાન સમયમાં ગુરુનું આલંબન જરૂરી છે. કહેવાય છે કે ગુરૂના શરણથી મુક્તિ મળે છે. તેમનામાં પ્રભુતાનું દર્શન કરવાથી આત્માનું હિત થાય છે. માટે જ લગભગ તમામ ધર્મમાં ગુરુને મહત્ત્વ અપાયું છે. પરંતુ જૈન ધર્મમાં ગુરુ પ્રત્યેનું બહમાન વિશેષ વિધિ સાથે કરવામાં આવે છે. આવઈ એક વિધિ એટલે ગુરુવંત. ગુરુવંદનથી થનારા આપૂર્વ લાભને દર્શાવતી ઘણી રચનાઓ જોવા મળે છે. જો વિધિપૂર્વક વંદન થાય તો - વિધિ સૌ જે ગુરુવંદન કરે તેહ ભાવિક ભવસાગર તરે. પરંતુ અશાતના સાથે કરાતી ક્રિયા અયોગ્ય છે. શાસ્ત્રોમાં ગુરુવંદના માટેના ૩૨ દોષો ગણાવ્યા છે. અહીં રચનાકાર વાચક અમૃત ધર્મગણિ દ્વારા ગુરુવંદનના આ ૩૨ દોષોની સઝાય વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ૦ ૨૨૮ ૨૨૭ Page #116 -------------------------------------------------------------------------- ________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વિષયવસ્તુ : આ સજ્ઝાયનો પ્રારંભ જ પ્રભુ અને ગુરુ પ્રત્યેના બહુમાનના ભાવથી થયો છ. કુલ ૧૯ ગાથાઓમાં પહેલી ગાથા આ ભાવ દર્શાવે છે. જોઈએ પ્રારંભ : “શ્રી જિન વાણી આણી ચિત્ત, પ્રણમી ગુરુચરણ સુપવિત્ત, દોષ બત્તીસ કહું, સજ્ઝાય, ગુરુવંદન મેં જે વર્જાય....૧ રચનાકારની આ કુનેહ નોંધનીય છે : પહેલી ગાથાની ઉપરોક્ત બે પંક્તિઓમાં વિષયપ્રવેશ સાથે દેવ અને ગુરુ બંનેને પ્રણામ તો થયા જ છે, સાત આ સમગ્ર સજ્ઝાયનો વિષયનો પણ નિર્દેશ થયો છે. ઓછા શબ્દોમાં ભાવકના મનપ્રદેશ સુધી પહોંચવાનું કાર્ય કઠિન હોય છે, પરંતુ અહીં રચનાકારની આ ખૂબી સ્પર્શી જાય છે. ગાથા ૨થી ૧૭ સુધીમાં ગુરુવંદનાના ૩૨ દોષ તો દર્શાવ્યા છે જ, સાથે સાથે ક્યારેક તેના પરિણામો પણ ટૂંકમાં દર્શાવ્યાં છે. હવે જોઈએ આ દોષો. (૧) આદર વગર ગુરુને વંદન કરવા (૨) નમ્રતાની બદલે અકડાઈ રાખીને વંદન કરવા. (૩) ઉતાવળથી યા બધાને ગમે તેમ વંદન કરવા (૪) એકસાથે બધાને વંદન કરવા. (૫) ઉછળતા-કૂદતાં વંદન કરવા (ટાફ્ટ-રમતિયાળ સ્વભાવથી વંદન કરવા). આ પાંચમા દોષમાં રચનાકાર કહે છે કે કેટલાક લોકો કૂદતા હોય એમ ટાટ વંદન કરે છે, જાણે કરવા ખાતર વંદન કરતા હોય. આ માટે તીડની ઉપમા પ્રયોજી છે. જોઈએ આ પંક્તિ : “તીડ જેમ ઉછળતો નમે, એ દૂષણ ભાષ્યો પામે.’ (૬) રજોહરણ-ચરવળો-હાથીના અંકુશની માફક પકડીને-પરાણે વંદન કરવું. (૭) વંદન કરતાં કરતાં આગળ-પાછળ હલનચલન કરવું. (૮) એક પછી એક વંદન કરવા માટે પાણીમાં માછલાંની જેમ ફર્યા કરવું. (૯) મનમાં દ્વેષ રાખીને વંદન કરવું (૧૦) બે હાથ ઘૂંટણની બહાર રાખીને વંદન કરવું. (૧૧) મનમાં ભય સાથે વંદન. (૧૨) ભજન-ગણગણાટ સાથે વંદન. આ બાર દોષો પછી (૧૩) મૈત્રીભાવ જેવા ભાવથી વંદન કરવા અને (૧૪) પોતાની પુણ્યાય - હોશિયારી દર્શાવવા વંદન કરવા. આ દોષો દર્શાવતી પંક્તિઓ “ગુરુથી મિત્રાઈ વાંછતો, વાંદે રમતે દૂષણ છતો, ચઉદ નિ પુણાઈ સહુ ભણી, જણાઈવા વાદે આપણી...૮'' (૧૫) સ્વાર્થબુદ્ધિથી (૧૬) ચોરીછૂપીથી વંદન કરવા. (૧૭) અયોગ્ય સમયે (૧૮) ક્રોધ કે રીસ સાથે (૧૯) અંગૂલિ તર્જવાની સાથે વંદન (૨૦) ગુરુને રાજી ૨૨૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । રાખવા વંદન કરવું (૨૧) નિંદા કરતાં કરતાં વંદન કરવું. (૨૨) હજુ તો વંદન કર્યા ન કર્યા ત્યાં બીજી વાતોએ વળગવું. આ ભાવ દર્શાવતી પંક્તિ ‘વંદન વિચ જે વિકથા કરે, તે બાવીસમો ૨...૧૨" દૂષણ (૨૩) કોઈનું ધ્યાન હોય તો ચંદન, નહીં તો નહીં (૨૪) અહોકાયંના અવર્તન વખતે લલાટે હાથ ન લગાડવા (૨૫) રાજાને કર ચૂકવવો પડે, એ રીતે વેઠ જેમ વંદન (૨૬) વંદનમાંથી છૂટવાનો વિચાર (૨૭) ચૂડલી વંદન...એટલે કે હાથ ભમાવીને બધાને એક સાથે વંદન (૨૮) વંદનમાં જરૂરી હોય એના કરતાં ઓછા અક્ષર-શબ્દો બોલવા (૨૯) વંદ કર્યા પછી મોટેથી ‘“મન્યએણ વંદામિ” બોલવું. (૩) બરાબર ઉચ્ચાર કર્યા વગર મનમાં જ વંદન (૩૧) ખૂબ જ મોટેથી બોલીને વંદન. (૩૨) રજોહરણ-ચરવળો ભમાવીને વંદન. આ રીતે ૧૭ ગાથા સુધીમાં ગુરુવંદનાના ૩૨ દોષો જણાવાયા છે. ખાસ તો આ વાતની નોંધ લેવી પડે કે ખૂબ જ ઝીણવટથી, નાનામાં નાની બાબતનો સમાવેશ રચનાકારે કર્યો છે. ૧૮મી ગાથામાં દોષરહિત ગુરુવંદન કરવાનો લાભ પણ જણાવ્યો છે. અંતિમ ગાથામાં રચનાકારનું નામ જણાવાયું છે. છંદ-અલંકાર અને ભાષાકર્મનું પ્રયોજન પ્રસ્તુત સજ્ઝાય ખૂબ સરસ રીતે ગેય સ્વરૂપમાં લખાઈ છે. ઘણી વખત કઠિન રાગ-રાગિણી સામાન્ય લોકો ગાઈ ન શકે. જ્યારે સજ્ઝાય ‘ચોપાઈમાં લખાઈ છે, તેથી ગાવામાં ઘણી સરળ છે. અહીં આપણને અખાના છપ્પા, ઉપરાંત સકલતીર્થ અને શ્રી ગૌતમાષ્ટક છંદનું સ્મરણ થાય. જેમ કે, ‘“તિલક કરતાં તેપન થયા, જપમાળાના નાકા ગયા”... (અખો) અથવા ‘‘વીર જિનેશ્વર કેરો શીષ્ય, ગૌતમ નામ જપોનિશાદિશ.” (ગૌતમાષ્ટક) અલંકારની દૃષ્ટિએ જોતાં આ રચનામાં બહુ વધારે પ્રમાણમાં અલંકાર વૈવિધ્ય જોવા મળતું નથી. ઉપમા અલંકારનો પ્રયોગ “તીડ જેમ ઉછળતો નમે એ દૂષણ ભાખ્યો પાંચમે.'' બીજું ઉદાહરણ – “કચ્છપની પરે ચાલે અંગ સૂત્ર ઉચ્ચારતો સમમ ભંગ.’’ પ્રાસની દષ્ટિએ જોતા અહીં દરેક ચરણ, બીજાં ચરણ સાથે પ્રાસ (આંતર પ્રાસ)થી સંકળાયેલું છે. દા.ત. : “ગુણ તીસમ વંદણ ઉપરે મત્યએણ વંદામિ કરે.' ભાષાકર્મ વિષે વિચારતાં એવું કહી શકાય કે રચનાકારે સરળ ભાષામાં છતાં ૨૩૦ Page #117 -------------------------------------------------------------------------- ________________ ... આભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા બધા જ દોષો આવરી લેવાય એ રીતે ભાષા સાથે કામ પાડ્યું છે. ભાવ જગત : સામાન્ય રીતે સ્તુતિ કે સ્તવન જેવી રચનામાં વિષયવસ્તુને અનુરૂપ ભાગજગત વિષ્યન્ન કરવામાં સર્જક સફળ થતો હોય છે. જ્યારે સજઝાયમાં સામાન્યતઃ કથાતત્ત્વ અથવા કોઈ ગુણ-લક્ષણને ધ્યાનમાં રાખીને ઉપદેશાત્મક શૈલીમાં સર્જક રચના કરે છે, તેથી કાવ્યાત્મકતા ઓછી લાગે છે. અહીં કથા નથી. વળી કોઈ ગુણ-લક્ષણ નથી. ૩૨ દોષોને સરળ શૈલીમાં વ્યક્ત કર્યા છે. એટલે કાવ્યશાસ્ત્ર અનુસાર કે ભાષા દ્વારા નિષ્પન્ન થતા વિવિધ રસ કે તેવી સર્જાતા ભાવવિશ્વ વિશે અહીં વિશેષ કહી શકાશે નહીં - પરંતુ ખાસ નોંધપાત્ર બાબત એ છે કે - - જે ૩૨ દોષો જણાવાયા છે, એ મુજબ આપણી નજર સમક્ષ વંદન કરનાર વ્યક્તિ પ્રત્યક્ષતાદશ્ય થાય અને આવા દોષો પણ નજરે પડે એવું તાદૃશ્ય વાતાવરણ કે એવું દશ્યાંકન અહીં સર્જાય છે. આ બાબત રચનાકાર માટે વિશેષ ઉલ્લેખનીય છે. ઉપસંહાર - આમ તો આ રચનાને હજુ પણ વિશેષરૂપે સ્પષ્ટ કરી શકાય, પરંતુ અહીં સ્થળમર્યાદાને ધ્યાનમાં રાખીને વધારે વિચાર કર્યો નથી. રચનાકારને શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ હૃદસ્ય હોય એવું લાગે છે, કારણ કે અંતિમ ગાથામાં તેમને યાદ કર્યા છે. ગુરુમહિમા વિશે અનેક રચનાઓ જૈન પરંપરા સાથે અન્ય દર્શનોમાં અનેક સર્જકોની છે. ‘ગુરુગુણમાળા' (પૂર્વાચાર્યકૃત) પ્રાકૃતમાં રચાયેલી સુંદર કૃતિ છે, જેમાં ગુરુના ૩૬ ગુણોને દરેક શ્લોકમાં દર્શાવાયા છે. આવા ૩૬ શ્લોકો છે, તેમાં ૩૪માં ગુરુગુણ છત્રીશીમો શ્લોક પણ ગુરુવંદના દોષરહિત કરવા વિશે જણાવાયું છે. "बत्तीसहोसविरहिय - वंदणदाणस्स विच्चमहिगारी । રવિવાવિતો, છત્તીસગુન ગુરુ ગય૩ રૂકો” અંતમાં અજ્ઞાનતિમિરને હરનારા સર્વ સુગરુઓને વંદના સાથે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ગુરુએ દેશ દેખાડ્યો – ડુંગરપરી ધન ગુરુ દેવાને, ધન ગુરુ દાતાને સતગુરુના શબદ સુણાવજી ગુરુજીનો મહિમા પળ પળ રે વખાણું તો પ્રાચિત સઘળી જાય છે દેશ દેખાડ્યો ગુરુએ સૂતો જગડ્યો ને અલક પુરુષ ઓળખાયો છે બૂડતાને હાથથી છોડાવ્યા છે શરીર તણી હું તો ખાલ પડાવું ને સોનેરી રંગ ચડાવું છે મોજડી સિવરાવી મારા ગુરુને પેરાવું ગુણ અવગુણ કેમ થાઉં છું અન્નદાન દીધાં ને ભૂમિદાન રે કંચન મોલ લુટાયાજી કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દીધાં ને તો યે નાવે મારા ગુરુની તોલે છે સતગુરુ મળિયા ને સંશય ટાળિયા ને લખ રે ચોરાસી છોડ્યાજી ડુંગરપરી રૂખડિયા વાઘનાથ-ચરણે બોલ્યા ને મુક્તિનો મારગ બતાવ્યો સંદર્ભ : (૧) સઝાયાદિ સંગ્રહ, ભાગ : ૨ સંપાદક – નગીનદાસ કે. શાહ (૨) ગુરુગીત ગુંહલી સંગ્રહ : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી (૧૯-૨૧) (૩) ગુરુગુણમાળા : અનુ. મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ | (મૂળ લેખક - શ્રી રત્નશેખરસૂરિ) (૪) શ્રી પંચપ્રતિક્રમણ સૂત્રો : (સ્વ) પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ - ૨૩૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ભક્તિ વિના - હોથી. wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ડુંગરપરી કહે છે કે ગુરુ આપણને એવા અગોચર દેશનું દર્શન કરાવે છે, જ્યાં એવા સુકૃતના સર્જનની પ્રેરણા થાય ને કરમના દળીયા ખરી પડે છે આત્મ પ્રદેશનું અજવાળું દેખાય છે ગુરુના દિવ્ય શબ્દોના ધ્વનિના પ્રતાપે મારી ચર્ચા એવી બને છે કે મારા સઘળા પાપો નષ્ટ થઈ જાય છે સરએ જ મને પ્રમાદની મોહનિદ્રામાંથી જગાડી અટકર્મના કાલીનાગ રૂપી જમડાથી છોડાવી અમૃત મુક્તિમાર્ગનું દર્શન કરાવ્યું છે એવા ગુરને તો શરીરની ચામડીમાંથી મોજડી બનાવી પહેરાવું તોય ઓછું છે એમ કહી ગુરુનો મહિમા પળ પળ વખાણે છે. દર બંધ હોઠની ઋજુ ક્ષિતિજે, સ્મિતના સૂરજ ઊગ્યા ગુરુ, તારી આંખના અણસારા, મારી ઊરની ભોમમાં ઊગ્યા. ભક્તિ ભાવ વિના ના'વે ગુરુગમ કયું પાવે, કયું પાવે મનડાનાં મેલાં ને હાલે કરેલા તેને સતગુરુ શું સમજાવે મેલી મરજાદા હાલે ઉભેરા એ તો ભીંતેમાં ભટકાવે સલીલ ભક્તિના સપના આવે મર પાટે જઈ જ્યોતું જગાવે દલમાં દુબધા ભતીર નવ ભીંજ્યાં ફોગ પીર થઈ પૂજાવે પ્રમથ સંતની સેવા ન કીધી અનેક વાત મર લાવે ગુજ્ઞાન વિના, સંતના શબ્દ વિના પ્રેમ લગન વિના ગાવે કાગાની સંગતે કુબુદ્ધિ આવે સાન તો સંતની ના'વે દાસ હોથી કહે સંત સેવ્યા વિના નિચે ચોરાસીમાં જાવે મેલા મનડાં, કફેલી, અવિનવી વર્તાવ અ% ને અભિમાની વ્યવહાર આ બધું માનવીની નાવને ખરાડે ચડાવે છે અને નાના ચૂરેચૂરા કરી કરી નાખે છે. ભજનકીર્તન કરે પણ સપનાં તો વિષય-વાસનાનાં જાગતાં ને ઊઘતાં આવે છે. તેથી સંત કવિ હોથી કહે છે, ગુરુના સાન્નિધ્ય વિના ચોરાશીના ચક્કરની બહાર નીકળશો નહીં. - ૨૩૪ જ્યારે ગુરુ પ્રત્યે આત્મિક અહોભાવ હોય, ત્યારે ગુરુ સાથે પૂર્ણ કને ક્શન થાય. શિષ્ય એને જ કહેવાય, જેને ગુરના હિત કરતાં પણ ગુરુના હેતુ પ્રત્યે હેત હોય. ૨૩૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દવ તો લાગેલ - મીરાંબાઈ વ તો લાગેલ ડુંગરિયે કહોને ઓધાજી, હવે કેમ કરીએ ? દવ તો લાગેલ ડુંગરિયે. હાલવા જઈએ તો વહાલા, હાલી ન શકીએ, બેસી રહીએ તો અમે બળી મરીએ - આ રે વરતીએ નથી ઠેકાણું રે, વહાલા, પરવરતીની પાંખે અમે ફરીએ - સંસાર-સાગર મહાજળભરિયો, વહાલા, બાહેડી ઝાલો નીકર બૂડી મરીએબાઈ મીરાં કે' પ્રભુ ગિરિધર નાગર, ગુરુજી તારો તો અમે તારીએ, દવ તો લાગેલ ડુંગરિયા. આ ભજમાં આવતા ‘ડુંગરિયે દવ' વિશે પ્રશ્ન ઉઠાવવામાં આવે છે તે ભગવદ્વિરહનો દાવાનળ છે કે સંસારની અસારતાનો ? આ ભજન વૈરાગ્યનું છે કે વિરહનું ? ભજનમાં ઓધાજીને સંબોધન છે એ જ દર્શાવે છે કે કૃષ્ણ-વિહરમાં વ્રજની જે અવસ્થા થઈ છે એનું અહીં વર્ણન છે. ઉદ્ભવના જ્ઞાન સંદેશ સામે ગોપીઓના પ્રેમાનલની કથની જાણીતી છે, પણ જ્ઞાનાગ્નિ, વિરહાગ્નિ કે પ્રાણાગ્નિ જાગે છે ત્યારે એકસરખી જ સ્થિતિ થાય છે. જ્ઞાનાગ્નિમાં આત્મચિંતન, પ્રાણાગ્નિમાં શક્તિતત્ત્વ અને પ્રેમાગ્નિમાં ભગવદ્-સ્વરૂપ સહાયક બને છે. વિરહમાં બધું ભસ્મીભૂત થઈ જાય ત્યારે એકમાત્ર અવલંબન ભગવાનનું સ્મરણ રહે છે. ‘કહોને, કેમ કરીએ ?’ એ પ્રશ્નમાં કેવી અસહાય આંખોનો પ્રાણપ્રશ્ન છે ? જગદીશ વિના જગત સ્મશાન બની ગયું છે અને જગદીશને તો કાંઈ બળજબરીથી બોલાવી શકાતા નથી. ગૌરાંગનું કથન છે : અંતે છેલ્લે મીરાબાઈ ગુરુનું શરણ લેતાં કહે છે કે, આ સંસારસાગરમાં હે ગુરુવર ! તમે તારો તો જ અમે તરી શકીએ તેમ છીએ. આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી તરી શકતું નથી. માત્ર ગુરુકુપા હોય તો તરાય એવી ઉત્કટ ભાવના મીરાંએ વ્યક્ત કરી છે. ૨૩૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પથરા ભીતરા કોરા – દેવાયત ભાઈ પૂછો આપણા ગુરુજીને રૂડાં જ્ઞાન તો બતાવે લોભી આતમને સમજાવે સમજાવ્યું મન સમજે નહીં કેસર મેલીને કેસૂડા કોણ સેવે કેસૂડા રંગે રાતા ને મુખડે કાળા હંસલા મેલીને બગલા કોણ સેવે બગલા ઉપર ધોળા ને મનના મેલા હીરલા મેલીને પથરા કોણ સેવે પથરા ઉપર ભીના ને ભીતર કોરા સુગરા મેલીને નુગરા કોણ સેવે નુગરા નિચે નરકે લઈ જાય કેળ મેલીને કાંટા કોણ સેવે કાંટા સેવા પત પોતાની જાય શોભાજીનો ચેલો દેવાહ બોલ્યા મારા સંતની મેળો સવાયો જેને સેવન કરવાનું નથી તેનું સેવન અજ્ઞાની જન કરે છે અને સંસારની મૃગજળ સમી કષ્ટ આપનારી વસ્તુ પાછળ ભટકે છે. એવા લોભી આત્માને સંત ગુરુ સાનમાં સમજાવી એવી પ્રવૃત્તિઓને સન્માર્ગે વાળે છે. સંતોના મેળામાં એવા જન પુણ્યશાળી બને છે. ગુરુ વિનાના નુગરાને એ લાભ મળતો નથી. આવા નુગરાથી સતી લોયણ લાખાને પણ ચેતવે છે. $ ૨૩૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા દર્શન વિના બાવરી - ધરમદાસ બિન દરશન ભઈ બાવરી ગુરુ દ્યો દીદાર ઠાડિ જો હી તોરી વાટ મેં સાહેબ ચલિ આવી ઈતની દયા હમ પર કરી નિજ છબી દરસાવી કોઠારી રતન જડાવકી હીરા લાગે કિવાર તાલા કુજી પ્રેમ કી ગુર ખોલિ દીખાવો બંદા ભૂલા બંદગી તુમ બકસનહાર ધમરદાસ અરજી સુની કર ધો ભર-પાર Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા મન તણો ગુરુ મન કરશે - તો સાચી વસ્તુ લડશે - નરસિંહ વૈષ્ણવ નથી થયો તું રે શીદ ગુમાનમાં ઘૂમે હરિજન નથી થયો તું રે હરિજન જોઈ હઈડું ન હરખે દ્રવે ન પરિગુણ ગાતાં કામ ધામ ચટકી નથી ટકી ક્રોધે લોચન રાતાં તુજ સંગે કો વૈષ્ણવ થાએ તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે તાંહાં લગી તું કાચો પરદુ:ખ દેખી હદે ન દાઝે પર નિંદાથી ન ડરતો વાહાલ નથી વિઠ્ઠલસું તારે હઠ ન હું હું કરતો પરોપકારે પ્રીત ન તુજને સ્વારથ છૂટ્યો છે નહીં કહેણી તહેવી રહેણી ન મળે કહાં લખ્યું એમ કહેની ? ભજવાની રુચિ નિકે નથી હરિનો વિશ્વાસ જગત તણી આશા છે જાહાં લગી જગત ગુરુ તું દાસ - ૨૩૮ હે ગુરુ, તમારી વાટ જોઈને ઊભી છું. તમે આવો, મારા ઉપર દયા કરો ને તમારાં દર્શન કરાવો. તમારે માટે મારા આ દેહને મેં અત્યંત સ્વચ્છ રાખ્યો છે. તમે તમારા પ્રેમથી એ દેહનો ઉદ્ધાર કરો. અમે તો તારું નામ ભૂલ્યા છીએ. તારી બંદગી પણ કરવાની અમને આળસ છે, છતાંય તું અમારા આ ગુના માફ કરનાર છો. તું જ બકસનહાર છો ને તું જ ઉગારનાર છો. તું જ અમને ભવસાગર પાર કરાવી શકવા સમર્થ છો. તારા વિના આ જીવનને, આ સંસારને ધિક્કાર છે. માટે મારી અરજી સુની હે ગુરુવર, મને ભવપાર કરાવી દો. ૨૨૯ Page #121 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંસ્કૃતિમાં ગરમહિમા Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... મન તણો ગુરુ મન કરશે તો સાચી વસ્તુ જડશે દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે સાચી વસ્તુ એટલે ઈશ્વર. ઈશ્વર મળતા નથી. જ્યારે હરિના જન જોઈને હૈયું હરખાતું. નથી. પ્રભુની ગુણગાન હૈયું પુલક્તિ થતું નથી. કામવાસનાની ચટકી લાગી રહી છે ને ક્રોધથી આંખ તારી સદા રાતી જ રહે છે. પારકાના દુ:ખે તું દુઃખી થતો નથી. તારા હૃદયને એનાં દુઃખ દઝાડતો નથી ને પારકી પંચાતમાં અને પરની નિંદાથી, જરાય ડરતો નથી. સૌ કોઈની નિંદામાં આનંદ માણી રહે છે. પરોપકાર તરફ તને જરાય પ્રીતિ નથી ને નર્યો સ્વાર્થ જ તારાં હૈયામાં ભર્યો પડયો છે. તું જે કંઈ કહે છે તે પ્રમાણે વર્તન કરતો નથી, ભજન પ્રત્યે તને જરાય રુચી નથી ને તને જગતના સર્વે ઉપભોગની આસક્તિ છે ને તેથી કરીને તુંદાસછે, ગુલામ છે ને જગત તારો ગુરુ છે. ઈશ્વર ઉપર વિશ્વાસ નથી. શ્રી વિઠ્ઠલને ભજે છે તે પણ માત્ર ઉપરછલું છે. તારો પ્રભુપ્રેમ સાવ જૂઠો છે. સાચો પ્રેમ હશે તો જ શ્રી વિઠ્ઠલ તારો હાથ પકડશે. આ કયારે બનશે જ્યારે તું તારા મનને ગુરુ બનાવીશ. મનને દઢ કરીશ. મનને કાબૂમાં પણ મન જો માળવે ગયું તો સમજજે કે ફરીફરીને જનમ લેવાનો આવશે. ફરીફરી દુ:ખના દરિયામાં તરફડિયાં મારવાનું આવશે. મનને કાબૂમાં લઈશ ને સાચે રસ્તે જઈશ તો સાચી વસ્તુ સહેજે જડશે ને ત્યારે સુખ-દુ:ખનનાં સર્વે બંધનોથી મુક્ત થઈશ. તારા સંગે રહીને કોઈ જન વૈષ્ણવ થયો તો માનજે કે તું સાચો વૈષ્ણવ થયો છે. અહીં ગુરુની પ્રાપ્તિ માટે પોતાની જાતે જ સમ્યક પુરુષાર્થ કરવો પડશે એવી વાત અભિપ્રેત છે. પછી તો નરસિંહ કહે છે, પહેલો પિયાલો મારા સત્રએ પાયો બીજો પિયાલો રંગની રેલી અને, અખંડ હેવાતણ મારા સદ્ગુરુએ દીધાં અખંડ સૌભાગી અમને કીધાં ભલે ..... મહેતા નરસિંહના સ્વામી દાસી પરમ સુખ પામી એટલે આમ સારુ હાથ જાલે તો અંતે સાચી વસ્તુ જડશે એટલે ‘આતમ’ મળશે. એમ હૃદયના ઉમળકાથી નરસિંહે ગુરુનો મહિમા ગાયો છે. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ લલિતાબાઈ મ.સ.ના વિદ્વાન શિખ્યા પૂ. ડૉ તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફી એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે : જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. જૈન સાહિત્યતા અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય - શાળાનું આયોજન કરવું. જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. * વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. * ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો.... Old Jain, Manuscript) 4244 જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phill કરનારાં જિજ્ઞાસ, શ્રાવક, સંત-સતીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. * જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. * દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહંમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-Imall : gunvant.barvalia @gmail.com મો. : 09820215542 239 - 240