SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... વિચાર એ આપે છે કે ગુરુ અને ગોવિંદ એક જ છે. આવા સદગુરુને પામવા માટેની અખાની પોતાની આગવી પરીક્ષા છે. એ કહે છે કે ગુરુ પંથમુક્ત, શાની, પરમાર્થને જાણનારો, સંપત્તિના મોહ વિનાનો અને નિરાભિમાની હોવો જોઈએ. એ શિષ્યોના ભારથી દબાઈ ગયેલો ન હોય. આવો ગુરુ મળે તો જ શિષ્યનું કામ થાય છે. જોકે અખો માત્ર ગુ-પરીક્ષા જ કરતો નથી, એ શિષ્યની પાત્રતાની પરીક્ષા પણ દર્શાવે છે. જિજ્ઞાસા, આદર અને અવધાન હોય, તો જ એ વ્યક્તિમાં શિષ્ય તરીકેની યોગ્યતા ગણાય. આમ અખો બતાવે છે કે અમુક ગુણો ધરાવતી વ્યક્તિ ન હોય, તો એ ગુને શરણ ગ્રહણ કરવાની જરૂર નથી. પણ એની સાથોસાથ એ શિષ્યને માટે પણ કેટલીક પાત્રતા જરૂરી બતાવે છે અને એને ‘ગુરુ-શિષ્ય અખા આ ખેલ' કહીને એ સમજાવે છે. ‘સદ્ગુરુ શિષ્યને વચન જ કહે, અને જિજ્ઞાસુ શિષ્ય તત્સણ ગ્રહે, જયમ મોરપત્ની પડતું બુંદ ધરે, તેનો તદ્ભવ બહી થઈ પરવરે. પડ્યું ગ્રહે તેની થાયે ઢેલ, ત્યમ ગુરુ-શિષ્ય અખા આ ખેલ.’ એથી આગળ જઈને અખો એક બીજી વાત કરે છે. એ કહે છે કે માત્ર ગુએ આપેલું જ્ઞાન સ્વીકારી લેવું તે જ બરાબર નથી, બલ્લે એને તમારા આત્માનુભવની કસોટીએ ચડાવવું જોઈએ અને એ દ્વારા તમને બ્રહ્મસ્વરૂપની ઓળખ મળવી જોઈએ. આમ અંતે ભગવાન બુદ્ધની એ વાતનું મરણ થાય છે કે જ્યારે એમણે એમના શિષ્ય ભિખુ આનંદને કહ્યું, ‘અપ્પ દીવો ભવ’, ‘તું જ તારી જાતનો દીવો બન’, કારણ કે અંતે તો વ્યક્તિએ સ્વયં આત્મજ્ઞાન અને આત્મનુભવ પામવાનો છે. અર્થાત્ ગુરુ મળ્યા પછી એણે પોતાના આત્માને ગુરુ કરવાનો છે અને એમાંથી ગુરુ, બ્રહ્મ અને આત્માનું એકત્વ સાધવાનું છે. એ એકત્વની સાધનાના સંદર્ભમાં જોઈએ, તો અખા પાસેથી એક નવી સૃષ્ટિનો અનુભવ થાય છે. આમ અખાના ગુરવિચારના જુદાં જુદાં સોપાનો જોઈએ, તો ખ્યાલ આવે કે સૌ પ્રથમ તો પૃહાવાન કુગુરથી દૂર રહેવું. માત્ર વ્યવહાર જગતની ઓળખ આપે એ ગુરની સીમીમા બંધાવવું નહીં, શિષ્યો બનાવવા આતુર હોય એવા ગુરથી અળગા રહેવું, વળી ગુરુ મળે તેથી વિવેકી ગુરુએ આપેલું નવનીત તમારા આત્માનુભવરૂપી અગ્નિમાં તપાવીને એને ઘી બનાવવું જોઈએ. આત્માનુભવ વિનાનું ગુજ્ઞાન વ્યર્થ છે. પગલાં પૂજવાને બદલે નિ:પગલાંને શરણે જવું જોઈએ અને અંતે આત્મા, પરમાત્મા અને ગુરનો ભીતરમાં ત્રિવેણી સંગમ સાધવો જોઈએ. ૨૨૫ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... અખાની આ વિશિષ્ટ વિચારધારાનું દર્શન કરાવતું એક પદ ‘અખેગીતા'માં મળે છે. આ પદમાં અંતે તો હેમનું હેમ હોય એવું અદ્વૈત જોનારો અખો પ્રથમ પંક્તિમાં કહે છે કે તમે આજ સુધી હરિ અને હરિજનનું કૅત જુઓ છો. બંનેને જુદા ગણો છો ત્યારે એ કહે છે કે ગુરુ અને ગોવિંદ એક છે એને રખે અળગા ગણતા આનું કારણ એ છે કે ગુર એ સગુણ સ્વરૂપ છે અને પરમાત્મા એ નિર્ગુણ સ્વરૂપ છે. આ સગુણ સ્વરૂપ તમને નિર્ગુણ સ્વરૂપ તરફ લઈ જાય છે અને તે કઈ રીતે એ વિશે અખો કહે છે, ‘નિર્ગુણ બ્રહ્મ સગુણ સંત જાણવા, જયમ વહિથી તેજવંત થાયે દીવા.' પોતાની આ વાતને અને આવા વિચારને અખો વધુ પ્રગટ કરતાં કહે છે કે જેમ અગ્નિથી દીપને પ્રગટાવવો હોય તો વાર લાગે છે, પરંતુ એક દીપથી બીજા દીપને પ્રગટાવવો હોય તો તે સરળતાથી અને તત્કાળ પ્રગટી શકે છે. આથી ગુરુને કારણે શિષ્ય સરળતાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ગુરુ એની આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનો માર્ગ બને છે, પણ શિષ્ય એ માર્ગમાંથી મુકામ સુધી જવાનું છે અને તેથી ગુરુની સહાયથી જાગેલી આત્મજ્યોતિ દ્વારા એણે પરમાત્માપ્રાપ્તિ સુધી પહોંચવાનું છે અને તેથી જ અખો કહે છે કે તમારે ભગવાનને વહેલા ભેટવું હોય તો ગુર મદદ કરે છે. ‘ત્યમ જ્ઞાની મૂર્તિ તે જાણો ગોવિંદની, ત્યાંહાં ભગવાન ભેટે જ વહેલો.' આ ગુરુ કે સંત કઈ રીતે પરિવર્તન આણે છે? એક તો એના આચાર દ્વારા એને અનુભવમાં ગતિ કરાવે છે. અને ‘દષ્ટિ ઉપદેશ’ આપે છે અને તેથી સરુની કૃપા વરસે તો શું થાય? અખો એની આગવી છટાથી કહે છે, ‘સેવતાં સુખ હોય અતિશે ઘણું, જે સર તણું મન રીઝે.' પણ અંતે ક્યાં જવાનું? અંતે તો જેમ કુંડળ અને સુવર્ણ એક જ છે એ જ રીતે જ્ઞાની અને પરમાત્માનું સાયુજ્ય અને આત્મજ્ઞાનનો પ્રદીપ પ્રગટતા ગુરુ અને ગોવિંદની અદ્વૈત સ્થિતિનો વિરલ અને અનુપમ અનુભવ થશે. ગુરુ વિશેની આપણી વિચારધારામાં સૌથી ઉક્રો ચાલનારો જ્ઞાની કવિ અખો આપણી સંતપરંપરામાં તો અનોખો છે જ, પરંતુ અની તત્ત્વવિચારણાથી પણ એ કેટલો બધો પ્રભાવક લાગે છે! - ૨૨૬
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy