SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ... ગુરુવંબાના બગીસ દોષની સઝાય (રચનાઃ વાચક અમૃત ધર્મગણિ) - પ્રફુલ્લા વોરા (ભાવનગરસ્થિત B.Ed. કૉલેજના પૂર્વ પ્રાધ્યાપિકા પ્રફુલ્લાબહેન જૈન દર્શનનાં અભ્યાસુ છે. લેખિકા અને કવિયત્ર છે. સાહિત્ય સંમેલનોમાં શોપપત્રો પ્રસ્તુત કરે છે). ગુરુવંદનના ૩૨ દોષોની સઝાયા શ્રી જિન વાણી આણી ચિત્ત પ્રણમી ગુરૂ ચરણ સુપવિત્ત દોષ બત્તીસ કહું સઝાય ગુરૂવંદન મેં જે વર્જાય... આદરવિણ વંદન જે કરે તેહ અનાદર પણ ધરે નમતો દેહ નમાવે નહીં મદસંતી એ બીજોસહી... વંદન કિરિયા ઓછિ છોડી જાયે તે ત્રીજો મન જોડી સાધુ સહુ એકે વરણે વાદે તે ચોથો મરૂ ભણે... તીડ જેમ ઉછળતોનમે એ દૂષણ ભાખ્યો પામેં નવમા ગુરૂ વસ્ત્રાદિક જામ વેંસાણે તે છઠ્ઠાટાળ.. કચ્છપની પરે ચાલે અંગ સૂત્ર ઉચરતો સપ્તમ ભંગ આઠમેં એક વંદીને જાય બેઠો હી બીજાને પાય. નિજ પર કારણ મન અપ્રીતિ ધરતો વદે નવમ અનીતિ દશમો વેદી પંચક નામ ગોડા વિચ કર ન ધરે કામ... ભય સેતી જે વંદન કરે તે ઇગ્યારમ્ દૂષણ વરે નિહોરો સુચવતો નમેં નિજ કારણ કારણ બારમેં.. ગુરથી મિત્રાઈ વંછતો વાદે રમતે દૂષણ છતો ચઉદ મનિ પુણાઈ સહુ ભણી જણાઇવા વાદે આપણી... જે વસ્ત્રાદિક કહે તે નમે તે કારણ વંદન પનરમેં ચોર જેમ ટાળ પર દષ્ઠિ વાદે છે સોઘમ સદિષ્ટિ... wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પ્રત્યનિક વંદન સત્તરમેં આહારદિક વેળા નમે રીસે ધમ ધમતો વાંદણું આપે તે અઠારસ ભણું... અંગુલિ પ્રમુખે જગે તર્જતો વાદે તે ઉગણીસમછતો શ્રાવક પ્રમુખ ભણી વિશ્વાસ હેતે વાદેવા સમ ભાસ... ઈકવીસ મહા સો હીલણા કરતો જે આપ વાંદણા વંદન વિચ જે વિકથા કરે તે બાવીસમો દૂષણ ધરે... તેવીસમો જે દીઠા નમે અણદીઠાં બેસી રહે તમે ચૌવીસમ કરતો આવર્ત ભાલ મધ્ય ફરસે નહીં હલ્થ.. પચવીસમ નરપતિ કર જેમ જાણે વંદણ જિન કર તેમ છાવીસમો ચિંતે મન એમ ઈણ કરથી છુટીને કેમ... ભૂમિકા : ચિંતામણિ રત્ન એવા નમસ્કાર મહામંત્રમાં જેમનું સ્થાન છે એવા ગુરીનો મહિમા કરવાનો આ ઉત્સવ છે. પંચમ આરામાં જ્યારે આ ભૂમિ પર તીર્થંકર પરમાત્મા અવિવાન છે ત્યારે ગુરુ ભગવંતોએ જ જૈન શાસનને જયવંતુ રાખ્યું છે. વર્તમાન સમયમાં ઉત્તમ ગુણો વડે અલંકૃત ગુર ભગવંતોનો મહિમા ગમે તેટલો રાખીશું તેટલો ઓછો છે. આવા જ કોઈ કારણથી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર - શ્રી બૃહદ મુંબઈ વર્ધમાન સ્થા. જૈન મહાસંઘ પ્રેરિત આ જ્ઞાનસત્રમાં ‘ગુરુમહિમા' વિષયને સ્થાન અપાયું. પ્રવર્તમાન સમયમાં ગુરુનું આલંબન જરૂરી છે. કહેવાય છે કે ગુરૂના શરણથી મુક્તિ મળે છે. તેમનામાં પ્રભુતાનું દર્શન કરવાથી આત્માનું હિત થાય છે. માટે જ લગભગ તમામ ધર્મમાં ગુરુને મહત્ત્વ અપાયું છે. પરંતુ જૈન ધર્મમાં ગુરુ પ્રત્યેનું બહમાન વિશેષ વિધિ સાથે કરવામાં આવે છે. આવઈ એક વિધિ એટલે ગુરુવંત. ગુરુવંદનથી થનારા આપૂર્વ લાભને દર્શાવતી ઘણી રચનાઓ જોવા મળે છે. જો વિધિપૂર્વક વંદન થાય તો - વિધિ સૌ જે ગુરુવંદન કરે તેહ ભાવિક ભવસાગર તરે. પરંતુ અશાતના સાથે કરાતી ક્રિયા અયોગ્ય છે. શાસ્ત્રોમાં ગુરુવંદના માટેના ૩૨ દોષો ગણાવ્યા છે. અહીં રચનાકાર વાચક અમૃત ધર્મગણિ દ્વારા ગુરુવંદનના આ ૩૨ દોષોની સઝાય વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે. ૦ ૨૨૮ ૨૨૭
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy