SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ 1ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વિષયવસ્તુ : આ સજ્ઝાયનો પ્રારંભ જ પ્રભુ અને ગુરુ પ્રત્યેના બહુમાનના ભાવથી થયો છ. કુલ ૧૯ ગાથાઓમાં પહેલી ગાથા આ ભાવ દર્શાવે છે. જોઈએ પ્રારંભ : “શ્રી જિન વાણી આણી ચિત્ત, પ્રણમી ગુરુચરણ સુપવિત્ત, દોષ બત્તીસ કહું, સજ્ઝાય, ગુરુવંદન મેં જે વર્જાય....૧ રચનાકારની આ કુનેહ નોંધનીય છે : પહેલી ગાથાની ઉપરોક્ત બે પંક્તિઓમાં વિષયપ્રવેશ સાથે દેવ અને ગુરુ બંનેને પ્રણામ તો થયા જ છે, સાત આ સમગ્ર સજ્ઝાયનો વિષયનો પણ નિર્દેશ થયો છે. ઓછા શબ્દોમાં ભાવકના મનપ્રદેશ સુધી પહોંચવાનું કાર્ય કઠિન હોય છે, પરંતુ અહીં રચનાકારની આ ખૂબી સ્પર્શી જાય છે. ગાથા ૨થી ૧૭ સુધીમાં ગુરુવંદનાના ૩૨ દોષ તો દર્શાવ્યા છે જ, સાથે સાથે ક્યારેક તેના પરિણામો પણ ટૂંકમાં દર્શાવ્યાં છે. હવે જોઈએ આ દોષો. (૧) આદર વગર ગુરુને વંદન કરવા (૨) નમ્રતાની બદલે અકડાઈ રાખીને વંદન કરવા. (૩) ઉતાવળથી યા બધાને ગમે તેમ વંદન કરવા (૪) એકસાથે બધાને વંદન કરવા. (૫) ઉછળતા-કૂદતાં વંદન કરવા (ટાફ્ટ-રમતિયાળ સ્વભાવથી વંદન કરવા). આ પાંચમા દોષમાં રચનાકાર કહે છે કે કેટલાક લોકો કૂદતા હોય એમ ટાટ વંદન કરે છે, જાણે કરવા ખાતર વંદન કરતા હોય. આ માટે તીડની ઉપમા પ્રયોજી છે. જોઈએ આ પંક્તિ : “તીડ જેમ ઉછળતો નમે, એ દૂષણ ભાષ્યો પામે.’ (૬) રજોહરણ-ચરવળો-હાથીના અંકુશની માફક પકડીને-પરાણે વંદન કરવું. (૭) વંદન કરતાં કરતાં આગળ-પાછળ હલનચલન કરવું. (૮) એક પછી એક વંદન કરવા માટે પાણીમાં માછલાંની જેમ ફર્યા કરવું. (૯) મનમાં દ્વેષ રાખીને વંદન કરવું (૧૦) બે હાથ ઘૂંટણની બહાર રાખીને વંદન કરવું. (૧૧) મનમાં ભય સાથે વંદન. (૧૨) ભજન-ગણગણાટ સાથે વંદન. આ બાર દોષો પછી (૧૩) મૈત્રીભાવ જેવા ભાવથી વંદન કરવા અને (૧૪) પોતાની પુણ્યાય - હોશિયારી દર્શાવવા વંદન કરવા. આ દોષો દર્શાવતી પંક્તિઓ “ગુરુથી મિત્રાઈ વાંછતો, વાંદે રમતે દૂષણ છતો, ચઉદ નિ પુણાઈ સહુ ભણી, જણાઈવા વાદે આપણી...૮'' (૧૫) સ્વાર્થબુદ્ધિથી (૧૬) ચોરીછૂપીથી વંદન કરવા. (૧૭) અયોગ્ય સમયે (૧૮) ક્રોધ કે રીસ સાથે (૧૯) અંગૂલિ તર્જવાની સાથે વંદન (૨૦) ગુરુને રાજી ૨૨૯ ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા । રાખવા વંદન કરવું (૨૧) નિંદા કરતાં કરતાં વંદન કરવું. (૨૨) હજુ તો વંદન કર્યા ન કર્યા ત્યાં બીજી વાતોએ વળગવું. આ ભાવ દર્શાવતી પંક્તિ ‘વંદન વિચ જે વિકથા કરે, તે બાવીસમો ૨...૧૨" દૂષણ (૨૩) કોઈનું ધ્યાન હોય તો ચંદન, નહીં તો નહીં (૨૪) અહોકાયંના અવર્તન વખતે લલાટે હાથ ન લગાડવા (૨૫) રાજાને કર ચૂકવવો પડે, એ રીતે વેઠ જેમ વંદન (૨૬) વંદનમાંથી છૂટવાનો વિચાર (૨૭) ચૂડલી વંદન...એટલે કે હાથ ભમાવીને બધાને એક સાથે વંદન (૨૮) વંદનમાં જરૂરી હોય એના કરતાં ઓછા અક્ષર-શબ્દો બોલવા (૨૯) વંદ કર્યા પછી મોટેથી ‘“મન્યએણ વંદામિ” બોલવું. (૩) બરાબર ઉચ્ચાર કર્યા વગર મનમાં જ વંદન (૩૧) ખૂબ જ મોટેથી બોલીને વંદન. (૩૨) રજોહરણ-ચરવળો ભમાવીને વંદન. આ રીતે ૧૭ ગાથા સુધીમાં ગુરુવંદનાના ૩૨ દોષો જણાવાયા છે. ખાસ તો આ વાતની નોંધ લેવી પડે કે ખૂબ જ ઝીણવટથી, નાનામાં નાની બાબતનો સમાવેશ રચનાકારે કર્યો છે. ૧૮મી ગાથામાં દોષરહિત ગુરુવંદન કરવાનો લાભ પણ જણાવ્યો છે. અંતિમ ગાથામાં રચનાકારનું નામ જણાવાયું છે. છંદ-અલંકાર અને ભાષાકર્મનું પ્રયોજન પ્રસ્તુત સજ્ઝાય ખૂબ સરસ રીતે ગેય સ્વરૂપમાં લખાઈ છે. ઘણી વખત કઠિન રાગ-રાગિણી સામાન્ય લોકો ગાઈ ન શકે. જ્યારે સજ્ઝાય ‘ચોપાઈમાં લખાઈ છે, તેથી ગાવામાં ઘણી સરળ છે. અહીં આપણને અખાના છપ્પા, ઉપરાંત સકલતીર્થ અને શ્રી ગૌતમાષ્ટક છંદનું સ્મરણ થાય. જેમ કે, ‘“તિલક કરતાં તેપન થયા, જપમાળાના નાકા ગયા”... (અખો) અથવા ‘‘વીર જિનેશ્વર કેરો શીષ્ય, ગૌતમ નામ જપોનિશાદિશ.” (ગૌતમાષ્ટક) અલંકારની દૃષ્ટિએ જોતાં આ રચનામાં બહુ વધારે પ્રમાણમાં અલંકાર વૈવિધ્ય જોવા મળતું નથી. ઉપમા અલંકારનો પ્રયોગ “તીડ જેમ ઉછળતો નમે એ દૂષણ ભાખ્યો પાંચમે.'' બીજું ઉદાહરણ – “કચ્છપની પરે ચાલે અંગ સૂત્ર ઉચ્ચારતો સમમ ભંગ.’’ પ્રાસની દષ્ટિએ જોતા અહીં દરેક ચરણ, બીજાં ચરણ સાથે પ્રાસ (આંતર પ્રાસ)થી સંકળાયેલું છે. દા.ત. : “ગુણ તીસમ વંદણ ઉપરે મત્યએણ વંદામિ કરે.' ભાષાકર્મ વિષે વિચારતાં એવું કહી શકાય કે રચનાકારે સરળ ભાષામાં છતાં ૨૩૦
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy