________________
Jભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા
... ‘પ્યાલો મેં પીધેલ છે ભરપૂર, દયા કરીને મુને પ્રેમે પાયો, નેનું મેં આયા નૂર, પ્યાલો મેં પીધેલ છે ભરપૂર.”
મહાપંથમાં પ્યાલાના પ્રતીક તરીકે જ્યોત પાટે જમણી બાજુ સ્થાપેલ કળશ કે જેમાં ગંગાજળ, સોપારી, સિક્કો નાખેલ હોય, માથે શ્રીફળ મૂકેલ હોય તેમાંથી અંજલિ ભરીને આ પવિત્ર જળ પીવાની પ્રક્રિયા ચાલી રહી છે.
મહાપંથમાં સદગર ગુપ્ત નામસ્મરણનો મંત્ર આપે છે. આ મંત્ર કે નામ સદ્ગુરુએ સિદ્ધ કરેલ હોય છે તે દીક્ષા આપતી વખતે ગુર કાન ફતંકીને આપે છે. આ નામસ્મરણ કરતા રહેવું તે ભક્તિ છે. આ નામ સામાન્ય બાબત નથી. એ નામ શબ્દ, વચન ને મોતી છે. ભીમસાહેબ નામ ને અજબ નામ કહે છે:
“સુન કે સુષુમણા નારી, મેં અજબ નામ પર વારી, અજબ નામ હૈ સબસે ન્યારા, ખોજ ખોજ સંસારી.'
ગુર નામસ્મરણ સાધના ને તેની ગુપ્ત ક્રિયા સમજાવે છે આ નામનું નિત્યસ્મરણથી :
‘નામે પાતક છૂટીએ, નામે નાસૈ રોગ, નામ સમોવડ કોઈ નહીં જપ, તપ, તીરથ ને યોગ.' સદગુરુનો મહિમા અનેક સંતકવિઓએ ગાયો છે તેમાં દેવડુંગરપુરી કહે છે: ‘સર! તમે મારા તારણહાર, હરિગુર ! તારણહાર આજ મારી રાંકની અરજું રે, બાવન ધણી સાંભળ જો, ગુરુજી'...
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા તેનું રૂપ શું ? તેનાં દર્શનનો આનંદ શું છે? અને સમગ્ર ભજનવાણીના રહસ્યને જાણે કે આ ભજનરચનામાં મૂકી આપેલ છે:
બેની મુને ભીતર સદ્ગુરુ મળિયા બેની ! મુંને ભીતર સર મળિયા રે વરતાણી છે આનંદલીલા મારી બાયું રે... બેની ! મુંને. કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર, ભોમકા સઘળી ભાળી, અખંડ ભાણ દલ ભીતર ઊગ્યા; સાતે ભોમકા દરશાણી, કાળાં અંજન કરમણે આંજ્યાં, તનડામાં લાગી છે તાળી... શ્ન મંડળમાં મારો શ્યામ બિરાજે; ત્રિકુટિમાં લાગી મુંને તાળી...
મારી બાયું રે... બેની ! મુંને...૦ ઘડી ઘડીના ઘડિયાળાં વાગે, છત્રીશે રાગ શીની; ઝળકત મોલને ઝરૂખે ઝાળિયાં ઝાલરી વાગે ઝીણીઝીણી,
મારી બાયું રે... બેની ! મુંને...૦ અગમ ખડકી જોઈ ઉઘાડી, તિયાં સામા સદ્ગુરુ દીસે; છ પાંખડીના સિંહાસને બેસી, ખાંતે ખળખળ હસે..
મારી બાયું રે... બેની ! મુંને...૦ પ્રેમ પૂતળી શિંગાસણ શોભતી. તેણે નીરખી નિરખી. અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં, ગુરુજીને દેખીને હરખી.
મારી બાયું રે. બેની મુંને...૦ બાવન બજારું ચોરાશી ચૌટા, કંચન મોલ કીના, ઈ મોલમાં સદ્ગુરુ બિરાજે, દોય કર આસન દીના..
મારી બાયું રે... બેની ! મુંને...૦ સોના જળમાં સહસ્ત્ર કમળનું શોભતું સિંહાસન. ચર્મચક્ષુએ નીરખ્યા હરિને, તોય લોભી ન માને મન...
| મારી બાયું રે... બેની ! મુંને...૦ સત વચનનો સંહાર કરીને ગુણ તખત પર ગાયો, કરમણ ચરણે લખીરામ બોલ્યા, ગુરુજીએ ગુપત પિયાલો અમને પાયો...
મારી બાયું રે... બેની ! મુંને...૦ ‘બેની મુને ભીતર સરુ મળિયા’ જેવી અનુભૂતિજન્ય વાણીના રચયિતા
‘આજ મારે આંગણે આનંદ વધાયા, ધૂપ રે દીયોને ગુરુજી જ્યોતે સવાયા' - રાજામાનસંગ
‘આવતા સંતોના લઈએ વારણા, પગ ધોઈ પાહોળ લઈએ, અરજણ ધરમ કરો જો ધણીને ઓળખ હો... જી... - અમરસંગ
મહાપંથ બાહ્યગુરુની અહીં સુધી વાત કરી. જે ગુરુએ સ્વની ઓળખ કરાવી, પરમતત્ત્વની ઓળખ કરાવી તે પછી આ બાહ્યગુરમાંથી બહાર નીકળી આંતરદેશમાં પ્રવેશવાનું છે. ને આ ગુરુ માટે સંતો કહે છે: “ગુરુને કાયામાં ગોતજો મારા વા'લાના શું કરું વખાણ'. અહીં ગુરુનો અર્થ પરિબ્રહ્મ તત્ત્વ થાય છે ને તેનાં દર્શન ઘટભીતર કરવાનાં છે. ઘટભીતર સદગુરુ મળ્યાનું પ્રમાણ સંતકવિ લખીરામ આપે છે. આ સદ્ગર કોણ?
૬૩.
SY