________________
wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા વિજ્ઞમિપત્રનું સંપાદન વિનયસાગરજીએ કર્યું છે.
કવિ પરિચય :
આ પત્રના લેખક કવિ કમલસંદરગણિ ખરતરગચ્છની જિનરંગશાખાના છઠ્ઠા આચાર્ય જિનચંદ્રસૂરિના સમયમાં થયા છે. તેમનો સમય અંદાજે અઢારમી સદીનો અંતભાગ કહી શકાય. તેઓ લાવણ્યકમલ વાચકના શિષ્ય હતા. તેઓ આ પત્રલેખન સમયે રાજસ્થાનના જયપુરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. પત્રમાં સંસ્કૃત, હિન્દી, રાજસ્થાની, ગુજરાતી આદિ અનેક ભાષાઓ એકસરખા સામર્થ્યથી પ્રયોજી છે, જે કવિનું બાહુભાષાપ્રભુત્વ દર્શાવે છે. કવિની ચારણી શૈલી પર પણ પકડ ઉત્તમ છે. કવિનો વિશેષ પરિચય ઉપલબ્ધ થતો નથી.
કવિએ લખેલો પત્ર તો ઘણો વિસ્તૃત છે, પરંતુ તેની વચ્ચે મુકાયેલા દુહાઓમાં ગુરુમહિમા તેમ જ ગુરુ પ્રત્યેનો ભાવ છલકે છે. તો સાથે જ ત્રિભંગી નામક ચારણી છંદમાં પણ ગુરુ પ્રત્યેના આદરભાવની સુંદર અભિવ્યક્તિ થઈ છે, તે આપણે આ લેખના માધ્યમથી જોઈએ,
‘તુમ ગુણ રયાવર ભરયો, લેહર જ્ઞાન લીયંત'. પાર ન કો પાવૈ નહીં, અતિશય ધીર અનંત. ૧. જ્ઞાનાદિક મોટા રાયણ, અંતરંગ ભાસંત, ચારૂ દિસ ચારિત્ર સજલ, પસરયો પૂરણપંત ૨. ગયણાંગણ કાગદ કરું, લેખણ કરું વનરાય, સાત સમુદ્ર સ્યાહી કરું, તો હી ગુરુ ગુણ લખ્યા ન જાય. ૩. અમહ હીયડું દામિન કુલી, ભરિયા તુમ ગુણેણ, અવગુણ ઈક ન સાંભલે, વિચારજે જેણ. ૪. હીડા તે કિમ વીસરે, જે સહગુરુ સુવિચાર, દિન દિન પ્રતિ તે સાંભરે, જિમ કોયલ સહકાર. ૫. વીસાયં નવિ વીસરે, સમર્યા ચિત્ત ન માંય, તે ગુરુજી કિમ વીસરે, જે વિણ ઘડી ન જાય. ૬. ગિરુઆ સહેજે ગુણ કરે, કંત મ કારણ જાણ, તરુ સીચ સરવર ભરે, મેઘ ન માગે દાણ. ૭.
હે ગુરુદેવ ! આપના ગુણોનો રત્નાકરસમુદ્ર ભર્યો છે. જેમ સમુદ્રનો કોઈ પાર પામી શકતું નથી, તેમ આપના ગુણોનો પાર પામવો કઠિન છે. આપ સમુદ્ર જેવા જ
૧૩૫
ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા અતિશય ગંભીર અને અનંત છો. આપશ્રીનાં જ્ઞાનાદિક મોટાં રત્નો આપની અંદર - અંતરંગમાં શોભે છે. ચારેદિશામાં ચારિત્રરૂપી જળ ફેલાયેલું છે અને એનાથી આપ પૂર્ણ શોભી રહ્યા છો.
હવે કવિ ત્રીજા દુહામાં લોકપ્રસિદ્ધ વાત કરે છે. હે ગુરુદેવ, આપના મહિમાનું વર્ણન કરવા માટે આકાશને કાગળ કરું સમગ્ર વનસ્પતિને લેખન કર્યું અને સાત સમુદ્રને શાહી કરું તોપણ ગરુદેવ! તમારા ગુણો લખ્યા જાય એમ નથી. અમારું હૃદય દામિન (મોટો કોથળો) છે, જે તમારા ગુણોથી ભરેલું છે. મને તમારા એક પણ અવગુણ યાદ આવતા નથી, જેથી હે ગુરુજી, આપનું સ્મરણ ભુલાતું નથી. હું હૃદય સદ્ગરને કેવી રીતે ભૂલી શકાય? દિવસ-દિવસ સંભારીએ છીએ જેમ કોયલ આંબાને સંભારે છે.
તમને ભૂલવાનો પ્રયત્ન કરું તો આપ ભુલાતા નથી. વળી, સ્મરણ કરું તો ચિત્તમાં સમાતા નથી. તે ગરુ કેવી રીતે વીસરે કે જે વિના ઘડી પણ જતી નથી.
સાતમા દુહામાં તો કવિએ કાવ્યદૃષ્ટિએ અભુત કમાલ કરી છે;
મોટા પુરષ આપમેળે જ ગુણ કરે છે. હે પ્રિયજન ! તેઓ એ માટે કારણ શોધતા નથી. મેઘરાજા વરસી વરસીને વૃક્ષોને નવપલ્લવિત કરે છે અને જળાશયોને છલકાવે છે, તો તેને માટે કાંઈ દાણ/વળતર થોડું જ લે છે?"
આ દુહાઓ બાદ જે ત્રિભંગી છંદમાં ગુરુગુણવર્ણન કર્યું છે, તે છંદ તેમ જ વર્ણનની દષ્ટિએ પણ લાક્ષણિક છે. એમાંની કેટલીક કડીઓ જોઈએ,
અતિનિરમલ અંગે ગંગ તરંગે કિરિયારંગે સત્સંગ, અહનિસિ ઉછરંગ વજત મૃદંગ ગ્યાન સુધાં ચિત્તગંગ, સાહિબ સિરદાર દિલદાતાર પસરી કારતિ દિપાર્જ સૂરિ સિરતાજે
અતિનિર્મળ ગંગાના તરંગ જેવા ઉજ્જવલ અંગવાળા, આદર-ઉત્સાહપૂર્વક ક્રિયાના રંગવાળા, સત્સંગમાં લીન, રાત-દિવસ જ્યાં જ્ઞાનરૂપી મૃદંગ ઉત્સાહપૂજી રહ્યા છે એવા મુનિઓમાં અગ્રગણ્ય - સાહેબ સરદાર, હૃદયથી દાતાર છે અને જેમની કીર્તિ સમુદ્રના કિનારા સુધી ફેલાયેલી છે.
પરિહર છલપાસ કરત વિકાશ સંજમ મારગ અભ્યાસ માધુર મૃદુ હાસં ચંદ ઉજાસ નીતનિવાસ સ્થાવાસ
૧૩૬