SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા પરમોપયોગી મોક્ષશાસ્ત્રોને પાઠથી, અર્થથી અને તાત્પર્યથી જાણનારા, મનુષ્યોના અંત:કરણની યોગ્યતાને જાણી લેવામાં કુશલ અને ન્યાય-નીતિ-વિવેક-વ્યવહારને અનુસરીને જિજ્ઞાસુઓના અંત:કરણની શંકાઓરૂ૫ શલ્યોનો ઉદ્ધાર કરવાના સામર્થ્યવાળા પુરુષ શ્રોત્રિય કહેવાય છે. પરમજ્યોતિરૂપ અને પરમાનંદરૂપ પરબ્રહ્મપરમાત્માને અભેદભાવે અનુભવી જેમનું અંતઃકરણ તેમાં સ્વાભાવિક સ્થિરતા સામર્થ્યવાનું થયું છે તેવા સત્પષ બ્રહ્મનિષ્ઠ કહેવાય છે. તેથી ભગવતી શ્રુતિ માતા કહે છે કે - ગરુમેવાભિગચ્છ7મિત્પાણિ: શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ્ II (શ્રી અર્થવેદીય મુંડકોપનિષત, મુંડક ૧, ખંડ અને મંત્ર ૧૨) વિવેકી, વૈરાગી અને સાચી શ્રદ્ધાવાન યોગ્ય થઈને બ્રહ્મશ્રોત્રિય અને પરબ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જાય અને તેમનું શરણ ગ્રહણ કરે. - જે કનિષ્ઠ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સરને મનુષ્ય જેવા સમજે છે, તેને તેના સદ્ગુરુ મનુષ્યના જેવું ફળ આપે છે, જે મધ્યમ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સરને દેવ જેવા સમજે છે તેને તેના સદ્ગર દેવના જેવું ફળ આપે છે અને જે ઉત્તમ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સરને ઈશ્વર જેવા સમજે છે તેને તેના સર ઈશ્વરના જેવું ફળ આપે છે. સદ્ગુરુ તો એક નિર્વિકાર દર્પણ જેવા છે. જેમ દર્પણ મનુષ્યો જેવા જેવા ભાવથી પોતાનામાં જુએ તે તે મનુષ્યોને તેવા તેવા પ્રતીતિ કરાવે છે, તેમ સદ્ગુરુ શિષ્યોને તેમની ભાવના પ્રમાણે ફળ આપે છે. જોકે, સદ્ગર કોઈ પણ મનુષ્યની સેવાની સ્પૃહા રાખતા નથી, પણ શિષ્યો પોતપોતાના અર્થ માટે તેમની સેવા કરે છે, કેમ કે પૂર્ણકામને શી તૃષ્ણા હોય? તેથી આપ્તકામચ કા સ્પૃહા આ ભગવતી શ્રુતિના વચન પ્રમાણે પૂર્ણકામ સદ્ગુરુને કોઈ પણ પ્રકારની સ્પૃહા હોતી નથી. આવા અજર, અમર, અલૌકિક અને અપ્રતિમ સત્પરષોની પ્રશંસા કરવા માટે કોઈ સુંદર શબ્દો, ઉપમાઓ કે દષ્ટાંતો જ મળતાં નથી કે જે વડે તેઓશ્રીની સ્તુતિ કરી આપણું હૃદય શીતળ કરીએ. જગદ્ગુરુ શંકરાચાર્યજીએ શતશ્લોકમાં જણાવ્યું છે કે: દટાનો નૈવ દટાસ્ત્રિભુવનજઠરે સદ્ભરોíનદાતુ સ્પર્શશ્ચત્તત્ર ક સ નિયતિ યદહો સ્વર્ણતામર્મસારમ્ ન સ્પર્શવત્વ તથાપિ શ્રિતચરણયુગે સર: સ્વી શિષ્ય, સ્વીય સામ્ય વિધ ભવતિ નિરુપમસ્તના વાડલોકિકોડપિ|| (શ્લોક (૧) સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ - એ ત્રણેય લોકમાં જ્ઞાન દેનાર સરને કોઈની wભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા ઉપમા આપી શકાય એમ નથી. સરને જો પારસમણિ જેવા માનીએ તો એ બરાબર નથી, કારણકે પારસમણિ તો માત્ર લોઢાને સોનું બનાવે છે, પણ પોતાના જેવો પારસમણિ બનાવતો નથી અને સર તો પોતાના ચરણયુગલનો આશ્રય લેનારને પોતાનું સામ્ય પમાડી શકે છે એટલે પોતાના સમાન કરી શકે છે, માટે સ્પર્શમણિની ઉપમા યોગ્ય ન હોવાથી સદ્ગર નિરૂપમ અર્થાત્ અલૌકિક કહેવાય છે. ઉત્તમ બુદ્ધિવાળો શિષ્ય પોતાના સર શરીરધારી છે એમ કદાપિ પણ માનતો નથી અને મનુષ્યરૂપે જોતો પણ નથી. આવી અમૃત દષ્ટિના વિચારવાન શિષ્યને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં તે જીવનમુક્તતા ભોગવે છે. પરમાત્મા અને સદ્ગમાં અભેદત્ય સમજવા પરમભક્ત અધિકારી જનને શ્રદ્ધાપૂર્વક સમજવાને વેદ આજ્ઞા કરે છે કે: યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરો તસ્યતે કવિતા સ્પર્ધા: પ્રકાશન્ને મહાત્મનઃ | (શ્રી કૃષ્ણજયર્વેદીય શ્વેતાશ્વતરોપનિષત્, અધ્યાય ૬, શ્લોક ૨૩) જેન પરમાત્મામાં ઉત્કૃષ્ટ ભક્તિ હોય અને જેવી પરમાત્મામાં હોય તેવી પોતાના સદ્ગરમાં શ્રેષ્ઠ ભક્તિ હોય અર્થાત્ પરમાત્મા સદગુરમાં અભેદ સ્વરૂપ જાણે, તે પુરુષને આ ઉપનિષદમાં ઉપદેશ કરેલા પ્રસિદ્ધ અર્થો અનુભવવામાં આવે છે. સદ્ગુરુ પરમાત્મા એક અને અદ્વિતીય જ છે, નિર્મુક્ત જ છે, નિર્મળ જ છે. દેહ છતાં પણ દેહાતીત છે. શુદ્ધ અને પરમ પવિત્ર છે. નિર્વિકાર, નિરંજન, ચૈતન્યધન અને સત્ય નિત્ય સ્વરૂપ છે જેમના મહત્ત્વનો નિર્ણય કરતાં એમ સમજાય છે કે જ્યાં આકાશ છત્ર ધરે છે, વાયુ પંખો કરે છે, પુરાણો ચામર ઢોળે છે વગેરે. આવા મહાવૈભવને ભોગવતા સદ્ગુરુ પરમાત્માનો મહિમા ‘યતો વાચો નિર્તને અપ્રાપ્ય મનસા સહા' ઈત્યાદિ શ્રુતિઓ વર્ણવી શકવા શક્તિમાન નથી. એમ ભક્તજનોના કલ્યાણને માટે સર જીવનમુક્ત તત્ત્વજ્ઞાની છે. આથી સર ઉપાસનાના મુમુક્ષુ ભક્તજનોએ કરવાની છે. જેથી મોક્ષજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એ વાત નિઃસંદેહ છે. - સર પરમેશ્વરતુલ્ય કહીએ તોપણ પરમેશ્વર કરતાં સરનો ઉપકાર શિષ્ય પર વધારે હોય છે, કારણકે પરમેશ્વર કોઈને પણ સાક્ષાત્ આવીને જ્ઞાન આપતા નથી, જ્યારે સર પ્રત્યક્ષ શ્રીમુખે જ તત્ત્વજ્ઞાન અપ શિખોનું આત્મકલ્યાણ (મોક્ષ) કરે છે. પરમેશ્વર કરતાં વિશેષ ઊંચી ઉપમા ન હોવાથી સરુને વધુમાં વધુ ઉપમા આપવા માટે પરમેશ્વરરૂપ કહીને સંતોષ માનવો પડે છે. - ૨૨૦ ૨૧૯
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy